આજે મિત્ર મારા જીવનમાં પહેલીવાર કોઈ આવી વાત સાંભળી છે તે હું તમને એક સત્ય બનેલી ઘટના વિશે જણાવું.
આ મકાનના હું તમને સારો એવો ભાવ આપીશ અને સામે ગામની બહાર તમને પ્લોટ પણ આપીશ.
જનકભાઈની વાત સાંભળી ગોવિંદભાઈ બોલ્યા “ ના ભાઈ ના મારે હવે આ મકાન વેચવાનું નથી કોઈ પણ સંજોગોમાં ભલે તમે ગમે તેવી સારી ઓફર આપશો તો પણ.
જનકભાઈ બોલ્યા “અરે ગોવિંદભાઈ ક્યાં સુધી તમે આ મકાનને સાચવીને રાખશો, મારી વાત માની જાઓ આવી ઓફર તમને કોઈ નહીં આપે.
તમારી વાત સાચી છે જનકભાઈ પણ મારે આ મકાન નથી વેચવું.
ગોવિંદભાઈ ની વાત સાંભળી જનકભાઈ ત્યાંથી ચાલ્યા ગયા.
આમને આમ ક્યાં સુધી હેરાન થઈશું ? દિવસે ને દિવસે હાલત બગડતી જાય છે, કઈ આશામાં તમે જીવો છો..? જરા છોકરાઓ સામું તો જુઓ. નિસાસો નાખતા નાખતા કંચનબેન બોલ્યા.
તારી વાત સાચી છે પરંતુ તને તો ખબર છે ને કે હું શું કામ આપણું આ ઘર અને જમીનો વેચતો નથી. મને આજે પણ આશા છે કે ક્યાંક ને ક્યાંક એ વાત સાચી પડશે. ગોવિંદભાઈ આટલું બોલીને ઊંડી આશા સાથે ખભે પાવડો નાખી ખેતરે જવા માટે નીકળી પડ્યા.
કંચનબેન પણ ઘરના કામમાં લાગી પડ્યા.
નાનુ એવડું ગામ 1500 માણસની વસ્તી એમાંય ગોવિંદ પટેલ નામનો એક ખેડૂત રહેતો હતો ગોવિંદભાઈ અને તેમના પત્ની કંચનબેન અને બે બાળકો આમ તો સામાન્ય પરિવાર હતો. પરંતુ વર્ષો પહેલાંની આ વાત છે ગોવિંદ પટેલના પિતાજી સવજી પટેલ અને તેમના પિતાજી ગોવરધન પટેલ.
વર્ષો પહેલા ની આ વાત છે જ્યારે સવજી પટેલ ની ઉંમર ચારેક વર્ષની હશે. તેમના પિતાજી એક ખેડૂત હતા. એક દિવસ બન્યું એવું કે રાત્રે વાળુ પતાવીને બેઠા હતા, ત્યાં ચોમાસાની ઋતુ હતી વરસાદનો માહોલ જામ્યો હતો. કાળા ડિબાંગ વાદળો માથે ચડ્યા હતા અને ધીમે ધીમે વાતાવરણ ઘનઘોર બનતું લાગતું હતું. ગોરધન પટેલને યાદ આવ્યું કે બળદ ને તો વાડીએ બાંધેલા છે જો વરસાદ આવશે તો શું થશે એમનું...?
એટલે મોડું કર્યા વગર ગોરધન પટેલ ખેતરે જવા માટે નીકળ્યા, સવજી પટેલ એટલે કે ગોવિંદભાઈના પિતા સવજીભાઈ તેમને સવજી કહીને બોલાવતા.
સવજીએ જીદ પકડી બાપુજી મને તમારી સાથે ખેતરે લેતા જાઓ ગોરધનભાઈએ ના પાડી પરંતુ સવજી માન્યો નહીં એટલે થયું ભલે જોડે આવે
બંને બાપ દીકરો ઉતાવળે નીકળ્યા થોડીક વારમાં ગામથી થોડે દૂર આવેલું તેમનું ખેતર ત્યાં પહોંચી ગયા, લીમડાની નીચે નાની એવી ઓરડી હતી જેની બાજુમાં એક કૂવો હતો અને નજીકમાં જ પાણીની કુંડી હતી. જ્યાં બળદો બાંધ્યા હતા એટલે બાપુજીએ સવજી ને કહ્યું કે તું ગાડા જોડે બેસ હું બળદને છોડીને ગાડા જોડું છું.
સવજી એ કહ્યું હા ભલે બાપુજી.
સવજી ગાડામાં બેઠો હતો ત્યારે અચાનક બન્યું એવું કે કોઈને વિશ્વાસ ના આવે.
કૂવામાંથી એક ૨૦ ફૂટ લાંબો અને એક હાથ જેવો પહોળો કાળો ડિબાંગ નાગ ધીમે ધીમે કૂવાની બહાર આવી રહ્યો હતો, કૂવાની બહાર આવીને તે ધીમે ધીમે જે ગાડામાં સવજી બેઠો હતો એ ગાડામાં ચડી રહ્યો હતો. આ બાજુ બળદને છોડીને ગોવર્ધનભાઈ આવી રહ્યા હતા તેમની નજર આ હોશ ઊડાવી દે એવા દ્રશ્યો ઉપર પડી, મોઢાંમાંથી એક ચિસ નિકળી ગઈ..”સવજી............”
આગળની વાત તમને આવતા ભાગમાં જાણવા મળશે માટે મારો આવતો અંક એટલે કે ભાગ બે જરૂરથી વાંચજો હું બને તેટલું જલદી જ બીજો ભાગ રજૂ કરીશ.
આવજો......મળીએ આવતા ભાગ માં