પ્રેમ નો પર્યાય... Dhruv modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પર્યાય...

 

મોટાભાગે તોફાની લાગતો દરિયો આજે જાણે પરિપક્વ બન્યો હોય એવું લાગતું હતુ... એના શાંત મોજા નો અવાજ  કોઈ શાસ્ત્રીય સંગીત જેવુ લાગતું હતું.... કલબલ કરતાં પંખીઑ પણ જાણે એમાં સૂર પુરવતા હોય એવો મધુર અવાજ કરતાં હતા.... ધીમે ધીમે વાતા પવન માં  કિનારે આવેલી નારિયેળી જાણે નૃત્ય કરતી હોય એમ જુલતી હતી...  કિનારા ઉપર આવતા દરેક મોજા જાણે કિનારા ની રેતી ને આલિંગન કરતાં હતા.... ક્ષિતિજ ઉપર આથમતો સુરજ જાણે આવા સુંદર મજા ના વાતાવરણ માં મદમસ્ત લાગતો હતો.... એની સોનેરી કિરણો થી દરિયા ની રેતી ચમકી રહી હતી.

સામેથી દરિયો ખેડીને સાજે ખલાશીઓ પાછા ફરી રહ્યા હતા... થોડે દૂર ખૂણા માં એક કપલ એક નારિયળ માં બે સ્ટ્રો મૂકીને હસતાં હસતાં વાતો કરતાં હતા.... દૂર બાળકો બૉલ સાથે રમતા હતા....

કાંઠા ઉપર બેઠો બેઠો હું... શિવ શર્મા... આ સમગ્ર નજારો નિહાળી રહ્યો હતો.... અને હું પ્રકૃતિ ની સાથે જાણે એક્મય થઈ ગયો હતો....

 હું ડૂબતાં સુરજ સામે જોઈ રહ્યો હતો અને જાણે એને કહતો હતો...  બસ હજુ થોડી વાર રોકાઈ જાઓ. પણ કેમ જાણે એને ડૂબવાની ઉતાવળ લાગતી હતી....

કોણ કહે છે કે પ્રેમ ખાલી માણસો જોડે જ થાય છે... ક્યારેક આપની આજુબાજુ ની પ્રકૃતિ ને પ્રેમ કરીને જુવો સાહેબ... અનહદ પ્રેમનો ખજાનો આપેલો છે ભગવાને આપણને...

...

“ઓ કવિ સાહેબ... ક્યાં ખોવાય ગયા પાછા? અને આજે શું ચઢાવી દીધું છે ભાઈ? છેલ્લા કેટલાય કલાકો થી સૂનમૂન બનીને અહિયાં બેઠો છે?”... પાછળ થી બૂમ મારી ને મને કીધું....

એ હતો મારો મિત્ર મેઘ....

કળા ભમ્મર વાંકડિયા વાળ, ઊંચો અને ગોરો.... ઇન્દ્ર દેવ ના પુત્ર એ સમાન લાગતો હતો.... એની બોલવાની છટા અને વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું..... છોકરીઓ માં તો એ બહુ ફેમસ હતો.... કોઈ પણ છોકરી હોય એની સાથે મિત્રતા કરવામાં એને બહુ વાર નોહતી લગતી.... અને એની મિત્રતા ની વાત કરું તો એ એની કર્ણ જેવી હતી.... છેલ્લા કેટલાય વર્ષો થી એ મારા દરેક સારા ખરાબ સમય માં સાથે ઊભો રહ્યો હતો.... આજે એના આગ્રહ થી જ હું એની સાથે અહિયાં આવ્યો હતો....

 “ગોવા”

“આ સામે દરિયા સામે જોઈને તને શું મજા આવી જાય છે...? અહિયાં આટલો સમય કાઢે છે તું... અને શું ખબર કોના ખયાલો માં ખોવાયેલો રહે છે?.... પાછો પ્રેમ માં પડ્યો કે શું?”...  એમ કહી ને એ મારી સામે જોરજોર થી હસવા લાગ્યો.

“હા સાચે જ પ્રેમ થયો છે.... પણ વ્યક્તિ ને નહીં પ્રકૃતિ સાથે...” મે જવાબ આપ્યો.

“આ પ્રકૃતિ પછી નવી આવી તારી લાઇફ માં...?” ફરી મારી સાથે મજાક માં એ બોલ્યો.

“તું નહીં સમજી શકે દોસ્ત... આ પ્રેમ ની ભાષા...” મે સ્થિર ગંભીર અવાજ માં કહ્યું.

