AN incredible love story - 9 vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

AN incredible love story - 9

ગત આંકથી શરુ.....


વાતાવરણ સ્તબ્ધ હતું ડોક્ટર કૃતિ જે નિત્યની કઝીન મોટી બહેન કહી એ હસવા લાગી....



અરે તમે કોલેજમાં બહુ વધારે સમય એકસાથે વિતાવી રહ્યા છો એટલે સપનું આવ્યું હશે અને રહી એકજેવો ચહેરો તો એ પણ તમારું મન જાતે જ એ કલ્પનાને એની રીતે બનાવી લેતું હોય છે.....




આ દુનિયામાં ઘણા જ પ્રકારના સપનાઓ છે અનુરાગ પણ તું સપનાને કઈ રીતે જોવે છે એ બાબત તારી ઉપર આધારિત છે.... કૃતિના આ શબ્દો અનુરાગના મનમાં અનેક પ્રશ્નો કરતા હતા....



અનુરાગે મુંઝવણ ભરેલા સ્વરે કહ્યું પણ હું સ્ટ્રેસ ફ્રી કઈ રીતે રહુ એના માટે શું કરું?


કૃતિએ યોગ કરવાનું કહ્યું સાથે થોડી મેડિસિન આપી જેથી મન શાંત રહે પણ મેડિસિન વધારે ન લેવા સૂચવ્યું જેથી તેની આદત ન પડી જાય...



આરાધ્યા એ કહ્યું ભાઈ હવે તો ખુશ ને, કોલેજના હજી 2 લેક્ચર બાકી છે ચાલ ભરી આવીએ. ડોક્ટર કૃતિનો આભાર માની બધા ત્યાંથી કોલેજમાં પ્રવેશ્યા....



લેક્ચર શરુથયું અને ક્યારે પૂરું થયું અનુરાગને કશી જ ખબર ન હતી તે લાસ્ટ વાળી બેંચમા બેઠો હતો એજદમ નારાઝગી સાથે અને કોલેજ પુરી થતા જ તે નિત્યાને મળ્યો અને કહ્યું કાલે મળીએ બાય....


નિત્યાને પણ કઈ ન સમજાયું અનુરાગના મનમાં શું ચાલી રહ્યું હતું એ નિત્યાને ખબર ન હતી કારણકે અનુરાગ તેણે પીડામાં લાગી રહ્યો હતો...પરંતુ નિત્યા તેણે કઇરીતે પીડામાંથી બહાર લાવે તે વાત જ તેના મનમાં ઘર કરી રહી હતી....



નિત્યાએ વિચારોમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કર્યા પરંતુ વિચારો ખુબ જ પ્રબળ હતા અને સાથે સાથે વધતા જતા હતા એકદમ પવનની ગતિ જેવા લાગતા હતા તેના મનમાં તે આવી રહેલા વિચારોના વાદળો તેનું ઘર આવતા પણ અટકતા ન હતા, ઘર આવ્યું ગેટ અંદરની તરફ ખુલ્યો બેગ એકતરફ મુકાઈ એક ગ્લાસ પાણી સાથે તે આરામદાયક ચેરમાં બેઠી અને ફરીથી વિચારોને વેગ મળ્યો, ઘડીકમાં તે એક સુંદર સ્વપ્નમાં ખોવાઈ ગઈ...

ખુબ જ સુંદર જગ્યા હતી નદી કિનારો હતો એક યુવાન વયનો રાજકુમાર જેવો દેખાતો હતો તેણે નદીમાં કૂદકો માર્યો, અને અચાનક તેની આંખો ખુલી ઘડીવાર તેણે હસવું આવ્યું અને પછી તેણે વાતને ત્યાંજ અટકાવી દીધી ખોટા વિચારો કરવાની વાતને તેણે અટકાવી...



આ પણ કેવી કરામત હતી એક પછી એક બધા મિત્રો સાથે એક જ સપનું આવી રહ્યું હતું શરૂઆતમાં અનુરાગ પણ આ વાતને માનવા તૈયાર ન હતો પરંતુ ધીરે ધીરે તેણે પણ ઘહેરાઈ સમજી અને આગળ થોડી સમજણ પડી એ સાથે તે વિચારોમા ખોવાયેલો રહેવા લાગ્યો હતો...


અહીં અનુરાગ ઘરે જમ્યા પછી આવતા વીકમાં આવનારા પ્રોજેક્ટ વિશે લેખક સ્નેહાની બુક વાંચવા લાગ્યો જેથી માઈન્ડ થોડું બીજે ભટકે નહિ... પાના ફેરવતા જ એક પછી એક કરીને ઘણી બધી બાબતો તેના મનમાં આવવા લાગી શરૂઆતમાં નવ પ્રકારના ચિત્રો હતા જે તે સમયના અભયપૂરની કલ્પના સમાન હતા...



અભયપુર ખુબ જ વિશાળ નગર હતું ખુબ જ સમૃદ્ધિ હતી તે સમયે રંગપુરની તો કોઈએ કલ્પના પણ કરી ન હતી, ખુબ જ વૈવિધ્ય શાળી અને તેના રાજાઓ પણ ખુબ જ મહાન જોવા મળતા હતા, તેમના વહીવટની વાતો ચારે દિશાઓમાં પ્રસરી રહી હતી...




બુકમાં જેમ જેમ આગળ વાંચતો હતો અનુરાગ તેમ- તેમ ઇતિહાસના પુરાવા પણ ત્યાં આપેલા હતા, તે સમયની ઘણી બાબતો ત્યાં દર્શાવેલી હતી અને તેણે બુકમાં એવી રીતે ગોઠવેલી હતી કે વાંચનારને ખુબ જ પ્રેરિત કરતી લાગતી હતી...અને એજ એક લેખકની ખાસિયત હોય છે...


લઘભગ 9 માં નંબરના પાના ઉપર અભયપૂરની એક વિશાલ નદીનો ઉલ્લેખ ત્યાં જોવા મળ્યો, જેમાં તે સમયની પ્રજા ખુબ જ ખુશહાલી સાથે જીવન નિર્વાહ કરતી હતી તેના જળનો વિવિધ રૂપે ઉપયોગ કરીને એ અત્યારે રળ જેવી વેરાન બનેલી નદી જોવા મળતી હતી... આ સાથે નીચે એક લોકકથા પણ નોંધેલી હતી કે ગાયત્રીને પણ તે જ નદીમાંથી વહેતા રાજકુમાર આદિત્યે બચાવી હતી અને તે પછી જ ઇતિહાસમાં જેમની અમર કહાનીની શરૂઆત આપણને જોવા મળે છે..



આ વિશે વાંચતા જ અનુરાગની આંખો ખુલી રહી ગઈ, અચાનક પાછલા સપનાઓ અને સપનામાં આવતી યુવતી તેના નજરે પડતી હતી એ અને આ કહાની સાથેનું કનેકશન જેનું નામ ગાયત્રી છે જે નિત્યા સમાન લાગે છે એ બધી બાબતો તેની નજરે પાળભરમાં આવી ગઈ સમય સાથે તે શાંત બની રહ્યો હતો...


વધુ આવતા અંકમાં....