Kinnar - 1 books and stories free download online pdf in Gujarati

કિન્નર! શ્રાપ કે આશિર્વાદ - 1

અરે સીમા બેટા શું થયું છે. આજ સવારથી આમ વ્યાકુળ કેમ છે,બધું ઠીક છે ને બેટા. ખાવામાં કોઈ ગડબડ થઈ છે કે, કેમ ઊલટીઓ કરો છો. જુઓ એકતો તમારા મમ્મી ને વિશાલ બન્ને ઘરે નથી, જો તબિયત વધુ બગડે એના કરતા ચાલો આપણે દવાખાને જઈ આવીએ.

અરે ના પપ્પા, એવું કંઈ નથી આ તો બસ થોડું માથું ભારે લાગે છે, ને ઉબકા આવે છે, બાકી ઉલ્ટી નથી આવી. ચાલો પપ્પા આપને મસ્ત મજાની કડક ચા પીએ. એ પણ તમારી પસંદની એલચી ને આદુ વાળી.

પણ વહુ બેટા,તમે તો કૉફી પીવો છો ને, આજ આ ચા પીવાની ઈચ્છા કેમની થઈ.

હા, પપ્પા હું તો કૉફી જ પીવું છું, પણ ખબર નહિ કાલથી કેમ મને ચા પીવાની ઈચ્છા થઈ છે, અને ઈચ્છા નહીં તલપ કહું તો પણ ચાલે. એવું થાય છે ચાર પાંચ કપ એક સાથે જ ગટગટાવી જાઉં. એ પણ તમારી વાળી ચા, એલચી ને આદુ વાળી.

સારું બેટા તો ચાલો આજે હું ચા બનાવું ને આપણે બન્ને બાપ બેટી મસ્ત બેસીને પિશું.

ભલે પપ્પા, જેમ તમે ક્યો, એમ પણ તમને ચા સાથે તમારી ને મમ્મીની લવ સ્ટોરી પણ કેવી પડશે હો.

ઠીક છે બેટા, જેમાં તું ખુશ હોય,એવું જ કરીશું. વિશાલ ક્યારે આવવાનો છે કોઈ અંદાજ છે બેટા?

હા, પપ્પા પરમદિવસે મંગળવાર બપોર સુધી પહોંચી આવશે.ને મમ્મી ગુરુવારે આવશે.

આ લો બેટા, તમારી ચા, સોરી, આપણી ચા.

સીમા ચા ની ચુસ્કી લેતા, વાહ પપ્પા શું ચા બનાવી છે.

અરે બેટા, તારી મા એ પણ મારા હાથની ચા પીધા પછી જ મને લગ્ન માટે હા પાડી તી. બાકી એની પેલા તો એ મને ફકત ક્લોઝ ફ્રેન્ડ જ માનતી હતી.

આહા પપ્પા, શું વાત છે, ચા પીવડાવીને મમ્મીને મનાવી લીધા,. એમ કહું કે ચા ની ચાહ બતાવી એમની હા બોલાવી લીધી તમે, બઉ સ્માર્ટ હો પપ્પા. (સીમા હજુ ચા ની ત્રીજી ચુસ્કી લે એની પેલા જ એને ઉબકો આવતા હાથમાંથી કપ પડી ને તૂટી જાય છે,ને બધી જ ચા ઢોળાઇ જાય છે).

સીમા તરત બાથરૂમ જાય છે આ વખતે એને બઉ ઉલ્ટી થાય છે. સવારથી કંઈ ખાધું ન હોવાથી બીપી પન લૉ થઈ જાય છે, એટલે એણે એના સસરાને બુમ પાડી.

અરે સીમા બેટા, તું ઠીક છે ને?

ના પપ્પા ચક્કર આવે છે, ને કૈક અજુગતું લાગે છે, તમે પ્લીઝ મને ડૉક્ટર પાસે લઈ ચાલશો. હવે બીક લાગે છે. ક્યાંક આ ........

શું થયું બેટા? શું વિચારે છે, ને શું બીક લાગે છે, કોઈ વાત નો ડર છે તને?, કંઈ કેવું છે?

ના પપ્પા કાઇ નહિ, બસ થોડી ગભરાઈ ગઈ છું.

ઠીક છે ચલ તું કપડાં બદલ, આપણે જેમ બને તેમ ઉતાવળે હોસ્પિટલ પોચી જઈએ. ને હા ડૉક્ટર સંધ્યાની અપોઈન્ટમેંટ લેવી છે કે કુણાલ ની?

હા પપ્પા ડૉક્ટર સંધ્યાની

ઠીક છે બેટા તું તૈયાર ઠા ત્યાં સુધી હું ગાડી કાઢું છું, ને નીચે બધું ક્લીન પણ કરું છું, કદાચ આપણને આવતા મોડું થાય તો લાલી નહિ આવી શકે ( લાલી સીમાની કામવાળી 22 23 વરસની છોકરી )

15 મિનિટ બાદ સીમા તૈયાર થઈને આવે છે, પણ એના ચહેરા પર ડર,થાક ને બેચેની, સાફ દેખાતી હોય છે.

એ સતત ક્યાંક ખોવાયલી, પોતાના ધ્યાનમાં જ મગ્ન હોય છે, એના સસરાએ બે ત્રણ વખત એને ચાલવા માટે કહ્યું પણ સીમાએ જાણે સાંભળ્યું જ નથી.

સીમા, બેટા શું થયું ચાલવું નથી?

હા પપ્પા ચાલો જઈએ.

બન્ને જણ ડૉક્ટર પાસે પોહોચે છે, ડૉક્ટર સીમાની તપાસ કરે છે, થોડાક સવાલ જવાબ બાદ ડૉક્ટર સીમાને કહે છે કે," સુમાં બેન તમે ફરી એકવાર કંસિવ કર્યું છે, એવું લાગે છે, પણ હજુ એકાદ અઠવાડિયું જ થયું છે એટલે 100 ટકા ગુડ ન્યૂઝ તો થોડા દિવસ પછી જ જાહેર કરીશું. પણ ત્યાં સુધી થોડું ધ્યાન રાખજો.

સારું મેડમ, જેમ તમે ક્યો. પણ મને બઉ ડર લાગે છે, કે આવખતે પણ પેલાની જેમ તો નહિ હોય ને. મારું મન બઉ ગભરાય છે, 5 5 વખત હું એક નિષ્ઠુર, નિર્દયી, ને નમાલી મા બની છું, પન હવે નહિ. હવે તો કંઈ એવું જ બન્યું છે તો હું હવે એને મારી કિસ્મત ને મારા વ્હાલના આશીર્વાદ સમજીને સહર્ષ સ્વીકારીશ જ.

શું થયું હશે સીમા સાથે ભૂતકાળમાં?? શું હશે આ ડર પાછળનો રહસ્ય, જાણવા માટે મળીએ આવતા ભાગમાં.

જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏


બીજા રસપ્રદ વિકલ્પો