Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનમાં બદલાવ લાવવાની જરૂર કેમ ? અને બદલાવ કેવી રીતે લાવવો

શરૂઆત લાગણી ભાવના રાગ દ્રેષ થી કરીએ આજે,
રાગ એટલે પ્રેમ કે લાગણી કે ગમવું , અને દ્રેષ એટલે નફરત કે અણગમો
હવે સભજી લઈ એ ખુદનો દાખલો સમજીનેજ
ઘડીકમાં માઠું લાગી જાય ઘડીકમાં સારૂં,
આપણા વખાણ કે લાભની વાત કરે કે આપણે કહીએ તેમ કરે તો માન પ્રેમ લાગણી જન્મે, આપણે ધારીએ કહીએ તેમ ના કરે તો મનદુઃખ નફરત,
આ કેવી સોચ છે ? કયારેય પોતાના સ્વાર્થ ને બાજુમાં મુકી નૈતીક તા ના સિધ્ધાંતો થી દેખ્યું છે,
સ્વાર્થ ની પટ્ટી માણસને આંધળો કરી દે છે, એને એમ લાગે કે તે પોતાનું હીત કરી રહ્યો છે, પણ ખરેખર પોતાના પગ પર કુહાડો મારી રહ્યો હોય છે, ઈશ્વર ને અપ્રીય રહેશો તો એના સિદ્ધાંતો થી વુરૂધ્ધ જઈ મન માની કરશો તો ઉપર વાળો હાથ ઉપર કરી દેશે, અને એક દીવસ, બધું એક ઝાટકે ખતમ

કહેવત છે,
જાકો રાખે સાંઈયા માર સકે ના કોઈ,
જાકો મારે સાંઈયા ફીર બચા સકેના કોઈ,

ધણીવાર નૈતીકતાની રીતે વાત સહી હોય પણ આપણા માટે સહી ન હોય કે લાભની ન હોય,
પણ આપણે એ સમજવું જોઈએ સ્વાર્થ મુકી કે એ રાઈટ છે, આપણી ગલતી છે,
અરે કોઈ વાર ગલતી પણ થઈ જાય તો એનો બદલો નફરત ગુસ્સા બદલાથી આપવો‌ વ્યાજબી નથી, દયા કરૂણા પ્રેમ ક્ષમા ધેર્ય શાંતી સહનશીલતા સદાય પ્રસન્નતા અને પરોપકાર કે સેવાના કાર્યો એ પણ ની સ્વાર્થ ભાવે, તે છે તમારી કાયા અને આત્માનું કલ્યાણ ,
બાકી તો આથી વીપરીત સ્વભાવ માં ભુતકાળ તરફ ધકેલાતા રહો, એક દીવસ કાળનો કોળિયો બની અધોગતીએ ભુતકાળમાં ગરકાવ, સદગતીય નહીં મળે, મોક્ષ કે નીર્વાણ તો દુરની વાત

અમુક એવા પંથ છે જયા લોકોની અજ્ઞાનતા અને મુર્ખતા નો ફાયદો ઉપાડી દીવસે તારા બતાવી ખંખેરી નાખવામાં આવે છે,
શાંતી નો અનુભવ થાય છે પણ કેવો ખબર છે,
હીપટનેટાઈજ કરી કાલ્પનિક દુનિયા માં સપનાના પ્રવાહમાં મુકી દેવામાં આવે છે,
ચેતજો, આ જ્ઞાન નથી ભ્રમીત કરશે તમને, જે જીવતે જીવ ખબર પડી તો પડી, નહીતર બધું જીવન સમય વેડફયા બાદ
સાચું જ્ઞાન કયા છે?

