પાયાનું ઘડતર-૪
(જે વાત બાળકોને શિક્ષકોએ પહેલીથી આચાર્યા મેડમની સુચના મુજબ સમજાવી રાખેલ હતી. )
‘‘તમે શિક્ષક મિત્રો તમારે કાંઈ કહેવાનું છે ?” ઇન્સ્પેક્ટર સાહેબે શિક્ષકોને પણ સવાલ કર્યો. ‘‘ના સાહેબશ્રી, અમારે પણ કાંઇ તકલીફ નથી કે કાંઇ રજૂઆત નથી બધા શિક્ષકોએ પણ એકસાથે હાથ ઉંચો કરી પ્રત્યુતર આપ્યો. પણ તેજ સમયે જતીન સર, મનમાં ગૂંચવાઇ રહેલ હતાં જે વિચારતા હતાં કે આજે નહીં તો ફરી ક્યારેય આ ઇન્સ્પેક્ટર આવશે તેમ વિચારીને હાથ ઉંચો કર્યો મારે કાંઈ કહેવું છે.” જતીન સરની રજૂઆત સાંભળી આચાર્યા મેડમ સહીત બધાની આંખો જતીન સર તરફ પહોંચી ગઇ હતી. આને વળી આવે બે દિવસ થયા નથી ને શું કહેવું હશે.
‘‘હા, હા, કહો આપ શું કહેવા માગો છો ?” નિરિક્ષકે કહ્યું.
‘‘સાહેબશ્રી બાળકો બરાબર કહી રહેલ છે, જે એમને કહેવાનું કહેલ હતું તે મુજબ, પરંતુ આ શાળાની વ્યવસ્થા બીલકુલ યોગ્ય નથી.”
‘‘તમે મને જરા સમજાય કે રીતે કહો,” નિરિક્ષક સાહેબે જતીન સરને કહ્યું.
‘‘સાહેબ, પહેલી વાત એ છે કે કોઇ પણ શિક્ષક શાળામાં તેમના વર્ગના પીરીયડ નિયમિત લેતા નથી. જયારે મન થાય ત્યારે બાળકોને ભણાવે છે, જો ઇચ્છા ના હોય તો નથી ભણાવતાં.”
‘‘બીજી વાત કહું તો અહિંયા બાળકોને જમવાનું વ્યવસ્થિત નિયમોનુસાર પીરસવામાં આવતું નથી. બધા ક્લાસમાં જે પંખા દેખાય છે કે ફકત નામના છે. ચાલુ હાલતમાં એક પણ નથી, જયારે આચાર્યા રુમ અને સ્ટાફરૂમમાં તો એસી ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.” આ સિવાય જતીન સરે આવ્યા પછી જે કાંઇ જોયું હતું કે બધી બાબત નિરિક્ષક સાહેબને બતાવી, પરિણામ શું આવશે તેની તેમને ચિંતા ન હતી, પરંતુ સચ્ચાઈની મિશાલ ચોકકસ શરૂ કરી હતી.
નિરિક્ષકે જતીન સરે કરેલ રજૂઆત જેમની ડાયરીમાં ટપકાવેલ હતી, પરંતુ રજીસ્ટમાં કોઇ રિમાકઁ લખેલ ન હતી. ત્યારબાદ આચાર્યા મેડમ અને બીજા શિક્ષકો તેને ના કહેવાનું કહેવા લાગ્યા અને, જતીન સર, જે કાંઇ વાત હતી તે આપણી વચ્ચે કહેવાની હતી, નિરીક્ષક સાહેબને આ બધું કહેવાની જરૂર ક્યાં હતી.”
મહેસાણીયા સર કહેવા લાગ્યા, ‘‘જતીન સર, આજે જે કાંઇ તમે કર્યું તે સારું નથી કર્યું, કે જેનાથી હું ડરી જઇશ. મને શું પરિણામ આવશે તેની ચિંતા નથી પણ આપે જે કર્યું છે ખોટું કર્યું છે.”
‘‘માફ કરજો મહેસાણીયા સર, હું અહીંયા કોઇ લાંચ રૂશ્વત આપી કે કોઇની શેહશરમ કે લાગવગથી નથી આવ્યો કે હું ગભરાઇ જઇશ. પરિણામની ચિંતા તો એ કરે જે ખોટા હોય.”
