અનોખો પરિવાર - ભાગ3 Milan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો પરિવાર - ભાગ3

એક દિવસ જતિન ભાઈ નો ફોન આવ્યો કે આવતા મહિને મારો જન્મદિવસ છે અને બાળકોને ભાવનગરની સારામાં સારી હોટલમાં જમવા લઈ જવા છે અને નક્કી થયા મુજબ અમે સરોવર પોટરિકો હોટલમાં જમવા લઈ ગયા. તે દિવસ બાળકો જે અલગ તૈયાર થઈને આવ્યા હતા અને તેમના ચહેરા ખીલી ઉઠ્યા હતા તે અહી શબ્દોમાં ઉલ્લેખી શકાય તેમ નથી. આમ અમે કશું જ ના હતા પણ લોકોના અનન્ય અને અપાર પ્રેમને કારણે જીવનની એક દિશા મળી ગઈ હોય તેવું લાગ્યું અમારી સર્વેની કલ્પના અને લાગણી કરતાં ૫૦૦ ગણો પ્રેમ મળ્યો. જે લોકોએ અમારા આ કાર્ય પર વિશ્વાસ મૂક્યો તેથી અમારી જવાબદારી પણ બમણી થઈ ગઈ. તો આવી રીતે ઉનાળાની શરૂઆત થઈ અને બાળકોએ પરિક્ષા આપી થોડા દિવસ પછી અમે પણ વેકેશન માટે વિચાર્યું પણ તે પહેલા કઈક હમેશની જેમ અલગ કરવું છે તે માટે અમારા બાળકો આજે શહેર ફરતી સડક ફરતે જુપદમાં રહેતા બાળકોને નાસ્તો આપશે અને તેમના હાથે જ તેવું નક્કી થયું એટ્લે બીજા મિત્રો રિયાજ ભાઈ અને તેજસભાઈ ને કહ્યું એટ્લે તેમણે કહ્યું ક્યારે જવાનું છે તે કહો એટ્લે તે સમયે પહોચી જઈએ બસ નિર્ધારિત કાર્યક્ર્મ પ્રમાણે બાળકોએ બીજાને આજે નાસ્તો કરાવ્યો તે વાતનો આનંદ થયો અને ત્યાર બાદ બાળકોએ પણ નાસ્તો કર્યો. પછી બાળકોને મહિના દિવસ માટે આવજો કહેવા અમે રિક્ષા પાસે ગયા ત્યારે બધા બાળકોએ કહ્યું સાહેબ કોલોનીએ આવજો અને મહિનો વેકેશન રાખવું જ પડે એવો કોઈ નિયમ છે ? બાળકોએ મસ્ત સ્માઇલ સાથે અને વેકેશનની થોડી નારાજગી સાથે આવજો કહ્યું. આજ અમારું સાચું વળતર હતું.
બસ ૨૫ જૂનના રોજ અમે અમારા નવા વર્ષની શરૂઆત કરી બધા જ મોટા ભાગના બાળકો આવ્યા તેમાના ૫ બાળકો તેમના મંમી પાપા જ્યાં ખેતરમાં સુરત કામ કરે છે ત્યાથી હજી આવ્યા ના હતા. આ વર્ષે પહેલા દિવસની શુભ શરૂઆત સ્વચ્છતા થી કરી હતી અને અમારો વર્ગખંડ અને મેદાનની સફાઈ કરી. તો બીજા વર્ષ એક મહિના જેવો ચાલ્યો અને હવે સોમવારથી બુધવાર સુધી બાળકોને ભણાવા ગુરુવારે જીવણલક્ષી શિક્ષણ અને શુક્રવારે પી.ટી અને યોગા કરવા તો શનિવારે બાળકોને શોર્ટ ફિલ્મ દ્વારા મનોરંજન ની સાથે મેસેજ મળી રહે તેવું આયોજન કર્યું. તે માટે અમે ખાસ એક પ્રોજેકટરની વ્યવસ્થા કરી. તો અમિતભાઇએ બાળકો પાસેથી જાણ્યું કે અમુક બાળકોને સંગીતનો જબરો શોખ અને રસ છે એટ્લે તેમણે ૮ વિધાર્થીને શુક્ર – શનિ સંગીતનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. આ નવા વર્ષે સુરજબેન કરીને એક શિક્ષક મળ્યા તેમણે કહ્યું બાળકોને મારે કપડાં અપાવવા છે પણ બાળકોને ગમે તેવા એટ્લે અગાઉ નક્કી કર્યા મુજબ સાંજે ૬ વાગ્યે ભાવનગરની બ્રાંડેડ કંપનીમાં બાળકોને લઈ ગયા અને બાળકોને ગમતા કપડાં અપાવ્યા ત્યારે તેના માલિક કૃપાલીબેન માનવતા દાખવી અને પોતાનો સંપૂર્ણ નફો જતો કર્યો અને જે ભાવે કંપનીમાથી કપડાં આવ્યા તે જ ભાવે આપ્યા અને તે પણ બ્રાંડેડ !
