દિલની ચાહના, એક ભાવના - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલની ચાહના, એક ભાવના - 2



કહાની અબ તક: ટ્રેનના ડબ્બામાં મસ્તી ચાલે છે. રોશની મોહનની ભાભી છે અને દિવ્યા મોહનની માસી ની છોકરી ના પતિ અને મોહનના જીજાજી ની બહેન હતી. બંને એકલા જ સિંગલ ટ્રેઈન માં હતા, બાકી બધા જ મોહનના બનેવી અને બહેન હતા. એક જીજાજી જ્યારે દિવ્યાને મજાકમાં કહે છે કે એ એના બોયફ્રેન્ડ ને યાદ કરે છે તો એના આંસુઓ નીકળી આવે છે, મોહન એને એક બાજુ લઈ ને સમજાવે છે.

હવે આગળ: બંને ક્યારે ઘણા જ કરીબ આવી ગયા કોઈ ને ના જાણ રહી. દિવ્યા હવે મોહન ની બાહો માં હતી. મોહન નું જેકેટ એણે ઓઢી લીધું હતું!

"મોહન જાન!" રોશની મોહન ને મિસ કરતી હતી અને એ એની પાસે આવી ગઈ હતી!

"શી..........શ!" મોહન એ એણે આંગળી મો પર મૂકી ચૂપ રહેવા કહ્યું.

"હા... ચાલ ને ત્યાં મજા આવે છે તારા જીજુની બધા એ ખૂબ ઉડાવી! હું એકલી પડું છું!"

"ન્યા!" દિવ્યા એ મોહન ને વધારે ભીંસતા અને નાના છોકરા ની જેમ કહ્યું.

એમ લાગતું હતું કે એ નાટક કરતી હોય જાણે કે હવે એ વધારે મોહન ને રોશની સાથે જોઈ ના શકતી હોય!

શું મને અને રોશની ને સાથે જોઈ એ ઉદાસ હતી અને છેલ્લે તો રડી જ ગઈ?! મોહન વિચારી રહ્યો હતો.

"ચાલો બધા ઉતરો... આપનું શહેર આવી ગયું!" કોઈએ કહ્યું તો દિવ્યા ને તો કોઈએ મનગમતા સપનાં જોતા કોઈએ જગાડી હોય એવું લાગ્યું!

"ચાલ જાન!" કહી રોશની એના પ્રિય દિયર ને સૌથી પહેલા બહાર લઈ ગઈ!

સૌથી આગળ નીકળેલો મોહન સૌથી છેલ્લે આવેલી દિવ્યા ને જોતો હતો! દિવ્યા એ ઘુરરા ટી ને એની સામે જોયું. હંમેશા અજાણ્યા આનંદથી ખુશ ખુશાલ રહેતો એનો ચહેરો આજેં માયુસ હતો.

"ઓ કેમ ફાટેલા ફુગ્ગા ની જેમ તારી હવા નીકળી ગઈ!" એક જીજા એ તો મોહનો મજાક ઉડાવ્યો!

"હા હવે તમે જે આ તોન્ડ વધારી ને એનાથી તો નાનો જ છે મારો ફુગ્ગો!" રોશનીથી ના જ રહેવાયું તો એણે સામો વાણી નો પ્રહાર કર્યો!

થોડી જ દૂર રહેલી દિવ્યા પણ મનમાં મોહન નો બદલો લેવાથી ખુશ થઈ. વારંવાર એણે જ જોતો મોહન એ ખુશી જોઈ ગયો.

ફરતા ફરતા સૌ એક કપડાં ની દુકાને આવ્યા.

સૌ પોતપોતાનાં કપડાં લેવા લાગ્યાં. દિવ્યા સૌથી છેલ્લે હતી. થોડી જ દૂર મોહન અને રોશની હતા.

થોડી વાર માં યોગાનુયોગ બંને બાજુથી એક સામટા અવાજ આવ્યાં.

એકબાજુ રોશની એની સાડી ની પસંદ અને બીજી બાજુ દિવ્યા એના ડ્રેસ ની પસંદ માટે પૂછી રહ્યા હતા!

"તું યલો ડ્રેસ અને તમે ભાભી, પિંક સાડીમાં સારા લાગશો!" સમય અને સંજોગ પ્રમાણે અને વાણી ની ચતુરાઈ વાપરી મોહન એ બાજી સંભાળી લીધી.

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 3(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: સૌના થાક ને ધ્યાનમાં લઈ દિવ્યા મોહન પાસે આવી ગઈ અને એનો હાથ પકડી લીધો. થાકને લીધે એ વચ્ચે વચ્ચે એના ખભે માથું પણ મૂકી દેતી. એણે પૂરો વિશ્વાસ હતો કે કઈ પણ થાય મોહન એનો સાથ ક્યારેય નહિ છોડે. દરિમયાન જ મોહન એ પણ એના ભાઈ નો કોલ કરી ને એનો મોબાઈલ રોશની ને આપી દિધો હતો.

મોહન અને દિવ્યા સૌથી છેલ્લે અને અલગ ટ્રેનમાં ગયા. દિવ્યા તો મોહનની બાહોમાં ઊંઘી જ ગઈ એ ખૂબ જ થાકી ગઈ હતી.

"મારી દિવું!" કહી મોહન એ એના માથે હળવી કિસ કરી લીધી!