Dhabkar - 1 books and stories free download online pdf in Gujarati

ધબકાર - 1

કહેવાય છે એક જન્મ ઓછો પડે પ્રેમ કરવા અને નિભાવવા માટે .
વર્ષ ૨૦૧૨ સ્કૂલ અને કોલેજ ના દિવસો પૂરા થયા અને આ ભાગ દોડ ની દુનિયા મા પગ મૂકવા નો હતો .. જે મારા માટે સાવ અજાણી હતી ..અને મારા સમજ ની બહાર હતી ..
કોલેજ ના દિવસો ની મજા મસ્તી બધુજ છોડી આગળ વધવાનો સમય હતો ...
રુદ્ર એક એવો છોકરો જે વધારે લાગણી સિલ છે . introvert પર્સનાલિટી ધરાવે છે .
વધારે ભીડ થી દુર રહેવું .. બઉ ઓછા મિત્ર ..અને કામ વગર એક શબ્દ પણ ન બોલવો ...એવો હતો મારો જીગરી મારો મિત્ર રુદ્ર ....
સ્કૂલ ના દિવસો થી કોલેજ સુધી અમે સાથે મોટા થયેલા અમારા ગ્રુપ મા હું એટલે કે પંકજ , રુદ્ર ,પાયલ અને ટીનો આમ તો એનું નામ તિલક છે પણ અમે એને સ્કૂલ ટાઇમ થી ટીનો કહેતા ... પાયલ અને ટીનો પડોસી હતા રુદ્ર થોડો દૂર રહેતો અમારા ઘર થી ..
કોલેજ પૂરી થયા પછી પાયલ અમારા ગ્રુપ થી થોડી અલગ થઈ ગઈ. કારણ કે એના ઘરના એ એની સગાઈ નક્કી કરિ જેથી અમારી સાથે એ ના ફરી સકે એવું મોટા લોકો નું કહેવું હતું .
ટીના ને ગાડી અને બાઇક નો ગાંડો સોખ હતો એટલે એ એક કાર ગરેજ જ મા પાર્ટ ટાઇમ કામ પર લાગી ગયો .
હું અને રુદ્ર હજી કામ ની શોધ મા ફરતા હતા અને સાંજ નો સમય હતો હું અને રુદ્ર ચા ની કીટલી પર બેઠેલા ત્યાં ટીનો આવ્યો .
ટીનો - કેમ છો બંને લુખ્ખેસ (ભયાનક હાસ્ય સાથે )
પંકજ - લ્યા કય નહિ બસ જો આખો દિવસ જોબ સોધવામાં નીકળી ગયો હવે બેઠા બન્ને, તું કે કામગરા કેવું ચાલે તારે ત્યાં .
ટીનો - લ્યાં સુ વાત કરું આ અમીર લોકો ને પૈસા અને પાણી બન્ને સરખુજ લાગે , આજે એક મેડમ આવ્યા હતા કાર મા થોડો પ્રોબ્લેમ હતો માટે . તો મેં પૂછ્યું બોલો મેડમ સુ થાય છે .
તો કે વાઇપર માંથી પાણી નથી નીકળતું .
તો મેં ચેક કરિયું તો ખબર પડી કે અંદર પાણી નું સ્ટોરેજ ખાલી હતું .તો મે એમને એમ કહ્યું કે મેડમ અંદર પાણી ભરવું પડે ને વાપરો એટલે ...તો એ મેડમ કઈ બોલે એ પેલાજ સેઠ બોલ્યા ..
ટીના .....મેડમ દર અઠવાડિયે પાણી ભરવા આવે છે
અલા પંકલા મારું મોં માંથી શબ્દ જ ના નીકળ્યો બોલ
પંકજ - કેમ ભાઈ શબ્દ ના નીકળ્યો મતલબ
ટીનો - પંક્લા એટલું હસુ આયું કે સેઠ કે તું બાર જા ભાઈ હું ભરી દઉં છું પાણી .