પરમ હંસ ભગવાને બ્રહ્મા વિષ્ણુ મહેશ ને,
મનુષ્યો માટે
શંકરજીએ સતીને જે સ્વર જ્ઞાન આપ્યું તે જીવમાંથી સીવ માં ભળી નીર્વાણનો માર્ગ છે,
તયાર બાદ,
ગંગા સતીએ પાનબાઈને,
રવીદાસે મીરાને,
તોરલે જેસલ ને,
રામદેવે પીરે હરજીભાટીને
પરબધણી દેવીદાસ બાપુએ અમરબાને,

નાથ બાવાના સંપ્રદાયમાં
માતા અનસુયા અને અત્રે રૂષીના પુત્ર ગુરૂ દતે, મછંદરને - ગોરખને- અને ત્યાથી રાજા ભરથરીથી આગળ વેલો ચાલતો આવે

પરમહંસ ભગવાને આપેલ જ્ઞાન સાચા સંતો
રવી સાહેબ ભાણ સાહેબ ખીમ સાહેબ હંસ સાહેબ હંસ નીર્વાણ સાહેબ ત્રીકમ સાહેબ
વીગેરે પાસે હતું ,
તમે પણ શુધ્ધ સત્વના ગુણો સમજી ને આત્મ ચિંતન કરો, તમને પણ જ્ઞાન પ્રકાસ થશે.

જે હઠ યોગ નથી સાધના નથી સિધ્ધી યોગ નથી,
પણ નીર્વાણ કાર્ય છે

આત્મા જયારે શરીર ધારણ કરી જીવ આત્મા બને છે ત્યારે, વાસ્તવમાં માયાના આવરણમા પુરાય છે તે માત્ર નેત્ર એટલે કે આંખો થી જે દેખે છે તે નહીં પણ પોતાની મન બુદ્ધિ મુજબજ સમજે છે,
જેમ અંધારામાં આપણને ભ્રમણા થાય છે, મનો વિજ્ઞાન માં આપઢને સાહી દ્રારા પ્રયોગમાં પુછવામાં આવે છે તને શું દેખાય છે, અને લોકોને તેની કલ્પના મુજબ નું દરેકને અલગ અલગ દેખાય છે,
બસ આજ વાસ્તવીકતા છે, આપણને આવાજ ભ્રમ થાય છે,
હોય શુય દેખાય શુય, કોઈ કહે શુય સમજાય શુંય,
વાસ્તવમાં જીવ સ્વાર્થી અને અજ્ઞાની છે માટે તેને સમજાવવો પડે છે

જીવને દીમાગ સ્વાર્થ જગાવી વીકાર જન્માવે, ગુસ્સો લાલચ લોભ અભીમાન સ્વાર્થ જગવડાવે,
અને રદય લાગણી ભાવના ના આવેગો માં કમજોર બનાવે,
જેની પાનસેરી ભારી તે જીવ પર રાજ કરે, કા દીલ કા દીમાગ,
પણ આત્માને જાગૃત કરશો ,ખુદને શરીર નહીં પણ દીવ્ય તેજો મય આત્મા હંસ સમજશો
અને અહીયા આવવાનું સાચું કારણ સમજશો તો
આશા તૃષ્ણા મરી જશે સમભાવ જાગશે,
વીશ્વ પૃથ્વી પુરતું સીમિત નહીં લાગે, અને તમારૂ આ જન્મ પુરતું સીમિત નહીં લાગે,

બધું આ રીતે સમજાવવું અને તમારે સમજવું અધરૂ પડશે,
રસ પડે જીવ નું જીવનનું કલ્યાણ કરવું હોય તો
અને શ્રધ્ધા હોય તો જ્ઞાન રુપી ગંગાનું રસપાન કરવા ગુરૂ કરવા પડે, અને સંકલ્પ થકી સીધ્ધ થાય, સંકલ્પ એટલે કર્મ જે કર્મ ને પુરો કરવો એટલે ફળ પ્રાપ્તિ
જય ગુરુદેવ

