પ્રાકૃતિક ખેતી Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાકૃતિક ખેતી

પ્રાકૃતિક કૃષિ
કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેત સામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિધ્ધાત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિધ્ધાંતને આધારિત છે.
કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેત સામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિધ્ધાત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિધ્ધાંતને આધારિત છે.

પ્રાકૃતિક કૃષિ જરૂરી હોવા માટે આતા કારણો આપી શકાય :
• ખેતી ખર્ચ નહિવત.
• રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ખર્ચ શૂન્ય.
• ખેડૂતોએ કોઇ વસ્તુ બહારથી લેવાની જરૂર નહિ.
• ખૂબ ઓછા પાણીની જરૂરિયાત.
• પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા આવે છે. જે જમીનને છિદ્રાળુ કરે છે. જેથી વરસાદનું પાણી રિચાર્જ થાય છે આમ “ખેતરનું પાણી ખેતરમાં”નો સિદ્ધાંત ખર્ચ વગર પાર પડે છે.
• પ્રાકૃતિક ખેતપેદાશ રાસાયણિક અવશેષો મુક્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળો હોવાથી બજારમાં સારા ભાવ મળી રહે છે.
• પર્યાવરણની જાળવણી અને સંવર્ધન થાય છે.
• ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ, યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આવકમાં વધારો થાય છે.
પ્રાકૃતિક કૃષિના મુખ્ય ચાર સિધ્ધાંતો છે:
• બીજામૃત – બીજ સંસ્કાર ધ્વારા બીજનું સુરક્ષા કવચ.
• આચ્છાદાન – વધારે હ્યુમસ આપે વધારે ફળદ્રુપતા.
• જિવામૃત/ ઘન જિવામૃત – ગોબરના ઉપયોગથી જિવાણુંઓનું .
• વાપ્સા – છોડને પાણીની નહિ પણ ભેજની જરૂર.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ દિવસોમાં ખેડૂતોને (Farmers) પ્રાકૃતિક ખેતી (Natural Farming) કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે. તેમનું કહેવું છે કે એક એકર ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી માટે ખાતર એટલે કે જીવામૃત એક દિવસ માટે દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરી શકાય છે. એક ગાય વડે 30 એકર જમીનમાં કુદરતી ખેતી કરી શકાય છે. ખેડૂતો આ જીવામૃત જાતે તૈયાર કરી શકે છે. જીવામૃત એ રીતે ખેતરની ફળદ્રુપતા વધારે છે જે રીતે થોડી માત્રામાં દહીં દૂધને દહીમાં ફેરવે છે.
જીવામૃતમાંથી ઉત્પન્ન થતા બેક્ટેરિયા ખેડૂતના શ્રેષ્ઠ મિત્રો છે. અળસિયાની પ્રવૃત્તિ જમીનમાં ઊંડાણ સુધી પાણી પહોચાડે છે, જેનાથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે. આચાર્ય દેવવ્રત અનુસાર, જમીનની ફળદ્રુપતા વધારવા અને માનવજાતને ઝેરી તત્વોથી બચાવવા માટે ગાય આધારિત કુદરતી ખેતી એ સૌથી અસરકારક ઉપાય છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે. તેમાં ચણાનો લોટ, ગોળ, માટી અને પાણી ભેળવવાનું હોય છે.
ત્રણ વર્ષમાં 70 ટકા પાણીની બચત થશે.
મધ્યપ્રદેશમાં આયોજિત એક કાર્યક્રમમાં દેવવ્રતે કહ્યું કે કુદરતી ખેતીમાં મલ્ચિંગ પણ જરૂરી છે. આ ત્રણ વર્ષમાં 70 ટકા જેટલું પાણી બચાવે છે. બેક્ટેરિયાને વધવા માટે ખોરાક મળે છે, ઓર્ગેનિક કાર્બન બચે છે અને નીંદણ વધતું નથી. તેમણે કહ્યું કે એક સાથે અનેક પાક લેવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. તેનાથી ખેડૂતોની આવક વધે છે.
