જિંદગીનું ભણતર Priya Talati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગીનું ભણતર

આજનું ભણતર સ્કૂલ અને કૉલેજ માં માત્ર પુસ્તકીય પરીક્ષા માટે આપવામાં આવે છે એવામાં ધણી જગ્યાએ સર અને ટીચર ભણતરની સાથે સાથે જિંદગીનું ભણતર પણ શીખવાડે છે.

એક ગામમાં ખુબસુરત એક સરકારી શાળા હતી. ત્યાં એક મેહતાદાદા કરીને એક સર હતા. તેમનો મુખ્ય વિષય ગુજરાતી હતો. તેમની ઉંમર અને સ્વભાવ જ તેમનો અનુભવ બતાવતા હતા. મેહતાદાદા સાથે છોકરાઓનો એક નજીકનો રિશ્તો હતો.

મેહતાદાદા દરરોજ છોકરાઓને ભણવાની પરીક્ષાની સાથે સાથે જિંદગીની પરીક્ષા વિશે પણ વાત કરતા હતા અને છોકરાઓને પણ તેમની વાતો બહુ ગમતી હતી. મેહતાદાદા ના કેહવા મુજબ દરેક જગ્યાએ પુસ્કીય જ્ઞાન કામ નથી આવતું. જ્યારે આ સ્કૂલમાંથી બહાર આ દુનિયામાં નીકળશો ત્યારે તમે હોશિયાર હશો છતાં પણ હારનો તમારે સામનો કરવો પડશે.

દુનિયા એક રંગમંચ છે અહીંયા બહાર કંઈક અલગ અને અંદર કંઈક અલગ ચેહરા દેખાશે. મેહતાદાદા સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ જિંદગી ના નિયમની વાત કરતા હતા પણ હવે બધા ને એ વાત પસંદ આવે એ જરૂરી તો નથી.

તેમના ક્લાસમાં એક વિજય નામનો છોકરો હતો. તેને આ બધી વાત ગમતી ના હતી. વિજય ખુબ જ હોશિયાર છોકરો હતો. તેના કેહવા મુજબ ભણવામાં જો આગળ હોઈએ તો નોકરી મળી જ જાય. આ બધી ખાલી કેહવાની વાતો છે. તે ધણી વાર મેહતાદાદા ને આ વાત કઈ વિચાર્યા વિના પણ કહી દેતો છતાં મેહતાદાદા એમની વાતમાં ધ્યાન ના આપતા અને એટલી જ સલાહ આપતા કે " કોઈ પણ કામ નાનું કે મોટુ નથી હોતું. માણસે કોઈ પણ જાત નો અભિમાન ના રાખવો જોઈએ કેમકે કુવાનો દેડકો પણ પોતાને હોશિયાર માનતો હતો. અને જો ક્યારેય આ વાત સમજાય તો હાર નહિ માનવાની ફરી મેહનત કરવાની. એક કરોળિયો પણ કેટલી વાર તેમનું ઘર બનાવે છે ત્યારે એ ખુબસુરત બને છે. "

મેહતાદાદા બધાને પોતાના આવવાવાળી સોનરી જિંદગીની શુભેચ્છા આપે છે. ધીમે ધીમે કરતા સમય વીતી જાય છે અને પરીક્ષા આવી જાય છે. બધા ખુબ મેહનત કરે છે અને પરીક્ષા આપે છે. સ્કૂલ પછી બધા હવે કૉલેજમાં આવવાના હતા. અમદાવાદની આઈ. આઈ. એમ કૉલેજમાં ભણવાનું કોનું સ્વપન નથી હોતું. વિજયને પણ ત્યાં એ કૉલેજમાં ભણવા જવાનુ સ્વપન હતું. તેને વિશ્વાસ હતો કે તેને પાક્કું એ કૉલેજમાં પ્રવેશ મળી જશે.

