શ્રાપિત - 37 bina joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત - 37






પ્રકૃતિના ખોળામાં રમતાં બાળક જેવું તેજપુર ગામમાં જોતજોતામાં વિરાન સ્મશાનમાં પરિવર્તીત થઈ ગયું." પરંતુ કોઈ મહિલા સાથે આવું વર્તન શું કામ કરવામાં આવ્યું ? કોઈ વ્યક્તિને જીવતાં સળગાવીને મૃત્યુને ઘાટ પહોંચાડનાર વ્યક્તિઓ કોણ હતાં ? ". આકાશનાં મનમાં ઉઠેલાં જાતજાતના સવાલો સોફાપર બેઠેલાં જીવી માં ને પુછી નાંખ્યા.

પેલી સ્ત્રીને જીવતી સળગાવવામાં તેજપુર ગામનાં સરપંચ રઘુવીર ચૌધરી અને બસીપુર ગામનાં સરપંચ હરિપ્રસાદ શાસ્ત્રી અને સાથોસાથ દેવલપુર ગામનાં સરપંચ જનાર્દન ઠાકુર દ્વારા અમાસની કાળી અંધારી રાત્રે ગામની સીમા બહાર આવેલાં ઘરમાં જીવતી સળગાવવી દેવામાં આવી. જે લોકો ત્યાં હાજર રહેલા હતાં એના મોઢેથી સાંભળવા મળેલી વાતો પરથી આ દશ્ય આખાં શરીરને ધ્રુજાવતુ કમકમાટીભર્યુ મોત આજ સુધી કોઈનું નહીં થયું હોય.

આકાશ જીવી માંની વાત સાંભળીને સફાળો ઉભો થઇ ગયો. પાછળ ફરીને દિવાલ પર લટકતી તસવીર જોતાં આકાશ વિચારવા લાગ્યો. એ ફોટો બીજાં કોઈનો નહીં પરંતુ આકાશનાં પિતા રઘુવીર ચૌધરીનો હતો. " સાચે...! મારાં પિતાજીએ ભુતકાળમાં કોઈ સ્ત્રી સાથે આવો અન્યાય કર્યો હતો ". આકાશ બધાના ચહેરા તરફ જોતાં બોલ્યો.

" હા બેટા ! આ આજથી પચ્ચીસ વર્ષ પહેલાંની વાત છે. ત્યારે તારો જન્મ પણ નહોતો થયો. પહેલાંના સમયમાં ગામના સરપંચ એટલે ભગવાન સમાન દરજ્જો આપવામાં આવતો. એનો આદેશ ટાળવાની હિમ્મત કોઈ કરતું નહીં ". જીવી માં રઘુવીર ચૌધરીના ફોટા તરફ જોતાં બોલ્યાં.

આ વાત સાંભળીને આકાશનાં હ્દયમાં આઘાત લાગ્યો. મનમાં જાતજાતના વિચારો આવતાં હતાં. શું મારાં પિતાજીએ આવું કર્યું હશે ? પરંતુ એનું કારણ શું હશે. આજ દિવસ સુધી આ વાત મારાથી અજાણ કેમ રાખવામાં આવી હતી.

" એ...સ્ત્રી કોઈને નહીં છોડે એટલાં વર્ષો પહેલાંનો બદલો લેવા માટે તારી પત્ની બનીને આવી છે ". જીવી માં ઉભાં થઇને બોલ્યાં.

" મને આખી વાત માંડીને કરો. આ બધી ઘટનાઓનો પેલી સ્ત્રીનો મારી સાથે શું સંબંધ છે ?" આકાશ ગુસ્સેથી બોલ્યો.

બેટા કહેવાય છે કે, જ્યારે ગામના સરપંચ અને ત્યાં ઉભેલા બધાં સભ્યો ઘરે પરત આવી પહોંચ્યા. ત્યારે પેલી સ્ત્રીએ પોતાનો સંપુર્ણ જીવ ગુમાવ્યો નહોંતો. ધીમે-ધીમે એનું સળગી ગયેલું શરીર શ્ર્વાસ લઈ રહ્યું હતું. ગામનાં પાદરમાં રસ્તે પસાર થતાં કોઈ અઘોરી મહાત્મા એનો અવાજ સંભળી ગયાં. કહેવાય છે કે, રસ્તેથી પસાર થતાં સંત કોઈ સામાન્ય સંન્યાસી નહીં પરંતુ દિવ્ય શક્તિ ધરાવતાં અઘોરી મહાત્મા હતાં. તેણે પોતાનાં કમંડળ માંથી હાથ વડે અંજલી છાંટતાં પેલી સ્ત્રીનાં શરીરમાં નવચેતના જાગી ઉઠી. પેલી સ્ત્રીએ સાધુ પાસે બધાંનો બદલો લેવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે સાધુએ પોતાનાં શરીરનો ત્યાગ કરીને નશ્વર દેહને છોડીને બદલો લેવા માટે અનુમતિ પ્રદાન કરી.

અચાનક હવેલીના આંગણામાં બહાર ગાડી આવીને ઉભી રહી. ગાડીમાંથી ઝડપભેર દોડીને અવની, પિયુષ, દિવ્યા અને ચાંદની બધાં મિત્રો હવેલીમાં અંદર આવી પહોંચ્યા. " આકાશ ત્યાં કોઈ ઘર નથી... રત્ના નાં ઘરે કોઈ વ્યક્તિ નથી. " પિયુષ હાંફતા હાંફતા બોલ્યો. હવેલીની અંદર જમીન પર લાલ રંગનાં બદલે કાળાં રંગનાં પગલાં આગળ વધી રહ્યાં હતાં. આ દશ્ય જોઈને ત્યાં ઉભેલાં બધાં મનોમન સમજી ગયાં.

આકાશ દોડીને અવનીને ગળે વળગીને ભેટી પડ્યો. અવની જાણે આ પળની હાર જોઈને બેઠી હતી. બધાં મિત્રો અંદર આવીને બેઠાં. હવે વાત રહી રત્ના ફરીથી બદલો લેવા આવશે. સમીર બધા મિત્રોને હવેલીમાં બનેલી ઘટનાઓ વિશે વાત કરી. આ બધાનો જવાબ કદાચ આકાશની મમ્મી પાસેથી મળવાની શક્યતા હતી.

આકાશની મમ્મી અંદર પોતાનાં રૂમમાંથી એક તસવીર લાવીને આકાશની સામે ધરી. અવની આ તસવીર જોતાં ગભરાવા લાગી અને જોરથી આકાશનો હાથ પકડી લીધો. ફોટો જોતાં વ્હેંત આકાશનાં મનમાં જાતજાતના વિચારો આવતાં હતાં.

પચ્ચીસ વર્ષ પહેલાં તેજપુર ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરપુર હતાં. છતાં ત્રણેય ગામનાં સરપંચ મળીને એક સ્ત્રીને શું કામ જીવતાં મોતને ઘાટ ઉતારી દીધી.

હવે શું થશે ? આગળ તેજપુર ગામમાં. જોઈએ આગળનાં ભાગમાં. આગળ વધું વાંચતા રહો અને આપનો કિંમતી પ્રતિભાવ જરૂરથી જણાવશો.

ક્રમશ....