જવાબદાર છોકરી - 4 Shivani Goshai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જવાબદાર છોકરી - 4

આગળ વાત વધારતા જયશ્રી ને બઉ જ દુઃખ થાય છે કેમ કે એ પોતે હાલ જે જીવન જીવી રહી છે એ એની આવનારી સંતાન ને પણ જીવવી પડશે પણ હવે એ એનાં સાસરે જવા માંગતી નહોતી અને ના એનાં સંતાન ને જનમ આપવાની એની કોઇ ઈચ્છા હતી પણ એની માં ઘર નાં લોકો અને પડોસી ની વાતો સાંભળી ને એનું મન દુઃખ અનુભવી રહ્યું હતું એને આ બાળક ને જનમ નથી આપવો અને ત્યાં જવું પણ નથી પોતાની જીંદગી એને પોતાની રીતે જીવવી છે અને આવા લગ્ન જીવન થી છૂટું થવું છે પણ એની આ વાત સાંભળી ને એની માં આવું નાં કરવા માટે સૂચવે છે અને પોતાના ઘરે એટલે કે સાસરે જવા માટે જણાવે છે તારે આ પાપ ના કરાય પણ એ પોતાની દીકરી ની વ્યથા જાણતી નથી પોતાના ભાઈ માં બધા જ એને આવી રીતે અચાનક પારકી કરી દેશે આ વાત નો ખ્યાલ એને સપના મા બી નહોતો આવ્યો એ બધું જ સહન કરી ને અને પોતાના મન ને મનાવી લે છે એને એમ થાય છે કે હાલ સુધી જે કંઈ થયું હવે કદાચ આવનારા સમાય મા મારા બાળક ને જોઈને પરિસ્થિતિ સુધરી જશે અને ખુશહાલ જિંદગી જીવી શકીશ પણ જતા ની સાથે જ બધા ને આ વાત ની જાણ થતાં સાસરી પક્ષ નાં લોકો એ વિચારે છે કે આને તો હજી સાચવી નથી શક્યા હવે આવનારા બાળક નો ખર્ચો કોણ ઉઠાવશે એ વિચારી ને વારંવાર એની સાથે કોઇ પણ નાની બાબતો મા ઝગડો કરી દે છે એને ત્રાસ આપે છે મારે છે કે એ પોતાના ઘરે જતી રહે અને સુવાવડ નો ખર્ચો એ લોકો જ કરે અને એમણે જે વિચાર્યું તું એવું જ થયું એ કંટાળી ને પોતાના ઘરે ગઈ ત્યાં જયને પોતાની માં ને આવું જીવન આપવા બદલ ખુબ જ બોલે છે પોતાની સાથે જે કંઈ બની રહ્યું છે એની જવાબદાર ગણે છે પણ આ બધું જાણ્યા પછી બી પોતાની દીકરી ને પોતાના ઘરે રાખી તો લે છે પણ રોજ બ રોજ એને પોતાના સાસરે જવાનું છે એ વાત યાદ કરવામા આવ્યા કરે છે પછી એક દિન આવે છે જ્યારે હવે એ બાળક ને જનમ આપવાની છે પણ એની એની માં ને એ વાત ની બીક હોય છે કે જો નાં કરે નારાયણ આવનારી સંતાન ને કંઈ થય ગયું તો એ જયશ્રી નાં સાસરે શું જવાબ આપશે એ વિચારી ને સામે ચાલી ને પોતાની દીકરી ને ત્યાં સાસરે મૂકી આવે છે અને જયશ્રી એ જે સપના માં બી નહોતું વિચાર્યું એવું જુનવાણી જેવું વર્તન થાય છે એની સાસુ ખર્ચ બચાવવા માટે ઘરે જ પ્રસૂતિ કરવાનુ જણાવે છે જયશ્રી એ વાત સાંભળી ને રડવા લાગે છે એટલા માં એનો ભાઈ એની ખબર પૂછવા આવી જાય છે આ વાત જાણી ને જયશ્રી નાં સાસરી વાળા ને જણાવી દે છે કે મારી બેન ને કંઈ થાય જશે તો એની જવાબદારી કોણ લેશે જે કઈ પણ ખર્ચો થશે એ આપવા તૈયાર છે એ સાંભળી ને એની સાસુ એની હોસ્પિટલ લય જવા માટે તૈયાર થયા અને ત્યાં જયને આગળ શું થાય છે એ જાણવું રહ્યું શું જયશ્રી પોતાની જિંદગી માં સુધારો લાવવાનાં પ્રયાસો માં સફળ રેહસે એ જોવું રહયું અને કોને જનમ આપ્યો કે જયશ્રી આ દુનિયા મા છે એ પણ એક મોટો પ્રશ્ન છે