અવિરત હવેલી અને આરસ નો ટુકડો - 1 Vishnu Dabhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવિરત હવેલી અને આરસ નો ટુકડો - 1

અહી આ કથા માં ચાર મિત્રો વચ્ચે વાર્તા સ્પર્ધા થાય છે. જેમ દરેક વ્યક્તિ પોત પોતાની વાર્તા ઓ રજૂ કરે છે. તેમા શ્રીમંત નામનો વ્યક્તિ એક લાંબી લચ વાર્તા કહે છે જે લગભગ દસ થી બાર દિવસ સુધી વાર્તા કહે છે. અને એ વાર્તા દિવસે દિવસે એટલી રસપ્રદ બને છે કે જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ દિવસે દિવસે તે વાર્તા ના શ્રોતાઓ વધતા જાય છે.....
વાર્તા માં રજૂ થયા પ્રમાણે આદિવાસી લોકો ના રહેઠાણ, તેમનો રોજગાર ધંધો અને તેમના કાર્યો ના વર્ણન થી યુક્ત છે. પાછળ થી રાજા ના હુકમ થી તેઓ એક સરસ હવેલી નું નિર્માંણ કરે છે. અને તેમાં કોઈક થોડીક સોનામહોર ની લાલચ થી તે બનતી હવેલી માં એક સ્ત્રી- પુરુષ ના જોડા નું કતલ કરી ને દિવાલ માં ચણે છે એના પછી આવતી મુશ્કેલીયો અને એના માંથી બચાવા ના વ્યર્થ પ્રયાસ અને અંતે બધા નું એક પછી એક રહસ્યમય રીતે મોત થાય છે.. આ કથા તમને એક નવી દુનિયા ની સફર કરાવશે. હોર ની લાલચ થી તે બનતી હવેલી માં એક સ્ત્રી- પુરુષ ના જોડા નું કતલ કરી ને દિવાલ માં ચણે છે એના પછી આવતી મુશ્કેલીયો અને એના માંથી બચાવા ના વ્યર્થ પ્રયાસ અને અંતે બધા નું એક પછી એક રહસ્યમય રીતે મોત થાય છે.. આ કથા તમને એક નવી દુનિયા ની સફર કરાવશે.

