શ્રાપિત - 34 bina joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત - 34








બધાં મિત્રો, આકાશ અને પરિવારના સભ્યો ગાડીમાંથી ઉતર્યા.‌ ગાડીમાંથી ઉતરીને બધાં મિત્રો આમતેમ જોવા લાગ્યાં. લગ્ન સ્થળે કોઈ ઉપસ્થિત નહોતું. " આકાશ આપણે કોઈ બીજાના ઘરે આવી પહોંચ્યા એવું લાગી રહ્યું છે ". સમીર બધાં તરફ જોતાં બોલ્યો. સુધા અને સવિતાબેન પણ આમતેમ જોવા લાગ્યાં. ઘર તો આ જ હતું.

કાચી માટીનું દેશી નળીયા વાળું જુનવાણી ઘર હતું. લાકડાંની બનાવટનાં ટેકે ઘરની છત આધારિત હતી. પતળાવાળી નાનકડી ડેલી ખોલીને સમીર અંદર આંગણામાં આગળ વધવા લાગ્યો.‌ જેવો સમીર આગળ વધ્યો ત્યાં એક પુરુષ સમીરની સામે અચાનક આવી પહોંચ્યો. લગભગ સાડા છ ફુટની ઉંચાઈ ખડતલ ગામઠી બાંધો અને ગળામાં વીંટાળી રાખેલું મફલર અને ખાદીની પહેરેલો ઝભ્ભો અને ધોતી. થોડી મુછો અને ચહેરા થોડી કરચલીઓ દેખાતી હતી.

ધેરો અને જાડો અવાજ સંભળાયો " આવો... ". ઉભેલાં વ્યક્તિનો અવાજ સાંભળીને કોઈ પણ ડરી જાઈ. સમીરની સામે ઉભેલાં વ્યક્તિને સવિતાબેન ઓળખી ગયાં. બાજુમાં ઉભેલી સુધા સવિતાબેનના કાન પાસે આવીને ધીમેથી પુછ્યું, " દિદી આ કોણ છે ? " રત્નાના પરિવારમા કોઈ નથી બસ એનાં એક દુરના મામા આવવાનાં હતાં. કદાચ એજ છે ".સવિતાબેન બોલ્યા.


" આવો...આવો... પધારો વેવાણ પધારો ". ઘરનાં ઉંબરે ઘુંઘટ કાઢીને ઉભેલી મહિલા બોલી. આકાશની મમ્મી એને ગળે વળગીને ભેટી અને ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ. બધાં મિત્રો અંદર આવ્યાં. ઘરની પાછળના ભાગમાં વધારે જગ્યા હોવાથી ત્યાં લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું. પાછળનાં ભાગમાં જતાં આંગણામાં વચ્ચે લાકડાંનો મંડપ હતો. વધારે શણગારવામાં નહોતો આવ્યો. વચ્ચે યજ્ઞ કુંડ રાખ્યો હતો. લગ્નની વિધિનો થોડો સામાન પડ્યો હતો. ત્રણ-ચાર ગાદલાં પાથરવામાં આવ્યા અને બે ખુરશીઓ પડી હતી.

બધાં મિત્રો આંગણામાં આમતેમ જોવા લાગ્યાં. આકાશને ખુરશી પર બેસાડ્યો બાકી બધાં મિત્રો નીચે ગાદલાં પર બેઠાં. પિયુષ અને અક્ષય બન્ને હવેલીએથી અધિરાજ કાકાને લગ્નમાં આશીર્વાદ આપવા માટે તેડવા ગયેલાં. " આકાશ મને તો શંકા થવા લાગી છે. કોઈ પણ વ્યક્તિ દેખાતું નથી. નથી કોઈ ગામનાં લોકો કે નથી કોઈ સંબંધીઓ સિવાય એક મુછુ વાળાં મામાજી ". બાજુમાં બેઠેલો સમીર આકાશનાં કાનમાં ધીમેથી બોલ્યો.

