કશ્મકશ - 1 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

કશ્મકશ - 1

કશ્મકશ-

હિરલ અને હિરેનના લગ્નજીવનને આજે પુરા પાંત્રીસ વર્ષ થયાં હતાં. જે રીતે એક સામાન્ય ગૃહસ્થ જીવનભર સંબંધોમાં બંધાઈને પોતાના ઘરને ખેંચે છે, તે જ રીતે તેણે પોતાના જીવનને પણ ખેંચ્યું હતું. કહેવા માટે તો બંને સ્વભાવે સીધા અને સાદા હતા, પણ જ્યારે પણ સાથે હતા ત્યારે ખબર નહિ કેમ તેમને એકબીજામાં કંઈ સારું દેખાતું ન હતું અને તેઓ એકબીજાની ખામીઓ શોધવામાં જ તલ્લીન રહેતા. જયારે બહારના અન્ય લોકો સાથે તેનું વર્તન ઘણું સારું હતું.

હિરલ માટે જો કહેવામાં આવે તો તે શરૂઆતથી જ બધા સાથે ખુલ્લા મને વાત કરવી તેવો તેણીનો સ્વભાવ હતો. જે બાબત જ હિરેન માટે ખૂબ જ મુશ્કેલ હતી. હિરેનને ખૂબ જ ખરાબ લાગતું હતું જ્યારે તે કોઈ બહારની વ્યક્તિ સાથે હિરલ ખૂબજ આરામથી શાંતચિત્તે વાત કરતી હતી. તેણે ઘણી વખત તેનો ઇરાદો તેની સમક્ષ વ્યક્ત કર્યો હતો, પરંતુ હિરલ તેની આદતથી મજબૂર હતી. જે પણ ઘરે આવે, તે તેની સાથે આરામથી વાતો કરવા લાગતી.

આ વાતથી હિરેનને ખૂબ ગુસ્સો આવ. હિરલ એવી હતી કે હિરેનની એક પણ સાંભળતી નહીં. તેને બિંદાસ્ત રીતે લોકો સાથે વાત કરવામાં ખૂબ જ રસ હતો. આ જ કારણ હતું કે તે જીવનમાં પોતાના માટે ઓછો તણાવ લેતી હતી અને બીજાને વધુ આપતી હતી.

હિરેન સ્વભાવે અંતર્મુખી હતા. તેને કોઈની વધુ બોલવું ગમતું ન હતું. તે પોતાનું કામ કરવાનું પસંદ કરતો. તેને માટે એક જ હિરલ હતી, જેના દ્વારા તે પહેલા પોતાના દિલની વાત કરતો હતો. હવે તેને ખબર ન હતી કે તે શા માટે તેના પર શંકા કરવા લાગ્યો. જ્યારે પણ તે તેની સામે આવી જતી ત્યારે સારી વાત પણ ચર્ચામાં જઈને પૂરી થઈ જતી. તેમના પુત્ર હરીશ અને પુત્રી હેમાને તેમના બાળપણમાં જ સમજાઈ ગયું હતું કે સ્વભાવે બંને સારા હોવા છતાં બંને પોતપોતાની આદતોથી મજબૂર હતા.

સમય પસાર થતો હતો. હરીશ અને હેમા મોટા થયા હતા. એમબીએ કર્યા પછી હેમાને સારો સંબંધ મળ્યો ત્યારે હિરેને તેના વેવિશાળરેલ હતાં. એમ.ટ્રેક કર્યા બાદ હરીશ તેની નોકરી માટે શહેરની બહાર ગયો હતો.

દીકરી સાસરે જતાં જ ઘર ઉજ્જડ વેરાન જેવું બની ગયું. ઘરે હિરલ સાથે વાત કરવા માટે કોઈ બચ્યું ન હતું. પહેલા તે હેમા સાથે વાત કરીને મન હળવું કરતી હતી. તેનું ઘર બહુ મોટું નહોતું. આ ઘરમાં કુલ મળીને ત્રણ બેડરૂમ હતા. જ્યારે કોઈ ઘરમાં આવે ત્યારે હરિશ અથવા હેમાએ તેમની સાથે તેમનો બેડરૂમ શેર કરવો પડતો હતો.

સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂઈ જવા સુધી હિરલ અને હિરેન વચ્ચે કોઇને કોઇ વાતે નાનો-મોટો ઝઘડો ચાલતો રહેતો. થોડા સમય પછી હરીશના લગ્ન થઈ ગયા અને તે પણ પરિવાર સાથે મુંબઇ શહેરમાં નોકરીને કારણે શિફ્ટ થઈ ગયો.

હવે ઘરમાં માત્ર હિરલ અને હિરેન જ બચ્યા હતા. ઉંમરની સાથે તેમની આદતો પણ વધુ ને વધુ મક્કમ બનતી જતી હતી. હરીશે તેના રૂમમાં એક મોટું ટીવી મૂક્યું હતું. બપોરે તેણીની ગેરહાજરીમાં, હીરેનને તે જ ટીવી પર તેના મનપસંદ કાર્યક્રમો જોવાનું ગમતું.

હરીશ જ્યારે ઘરે રહેતો ત્યારે હિરલ અને હિરેનને એક જ રૂમમાં બેસીને ટીવી જોવાનું હતું. અહીં પણ બંને વચ્ચે પોતપોતાના પસંદગીના કાર્યક્રમને લઈને ઘણીવાર દલીલો થતી. હીરલને સિરિયલો જોવી ગમતી અને હિરેનને સમાચાર ગમતા. કોઈક રીતે, ઘણી ચર્ચા પછી, એકબીજા સાથે સમાધાન કર્યા પછી, બંનેએ ટીવી જોવાનો સમય નક્કી કર્યો હતો કે હિરેન રાત્રે આઠ વાગ્યા સુધી સમાચાર જોશે અને તે પછી હિરલ તેની મનપસંદ સિરિયલ જોશે.

------ક્રમશ:----------