// દાંપત્યજીવન-૫//
ઉષા હસતાં હસતાં બોલી, ‘‘પરંતુ દીલ કો હજી પણ બાળક જ છે ને, શું આજે આપણે બંને ગયા તો આપને સારું ન લાગ્યું.
રાત્રે પરાગને કહ્યું, ‘‘વૈશાલી, આજે હું સાચેસાચ ખુબજ સુંદર લાગે છે. સેટ કરાવેલા વાળ બહુજ સરસ લાગે છે.”
બીજા દિવસે ફરીથી વૈશાલી અને ઉષા ખરીદી કરવા નીકળી પડ્યા હતાં. વૈશાલીએ ક્યારેય ઉષાને આટલી નજીકથી જોયેલ ન હતી. હવે તે ઉષાને માટે જેટલાં ખરાબ વિચારો હતા તેનાથી અનેકગણું સન્માન વૈશાલીના દિલમાં ઉષા માટે થયેલ હતું.
અંગે વૈશાલીએ કહી જ નાંખ્યું, ‘‘ઉષાજી હું આપને માટે બહુજ ખોટું સમજવગરનું વિચાર્યા કરતી હતી. ‘‘ઉષા બોલી, ‘‘ ખબર છે, તમે નહીં બધા આમ જ વિચારતાં હોય છે કે, એક વિધવા સ્ત્રી થઇને સાજશણગાર સજીને ફરે છે. પરંતુ આ ઉંમર અને પરિસ્થિતિમાં આ બધું તો ચાલ્યા કરવાનું.
‘‘પણ વૈશાલીજી, શું માણસનું દિલ ક્યારે ઉંમરનું સાંભળે છે ? મારો પતિ નથી, મારા બાળકો મોટા થઇ ગયા છે કે શું હું જીવવાનું છોડી દઉં ? માણસનું દીલ કો હંમેશા માટે નાના બાળક જેવું જ હોય છે.”
વૈશાલીને પણ ઉષાના ઉતસાહ લાગણીનો ચેપ લાગ્યો હતો. હવે વૈશાલીએ પણ કાયરા અને માહીના મંદ મંદ હાસ્ય તરફ ધ્યાન આપવાનું છોડી દીધું હતું.
વૈશાલીના બદલાયેલા રંગરૂપને આજે એટલા બધા અભિનંદન માન-સન્માન મળેલ હતા કે આ માન-સન્માન જેને આજથી પચાસ પૂર્વે પરાગ સાથેના લગ્નના દિવસે કે જ્યારે જેની ઉંમર ફક્ત વીસ વર્ષ ની હતી જેનાથી અનેક ઘણા અભિનંદનની વર્ષાની હેલી તેની સમક્ષ આવી હતી.
સાંજના જમણ બાદ કપલ ડાન્સનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. બાળકો-યુવાનોના ડાન્સના પ્રોગ્રામ પછી જયારે વૈશાલી અને પરાગ ડાન્સ માટે સ્ટેજ પર આવ્યા ત્યારે તેમણે પણ હિંદી માનવીના જૂના-પૂરાણા સુમધુર ગીતો પર સુંદર ડાન્સ કરેલ હતો. ઉષાએ પણ આજે આ અનેરા અવસરને માણવા માટે કોઇ કસર રહેવા દીધી ન હતી.
બીજા દિવસે સવારે જ્યારે ઘરે આવેલા બધા મહેમાનો નીકળી ગયેલ હતા. જ્યારે ઉષા તેના ઘરે જવા માટે તેનો સામાન પેકીંગ કરી રહેલ હતી અને તે જવા માટે નીકળી રહી હતીત્યારે વૈશાલીએ ઉષાને ગળે વળગાડી અને કહ્યું, ‘‘તમને હું હંમેશા ખોટા સમજતી હતી પરંતું આ વખતે તમે મને ઘણુંબધું શીખવ્યું છે, સાથેસાથે એમ પણ કહેવામાં અતિશયોક્તિ નહીં લાગે કે આજે સીત્તેર વર્ષની ઉંમરે તમે મને અમારી ‘‘Golden Jubilee Marriage Anniversary” ની અમારા નવજીવનની બહુ મોટી ગિફ્ટ આપી છે. અ વાતની આજે પ્રતીતિ થઇ છે કે, ઉંમરને તમારા તન સાથે લેવાદેવા નથી જુઓ તમે ઉંમરને તમારા શરીર સાથે જોડી દેશો તો વહેલાં વૃદ્ધ થવાના સંકેતો સામે આવી જતા હોય છે.
દાંપત્યજીવન દરમિયાન દંપતી માટે એકબીજા તરફ વફાદાર રહેવું ખૂબ આવશ્યક છે, જે લગ્નબંધનની શરત પણ છે. વ્યાવહારિક જીવનમાં પણ વફાદારી નિભાવવી જ જોઈએ. વફાદારી એટલે ફક્ત ચારિત્ર્યની દ્રષ્ટિએ જ નહીં પરંતુ જીવનમાં પ્રત્યેક બાબત જે તમારાં સાથીને જાણવા યોગ્ય હોય તે ક્યારેય ન છુપાવવી જોઈએ. ઉષાએ પણ સામે મંદ મંદ હસતા હસતા જવાબ આપ્યો, ‘‘એ વાત કાયમ યાદ રાખવી કે, દિલ કો હંમેશા નાના બાળક જેવું જ હોય છે. ભૂલથી પણ આપણી અંદરના બાળકરૂપી દિલને મારવાની કોશીષ નહિં કરવી, આ દિલ જ માનવીને જીવન જીવવાનો અણમોલ, અમુલ્ય,અનેરો સહારો છે. ખુશીને અનુભવવાની જરૂર છે અને સંતોષને બીરદાવવાની જરૂર છે, પછી જુઓ તમારું દાંપત્યજીવન કેવું સોળે કળાએ ખીલી ઉઠે છે !
જાણીતા સાહિત્યકાર મુરબ્બી એવા તૃષાર શુક્લએ દાંપત્યજીવન ને જીવનને જેમના અનેરા શબ્દોમાં વર્ણવેલ છે.
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.
આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું
રંગ ને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;
સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે … હું અને તું