એક દિવસ અમારા કામની નોંધ એક વ્યક્તિએ લીધી અને કિર્તિ સ્કૂલની સામે આવેલા બાળકોને પણ ભણાવવા અમને અનુરોધ કર્યો એટ્લે અમે થોડા દિવસના અંતે ત્યાં અમે નિર્ણય પર આવ્યા કે ચાલો કહયું એકવાર બાળકોને તો મળીએ અને અમે બધા બાળકોને મળવા સાંજે ૫ કલાકે સાથી મિત્રો પહોચી ગયા. અને બાળકોને બેસાડયા અને અમારા ગૃપ વિશે માહિતી આપી એટ્લે તેમના વાલીઓ થોડા મુંજાયા બાદ કહયું અમારે તમે ભણાવો ત્યાં એકવાર જોવા આવું પડશે. તેમની વાત પણ સાચી હતી કારણ કે તે લોકોએ પહેલીવાર અમને જોયા હતા વાલી તરીકે ચિંતા વાજબી હતી. પ્રાથમિક એવું તારણ કર્યું કે શરૂઆતમાં ત્યના ૨૦ બાળકોને લઈ જવા પરંતુ ત્યાં બાળકોની ભણવા માટેનો જે ઉત્સાહ જોઈને ૬૦ બાળકોમાથી કોને લઈ જવા તે સમજાતું ના હતું એક તબક્કે તો એવું લાગ્યું કે આ બધા જ બાળકોને લઈ જવા પરંતુ અમારા માટે તાત્કાલિક ધોરણે તે વ્યવસ્થા કરવી અઘરું હતું અને ત્યાં લઈ જઈને બાળકોને અન્યાય થાય તેવું અમે ઇચ્છતા ના હતા. ત્યાના ૨૨ બાળકો અને અમારા જૂના વિધાર્થી ૪૨ હતા.
બસ ત્યાં જ કહી દીધું કે સોમવારથી આપને રિક્ષા દ્વારા લઈ જવામાં આવશે. પણ ત્યાં જ .. ત્યારે જ અમુક ઉદાસ ચહેરા સાથે બાળકો બોલ્યા કે અમારે પણ આવવું છે સાહેબ અમને પણ ત્યાં લઈ જાવ ..અમારે પણ ભણવું છે. પરંતુ તેમને શું કહેવું તે સમજાતું ના હતું ત્યારે જ અમે કહયું બાકીના બધા બાળકોને અમે આવતા મહિને થી ત્યાં લઈ જઈશું અને બાળકોને સમજાવ્યા. અમે છોકરાની પસંદગી જે બાળકો હોશિયાર છે તેમણે લઈ જવા તેવો આગ્રહ અમારો નહીં પણ અમારા ગૃપનો પણ ના હતો. પહેલે થી જ અમારો અમારો આગ્રહ હોશિયાર છે તેને તો ખરા પણ જેને અંદરથી ભણવાની જિજીવિશા છે તેવા બાળકોને આગળ લાવવા તેવો હતો. અમે આ પસંદગીમાં ત્યાના અમારા જૂના વિધાર્થીને ધ્યાનમાં રાખ્યા હતા કે તેની સાથે ભળી જાય અને એક પરિવાર જેવુ વાતાવરણ બને એટ્લે જ તેમાં અમે બાલમંદિરથી લઈને બારમાં ધોરણ સુધીના વિધાર્થીઓનો સમાવેશ કર્યો હતો. સોમવારથી બાળકો સાથે નવા ૨ શિક્ષક મિત્રો પણ જોડાયા તેમા સપના બેન અને નૌશિન બેન શિક્ષક તરીકે જોડાયા. બાળકો આવ્યા એટ્લે એક મસ્ત મજાની એક મનોરંજન થી ભરપૂર રમતનું આયોજન કર્યું જેમાં કુલ ૨૨ અલગ-અલગ રમતનું આયોજન કર્યું હતું અને આ ગેમમાં બધા જ બાળકોએ ભાગ લેવો ફરજિયાત હતો અને બધા જ માટે ઈનામ પણ રાખવામા આવ્યા હતા. આ વખતે ઈનામ માં બાળકોને ઉપયોગી થઈ રહે તેવી ધોરણ પ્રમાણે ઈનામ અને રમત રાખવામા આવી હતી.
૨ ઓક્ટોમ્બર એટ્લે આપણાં સૌના પ્રિય ગાંધી બાપુની જન્મજયંતી એટ્લે આ વખતે બાળકોએ કહયું સાહેબ કઈક અલગ રીતે બાપુની જન્મજ્યંતી ઉજવીએ. બસ તેના અઠવાડીયા અગાઉ અમે તૈયારી શરૂ કરી દીધી. કોણ ગાંધીજી બનશે ., શું કરીશું., કેટલા બેનર બાનવશું., આપણી પદ યાત્રા ક્યાથી શરૂ થશે., ક્યાં પૂરી થશે.,ત્યાં જઈને આપણે શું કરીશું આ બધી જ વાતવામાં નું આયોજન પહેલીવાર વિધાર્થી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું અને સુંદર મજાનું આયોજન થયું. અમે ૭૦ વ્યક્તિ રેલીમાં જોડાયા બેનર અને સૂત્રો સાથે અમારી રેલીને પ્રસ્થાન અમારા નીરજભાઈએ કરાવ્યુ. રસ્તે મળતા બધા જ ને અમે ગાંધીજીના જીવનને લગતી બૂકો આપી અને સાંજે ૭ કલાકે ક્રેસંટ સર્કલ પહોચ્યા જ્યાં ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી અને ત્યાર બાદ કેંડલ દ્વારા શ્રદ્ધાંજલી આપી. આવી રીતે અમારા વિધાર્થી કરેલો કાર્યક્ર્મ સફળ રહ્યો. રિક્ષામાં થોડી ગિર્દી ધ્યાનમાં આવતા મોટા ૧૦ બાળકોને સાઇકલ આપવાનું નક્કિ કર્યું અને આ કામ માટે અમને પ્રમોદ કાકા અને તેજસભાઈ નો જબરો સહયોગ સાપડ્યો અને તેના થકી અમે ૧૦ બાળકોને સાઇકલ આપી શક્યા.

વધુ આવતા સપ્તાહે...

મિલન મહેતા બુ ઢ ણા
9824350942