Bhai ni Beni - 1 books and stories free download online pdf in Gujarati

ભાઈ ની બેની - ભાગ 1

એક બહેનનો તેના ભાઈ ને પત્ર...

હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં આપેલી તેની બહેનની ડેડબોડીને લેવા પહોંચેલા માનવની બહેન આજે હંમેશા માટે આ દુનિયામાંથી ચાલી ગઇ હતી... લોકો કહે છે તેને આત્મહત્યા કરી હતી પરંતુ આ વાત તેનો ભાઈ માનવા તૈયાર નહોતો કારણ હંમેશા ખુશ મિજાજ માં રહેતી તેની બહેન લોકોને ડિપ્રેશનમાંથી બહાર આવતી જે લોકોને જીવવાની રાહ બતાવતી તે છોકરી આત્મહત્યા કઈ રીતે કરી શકે તેનો મુખ્ય વિષય જ મનોવિજ્ઞાન હતો જે વ્યક્તિ ને લોકોના મનની વાત ની સમજ હોય તે છોકરી આ રીતે તેનું જીવન કઈ રીતે ટૂંકાવી શકે....?

માનવ ના મન માં ઘણા સવાલો હતા.... જેના જવાબ તેની બહેનને ચાલી શકતી હતી પરંતુ તે આ દુનિયામાં રહી હતી નહીં..રુચિકા...તેની નાની બહેન...

થોડા દિવસો પહેલાની તો આ વાત હતી,,જ્યારે માનવ તેની રોજની આદત મુજબ તેની નાની બહેન રુચિકાને ચીડવવા માટે બેઠકરૂમમાં બુમો પાડી રહ્યો હતો..

"મમ્મી ચકલી,, ઉઠી નહિ,, હવે તો તે ચાલીસ વર્ષની થઈ,,આમ જ ભેંસની જેમ પડી રહશે તો સાસરે જઈને શુ કરશે,, મને તો મારા સાળા પર દયા આવે છે..બિચારો માથે ઓઢીને રડશે.."

આમ તો તેની ચકલી નામની બૂમ પડતા પહેલા જ રુચિકા તેને હેરાન કરવા વ્હેલી તૈયાર રહેતી પરંતુ તે દિવસે તેવું કંઈ ન થયું માનવ ને થોડું પણ થોડું અજીબ લાગ્યું માટે તે પોતે જ રૂમમાં ગયો તેની બેનની ઊંઘ બગાડવા.

જતા જતા તે સોફા પરનું ચોરસ નાનું ઓશીકું પણ સાથે લઈ ગયેલો.. દરવાજો ખોલતાની સાથે જ સિધુ ઓશીકુ તેના મોં પર મારતા માનવએ કહ્યું..

" એય મોટી હવે ઉભી થા,, કેટલું સૂવું છે તારે.."

જ્યારે રુચિકાએ કોઈ રિસ્પોન્સ ના આપ્યો ત્યારે તે તેની પાસે ગયો તેને જોયું તો તેનું બેજાન શરીર પડ્યું હતું..તેના મોં માંથી વાઇટ કલરનું કઈંક પ્રવાહી નીકળી રહ્યું હતું...પાસે એક બોટલ પડી હતી જેના પર પોઈઝન લખ્યું હતું.

તેની સાથે મસ્તી કરતી હંમેશા ખુશ મિજાજમાં રહેતી ,બહેન એ પોઈઝન પીધું એ પણ અકારણ...આ વાત માનવ માટે સહજ ન હતી..આ વાત ને આજે પંદર દિવસ થઈ ચૂક્યા હતા પરંતુ તેના માટે તેની બેનનો આપઘાત ભુલાવવો શક્ય ન હતો..તે તેના રૂમમાં જાય છે ..તેના બર્થડે પર જે ડ્રેસ ગિફ્ટ માં આપ્યો હતો તેને કાઢે છે..તે ડ્રેસ ની વચ્ચે ખૂણામાં તેને એક બોક્સ મળે છે જેમાં અમુક પત્રો હોય છે...તે આખું બોક્સ બહાર કાઢે છે ને એ પત્રો માંથી એક પત્ર ખોલે છે...જ્યાં મોટા અક્ષરે ટાઈટલ હોય છે....

તારી બહેન રુચિકા,, ની લાગણીઓ..

પ્રિય ભાઈ માનવ

હું સારી રીતે જાણું છું કે જ્યારે તું આ પત્રો વાંચીશ ત્યારે તારી બહેન તારી સાથે આ દુનિયામાં નહિ હોય .સૌથી પહેલા તો આઈ એમ સોરી તને આ રીતે છોડીને જવા માટે પણ તું મારા ગયા પછી આ રીતે રડે છે શું કામ..?યાદ કર તો શુ કહેતો હતો તું,, આ મુસીબતમાંથી છુટકારો મળે તો સારું..હવે જ્યારે તને મારમાંથી છુટકારો મળી જ ગયો છે તો તું શા માટે રડી રહ્યો છે,, તારા દોસ્તારો ને મારા ગયાની પાર્ટી નહિ આપે..ઓકે ફાઇન હું મજાક કરતી હતી ,, સાચે બવું જ પ્રેમ કરે છે તું મને આ વાત હું સારી રીતે જાણું છું, હાલ તું તારી જાત ને લુઝર સમજી રહ્યો છે કારણ તું મને આ આપઘાત માંથી બચાવી ન શક્યો..તો સાંભળ,, મારા માટે તું દુનીયાનો બેસ્ટ ભાઈ અને રક્ષક છે જેને મને દરેક મુસીબત માંથી બચાવી છે..મને તારી સામે કોઈ ફરિયાદ નથી પરંતુ પરિસ્થિતિ જ કઈંક એવી હતી કે મારે આ પગલું ભરવું પડ્યું ભૂલ મારી હતી માટે મારી ઈચ્છા ન હતી કે મારી ભૂલની સજા તને મળે...

આત્મહત્યા કરવા પાછળ નું કારણ બીજા ભાગમાં લખીશ


બીજા રસપ્રદ વિકલ્પો