સજીવ ખેતીની ઉત્પાદકતા ધીમી ગતિએ વધે છે
આચાર્યદેવવ્રતજીએ જણાવ્યું હતું કે કુદરતી ખેતી એ શૂન્ય ખર્ચની ખેતી છે, જેનું ખાતરનું કારખાનું દેશી ગાય અને અળસિયા છે, દિવસ-રાત મહેનત કરનાર મિત્ર છે. ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીમાં તફાવત છે. તેમણે વિજ્ઞાન આધારિત ઉદાહરણો અને પોતાના ખેતીના અનુભવોના આધારે કુદરતી ખેતીની પદ્ધતિ સમજાવી.
તેમણે કહ્યું કે ખેતરમાં રાસાયણિક તત્વોનો ઉપયોગ જમીનની ફળદ્રુપતાને નષ્ટ કરે છે. સજીવ ખેતીની ઉત્પાદકતા ધીમે ધીમે વધે છે. તેમજ જરૂરી ખાતર માટે મોટી માત્રામાં ગાયના છાણની જરૂર પડે છે, જેના માટે એકર દીઠ ઘણાં પશુઓની જરૂર પડે છે અને વધુ મજૂરીની જરૂર પડે છે.
સરકારનું લક્ષ્ય 2026 સુધીમાં 5 થી 6 લાખ હેક્ટર વિસ્તારને પ્રાકૃતિક ખેતી હેઠળ લાવવાનું છે. આ હેઠળ, નાણાકીય સહાયની રકમ 12,200 રૂપિયાથી વધારીને 32,500 રૂપિયા પ્રતિ હેક્ટર કરી શકાય છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પ્રાકૃતિક ખેતી (Natural Farming) કરતા ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને આપવામાં આવતી આર્થિક સહાયની રકમમાં બમણાથી વધુ વધારો કરવાની વાત છે. કૃષિ મંત્રાલયે પ્રાકૃતિક ખેતી પર 2,500 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે અને ટૂંક સમયમાં તેને મંજૂરી માટે કેબિનેટને મોકલવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને (Farmers) પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે સહાયની રકમમાં વધારો કરી રહી છે. સરકારનું લક્ષ્ય 2026 સુધીમાં 5 થી 6 લાખ હેક્ટર વિસ્તારને પ્રાકૃતિક ખેતી હેઠળ લાવવાનું છે.
આ હેઠળ, નાણાકીય સહાયની રકમ 12,200 રૂપિયાથી વધારીને 32,500 રૂપિયા પ્રતિ હેક્ટર કરી શકાય છે. અહેવાલ મુજબ, અત્યાર સુધીના આંકડા દર્શાવે છે કે દેશમાં પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર 4.09 લાખ હેક્ટર સુધી પહોંચી ગયો છે. આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કેરળ સહિત 8 રાજ્યોના ખેડૂતોને પહેલેથી જ ચાલુ નાણાકીય સહાય યોજનાઓ દ્વારા 49.81 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.દેશના 290 જિલ્લાઓમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા કુલ ખાતરમાંથી 85 ટકા ખાતરનો વપરાશ થાય છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આ જિલ્લાઓમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરશે નહીં, કારણ કે ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. શરૂઆતમાં, તેને આદિવાસી અને એવા વિસ્તારોમાં પ્રમોટ કરવામાં આવશે જ્યાં પહેલેથી જ કુદરતી ખેતી થઈ રહી છે. કૃષિ મંત્રાલય દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે, જે જણાવશે કે પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોના ઉત્પાદનનું ધોરણ શું હોવું જોઈએ.