જયારથી પ્રાણી માત્ર ની આંખ ખુલી ખુદને ભુલી બહાર નીત નવું જાણવા ની લાલસામાં ખુદને ભુલી ગયો, મા બાપ સમુદાય દુનીયાએ નરો સ્વાર્થ જ સીખવાડયો,
માણસ ખુદને નથી ઓળખતો કારણ માયાના આવરણમા કયારેય અંતર આત્મા મા જોયુજ નથી, જોયું તો અરીસામાં મન બુદ્ધિ થી હું કેવો કેવી, શરીર રૂપી ખોળીયામા પુરીય આત્મા આંધળો અજ્ઞાની બની ગયો તેને મન બુદ્ધિ પાંચ કર્મ ઈન્દ્રીઓ દ્રારા જે સમજાવે તેને સત્ય સમજી લીધું
પણ તે સત્ય કદાપી નથી
હું હર કોઈને પોતાના માની આવકાર આપું છું,
પણ માણસો એમની નીયતી થી શું સમજે છે તે તેમના પર નીર્ભર, પણ તેથી મારા સંસ્કાર પ્રેમ મય ઈશ્વરીય રૂપ ને હું કેવી રીતે બદલી નાખું,
સદાય પ્રસન્ન કરૂણામય દયા મય પ્રેમાળ વ્યક્તીત્વ એ ઈશ્વર ની કૃપા છે, આ કૃપા સદાય બનાવી રાખજો ભગવંત 🙏🕉️💐 હે કરૂણા કર, હે પરમ હંસ ભગવાન
આવી પ્રાથના કરો, આવો સંકલ્પ કરો.

બે નીર્વાણી દીવ્ય આત્મના શબ્દો છે આ
ગંગા સતી ના પાનબાઈને
૧) નુગરાની હાથે વાલા નેડલો ના કરીએ (જેને કોઈ ગુરૂ નથી મળ્યા કે ગુરૂ નથી કર્યો તે અજ્ઞાની ની સોબત સંગાથ તમને વીનાસ તરફ લઈ જશે ,
માટે તેવા અજ્ઞાનીથી દુર રહેવું જોઈએ,
કારણ ગુરૂ વીના જ્ઞાન ન હોવે ,ગુરૂ વીના કશું સુજ હોવે, ગુરૂ વીના નવ કલ્યાણ, ગુરૂ વીના નાવ ન હાલે ગુરૂ જ લાવે ભવપાર
અને
2)
અધુરીયાનો સંગ નવ કરીએ , અધુરીયાને દીયે નહીં જ્ઞાન,
જે મહા વીકારી છે (કાળ ક્રોધ અહંકાર લાલચ લોભ મોહ કામ ઈર્ષ્યા થી ભરેલ જીવ ને સંતોએ અધુરીયો કહ્યો છે પછી પુરૂષ હોય કે સ્ત્રી) તેની સંગત ન કરવી જોઈએ કે તેના આગળ જ્ઞાન ની વાત પણ ન કરવી જોઈએ,
કારણ કે તેને જ્ઞાન ની વાત ગળે ઉતરશે નહીં, તમારો સમય તો બગાડશે, પણ તમને પણ વીચલીત કરશે.
માટે તેથી દુરીજ ભલી

માણસ મોજ શોખ પૈસા ને ખુશી માની , જીવનની સાચી ખુશીઓ તે પાછળ ખર્ચી દે છે, સંબંધો ને પણ ખર્ચી દે છે, પણ સમય આવે તે પૈસો કશુજ કામ આવતો નથી,
પૈસાના તાનમાં કે પછી લાલસામાં માણસો વીવેક ખોઈ બેસે છે,
એક ભજન સાંભળજો,
ટાઈટલ છે, પૈસો કેવા પાપ કરાવે..
મહા સમૃદ્ધ અમેરીકા જેવા દેશોના મહા ધનીક લોકો શાંતી માટે ધર્મ ગુરુઓ પાસે કેમ આવે છે જો પૈસાથી શાંતી મળતી હોય?
ખરોબ પતી આખો જૈન પરીવાર ઘણીવાર બધું દાન માં આપી દીક્ષા કેમ લેતો હશે?