અને તું માનીશ એ એક લીટર સાદું નળ નું પાણી ભરવા માટે એ મેડમ ૨૩ કિલોમીટર થી આવેલા અને એટલા પાણી ભરવાના ૫૦૦ રૂપિયા આપી ગયા અને એક thank you પણ .
તુજ કે સાવ આમ હોય કઇ (થોડા સ્મિત સાથે ) .
બધી વાત મા રુદ્રના મો પર કૈક ફરક નોતો એ જાણે કોઈ ગહન વિચાર મા હોય એમ લાગતું હતું .
ટીનો એની સાથે મજાક કરવાનું વિચારતો હતો ત્યાં મે એને રોક્યો .
ઓ ...ભાઈ રુદ્ર કઈ દુનિયા મા ખોવાયો છે .(પંકજ)
રુદ્ર - કય નહિ .
ટીનો - જો રુદ્ર નોકરી ની ચિંતા કરતો હોય તો ન કરતો . ચાલ હું આપું નોકરી ...પેલી મેડમ નું પાણી ભરવાનું (અટ્ટ હાસ્ય સાથે)
રુદ્ર - તમે બન્ને બેસો હું જાઉં છું
(રુદ્ર એટલું બોલી ચાલતો થઈ જાય છે .)
ટીનો - આ ટોપા ને શુ થયું પાછું!
પંકજ - ટીના તું એની મજાક નહિ કર .. તને ખબર છે એને પસંદ નથી મજાક મસ્તી તો સુકામ એની અણી કાઢે છે તું .
ટીનો - હા હસે હવે ..મજાક કરી છે કઇ એની લૂંટી નથી લીધી.... ઈજ્જત (હાસ્ય સાથે )
પંકજ - ચાલ તો કાલે મળીયે મારે પણ થોડું કામ છે
(હું અને ટીનો ત્યાં થી છુટ્ટા પડ્યા ..ત્યાં પાયલ નું ઘર રસ્તામાં હતું એના ઘરે નોર્મલ કરતા વધારે લોકો ભેગા થયેલા હતા તો હું પણ ત્યાં ગયો જોવા કે બધું ઠીક છે ને એમ .
ઘરના દરવાજે પગ મૂકું એ પહેલાં એમ્બ્યુલન્સ આવી ઊભી રહી અને પાયલ ને એના પપ્પા એ ઉપાડી ને લઇ સામે આવ્યા )
શું થયું પાયલ ને ???
પડોસી - જોને આજ કાલ ના જુવાનિયા ને કંઈ કેવાતુજ નથી તરત ખોટું પગલું ભરી લે
પણ કાકા થયું શું એ કહેશો ?
પડોસી - જોને ઊંગ ની ગોળીઓ ખાઈ ને બેઠી છે ..ખબર નહિ શું થશે આનું
(એટલું કહી બધા પોત પોતાના ઘરે ગયા . એમ્બ્યુલન્સ પણ પાયલ ને લઈને નીકળી ગઈ સાથે એના પપ્પા અને કાકા ગયા .અને એનો ભાઈ મારા સામે ગુસ્સા ભરેલી નજરો થી જોતો હતો ...એટલામાં પાયલ ના કાકી મારી પાસે આવ્યા અને મને કહ્યું
પંકજ તું અહી થી જતો રહે ...વિનય (પાયલ નો ભાઈ ) નો મગજ બૌજ ગરમ છે અને કઈ કરે એ પેલા તું મહેરબાની કરિ જતો રહે .
(મને કંઈજ સમજાતું નહતું કે થયું શું .. પાયલ નો ભાઈ મારા પર કેમ ગુસ્સે હતો .. બઉ બધા ખોટા વિચારો અને ચિંતા સાથે હું ટીના ના ઘરે આવ્યો )

.......... વધુ આવતા અંકમા

બીજા રસપ્રદ વિકલ્પો