ૐ નમઃ શિવાય
PART-8
અત્યાર સુધી જોયું કે અક્ષત અને દિયા વાતો કરતા હતા...
"તારા ઘર માં કોણ-કોણ છે..."
અક્ષત બોલે છે...
"હું તો છું મારા મમ્મી-પપ્પા અને મારો ભાઈ જે અમદાવાદ માં નોકરી કરે છે..."
દિયા બોલે છે...
"તારી લાઇફ માં બધા થી ખાસ કોણ..."
અક્ષત બોલે છે...
"જો ફેમિલી તો ખાસ જ હોય અને એના સિવાય મિતાલી, અહાના અને મારી એક કોલેજ ની ફ્રેન્ડ છે ભાવિકા એ..."
દિયા બોલે છે...
"એટલે બોય ફ્રેન્ડ નથી તારે..."
અક્ષત બોલે છે...
"ના હાલ તો નથી..."
દિયા બોલે છે...
"એટલે પહેલા હતો..."
અક્ષત બોલે છે...
"હા પણ હવે અમે સાથે નથી..."
દિયા બોલે છે...
"કેમ...."
અક્ષત બોલે છે...
"ચાલ મને હવે ઊંઘ આવે છે સુઈ જઈશું.....બાકી ની વાત કાલે કરશું..."
દિયા બોલે છે...
"હા.."
અક્ષત સમજી જાય છે કે તેને આ વાત નથી કરવી..
"good night..."
દિયા બોલી ને જતી રે છે...
"તારા થી જ બોલાવડાવીશ અને તારી દરેક તકલીફ જાણી ને રઇસ તને ખુશ એટલી રાખીશ કે તું ક્યારે આટલી દુઃખી નઈ રે...."
અક્ષત મન માં વિચારે છે...
બીજા દિવસે બધા સવારે ભેગા થઇ ને આજે તે seven sister falls જોવ માટે જાય છે....
( અહીંયા સાત ઝરણાં વહે છે તેના માટે આને seven sister falls કેહવા માં આવે છે...)
એના પછી બધા મળી ને દેવકી રીવેર પર જાય છે...
( અહીંયા દુનિયા ની સાફ પાણી ની રીવર માટે જાણીતી છે...)
આમ ફરવા માં જ દિવસો નીકળતા હોય છે અને આજે છેલ્લો દિવસ હોય છે....બીજા દિવસે સવારે બધા પાછા નીકળવા ના હોય છે...આજે રાતે અક્ષત બાલ્કની માં બેસી ને દિયા ના આવા ની રાહ જોતો હતો પણ તે ના આવી અને અક્ષત ત્યાં જ સુઈ જાય છે...
"અક્ષત...અક્ષત અહીંયા કેમ સુવે છે..."
શિવ, અક્ષત ને ઉઠાડતા બોલે છે....
"અરે અહીંયા બેઠો હતો અને ક્યારે સુઈ ગયો ખબર જ ના રઈ....."
અક્ષત બોલે છે....
બધા તૈયાર થઇ જાય છે, બધા ફરી ને હવે પાછા પોતાના ઘર માટે નીકળી જાય છે, પણ તે દરમિયાન દિયા અને અક્ષત ની કોઈ વાત નથી થતી...
*****
તેમને ત્યાં થી આવે ૧ અઢવાડિયા જેવું થઇ ગયો હોય છે...
અક્ષત અને શિવ તેમની ઓફિસ માં બેઠા હોય છે...
"કાલે તારા જન્મ દિવસ ના દિવસે એક સપ્રાઇસ છે તારા માટે..."
શિવ બોલે છે...
"અરે હવે તું મને પહેલા કહીને હેરાન કરે છે હેને...?"
અક્ષત બોલે છે...
"હા ભાઈ..."
શિવ બોલે છે અને ત્યાં થી ઉભો થઇ ને નીકળી જાય છે....
બીજ દિવસે સાંજે શિવ ઓફિસ થી નીકળે છે અને અક્ષત ને જલ્દી અવ્વા માટે કીધું....
શિવ વેલા આવી ને બધી તૈયારી કરે છે અને પછી અક્ષત પણ આવી જાય છે...
"ભાઈ તું તૈયાર થઇ જા બધા આવતા હશે અને તારું સપ્રાઇસ પણ તારી રાહ જોવે છે..."
શિવ બોલે છે...
"ઓકે બ્રો..."
આટલું બોલી ને અક્ષત તૈયાર થવા માટે જાય છે...
થોડી વાર માં બીજા ફ્રેન્ડ્સ પણ આવા લાગે છે અને અક્ષત પણ તૈયાર થઇ ને આવી જાય છે...
"આજે તો મારો ભાઈ હીરો લાગે છે..."
શિવ આવતા અક્ષત ને કે છે...
અક્ષત પણ શિવ પાસે આવી જાય છે...
"હવે મારુ સપ્રાઇસ ક્યાં છે..."
અક્ષત બોલે છે...
"જરા દરવાજા સામે જો ત્યાં જ છે તારું સપ્રાઈસ...."
શિવ બોલે છે...
અક્ષત જયારે દરવાજા સામે જોવે છે ત્યારે ત્યાં થી દિયા અને અહાના આવતા હોય છે...
"ભાઈ મને બધી વાત ખબર છે..."
આટલું કઈ ને શિવ જ્યાં અહાના અને દિયા આવ્યા હોય છે તે બાજુ જાય છે...
અક્ષત પણ તેમની પાસે જાય છે... દિયા અને અહાના, અક્ષત ને વિસ કરે છે...
"તમે લોકો અહીંયા..."
અક્ષત બોલે છે...
"મોટી વાત છે તો પહેલા કેક કટ કરીએ પછી બધી વાત..."
