School Diaries - Part 1 vansh Prajapati ......vishesh ️ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

School Diaries - Part 1

જૂની યાદો તાજી કરીએ કોલેજ life માંથી સ્કૂલ તરફ ભૂતકાળની યાદો તાજા કરીએ,ચાલો આજે ઘણા દિવસે સ્કૂલ ડાયરી માં મળ્યા ને આજે એક મસ્ત કિસ્સો કવ તમને ? હા તમે એ જાણવા જ્ અહીં આવ્યા છો ચાલો શરૂ કરતે હે 😅વાત્ છે મારા 12 ના ઇંગ્લિશ નું પહેલું લેસન જેનું નામ can you install love હતું,


english ના સર નવા નવા આવ્યા હતા જેમ નવી નવેલિ દુલ્હન ઘર માં આવે અને બધાથી શરમાય ને એમ સર ક્લાસ માં પહેલા દિવસે આવ્યા ,

પહેલા દિવસે બધાનો પરિચય લીધો સર એ અમારી બેન્ચ્ નો વારો આવ્યો એટલે પહેલા આરુ એ પોતાનો પરિચય આપ્યો ,આરુ બોલ્યો આર્યન મસ્કાર્ ,પછી મારો વારો આવ્યો મેં મારો પરિચય આપ્યો ગળામાં થોડી ખરાસ્ હતી એને મેં ખંખેરી કારણ કે ચોક્લેત્ ખાઈ ને જ્ ક્લાસ માં આવેલો 😅😁મે કહ્યું vansh prajapati 😊 સર બોલ્યા ફરી બોલ મેં કયું સર vansh prajapati સર કહે તું કુંભાર છે ? મેં કહ્યું હા 😅 એમને માથું હલાવ્યું અને next કહ્યું ,મારા પછી આદિ અને તેના પછી દેરાણી જેઠાણી આ બધા એ પોત પોતા નો પરિચય્ આપ્યો,


હવે પહેલો દિવસ તો વાતો કરવા માંજ્ ગયો સર સાથે ,બીજો દોવસ્ આવ્યો એટલે સર એ લેક્ચર્ સ્ટાર્ટ કર્યું ,બધા ને પ્રશ્ન કર્યો કે ચાલો શરૂ કરીએ ત્યાંજ પાછલથિ અવાજ આવ્યો દેરાણી જેઠાણી નો હા સર ,મજા મજા જલ્દી સ્ટાર્ટ કરો ,સર બંન્ને દાંત બતાવતાં બોલ્યા હા ચાલો બુક ખોલો,


પછી સર એ પ્રશ્ન કર્યો કે આ સ્ટોરી માં શાની વાત કરેલી છે, મને ખબર હતી સ્ટોરી શાની ઉપર છે કારણ કે મેં ભાષાંતર પણ યાદ કર્ર્લુ ,હવે કોઈ બોલ્યું ના એટલે મેં આંગળી ઉંચી કરી ને બોલ્યો સર પ્રેમ ને કઈ રીતે પ્રસ્થાપિત કરવો એની ઉપર ગ્રાહક અને અધિકારી ની વાતચીત છે ,સર બોલ્યા સરસ આ સંભાળી પછલ્ થી જેઠાણી (સાહીલ ) એ મારો કાંન્ પકડી મને પાછલ્ ફરવા કહ્યું હું ફર્યો તો એ ધીમેથી બોલ્યો અલ્યા સાચે જ્ આ love સ્ટોરી છે 😂મે એની મજા લેવાના ઈરાદા થી કહ્યું કે હા ખૂબ જ્ સરસ છે ગ્રાહક ને પ્રેમ થઈ જાય છે અધિકારી થી એવા માં સર બોલ્યા શાંતિ રાખો ,શાંતિ રાખો મને ખબર છે તમારા મનમાં કયા વિચારો ચાલી રહ્યા છે 😁


