પ્રેમ થઇ થયો - 17 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થઇ થયો - 17

ૐ નમઃ શિવાયઃ

PART-17

અત્યાર સુધી જોયું કે તે ચારે જણા વાતો કરતા હોય છે. અક્ષત જવા નું કે છે, ત્યારે અહાના દિયા ને ત્યાં જ રોકાઈ જવા માટે કે છે...

"ના તમે બન્ને વચ્ચે હું અહીંયા રઇને શું કરું...હું પણ જાઉં અક્ષત જોડે અને કાલે આવી જજો..."
દિયા બોલે છે...

દિયા અને અક્ષત ત્યાં થી નીકળી જાય છે...

"અરે હું તો પેલા તે બન્ને ને જોઈ ને ચોકી જ ગઈ તી..."
અહાના બોલે છે...

"અચાનક આમ જોઈ ને હું પણ ચોકી ગયો તો પણ સારું થયું એમને ખબર પડી ગઈ..."
શિવ બોલે છે..

"બસ હવે જેમ આપડે જોડે છીએ એ રીતે અક્ષત અને દિયા પણ જોડે આવી જાય..."

અહાના બોલી ને શિવ ના ના હાથ માં પોતાનો હાથ રાખે છે...

"હવે અહીંયા આવી ગયા છીએ તો જમી ને જ જઈએ..."
અક્ષત બોલે છે...

"હા, મેં વિચાર્યું પણ નતું કે અહાના શિવ સાથે હશે..."
દિયા બોલે છે...

"હા મેં પણ નતું વિચાર્યું..."
અક્ષત બોલે છે...

"મિતાલી ના લગ્ન માં આટલી મજા આવી તી તો શિવ અને અહાના ના લગ્ન માં કેટલી મજા આવશે..."
દિયા ખુશ થઇ ને બોલે છે...

"હા...આપડા ઘરે જતા વાર લાગશે તો મિતાલી ને ફોન કરી દઉં..."
અક્ષત બોલે છે...

"તું રેવાદે હું મિતાલી ને કઈ દઉં કે આપડા ને વાર લાગશે.."
દિયા બોલી ને મિતાલી ને ફોન કરે છે...

"મેં મિતાલી ને શિવ અને અહાના ની વાત હમણાં નથી કીધી તે પોતે જ કાલે આવીને વાત કરશે...

મિતાલી ને જમી ને જલ્દી સુવા માટે પણ કીધું છે મેં..."
દિયા બોલે છે...

"તું અહાના અને મિતાલી કઈ રીતે મળ્યા હતા..."
અક્ષત બોલે છે...

"હું અને મિતાલી તો નાના હતા ત્યાંથી જ એક બીજા ને ઓળખતા કેમ કે મિતાલી ના પાપા અને મારા પાપા બન્ને સારા ફ્રેન્ડ છે....અને અહાના જયારે અમે 7th માં હતા. ત્યારે અમે તેને પહેલી વાર મળ્યા હતા અને ત્યાર થી જ અમેં સારા ફ્રેન્ડ્સ બની ગયા..."
દિયા બોલે છે...

"હા અને તમે કોલેજ સુથી જોડે જ હતા..."
અક્ષત બોલે છે...

"ના 12th સુધી જ પછી અમારે પાટણ જવાનું થયું તો મેં કોલેજ ત્યાં થી કરી છે..."
દિયા બોલે છે...

"ત્યાં પણ તારા ગણા ફ્રેન્ડ્સ હશે ને..."
અક્ષત બોલે છે...

"ના મારા પહેલા થી જ ઓછા જ ફ્રેન્ડ્સ હતા અને એના પછી એક ભાવિકા અને નકુલ ..."
દિયા બોલે છે અને પછી તેને ખબર પડે છે કે તે શું બોલી...

"તેમને તું કોલેજ માં જ મળી હોઇશ..."
અક્ષત બોલે છે...

"હા ભાવિકા ને હું પહેલા થી ઓળખતી હતી એ અમારા રિલેટિવ માં જ થાય છે અને નકુલ એ મારો બોયફ્રેન્ડ હતો..."
દિયા બોલે છે...

"જેના વિશે જે પેલા કીધું તું કે હવે તમે સાથે નથી તે જ ને..."
અક્ષત દિયા સામે જોઈ ને બોલે છે પણ તેનું દયાન સીધું જ હોય છે...

"હા એ જ...પણ હવે વાત નથી થતી..."
દિયા બોલે છે...

"તમે પહેલી વાર ક્યાં મળ્યા હતા.."
અક્ષત બોલે છે...

"કોલેજ ના પહેલા દિવસે જ પણ તે દિવસે અમારો ઝગડો થઇ ગયો તો..."
દિયા બોલી ની હસે છે...

"કેમ ઝગડો..."
અક્ષત બોલે છે...

College frist year...

દિયા અને ભાવિકા નો આજે પહેલો દિવસ હોય છે...

"અરે આજે પહેલા જ દિવસે આપડે મોડા પહોંચીશું..."
દિયા બોલે છે...

"મને લાગે છે આ ક્લાસ જ છે ચાલ જલ્દી..."
ભાવિકા બોલી ને દિયા ને લઇ જાય છે...