અહાના બોલે છે...
"અરે આ ને તો ખાવા સિવાય કાય દેખાતું જ નથી..."
અક્ષત બોલે છે...
અહાના પણ તેની સામે મોઢું બગાડે છે...
અક્ષત પહેલા કેક કટ કરે છે અને પહેલા શિવ ને ખવડાવે છે પછી દિયા અને અહાના ને...
બધા મળી ને ડાન્સ કરે છે...અને પછી એક એક કરી ને બધા જવા લાગે છે છેલ્લે બસ અક્ષત, શિવ, દિયા અને અહાના જ બેઠા હોય છે...
"હવે મને કેસો તમે અહીંયા કામ થી આવ્યા છો કે ફરવા માટે...."
અક્ષત બોલે છે...
"તો આની શરૂવાત ત્યારે જ થઇ તી જયારે આપડે ફરવા ગયા હતા..."
અહાના બોલે છે...
"આપડે આપડા કામ ને વધારવાનું વિચારીએ છીએ તો આપડા ને નવા સ્ટાફ ની પણ જરૂર છે અને તેના માટે જ દિયા અને અહાના ને મેં જોબ ઓફર કરી..."
શિવ બોલે છે...
"તો હું એમ સમજુ કે તમે ઓફર સ્વીકારી લીધી..."
અક્ષત બોલે છે....
"હા, પણ જયારે મેં એમને કીધું ત્યારે એમના ઘરે વાત કર્યા પછી આટલી દૂર આવા માટે નતા માનતા..."
શિવ બોલે છે...
"તો હવે તો માની ગયા ને...?"
અક્ષત બોલે છે...
"હા પહેલા તો નતા માન્યા પણ મિતાલી જોડે વાત કરાવી કે તેમના ભાઈ જોડે જ કામ કરવા નું છે તો માની ગયા...."
"અહાના બોલે છે...
"હા પણ અમે પહેલા તને પણ પૂછવા માંગીએ છીએ કે અક્ષત તને તો કોઈ વાંધો નથી ને..."
દિયા બોલે છે....
"ના...ના ....મને કાય વાંધો નથી...હું તો ખુશ છું કે હવે આપડે બધા સાથે કામ કરીશું...."
અક્ષત બોલે છે...
"તમે બન્ને આવ્યા ક્યારે..."
અક્ષત ફરી બોલે છે...
"સાંજે જ આવ્યા.."
દિયા બોલે છે...
"હા એટલે જ શિવ આજે તું જલ્દી નીકળી ગયો તો..."
અક્ષત શિવ સામે જોતા બોલે છે...
"હા અને કાલ થી જ તામારે બન્ને એ કાલ થી જ કામ ચાલુ કરવાનું છે..."
શિવ બોલે છે...
"હા...તો હવે અમે જઈએ..."
દિયા બોલે છે...
"હા પણ તમે રેસો ક્યાં..."
અક્ષત બોલે છે...
"મેં આપડા ઘર ની સામે નું ઘર જ રેન્ટ પર લઇ લીધું છે..."
શિવ બોલે છે...
"ચાલો તો હવે અમે નીકળીએ..."
દિયા બોલે છે...
દિયા અને અહાના ત્યાં થી જાય છે...
"તને બધું મિતાલી એ જ કીધું હશે હેને.."
અક્ષત બોલે છે...
"હા પણ મને મિતાલી એ તેના લગ્ન વખતે જ કઈ દીધું હતું..."
શિવ બોલે છે...
"તો તે મને ત્યારે કેમ ના કીધું..."
અક્ષત બોલે છે...
"ભાઈ હું તારા માટે કંઈક કરવા માંગતો હતો.."
શિવ બોલે છે...
"Thank You બ્રો..."
અક્ષત બોલે છે...
"અરે પગલે અબ રુલાયેગા...."
શિવ બોલી ને અક્ષત ના ગળે લાગી જાય છે...
"ભાઈ હું અને હવે લાઈફ ટાઈમ સાથે રાખવા માંગુ છું..."
અક્ષત બોલે છે...
"હા હું છું ને તારી હેલ્પ માટે...અને મેં તમારી બન્ને ની વાત સાંભળી તી..."
શિવ બોલે છે...
"કઈ વાત..."
અક્ષત બોલે છે...
"જ્યારે તમે બન્ને બાલ્કની માં વાત કરતા હતા ત્યારે...દિયા ના પાસ્ટ વિશે..."
શિવ બોલે છે...
"મને પહેલા થી જ મિતાલી એ બધી વાત કરી દીધી છે પણ હું એના થી સાંભળવા માંગુ છું..."
અક્ષત બોલે છે...
"હા એ પણ જલ્દી થઇ જશે એના માટે જ મે અહીંયા બોલાવી છે..."
શિવ બોલે છે...
"હા દિયા નું તો સમજી ગયો પણ અહાના ને કેમ....? "
અક્ષત બોલે છે...
"અરે હું દિયા ને જ કઉ તો એમને શક થઇ શકે એટલા માટે..."
શિવ બોલે છે...
"બસ આ જ વાત છે શિવ..."
અક્ષત બોલે છે...
"ચાલ ભાઈ કાલે બઉ કામ છે સુઈ જઈએ..."
શિવ બોલી ને સીધો એની રૂમ માં જતો રે છે....
પછી તે બન્ને સુવા માટે જતા રે છે...બીજી બાજુ દિયા અને અહાના પણ સુઈ ગયા હોય છે...
હવે દિયા અને અહાના પણ આવી ગયા છે હવે આગળ જોઈશું કે અક્ષત કઈ રીતે એના મન ની વાત કરે છે...
પ્રેમ થઇ ગયો.....