આજ - કાલ કરતા પુરા પાંચ વર્ષ વીતી ગયા .
કોઈ ને દિલ ની વાત પલભર મા કહી દીધી.
કોઈ ને પાંચ વર્ષ મા પણ ના કહેવાણી .
માત્ર આંખો થી જોયું ને વ્યક્તિ ને દિલ મા ઉતારી લીધી .
સાચું કહું તો એમ.કોમ કે બી .કોમ પૂરી થયા ની ખુશી કરતા ગમ વધારે છે .
કારણ કે હવે દિવસ ઊગ્યે આ આંખો કોઈ ખાસ વ્યક્તિ નો ચહેરો નહિ જોવે .
નહિ હોય એ બસ -સ્ટોપ પર ઉભવાની મજા , કે
હોટલે બેસી ને મિત્રો ની મોજ .
હશે તો માત્ર જોબ ની ખોજ .
ખરેખર એકાઉન્ટ આ ફાઈલો કરતા બુક્સ વધારે સારા હતાં , કારણ એક જ
" કભી ખુશી તો કભી ગમ , કભી એટી તો કભી કમ "
ક્યારેક કહેવાનું મન પણ થયું કે ....
" એક એટી રીઝલ્ટ કી કિંમત
તુમ ક્યાં જાનો અરે ઓ પ્રોફેસર બાબુ "
ક્યારેક એમ પણ કહેવાયું કે ,
" પેપર સે ડર નહિ લગતા સાહબ
પરિણામ સે ડર લગતા હૈ "
ક્યારેક એવી પણ ફીલિંગ આવી કે ...
"ઉપરવાલા જબ ભી દેતા
દેતા છપ્પર ફાડકે "
ક્યારેક એક દિવસ મા આખા SEM નું વાંચ્યા પછી રાઉડી ફીલિંગ આવી જેમકે ,
" તુમ કિતના પઢો યે જરૂરી નહિ ,
એક દિન મેં કિતના સ્કોર કરો એ જરૂરી હૈ "
ગમે તેમ તોય "SUCH A GOLDEN MOMENTS OF MY LIFE "
BY THE WAY LET FORGOT IT ...
એક સમય હતો જયારે . તમે પણ કોઈ ના દીવાના હતા , હશો , અથવા તો રહ્યા હશો.
પણ સમય ની સાથે ઘણું બધું બદલે છે.
ઘણી વાર 1ST STANDARD નો લવ ,
કોલેજ સુંધી ફર્સ્ટ લવ જ રહે છે .
જયારે ઘણા પ્રેમ કોલેજ માજ શરુ થઇ ને પહેલા જ સેમ મા પુરા થઇ જાય છે...
જેમાંથી થોડીક લવ - સ્ટોરી ઓ લાસ્ટ સેમ સુંધી યથાવત રહે છે ...
અને ભાગ્યે જ કોઈક લવ સ્ટોરી લગ્ન ના મંડપ સુંધી પહોચે છે.
સરવાળે જોવા જઈ એ તો કોલેજ એટલે અખાડો ,
ક્યારેક એ અખાડો પ્રેમીઓ માટે છે .
તો ક્યારેક એ અખાડો રેન્કર માટે ,
બોર્ડ નું વર્ષ પૂરું કર્યા પછી આજે સામાન્ય રીતે જે વિદ્યાર્થી ઓને થનગનાટ હોય છે.
તે HIGHER ડિગ્રી મેળવવા નો નહિ પરતું , કોલેજ જવાનો , અને એન્જોયમેન્ટ માટે નો જ હોય છે.
8 to 11 lectures અને પછી પાર્કિંગ પર વાતો ના ગપાટા .
એક નવા કદમ ની સરુઆત અને એટલી જ આતુરતા ,
કેવી કોલેજ હશે , કેવું ત્યાનું વાતાવરણ હશે , એટમોસ્ફીઅર એટલે નથી કેતો કે .
I am basically gujju boy ...અને અમારો સવ્ભાવ ભાવના ઓ પર અમે વિદેશી ઓળખ નથી આપતા .
હા તો ક્યાં હતો હું ...એટમોસ્ફીઅર કેવું હશે , ત્યાં કેવા લોકો હશે , શું હું તેમાં મળી જુલી - શકીશ કે નહિ ,
વ્યાકરણ મા માફ કરી દેજો ...કોમર્સ નો વિદ્યાર્થી છું એટલે ...વગેરે ઘણા પ્રશ્નો હોય છે .
પણ તેમાં મેઈન પ્રશ્ન જ નીકળી જય છે . હું શા માટે કોલેજ આવું છે.
ક્યાં લક્ષ્ય માટે આવું છે ..વગેરે પણ ટેન્શન ના લેજો મિત્રો મારે આ સ્ટોરી મા કોઈ એવી ગંભીર વાત નથી કરવી .
બસ માત્ર હળવા હાસ્ય નો જ પ્રયાસ કરવો છે ... તો આગળ જાણવા માટે ચુકતા નહિ ...COLLEGE DAYS.....