તે બન્ને ત્યાં જઈને બેસી જાય છે...ત્યાં જ સર આવે છે...

"સારું થયું આપડે સર આવ્યા એના પેલા જ આવી ગયા..."
દિયા બોલે છે...

"ચાલો જલ્દી બુક ઓપન કરી પહેલું ચેપર ખોલો..."
સર બોલે છે...

દિયા અને ભાવિકા બુક ખોલે છે અને સર ભણવાનું ચાલુ કરે છે...

"અરે દિયા આ સર ભણાવે છે એ ક્યાં છે..."
ભાવિકા બોલે છે...

"અરે મને પણ નથી મળતું....હું આગળ પૂછું..."
દિયા બોલે છે...

તેની આગળ એક છોકરો બેઠો હોય છે તે તેને પૂછે છે...

"અરે બુક આમ લાવ હું ગોતી આપું..."
તે છોકરો બોલે છે...

દિયા તેને બુક આપે છે અને તે હસવા લાગે છે...

"અરે તમે frist year વાળા છો અને આ last year નો ક્લાસ છે..."
તે છોકરો બોલે છે અને હસવા લાગે છે...

"તો હવે અમે શું કરશું..."
દિયા બોલે છે અને તે ભાવિકા સામે જોવે છે...

"રોહિત શું ચાલી રહ્યું છે..."
સર બોલે છે...

"સર આ frist year ના વિધાર્થી ભૂલ થી અહીંયા આવી ગયા છે..."
રોહિત બોલે છે...

જેવો રોહિત બોલે છે બધા હસવા લાગે છે...

"ચૂપ થાઓ બધા અને રોહિત જા તું તેમને ક્લાસ બતાવી આવ..."
સર બોલે છે...

રોહિત તે બન્ને ને ની સાથે જાય છે અને તે લોકો frist year ના ક્લાસ માં જાય છે...

"સર હું આવું..."
રોહિત ક્લાસ માં જતા બોલે છે...

પાછળ દિયા અને ભાવિકા પણ આવે છે...

"yes શું કામ હતું રોહિત..."
સર બોલે છે...

"સર આ frist year ના વિધાર્થી અમારા ક્લાસ માં આવી ગયા તા ભૂલ થી..."

રોહિત બોલે છે...અને આ સાંભળી ને બધા ક્લાસ માં હસવા લાગે છે...
તે બન્ને જઈ ને ક્લાસ માં બેસી જાય છે...

present time....

દિયા અક્ષત સામે બોલતા બોલતા જયારે જોવે છે, ત્યારે તે પણ હસતો હોય છે...

"તારે આમજ હસવું છે ને તો મારે પણ નથી કેવું કાય..."
દિયા ગુસ્સા માં બોલે છે...

"અરે સોરી યાર બોલ હવે તું...પહેલા ઓડૅર આપી દઈએ પછી તું સ્ટોરી પછી ચાલુ કર...."
અક્ષત બોલે છે અને બન્ને જમવા ઓડૅર કરી દે છે...

"ચાલ હવે ચાલુ કર બોલવાનું..."
અક્ષત દિયા સામે જોઈ ને બોલે છે...

"હા પણ જો હવે હસજે નહિ..."
દિયા બોલે છે..

"અને હા આ રોહિત..."
અક્ષત બોલે છે...

"હા તારો ફ્રેન્ડ છે એ જ..."
દિયા બોલે છે...

In college...

જ્યારે દિયા અને ભાવિકા બેસી જાય છે.... તેમની પાછળ વાળી બેન્ચ માં બેઠેલો એક છોકરો હસતો હોય છે.... તે હજુ સુધી તે બન્ને પર હસતો હોય છે, તે જોઈને દિયા ને ગુસ્સો આવે છે અને તે ગુસ્સા થી તે ની સામે જોવે છે, તો તે હસવાનું બંધ કરી દે છે...

તે લેક્ચર પૂરો થાય છે...

"સોરી..."

જે છોકરો હસતો હોય છે, તે દિયા અને ભાવિકા પાસે આવી ને બોલે છે...

"સેના માટે..."
ભાવિકા બોલે છે...

"તમારા ઉપર હસવા માટે...અને હાય હું નકુલ..."
નકુલ હસી ને બોલે છે...

"હાય હું ભાવિકા..."

ભાવિકા બોલે છે અને દિયા ને ફોન આવે છે તો તે ત્યાં થી ઉભી થઈ ને બારે જાય છે...

"આનું શું નામ છે..."
નકુલ દિયા જતી હોય છે તેના સામે ઈસરો કરી ને બોલે છે...

"દિયા નામ છે એનું અને હા એ ના સાથે મસ્તી ભૂલ થી ના કરતો બઉ ગુસ્સા વાળી છે..."
ભાવિકા બોલી ને તે પણ દિયા પાસે બારે જાય છે...

નકુલ અને દિયા કઈ રીતે એક બીજા સાથે જોડાશે...? અને અક્ષત બધી વાત જાણી ને દિયા ને મન ની વાત કઈ દેશે...?

હવે આગળ શું થશે તે જાણવા માટે જોડાયા રહો...

પ્રેમ થઇ ગયો.....