પરીક્ષા પુરી થયાં ને મહિનો પૂરો થવા આવ્યો. પરિણામ આવવાની તૈયારી જ હતી. જે દિવસે પરિણામ આવવાનું હતું એ દિવસે સૌ કોઈ સ્કૂલમાં ભેગા થયાં. વિજય જયારે સ્કૂલ જાય છે અને જુએ છે તો આ વખતે ગણિત ના પેપરમાં તેને બહુ ઓછા માર્ક્સ આવ્યા છે. વિજય ગણિતના પેપરનું ફરી તપાસ કરાવવાનું કહે છે. ફરી પેપર આવતા ખુબ જ વાર લાગે છે. આઈ આઈ એમ માં પ્રવેશ પરીક્ષા શરુ થઈ ગઈ હોય છે.ગણિતના પેપરનું પાછુ પરિણામ આવી ગયું. આ વખતે વિજયને બરાબર માર્ક્સ આવ્યા, પણ ગણિતના પેપરની ચિંતામાં તેને આઈ આઈ એમ ની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી જ ના હતી.

વિજય આઈ આઈ એમ માં પ્રવેશ પરીક્ષા આપવા જાય છે. તેને કઈ આવડતુ ના હતું તે પેપર અને મૌખિક ઇન્ટરવ્યૂ આપીને આવી ગયો પણ સરના મૌખિક પ્રશ્નોનો એક પણ જવાબ આપી ના શક્યો. તેના મનમાં બહુ અભિમાન હતું પણ તેને જયારે ભણવાના પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા એ પણ ના આવડ્યા.

જયારે વિજય ઘરે આવ્યો ત્યારે તેને લાગ્યું આ મારી સાથે ખોટું થયું એટલે હું આઈ આઈ એમ ની પરીક્ષા સરખી ના આપી શક્યો. આઈ આઈ એમ નું પરિણામ આવ્યું એમાં વિજયનું નામ ના હતું. વિજયને આ વાત થી બહુ દુઃખ થયું. તેના મને આ પેહલી આવી ઘટના હતી. તેના અંદર રહેલ અભિમાન જાણે તૂટી પડ્યું.

થોડા દિવસ પછી તેને સ્કૂલમાં બોલાવીને કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેને ખુબ જ દુઃખ થયું. ઘણા સર અને ટીચર એ તેને પુસ્તકીય જ્ઞાન કહ્યું કે તું માત્ર પુસ્તક વાંચતો હતો પણ ફક્ત પરીક્ષા માં નંબર લાવવા માટે એટલે તને ત્યાં પ્રવેશ ના મળ્યો. તેને ખુબ દુઃખ થયું કે જે શિક્ષકો તેમના વખાણ કરવાથી થાકતા ના હતા એ આજે આવું બોલે છે.

મેહતાદાદા વિજયને રડતો જોઈને તેની પાસે બેસે છે અને કહે છે કે "મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે આંઠનો ઘડિયો મેં બોર્ડ ઉપર લખ્યો હતો પણ એક ભૂલ કરી હતી હતી અઠા અઠા સદસઠ લખ્યા હતા પણ ક્લાસમાં રહેલ બધા વિધાર્થીઓને એ ભૂલ દેખાણી પણ એ આખો ઘડિયો સાચો હતો એ ના દેખાણો. "

જિંદગીનું પણ એવું જ કંઈક છે તમે કેટલી મેહનત કરો છો એ લોકો નહિ જોવે પણ તમે ભૂલ ક્યાં કરો છો એ પેહલા જોશે. કુછ તો લોક કહેંગે લોકો કા કામ હૈ કેહના. આવી રીતે હાર ક્યારેય નહિ માનવાની અને કોઈ આપણા વખાણ કરે તો ક્યારેય અભિમાનમાં નહિ આવવાનું. તમારી સાદગી જ તમારો સાચો પરિચય આપે છે.

મેહતાદાદાના આ શબ્દો એ વિજયની ઝીંદગી બદલી નાખી. મેહતાદાદાના આ શબ્દો માત્ર વિજય માટે જ નહિ પણ આપણા બધા માટે જરૂરી છે. દુઃખ પછી સુખ તો હરરોજ ની કહાની છે. હંમેશા હસતું રહેવાનું કેમ કે લોકોને આપડા રોવા થી કોઈ ફરક નથી પડતો.

પ્રિયા તલાટી