કૈંચી ધામ ની યાત્રા જીજીવિષા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૈંચી ધામ ની યાત્રા

કૈંચી ધામ હિમાલય ની પર્વતમાળા ના બે કાતર આકાર ના પહાડો વચ્ચે નદી કિનારે આવેલું સુંદર રમણીય સ્થળ છે. જ્યાં ભક્તિ, આસ્થા અને કુદરતી સૌંદર્ય નો સમન્વય થાય છે. ત્યાં પહોંચવા માટે ઘણી બધી ટ્રેન મળી રહેશે. કૈંચી ધામ નુ નજીકનું રેલ્વે સ્ટેશન હલ્દ્વવાની છે. હલ્દ્વવાની થી કૈંચી ધામ જવા માટે ટેક્સી અને એસટી બસ મળી રહેશે.

હલ્દ્વવાની થી નીકળતા રસ્તામાં ખૂબ રમણીય સ્થળો આવેલા છે. જેમ કે પાયલોટ બાબા નો આશ્રમ. રસ્તામાં નીમ કરોલી બાબા દ્વારા સ્થાપેલા એક બીજુ હનુમાન મંદિર પણ છે. ત્યાંથી નજીકમાં ભૌવાલી ગામ આવેલું છે. ત્યાં રહેવાની અને જમવાની ઘણા બધા વિકલ્પ મળી રહેશે. ભોવાલીથી કૈંચી ધામ આઠ કિલોમીટર દૂર છે.


કૈંચી ધામમાં ઘણા બધા હોમ સ્ટે આવેલા છે. જ્યાં તમને સોમવારથી શુક્રવાર સુધીમાં એક રાત દીઠ એક રૂમના ૧૨૦૦-૧૫૦૦ ભાડામાં મળી રહેશે. જ્યારે શનિ-રવિમાં અને તહેવારમાં એ જ ભાડું ૧૭૦૦-૨૦૦૦ રૂપિયા વસુલે છે. તેમાં તમને એક બેડ એટેચ બાથરૂમ ની સગવડ આપે છે.
હોમ સ્ટે માં કોઈપણ જાતની રૂમ સર્વિસ આપતા નથી. એટલે ભોવાલી કે નજીકમાં ઘણા રિસોર્ટ આવેલા છે ત્યાં રોકાવું સારું રહેશે. કચ્ચી ધામમાં એક બે હોટલ્સ પણ આવેલી છે. કૈચી ધામમાં જમવા માટે ઘણી સારી રેસ્ટોરન્ટ છે.


કૈંચી ધામમાં નીમ કરોલી બાબા દ્વારા સ્થાપેલા હનુમાનજીનું મંદિર છે. હનુમાનજી ના મંદિર ની પાછળ એક ગુફા આવેલી છે જે દરવાજા થી બંધ કરેલી છે. એ ગુફામાં એવું માનવામાં આવે છે કે હનુમાનજીએ ત્યાં સાધના કરી હતી. ત્યાં દુર્ગા માતાનું અંબે માતાનું અને શિવજીનું મંદિર છે. ત્યાં લક્ષ્મીનારાયણની મૂર્તિ એકદમ મનોહર છે. મંદિરના ચોગાડમાં નીમ કરોલી બાબાની સમાધિ અને સિદ્ધિ માતાની સમાધિ આવેલી છે. સિદ્ધિ માતાની સમાધિમાં અંદર બેસીને તમે સુંદરકાંડ કે હનુમાન ચાલીસા ના પાઠ કરવા હોય તો કરી શકાય છે. કૈંચી ધામમાં શનિવારે અને મંગળવારે વધારે ગીરદી જોવા મળે છે. કૈંચી ધામ માં ભક્તો પોતાની આસ્થા પ્રદર્શિત કરે છે. ત્યાં બધા ભક્તો પોતાની કારકિર્દી ને લઈને આવેલી સમસ્યાનું સમાધાન મેળવવા આવે છે. ત્યાં ઘણા વિદેશીઓ પણ પોતાની કારકિર્દી નું સમાધાન મેળવવા આવે છે. જેમ કે સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ, ઝુલ્યા રોબર્ટસ અને ઘણા બધા વિદેશી મહાનુભાવો અહીંથી પ્રેરણા લઈને પોતાની કારકિર્દીમાં સફળ થયેલા છે. અહીંયા મનને શાંતિ મળે છે અને તમારા મનમાં આવેલી દ્વિધા દૂર થાય છે. અને તમને એક નવો પ્રેરણા સ્ત્રોત મળે છે. મંદિરમાં બાફેલા દેશી ચણા નો પ્રસાદ આપવામાં આવે છે. મંદિરમાં સવારની આરતી સાત વાગે અને સાંજે છ વાગે થાય છે. સાંજની આરતી પૂર્ણ થયા બાદ કોઈને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. કૈંચી ધામ મંદિરની પોતાની કોઈ ઓફિશિયલ વેબસાઈટ કે facebook એકાઉન્ટ નથી. મંદિર તરફથી કોઈ રહેવાની સુવિધા પણ નથી.

નીમ કરોલી બાબા ના સ્થાપેલા ચારધામ નૈનીતાલ ની આજુબાજુમાં છે જ્યાં હનુમાનજીના મંદિર આવેલા છે. મંદિરના પ્રાંગણમાં બેસીને તમે હનુમાન ચાલીસા અને સુંદરકાંડ ના પાઠ વગેરે કરી શકો છો. કૈંચી ધામ થી થોડે દૂર સ્વામી વિવેકાનંદ ની તપો ભૂમિ છે જ્યાં સ્વામી વિવેકાનંદે તપ સાધના કરી હતી.

કૈંચી ધામ થી નૈનીતાલ નજીકમાં આવેલું હિલ સ્ટેશન છે. ત્યાં આજુબાજુ ફરવાના સ્થળમાં અલમોડા, મુક્તેશ્વર અને બીજા ઘણા સ્થળ આવેલા છે પણ જો તમારી પાસે પોતાનો પ્રાઇવેટ વિહિકલ હોય તો વધારે સરળતા રહેશે અથવા ત્યાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ ની સુવિધા છે. તમને નૈનીતાલમાં ટુ-વ્હીલર ભાડે મળી શકે છે. એ દ્વારા તમે સફરની આનંદ લઇ શકો છો.

(ફરી નવી યાત્રા તરફ)