Vacation to Vidhyarthionu - 4 books and stories free download online pdf in Gujarati વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 4 (1) 794 2.1k 1 વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! ભાગ - 4વેકેશનમાં વિકસો !!!નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? હવે તો તમે બરાબર વેકેશનનાં મૂડમાં હશો. અગાઉ જણાવ્યા મુજબ તમે તમારું વેકેશનનું આયોજન કરી દીધું હશે. વેકેશનને આનંદમય બનાવવાં માટેનું સમયપત્રક પણ તૈયાર થઈ ગયું હશે. સાથે સાથે તમારું પરિણામ પણ આવી ગયું હશે. તો આવેલા પરિણામને આધારે તમારે તમારાં કામનું આયોજન કરવાનું છે. વેકેશનને આનંદમય બનાવવાં માટે બાકી રહેલી વાતો ફરીથી આજે કરીશું. તમે છો ને તૈયાર ? હા, તો ચાલો જાણીએ! પરિણામ શું આવ્યું ? બાળકો, તમારી વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવી ગયું હશે. આવેલ પરિણામને લઈને, સારા પરિણામથી ફુલાઈ જવું નહીં કે ખરાબ પરિણામને લઈને હતાશ થવું નહીં. પરિણામ જૂવો. તમે કેટલી મહેનત કરી હતી ? કેવાં પેપર લખ્યાં હતાં ? કેવાં ગુણ આવ્યા? હવે કયા કયા વિષયોમાં વધારે મહેનત કરવાની જરૂર છે. તે વિષય માટે દરરોજ એક કલાક ફાળવો. આવેલ પરિણામને ભૂલી જઈ આગળ ઊત્તમ પરિણામ માટે લાગી જાઓ.હોસ્પિટલ કે અનાથાશ્રમની મુલાકાત : વેકેશન દરમિયાન એક વખત અચૂક હોસ્પિટલ કે અનાથાશ્રમની મુલાકાત લો. ત્યાં જઈને જૂવો કેવી કેવી પરિસ્થિતિ માંથી લોકો પસાર થાય છે ! કેવાં કેવાં રોગો થાય છે ? આ બધાં પરથી તમને ખ્યાલ આવશે કે શરીરને સાચવવું કેટલુ જરૂરી છે. આપણું શરીર અને એક એક અંગ કેટલું ઉપયોગી અને કિંમતી છે. ભગવાને આપણને સર્વાંગ સુંદર બનાવ્યા છે તે માટે ભગવાનનો આભાર માનો. અનાથાશ્રમની મુલાકાત પરથી તમને ખ્યાલ આવશે કે તમે કેટલાં સદનસીબ છો કે તમારી પાસે તમારાં મમ્મી પપ્પા છે. મમ્મી પપ્પાનો પ્રેમ તમને મળ્યો છે. ઐતિહાસિક સ્થળોની મુલાકાત: તમારાં ગામની આસપાસ કે તમારાં મામાના કે ફોઈના ગામની આસપાસ જો કોઈ ઐતિહાસિક સ્થળ આવેલું હોય તો તેની મુલાકાત અવશ્ય લો. ત્યાં જઈને તેનો ઈતિહાસ જાણો. તેનું મહત્ત્વ સમજો. પહેલાંના સમયમાં કેવી કેવી પરિસ્થિતિ અને પરંપરાઓ હતી તે જાણો. તેનું ઊંડાણપૂર્વકની માહિતી મેળવી અને લખો. આ બધી જ વિગતો ઘરે જઈને તમારાં મમ્મી પપ્પા, ભાઈ બહેન અને મિત્રોને જણાવો.ખેતરની મુલાકાત : વેકેશનમાં અવશ્ય એક્વાર ખેતરની મુલાકાત લો. ખેતરે જઈને જૂવો. જગતનો તાત કેટલી બધી મહેનત કરીને અનાજનો દાણો ઉગાડે છે અને તે આપણાં ઘર સુઘી કેવી રીતે પહોંચે છે. આપણને ખ્યાલ આવશે કે અનાજનો બગાડ કરાય કે નહીં. ખેતરમાં ઉગાડવામાં આવતાં શાકભાજી, ફળો, અનાજ અને કઠોળ માટે કેવી રીતે અને કઈ કઈ પ્રક્રિયાઓ માંથી પસાર થવું પડે છે? ખેતર કેવી રીતે ખેડાય! બીજ કેવી રીતે વવાય? પાક તૈયાર થઈ ગયા પછી કેટલાં સમયમાં લણણી કરાય? આ બધી જ વિગતો જાતે જૂવો, જાણો અને લખો. ખૂબ આનંદ આવશે.