પાયાનું ઘડતર - 3 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાયાનું ઘડતર - 3

પાયાનું ઘડતર-૩

(‘‘નંદીની મેડમની વાતો ચોરે ને ચૌટે જગજાહેર થતાં તેમના પતિએ પણ તેમની તેમના જીવનમાંથી બાદબાકી કરેલ હતી.)

‘‘નંદીની મેડમ હવે આપણા એજ્યુકેશન મંત્રીના નજીકમાં છે. તેમને માટે એક ઘરેથી બાદબાકી કરવામાં આવી, એકે પત્નિના ડરથી સાથ છોડ્યો તો શું થયું. તમને ખબર નહીં હોય જતીનજી, એક નહીં તો, બીજાં,” મહેસાણીયાજી એ તંબાકુના મસાલાની પડીકીમાંથી ચપટી ભરતાં બોલ્યાં.

મહેસાણીયાની વાત હજી પુરી નહોતી થઇ, ‘‘શિક્ષણ પ્રધાન જે, અવારનવાર શાળાની મુલાકાત લેવા આવતાં રહે છે, મેડમે હવે તેમને પણ પોતાના વશમાં કરેલ છે. તેમની સાથે પણ નંદીની મેડમના સંબંધો ગાઢ થતાં ગયા છે. જુઓ, એક મામુલી નાની શાળાની શિક્ષિકા આજે શહેરની શાળાની આચાર્યા બની બેઠી છે.”

શાળામાં નવા નીમણુંક પામેલા જતીન સર વાતો જાણી આશ્ચર્ય ચકિત થયા હતા. કહેવાય એક માતા સરસ્વતીનું કાર્યાલય પણ કેવું અંધકારમય છે. મોટી શાળાના આચાર્યાની શું લાયકાત છે કે કોઇ જાણી શકતું નથી. કેવી રીતે આ સન્માનીય ખુરશી પદ તેણી મેળવી શકી ? સાથે શાળામાં ફરજ બજાવી રહેલાં શિક્ષકો એક એકથી ચડિયાતા જેમના મનમાં ફક્ત કામચોરી, લાંચિયા પણું, આળસુપણું જેની હેસિયત તે પોતાના મુખારવિંદથી પ્રગટ કરી રહ્યા છે.

આ પ્રકારના શિક્ષકોને પરિણામે બધા શિક્ષકો અયોગ્ય છે તેવી છાપ લોકમાનસ પર પ્રગટે છે. વર્ગમાં બાળકો આવે છે, ભણાવવા માટે શિક્ષકો હોવા છતાં નથી આવતા. મોટાભાગના પોતાના કોચિંગ ક્લાસ કે બીજા ધંધામાં જે જવાબદારી સાચી છે પુરી કરી શકવામાં કાબેલિયત બતાવતા નથી. જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવ્યા વગર પગાર મેળવવો તે પણ એક પ્રકારની લાંચ જ કહેવાય ને ?

તે દિવસે જતીન સરની એક ક્લાસમાં નજર પડી કે અંગ્રેજી વિષયના મેડમ સ્પેલીંગ સમજાવી રહેલ હતાં તે બરાબર ન હતું, વચ્ચે તેમને ટોક્યા તો, ‘‘ગુસ્સો કર્યાં બોલ્યા જતીન સર, તમે તમારા ક્લાસનું ધ્યાન રાખો બીજાનાં કામમાં ડખલ ન કરો.”

બીજા દિવસે જતીન સર શાળામાં પહોંચ્યા, કે શાળાના પટાવાળા ભાઇએ આવી તેમને કહ્યું, આપને આચાર્ય મેડમે બોલાવ્યા છે.”

‘‘ નમષ્કાર મેડમ,” કહી જતીન સર આચાર્યાની ચેમ્બરમાં પ્રવેશ કર્યો તો ત્યાં બીજા શિક્ષક બેઠેલ હતાં. ‘‘આવો આવો, જતીનજી, બેસો. મેં તમને એ કહેવા બોલાવેલ કે કાલે આપણી શાળામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવનાર છે. તમે બધા પોત પોતાના વર્ગમાં બાળકોને સારી રીતે સમજાવશો કે શું બોલવું શું ના બોલવું.

‘‘અને બીજું કાલે બપોરનું જમવાનું પણ સ્વાદિષ્ટ બનવું જોઇએ અને મીઠાઇની વ્યવસ્થા તો ખાસ કરજો, અગાઉ જે શિક્ષક બેઠેલ હતાં તેમને ઉદ્દેશીને કહ્યું.

‘‘મહેસાણીયાજી તમે કાલે શાળાની વ્યવસ્થા બરાબર સંભાળી લેશો, કંઇ આઘુંપાછું ના થાય અને તમે પણ આઘાપાછા ન થતાં.” આચાર્યા મેડમ બધાને વારાફરતી બોલાવી સમજાવી રહેલ હતા. બીજા દિવસે શાળામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવ્યા ત્યારે પહેલાં શાળાના સ્ટાફ મેમ્બરની બેઠક હતી. ત્યાં વૈદહી બાજુમાં બેઠેલા મહેતા સરને ઇશારાથી કહી રહી અને બતાવતી હતી કે, જુઓ આપણા આચાર્યા મેડમ ઇન્સ્પેક્ટરની બાજુમાં લગોલગ ખુરશી કેવા ચીટકીને બેઠાં છે.

આચાર્યા મેડમની આ એક પ્રકારની અદાકારી જ પરાયા પુરુષોને માફક આવી ગયેલ હતી.” મહેતા સાહેબની મુદ્દાની વાત પર કોઇ હાસ્ય રોકી શક્યું ન હતું. ‘‘સર, આપને બાળકોને કાંઇ પુછતાછ કરવાની છે, કે પુછી શકો છો,” આચાર્યા મેડમે એજયુકેશન ઇન્સ્પેક્ટર સાહેબને જણાવ્યું.

‘‘બાળકો, તમને કોઇને આ શાળામાં કાંઇ તકલીફ તો નથી ને ? કોઇ ને કાંઇ કહેવું હોય કે પુછવું હોય કે પુછી શકો છો. ડરવાની કોઇ જરૂર નથી,” એજયુકેશન ઇન્સ્પેક્ટર સાહેબે બાળકોને કહ્યું. બધા બાળકોએ એકસાથે જવાબ આપ્યો, ‘‘ના સર, કોઇ તકલીફ નથી. અહીંયા બધુ બરાબર ચાલે છે.” જે વાત બાળકોને શિક્ષકોએ પહેલીથી આચાર્યા મેડમની સુચના મુજબ સમજાવી રાખેલ હતી.