લગ ભગ આ વાત ને ચાર વર્ષ વિતી ગયા અને જરા એ ખબર નાં પડી, એવું લાગ્યું નહીં કે તું છે જ નઈ, જે દિવસે પ્રેમ ની શરૂવાત થઈ એજ દિવસે એનો અંત થશે એવું વિચાર્યું નોતું મેં, એ પેહલી શરૂવાત આપણાં બંને નાં પ્રેમ થી થઈ હતી અને એનો અંત દુઃખ થી થયો, જયારે આપણી પેહલી વાત આ શાયર ની શાયરી થી થઈ એવું લાગ્યું, તું તારી શાયરી કહી ને મારું મન મોહી ગઈ,અને આ શાયર ના હૈયાની વાત ચોરી ગઈ, અને આજ શાયરી માં તારી હા થઈ ગઈ,
પણ તે કીધું હતું ક્યારે આપણે એક થઈ નઈ શકીએ, પણ હું તને સમજાવ તો રહ્યો થઈ જશે વિશ્વાસ રાખ મારા ઉપર હું મનાવી લઇશ, એમ કરતાં કરતાં દિવસ વીતવા લાગ્યા તારી અને તારી આ પ્રેમ ભરી વાતો મારા દિલ ને શાંતિ આપતી હતી,
મને નતી ખબર કે તું રોજ અંદરો અંદર ટુટતી હતી, મને નતી ખબર કે તારા ઘ
ઘરે લગ્નની વાત ચાલતી હતી, અને તે જયારે મારી વાત કરી તે તારા ધરે ત્યારે તારી મમ્મી એ હા પણ કીધું હતું, પણ જયારે તારી મમ્મી ને ખબર પડી કે હું છું, ત્યારે તારી મમ્મી એ નાં પડી દીધી, ત્યારે આપણે ટુટી પણ ગયા હતા અને વિચાર પણ કરી લીધો હતો,
હવે બસ મરી જવું છે, તારી મમ્મી મને લઈ રોજ ઝઘડા કરતી હતી, અને રોજ કંઈક ને કંઈક વાત માં તું રડતી હતી, અને મને કહતી પણ નહતી અને કેટલા દિવસ એવું પણ થયું હતું કે તું જમી પણ નતી, પછી ધીમે ધીમે એક મહિના જેવું થયું અને તારા ઘરે આ વાત ની ચર્ચા ઓછી થઈ, અને તું મારા માટે એક ભેટ પણ લાવી હતી, સોના નું પેન્ડલ પણ એ તું ક્યારે મોકલાવી નાં શકી, પણ હા તે આપેલો એ શર્ટ અને એ સૂઝ એ મારા જીવન માં તે આપેલી અનમોલ ભેટ હતી , જયારે જયારે એ પેહરું ને ત્યારે ત્યારે તારી યાદ આવે છે,
આપણી વાત જ્યાં અટકી હતી હવે ત્યાં પાછા ફરિયે, અમારો આ પ્રેમ જેમ હતો એમ ચાલતો રહીયો, અને તું રોજ વિડિયો કોલ કરે મને જેમ કે વિડિયો કોલ માં બસ તારી આ આંખો ખોવાઈ જાવ એમ થાય, અને કોલ માં વાત કરતા કરતા એક વખત વાત નીકળી આપનું છોકરું કોણા જેવું થવું જોઈએ, આ વાત માં તું હંમેશા મને એમજ કેહતી કે તારા જેવું નાં થવું જોઈએ, આજ વાત થઈ,
અને પછી અચાનક તારા ધરે એક મહારાજ આવ્યાં એમણે તને કીધું કે તારું લગ્ન એવા ધરે થશે જેમના ઘરે એક છોકરો હસે અને બીજું કોઈ ની હોય, પણ આપણે વિશ્વાસ નાં કર્યો એ દિવસ પણ જતો રહ્યો, અને ધીમે ધીમે નવરાત્રી નો આરંભ થયો, અને તારી મોટી બેન તારા ઘરે આવી તું એમ કહેતી હતી કે તારી બેન ને માતાજી આવે છે, એવું કહેતી હતી તું અને અશો સુદ આઠમ આવી,
એ દિવસે નૈવેદ થાય તારા ધરે ત્યારે તારી બેન ને માતાજી આવે અને તે એમણે પૂછ્યું કે મારા પ્રેમ લગ્ન થશે, ત્યારે તારા ઘર નાં બધા ની નઝર તારા ઉપર આવી ને અટકી ગઈ,
અને ત્યારે માતાજી એ એમ કીધું કે તું એના થી દુર થઈ જા તો તો જે ખુશ રહેશે, નઈ તો આખી જીંદગી એ દુઃખી રહેશે અને ક્યારે ઉપર નઈ આવે, અને એજ વાત નું ટેન્શન થઈ ગયુ અને રાત્રે તારી મમ્મી,પપા,બા,દાદા અને બેન બધા ભેગા થઈ પૂછવા લાગ્યાં, કે તું તો કહેતી હતી કે તારો એના જોડે કોઈ સંબંધ નથી હવે, તે અમારા બધા થી આ વાત છૂપાવી કે તું હજી પણ એના જોડે વાત કરે,
એમને નતી ખબર કે અમારી છોકરી હવે ખોટું પણ બોલતી થઈ ગઈ છે ?, અને ઘરે બહુ બધી વાતો થઈ તારો ફોન પણ લઈ લીધો,
અને બે દિવસ પછી સાંજે ૬:૩૦ મને એક નો નંબર પરથી ફોન આવ્યો,
અને ફોન ઉપાડ્યો અને અંદર થી અવાજ આવ્યો કે તું શું કરે છે, બસ મન શાંત થઈ ગયું અને મેં કીધું હા બોલ ત્યારે તું બોલી કે ઘરે ખબર પડી ગઈ છે, હવે હું તને મેસેજ નાં કરું ત્યાં સુધી તું મને એક પણ મેસેજ નાં કરતો, મગજ કામ કરતું બંધ થઈ ગયું, મે કીધું કે કેમ આવું કહે હું નઈ જીવી શકું તારા વગર, જયારે બધું
શાંત થશે ત્યારે હું તને કોલ અથવા મેસેજ કરે,
બસ એજ મેસેજ ની રાહ જોતા જોતા મારા જીવન નાં બે વર્ષ વિતી ગયા...