ગઝલ-એક પ્રેમ - 1 Nency R. Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગઝલ-એક પ્રેમ - 1

#(૧) નથી હું....#


નથી હું ત્રસ્ત,
છું થોડો ધ્વસ્ત!

નથી ઉગતો હું,
પળવારમાં છું અસ્ત!

આથમે ને ઉગે એનું,
નજરાણું છે મસ્ત !

ખરતા એક તારા માફક,
નથી થતો હું નષ્ટ!

ચિનગારીઓ જવાળા આગ,
નથી એનું મને કષ્ટ!

સપ્તર્ષિ તારાજૂથમાં,
ઝળહળતું એક અષ્ટ!

જ્યાં જોવો ત્યાં,
દેખાય માત્ર Lust!

પ્રેમ નથી લાગતો,
કળિયુગનો થોડો Dust !

માતપિતા છે સર્વોપરી,
રાખું છું એમને First !

ગર્વ કરાવું ફક્ત એમને,
એવી જ એક Thirst !

*****
.
.


#(૨) વજાહ.....#

દાન-દવા મંજૂર નથી,
મને થોડી મજા નથી!

ન્યાય કુદરતનો જ ભલે,
તમોને એની રજા નથી!

સમજ! સમજાવીને સમજીને,
સમજવાની આ સજા નથી!

તમે ફરકાવ્યો તિરંગો ભલે,
પ્રામાણિક તમો?ધજા નથી!

હેવાન ફરે ખુલ્લેઆમ બધે,
કોઈને એની લજ્જા નથી !

ભૂકંપ હચમચાવી ગયો “બિચ્છુ”,
એમનું આવવું વજાહ નથી!

*****
.
.


#(૩) તાકાત રાખો....#

અંતરના આત્માને શાંત રાખો,
જીવન તમારું પરમાર્થ રાખો !

ડૂબતી વેળાએ તરવૈયો બનો?
બસને! જંગ ખેડવા જાંક રાખો !

દર્પણ ની છબી આબેહૂબ જાણો ,
સારી વાણી? ના કટાક્ષ રાખો !

દશમાં ઝીરોને એક બાદ રાખો ,
જડબેસલાક જવાની કાબુમાં રાખો !

જીભ ને થોડો વિરામ આપો ,
સંબંધના છોડને હુંફ આપો !

તીક્ષ્ણ હથિયારો સીધા જ બેસાડો ,
પાછળ એવા જ મોં પર પણ બનો!

રાજનીતિમાં ભલે કાળીના એક્કા હો ,
જોકર અકાળે રમાડી જાશે જો જો !

સરફીરા બનીને ક્યાં આટા મારો?
આટા ના ક્યારેક થોડા છાંટા તો છોડો !

શંભુ શંભુ હાલ્યું એક મહિનો !
શ્રદ્ધા છે! તો બારેમાસ રાખો !

ઉત્તર દખ્ખણ પૂર્વ પશ્ચિમ !
વળવાનો એક વળાંક રાખો !

પંચાત કરી કરીને આખાય ગામની ,
ક્યારેક તમારુંય અંદરખાનું તપાસો !

ક્યારેક ભૂલથી કહેવાય જાય છે મારે ,
તો "બિચ્છું" માફી માગવાની એ તાકાત રાખો!

*****
.
.


#(૪) તરુણાવસ્થા..#


યુવાની આ જંગે ચડી છે,
જાત-પાતની આ રમત થોડી છે?

ફેરફાર થાય છે થોડા મનોવૃત્તિમાં,
પ્રેમ કરવાની આ મોસમ થોડી છે?

ઘણી લડાઈઓ ઘરનાઓ સાથે,
અજંપો જ અજંપો કંઈ રાહત થોડી છે !

મનમાં ઉમડતી નીત નવી ચેતના,
કશાક ને કહો, ખરાબ દાનત થોડી છે !

એક બીબુ ઢળે જ્યારે નવા ઢાંચામાં,
તો તકલીફ આવીય શકે, એ વાત ખોટી થોડી છે !

બસ એવી જ પ્રકૃતિ છે મનુષ્યની,
સમજાવી શકો જો, તો એમાંય કાંઈ તકલીફ થોડી છે?

એવી અવસ્થા આ જીવનની કે જ્યાં,
ફેરફાર જણાય ઘણા, કંઈ પડકાર થોડી છે?

સંભાળી લ્યો જો સહજ અવસ્થાએ,
તો કોઈના માટે, કાંઈ ઘાતક થોડી છે?

મનુષ્યના જીવનની ઘણી અવસ્થાઓ પણ,
આ અવસ્થાની વાત થોડી અલગ જ છે!

*****
.
.


#(૫) મન..#


ખુશનુમાં રંગીન વાદીઓમાં,
પીઘળવાનું મન થાય છે!

રળિયામણી રાતનું દિલકશ નજરાણું,
માણવાનું મન થાય છે!

સંબંધોમાં ફોરમીત વાયરો,
ફેલાવવાનું મન થાય છે!

તકલીફ સાથે અસંખ્ય દફા,
લડવાનું મન થાય છે!

આ દિવાલ, આ મકાન છત,
સજાવવાનું મન થાય છે!

શબ્દ સાથે સહવાસમાં ,
પડવાનું મન થાય છે!

કુદરતની અનોખી તાલાવેલી,
બસ, ડૂબવાનું મન થાય છે!

ચુમી લઉ વર્ષાની બુંદ ને,
તડપવાનું મન થાય છે!

ગઝલનો આ શબ્દ ઝરૂખો,
વિખેરવાનું મન થાય છે!

રદીફ અને કાફિયા ને ક્યાંક,
મેળવવાનું મન થાય છે!

શત શત નમન વીરોની દેશદાઝને,
બિરદાવવાનું મન થાય છે!

માતૃત્વમાં ડૂબેલી માતાની મમતા,
સંભારવાનું મન થાય છે!

ચકલીના ચીં ચીં.. માફક,
ચહેકવાનું મન થાય છે!

તરસને છીપાવીને અમરત,
પીવાનું મન થાય છે!

મોત સાથે શું ચેડા કરવા?
એને હંફાવવાનું મન થાય છે!

અને અંતે તો "બિચ્છુ",
બસ જીવવાનું મન થાય છે!

*****
.
.
ઘણા સમય પછી આ બુક પબ્લિશ કરી રહી છું આશા રાખું છું કે આપ સૌને ગમશે.આપ સૌ જરૂર થી મારી બુક વાંચશો તેવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ ...જય ભારત.... વંદે માતરમ્...