Ability to test books and stories free download online pdf in Gujarati

કસોટી ની કબિલિયત

કસોટી ની વાત માં થોડું ઉંડાણ થી વિચારીએ તો,

'મુશ્કેલી અને કસોટી નો તફાવત જણાવું તો મુશ્કેલી માં સગાવાલા , મિત્રો , પડોસી કે વડીલો તમારી મદદ કરી શકશે તમે તેમાંથી બાહર પણ લાવી આપશે પરંતુ કસોટી એક એવી વસ્તુ છે કે જેમાં થી તમારે ખુદે જ તમારી મદદ કરવી પડશે અને તમારે પોતે જ તેનો રસ્તો ગોતવો પડશે. કસોટી માં મદદ કરવા વાળા ઇચ્છે તો પણ તે તમને મદદ ના કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સમજવું કે આ મારી 'કસોટી' છે'

જેમ ,જેમ ઉંમર વધે ને તેમ તેમ માણસ ની કેળવણી માં પણ વધારો થતો જાય છે. નાનપણ, કિશોરાવસ્થા, યુવાની જેમ જેમ આગળ વધીએ તેમ તેમ કસોટીઓ તમારા જીવન ના દરવાજા ખખડાવતી રેસે.

કસોટી તે એક પોઝિટિવ ભાગ છે જીવન નો પણ આપણી ટેવ અને આજુબાજુ ના વાતાવરણે તેને હમેશા એક નેગેટીવ રૂપ માં જ આકી છે. તમને તમારા જીવન માં આગળ લાવવા માટે કોઈ કામ આવે કે ન આવે ભગવાને આપેલી કસોટી તો ચોક્કસ તમારી વારે આવશે જ , તમારો આત્મવિશ્વાસ ખીલવી શકે , નીડર , સાહસિક અને પ્રેમાળ બનાવી શકે તેવી આ એક જીવન ની પળ છે જે દરેક ના જીવન માં આવે છે , બસ ફેર એટલો કે તમારા જીવન ના અલગ અલગ તબ્બકે તેનું રૂપ અલગ અલગ હસે.

કસોટી તમારા જીવન માં તમને ખૂબ આગળ લય જશે જો તમે તેને ધીરજ , મહેનત અને વિશ્વાસ થી પાર પાડસો. માથું પકડી ને બેસી રેવાથી કે આખા ગામ માં પોતાની તકલીફ કેવાથી તમારી નબળાઈ અને તમારી લાચારી જ બધાને દેખાશે. 

યુવાવસ્થામાં જો કોઈ ભારે ભરખમ કસોટી માંથી પસાર થઇ રહ્યું હોય તો પોતાની જાત ને દુઃખી નો માનતા કારણકે, જેવી કસોટી માંથી તમે પસાર થશો ભગવાન તમને તેવી જ સિદ્ધિ આપશે અને તે સિદ્ધિ એટલે  પેસા , નોકરી , બંગલા ન માનતા તે સિદ્ધિ એટલે જીવન જીવવાની રીત , મુશ્કેલી નો સામનો કરવાની શક્તિ , સારા વ્યક્તિત્વ ની છબી તમને આપશે . જેની સામે બીજી બધું ફિકુ છે .

કસોટી જીવન નો એક એવો ભાગ છે જે તમારું ભવિષ્ય ઘડવામાં તમારી મદદ કરશે. તમને બીજા માણસો થી અલગ તરી આવવામાં મદદ કરશે . તમારા જીવન ને રંગીન બનાવમાં તમારી મદદ કરશે અને તમારી જીવશૈલીમાં માં મોટો સુધાર લાવવામાં મહત્વ નો ભાગ ભજવશે.

આર્થિક, માનસિક કે સામજિક કસોટી ઓ બધા ના  જીવન માં સામાન્ય છે. બસ જોવાનું તો એ રહેશે કે તમે તેને કેવી રીતે જોવો છો, તેને કેવી રીતે સ્વીકારો છો અને તેમાં થી કેવી રીતે ધસાય ને તમે ચમકો છો.જેટલા  ઉતાર ચડાવ જીવન માં જાજા હસે તેટલા તમારા જીવન ના મજા માં દિવસો પણ જાજા હસે અને તમારા જીવન ના વિચારો પણ એટલાં જ ઉમદા હસે. ભગવાન ઉપર શ્રદ્ધા અને પોતાના પર અતૂટ વિશ્વાસ રાખવો. ખરેખર ભગવાન એટલો દયાળુ છે કે તમને આ વાત જીવન માં એક સમયે તો સાચી લાગેસે જ કેં જે થયું તે સારું થયું. 

 

મુશકેલી થી ભગવાન તમને બચાવે તેવી ભગવાન ને તમે પ્રાર્થના કરો પણ કસોટી સમયે સમયે લે તેવી ટોક પણ કરવાની ચૂકતા નય. 

 

                                                 કુશલ દવે

બીજા રસપ્રદ વિકલ્પો