શ્રી કૃષ્ણ ભગવાન એ અખિલ બ્રહ્માંડના નાથ , લીલાધર ભગવાન અને આખા વિશ્વના જગતગુરુ છે. ભગવાન શ્રી કષ્ણએ પૂર્ણ પુરૂષોતમ પણ છે .
ભગવાન વિષ્ણુ એ અખિલ બ્રહ્માંડના પાલનકર્તા અને સંરક્ષક છે એટલે કે જ્યારે - જ્યારે પૃથ્વી પર કોઇ સંકટ કે અધર્મ નો ભાર વધી જાય ત્યારે દુષ્ટો અને પાપનો વિનાશ કરી ધર્મ માટે ભગવાન વિષ્ણુદેવ એ અત્યાર સુધી 9 અવતાર લીધા છે .
જ્યારે કળિયુગનો પાપ નો ઘડો સંપૂર્ણ ભરાઇ જશે ત્યારે ભગવાનવિષ્ણુદેવ એ 10 અવતાર કલ્કિ અવતાર લઈ દુષ્ટોનો વિનાશ કરશે .
શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે.
શ્રી કૃષ્ણ પાસેથી ઘણું - બધું જાણવા જેવું છે .શ્રી કૃષ્ણ અવતાર એ કંસ ના પર્કોપથી મથુરા રાજ્યની પ્રજાના રક્ષણ માટે અને અર્જુન ને શ્રીમદ્ ભગવદ્ ગીતા ( ધમૅ ) નો બોધ આપી કૌરવો જેવા દુષ્ટો ને મારવા માટે એટલે કે ધર્મરક્ષણ માટે લીધો હતો .
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એ શ્રાવણવદ આઠમ ના બુધવાર ના મધરાત્રિના મથુરામાં ના કારાવાસમાં થયો હતો .કંસ એ મથુરા નો રાજા હતો અને દેવકી માતા ના ભાઇ ભગવાન શ્રી કૃષ્ણના મામા હતા . એક સમયની વાત છે કે જ્યારે આકાશમાંથી આકાશવાણી થાય છે કે માતા દેવકી અને વાસુદેવ ના આઠમા પુત્ર એ કંસ નો વધ કરશે અને કંસ ના અત્યાચારથી મથુરાની પ્રજાને મુકત કરાવશે . આ સાાંભળતા જ કંસ એ માતા દેવકી અને વાસુદેવને કારાવાસમા પૂરી દે છે અને જ્યારે - જ્યારે વાસુદેવ અને દેવકી માતાના પુત્ર જન્મે છે ત્યારે કંસ એ પુત્રો ને મારી નાખે છે એમ કરતાં કંસ એ સાત પુત્રોને મારી નાખે છે અને જ્યારે વાસુદેવ અને માતા દેવકી નો આઠમા પુત્રનો જન્મ થવાનો હોય છે ત્યારે કંસએ ખૂબ જ કડક સૈનિકોની ગોઠવણી કરે છે.
તેમાં થાય છે એવું કે ત્રીલોકી નાથ અને લીલાધર ભગવાન પોતાની પ્રથમ લીલા કરે છે કે ત્યારે થાય છે એમ કે વાસુદેવ અને માતા દેવકી ના કારાવાસમાં દેખરેખ રાખનાર સૈનિકોને નીદ્રા આવી જાય છે તેથી વાસુદેવ એ ભગવાન બાલ કૃષ્ણને તેમના મિત્ર નંદરાજાને ત્યાં ગોકુળમાં માથા ઉપર ટોપલુ લઈ તેમાં ભગવાન શ્રી બાલ કૃષ્ણને મૂકી આવે છે.
વાસુદેવ એ ભગવાન શ્રી બાલકૃષ્ણ ને નંદરાજા ની ઘરે મૂકી આવે છે .
નંદરાજા અને યશોદા માતા ની ઘરે કૃષ્ણ ભગવાન નોબાળપણ નો ઉછેર થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ નાનપણમાં જ ઘણી લીલાઓ કરી છે , દુનિયાના બધાજ લોકોનું માનવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જેવું જીવન જીવવાનુ ઈચ્છતા હોય છે પણતેમને તેમના જીવનમાં ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરયો છે તે કોઈ જોઈતું નથી .
ભગવાન શ્રી કૃષ્ણ એ બાળપણમાં પણ ઘણી-બધી લીલાઓ કરી છે .
