નોકરીના સ્થળે હાજર થવાનું થયું, મારા વતન થી ખાસ્સું દૂર એટલે ક્યાં જવું ? કઈ રીતે રહેવું ?એ વિચારો અમારા પરિવારમાં એક પ્રશ્ન હતો અને અમે સૌ વિચારતા હતા કે નવું શહેર હશે નવા માણસો હશે ક્યાં રહેશું? કેવી રીતે રહેશું? અને ખાસ કેવા માણસો હશે? અને કેવું વાતાવરણ હશે? હું તેમાં સમાયોજન સાથી શકીશ કે નહીં ઘણા બધા પ્રશ્નો થી મન વિચલિત હતું પણ સરકારી નોકરી મળ્યા નો એટલો જ મારા પરિવાર જનોને આનંદ પણ હતો પણ મારું શહેર છોડવું પડ્યું મારું ઘર છોડવું પડ્યું એનો મને જિંદગીભર વસવસો રહેશે..
પણ ડિસેમ્બર એક 2018 ના થોડા દિવસો પૂર્વે હું અને મારા હસબન્ડ અનુરાગ એક મકાન જોવા જઈએ છીએ આમ તો ઘણા બધા મકાનો જોયા હતા એટલે અમારા બજેટના કારણે અમે તેને રિજેક્ટ કર્યા હતા પણ આ મકાન જોવા જ્યારે જઈએ છીએ ત્યારે ત્યાં જોઈએ છે એક માજી અને બાપા બે જ રહે છે એક જુનવાણી મોટું મકાન છે અને મકાનની અંદરથી જ સીડી છે જે બીજા માળે જવાનું છે જે મકાનમાં અમારે રહેવાનું હોય છે માજીને પહેલા તો જોઈને જ હું તો ખુશ જ થઈ ગઈ ગોળ મોઢું ,વાને રૂપાળા, લાલ મોટો ચાંદલો તેના કપાળને શોભાવતો અને નાકમાં સોનાની ખાસી મોટી નથળી અરે આ બધું જોઈને તો મને જાણે સાક્ષાત માતાજીનું સ્વરૂપ અરે હા લાલ ઓઢણું બાંધણીનું જેની શોભા અતી પ્યારી એવા મારા "સાજણ માં" અમે ગયા એટલે તરત જ પાણી આપી ગેસે ચા ચડાવી દાદા એ અમને કહ્યું એટલે અમે તો ઉપરના માળે મકાન જોયું મકાન એટલે અંદર ફળિયામાંથી જ ઉપરના માળેથી જવાય..
વર્ષો અમે અમારા સ્વતંત્ર મકાનમાં રહ્યા એટલે થોડું અજુગતું પણ લાગ્યું પણ અમે તો આર્થિક રીતે અમારા બજેટમાં હોય તેવું જ ઘર તપાસતા હતા એટલે બા અને દાદાના સ્વભાવ અને મકાન પણ હવા ઉજાસવાળું હોવાથી અમે મકાન માટે હામી ભરી. અમે લોકોએ બે ચાર દિવસમાં નક્કી કરીને એ મકાનમાં રહેવાનું વિચાર્યું અને
01/12/18 ના રોજ ત્યાં સામાન લઈ રેહવા જતા રહ્યા તે દિવસે પણ બા એ અમારા બધા માટે ચા બનાવી અને જેવો ટ્રક ઠલવાયો સામાનનો એટલે બા તરત જ પગથિયા ધોઈને પૂછવા આવ્યા કે બેટા શાક રોટલા ચાલશે ને સાંજનો સમય થયો એટલે ચુલ્લાના બનાવેલા ગરમાગરમ રોટલા લસણની ચટણી અને શાક એવું બધું પીરસે ને બા એ અમને જમાડ્યા અને આત્મન માટે થોડી ખીચડી પણ તાસરીમાં ભરી આપી અને બા તો બસ મારા બાજ બની ગયા અને લગભગ અમે ત્રણ સાડા ત્રણ વર્ષ ત્યાં રહ્યા હોઈશું અનુરાગનું મૃત્યુ પણ એ ઘરમાં રહેતા તે દરમ્યાન થયું પણ મને આજે ચાર વર્ષે પણ ક્યારેય અજાણ્યું લાગ્યું નથી કે અમને લોકોને એવો અહેસાસ અપાવ્યો નથી કે અમારાથી એ અલગ જ્ઞાતિના છે કે જાણે આપણાઓથી પણ વિશેષ એક ઘરના સદસ્ય જેવું જ મને લાગ્યું
મારા બા મારી દરકાર કરે છે હજુ પણ મને એ લોકો ફોન કરીને મારા ખબર અંતર અને સમાચાર પૂછે છે હું આ જીવન પર્યંત બાને ભૂલી શકીશ નહીં કારણકે એમનું મિલનસાર સ્વભાવ હંમેશા મને દીકરીની જેમ જ રાખતા મને યાદ છે કે હું સવારે આઠ વાગે પેપર તપાસવા જતી રહેતી અને રાત્રે 8:00 વાગે આવતી મારા માટે બાએ મોટા મોટા બે રોટલા ઘડી રાખ્યા હોય અને કહે કે આલે તું થાકી ગઈ હોઈશ બીજું કંઈ કામ હોય તો મને કે
એક સમયે કેવા લોકો હશે? કેમ એડજસ્ટ કરશું? એવા વિચારોથી મન ત્રસ્ત હતું પણ બા ના મળ્યા પછી મને મારી આત્માને જે ખુશી મળી છે એ અનેરી અને અદ્વિતીય છે જીવનમાં ઘણીવાર એવા માણસો મળ્યા છે કે જેની મેં કલ્પના પણ કરી ન હતી
પહેલા તો હું નસીબ પર ભરોસો ન કરતી પણ હવે જાણે નસીબ છે એવું હું બીલીવ કરવા મજબૂર બની છું. કેટલું આશ્ચર્ય કહેવાય કે જીવનમાં આપણે જેને આપણાઓ કહીએ છીએ એ પારકા જેવો અહેસાસ કરાવે છે અને જે પારકાઓ છે તે પોતાના ઓ કરતા પણ વધુ આપણને પ્રેમ આપી જાય છે એટલે જ મને એક મારી લખેલી રચના યાદ આવે છે કે..
"कुछ रिश्ते मेरे रब ने बनाए कुछ रिश्ते मैंने खुद
कुछ रिश्तो से अपमानित हुई हूं मैं तो
कई रिश्तो ने मुझे पलकों पर है बिठाया
ऐ रब तेरा शुक्रिया...
જય દ્વારકાધીશ 🙏🏻