ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 3 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 3

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ -

3

કહાની અબ તક: મિસેસ સિંઘ ગાયબ છે અને કેસમાં હમણાં સુધી તો એટલી જ જાણ થઈ શકી છે કે પોતે મિસ્ટર સિંઘ નું સામે રહેતા મિસેસ રાયચંદ સાથે અફેર છે, હેમા કે જે મિસ્ટર રાયચંદ ની જ છોકરી છે એ ને જ ઇન્સ્પેક્ટર ચેતન ને કોલ કરી ને આ બધું જણાવ્યું હતું. ચેર અને સોફા પર મિસ્ટર સિંઘ ની પુત્રવધૂના ફિંગરપ્રિન્ટ પણ મળી આવ્યા નું ખબર પડી છે. હેમા સાથે ઇન્સ્પેક્ટર ચેતન ડિનર માટે જાય છે અને વધારે જાણકારી લેવા પ્રયત્ન કરે છે.

હવે આગળ: "બાય ધ વે, તું આ બ્યુટીફુલ રોઝ પિન્ક ડ્રેસમાં બહુ જ ક્યૂટ લાગી રહી છું!" ચેતન એ કહ્યું તો આશ્ચર્ય અને શરમના ભાવ હેમાને ઘેરી વળ્યા.

કેતન એના ભાવને વધારે સમય માટે જોઈ શકે એ પહેલા જ એની ઉપર એક કૉલ આવ્યો - "સર, મારી પાસે એક એવી કળી મળી છે કે જે ઈશારો કરે છે જે ક્રિમીનલ એ બીજું કોઈ નહિ, પણ ખુદ... પણ એ ખુદ હેમા જ છે!" કૉલ રાઘવનો હતો.

"હાઉ ઇઝ ધેટ પોસીબલ!?!" ચેતન એ ગુસ્સા અને તિરસ્કારના મિશ્રભાવથી કહ્યું.

"કળિયુગ છે... આજના સમયમાં તો..." કેતન એક સેકંડ માટે વિચારવા ઊભો રહી ગયો કે બોલે કે ના બોલે?! પણ એણે વાત પૂરી કરી - "આજના સમયમાં તો રાક્ષણીઓ પણ અપ્સરા જેવી જ દેખાય છે!!!" એણે કહ્યું તો કહ્યું પણ આ બાજુ હેમા નો ગુસ્સો ગયો.

"વૉટ ડુ યુ મીન?!" એણે ગુસ્સામાં કહ્યું.

"થેંક યુ સો મચ... અહીં બોલાવી, મારું અપમાન કરવા બદલ!" હેમા એ કહ્યું તો એની આંખોમાં આંસુઓ હતા. એના પ્રતિબિંબ માં એ ખુદને જોઈ રહ્યો હતો આટલો ગુસ્સો એણે ખુદ પર કે રાઘવ પર આ પહેલા ક્યારેય નહોતો આવ્યો!

🔵🔵🔵🔵🔵

"સોરી, સર એ તો ડીએનએ રિપોર્ટ માં હેમા નું ડીએનએ મેચ થાય છે!!!" રાઘવ એ સ્પષ્ટતા કરી.

"પણ... સર હું તો ભૂલી જ ગયો હતો કે એ તો મિસ્ટર ઍન્ડ મિસેસ રાયચંદ ના ડીએનએ સાથે વધારે મેચ કરે છે! પણ હેમા એમની ડોટર હોવાથી થોડો સેમ આવ્યો! આઈ એમ સો સોરી!" રાઘવ એ માફી માંગી.

"અરે આટલી મોટી તે કોઈ ભૂલ કરતું હશે?! મે ગુસ્સામાં આવીને હેમાનું અપમાન કરી દીધું!" ચેતન એ એટલા રડમસ રીતે કહ્યું તો રાઘવને બહુ જ દુઃખ થયું, મોટા મોટા ક્રિમીનલ ને રડાવનાર આજે કેમ આમ?! પણ એણે વિચારી લીધું હતું કે એ બંનેની ગલટફેમીને દૂર કરશે અને બંને જે નથી કહેવાતું એ ફિલિંગ પણ કહેશે!

🔵🔵🔵🔵🔵

"અરે સર... આરોપી એ બીજું કોઈ નહિ પણ મારા જ ડેડ છે!" એકવાર સાવ અચાનક જ પોલીસ સ્ટેશને આવી ગયેલી હેમા એ ચેતન ને કહ્યું.

"હા... અમને તો ઓલરેડી શક મિસ્ટર ઍન્ડ મિસેસ રાયચંદ પર હતો જ! કેમ કે એમના ડીએનએ એક નાનકડા વાર સાથે મેચ થઈ રહ્યો હતો જે અમને મિસેસ સિંઘના કીડનેપ થયા પછી ત્યાંથી મળ્યો હતો!

"હું મારા પપ્પાને પેલા ગુંડા રાકા સાથે વાત કરતા સાંભળી ગઈ! એ એમને બ્લેક મેલ કરી રહ્યો હતો કે એણે જો એમને પૈસા નહિ આપે તો એ પોલીસને બધું જ કહી દેશે કે એમને જ મિસેસ સિંઘ નું કીડનેપિંગ કર્યું છે એમ!" એ બોલી ત્યારે એ રડી રહી હતી.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 4માં જોશો: "આઈ લવ યુ સર!" એ હળવેકથી બોલી... "આઈ લવ યુ ટુ!" ચેતન એ એના માથે હાથ ફેરવતા કહ્યું.

"ચાલો હવે... ક્રિમીનલ ની ક્રાઇમ સ્ટોરી તો સાંભળી એ!" કહીને સૌ નવોદય સોસાયટીમાં ગયા.

"અરે હું થાકી ગયો હતો! હું કંટાળી ગયો હતો! મારી પત્ની અને મિસ્ટર સિંઘ ના અફેરની વાતો સાંભળી સાંભળીને!" એ આગળ કઈ બોલે એ પહેલા તો મિસ્ટર સિંઘ એ આવી ને એણે એક ઝાપટ મારી દીધી! "તું આવું વિચારી પણ કેવી રીતે શકે! એ તો મારી છોકરી જેવી છે!" એમને કહ્યું.

"લોકો ને તો બસ આવું જ જોઈએ... અમે સાથે રહી એ તો કઈ અમે..." એ પૌઢ ની આંખોમાં આંસુ હતાં.