સફર ની મઝા Hetal prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર ની મઝા

જેમ જીવન ની શરૂઆત થાય તેમ શરૂ થઈ સફર ની.
૫ દિવસ નો એ ટૂંકો પ્રવાસ પણ અનેક અનુભવ.

સફર ની શરૂઆત થઈ શામળાજી ના શામળિયા થી, સવાર ના ૬ વાગ્યા ના મસ્ત મજાના દશૅન કરી ૧૦ વાગ્યે ઉદેપુર પહોંચી આખો દિવસ ફરયા...ઉડનખટોલા નો લાવો લીધો..કયા રેય અનુભવ કરેલો નહિ સાથી કે હું છું ને જે મ ઉપર જાય તેમ જીવ અધ્ધર થાય ...પણ મઝા આવી ડર અને સાહસ સાથે નવો અનુભવ કર્યો, શ્રી નાથ જીના દશૅન કરી પહોચ્યા અજમેર.
અજમેર હતુ તો મુસ્લિમ નુ પણ ના તો દશૅન કરાવવા લય જાય એ લે કે ના ચંપલ સાચવવા ના.પૂછયુ કહા સે હો બોલ્યા ગુજરાત.. હિંદુ તો કે કોઈ બાત નહીં બસ ઈનકે સાથ જાઓ વો આપકો લે જિયેગે... મસ્ત ત્યાં થી નીકળી પોચ્યા જયપુર.
જયપુર sightseen માટે માણસ મળ્યો.. એ સ્નેહ અને મીજાજ સાથે નવુ નવુ બતાવે અને enjoy કરાવતા જાય... બસ આ કામ કરી ગુજરાન ચલાવે...ઉમર હતી ૫૫-૬૦ વષૅ...પૂછયું આપ થકતે નહિ.... તો કે યહી હમારી રોજી રોટી ... કમાયેગે નહિ તો ખાયેગે કયાં?? કોરોના ના કાળ મા લોકો ની રોજગારી છીનવી... કહે હમ ભી આયેગે ગુજરાત...હમે ભી દેખના હૈ ગુજરાત...સૌરાષ્ટ્ર ની મોજ માણવી હતી એમને. આખો દિવસ ફરી ઢળતી સમી સાંજે રાણી મહેલના ગેટે છોડી એમણે વિદાય લીધી.
માર્કેટ બતાવ્યું... અમે પણ ખરીદી કરી. અંતે કલર ફૂલ લાઈટ વચ્ચે photo પાડવાની બહુ મજા આવી. ત્યાં ઘણા બધા ફુગ્ગા લોકો વહેંચે.
એક નાની છોકરી આવી બોલી દીદી એક ફુગ્ગા લે લો. મેં કીધું નહિ ચાહિયે તો ય ત્યાં ઊભી અમને જોઈ રહી.
સમય ગયો અને રાત પડી... Phota મા મજા ના આવે... સામે ઉભેલી એ છોકરી જોવે. નજીક આવી મને કે દીદી એસે નહિ એસે અછ્છી ફોટો આયેગા. મેં આશ્વર્ય સાથે પૂછયું તુજે આતા હૈ.. એ કે હા દીદી.
મેં પૂછયું આગે ઓર દીખા... બોલે દીદી યે યહા જાઓ યે setting કરો... મસ્ત મસ્ત ફોટો પાડયા... મેં કીધું આટલું મને પણ નથી આવડતું પછી મને pose સીખવાડે.
મેં પૂછયું પઢાઇ કરતી હૈ બોલી હા... રાત કો યહા આતી હું મમ્મી કો મદદ કરતી હું.
એના મોઢું સ્મિતે મલકી ઉઠ્યું, મેં કીધું એક ફોટો plz ... મને મસ્ત ઈશારો આપી હા પાડી... એક મસ્ત ફોટો લ ઈ મે કીધું મુઝે એક ballon દેગી. એના મુખ નુ સ્મીત મને આજે પણ યાદ છે.મેં ૨૦ રૂપિયા આપ્યા મને કે દીદી ૧૦ રૂપિયા..જયાં દા નહિ લેતે.... લઈ ને જતી રહી.... ખબર નહિ કોણ હતુ એ...કયા થી આવી હતી એ.... નિસ્વાર્થ ભાવ અને નિસ્વાર્થ પ્રેમ હતો... આંખો મા એક તેજ હતું સાથે કાજલ નાખેલુ હતું.... Baby cut વાળ સાથે સુંદર એનુ રૂપ હતું. રસ્તામાં મસ્ત teddy bear જોયા બસ પાગલપન મારૂ એ teddy bear... લીધુ અને નામ પાડ્યું કલ્લુ ચાચા હતા એ ફેમસ જયપુર ના ચંપલ બનાવનાર


એમની યાદ એ નામ પાડ્યું.
ખરેખર મઝા આવી એને મળી ને આજે પણ કયા રેક એનો ફોટો જોવુ એક ખુશી આજે પણ થાય આની સાથે એનો એ ફોટો મેગેઝિન ના cover page પર પ્રકાશિત કરૂ છું. ....આંખો બંધ કરૂ તો આજે પણ એનો હસતો ચહેરો યાદ આવે.... પછી આબુ ૨ દિવસ ફર્યા zip-zap line ની મજા માણી...એક વખત માટે એવું થયુ એએએએએએએએએએ ગયા પણ સાથી કે આંખો ખોલ જો તો ખરી....જીવન નો એ એહસાસ બાપરે પણ મઝા આવી ...અંતે ફરી આવ્યો ઉડનખટોલા નો વારો ફરી એ ડર સાથે મઝા માણી...આવ્યા અંબાજી આરાસુર ને ઘરે અને દશૅન કરી આવ્યાં ઘરે કુળદેવી ના દશૅન કરી સફર પુરો થયો.


જીવન ની સફર તો ઘણા અનુભવ આપે પણ કયારેક કયારેક આપણા નાના નાના પ્રવાસ ના સફર પણ ઘણા અનુભવ આપે છે...