શ્રીમંત વાર્તા ચાલુ કરે છે અને કહે છે કે ;-
.. ....(પહેલો દિવસ) ...
મહારાજ શ્યામ ના દરબાર માં રજૂ થયેલા નવા ધારા મુજબ આદિવાસી લોકો ને મુક્ત પણે જંગલો માં રહેવાની છૂટ અપાઈ ગઈ હતી. એટલે આદિવાસી લોકો હર્ષ સાથે પોતાના મૂળ વતન જંગલ માં આવી ને સાગ અને વાસ ના છાપરા બાંધી દીધા હતા. જંગલ માં ઊંચાણ વાળા વિસ્તાર માં દેખાવ માં ગોળ ગોળ અને સામાન્ય ઘર થી થોડાક નીચા અને સાંકડા ઝૂંપડાં એક નાના સરખા ઓટલા પર બાંધ્યા. તે વિસ્તાર માં ચૌહાણ અને શણધર જાત ના આદિવાસી રહેતા હોવાથી તે વિસ્તાર નું નામ ચાણોશલ પડી ગયું. તે સીમ ને અડી ને નોસમુંડા નામ નું એક નાનકડું ગામ હતું ત્યા ઘણા બધા વ્યવસાહી લોકો રહેતા હતા એટલે આ બને વિસ્તારો માં એકબીજા માટે ઉપયોગી લોકો રહેતા હોવાથી બંને ગામો માં ભાઈચારાં ના ઠંડા પવન ફૂંકાતા લાગ્યા. બંને ગામો ના લોકો એકબીજા પર નિર્ભર રહેતા હોવાથી જો એકાદ વ્યક્તિ થી નાની મોટી ચૂક થાય તો નજર માં ના લઈ તેને માફ કરી દેવાતી. જંગલ માં કામદાર લોકો જેવા કે ભીલ, ગરાશિયા, વાદી વગેરે જાતના લોકો દરરોજ પોતા ના હિસ્સા માં આવતું કામ કરવા માટે તેના માટે ના ઉપયોગી ઓજારો લઈને જંગલ માં જતા હતા. અને રોજ બરોજ ના કામ કરી ને પોતાનું ગુજરાન કરતા હતા. . આ સિવાય ના લોકો પણ આ જંગલો માં હરવા- ફરવા આવતા. તેઓ પ્રકૃતિ પ્રેમી હોવાથી કુદરતી સંપતિ ને નુકસાન ના થાય તેવી રીતે તેમાથી ઉત્પાદન મેળવતા હતા.
સમયે- સમયે જંગલો માં ઘણો ફેરફાર કરતા રહેતા હતા. અને તેમાથી ઘણી ખરી ઉપજ જેવી કે મધ,માંસ,જંગલી પ્રાણીયો ની ચામડી,ફળો,ફૂલો,ઔષધીઓ,સુંગધી દ્રવ્યો,અને અન્ય વન્ય પેદાશ સારા પ્રમાણ માં મળી રહેતી હોવાથી ઘણા સમય સુધી આ વિસ્તારો માં લોકો ની અવર-જવર રહેતી. ચાણોશલ નાં આદિવાસી લોકો ની જીવન જરૂરિયાત ચીજ વસ્તુ નોસમુંડા ગામ માંથી મળી રહેતી તેની સામે આદિવાસી લોકો તેમને જંગલી પેદાશો આપતા અને સામે થી તેમની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ મેળવતા હતા. આમ એમનામાં ભાઈચારાં ની કડી મજબુત બની રહેતી હતી. પરંતુ નોસમુંડા ગામ ના રહેવાસીઓ એટલે કે મૂળ તો જંગલો ના આદિવાસી હોવાથી ચાણોશલ માં રહેવા માટે ની માંગ કરતા હતા, એનું એક કારણ હતું કે ચાણોશલ માં દરેક પ્રકાર ની જંગલી પેદાશ મળી રહેતી હતી. એટલે બંને ગામ વચ્ચે ભાઈચારો હોવા છતાં જંગલ માં રહેવા ની માંગ થવાથી આ બંને ગામો વચ્ચે એક સંધિ થઇ થાય છે. આ સંધિ માં ઘણા બધા નિયમો નક્કી કરવામાં આવ્યા. આથી આ લોકો ના સબંધ માં તિરાડો પડવા લાગી. પણ આ સમય માં અને આવી પરિસ્થિતિ માં જંગલ ના વન્ય જીવોએ બંને ગામો ના લોકો ના સબંધ માં પડેલી તિરાડોમાં ગુંદર લગાવવાનું કામ કર્યુ. જે આગળ ના દિવસે જાણવા મળશે.
પણ શ્રીમંત ! આ બંને ગામો વચ્ચે ની તિરાડો માં પ્રાણીઓ એ કેવી રીતે સુધારો લાવ્યો હશે? શ્રીમંત ને આગળ બોલતા અટકાવતા ગોપાલ બોલ્યો.
ત્યારે હેમંત બોલ્યો ;- ભાઈ શ્રીમંત કુમારે હાલ તો કહ્યુ છે કે તેના વિશે તેઓ પછી થી સમજાવશે.
હા ભાઈ ;- દર્શન બોલ્યો.
'ઓહ્હ મારુ ધ્યાન નહિ હોય ' ;- બધા ને સાંભળીને ગોપાલ બોલ્યો.
શ્રીમંત સ્મિત સાથે બોલ્યો ;- અરે ભાઈ ! અહીં ધ્યાન આપો ને.
બધા નું ધ્યાન શ્રીમંત તરફ જતા શ્રીમંતે કહ્યુ કે ભાઈઓ આજે તો બહુ મોડું થઇ ગયું છે. હવે આટલા સુધી રાખો. આવતી કાલે બધા આવી જજો. હવે ની વાર્તા કાલે સંભળાવીશ.
બધા મિત્રો ઓટલે થી ઉભા થઈ ને પોત પોતા ના ઘરે જાય છે. અને બીજો દિવસ ઊગે છે અને ફરી થી એ મિત્રો તે ઓટલા પર ભેગા થાય છે.


ક્રમશ....