“અરે માફ કરો સાહેબ મારે સમજવું પણ નથી... હવે તારું થઈ ગયું હોય તો જઈએ હવે... કે પછી તારે આખી સાંજ અહિયાં જ કાઢવી છે?... આ સુરજ પણ તને જોઈને કંટાળી ને ડૂબી ગયો... એટલો બોરિંગ છે યાર તું...”

“અરે ભાઈ પણ તારે જવું છે ક્યાં?” મે કુતૂહલ પૂર્વક પૂછ્યું.

“Dude ગોવા ની સૌથી happening પાર્ટી માં.... લાઇટ, મ્યુજિક, ડાંસ, ગર્લ્સ અને બૂજ...જલ્સા કરીશું ભાઈ...” excite થઈ ને એ બોલ્યો.

“એક મિનિટ ભાઈ તું શું બોલે છે?...  હું...અને પાર્ટી?.... ના ભાઈ ના મને કાંઈ એવા શોખ નથી.... અને એમ પણ આ બધી પાર્ટી માં જવા માટે બહુ પૈસા થાય અને તને મારી ખબર છે જ ને કે મારૂ ખીશું થોડું ટાઇટ છે. યૂ પ્લીઝ કેરિ ઓન...”

“પૈસા... અરે તારો ભાઈ છે ને... પૈસા ની કોઈ ચિંતા નથી... અરે મારા પપ્પા પાસે ક્યાં પૈસા ની કમી છે...તું તારે મજા કરને... એ ચિંતા તારી નથી.... અને ડોબા, આપડા બંને વચ્ચે આ પૈસા ની વાત ક્યાથી આવી?”... થોડો ગુસ્સા માં એ બોલ્યો.

“ના દોસ્ત. તે મારા માટે ગણું કર્યું છે.... હવે બસ... અને એમ ભી યાર હું ત્યાં આવીને શું કરીશ... ત્યાં તારા શીવાય મને ઓળખે છે કોણ?” મે આનાકાની કરવાનું ચાલુ રાખ્યું...

“શું કરીશ વાળી... છાનીમાની ઊભી થા અને તૈયાર થા.... અને જો તું હવે નાટક કરીશ તો હું ભી ક્યાય નથી જવાનો. અહિયાં તારી સાથે આ રેત પર બેસી ને મારી રાત કાળી કરીશ....” થોડો નારાજ થઈ ને એ બોલ્યો.

“પણ ભાઈ...”

 “જો ભાઈ હવે થોડા દિવસ મોજ મસ્તી છે પછી તું પાછો તારું પોસ્ટ ગ્રેજ્યુએશન માટે 3 વર્ષ જતો રહીશ.... તને મારી દોસ્તીનો વાસતો… આજે તો તારે આવુ જ પડશે.... મારી વાત વચ્ચે થી કાપીને મેઘ બોલ્યો.. .

દોસ્તી નું નામ સાંભળીને હું કઈ ના બોલી શકયો..

“તો ચાલો ભાઈ જઈએ..” મારા પાટલૂન માં લાગેલી ધૂળ ખ્ંખેર્તા હું ઊભો થયો.

“યસ… ધેટસ માય બોય.. ચલ ફટાફટ રૂમ માં જ અને તૈયાર થઈ જા. સી યૂ @ રિસેપ્શન એરિયા એટ 8 પીએમ.”

એમ બોલીને એ એના રૂમ તરફ ચાલ્યો ગયો પણ હું હજુ ત્યાં ઊભો હતો અને વિચારતો હતો. “દોસ્તી”-  કેટલો નાનો શબ્દ પણ કેટલો અગત્ય નો સંબંધ છે અને જીવન માં કેટલો જરૂરી.

દોસ્તી માટે કોઈ પણ ભોગ આપી શકાય પણ માં કોઈ પણ ભોગે દોસ્તી ના છોડાય. પણ મને આ સમજતા બહુ વાર લાગી.

એના ગયા પછી પ્રથમ વર્ષ એમબીબીએસ માં થયેલા અનુભવો મારી નજર સામે આવવા લાગ્યા ને હું મારા વિચારો માં ખોવાઈ ગયો.

.......

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ભાગ ૧: શું એ મારી દોસ્ત જ છે??

એ ચાંદ છે દોસ્ત... એની સમીપ જવાની કોશિશ ના કરીશ,

અંધારી રાત માં ક્યાક ખોવાઈ જઈશ...

 

 

એમબીબીએસ નું પ્રથમ વર્ષ...

૧૨ સાઇન્સ માં એટલા સારા માર્કસ મારા નોહતા આવ્યા કે અમદાવાદ માં સરકારી કોલેજ માં એડ્મિશન મળી જાય એટ્લે મારે અમદાવાદ થી થોડું દૂર... લગભગ ૨૦૦ કિલોમીટર ભણવા આવું પડ્યું હતું.... એક સેલ્ફ ફાઇનાન્સ કોલજ માં... આર્થિક પરિસ્થિતી તો બહુ સારી ના કહેવાય...