બ્રાન્ડિંગ પણ કરવામાં આવશે
સરકારની યોજના માત્ર કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાની નથી, પરંતુ આ ઉત્પાદનોના બ્રાન્ડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. એક નિષ્ણાતે જણાવ્યું કે આ એક નવો કોન્સેપ્ટ છે. પ્રાકૃતિક ખેતીની સફળતા માટે તેને ઓર્ગેનિકથી ઉપર બ્રાન્ડેડ કરવી પડશે. કુદરતી ખેતી ઉત્પાદનોની નિકાસ માટે અલગ બોર્ડની રચના જરૂરી રહેશે. સરકાર બોર્ડ બનાવે તો નિકાસ સરળ બનશે અને ખેડૂતોને ફાયદો થશે.
ખેડૂત એવી કૃષિ વ્યવસ્થા આપનાવે છે કે તેને બજારમાંથી ખરીદ કરેલ રાસાયણિક ખાતરો, કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી ખેતી પદ્ધતિ. જે સંપૂર્ણ શુધ્ધ ને રસાયણ રહિત છે. અને ખર્ચ વગર કરવામાં આવતી ઋષિઓએ આપેલી પરંપરાગત ખેતી છે.
પ્રાકૃતિક ખેતી : આપણી ભારતીય પરંપરામાં વૈદિકકાળથી ઋષિઓએ ખોરાક માટેની ઉત્કૃષ્ટ કૃષિ વ્યવસ્થા સમાજને આપી છે. ઋષિએ માત્ર માનવજાત જ નહીં, પરંતુ પ્રકૃતિના ખોળે રહેતા આપણા સ્વજન જેવા પાલતુ પ્રાણીઓ ગાય , બળદ અને અન્ય પશુ પક્ષીઓના જીવન નિર્વાહ અને પ્રકૃતિના રક્ષણ માટે વિશ્વને પ્રેરણા આપી છે. ઋષિઓએ અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરી પ્રાકૃતિક ખેતી વ્યવસ્થા દ્વારા ખોરાક અને ઔષધોનો અખૂટ ખજાનો વિશ્વની સામે રાખ્યો છે. ખોરાક અને જીવન પદ્ધતિ માટે હજારો વર્ષોથી ભારતે વિશ્વને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે.પ્રકૃતિના આપણા ઉપરના અનેક ઉપકારો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રેરણા ઋષિઓ એ આપણને સમજાવી છે. સુક્ષ્મ જીવો થી લઈ મહાકાય પ્રાણીઓ નું પોષણ કરનાર આ જમીન છે. એટલે જ ધરતીને માતા કહી છે . અખાત્રીજના દિવસે ખેડૂત ધરતીમાતાનું પૂજન કરે છે તેમજ તેની ખેતી માં સાથ આપનાર પોતાના પરિવાર સમાન બળદનું પણ પૂજન કરે છે ખેતી અને પરિવાર માટે ખૂબ જ મહત્વનું સ્થાન ગાયનું છે. એટલેજ ગાયને પણ માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. “પ્રાકૃતિક ખેતી ” માં ગાયનું ખુબ મહત્વ છે. તેથી જ ગાયને કામધેનુ કહી છે. આજના આ સ્પર્ધાના યુગમાં વધુ ઉત્પાદન મેળવી વધુ આર્થિક લાભ મેળવવામાં કૃષિ ક્ષેત્ર પણ બાકાત નથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ નો બેફામ ઉપયોગ આપણી જમીન ને ખૂબ મોટું નુકસાન કરી રહ્યો છે. આવું જ ચાલતું રહેશે તો આવનાર પેઢી માટે ફળદ્રુપ અને ઉપજાઉ જમીનને આપણે ખોઈ બેસીશું .પરંતુ પાકૃતિક કૃષિ જમીન ને ફળદ્રુપ અને સ્વસ્થ રાખવામાં ખૂબ મહત્વનું પરિબળ બની રહ્યું છે. આપણે ત્યાં જૂના કાળથી આરોગ્યપ્રદ અને શુધ્ધ ખોરાકનો મહિમા કહેવામાં આવ્યો છે. આપણે ત્યાં કહેવત છે કે જેવું અન્ન તેવું મન ,અન્ન એવો ઓડકાર અને અન્ન એજ ઔષધ.એટલેકે શુદ્ધ અને પ્રાકૃતિક ખોરાક એજ જીવનને સ્વસ્થ રાખવા પુરતું છે . પ્રાકૃતિક ખેતી આવા શુધ્ધ અને આરોગ્યપ્રદ ખોરાકનું ઉત્પાદક છે . હવે લોકોનું ધ્યાન ઓર્ગેનિક ખોરાક પર ગયું છે. પરિણામે પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન મળી રહ્યું છે .
