મા - દિકરી ને લાગણી Kaushalyaba Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મા - દિકરી ને લાગણી

હાલ માં રિલીઝ થનારું ગુજરાતી પિક્ચર -૨૧મું ટિફિન નો ડાયલોગ સાંભળ્યો. આજે આ જ શબ્દો કદાચ મને મારાં માટે પણ સાચા લાગ્યા. અને કદાચ દરેક એ દીકરી ને સાચા લાગ્યા હશે કે જેના લગ્ન ને થોડો સમય પસાર થઇ ગયો છે. તયારે મમ્મી ના જે દરેક વર્તન પર સવાલ ઉઠતા એનાં જવાબ સમય જતા મળી જતાં લાગ્યા. એ દરેક વાત કે જે મમ્મી દ્વારા કરવા માં આવે ત્યારે જે ચીડ જે ખીજ કે જે ગુસ્સો જે ગડમથલ જે કાંઈ કહો એ જ વર્તન જ્યારે આપડે કરી એ છી એ તયારે મમ્મી ના એ વર્તન પાછળ નું કારણ સમજાય છે. કાશ એ કારણ એ ઉંમરે સમજવા સક્ષમ હોત તો તેમની એ પરિસ્થિતિ મા ભલે બદલાવ ના લાવી શક્યા હોત પણ એનો સાથ તો આપી જ શક્યા હોત ને? પણ અત્યારે એ વાત નો અફસોસ કયારેક એટલી હદે કોરી ખાય કે પોતાની જાત પર જ સવાલ થાય કે મારાં માં આટલી પણ સમજણ નહતી? અને હવે જ્યારે એમને સમજી શકી એ છીએ તયારે એમની સાથે એમની પડખે ઊભા રહેવા નો અવસર નથી મળતો. શું કરી એ દીકરી છી એ ને.. પરણી ગયા પછી નવા પરિવાર ની જવાબદારી અને ફરજ જ્યાં જન્મ લીધો.. જ્યાં ઉછર્યા... જ્યાં મોટા થયા... તે પરિવાર પ્રત્યેની ફરજ ને જવાબદારી ની આડે આવી જાય છે.
આ બધુ લખવાનો મતલબ એક જ કે મારા જેવી કોઈ દીકરી આ વાચે અને એના મમ્મી ને ફકત એક દ્રષ્ટિ થી નહી પણ દરેક સંભાવના થી સમજે. અને ખરા સમયે એક માં એની દિકરી ના સાથ થી વંચિત ના રહી જાય.
હા કદાચ તમારાં વચ્ચે કહેવતો એ જનરેશન ગેપ હશે. પણ એ તો દરેક જગ્યા એ રહેવાનો ને? શા માટે એ બહાનું વચ્ચે લાવી ને એ લોકો ની લાગણી ને રૂઢિવાદી વિચારસરણી માં ખપાવી દેવી. જો એ ખરેખર જ તમને ખોટા લાગે છે તો તમારો સાચો તર્ક રજુ કરવાની હિંમત કરો. કદાચ એ નહી સમજે પણ એક પ્રયત્ન ન કર્યા નો પછતાવો ના રહી જાય. અને કદાચ સમજી જાય તો પરિવર્તન લાવ્યા નો આનંદ પણ મળશે ને?
જે એક સેતુ બાંધેલો છે એ તોડવા નો પ્રયતન કરવો ખોટો નથી. પહેલ દરેેક વખતે સામે વાળા જ કરે એ જરૂરી નથી ને? એક તાર જોડવા નો પ્રયત્ન કરી જુઓ. પછી જીવનના એક પડાવ પર અફસોસ ના રહી જાય કે મે પ્રયત્ન જ નાં કર્યો એમને સમજવા નો. એમની જગ્યા એ પોતાની જાત ને એ સમયે ગોઠવી ને વર્તન કરવું વધારે સારૂ રહેશે એમ હું માનુ છું. નહી તો સમય આવ્યે તમારે એ જગ્યા એ ઊભું રહેવાનુ જ છે. સમય એક સમયે તેમને કદાચ એ જ પરિસ્થિતિ મા મૂકશે જ્યાં એ હતા. અને ત્યારે ભલે તમે પરિસ્થિતિ સંભાળી લો પણ એમને ના સમજી શક્યા નહી એ વસવસો રહેશે. અને કદાચ ત્યારે જિંદગી તમને માફી માંગવાનો કે પછી લાગણી જણાવવા નો મોકો ના આપે.
જેમ આ વાત મમ્મી માટે લાગુ પડે છે એ જ પપ્પા માટે પણ લાગુ પડે છે. એવુ તો નથી જ કે ફક્ત મમ્મી એ તમારાં માટે કર્યુ. પિતા એ પણ ખૂબ ત્યાગ આપ્યો છે. એના માટે પણ આ બધુ જ લાગૂ પડે છે.
આપણા સમાજે બે પેઢી વચ્ચે જે વાડ ઉભી કરી છે એમા કઈ જગ્યાએથી બાકોરું પાડી ને પેસવું એ તમારે જોવાનુ છે.
અંતે ફક્ત એટલું જ કહીશ કે જે સમયે એમને જે લાગણી.. જે સાથ અને જે પ્રેમ ની જરૂર છે એ સમયે એમને મળશે તો તમારું જીવન ખરા અર્થ મા સાર્થક થશે.
જો અંત સુઘી મને વાચી છે તો મારી આ લાગણી ને અંત સુઘી સંભાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.