સીધ્ધાર્થ જેવો રાજ કુમાર રાજપાટ ઘરબાર છોડી તપસ્વી મહાવીર બને, અને ગૌતમ જેવો રાજ કુમાર બુધ્ધ કેમ?
જીવનનો મર્મ સમજો, ઘરબાર છોડી સાધું નથી બનવું ભલે પણ,
જે છોડવા જેવા છે મહાવીનાસક અધોગતી તરફ લઈ જનાર વીકાર એતો છોડો,
જયારે હું અને મે નો કે મારૂ કે મારો આવો વીચાર આવશે સ્વાર્થ જાગશે અને પછી બધાજ વીકારો તમને ધેરી લેશે

જીવનની દોડ ધામ માંથી સમય લઈ ૧૦ મીનીટ
આંખો બંધ કરી ધ્યાનમાં મૌન બની બેસી ને દેખો,
જે શાંતી તમને મળશે તે કસાય માંથી નહીં મળે

સ્વાર્થ નામના વીકાર તમને એરીતે વ્હાલો બની ચોટી ગયો છે કે તમને તમારા સ્વાર્થ ની વાત કરનાર જ વ્હાલા લાગશે, બીજા બધા વેરી
આપણે તટસ્થ રહી નીર્ણય કરી સકતા નથી, સત્યને સમજી સકતા નથી, નૈતીકતાના મુલ્યો ને સમજી સકતા નથી, પરીણામે આપણા દીલો દીમાગ પર કાળ ક્રોધ નફરત ઘર કરે છે, જે પ્રથમ ખુદનેજ નુકસાન કરે છે,

નફરતનો અગ્ની પહેલા ખુદને ભસ્મ કરે છે પછી બીજાને,
જયારે પ્રેમ ભાઈચારો પ્રથમ આપણામાં શાંતી પ્રેમ પેદા કરે છે અને પછી તેની મહેક બધાને મહેકાવે છે, પ્રકૃતિ ને સુગંધીત અને આનંદીત કરે છે, જયારે ક્રોધ?
વીચારજો અને જાતે નીર્ણય લેજો
🕉️💐જય ગુરુદેવ

મન વીચલીત હોય ત્યારે કયાય ચેન નથી પડતો, પછી વીચાર આવે આ કરૂ તો શારૂ, પેલું કરૂ તો સારું, અહી જાઉં તો શારૂ પેલે જાઉ તો શારૂ, સહી ગલતનો નીર્ણય પણ નથી લઈ સકાતો, અને આરામ સુકુન પણ ખોઈ બેસે છે, હંમેશા ધેર્ય શાંતી રાખવી ધીરજ રાખવી , વીશ્વાસ ભરોસો ઈશ્વર પર અને ખુદપર પણ રાખવો અને સમય પર પણ
સંતોષ રાખવો પડે સંતોસ કયારેય ન થાય,
તૃષ્ટી ગુણ નો સીધ્ધાત પણ કહે છે ઈચ્છાઓ અસીમીત છે તે ક્યારેય પુરી નથી થતી, માટે સંતોષ જ તેનો જવાબ છે

દરેક ધર્મમાં પ્રેમ કરૂણા ક્ષમા ધેર્ય શાંતી પ્રસન્નતા નીજ વાતો લખેલી છે, તમે જાતે તેને સમજો, આ કળિયુગમાં સદ ગુરૂ મળવા મુશ્કેલ છે, હોય તો હજારોમાં એક હોય, બધા જ્ઞાન આપનાર સદગુરુ કે સદગુણી નથી હોતા, અને તેમની મન બુદ્ધિ થી જ્ઞાનનો કે ધર્મનો અર્થ કરે છે, તે પણ વીવેક બુધ્ધિ થી નહીં, માટે ખુદના ગુરૂ ખુદ બનો, પાંચ સદગુણ નો વીચાર રાખી સમજો કરૂણા પ્રેમ પ્રસન્નતા ધેર્ય શાંતી, આ સદગુણોને વળગી રહો દુર ગુણ નજીક નહીં આવે
જય ગુરુદેવ