મારા પિતા રામોહન શર્મા એક સરકારી કચેરી માં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને મારી માતા એક પ્રાઇવેટ બઁક માં નોકરી કરતી હતી.... હું મારા માતા-પીતા નું એકનું એક સંતાન એટ્લે બહુ લાડ કોડ થી મારો ઉછેર થયો હતો.... મને ભણવા માટે એમને એમની બધીજ સેવિંગ્સ મારી ફીસ માં લગાવી દીધી હતી.... એટલે મારા માટે ડોક્ટર થવું એ ખાલી ડિગ્રી લેવા પુરતું નોહતું.... પરંતુ એમના સપના પૂરા કરવા એ મારી અગ્રિમતા હતી.

...

અમે કુલ ૧૦૦ સ્ટુડન્ટ હતા એમાં ૮૫ બોયસ અને ૧૫ ગર્લ્સ.

સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામ પતાવીને હું મારા પેરેંટ્સ સાથે લંચ માટે ગયો.... બપોર પછી અમને હોસ્ટેલ ફાળવના હતા. ઘરે થી પહલી વાર દૂર રેહવાનો હોવાથી થોડું નર્વસ ફીલ કરતો હતો.... પણ ડોક્ટર તરીકે ની કારકીર્દી બનવા માટે આ ભોગ આપવો જરૂરી હતો...

લંચ પતાવીને અમે વોર્ડેન ની ઓફિસ પાસે પહોચી ગયા.... બહુ ભીડ હતી ત્યાં. બધાને હોસ્ટેલ અને રૂમ આપવામાં આવતા હતા.... મારી આગળ ઉભેલા અમુક સ્ટુડન્ટ ને જોયા.... કેટલાક એમની હોસ્ટેલ અલૉટ્મેંટ થી બહુ ખુશ અને કેટલાક નારાજ જાણતા હતા.... થોડું રિસર્ચ કર્યા પછી ખબર પડી કે કુલ ૩ હોસ્ટેલ્સ છે...

 

હોસ્ટેલ ૧:

કોઈ સરકારી સર્કિટ હાઉસ જેવી. વ્હાઇટ કલર નું વિશાળ બિલ્ડીંગ.... હોસ્ટેલ આગળ મોટો ગાર્ડન.... એમાં જાત જાત ના ફૂલ અને છોડ..... હોસ્ટેલ ના ગેટ ઉપર સિક્યોરિટી ગાર્ડ... ગાર્ડન ની બાજુ માં કાર/બાઇક મૂકવા માટે નું શેડ વાળું પાર્કિંગ.... ઓટોમેટિક લિફ્ટ.... મોટા મોટા ફુલ્લી ફર્નિશ્ડ રૂમ વિથ ડબલ occupancy (એક રૂમ માં ૨ લોકો)..., આપડું પોતાનું મોડુ દેખાય એવી સુંદર ઓફ વ્હાઇટ કલર ની vitrified ટાઇલ્સ....  Attached બાથરૂમ અને સાથે ગરમ પાણી માટે ના ગિજર....

હોસ્ટેલ ૧ જોઈને જ લાગતું હતું કે હમણાં જ બની હશે..... એનું બાંધકામ ખૂબ જ સુંદર અને મજબૂત હતું....

 

હોસ્ટેલ ૨:

થોડી જૂની પણ રેહવા લાયક.... એમાં પણ ડબલ occupancy. પણ vitrified ટાઇલ્સ ની જગ્યા એ સાદી ટાઇલ્સ હતી...આસપાસ કોઈ ગાર્ડન કે ફૂલ છોડ નોહતા.. ના કોઈ શેડ વાળું પાર્કિંગ...  અહિયાં કોમન ટોઇલેટ હતા... પણ સાફ-સફાઇ નું ખાસ ધ્યાન રાખવામા આવ્યું હતું... રોજ સફાઈ થતી હોય એ ચોક્કસ હતું.

 

હોસ્ટેલ ૩:

કોઈ ને કળા પાણી ની સજા આપવા માટે એ બરાબર જગ્યા હતી... એકદમ જૂનું ખખડી ગયેલું બિલ્ડીંગ... એનો બહાર નો કલર તો સમજી શકાય એમ જ નોહતો.... કલર તો જવા દો... ઘણી બધી જગ્યા એ તો પ્લાસ્ટર પણ ઊખડી ગયું હતું.... અને એમથી બિલ્ડીંગ ના સળિયા દેખાતા હતા... અને પાણી ની કોઈ કમી જ નોહતી... . કેમ કે એ તો બહુબધી જગ્યાએ થી ટપકતું હતું....

