ગપસપ - ભાગ-3 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગપસપ - ભાગ-3

ગપસપ ભાગ-૩ 

        આ નાની-નાની વાર્તાઓ રુદ્રાંશ અને તેના મમ્મી-પપ્પા વચ્ચે જે હાસ્યાપદ વાતાવરણ ઉભું થતું હોય છે તેના વિશે છે. આથી તમને પણ આ વાર્તા તમારી આપવીતી જરૂરથી લાગશે જ. 

આપી ચાચી

(રુદ્રાંશ બે વર્ષનો છે તો ઘણીવાર એમ ને એમ જ કંઇક બોલતો હોય છે. એકવાર એના મનમાં શું આવ્યું કે આપી ચાચી આપી ચાચી એમ કરીને કરીને રાગમાં ગાવા લાગ્યો.)

(મમ્મી, પપ્પા ને ઘરના બધા તો તેની સામે જ જોઇ રહ્યા. પછી વિચારવા લાગ્યા કે આ શું બોલે છે.બધાએ પોતપોતાના મંતવ્ય આપ્યા.)

પપ્પા : આ શું બોલે છે.?

મમ્મી : કદાચ...........(બહુ વિચાર્યા પછી)

સાસુમા : ચાવી બોલતો હોય તેમ લાગે છે.

મમ્મી : (થોડા મજાકના મૂડમાં, દિયર સામે જોઇને) ચાવી નથી બોલતો.

પપ્પા : તો શું બોલે છે.?

મમ્મી : આપી ચાચી........આપી ચાચી.......એટલે કે, આપણી કાકી.......આપણી કાકી.........જુઓ દેવરજી હવે લગ્ન કરી દો. રુદ્રાંશ કાકીને યાદ કરે છે.

(ઘરમાં બધા જોરજોરથી હસવા લાગ્યા ને રુદ્રાંશનું બોલવાનું ફરીથી ચાલુ થઇ ગયું આપી ચાચી.........આપી ચાચી.......)

 

કટકો

(ઘણી વાર તેની નાની વાસણ ઘસતી હોય ને તેની મમ્મી વાસણ સાફ કરતી હોય ત્યારે રુદ્રાંશ તેમને હમેશા કામમાં મદદ કરતો.)

મમ્મી : રુદ્રાંશ.........અહી આવ તો બેટા.....આ વાસણ અંદર લઇ જજે.

નાની : રહેવા દે. એને કામ ના કરાવડાય. જેટલો ખાતો પણ નહી હોય ને તું એટલું કામ કરાવીને વસુલ કરી દે છે. (એમ કહીને હસે છે. )

મમ્મી : ના ...ના .... એવું નથી. જોજે રુદ્રાંશ આવશે. (ને સાચે જ રુદ્રાંશ આવે છે અને બધા વાસણ એક-એક કરીને ઉપાડીને લઇ જાય છે મોટું કૂકર પણ.....)

નાની : આ તો મારા કામનો કટકો છે.

મમ્મી : સાચી વાત છે.

(રુદ્રાંશ રોજ મમ્મીને આ રીતે મદદ કરતો તેટલી વાર નાની તેને કામનો કટકો કહેતી. જે તેને બરાબર યાદ રહી ગયું હતું.)

એક દિવસ.........

રુદ્રાંશ : કટકા........કટકા..........કટકા.......

દાદી : આ કેમ કટકો-કટકો બોલે છે.

મમ્મી : આ તો મારા મમ્મી રુદ્રાંશ કામ કરે એટલે એમ કટકો કહેતી એટલે તેને યાદ રહી ગયું છે.

(બધા હસવા લાગ્યા...કે નાના બાળકને કેવું ઝડપથી યાદ રહી જાય છે.)    

 

સેન્ડવીચ

(નવરાત્રી હોવાથી રુદ્રાંશના મમ્મી અને પપ્પાને ઉપવાસ હતો. )

પપ્પા : ચલ ઘણો સમય થયો છે. રુદ્રાંશને કયાંક બહાર લઇ જઇએ.

મમ્મી : સારું. ચલો..... પેલા સેન્ડવીચ વાળાને ત્યાં જઇએ. એને બ્રેડ બટર જામ બહુ ભાવે છે.

પપ્પા : સારુ.

(પપ્પા, મમ્મી અને રુદ્રાંશ ત્રણેય બહાર જાય છે. ત્યાં તેના માટે બ્રેડ બટર જામ લે છે. ખાતા-ખાતા રુદ્રાંશ ટેબલ પર આંગળી મૂકે અને પછી પેલા સેન્ડવીચ બનાવવાવાડાની સામે આંગળી ચીંધે. આવું ચાર થી પાંચ વાર થયું.)

