વાર્તા ને અગલ વધારતા જયશ્રી પોતાના સાસરા માં ફરી આવી જાય છે ત્યારે એને આવતા ની સાથે જ જાણવા મળે છે કે પહેલા એના સસરા માં જે કંઇ સામાન હતો એ બીજા નો હતો ને હાલ માં એના મમ્મી પપ્પા એ આપેલો બધો જ સમાન એની સાસુ એ વાપરવા કાઢી દીધો છે એ જોયને એને બઉ જ મોટો આઘાત લાગે છે ફરી એની સાસુ ઘુંઘટ માં જ રેહવાનુ જણાવે છે જેના થી એને બૌ જ તકલીફ પડે છે એને જમવાનુ બનવતા આવડતુ નહોતું પણ થોડુ ઘણું એ પડોસ માં રહેતા ભાભી એ શીખવાડ્યું હતું એ બી એને ગેસ પર બનાવતા સીખ્યું હતું અને અહી તો ચૂલો હતો એમાં તો એને આવડતુ નહોતુ બધુ કરતા પણ કોને કહેવા જાય એના પિયર માં બી કંઇ રીતે કહેતી એ જમાના માં મોબાઈલ ની સુવિધા નહોતી ને નારાયણ ના ઘર ના બઉ જ ગરીબ હતા કોઈ પણ રીતે સંપર્ક થાય એમ નહોતું એ રોજ રોજ એની સાસુ ના ત્રાસ થી કંટાળી જાય છે ને ઘરે જતુ રેહવાનુ નિર્ણય લે છે ત્યારે જ એના દિયર એને સાસુ એના ઘરે પહેલ થી જ જાયે એમની દિકરી ના અવગુણો ગણવા માંડે છે જેના થી નીરાષ થાયને પિયર કહે છે એની માં એવુ સમજવે છે એ જ તારું ઘર છે છે તારે ત્યા જ રેહવાનુ છે ને એ બધુ જાણતા કે જમવાનુ બનાવતા આવડતુ નથી એના થી જયશ્રી ને જ ઠપકો આપે છે એ સાંભળી ને જયશ્રીને આઘાત લાગે છે કે એની જનમ દાતા જ આવું વર્તન એની સાથે કરે છે પણ એનાં ભાઈઓ એનો સાથ આપે છે અને એણે સાસરે ના જવા માટે કહે છે પરંતુ દુનિયા ના વાતો કરશે એ જ વિચારી ને જબરદસ્તી તેને ત્યાં જ રેહવા માટે કહે છે તેણી રડતા મોઢે ફરી પોતાની જીંદગી જીવવા માટે મજબૂર થાય છે ત્યારે અમુક દિવસો માં એને જાણ થાય છે કે નારાયણ જે કમાય છે એ બધું જ ઇની મા ને આપી દે છે પણ પોતાની પત્નિ પ્રત્યે ની જવાબદારી પુરી નથી કરી શકતો એનાં ભાઈઓ જ્યારે મળવા આવે ત્યારે ત્યારે એણે અમુક ખર્ચો આપી જતા એણે કોઈ માં સમ્માન મળતું નહીં એની સાસુ એક દિન ઠપકો આપતાં કહે છે આખો દિન બેસી રહે છે કઈક કામ કર એમ તેણી માટે આસ પાસ અગરબત્તી નો વ્યવસાય ચાલતો હોય છે જે કરવા જયશ્રી ને કહે છે એણે આ બધું ક્યારેય જોયું નહોતું પણ હાલત જોઈને એ સિખવા તૈયાર થાય જય છે પણ આટલું જ એ લોકો માટે કાફી નહોતું એ એનાં પૈસા માં બિ નજર નાખે છે એવું કરતા એની તબિયત બગડવા લાગે છે તો સરકારી દવાખાના મા ધક્કા ખાવા લય જતા જયશ્રી રોવા લાગે છે આને પોતાના પિયર જવા જીદ કરે છે ખર્ચ બચવા એનાં સાસરા વાળા મોકલી દે છે ત્યાં જતા એણે જાણવા મળે છે કે એ હવે સંસાર માં એક નવી ભૂમિકા ભજવવાની છે એ કોઈ ને નવી જિંદગી આપવાની છે મા બનવાની છે પણ આ વાત થી જેવી એ ખુશ થાય છે એ જ ઘડી એ દુઃખી બિ થાય છે અને એ સુ કામ દુઃખી થાય છે એ જાણવું રહ્યું. કે હવે આગળ એ સુ નિર્ણય લીધો એ સુ કરશે એના પિયર વાળા સુ કરશે.