પ્રાકૃતિક ખેતી માં માત્ર ફાયદાઓજ છે . પ્રાકૃતિક ખેતીને ઓર્ગેનિક ખેતી પણ કહેવામાં આવેછે . ઓર્ગેનિક ખેતી ના અનેક અનેક ફાયદા છે. જેમાં તાત્કાલીક અને લાંબા ગાળાના ફાયદા છે .
પ્રાકૃતિક ખેતી ના ઉત્પાદન માં રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ(પેસ્ટીસાઇડ)નો ઉપયોગ થતો નથી .પરિણામે ઉત્પાદન થતા મસાલા પાકો ,અનાજ ,ફળ અને શાકભાજી કુદરતી પોષક તત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્ય પ્રદ હોય છે ,જેનાથી ઉત્તમ આરોગ્ય અને લાંબુ આયુષ પ્રાપ્ત થાય છે.
પ્રાકૃતિક ખેતી માં વૃક્ષોનું મહત્વ હોઈ વાતાવરણ પ્રદૂષણ મુક્ત અને ઓછા વરસાદ ની સ્થિતિ સર્જાતી નથી.
પ્રાકૃતિક ખેતી માં ગાયનું ગૌ મૂત્ર ,છાણ ,વનસ્પતિનાં પાંદડાં અને કુદરતી છાણીયા ખાતરનો ઉપયોગ થતો હોઈ જમીનમાં દેશી અળશિયાંની સંખ્યા વધે છે . અળશિયાં જમીનને ફળદ્રુપ અને પોચી બનાવનાર ખેડૂતના સાચા મિત્ર છે. જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરીયા જમીનને તંદુરસ્ત રાખે છે . એટલેજ માટી બચાવો અભિયાન માં માત્ર “ઓર્ગેનિક ખેતીજ ” કારગત નીવડી શકશે.
પ્રાકૃતિક ખેતી માં પિયત પધ્ધતિ પ્રમાણસર અને પધ્ધતિસર છે છોડને પાણી કરતાં ભેજ વધુ જરૂરી હોઈ મલ્ચીંગ પધ્ધતિથી ઓછા પાણી થી પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે .
પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ થતો નથી. ઝીરો બજેટ ખેતી હોઈ ખેડૂતને આર્થીક ફાયદો થાય છે .
પ્રાકૃતિક ખેતી ગાય આધારીત ખેતી હોઈ ખેડૂત પરિવાર દેશી ગાય પાળવી જરૂરી છે . ગાયના દૂધમાં અનેક પ્રાકૃતિક તત્વોથી ભરપૂર હોઈ પરિવારને ઉત્તમ દૂધ ,દહી ,માખણ અને ઘી મળી રહે છે . ખેતી માટે ગાયનું છાણ અને ગૌ મૂત્ર જ વધુ જરૂરી હોય છે અલબત ક્યારેક છાસ અને દૂધ પણ જરૂરી બને છે. ગાય પાળી ખેતી કરતા ખેડૂતો માટે ગુજરાત સરકાર ગાયના નિભાવમાટે માસિક રૂ.900 જેટલી સહાય પણ આપે છે .પરિણામે ખેડૂતને ગાય પાળવાનો ખર્ચ થતો નથી .
