એક અધૂરી પ્રેમ કહાની.... જિંદગી ની યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અધૂરી પ્રેમ કહાની....

એક અજય નામ નો છોકરો હતો એ કોરોના કાળ દરમ્યાન સોશ્યલ એપ દ્વારા અવનવું વાંચન અને વિવિધ રીતે ઉપયોગી પ્રવુતિઓ કરતો હતો એક દિવસ અજય ની મુલાકાત સોશિયલ મીડિયામાં જ્યોતિ સાથે થઈ જ્યોતિ પણ શિક્ષિત યુવતી હતી બંને એક બીજા ની સાથે વાતો કરવા લાગ્યા અને સાથે સાથે એક બીજાની ખૂબ કાળજી રાખવા લાગ્યા. બન્ને પરિણિત હોવા છતાં એકબીજા ના થઈ ગયા હતા. બન્ને નો વિશ્વાસ એટલો અતૂટ હતો કે એક દિવસ કહે તો બીજું પણ કહે દિવસ, એક રાત કહે તો બીજું પણ રાત કહે. આવી સમજદારી પૂર્વક ખૂબજ સુંદર જિંદગી જીવતાં હતાં. વાતો માને વાતો માં બન્ને એટલે દૂર નિકળી ગયા કે દોસ્ત માંથી એક બીજના જીવનસાથી બની ગયા. જ્યોજીએ માં અંબા ના સાનિધ્ય માંથી લાવેલ સિંદૂર હોસે હોંસે અજય ના હાથે થી સેથો ભરી ને જનમો જનમ સાથે જીવવા મારવાના વચનો આપી દીધા. બન્ને ની પહેલી મુલાકાત એટલી યાદગાર હતી કે જીવ જશે તો પણ ક્યારે નઈ ભુલાશે. પહેલી મુલાકાતની તસવીર આજે પણ આ દિલ ની દિવારો પર અકબંધ છે. એ માથે દુપટ્ટો ઓઢીને મલક મલક મલકાતી ગલીમાં આવીને ઊભી હતી અને અજય એની એજ ઝલક જોવાને બાવારો બની ને કાર લઈ ને દોડતો જતો હતો. બન્ને એ આખો થી આંખો મિલાવી બન્ને ના સ્મિત થી જાણે સમુદ્ર ઉભરાઈ રહ્યો હોય એવું લાગણીસભર દૃશ્ય સર્જાયું હતું. બીજા દિવસે બન્ને એ નિરાંતે મળવાનું જ હતું. એજ બીજાને જોવાનો અને પામવાની આતુરતાનો અંત આવ્યો. એની પસંદ ની મજાની ટીશર્ટ ની ખરીદી અજય એ કરી. બીજા દિવસે બંને ની મુલાકાત હતી. અજયે ગુલાબ નું મહેકતું પુષ્પ આપીને મહારાણી ની જેમ જ્યોતિ નું સ્વાગત કર્યું. જ્યોતિ અને અજય નો હાથો માં હાથ લઈ ને પ્રતિજ્ઞા લીધી હતી કે આ હાથ અને સાથ છેલ્લા શ્વાસ નો હોવો જોઈએ. જીવવું તો પણ એક બીજા માટે મરવું તો પણ એક બીજા માટે. સાથે ફર્યા સાથે જમ્યા ને સાથે જીવેલી પળ પળ અજય ના કાળજે કોરાઈ ગઈ. એક બીજાના દુઃખે દુઃખી બન્ને ને એક બીજા ના સુખે સુખી એવી મજાની જીંદગી જીવતા હતા . કેટલાક પ્રશ્નો ના કારણે જ્યોતિ એ શિક્ષણ નો રસ્તો છોડી દીધો. રોજ એક બીજાની એટલી કાળજી રાખતા હતા આ બન્ને યુગલ કે એક પાણી ન પીવે તો બીજું પણ ના પીવે. આંખ એક ની ભીની થઈ હોય તો બીજું પણ રડી રડી ને તડપતું હોય.બે વર્ષ સુધી આ યુગલ ક્યારે જગડ્યા ન હતા. કેટતો સુમેળ હસે એ સંબધમાં કે બે વર્ષ સુધી કોઈ જગાડો નઈ કે કોઇ સંકા નઈ. પરંતુ કુદરત ને તો જોડેજ રાખવા હતા. પણ જ્યોતિ ને ધીમે બદલાવા લાગી હતી. સત્ય ને અજય થી ક્યાંક ને ક્યાંક છુંપાવા લાગ્યું. જ્યોતિ ક્યાંક ને ક્યાંક જૂઠ નો સહારો લેવા લાગી હતી. મારી સાથે બહાના બાજી થઈ રહી હતી. અજય ને હોસિયાંમાં ધકેલી અજય નું સ્થાન કોઈ બીજું લઈ રહ્યું હતું. આના પુરાવા અજય ને મળતા તે ખૂબ વ્યતીત હતો. તે જ્યોતિ ને ખૂબ સમજાવતો અને કગરતો પરંતુ રોજ જ્યોતિ તેના મનનું ધાર્યુંજ કરવા લાગી. અજય ને હજારો માઈલ દૂર કરવા લાગી ન બોલવાના કટુ વેણ પણ કહેવા લાગી. છેલ્લે તો અજય ને કદરૂપો, સુવર ના જેવોજ તું દેખાય છે ને તું ક્યાં રૂપાળો છે આ વાક્યો બીજા કોઈક પારકા ના કારણે સાંભળવા પડ્યા પણ એ પોતાના થઈ ગયા હતાં ને હવે અજય પરકો થઈ ગયો હતો. આમ અજય ને જન્મ દિવસ ના દિવસે પણ ગાવ જ સહન કરવાનો વારો આવ્યો હતો. અજય કગરવા છતાં પણ એને જ્યોતિ દ્વારા તરછોડવામાં આવ્યો. અને એની મંજિલ કોઈક ઓર બની ગઈ.