હવે અમારા આ સર તો stydent કરતા પણ અઘરી માયા હતા એટલે એ બોલ્યા કે જે પણ છે તમને બવ મજા આવશે study કરવાની અને સમજવાની, એટલે તમે બોર ના થાવ એ માટે comedy નો તડકો મારતાં રહીશું આપણે😁 લેક્ચર્ સ્ટાર્ટ થયું ધીમે ધીમે બધા ને એમાં રસ પાડવા લાગ્યો અને વચ્ચે વચ્ચે કોમેંટ પણ થવા લાગી,😅


હવે બીજે દિવસે સર થોડા friendly વાતો કરતા હતા તો અમારી બાજુ એ આવ્યા અને મને પુછ્યુ તું પ્રજાપતિ છે ? મેં એમને આ 3જિ વાર કહ્યું કે હા પછી બોલ્યા તમારા સમાજ ની એક છોકરિ સાથે મારાં મિત્ર ના લગ્ન થવાના છે તમારા જ્ ગામમાં તું ઓળખે છે એમને નામ્ પણ લીધું અને પછી બોલ્યા કે એ આમ તો મુંબઈ રહે છે પણ તમારા જ્ ગામના છે,હું મૂંઝાઇ ને બોલ્યો સર અમારા કાસ્ટ ના ગામ માં 100 અમારી કાસ્ટ વાળાઓ ના ઘર છે એમાંથી હું માત્ર મારા કુટુંબ ના 5 ઘર ને જ્ ઓળખું છું થોડા બીજા સબંધિ કરી ને 20 જેટલા બીજા લોકો ને ઓળખતો પણ નથી 😅 પણ તમે નામ કહ્યું એવું તો મારા અંદાજે કોઈ નથી કદાચ્ મુંબઈ તમે કહ્યું એટલે હું ના ઓળખતો હોવ ,પછી સર બોલ્યા આતો મેં એમ જ્ પુછ્યુ મિત્ર નું સાસરું તમારા ગામ માં છે એટલે,


હવે દેરાણી બોલી સર મિત્ર ના સસરા ના ઘરે જમવા જવુ છે કે શું 😂 સર પણ મજાક માં બોલ્યા હા જમવા તો લગન માં આવીશું જરૂર,


હવે મારી મગજ ની ટ્યુબ ઉપડી આ બે દિવસ થિ સર મને આવું એટલે માટે પુછે છે કે એમને મિત્ર ના સસરા ના ઘરે જમવું છે 😂,બોલો સર પણ પૂરા ગુજરાતી એમાં પણ ઊંઝા વાળા એટલે ક્યાય્થી પણ ઓળખાણ કઢાવી છે અને એમનાથ પણ મોટી માયા અમે પાલનપુરી એમને પણ બનાવી દઈએ એવા 😎


હવે એમના ક્લાસ માં તો અમે જે કાંડ કર્યા છે એવા શાયદ આખી સ્કૂલ ની બધી જ્ બેંચ માં અમે જ્ કર્યા હશે ,સર ની બવ મજા લીધી છે હેરાન પણ બવ જ્ કર્યા છે ,


મેં મારી સ્કૂલ ના એક પણ સર એવા નથી જેમના લેક્ચર્ માં મેં સ્વિમગ્મ્ કે ચોક્લેત્ ના ખાધી હોય અને ખાસ કરી ને તો બિસ્કીટ તો રોજ english ના લેક્ચર્ માં જમતા અમે 😂


ઘણા દિવસ પછી સ્કૂલ ડાયરી માં આવ્યા એટલે થોડી પકડ ઢીલી લાગશે તમને મારા લખાણ ની પણ હજી તો ઘણું જ્ બાકી છે,,


next પાર્ટ માં હવે બવ મજા આવશે તમને વાંચન કરવા ની જેમાં મારા પાડોશ માં સર રહેવા આવેલા અને અમારી જે હાલત હતી એ તમને જોવા મળશે પણ જોર હતું એ વખતે એક બાજુ સર અને એક બાજુ અમે જીદ્દી student 😂😎
મળીએ next part માં 😊


રેટ કરો અને રિવ્યુ આપો

vansh Prajapati ......vishesh ️

vansh Prajapati ......vishesh ️ માતૃભારતી ચકાસાયેલ 4 માસ પહેલા

શેયર કરો