ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ
"સર, ફોરેન્સિક લેલની રિપોર્ટ આવી ગઈ છે!" સબ ઇન્સ્પેક્ટર રાઘવ એ ચીફ ઇન્સ્પેક્ટર મિસ્ટર કેતન ચાવડાને કહ્યું.
"ઓહ વાઉ! ગ્રેટ, શું સામે આવ્યું છે, આ રિપોર્ટથી?!" એમને કહ્યું અને એ રિપોર્ટ ના પાણાં ફેરવવા લાગ્યા.
"જ્યારે મિસ્ટર ઍન્ડ મિસેસ સિંઘ ના ઘરેથી મિસેસ સિંઘ નું કીડનેપિંગ થઈ રહ્યું હતું, ત્યારે જ એ કીડનેપરના ફિંગર પ્રિન્ટ ના નિશાન ચેર અને સોફા પર રહી ગયા હતા!" રાઘવ એ વાત જણાવી.
"ઓકેકેકેકેકેકકે!" એક ઊંડા વિચાર ના ભાવ સાથે કેતન ચાવડા બોલી ગયો.
"સર... પણ જેના ફીંગર પ્રિન્ટ મેચ કરે છે, એ વ્યક્તિનું નામ સાંભળી તમે ચક્કર જ ખાઈ જશો!" રાઘવ એ ચેતવ્યું!
"ઓહ... કોણ છે એ વ્યક્તિ?!" કેતન એ ઉત્સુકતાથી પૂછ્યું.
"એમની પોતાની જ પુત્રવધૂ... મિસ ગાયત્રી સિંઘ!" રાઘવ બોલ્યો તો એક વાર કેતન ને તો યકીન જ ના થયું.
"વૉટ ધ હેલ!" એ બોલી ગયો અને એણે જોરથી રિપોર્ટ ને વાળી લીધી!
"આ મિસ ગાયત્રીની કુંડળી કાઢો?! એની હિસ્ટરી જોઈએ મારે!" કેતન એ રૂઆબ બતાવતાં કહ્યું.
"હા... સર, મે ઓલરેડી એની બધી જ ડીટેલ્સ કાઢી જ લીધી છે! એ પહેલા એક પ્રાઈમરી સ્કુલ ટીચર હતી... ડેડ બહુ જ દારૂડિયો હતો તો એણે જ મમ્મી પપ્પાનું પોષણ કર્યું! પણ એણે ક્યારેય ગલત રસ્તો અપનાવ્યો જ નથી! આજુ બાજુ બધા નું માનવું છે કે એ બહુ જ સારી છોકરી છે! મને પણ નથી લાગતું કે એણે આવું કંઈ કર્યું હશે!" રાઘવે કહ્યું.
"ઓકે... મતલબ હજી રહસ્ય વધારે ગહેરું છું... કોઈ એવું ચાહે છે કે કીડનેપિંગ નો ઇલઝામ ગાયત્રી પર આવે..." કેતન એ એનું મગજ દોડાવ્યું.
"એકઝેટલી સર... પણ કોણ એ જ આપને શોધવાનું છે!" રાઘવ એ એક નિશ્વાસ નાખતા કહ્યું.
"ગુનેગાર ગમે એટલો શાતિર કેમ ના હોય, એ એકને એક તો ભૂલ કરે જ છે! બસ આપને એ જ ભૂલ શોધી કાઢવાની છે... બસ કેસ સોલ્વ!" કેતન એ એની કેસ સોલ્વ કરવાની ફિલોસોફી કહી.
"એક વાત બીજી પણ ચોંકાવનારી એ સામે આવી છે કે..." રાઘવ આગળ કહેતા અટકી ગયો...
"કઈ વાત?!" કેતન એ કહ્યું.
"એ કે... મિસ્ટર સિંઘ નો અફેર સામે જ રહેતી મિસેસ રાયચંદ સાથે ચાલતો હતો!" ગળામાં ભરાઈ ગયેલો ડૂમો અંદર લેતા એ માંડ બોલી ગયો.
"આ ઉંમરે?! વૉટ નોનસેન્સ?!" ગુસ્સામાં બાજુના ટેબલ પર જ એમને વાળેલી રિપોર્ટ ફેંકી દીધી.
"હા... સર... આજુ બાજુ વાળાનું તો દ્રઢપણે માનવું છે કે આમાં મિસેસ રાયચંદ નો જ હાથ હશે એમ!!!" રાઘવ એ કહ્યું.
"ઓકે... ચાલો ફરી એકવાર પૂછ પરછ તો કરી લઈએ... કાલે જઈએ આપને તો ફરી નવોદય સોસાયટી માં!" કેતને કહ્યું અને બંને પોલીસની કારમાં નવોદય સોસાયટીમાં એન્ટર થયા.
મિસ્ટર સિંઘ બહુ જ પરેશાન હતા... એમની હાલત જોવા જેવી બિલકુલ નહોતી. એમનો રડી રડી ને હાલ બહુ જ બુરો હતો, જોકે એમને મિસ્ટર રાયચંદ ની છોકરી હેમા સાંત્વના આપી રહી હતી. મિસ્ટર રાયચંદ એણે ઘણીવાર એમની પાસે સંબંધ ના રાખવા કહેતા... પણ હેમા ને તો એ લોકો બહુ જ પ્રિય હતા.
વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: પોલીસ આવવાથી સોસાયટીમાં બધા જ જે જે મિસ્ટર ઍન્ડ મિસેસ સિંઘ સાથે જોડાયેલ હતા એ એક લાઈનમાં ગોઠવાઈ ગયા... બંને પોલીસ ઓફિસર એક પછી એક સવાલ પૂછી રહ્યા હતા અને કારણો માંથી તારણો કાઢી રહ્યા હતા.
સોસાયટી નો જ લાગતો પણ સાવ ગુંડા જેવો છોકરો વિચિત્ર લાગી રહ્યો હતો એણે સવાલ પૂછવામાં આવ્યુ કે પોતે કોણ છે તો એણે કહ્યું કે મજૂરી કરે છે!
પણ બીજે જ સેકંડ રાઘવ ના ભારે હાથે એણે એક ઝાપટ રસીદ કરી દીધી!