અનોખો પરિવાર - ભાગ1 Milan Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો પરિવાર - ભાગ1


આજે વાત કરવી છે એક અનોખો – અલગ – અદ્રિતીય અને અજોડ પરિવાર. જ્યાં જ્ઞાન સાથે ગમ્મત ., ક્યાથી ક્યાં જવાનું છે અને જ્ઞાન પ્રાપ્તિ કોને કહેવાય અને કઈ રીતે થાય છે.સ્વમાન સાથે કઈ રીતે જીવવું. પોતાના કાંડે કઈ રીતે દુનિયા કંડારી શકાય. જ્યાં જવાનું મન થાય જ્યાં જવાનો આનંદ અને ઉત્સાહ હોય – જ્યાં જવાથી આખા દિવસનો થાક ઉતરી જતો હોય છે અને જ્યાં રજાના દિવસે નથી જતાં ત્યારે અંદરથી એક ખાલીપો અને બેચેની અનુભવાય છે – કઈક ઘટતું હોય તેવું સતત લાગ્યા કરે એવો અમારો પરિવાર એટ્લે ડ્રોપ પરિવાર.
ઘણા સમયથી લેપ્રેસીકોલોની ના બાળકોને ફૂડ ડિસ્ટ્રિબુશન માટે જતાં હતા. પરંતુ છ મહિના સતત ડિસ્ટ્રિબુશનના અંતે એવું લાગ્યું કે આ લોકોને અહીથી બહાર લાવવા અને સામાન્ય માણસની જેમ જીવન તો જ જીવી શકે જો અહીથી તેને બહાર લાવવામાં આવે અને આ કોલોની માથી બહાર કાઢવા માટે અક્ષર જ્ઞાન દ્વારા જ આ બાળકો અહીથી બહાર આવશે અને જો અક્ષર જ્ઞાન દ્વારા આ બાળકો બહાર આવશે તો પછી તેની આવનારી પેઢી ખૂબ જ સુંદર રીતે જીવન પસાર કરી શકશે. આમ પણ જોવા જાવ તો અત્યારે દેશની પાયાની ઇમારત માં અશિક્ષિત હોવાથી બેકારી – બેરોજગારી – ભૂખમરો – ગરીબી – અંધશ્રધ્ધા અને અંધવિશ્વાસ છે. બસ હિમાંશુ ભાઈના મનમાં એક બીજ રોપાયું અને આ બીજને રોપવાનું અને પાણી આપવાનું કામ તેમના સાથી મિત્ર અમિત ભાઈએ કર્યું. તો તેમના આ ઉમદા અને ઉત્તમ વિચારને નીરજભાઈ રાજ્યગુરુ , તીર્થભાઇ , રિયાજ ભાઈ એ સમર્થન આપ્યું એટ્લે તારીખ 3 ઓગસ્ટના રોજ હિમાંશુ ભાઈ .,નીરજભાઈ અને અમિત ભાઈ બંબાખાનાની કોલોનીએ બાળકોને અક્ષર જ્ઞાન આપવા પહોચી ગયા. થોડા દિવસ કોલોનીએ ભણાવાનું ચાલુ રાખ્યું પણ ત્યાં બાળકોને જે વાતાવરણ જોઈએ છે તે ના મળી રહેતા બીજી જગ્યાની શોધ આ લોકોએ શરૂ કરી. સાંજે દરરોજ 1 કલાક ભણાવીને પછી આજુબાજુ જગ્યાની તપાસ કરે સતત એક મહિનો બાળકોને ભણાવાનું એક બાજુ શરૂ રાખ્યું અને બીજી જગ્યાની સતત તપાસના અંતે શિશુ વિહાર જગ્યા યાદ આવી કારણ કે તે આ કોલોનીની નજીક પણ પડે અને દાયકાઓથી આ સંસ્થા બાળકોના સવાંગી વિકાસ માટે કામ કરી રહી છે અને માનભાઈ ભટ્ટએ સ્થાપેલ આ સંસ્થાની સુવાસ ન માત્ર ભાવનગર પૂરતી રહેતા સમગ્ર ગુજરાતમાં બાળકો માટે કામ કરતી સંસ્થાથી કોઈ પણ અજાણ ના હતું
નીરજભાઈ અને હિમાંશુભાઈ નાના બાળકો વિશે નાનકભાઇ ને પૂછવા ગયા અને વાત કરી અને ગયા એટ્લે તરત કહ્યું ક્યારે બાળકોને લઈને અહી આપ આવો કહો. આપ જો આવું સરસ અને ઉમદા કામ નવ યુવાન કરી રહયા છો જ્યારે જરૂર પડે ત્યારે અમે પણ મદદ કરીશું. બસ અમને ઉડવા માટે નવી પાખ મળી ગઈ હોય તેવું લાગ્યું.