ખેડૂતે ઉત્પાદન કરેલ ખેત ઉત્પાદન વેચવાની વ્યવસ્થા અને બજારભાવ કરતાં પણ સારા ભાવ મળી શકે છે ,જેનાથી ખેડૂતને આર્થીક ફાયદો થાય છે.જમીન ફળદ્રુપ બનતાં ઉત્પાદન વધતું જાય છે .ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂત પર્યાવરણ ,જમીન સ્વાસ્થ્ય ,અને ગૌ પાલન માટે કાર્ય કરતો હોઈ રાષ્ટ્ર અને અધ્યાત્મ માટે કરેલા કામનો આનંદ અને સંતોષ મેળવે છે.
ભારતમાં પ્રાકૃતિક ખેતી નો પ્રચાર પ્રસાર કરી પુનઃ ઋષિમાન્ય પ્રાકૃતિક ખેતીની સ્થાપના થાય . બીન ખર્ચાળ અને આરોગ્ય પ્રદ ઉત્પાદનો સાથે પર્યાવરણ અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવાના પ્રયત્નો કરનાર આધુનિક કૃષિરૂષિ પદ્મશ્રી સુભાષ પાલેકરજી જેઓ કૃષિ વિજ્ઞાની છે . તેમણે કરેલા પ્રયતનોને આભારી છે . ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી,ગુજરાતના રાજ્યપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજી ,જગ્ગી વાસુદેવજી અને અનેક મહાનુભાવો એ યોગદાન આપ્યું છે . ગુજરાત વિધાપીઠ દ્વારા પ્રાકૃતિક ખેતી માં phd ની ડીગ્રી હવે દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જીવામૃત બનાવવાની રીત:
(1) દેશી ગાયનું છાણ 10 કિલો(2) દેશી ગાયનું ગૌમૂત્ર દેશી ૮થી ૧૦ લીટર (3) ગોળ દોઢ થી બે કિલો(4) ચણા(કઠોળ)નો લોટ બે કિલોગ્રામ
(5) પાણી ૧૮૦ લીટર(6) ઝાડ નીચેની ચોખી માટી 500 ગ્રામ..આવસ્તુઓ ને પ્લાસ્ટિકના એક ડ્રમ અથવા ટાંકીમાં નાખીને લાકડીથી બરાબર હલાવી મિક્સ કરવું .દરરોજ બે ટાઈમ ઘડિયાળના કાંટાની દિશામાં બે બે મિનિટ હલાવવું અને છાંયડામાં કોથળા થી ઢાંકીને રાખવું. અઠવાડિયા જેટલા સમયમાં જીવામૃત તૈયાર થશે. એના સડવાથી એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, જેવા હાનિકારક વાયુનું નિર્માણ થાય છે. તેથી તીવ્ર વાસ આવવાની શરૂઆત પણ થશે તેનો રંગ પણ બદલાશે .હલાવતી વખતે એની વાસ શ્વાસમાં ના જાય એનું ધ્યાન રાખવું .જીવામૃત બન્યા પછી સાત દિવસમાં એનો ઉપયોગ કરવો. શિયાળાના ઠંડા વાતાવરણમાં તેનો પંદર દિવસ સુધી ઉપયોગ કરી શકાય. આ જીવામૃત પિયત સાથે ખેતરમાં આપી શકાય છે. તેનાથી જમીનના ભૌતિક, રાસાયણિક, અને જૈવિક ગુણધર્મોમાં સુધારો થાય છે. ખેતીમાં ચમત્કારી સુધારો થશે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ઘન જીવા મૃતનું ખૂબ મહત્વ છે .
જીવામૃત વાપરવાની રીત :ફળઝાડ માં બે થી પાંચ લીટર મહિનામાં એક બે વાર આપી શકાય. જીવામૃત ફળ ની આજુબાજુ ગોળાકારે આપવાનું છે. અને જીવામૃત આપતી વખતે જમીનનો ભેજ હોવો જરૂરી છે. ખેતીના પાકો ઉપર છંટકાવ પણ થઈ શકે છે. ઉભા પાકમાં ૨૧ દિવસના ગાળે ચારથી પાંચ વખત છંટકાવ કરી શકાય.