ભગવાન શ્રી કૃષ્ણ એ અંતે મથુરામાં જઈ કંસ નો વધ કરે છે અને ધર્મનો વિજય કરે છે . આમ ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ એ તેમના માતા દેેવકી અને વાસુદેવ ને કારાવાસમાંથી મુક્ત કરાવે છે.
આમ ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાનું એક ઉદેશ્ય પૂર્ણ કરે છે.
આમ ત્યારબાદ થોડાં સમય બાદ ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારકા જવા માટે નીકળેછે .
તે સમયે ગોકુળમાં થી ભગવાન શ્રી કૃષ્ણ વિદાય લે છે.
તે સમયે ગોકુળમાં તેમના માતા યશોદા અને પિતા નંદબાબા અને તેમની સાથે - સાથે ગોકુળ ની ગોપીઓ, રાધા માતા ,ભગવાન શ્રી કૃષ્ણના મિત્રો અને તેમની સાથે - સાથે ગોકુળના પ્રજાજનો અને ગોકુળ ની ગાયો ની નેત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણથીઅલગ થવાના હતાશા ભર્યા આંસુ હતાં .
આમ બધા જ ખૂબ જ દુખી હતા અને શ્રી કૃષ્ણ પણ દુખી હતા . આમ ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારિકા નગરીમાં જાય છે ત્યાર બાદ તેઓ દ્વારિકા નગરી ના રાજા ત્યાં વસવાટ કરે છે.
એક સમય ની વાત છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ માતા રુક્મિણી, માતા સત્યભામા અને માતા જામવતી સાથે વિવાહ કરે છે. એક સમયની વાત છે કે તેમના પહેલા ના અવતાર ના ભક્ત ભગવાન શ્રી રામ ના ભક્ત જામવત ની પાસે જાય છે અને ત્યારે જામવત એ ભગવાન શ્રી કૃષ્ણ ને ઓળખી શકતા નથી કે તેઓ જ પરમેશ્વર રામ ભગવાન પરમકૃપાળુ નારાયણ છે ત્યારે થાય છે એમ કે ભગવાન શ્રી કૃષ્ણ એ મણી લેવા માટે જામવત પાસે ગયા હોય છે ત્યારે જામવત મણી આપવાની ના પાડી હોય છે તેથી ભગવાન શ્રી કૃષ્ણ અને જામવત વચ્ચે યુદ્ધ થાય છે .
જામવત ને યુદ્ધ માં ભગવાન શ્રી રામ અને ભગવાન લક્ષ્મણ સિવાય યુદ્ધ માં કોઈ એ તેમને પરાજય નો કરી શકે.
એમાં હોય છે એમ કે જામવત ખબર હતી નહીં કે ભગવાન શ્રી કૃષ્ણ એ જે ભગવાન શ્રી રામ છે આમ બંને યુદ્ધ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ જામવતને પરાજીત કરી દે છે .
આમ ત્યારે જામવત ને થાય છે કે મને તો ભગવાન શ્રી રામ અને ભગવાન લક્ષ્મણ ની સિવાય કોઈ પરાજીતકરી શકે ની પણ ભગવાન શ્રી કૃષ્ણ એ મને કેવી રીતે પરાજીતકરી દિધો અને ત્યારે જામવતને યાદ આવે છે કે તેમને ભગવાન શ્રી રામ કીધું હતું કે હું તને વાસુદેવ ના અવતાર માં દર્શન આપીશ.
આમ ત્યારે જામવત ભગવાન શ્રી કૃષ્ણ ને કહે છે કે તમે તો શ્રી કૃષ્ણ છો તો આ કઈ રીતે સંભવ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહે છે કે હું જે વાસુદેવ શ્રી કૃષ્ણ છે ત્યારે જામવત ભગવાન શ્રી કૃષ્ણની માફી માગી તેમના ચરણે પડી જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ તેમને ભગવાન શ્રી રામ ના રૂપ માં દર્શન આપે છે અને ત્યાર બાદ જામવત એ તેમની પુત્રી ને જામવતી ને ભગવાન શ્રી કૃષ્ણ સાથે વિવાહ કરાવે છે .
એક સમય ની વાત છે .