કરકસરનો ગુણ : કહેવત છે ને ' ત્રેવડ ત્રીજો ભાઈ ' હા, સમય અને સંપત્તિ કદી વેડફાય નહીં. કરકસરનો ગુણ તમને જીવનનું મૂલ્ય સમજાવશે. કરેલી કરકસર તમને સંકટનાં સમયે કામમાં લાગશે. સાથે સાથે તમારાં મિત્રો કે સગાં સંબંધીઓને પણ કામમાં લાગશે. આ એક ગુણ કેળવવાથી તમને બીજાં અનેક ફાયદા થશે. આ વેકેશનમાં નાકામની કે ખૂબ મોંઘી વસ્તુઓ ન ખરીદતાં જરૂરી અને ટકાઉ વસ્તુઓ ખરીદી કરો. આપણાં રૂપિયા એવી વસ્તુઓ માટે ખર્ચો કે જે ખૂબ જ જરૂરી હોય અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ થાય. વેકેશનમાં રોજ એક વાર્તા: હા, બાળકો આ વાત ખાસ જરૂરી છે. આખુ વેકેશન રોજ એક વાર્તા. દાદા દાદી કે મમ્મી પપ્પા પાસેથી રોજ એક વાર્તા અવશ્ય સાંભળો. અને હા, તમારે પણ રોજ એક વાર્તા કહેવાની છે. અને શક્ય હોય તો વાર્તા લખવાની પણ છે. તમે વિચારો વેકેશનમાં તમે કેટલી બધી વાર્તાઓ સાંભળશો? લખશો? કહેશો? ઓહો હો!!! તમે તો અઢળક વાર્તાઓના માલિક બનશો! તો જોયુંને બાળકો ! વેકેશનને આનંદમય બનાવવાં માટે કેટલું બધું આપણી પાસે છે? આ વાત કદીના ભૂલાય. આ વેકેશનનો ભરપૂર ઉપયોગ કરજો. વેકેશનને ટી.વી., મોબાઈલ કે અન્ય નકામા કામોમાં વેડફશો નહીં. તો છો ને તૈયાર? અને હા, મને પણ ફોન કરીને જણાવશો કે તમે આ વેકેશનમાં શું કરવાના છો. ‹ પાછળનું પ્રકરણવેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 3 Download Our App બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jagruti Pandya અનુસરો નવલકથા Jagruti Pandya દ્વારા ગુજરાતી વાર્તા કુલ એપિસોડ્સ : 4 શેયર કરો કદાચ તમને ગમશે વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 1 દ્વારા Jagruti Pandya વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 2 દ્વારા Jagruti Pandya વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 3 દ્વારા Jagruti Pandya NEW REALESED Short Stories પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 9 ભૂપેન પટેલ અજ્ઞાત Love Stories અનહદ પ્રેમ - 8 Meera Soneji Science-Fiction એક પંજાબી છોકરી - 15 Dave Rupali janakray Moral Stories સીમાંકન - 5 મૃગતૃષ્ણા mrigtrushna" Film Reviews હીરામંડી: ધ ડાયમંડ બાઝાર Rakesh Thakkar Film Reviews કામ ચાલૂ હૈ Rakesh Thakkar Classic Stories વિશ્વાસ અને શ્રદ્ધા - 5 NupuR KumaR Spiritual Stories ગરુડ પુરાણ - ભાગ 9 MB (Official) Fiction Stories એક હતી કાનન... - 7 RAHUL VORA Horror Stories ડર હરપળ - 9 Hitesh Parmar