Fera books and stories free download online pdf in Gujarati

ફેરા


હું સવારે વહેલા જાગી ખેતરે ફરવા નીકળ્યો. શિયાળો જામ્યો ન હતો જેથી ઠંડી હજુ ગુલાબી હતી અને મારા ગામને જાણે કુદરતી બક્ષિશ હતી ચારે બાજુ હરિયાળા ડુંગરો અને આ વખતે તો વરસાદ પણ સારો થયો હતો તો વનરાજી પણ એની ચરમસીમા પર હતી. ડુંગરોમાંથી મોર અને પક્ષીઓને પણ જાણે સવાર સવારમાં પરોઢિયા ગાવા બેઠા હોય એવા વાતાવરણનું સર્જન થયું હતું. ખેતરમાં વાવેલા ઘઉં પણ જાણે મારી જેમજ આ પળની મજા લેતા હોય એવું લાગી રહ્યું હતુ. હું સોમ થી શુક્ર નોકરીની ભાગ દોડ મુકીને શની અને રવીવારે ગામમાં આવીને આ આનંદ માનવાનો મજા જ કઈ અલગ છે જાણે એ કૃત્રિમ દુનિયા મુકીને વાસ્તવિક દુનિયામાં પ્રવેશ કર્યો હોય એવું લાગે. હું ખેતરે ફરીને અંદાજે દસ એક વાગ્યે મિત્રો જોડે બેસવા ગામના પાદરે પહોચ્યો અને ત્યાંથી મને આખા અઠવાડિયાની ગામની વાતો મળતી. અમારા ગામમાં પાદરે જ મુકેશભાઈની પાનની દુકાન છે હું એમની જોડે જઈને બેઠો અને અમે વાતો કરતા જ હતા ત્યાં ગામનો વાળંદ આવીને મુકેશભાઈને બપોરના જમવાનું આમંત્રણ આપી ગ્યો. મે એમને પૂછ્યું કે આપણે અત્યારે કોઈ લગન કે પ્રસંગ નથી તો શેનું આમંત્રણ આવ્યું તમારે? મુકેશભાઈને સવાર સવારમાં થોડી વધારે ઘરાકી રહે છે છતાં એ દુકાન વધાવવાની ઉતાવાર કરતા હતા એટલે મને લાગ્યું કે કોઈ નજીકનું થતું હશે એટલે એમને ત્યાં જવાનું હશે. મને મુકેશભાઈએ કહ્યું કે મામેરું આવ્યું છે હું બપોરે આવું પછી મળીયે અને નિરાંતે વાત કરીયે. હું મનમાંને મનમાં વિચારવા લાગ્યો કે નથી કોઈ લગ્ન કે કઈ તો મામેરું ક્યાંથી પછી વિચાર્યું જમીને આવીને વાત કરશું એમ માની ઘર તરફ નીકળ્યો.
હું બપોરે ઘરે નિરાંતે જમીને બેઠો હતો ત્યાં મુકેશભાઈનો ફોન આવ્યો કે આવો દુકાને બેસીએ જાણે એમને વાત કહેવાની ઉતાવાળ હોય એવું લાગી રહ્યું હતું અને હું પણ જાણે એમની જ વાટ જોતો હોય એમ તરત ઘરેથી નીકળીને ગામના પાદર તરફ નીકળ્યો. મુકેશભાઈ દુકાન ખોલીને બધું સરખું કરતા હતા અને હું પહોચી એમના દુકાનની બહાર પાટલી પર જાણે કોઈ ફિલ્મ શરૂ થવાની હોય અને પ્રેક્ષક વાટ જોઇને બેઠા હોઈ એમ હું ગોઠવાઈ ગ્યો. મુકેશભાઈ પણ આખા ગામની વાતો કરી પણ જેના માટે હું બપોરની અમુલ્ય નીંદ બગાડીને એમની પાસે કેમ આવ્યો હતો એ સમજ્યા નઈ એટલે મારે જ એમને આડકતરી રીતે પૂછવું પડ્યું કે જમવામાં શું હતું? એટલે એમને તરત કહ્યું કે બસ લાડવા જમીને આવ્યા પછી એમને વાત શરૂ કરી કે એ સ્વ. રામજીભાઈને ત્યાં મામેરું આવેલું હતુ તો ત્યાં ગયા હતા. મે પૂછ્યું કે કયા રામજીભાઈ અને લગ્ન તો હતા નઈ તો મામેરું એકલું કેમ?
