ગપસપ - ભાગ-1 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગપસપ - ભાગ-1

ગપસપ ભાગ-૧

          હેલો, મિત્રો. આશા છે કે આપને મારી આગળની વાર્તાઓ ગમી હશે. કેમ કે, મારી વધારે વાર્તાઓ પ્રેમ પ્રકરણ હોય કે જીવનરૂપ અનુરૂપ હોય છે. જે આપ સૌ દ્વારા વાંચવા બદલ આપનો દિલથી આભાર છે. હવે આપને માટે હું એક નવી શ્રેણી લાવી રહી છું. આ વાચીને તમને પણ એમ થશે કે અમારા બાળકો પણ આમ જ કરતા હતા. તમારા બાળકોના બાળપણની યાદો તમને તાજા થઇ જશે. આ વાંચીને જરૂરથી કમેન્ટ કરજો.

ચપ.....ચપ.......ચપ......

રુદ્રાંશ : ચપ....ચપ.....ચપ.....

મમ્મી : અરે, કેમ આવું બોલે છે?

રુદ્રાંશ : ચપ......ચપ.....ચપ.....

મમ્મી : અરે સાંભળો છો, રુદ્રાંશના પપ્પા. આ કયારનોય ચપ...ચપ....ચપ.... બોલબોલ કરે છે. કયાંથી શીખે છે આ?

પપ્પા : તારી યાદશક્તિ પર જોર આપ. રોજ રાતે તુ જ ગીત સંભળાવતા ચપ...ચપ....ચપ... કરે છે.

(યાદ કરવાની કોશીશ કરે છે. પણ યાદ નથી આવતું. આખરે રુદ્રાંશના પપ્પા યાદ કરાવે છે.)

પપ્પા : (ગીત ગણ-ગણ કરતાં)

‘‘એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પેહરી ફરવા ગઇ,

કાંકરીયામાં ફરવા ગઇ, કાંકરીયામાં મગર, બીલ્લીને આવ્યા ચકકર,

સાડીનો છેડો છુટી ગયો, મગરના મોંમાં આવી ગયો,

મગર બિલાડી ખાઇ ગયો. ચપ....ચપ.....ચપ......’’

(આ સાંભળી રુદ્રાંશ ફરીથી ચપ....ચપ.....ચપ...... કરવા લાગ્યો અને તેના મમ્મી અને પપ્પા હસી પડયા.)

મમ્મી : ઓહહહ.......હવે સમજ પડી. તો ચપ...ચપ.....ચપ....નો આવીસ્કાર તો મે જ કર્યો છે.

ધાબા પર ચકલી

રુદ્રાંશના પપ્પાને નોકરી જવાનું હોવાથી તે બહાર નીકળી ગયા. આથી રુદ્રાંશ તેમની સાથે આવવા બહુ જ રડવા લાગ્યો. તેના પપ્પાના ગયા પછી તે બહુ જ રડવા લાગ્યો. આખરે તેની મમ્મી તેને શાંત કરવા લાગી.

રુદ્રાંશ : પાપા..... પાપા...... પાપા......... (રડતાં-રડતાં)

મમ્મી : હા બેટા, પપ્પા આવે છે નોકરી જઇને.

રુદ્રાંશ : ના....ના.....ના.....(રડતા-રડતા બહાર જવાનો ઇશારો કરે છે.)

મમ્મી તેને બહુ જ સમજાવે છે પણ તે માનતો નથી. બસ રડયા જ કરે છે. આખરે ..........

મમ્મી : જો દીકુ, તારી બિસ્કીટ..... કેટલી બધી છે. જો તારું મનગમતું સફરજન.... લે ચલ મમ્મી તને સફરજન કાપીને આપે.

રુદ્રાંશ : ના...ના....ના..... પપ્પા જોડે જાઉં..... પપ્પા જોડે જાઉ.

મમ્મી :  આ તારા પપ્પા પણ તારી સામે જ નોકરી ન જતા હોય તો સારું. ને આ આટલું રડીને-રડીને આંખો સૂઝી ગઇ તેની.

(રુદ્રાંશનું રડવાનું ચાલુ જ છે.)

મમ્મી : દીકુ, એક વાત કહુ. સાંભળ તુ. (રુદ્રાંશ ધ્યાનથી સાંભળે છે.) જો ધાબા પર ચકલી આઇ છે. ચલ આપણે તેને પકડવા જઇએ.

રુદ્રાંશ : (તરત જ મમ્મીનો હાથ પકડીને ચાલવા મંડે છે.) (ખુશ થઇને) ચલ.....ચલ......ચલ.........

 (મમ્મીને એમ થાય છે કે દીકુને કેવી રીતે આજે ફોલાવી દીધો.)

 

મામાની બચી

(રુદ્રાંશને તેના મામા હંમેશા ગાલ પર બચી કરે... તો તેને ના ગમે. એક દિવસ થયું એવું કે, તેના મામાએ તેને પકડીને ગાલ પર એક કિસ કરી લીધી.)

મામા : અહી આવ, રુદ્રાંશ તને મામા બચી કરે.

રુદ્રાંશ : ના.........ના............ના.............

મામા : (તેને પરાણે પકડીને ગાલ પર કિસ કરે છે.) અરે વાહ મારું દિકુ. પણ આ તો જો ગાલ પર પોતાને કેમ મારે છે.?

મમ્મી : હા મે પણ જોયું. (પછી મમ્મી તેને ગાલ પર બચી કરે છે. તો તે ચૂપચાપ ઉભો હોય છે.)

મામા : લાવ ફરીથી ગાલ પર બચી કરું.(ને તરત જ રુદ્રાંશ ગાલ પણ હાથ ફેરવી દે છે.)

(આવું પાંચ-છ વખત થાય છે. ત્યારે તેને ધ્યાનમાં આવે છે કે જેઓ તેનો ભાઇ રુદ્રાંશને બચી કરે છે તે બચી કરેલ ગાલના ભાગને હાથથી સાફ કરી દે છે.

મમ્મી : (બહુ હસે છે.) અરે તુ તેને બચી કરે છે તે તેને નથી ગમતું. એટલે તેનો ગાલ વારેઘડીયે સાફ કરી દે છે. (આ સાંભળી બંને બહુ જ હસ્યા. ને મામાએ ફરીથી રુદ્રાંશને બચી કરી દીધી.)