દાંપત્યજીવન - ૪ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાંપત્યજીવન - ૪

//દાંપત્યજીવન-૪//

કાયરા હમણાં ઉંમર બાબતે પ્રવચન આપતી હતી તે તેની સાસુને કેમ નહીં કહેતી હોય ? કોણ કહેશે કે આ વિધવા સ્ત્રી છે જેનો પતિ હયાત નથી. ખબર નહીં પણ કેમ તે સ્ત્રીને તેના પતિના મરણનું કંઇ દુ:ખ જ ન હોય.

ઉષાને જોઇને માહી બોલી, ‘‘આંટી, તમે બહુ સરસ જુવાન લાગો છો.”

ઉષા બોલી, ‘‘ભાઇ અમારા વેવાઇ-વેવાણની Golden Marriage Anniversary એટલે અમારો પણ કાંઇ હક્ક કે થાય છે ને.”

સાંજના સમયે તેની સાથે બધાને માટે લાવેલ ભેટ-સોગાદો બધાને બતાવી.

પછી એક પેકેટમાંથી બે સાડીઓ કાઢતા બોલી, ‘‘વૈશાલી કને કોઇ પણ એક સાડી પસંદ કરો, બીજી સાડી માહી લઇ લેશે, કારણ Marriage Anniversary તમારી છે એટલે તમારો હકક પહેલો બને છે.

વૈશાલીએ કમને જ પેકેટ ખોલ્યું કે એક લીલા રંગની અને એક લાલ રંગની સાડી હતી. બે માંથી એક વૈશાલી પસંદ કરે કે પહેલાં જ, સાયરા બોલી, ‘‘ભાભી કમને આ લાલ રંગની સાડી આપીએ છે. મંમીને શું હવે આ ઉંમરે લાગ રંગની સાડી પહેરશે ?”

ઉષા વચ્ચે ટપકી પડતાં બોલી, ‘‘કેમ મંમી એ સ્ત્રી જીવ નથી, ઉંમરની સાથે શું જીવવાનું પણ લોકો છોડી દેતા હોય છે ?” આમ પણ આ લાલ રંગ વૈશાલીના ગૌર વર્ણના તન પર ખરેખર ખુબ સુંદર લાગશે. બાકી વૈશાલી તમારી મરજી.”

વૈશાલી થોડું આઘું પાછું વિચારતા વિચારતા બોલી, આ ઉંમરે લાલ સાડી પહેરીશ તો કોઇ કહેશે, ‘‘ઘરડી ઘોડી લાલ લગામ.”

ઉષા બોલી, ‘‘અરે જેને બોલવું હોય જેને બોલવા દો, કમને ખબર નથી લોકો કે મારે માટે પણ ઘણુંબધું આડુંઅવળું બોલતા હોય છે કે મારે શું જીવવાનું છોડી દેવાનું, હવે તમે મને એ કહો કે, તમે કે રાત્રી માટે કયો ડ્રેસ ખરીદ કરેલ છે.

વૈશાલી બોલી, ‘‘હજી સુધી તો કંઇ લીધું નથી.”

ઉષા હસતાં હસતાં બોલી, ‘‘અને વહુ-દીકરીએ કે તેમની બધી તૈયારી કરી દીધી. કાલે સવારે તમે અને હું જઇશું, માહી અને કાયરા ઘર સંભાળશે.

માહી બોલી, ‘‘પણ મંમી વગર ઘર અમે કેવી રીતે સંભાળીશું.”

ઉષા બોલી, ‘‘સમજી લો કે હવે કે સાસુ નથી, ઘરની થવાવાળી નવી વહુ છે. જેને થોડા દિવસો માટે ઘરની જવાબદારીઓમાંથી મુક્ત કરવાની છે.

‘‘હવે, તમારા બંનેના બાળકો મોટા અને સમજદાર થઇ ગયા છે, કયાં સુધી તમે નાની છોકરીઓ રહેશો ?”

કેમ જાણે પણ આજે એવો દિવસ હતો કે ઉષા પોતાની કંઇક છે તેમ વૈશાલીને લાગી રહેલ હતું. બીજા દિવસે ઉષા અને વૈશાલીએ ખુબ બધી ખરીદી કરી. આજે વૈશાલીને કોઇ તેની ઉંમરની યાદ અપાવવા વાળું કોઇ ન હતું. વૈશાલીએ જેને અગાઉ ગમેલ કે જ લાલ સાડી ખરીદી અને જેના મેચિંગની જ્વેલરી પણ ખરીદ કરી.

પાર્લર જઇને ઉષાએ પોતાને માટે અને વૈશાલી માટે બ્યુટી પેકેજ બુક કરાવ્યું. પછી બંને સ્પામાં ગયા અને બોડી મસાજ કરાવી, બહાર જ જમ્યા અને પછી ઉષાના કહેવા પર વૈશાલીએ વાળ પણ કપાવીને સેટ કરાવ્યા.

જ્યારે સાંજે બધું કામ પતાવીને બંને જણા ઘરે પહોંચ્યા તો વૈશાલી નું બદલાયેલું રૂપ જોઇને કાયરા-માહી આશ્ચર્યચકીત થઇ ગઇ હતી પણ સામેથી કંઇ કહેવાની બેમાંથી કોઇની હિંમત નહોતી પરંતુ તેમના ચહેરા પર દબાયેલું હાસ્ય કે જોઇ શકતી હતી.

વૈશાલીએ ઉષાને કહ્યું, ‘‘ઉષા-કાયરા મારું નવું રૂપ જોઇને મનોમન હસી રહી છે.

ઉષા બોલી, ‘‘પહેલાં મા-બાપની મરજી મુજબ જીંદગી વિતાવી, પછી પતિ અને હવે બાળકોની મરજી મુજબ જીંદગી વિતાવી.”

વૈશાલીએ કહ્યું, ‘‘ઉંમરનો પણ ખ્યાલ કે રાખવો પડે ને. હવે છોકરાઓ પણ જેમના બાળકોના પિતા થઇ ગયા છે.”

કાયરા હમણાં ઉંમર બાબતે પ્રવચન આપતી હતી તે તેની સાસુને કેમ નહીં કહેતી હોય ? કોણ કહેશે કે આ વિધવા સ્ત્રી છે જેનો પતિ હયાત નથી. ખબર નહીં પણ કેમ તે સ્ત્રીને તેના પતિના મરણનું કંઇ દુ:ખ જ ન હોય.

ઉષા હસતાં હસતાં બોલી, ‘‘પરંતુ દીલ કો હજી પણ બાળક જ છે ને, શું આજે આપણે બંને ગયા તો આપને સારું ન લાગ્યું.” (ક્રમશ:))

Dipakchitnis (dchitnis3@gmail.com) (DMC)