તારીખ ૧૧ સપ્ટેમ્બરના ૨૦૧૭ ના રોજ શિશુવિહારમાં બાળકોને લાવવામાં આવ્યા અને બાળકોનો પહેલો દિવસ સાથે મારો પણ આ પરિવારના સભ્ય તરીકે પહેલો દિવસ અને ત્યારથી હું પણ આ સંસ્થાના પરિવારનો કાયમી સભ્ય બન્યો. શરૂઆતના સમયમાં અમે ૪ શિક્ષકો હું ., અમિતભાઈ., હિમાંશુ ભાઈ અને મીનાબેન હતા સોમવાર થી ગુરુવાર બાળકો રિક્ષા મારફતે આવતા હતા જેમાં જીતુ ભાઈ બંબા ખાનાની કોલોનીના બાળકોને લાવતા તો બીજી રિક્ષામાં જીતુ ભાઈ ટેકરા , વાલકેટ ગેટ – જમના કુંડ અને શિશુ વિહાર આજુબાજુના બાળકો આવતા હતા. બાળકોને નિયમિત આવતા ૧ મહિના જેવો સમય જતો રહયો. પછી તો અમારી ગાડી પાટા પર ચઢી અને બાળકો માટે નિયમિત આવતા થયા અને સાથે જ અઠવાડિયામાં કોઈ તો બાળકો સાથે જન્મદિવસ ઉજવવા આવે – કોઈના મમ્મીની તિથી હોય ત્યારે આવે કે બાળકોને મીઠાઇ આપવા આવે. ટૂકમાં અઠવાડિયામાં કોઈને કોઈ તો બાળકોને મળવા આવે જ. સાથે જ થોડી વાતો કરે. એક દિવસ શિશુ વિહાર સંસ્થાએ અમારા ૪૮ બાળકોને એક કિટ – કંપાસ અને નોટબુક સાથે પાણીની બોટલ આપી. અમારા સાથી મિત્રોનો પણ ખાસ આગ્રહ હતો કે બાળકોને પૈસા આપીને કોઈ વસ્તુ બહારથી ખરીદવી ના પડે એટ્લે અમે બાળકોને ત્યાથી બુક., ચોપડા., પેન., પેન્સિલ., તો નાના છોકરા માટે આકની ચોપડી પણ આપતા. પહેલી નવરાત્રિ આવી અને આઠમા નોરતે અમે દાંડિયા રાસનું આયોજન પણ કર્યું અને તે પણ ડીજેના સથવારે બાળકો ખીલી ઉઠ્યા જ્યારે એકથી ૩ નંબર આપવાનું થયું ત્યારે મુશ્કેલી સર્જાય કે પહેલો નંબર કોને આપવો ? કારણ કે ઘણું મુશ્કેલ હતું પણ એવું નક્કી કરવામાં આવ્યું કે પહેલા નંબર માટે ૨ બાળકોને સિલેક્ટ કરશું અને હા જબરદસ્ત પ્રોગ્રામ બાદ હળવો નાસ્તો લઈને પછી બધા છૂટા પડ્યા. બાળકોની સત્રાંત પરિક્ષા પૂરી થઈ દિવાળીનું વેકેશન આવતી કાલથી આપવાનું હતું એટ્લે છેલ્લા દિલેસે બાળકોને ખુલ્લા મેદાનમાં રમવા લઈ ગયા અને ત્યાર બાદ દિવાળીનું ગૃહકાર્ય આપવાનું હતું એટ્લે અમારો અલગ અને અનન્ય પરિવાર એટલે ગૃહકાર્ય પણ અલગ જ હોય સ્વાભાવિક છે. ગૃહકાર્યમાં બધા પોત પોતાનું ધ્યાન રાખશે , પક્ષીઓને ચણ નાખવી .,પક્ષી માટે માળા બનાવા ., પાણી માટે કુંડા ન માત્ર બાંધવા પણ દરરોજ તેમાં સફાઈ કરીને પાણી ભરવું અને બીજાને મદદરૂપ થવું તે દિવાળી ગૃહકાર્ય આપવામાં આવ્યું અને અમે બધા સાથે જમીને છૂટા પડ્યા.




