પ્રેમ થઇ થયો - 14 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થઇ થયો - 14

ૐ નમઃ શિવાયઃ

PART-14

દિયા બોલે છે અને બધા તેની સાથે જાય છે...અને જમવા માટે બધા બેસી જાય છે...

"અક્ષત મેં કઈ દીધું છે જે કાલ થી દીદી મિતાલી સાથે જ રેસે આખો દિવસ સવારે 9 થી રાત ના 9 વાગ્યા સુધી મિતાલી સાથે જ રેસે..."

દિયા બોલે છે...

"અરે હું એકલી ઘરે ઠીક છું, આની શું જરૂર હતી..."

મિતાલી બોલે છે...

"ના તારે કાય પણ કામ નથી કરવાનું..."

અક્ષત બોલે છે...

"હું આજે અહાના અને દિયા સાથે જ રોકાઇશ..."

મિતાલી બોલે છે...

"તું અહીંયા જ રે અમે જઈએ..."

શિવ બોલે છે પછી અક્ષત સાથે તે ઘરે જાય છે...

શિવ અને અક્ષત ઘરે જઈ ને સુઈ જાય છે...

દિયા, મિતાલી અને અહના ત્રણે હોલ માં બેસી ને મૂવી જોતા હોય છે...

"અરે આજે મને ઊંઘ આવે છે તો તમે બન્ને જોવો હું સુવા જાઉં..."

અહાના બોલી ને તેના રૂમ માં જાય છે...

બીજી બાજુ અક્ષત અને શિવ એક જ રૂમ માં સુતા હોય છે...અક્ષત સૂતો હોય છે ત્યારે એની આંખ ખુલે છે અને જોવે છે, તો શિવ કોઈ સાથે ફોન માં વાત કરતો હોય છે...

"અરે ભાઈ કોના સાથે વાત કરે છે..."

અક્ષત બોલે છે...

"તું સુઈ જા મારા એક ફ્રેન્ડ નો કોલ આવ્યો છે...."

શિવ બોલે છે...

"તારે ક્યાર થી આટલી રાતે ફોન આવા લાગ્યા..."

અક્ષત બોલી ને સુઈ જાય છે...

અહીંયા દિયા અને મિતાલી મૂવી જોતા હોય છે અને મિતાલી ને નીતિન ની યાદ આવે છે...

"જયારે નીતિન હતો ત્યારે અમે હંમેશા રાતે સાથે બેસી ને મૂવી જોતા...."

મિતાલી રોતા રોતા બોલે છે...

"નીતિન તારા થી દૂર નથી તે હંમેશા તારી સાથે જ છે..."

દિયા બોલે છે...

"હા તે હંમેશા મારી સાથે જ રેસે..."

મિતાલી બોલે છે...

મિતાલી અને દિયા પછી રૂમ માં જઈ ને સુઈ જાય છે....

*****

આમ કરતા કરતા એક અઢવાડિયું થઇ જાય છે અને મિતાલી બધા ને ઘરે બોલાવે છે...

"આજે મેં બધા માટે કેક બનાવી છે..."

મિતાલી બોલે છે...

મિતાલી જઈ ને બધા માટે કેક લઇ ને આવે છે...

"ચાલો હવે ટેસ્ટ કરી ને કો કેવી બની છે અને પછી મારે તમારા બધા સાથે વાત કરવી છે..."

મિતાલી બોલી ને બધા સાથે બેસી જાય છે...

"તું ઘરે જવાનું તો નથી કેતી ને...."

અક્ષત બોલે છે..

"ના ઘરે જવાનું નથી કેતી પહેલા બધા કેક ખાઈ લો પછી કઉ બધા ને..."

મિતાલી બોલે છે...

"ચાલ મેં કેક પણ ખાઈ લીધી હવે બોલ..."

શિવ બોલે છે....

"હું પણ આવીશ કાલ થી ઓફિસ તમારી સાથે...."

મિતાલી બોલે છે...

"પણ ત્યાં તારું દયાન કોણ રાખશે..."

અક્ષત બોલે છે....

"મને ઘરે નથી ગમતું અહીંયા એકલી બેઠી રઉ એના કરતા તમારી સાથે જ ઓફિસ માં સમય નીકળી જાય અને કામ માં મન લાગ્યું રે..."

મિતાલી બોલે છે....

"હા તો તું કાલ થી આવ પણ તું વેલા જ ઘરે આવી જઈશ ..."

અક્ષત બોલે છે...

"હા હું આવી જાઈશ..."

મિતાલી બોલે છે..

"ચાલો એ તો કો મને કેક કેવી હતી..."

મિતાલી બોલે છે..

"હા મસ્ત હતી.."

બધા બોલે છે..

*****

સવારે બધા સાથે જ તૈયાર થઇ ને ઓફિસ જવા માટે નીકળી જાય છે...બધા પોતાના કામ માં લાગી જાય છે...દિયા, મિતાલી પાસે જાય છે...

"તારા દવા નો સમય થવા આવ્યો છે, ચાલ પેલા જમી લે..."

દિયા બોલે છે...

"હા હું થોડું કામ છે, પેલા એ પૂરું થઇ જાય પછી જાઉં છું..."

મિતાલી બોલે છે..

"તારું કામ હું પૂરું કરું છું, તું જા પેલા જમી લે..."

દિયા બોલે છે અને મિતાલી ને મોકલે છે...

*****

મિતાલી કેન્ટીન માં જમવા માટે ગઈ હોય છે અને અચાનક તેની તબિયત બગડવા લાગે છે...

"તમે ઠીક તો છોને..."

રોહિત જે બાજુ ના ટેબલ પર બેઠો હોય છે જે મિતાલી ને જોઈ ને તેની પાસે આવે છે...