સુદામા તેમના ભગવાન શ્રી કૃષ્ણ ના બાળપણના મિત્ર સુદામા ને ખૂબ જ ગરીબાઈ આવી હોવાને કારણે અને તેમના પ્રિય મિત્ર ને મળવા દ્વારકા જાય છે .
આમ ત્યારે તે ખાલી એક પોટલી ભાત જ લઈ ગયો હોય છે આમ સુદામા એ ભગવાન શ્રી કૃષ્ણ ને મળવા માટે દ્વારકા માટે પોરબંદર થી પગપાળા જાય છે અને ઘણી કસોટી નો સામનો કરી તે દ્વારિકા પોચે છે અને દ્વારિકા ના દ્વારપાળ પાસે જઈ ને કહે છે કે હું ભગવાન શ્રી કૃષ્ણ નો પરમમિત્ર છે મારે તેને મળવું છે ત્યારે સૈનિકો તેમનો મજાક ઉડાડે છે આમ ત્યાર બાદ સુદામા કહે છે કે કૃપા કરી ભગવાન શ્રી કૃષ્ણને મારો સંદેશ કહો ત્યારે દ્વારપાળ એ ભગવાન શ્રી કૃષ્ણ પાસે સુદામા નો સંદેશો લઈ જાય છે ત્યારે થોડો વીલંબ થાય છે ત્યારે સુદામા મનોમંથન કરે છે કે હું એક ગરીબ બ્રાહ્મણ અને ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારિકાધીશ છે તેમને હું મળીશ તો કેવું લાગશે .
આમ વિચારીસુદામા પાછો વળી જાય છે ત્યારે તે સમયે દ્વારપાળ એ ભગવાન શ્રી કષ્ણને સુદામા નો સંદેશ પોહોચાડે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ ખૂબ જ ખુશ થઈ સુદામા ને મળવા માટે ખલ્લા પગે દોડી ને સુદામા પાસે જાય છે, આમ શ્રી કૃષ્ણ અને સુદામા બંને મિત્રો નું મિલન થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના સિહાસન પર સદામાને બેસાડે છે અને અને પાણી વડે તેના ચરણ ધોવે છે અને મિત્ર ની પરિભાષા બધા ને શિખડાવે છે .
આમ ત્યાર બાદ સુદામાને માટે ભગવાન શ્રી કૃષ્ણ એ મહેલ બનાવે છે, આમ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા એ પરમમિત્ર હતા . ત્યારબાદ કૌરવો ના અધર્મ નો નાશ કરવા ભગવાન શ્રી કૃષ્ણ એ પાડવો ની મદદ કરે છે અને શ્રી કૃષ્ણ એ અર્જુન ને ગીતા નો ઉપદેશ આપે છે અને અંતે પાડવો નો વિજય થાય છે.
આમ ભગવાન શ્રી કૃષ્ણ એ યુધિ્ઠિરને રાજા બનાવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ને માતા ગાંધારી પોતાના ના 100 પુત્રો ખોયા હોવાથી માતા ગાંધારી એ ભગવાન શ્રી કૃષ્ણ ને શ્રાપ આપે છે આમ ભગવાન શ્રી કૃષ્ણ ને ધર્મ કર્યો હોવા છતાં પણ શ્રાપ મળે છે આમ અંતે શ્રી કૃષ્ણ એ એક વ્રૃક્ષ પર હોય છે .
ત્યારે માતા ગાંધારીનો શ્રાપ મળ્યો હોવાથી તેમનું એક શિકારી ની હાથે મ્રૃત્યુ થાય છે તે શિકારી એ પૂર્વ જન્મ નો બાલી જે હોય છે.
તેમાં હોય છે એમ કે ભગવાન શ્રી રામ એ બાલી ને માર્યો હોવાથી તેઓ બાલીને કહે છે કે હું આવતા અવતાર માં શ્રી કૃષ્ણ ના અવતાર માં તુ એક શિકારી બની મારું મ્રૃત્યુ કરીશ તેથી .....
આમ ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણપરુષોત્તમ છે તે વિશ્વના ગુરુ છે તેની જીવન માંથી ઘણું - બધું શીખવા જેવું છે .
આમ એક કવિતા કહી હું મારું લખાણ પુરું કરીશ.
"બધાને પોતાનું કામ કરવું જોઈએ હાથે
ભગવાન હંમેશા રહે સાચા ભક્તો સાથે "
.