દિલની ચાહના, એક ભાવના - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલની ચાહના, એક ભાવના - 1

દિલની ચાહના, એક ભાવના

"યાર, પણ હું તો પ્રહલાદ બોલવા માંગતી હતી, પણ 'પાદ' નીકળી ગયું!!!" રોશની બોલતી હતી.

"મતલબ 'પાદ' નીકળી ગયું એમ જ ને!!!" મોહન એની ભાભી રોશની નો બોલાઈ ગયું ને બદલે નીકળી ગયું નો અર્થ લઈ રહ્યો હતો.

ટ્રેન ના એ ડબ્બા માં રહેલા લગભગ બધા જ રોશની ની વાતો થી હસતા હતા. એક તો પ્રહલાદ ને બદલે પાદ અને હવે બોલાય ગયા ને બદલે નીકળી ગયું!!!

સૌ ટ્રેઈન માં કપડાં ખરીદવા જઈ રહ્યા હતા. બહેનો - જીજાજી ઓ અને ભાઈ - ભાભી ઓ સૌ આજે મસ્તી ના મૂડ માં હતા. સૌ માસી - માસી અને મામા ફોઈ ના છોકરાઓ ભાઈ બહેનો પોતાના નવા પતિ અને પત્ની સાથે મસ્તીના મૂડ માં હતા. આ બધામાં કેવળ મોહન અને દિવ્યા જ સિંગલ હતા. અને રોશની ના પતિ અને મોહન નો ભાઈ આવ્યો નહોતો.

મોહન એના નામ પ્રમાણે જ બહુ જ મસ્તીખોર હતો અને મહેફિલ ની જાન પણ હતો. અમુક જીજાજી અને અમુક ભાભી તો એના જોકસ સાંભળવા માટે જ આવ્યા હતા!

દિવ્યા એની મોહન ની માસી ની છોકરી ના પતિ અને મોહનના જીજાજી ની બહેન હતી. સાવ એવું પણ નહોતું કે બંને બિલકુલ અજાણ્યા જ હતા એમ. ઈન ફેકટ, સૌપ્રથમ વાર બંને એ કોલ પર વાત કરેલી.

"દિવ્યા?! આવું તો કઈ નામ હશે?! તું દિવાની હતી કે શું?!" મોહન એ આદત પ્રમાણે કહેલું.

"હા... બહુ ડાહ્યો!" બસ આટલું કહી ને એણે વાત બંધ કરી દીધી હતી. ચેટ પણ બંને ખાસ્સુ કરતા હતા.

રોશની એ ખાસ મસ્તી કરવા જ મોહન ને એની અને દિવ્યા ની વચ્ચે બેસાડ્યો હતો!

"મોહન, બહુ હસવું આવે છે એમ ને આજે!" રોશની એ એનો હાથ એના ગળા માં નાખ્યો હતો.

દિવ્યા બંનેને આશ્ચર્ય અને ઉદાસી ના ભેળસેળ વાળા ભાવે જોઈ રહી હતી!

"ઓ દુઃખી આત્મા, તને શું થયું?!" મોહન એ કહ્યું.

"કઈ નહિ, એ તો એણે કોઈક યાદ આવતું હશે! એનો બી. એફ.!" ત્યાં જ બાજુ ની સીટ પર ના બીજી બહેન ના જીજુ એ મસ્તી માં કહ્યું.

"ના... એવું નથી!" માંડ કહેતા દિવ્યા થી રડી જવાયું!

મોહન એને આમ ના જોઈ શક્યો તો એણે એનો હાથ પકડ્યો અને એણે ઊભી કરી ને આગળના ખાલી સીટ એ લઈ ગયો!

"પાગલ છું, તું પણ કઈ?!" મોહન એ કહ્યું.

"પણ મે કોઈને યાદ નથી કરતી!" એણે ઉદાસી થી કહ્યું.

"હા... મને ખબર છે... નાવ જસ્ટ કીપ સ્માઇલ!" એણે એના હોઠ અને ગાલ ને આંગળી અને અંગુઠા થી સ્પર્શ કરતા હસવા કહ્યું તો એણે બનાવટી હાસ્ય કરી દીધું.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: શું મને અને રોશની ને સાથે જોઈ એ ઉદાસ હતી અને છેલ્લે તો રડી જ ગઈ?! મોહન વિચારી રહ્યો હતો.

"ચાલો બધા ઉતરો... વડોદરા આવી ગયું!" કોઈએ કહ્યું તો દિવ્યા ને તો કોઈએ મનગમતા સપનાં જોતા કોઈએ જગાડી હોય એવું લાગ્યું!

"ચાલ જાન!" કહી રોશની એના પ્રિય દિયર ને સૌથી પહેલા બહાર લઈ ગઈ!

સૌથી આગળ નીકળેલો મોહન સૌથી છેલ્લે આવેલી દિવ્યા ને જોતો હતો! દિવ્યા એ ઘુરરા ટી ને એની સામે જોયું. હંમેશા અજાણ્યા આનંદ થી ખુશ ખુશાલ રહેતો એનો ચહેરો આજેં માયુસ હતો.

"ઓ કેમ ફાટેલા ફુગ્ગા ની જેમ તારી હવા નીકળી ગઈ!" એક જીજા એ તો મોહનો મજાક ઉડાવ્યો!