મુકેશભાઈ શાંતિથી એમની ખુરશીમાં બેઠા અને વિચારવા લાગ્યા જાણે કઈ જરૂરી વાત કરવાની હોય. એમને કહ્યું કે સ્વ. રામજીભાઈને કોઈ સંતાન નથી બસ ઘરે એમના પત્ની રૂખીબેન એકલા જ છે. મને સાંભળીને અચરજ થયો કે એમને સંતાન નથી તો કોનું મામેરું આવ્યું અને કેમ? હવે મારી કુતુહલતા આ વાતમાં ખુબ જ વધી ગઈ હતી અને હું એક પળ પણ આ વાત જાણ્યા સિવાય રહેવાનો ન હતો એટલે તરત મે એમને તરત કહ્યું કે મને બધી વાત માંડીને કહો.
મુકેશભાઈએ વાત શરૂ કરી કે રૂખીબેનના લગ્ન એમના બાળપણમાં રામજીકાકા જોડે થયેલા અને એ વખતે રામજીકાકા પણ નાના હતા એ વખતે બાળ લગ્નએ સામાન્ય હતા અને બધા લગ્નો લગભગ આ રીતે જ થતા. રૂખીબેનને એમના પિયરથી સાસરે પગ પણ ન મુક્યો હતો અને રામજીકાકા અઢારેક વરસના હશે અને એક અસાધ્ય રોગ લાગવાથી મૃત્યુ પામ્યા હતા. એ બંને હજુ એકબીજાને ઓળખાતા પણ ન હતા કે કોઈ દિવસ એમની વચ્ચે વાતચીત પણ થઇ હશે કે કેમ એ વખતે લાજ શરમ એ સર્વોપરી હતા. રૂખીબેનને કદાચ એમના મુત્યુનું દુઃખ પણ કેટલું હશે એ સમય જાણે અને એ બીજી જગ્યાએ લગ્ન કરી શક્યા હોત પણ એમને પોતાની જીંદગી એક બાળપણમાં થયેલા લગ્ન અને લીધેલ ફેરા જે એમને સરખી રીતે યાદ પણ નઈ હોઈ એની પાછળ ખર્ચી નાખી અને બીજા લગ્ન ન કારતા એ રામજીકાકાના વિધવા તરીકે આખી જીંદગી કાઢી નાખી અને રામજીકાકાના માં અને બાપાની પણ એમના મુત્યુ સુધી એક દીકરાની જેમ સારસંભાળ રાખી. રૂખીબેનની ઉંમર અંદાજે પંચાવન વરસ હશે જે આજ દિન સુધી ખેતર અને ગાય ભેસોનું કરીને પોતાનું ઘર ચલાવે છે અને ઘરમાં એકલા ખુદ્દારીથી જીવન જીવે છે. રૂખીબેનને એક ભાઈ છે જે એમનાથી નાના છે જે પોતાની બેનના ઘરે એક આનંદનો પ્રસંગ જોવા માંગતા હતા કેમકે રૂખીબેન લગ્ન બાદ આનંદનો કોઈ પ્રસંગ ન હતો બસ એક પછી એક વ્યક્તિ એમનો સાથ છોડીને ચાલ્યા ગયા હતા. આથી નાના ભાઈને મોટી બેનને મામેરા માટે ખુબ મહેનતે તૈયાર કર્યા.
આ વાત સંભાળીને મને બહુ અજૂબતુ લાગ્યું કે શું ખરેખર આવું શક્ય છે જે બહેનને એક પણ સંતાન નથી એ બહેનને ત્યાં નાનો ભાઈ મામેરું લઈને આવ્યો છે. પછીતો શું હું પણ ત્યાં પહોચ્યો અને મારી આંખે એક બહેનની નમી ભરેલી આંખોથી એક ભાઈની ઈચ્છાઓ પૂરી કરવાની પળને સારી રીતે નિભાવીએ જોઈ હું હરખના આંસુથી તરબોળ બન્યો અને ખરેખર એ સમયે મે સાધુ સંતો ને નિસાસા નાખ્યા કે તમે કહો છો કે આ સમાજ અને સંસારમાં કઈ નથી પણ જો આવા પ્રસંગ તમે જોયા હોત તો તમે પણ કઈ શકત કે સંસારમાં આવા પણ લોકો છે જે મીરાં કે નરસિંહ મહેતા કરતા જરા પણ ઉતરતા નથી.

લી. તુષાર એ. દેસાઈ

બીજા રસપ્રદ વિકલ્પો