શું શીખવા જેવું છે સમજવા જેવું છે? શું કરવા જેવું છે?
૧)મારી લડાઈ મારા ખુદથી છે સંધર્ષ ખુદથી છે અન્ય કોઈથીજ નહીં,
૨)ખુદથી ખુદનો વીજય વીકારો પર સદગુણો નો વીજય,
કલ્યાણ વસ્તુ

તમને તો એ પણ ખબર છે? કે તમે શું કરો છો? શું કરવાનું છે? શું કરવું જોઈએ? શું કર્યું?
તમે ખુદનો પરીચય મેળવ્યો? તમે કોણ છો?
જવાબ શોધો તે પહેલાં જે ને ઈશ્વર કહી માનો છો બાપ કહો છો ભગવાન કહો છો, એને ઓળખો એના કાર્યા અને તેના ગુણો,
તમે તેના અંશ છો, તો તમે કેવા હોવા જોઈએ? તમારા કાર્યો?
વીચારો આ બાબતો,
લક્ષ્મણ રેખા આડી આવે તો તોડજો કે મારાથી આ ન થાય, શારૂ છે તે બધુય થાય,
પ્રયત્ન કરો

અન્યને કનડો વાકે કે નવાકે ,તમને કોઈ હક નથી, તમારૂ એ કામ નથી, તમારૂ કામ તમારી જાતને સુધારવાનું, અન્ય ને સુધારવા હોય તો પણ વીવેકથી સમભાવથી ધ્યાન માત્ર દોરો, પછી ઈશ્વર જાણે, સર્વના કર્મ પોતાને જાતે ભોગવવાના છે, એક દાખલો પાપ પુન્ય નો , તે પહેલા આ સીધ્ધાત યાદ રાખો, પુન્ય કર્તા પાપ થાય છે, પાપ કરતા પુન્ય , સીક્કાની બે બાજુઓ છે, પણ આત્મા શરીરમાં પુરાઈ અજ્ઞાની બને છે માટે તેને સમજાવી સકાય બસ તેથી વધુ તમને કોઈ અધીકાર નથી,
હવે દાખલો પાપ પુણ્ય નો

કબુતરને બીલાડી પકડ્યું છે મારી ખાવા તમે શું કરશો?
છોડાવશો, છોડાવવા બીલાડી પર ધા કરશો, કે અન્યરીતે કબુતરને છોડાવશો,
પાપ કર્યું કે પુન્ય?
કબુતરનો જીવ બચાવ્યો માટે પુન્ય કહેશો,
પણ બીલાડી નું તે કર્મ છે, તે તેનો ખોરાક છે, તેને તેનું કર્મ કરતા અટકાવી તેનો ખોરાક છીનવી તેને ભુખી રાખી તમને પુણ્ય થશે કે પાપ?
એક જ બનાવમાં પાપ અને પુણ્ય બેય થશે,
તો શું કરવું???

એક પર દયા પ્રેમ લાગણી બીજાથી ઘૃણા નફરત , આછે કર્મ ની ફાસ કે બંધન, દ્રેષ કયારેક પ્રેમ બને છે, પ્રેમ લાબે ગાળે નફરત, કારણ તે શુધ્ધ નથી હોતો, તેમાં સ્વાર્થ નામની મીલાવટ હોય છે.
સમભાવ નો અર્થ સમજી ખુદ સમભાવી બનો એજ કલ્યાણ કારી છે, જીવ માંથી શીવ બનવાની આ સફર નો અંત એટલે મોક્ષ,