એકાદ અઠવાડિયામાં પરિણામ આવ્યું, જતીન સરની ધારણા મુજબનું, તેમની બદલી કરવામાં આવેલ હતી, મહેસાણીયા સર અને બીજા બધા મનોમન હસી રહેલ હતા, ‘‘જોઇ લો રજૂઆતનું પરિણામ ?”
જતીન સરને, સમજ્યાં થોડી પણ વાર ન લાગી કે આ બધા એકબીજામાં મળેલાં છે. ઇન્સ્પેક્ટર પણ, અહીંયા તો બધું લોલમલોલ છે એકલો હું કાંઇ કરી નહીં શકું. આ તો બધું આમ જ ચાલ્યા કરશે.
આજે શિક્ષકની નોકરી તેની લાયકાત પર આપવામાં આવતી નથી. નોકરી મળે છે કે કોઇ મોટા નેતાની સિફારીશથી. અહીંયા શિક્ષકો પંદર દિવસ નોકરી કરી મહીનાનો પગાર મેળવતા હોય છે. પોતાના કોચિંગ ક્લાસ ચલાવતા હોય છે. પૈસા લઇ બાળકોને ઉપરના નંબરે ઉત્તિણઁ પણ કરે છે. આવા સંજોગોમાં કોઇ માતા-પિતા પોતાના બાળકની ઉજજવળ કારકીદિઁની આશા કેવી રીતે રાખી શકે, કે જેઓ આ પ્રકારના શિક્ષકોને ઉત્તેજન આપતા હોય.
આચાર્યા શિક્ષણ મંત્રીની ચમચાગીરી કરે અને શિક્ષકો આચાર્યાની, જેથી વગર મહેનતે બધાનું કામ ચાલ્યા કરે. મહેનતુ શિક્ષકને બદલવાનું હથિયાર બદલી અને નોટીસ મેળવવાનું રહે.
જતીન સરની તે જ હાલત કરવામાં આવી, છેવાડાના વિસ્તારમાં બદલી કરવામાં આવી. જ્યાં શાળા પેપર પર ચાલુ થયેલ હતી, શાળાનું બિલ્ડિંગ અડધુ તૈયાર થયું હતું, બે રૂમની તૈયાર કરેલ હતાં પરંતુ બાળકો આવતાં જ નહોતા, કારણ શિક્ષકો બ્રાહ્મણ-પટેલ-રાજપૂત ઊંચી જ્ઞાતિના હતા, બાળકો દલિત-આદિવાસી માતા-પિતાના સંતાનો હતા. તેમને અગાઉથી જ જણાવી દેવામાં આવ્યું હતું કે તે શાળામાં આવે કે નહીં આવે પાસ કરવામાં આવશે.
આ એક વાર્તા ભલે કહી શકાય પરંતુ નગ્ન સત્ય હાલ પણ છે. લોકશાહીને નામે પાયાનું ઘડતર જે બાળકને સંસ્કારના સ્વરૂપમાં પ્રાપ્ત થવું જોઇએ કે ચોક્કસ નથી થતું. બાળકાના જન્મ પછી બાળકને તેનું ભાવિ ઉજ્જવળ બનાવવાના સંસ્કાર મા રૂપી મા-સ્તર (માસ્તર) તરફથી મળવા જોઈએ તે મળી રહેલ નથી. જેને કોઇ વ્યક્તિ નકારી શકે એમ નથી. બહુ સાચી પણ કડવી હકીકત છે સ્વીકાર્યા વગર છુટકો નથી. જેના માટે જો કોઇ દોષી હોય તો પહેલી જનતા જે ગાડરિયા પ્રવાહ જેવું વર્તન કરે છે. સાચું ખોટું સમજવા છતાં સત્યને વળગી રહેવામાં સક્ષમતા ધરાવતી નથી. હાલમાં પણ આદીવાસી વિસ્તારમાં પરિસ્થિતિ આ મુજબની છે. મોટા શહેરોમાં પણ પોશ વિસ્તારને અગ્રતા ક્રમ આપવામાં આવે છે.
Dipak Chitnis dchitnis3@gmail.com (DMC)