દિવાળીના ૨૦ દિવસના વેકેશન પછી અમને એવું હતું કે બાળકોને નિયમિત આવતા અઠવાડિયું જતું રહેશે પણ અમારા સમગ્ર સ્ટાફ મિત્રોની ધારણા ખોટી પડી દિવાળી વેકેશન પછી પહેલા દિવસ થી બધા જ બાળકો પૂરા ઉત્સાહ થી આવ્યા. આ ગૃપ કોઈ હાલમાં પણ રજીસ્ટર થયેલું નથી પણ આ ગૃપમાં ૧૧૮ સાથી મિત્રો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ છે જે પોતાના પગારમાથી અમુક ચોક્કસ રકમ નિયમિત દર મહિને પૈસા આપે છે જે માટે ક્યારેય કોઈ ગૃપના સભ્યને કહેવું નથી પડ્યું સામેથી બધા જ મિત્રોનો ફોન આવે કે ઓનલાઈન ટ્રાન્સફર કરીએ કે રૂબરૂ આવીને આપી જઈએ અને બધા જ એક આવજે બોલે કે જરૂર પડે અમે ઊભા છીએ ચિંતા ના કરો.
લગભગ દિવાળી પછી એટ્લે કે જાન્યુઆરી માહિનામાં અમારા સ્ટાફના બેન મીનાબેનના લગ્ન થવાથી તે જતાં રહ્યા તો તેમની જગ્યાએ એક નવા સભ્ય તરીકે નિજાનંદ નો આનંદ અને હરેક પળને સાક્ષાત્કાર માનીને ઉજવી જાણનાર ભાવેશભાઈ ગોસ્વામી મળ્યા. નવા વર્ષની ઉજવણી અમે એક નાના પણ મસ્ત કાર્યક્ર્મ દ્વારા ગધેડીયાના બાળકોના અને અમારા બાળકો સાથે કરી. હિમશુંભાઈ અને અમિતભાઈ બાળકોને નાની વાત પર ધ્યાન રખાવનું શીખવે અને સમજાવે. ખરાબ સંગત થી દૂર રહેવાની પ્રેરણા આપે તો નિર્વ્યસની બનવાના અઢળક ફાયદા પણ સમજાવે . અમે સોમવાર., મંગળવાર અને બુધવાર શિક્ષણ માટે ફાળવ્યા હતા અને ગુરુવારે સમૂહમાં વાંચન લેખન અભિવ્યક્તિ અને બાળકોના પોતાના અંગત પ્રશ્ન હોય તો નિરાતે સાંભળીને નિરાકરણ લાવતા હતા. બાળકોને શિક્ષણનો હેતુ ન માત્ર નોકરી પૂરતો રહે પણ બાળકોની અંદર રહેલી પ્રતિભા ખીલી ઊઠે તે છે તેવું સમજાવતા- શિક્ષણ થકી સ્વમાન સાથે કઈ રીતે જીવી શકાય – પોતાનામાં અનન્ય અને અખૂટ શક્તિનો ભંડાર રહેલો છે તેવું બાળકોને ઉદાહરણ દ્વારા સહજતાથી સમજાવવા પ્રયત્ન કરતાં હતા.

વધુ આવતા સપ્તાહે.

મિલન મહેતા બુ ઢ ણા
98243 50942