ત્યાં પંડિતજી આવી પહોંચ્યા અને લગ્નની વિધિઓનો પ્રારંભ થયો. આકાશને બેસાડ્યો અગ્નિ કુંડ પ્રજ્વલિત કરવામાં આવ્યો. " મારે આ બધી લગ્નની બોરિંગ રિત રિવાજ અને વિધિઓ નથી જોવી. મારે ફક્ત આકાશની થનારી પત્નીને જોવી છે ". બાજુમાં બેઠેલી ચાંદની દિવ્યાના કાનમાં ધીમેથી બોલી.

" આન્ટી અમે આકાશની થનારી પત્ની રત્નાને જોવાં માટે અંદર જઈએ "? દિવ્યાએ બાજુમાં બેસેલી સુધાને પુછ્યું. સુધા માથું ઘુણાવીને હા પાડે છે. દિવ્યા અને ચાંદનીની વાતો સાંભળીને અવનીના ચહેરા પર ઉદાસી છવાય ગઈ. બધાંની સાથે બેઠેલી ચાંદની અને દિવ્યા બન્ને ઉભી થઇને ઘરમાં જવા લાગી. ઘરની અંદર એક રૂમ હતો. છાણ અને માટીનું લીંપણ કરેલો ઓરડો હતો. ઓરડામાં અંદર નીચે જમીને જતાં અંધારૂં હતું બારી પાસે કોડિયામાં દીવો પ્રગટાવેલો હતો. દિવાનો પ્રકાશ રૂમમાં ખાટલા પર બેસેલી રત્નાના ઘુંઘટ ઓઢેલા ચહેરા પર પડતો હતો.


દિવ્યા અને ચાંદની રૂમમાં આવીને આમતેમ નજર કરીને બધું જોવા લાગી. ખાટલા પર બેસેલી રત્નાની બાજુમાં આવીને દિવ્યા અને ચાંદની જોવાં લાગી. લાલ રંગની ચમકતી સાડી પહેરીને ઘુંઘટ ઓઢીને બેસેલી રત્ના નાં મહેંદીથી રંગેલા હાથો અને ઝળહળી રહેલાં ચુડલા તરફ જોતાં દુધ જેવાં સફેદ હાથ દેખાયાં. દિવ્યા અને ચાંદનીને અંદર આવીને જોતાં ગભરાયેલી રત્ના પોતાનાં બન્ને હાથ પોતાનો ઘુંઘટ ઠીક કરવા લાગી.

" કેમ છો ? ". બાજુમાં ઉભેલી દિવ્યા બોલી. સામેથી કોઈ ઉતર આવ્યો નહીં." તબિયત સારી છે ને ! " ચાંદની રત્ના ને પુછવા લાગી. રત્ના સામેથી માંથી ધુણાવીને હા પાડી. ચાંદની પોતાનો ફોન કાઢીને કેમેરા ચાલુ કર્યો. ચાલો આપણે એક સેલ્ફી લઇએ મારે સ્ટોરીમાં મુકવાની છે. ચાંદની સેલ્ફી પાડવાં તૈયાર થઈ બાજુમાં દિવ્યા ઉભી પરંતુ રત્ના પોતાનો ઘુંઘટ ઉઠાવતી નથી. દિવ્યા રત્નાનો ઘુંઘટ ખોલવા પોતાનાં બન્ને હાથ આગળ કર્યા. " ઉભાં રહો... ". બહારથી રત્નાની માંનો આવાજ સંભળાયો અને દોડીને દિવ્યાની બાજુમાં આવીને કહેવા લાગ્યા, " હમણાં અપશુકન થઈ ગયુ હોત. લગ્નની પહેલી છોકરીનો ચહેરો જોવાથી અપશુકન થાય છે. દુલ્હનનો ચહેરો સૌપ્રથમ એનો પતિ જોવે ત્યાર બાદ સંબંધીઓ ".

દિવ્યા : " આન્ટી અમે તો જસ્ટ એક સેલ્ફી માટે ઘુંઘટ હટાવી રહ્યા હતા ".

દિવ્યા અને ચાંદની બન્ને રત્નાની તરફ જોતાં જોતાં રૂમમાંથી બહાર નીકળી જાય છે.

રત્નાએ પોતાનો ઘુંઘટ કેમ નહીં ? રત્ના અને આકાશનાં લગ્નમાં શું થશે જોઈએ આગળનાં ભાગમાં.
ક્રમશ...