"હા હું ઠીક છું..."

મિતાલી બોલે છે...

"તમે તમારા ફ્રેન્ડ કે કોઈ ને ફોન કરો કે હું તમને હોસ્પિલ લઇ જાઉં..."

રોહિત બોલે છે...

"હું મારી ફ્રેન્ડ ને ફોન કરું છું...."

મિતાલી બોલી ને દિયા ને ફોન કરે છે...

"મિતાલી શું થયું તને...?"

દિયા જલ્દી થી આવતા મિતાલી ને કે છે...
"મને થોડું ઠીક નથી લાગતું આપડે ઘરે જઈએ..."

મિતાલી બોલે છે...

"આજે આ ન્યૂ જોઈન લાગે છે..."

રોહિત બોલે છે...

"ના આ અક્ષત ની બેન છે..."

દિયા બોલે છે...

"હું તમને ઘરે મૂકી જાઉં..."

રોહિત બોલે છે...

"હા અને હું અહાના ને ફોન કરી ને કઈ દઉં આમે હમણાં શિવ અને અક્ષત બારે ગયા છે..."

દિયા બોલે છે...

રોહિત, દિયા અને મિતાલી ને ઘરે મુકવા માટે જાય છે અને દિયા પણ અહાના ને કઈ દે છે...

*****

દિયા અને મિતાલી ઘરે બેઠા હોય છે...ત્યારે અક્ષત નો ફોન આવે છે..

"હા બોલ અક્ષત..."

દિયા બોલે છે...

"મિતાલી ને કેવું છે હવે અને હું આવું જ છું ઘરે..."

અક્ષત બોલે છે...

"અક્ષત તારે આવાની જરૂર નથી અને હમણાં સારું છે મિતાલી ને જો હોસ્પિલ જવાનું થશે તો હું તને ફોન કરીશ...."

દિયા બોલે છે...

"તમે ઘરે કઈ રીતે ગયા..."

અક્ષત બોલે છે...

"રોહિત આવ્યો તો મુકવા માટે...."

દિયા બોલે છે...

"હા અને મારો ફોન ના લાગે તો શિવ ને કરજે હમણાં એક મિટિંગ માં જાઉં છું...."

અક્ષત બોલે છે...

મિતાલી અને દિયા વાતો કરવા બેસી જાય છે....

*******

રાતે દિયા મિતાલી માટે જમવાનું તૈયાર કરતી હોય છે ત્યારે જ શિવ અને અક્ષત આવે છે....

"હવે કેવી તબિયત છે તારી..."

અક્ષત બોલે છે...

"હા હવે સારી છે..."

મિતાલી બોલે છે...

"કાલ થી હવે તું ઘરે જ રઈશ..."

અક્ષત બોલે છે...

"હા અને તને જેની જરૂર હશે તે મને કઈ દેજે...."

શિવ બોલે છે...

"અહાના ક્યાં છે..."

દિયા તે લોકો જોડે આવતા બોલે છે...

"અરે અહાના હમણાં ઘરે પેકીંગ કરવા ગઈ છે કાલે એને ઘરે જવાનું છે..."

શિવ બોલે છે...

"હા એને બોલાવી આવ મેં જમવાનું તૈયાર કરાવી દીધું છે બધા નું..."

દિયા બોલે છે અને બધા જમવા માટે બેસી જાય છે...

"આ શિવ અને અહાના હજુ ના આવ્યા..."

મિતાલી બોલે છે...

"અરે આવી ગયા અમે..."

શિવ તેમની પાસે આવતા બોલે છે...

"તારે કેમ અચાનક ઘર જવાનું છે બધું ઠીક તો છેને..."

દિયા બોલે છે...

"હા બધું થી છે ભાઈ માટે છોકરી જોવા જવાનું છે એટલે..."

અહાના બોલે છે...

તે બધા મળી ને જમી લે છે...

*****

સવારે દિયા અને અક્ષત ઓફિસ માં સાથે બેઠા કામ કરતા હોય છે ત્યારે શિવ નો ફોન અક્ષત ના ફોન માં આવે છે...

"હા બોલ ભાઈ..."

અક્ષત બોલે છે...

"મારા ફ્રેન્ડ ની સગાઇ છે તો હું ત્યાં જાઉં છું.."

શિવ બોલે છે...

"કોણ ફ્રેન્ડ...? અને કેટલા દિવસ માટે...?"

અક્ષત બોલે છે...

"અરે એક ફ્રેન્ડ છે તું નથી ઓળખતો એને અને મને 2 દિવસ લાગશે આવતા..."

શિવ બોલે છે અને પછી વાત કરીએ આમ કઈને ફોન મૂકી દે છે...

"આજ કાલ શિવ અજીબ થઇ ગયો છે વાત જ નથી કરતો..."

અક્ષત બોલે છે...

"કેમ શું થયું..."

દિયા બોલે છે...

"અરે હંમેશા જલ્દી માં હોય છે અને હવે અચાનક ફ્રેન્ડ ની સગાઇ માં જવાનું છે એમ કે છે પણ હું એના બધા ફ્રેન્ડ્સ ને ઓળખું છું..."

અક્ષત બોલે છે...

"અરે બની શકે ને કોઈ એવું ફ્રેન્ડ જેને તું ના ઓળખતો હોય.."

દિયા બોલે છે...

થોડી વાર પછી બન્ને કામ પૂરું કરી ને જમવા માટે જાય છે...

મિતાલી હવે તેમની સાથે રેસે કે પાછી ઘરે જશે....? તે જાણવા માટે જોડાયા રહો....

પ્રેમ થઇ ગયો......