હોસ્ટેલનો બંધ રૂમ - 1 Dave Yogita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

હોસ્ટેલનો બંધ રૂમ - 1

નમસ્કાર મિત્રો!
આ પૃથ્વી પર જેટલી સારી શકિત રહેલી છે.એટલી જ મેલી એટલે કે કાળી(ખરાબ શકિત) પણ રહેલી છે.જેને ભૂત, પ્રેત અજ્ઞાત ભટકતી આત્મા તરીકે ઓળખીએ છીએ.ખરેખર આ બધા ભૂત,પ્રેત માણસને હેરાન કરે છે? આ પ્રશ્નનો જવાબ આ વાર્તામાં મેળવવાની કોશિશ કરીએ.

કંઇક આવી જ વાતો ની આ વાર્તા છે. એક કાલ્પનિક વાર્તા છે.કોઈ સ્થળ ,વ્યક્તિ કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.

રમીલાબેન આજ સવારથી ખુશ ખુશ છે.બધી આદિત્ય ની ભાવતી રસોઈ જ ઘરમાં બનવાની છે.કેટલા દિવસે મારો દિકરો આવવાનો છે.

મહેશભાઈ બોલ્યાં ભાગ્યવાન આજે તો તારી ખુશીનો કોઈ પાર નથી. ખબર છે આજ તારો લાડકો ગગો આવવાનો છે.

હા આદિત્ય આવવાનો છે. આજે આવડી મોટી સિદ્ધિ હાસિલ કરીને આવે છે.કેટલી મહેનત કરી છે પોતાના મેડિકલ ફિલ્ડમાં ત્યારે આજ આ હોદા પર પહોંચ્યો છે.આજે મારો દિકરાએ પૂરા મુંબઈમાં સૌથી સારા Psychiatric નો એવોર્ડ મેળવ્યો છે.

ચલો હવે આદિને એરપોર્ટ પરથી લઈને આવો.આદિ અમદાવાદ આવે છે.રમીલાબેન અને મહેશભાઇની ખુશીનો પાર હોતો નથી.આદિત્યને ગળે લગાવી લે છે.મારા દિકરા એ કુટુંબનું નામ રોશન કર્યું.
થોડીવાર પછી બધા વાતો કરતા કરતા ભોજન કરવા બેસે છે.વાહ મમ્મી! ઘણા દિવસે તારા હાથનું જમીને મજા પડી ગઈ.મારો દિકરો કેટલો weak પડી ગયો છે.આવી વાતો ચાલતી હોય ત્યાં મહેશભાઈ ના ફોનની રીંગ વાગે છે.
હું રીટા રિપોર્ટર વાત કરું છું sir. અમને news મળ્યાં છે કે dr.આદિત્ય અત્યારે અમદાવાદ આવ્યા છે.ગુજરાતનો છોકરો થઈ પોતાનું નામ આખા ઇન્ડિયામાં રોશન કર્યું છે.તો અમારે dr.આદિત્યsir nu interview લેવા માટે આવવું છે.હું આદિને પુછીને તમને જવાબ આપુ.

મહેશભાઈ આદિત્યને interview બાબતે જણાવે છે.પપ્પા કાલ જ ગોઠવી દઈએ.

બીજે દિવસે મીડિયા વાળા પોતાના કેમેરા લઈને આદિનું interview લેવા પહોંચી જાય છે.આદિ એકદમ સિમ્પલ વ્યક્તિત્વ ધરાવતો ડોક્ટર છે.તે પણ પોતાના interview માટે ready રહે છે.

હું છું રીટા રિપોર્ટર આજે આપણે ગુજરાતની નંબર વન ચેનલ ટીવી૧૬માં મુંબઈના જાણીતા અને પ્રખ્યાત Psychiatrist dr.આદિત્યનું interview લેવા માટે તેમના ઘરે જ પહોંચી ગયા છીએ.

આદિત્ય પોતાના મમ્મી-પપ્પા સાથે interview માટે બેસી જાય છે.

પહેલો સવાલ આદિત્યને પૂછવામાં આવે છેઆદિત્ય sir તમે કેવું મહેશુસ કરી રહ્યા છો? આવડી મોટી સિદ્ધિ તમે પ્રાપ્ત કરી છે.

સાચું કહું તો હું proud મહેશુસ કરી રહ્યો છું.આ ગુજરાતની ધરા પર મારા ભણતરનો પાયો નંખાયો.એટલે સૌથી પહેલા મને ગુજરાતી હોવા પર ગર્વ છે. અને મેં જે સિદ્ધિ હાંસિલ કરી છે એનો શ્રેય મારા માતા પિતાને આપવા માંગુ છું.આ એવોર્ડ મને મળ્યો પણ એ મારાં મમ્મી- પપ્પાના કરેલા અથાક પ્રયત્નો ના હિસાબે જ છે.

રમીલાબેન અને મહેશ ભાઈની આંખો પણ ગર્વથી ચમકતી હતી.
બીજો સવાલ પૂછવામાં આવ્યો sir તમે લગ્ન કયારે કરશો?

આદિત્ય હસવા લાગ્યો.આ question મારા syllabus ની બહારનો છે.Dr.આદિત્યના માતા-પિતા પણ આ સવાલથી આદિત્ય સામે જોવા લાગ્યા.અમે એ જ પૂછવા માંગીએ છીએ.

dr.આદિત્ય જવાબ આપતા કહે છે.કોઈ છોકરી મને હા જ નથી પાડતી.બધા આ જવાબ પર હસવા લાગે છે.વાતાવરણ એકદમ હળવું બની જાય છે.

રીટા રિપોર્ટર ત્રીજો પ્રશ્ન પૂછે છે sir તમે આટલા પ્રખ્યાત Psychiatrist બની ગયા છો.પેશન્ટ તો તમને માનસિક રોગોના જ મળ્યા હશે.આ બધા પેશન્ટ અલગ અલગ માનસિકતાથી પીડાતા હોય છે.અને આ પેશન્ટ વચ્ચે તમને ક્યારેય એવું લાગ્યું હોય કે ખરેખર આને ભૂત,પ્રેત વળગ્યું છે?

ઘણા બધા પેશન્ટ આવે તો છે કે આ બેન કે ભાઈને જોડિયું વળગ્યું છે.કોઈ કહે છે મને કોઈ સફેદ કપડાં વાળી સ્ત્રી દેખાય છે.કોઈ કહે મને એક ડાકણ દેખાય છે પણ હું તો એક ડોક્ટર છું આ બધામાં વિશ્વાસ કરતો નથી.મારી ટ્રીટમેન્ટ અને દવાથી જ ઈલાજ કરું છું.better counsling અને યોગ્ય ટ્રીટમેન્ટ સાથે ઈલાજ કરવામાં આવે તો ગમેતેવો માનસિક દર્દી ને સારો કરી શકાય છે.

રીટા રિપોર્ટર પૂછે છે sir તમે આટલા મોટા Psychiatrist થઈ ભૂત,પ્રેત જેવી વાત પર ભરોસો કરો છો?તમને ક્યારેય આવી કોઈ શક્તિનો અનુભવ થયો છે? આ ભૂત,પ્રેત જેવી વાત પર કેટલો વિશ્વાસ તમે પર્સનલ લાઇફમાં કરો છો?આવી કોઈ શકિત હોય ખરા?