પપ્પા : જોયું તે કાંઇ. આ શું કરે છે.?

મમ્મી : હા જોયું મે. એને યાદ છે કે મમ્મી દરેક વખતે જયારે અહી આવે ત્યારે વેજીટેબલ સેન્ડવીચ મંગાવે છે. એટલે એને એમ કે આજે કેમ નથી મંગાવી.

પપ્પા : સાચી વાત છે તારી. જોયું એને કેવી ખબર પડે છે.

(મમ્મી તરત જ પછી રુદ્રાંશને વ્હાલ કરે છે અને કહે છે કે, મમ્મી ને ઉપવાસ છે બેટા.... આપણે પછી ખઇશું હોને. ને રુદ્રાંશ પણ જાણે સમજી ગયો હોય એમ હા કહે છે.)  

 

જયુસની બોટલ

(રુદ્રાંશ અને તેના મમ્મી-પપ્પા રાતે આંટો મારવા ગયા. બધે જગ્યાએ ચાલતી નવરાત્રીના દર્શન કરીને તેઓ ઘરે પાછા આવતા હતા.)

(રસ્તામાં તેમના ઘર બાજુ એક દુકાને ત્યાં ઉચા રહ્યા.)

પપ્પા : તારે શું ખાવું છે?

મમ્મી : મને ભૂખ નથી. એક કામ કરીએ. જયુસ લઇ લઇએ.

પપ્પા : ઓ.કે. લઇ લે અને રુદ્રાંશને થોડું જ આપજે જયુસ. એને પાછી શરદી થઇ જાય છે.

મમ્મી : હા.....( તે ફ્રીજમાંથી જયુસની બોટલ લે છે અને કાઉન્ટર પર મૂકે છે. જેવી તે બોટલ કાઉન્ટર મૂકે છે ત્યાં રુદ્રાંશ જે તેના પપ્પાના તેડ્યો હતો. તે તરત જ નીચે ઉતરી બોટલ લઇ લે છે ને તેના પપ્પા આ જોઇને હસે છે.)

મમ્મી : અરે બોટલ કયા ગઇ.?

પપ્પા : આમ જો. આ તારા કુંવરે બોટલ લઇ લીધી છે.

મમ્મી : લાવ બેટા, મને આપ હું તને જયુસ પીવડાવું.

(રુદ્રાંશ બોટલ આપતો નથી ને ફ્રીજ તરફ ઇશારો કરે છે.)

રુદ્રાંશ : લે..........લે......લે.......(ફ્રીજ તરફ જોઇને)

મમ્મી : (પપ્પાને) જુઓ તો આ મને ફ્રીજમાંથી નવી બોટલ લેવાનું કહે છે પણ તેની બોટલ તો નહી જ આપે.

(બંને જણા પછી હસવા લાગ્યા.)

નવ ટાંકા

(રુદ્રાંશ હજી બોલતા શીખતો હોય છે. આથી અમુક શબ્દો તે બોલી શકતો ને અમુક ના બોલતો.) 

મમ્મી : બેટા, બોલ. એક....બે....ત્રણ....ચાર.....પાંચ....છ....સાત.....આઠ....નવ....દસ..

રુદ્રાંશ : એક.....દે......તણ............ચાર.......પાંચ..........છ.....સાત......આટ.......નઉ...દસ.

મમ્મી : (પપ્પાને) અરે સાંભળો છો, રુદ્રાંશના પપ્પા... આ નવ કેવું મસ્ત બોલે છે.

રુદ્રાંશ : (તેની મમ્મી ફરીથી નવ બોલાવડાવે છે.) નઉ.....

(બંને જોરજોરથી હસવા લાગે છે.) થોડા દિવસ પછી રુદ્રાંશ મસ્તીમાં ને મસ્તીમાં પલંગ સાથે અથડાય છે ને પલંગની ધાર તેને વાગે છે. લોહી બહુ જ વહે છે. તેના પપ્પા દવાખાને લઇ જાય છે.)

(રુદ્રાંશને નજીક -નજીક નવ ટાંકા આવે છે. પછી તેઅદ દવાખાનેથી ઘરે આવે છે. એટલે બધા તેના ખરબઅંતર પૂછે છે.)

પપ્પા : આખ દિવસ નઉ.....નઉ.... કરતો હતો. એટલે નવ ટાંકા આવી ગયા.

 

- પાયલ ચાવડા પાલોદરા