બીજામૃત બનાવવાની રીત આવી છે :
વાવણી કરતા પહેલા બિયારણની માવજત કરવા માટે બીજામૃત નો પટ આપવો ખૂબ જરૂરી છે. બીજામૃત બનાવવા માટે દેશી ગાયનું છાણ પાંચ કિલો, ગૌમુત્ર 5 લીટર, કળીચૂનો 250 ગ્રામ પાણી 20 લીટર, અને મુઠ્ઠીભર ખેતરની સારી માટી અને થોડો ચૂનો . આ બધા પદાર્થો ને પાણીમાં ભેળવીને 24 કલાક સુધી રાખો દિવસમાં બે વાર લાકડીથી હલાવી મિશ્રણ કરો .વાવણી પહેલાં બીજની ઉપર બીજામૃત નો છંટકાવ કરીને બીજ ને છાંયડામાં સૂકવી દો . હવે આ બીજ વાવણી માટે તૈયાર છે.
ઘન જીવામૃત બનાવવાની રીત આ મુજબ છે :
(1)100 કિલો દેશી ગાયનું છાણ(2) 1 કિલો ગોળ(3) બે કિલો કઠોળ નો લોટ(4)થોડું ગૌમુત્ર..આ બધા પદાર્થો ને સારી રીતે મેળવી ગૂંદી લેવાના છે જેથી શીરો કે લાડુ જેટલું ઘટ્ટ બને પછી કોથળા થી ઢાંકીને રાખવાનું છે. ત્યારબાદ થોડું પાણી છાંટી બરાબર મસળી લાડવા બનાવો . આ થયું ઘન જીવામૃત . હવે આ ઘન જીવામૃત ના લાડવા ને કપાસ, મરચી, ટામેટા, ભીંડા વગેરેના બિયારણ સાથે જમીન ઉપર રાખવાનું છે. ટપક પદ્ધતિ સિંચાઈ કરવામાં આવતી હોય તો આ લાડવા પર સુકુ ઘાસ રાખીને ઉપરથી થી પાણી આપવું. અથવા આ ઘન જીવા મૃતને હળવા તડકામાં ફેલાવીને સુકવી દેવાનું છે. પછી તેને લાકડીથી કૂટીને બારીક બનાવી કોઠાળા ભરી સંગ્રહ કરી શકાય. આ ધન જીવામૃત 6 માસ સુધી જમીનમાં પણ આપી શકાય છે. તેને છાણીયા ખાતર સાથે મેળવીને પણ આપી શકાય છે. જે ખુબજ સારું પરિણામ આપશે.
પ્રાકૃતિક ખેતી એક સંપૂર્ણ કુદરતી ખેતી પધ્ધતિ છે . પ્રાકૃતિક ખેતી એ ઉપર જણાવેલ ખેતીનો પ્રકારમાં સમાવેશ થતો નથી પરંતુ સંપૂર્ણ અલગ ખેતી છે .જેને ગાય આધારિત ખેતી પણ કહેવામાં આવે છે . ઘણા લોકો પ્રાકૃતિક ખેતીને ઓર્ગેનિક ખેતી તરીકે ઓળખાવે છે પરતું તે સાચું નથી પ્રાકૃતિક ખેતીએ ઓર્ગેનિક ખેતી પણ નથી ,અને સજીવ ખેતી પણ નથી.

આમ,પ્રાકૃતિક ખેતીએ સંપૂર્ણ કુદરતી અને ગાય આધારિત ખેતી છે . પ્રાકૃતિક ખેતી એ સંપૂર્ણ શુધ્ધ ખેતી પધ્ધતિ છે . તેમાં કોઈ પણ પ્રકારનાં રાસાયણિક ખાતરો કે કોઈ પણ પ્રકારની રસાયણ યુક્ત પાક સંરક્ષક દવાઓ વાપરવામાં આવતી નથી.
તો ચાલો,પ્રાકૃતિક તરફ વળીએ અને એ માટે સહુને જાગૃત કરીએ.