પ્યાર impossible (ભાગ.2) mahendr Kachariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર impossible (ભાગ.2)

શામોલી અને સ્વરા સ્કૂલે પહોંચે છે. સ્કૂલમાં પહોંચતા જ વિધાર્થીઓની ભીડ જમા થઈ હોય છે.

સ્વરા:- અરે નિશા શું થયુ ? આ ભીડ કેમ છે ?

નિશા:- મોહિત વૈશાલીને પ્રપોઝ કરવાનો છે.

"શું વાત કરે છે ? રિયલી ? તો તો આ દશ્ય જોવું જ પડશે." આટલું બોલી ખુશ થતા થતા શામોલી સ્વરાનો હાથ પકડી ભીડમાં ઘુસી જાય છે.

મોહિત ફિલ્મી અંદાજમાં ગુલાબના ફૂલોનો ગુલદસ્તો લઈ વૈશાલીને પ્રપોઝ કરે છે. ત્યાં જ મોહિતના ગાલ પર થપ્પડ પડે છે.

"વોટ નોનસેન્સ" એમ કહી વૈશાલી ત્યાંથી જતી રહે છે. બધા વિધાર્થીઓ મોહિતનો જે તમાશો થયો તેની મજાક ઉડાવવા લાગ્યા. વિધાર્થીઓના ટોળામાંથી જાતજાતના અવાજો સંભળાવવા લાગ્યા. કોઈક કહી રહ્યું કે “મોહિતનું તો પોપટ થઈ ગયું. તો કોઈક વળી ગીત ગાવા લાગ્યું "દિલ કે અરમાં આંસુઓ મેં બેહ ગયે.

શામોલી:- વૈશાલીએ મોહિતને થપ્પડ મારીને ઠીક નથી કર્યું.

સ્વરા:- વૈશાલીએ જે કર્યું તે બરાબર જ કર્યું.

શામોલી:- વૈશાલીને ખબર નથી કે એણે શું ગુમાવ્યું. મોહિત એને પ્રેમ કરતો હતો. જીંદગીમાં પ્રેમ જ તો છે જે જીંદગીને જીવવા લાયક બનાવે છે.

સ્વરા:- કંઈ પ્રેમ નહોતો કરતો. વૈશાલીને જરાપણ અહેસાસ થતે ને કે મોહિત એને સાચા દિલથી પ્રેમ કરે છે તો મોહિતનું પ્રપોઝલ એકસેપ્ટ કરી લેત. આમ બધાની વચ્ચે થપ્પડ ન મારત. સમજી ? તું વૈશાલીની જગ્યા હોત તો તું પણ એમ જ કરત.

શામોલી – જો મને કોઈ પ્રપોઝ કરે ને તો હું હા પાડવામાં એક ક્ષણ પણ ન લગાડું. પ્રેમમાં હોય ત્યારે માણસને બધુ જ ગમવા લાગે છે. જીંદગીનો કંઈક અર્થ લાગે છે. જીવવાનું કારણ મળી જાય છે.

પ્રેમ એટલે અંતરમાં થતો મૌન ઉર્મિઓનો મઘમઘાટ. પ્રેમ એટલે ઉનાળાની બપોરે મૃગજળ ઝંખતા મુસાફીરનો વરસાદ. પ્રેમ એટલે એકબીજાના અંતરધ્યાન-અંતરમનનો સાચો પ્રતિસાદ,

સ્વરા:- "વાહ...વાહ...મિસ શાયરી...કેવું પડે હો...પ્લીઝ હો
તું આ સ્ટુપિડ લવસ્ટોરી અને ગઝલો વાંચવાનું ઓછું કર...આ લવસ્ટોરી વાંચી વાંચીને ખબર નહિ તારા મગજમાં શું ઘુસી ગયું છે ? મેં તને કેટલી વાર કહ્યું છે કે આ લવસ્ટોરી ફક્ત બુકમાં જ સારી લાગે, વાસ્તવિક જીવનમાં નહિ, વાસ્તવિક જીવનમાં પ્રેમ નામનો શબ્દ ફક્ત વ્હેમ જ છે. બીજુ કશું જ નથી.

શામોલી:- આપણી આસપાસ જ અઢળક લવસ્ટોરી છે. તું બસ એ દષ્ટિકોણથી આજુબાજુ જો. પ્રેમ કુદરતની બનાવેલી પ્રકૃતિના કણ કણમાં સમાયેલો છે. બસ જરૂરત છે તો એને મહેસુસ કરવાની. તને આપણા જ ક્લાસમાંથી લવ સ્ટોરીઓ મળી આવશે.

સ્વરા:- 'હા મળી તો આવશે પણ બીજા વર્ષે એ જ લવસ્ટોરી ના કપલો બીજા બીજા સાથે જોવા મળશે. અરે, ઘણાં કપલોની તો લવ-સ્ટોરી મહિનો સુધી પણ ચાલતી નથી. સમજી ?

શામોલી:- તું કહે છે તે વાત સાચી પણ આ દુનિયામાં કશે ને કશું ક્યાંક ને ક્યાંક તો એવીલવસ્ટોરી હશે જે એકબીજાને સાચા હ્દયથી પ્રેમ કરતા હશે.

સ્વરા:- લવની વાતોમાં તો તારાથી કોઈ જીતી જ ન શકે.

શામોલી'ઉડે દિલ બેફીકરી સે ..

સ્કૂલમાં કારની એન્ટ્રી થાય છે અને એ કારમાંથી આ ગીત વાગતું હોય છે. કાર સ્કૂલની અંદર દાખલ થાય છે અને બધા વિદ્યાર્થીઓનું ધ્યાન એ તરફ જાય છે. ખાસ કરીને છોકરીઓનું. ગાડીમાંથી બે છોકરાઓ ઉતરે છે. સમ્રાટ અને રાઘવ. આ બંને છોકરા પાછળ તો કેટલીય છોકરીઓ ફિદા હતી.

સમ્રાટ અને રાઘવ બેસ્ટ ફ્રેન્ડ હતા. સમ્રાટ પાસે કારનું મોટુ કલેક્શન છે. કલેક્શનમાં તો એવી ઘણી લકઝરી કાર તથા બાઈકનો સમાવેશ થતો હતો. સમ્રાટ અમીર ઘરનો છોકરો અને ખૂબ જ લાડકોડમાં ઉછરેલો. નામ તો સમ્રાટ પણ એને બધા સેમ કહીને જ બોલાવતા. સમ્રાટ દેખાવડો અને રફ એન્ડ ટફ ટાઈપનો હતો. સેમ માટે નવી નવી છોકરીઓને ફ્રેન્ડ બનાવવી, એમની સાથે ફરવું અને એમને કિસ કરવી એ બધું ખૂબ નોર્મલ હતું. તેમની આ ખરાબ આદત હતી. એના આવા લક્ષણોને લીધે સ્કૂલમાં તે બેડબોય તરીકે ફેમસ હતો. તેમને પણ આ પોપ્યુલારીટી ગમતી.

બધાની સાથે સાથે સ્વરા અને શામોલીનું પણ ધ્યાન જાય છે.