અંદર થી થોડું અલગ હતું.... રૂમ કહવા પૂરતા સારા હતા.... બાથરૂમ કોમન… પણ ક્લીન હતા...

એક લોખંડ નો પલંગ. લોખંડ નું કબાટ અને ટેબલ. ફર્નિચર માં કહવા પૂરતું આટલુ જ હતું....

...

“મિસ્ટર. શિવ શર્મા...” વોર્ડેન ની ઓફિસ માંથી મારૂ નામ બોલાયું.... મન માં ને મન માં થતું હતું કે હોસ્ટેલ ૧ મળી જાય તો સારું.... હોસ્ટેલ અલૉટ્મેંટ માં ડ્રૉ સિસ્ટમ હતી.... તો હવે બધો ખેલ નસીબ નો જ હતો...

અને તમને ખબર છે ને મારા નસીબ કેવા??... ચિઠ્ઠી ખોલી ને નીકળી

હોસ્ટેલ ૩.

...

“આ કઈ રીત નું કામકાજ છે તમારું?... કોઈ સ્ટુડન્ટ ને હોસ્ટેલ 2 અને કોઈને હોસ્ટેલ3.... અમે કઈ ઓછી ફી આપીએ છીએ.... મારો છોકરો અહિયાં નહીં રહે... તમને કઈ દઉં... હોસ્ટેલ ૧ માં એનો રૂમ જોઈએ મારે…. અને તમારા થી શક્ય ના હોય તો ફીસ પછી આપી દો.”

એકદમ ગુસ્સા માં મારા પપ્પા વોર્ડેન સાથે જગાડવા લાગ્યા....

“સાહેબ પેહલા તમે થોડા શાંત થઈ જાઓ... અને બેસી જાઓ.... અમારી પાસે હાલ હોસ્ટેલ ૧ માં લિમિટેડ રૂમ્સ છે.... એટ્લે અમારે બધા સ્ટુડન્ટ ને ત્રણેય હોસ્ટેલ માં મૂકવા પડ્યા છે... અમારા માટે બધા સ્ટુડન્ટ સરખા જ છે... અત્યારે અમારું નવી હોસ્ટેલ નું કામકાજ ચાલુ જ છે... જે લગભગ ૧ વર્ષ માં પૂરું પણ થઈ જશે...  પછી બધા ફર્સ્ટ યર ના સ્ટુડન્ટ ને જોડે રૂમ્સ મળી જશે”... વોર્ડેન સાહેબે ખુબજ શાંતિ થી જવાબ આપ્યો.

“ના એ નહીં ચાલે.. હું મેનેજમેંટ ને ફરિયાદ કરીશ... અને જરૂર પડશે તો હેલ્થ મિનિસ્ટ્રી સુધી લેખિત ફરિયાદ કરીશ...” પપ્પા હજુ પણ અકળાયેલા હતા..

“હવે આ કઈક વધારે થઈ ગયું...” હું મન માં ને મન માં બોલ્યો. એમ પણ હ્યૂમન સાયકોલોજી છે ને. કોઈ પ્રેમ થી સમજાવે એ જડપથી સમજ માં નથી આવતું અને પછી એજ થયું.

“ઓકે ધેન... થાય એ કરી લો...”  હવે વોર્ડેન સાહેબ અદબ માં બોલ્યા... અને પોતાનું બીજું કામ કરવા લાગ્યા...

“પપ્પા...ઑ પપ્પા... શાંત રહોને યાર... જુવો... તમે તો કેહતા હતા ને... કે જીવન ના પાંચ વર્ષ બધા મોજશોખ અને એસોઆરામ છોડી ને ભણવા માં ધ્યાન રાખવાનું છે... અને હવે તમે જ એ વાત ભૂલી ગયા.. મને કોઈ ફેર નથી પડતો કોઈ ભી હોસ્ટેલ હોય... તમે ચિંતા ના કરશો.”

મારી વાતો સભળીને એમની આખો ભરાઈ ગઈ અને બસ એટલુ જ કહ્યું... “મારો દીકરો આજે મોટો થઈ ગયો.”

....

રૂમ માં પોહચીને જસ્ટ હજુ સમાન સેટ જ કર્યો હતો ને શ્લોક રૂમ માં આવ્યો. ચંમ દોસ્તાર... ઓલ સેટ?

શ્લોક મારો બેચમેટ અને પાડોશી હતો... જેમ નવા રેહવા કોઈ આવ્યા હોય એમ એને અમને આવ્કર્યા...  તે વિસનાર ના ગામ શેઠ નો દીકરો હતો અને પૈસે ટકે ખૂબ સુખી ઘરનો....

બસ ભાઈ જો લગભગ સેટ.. મે કહ્યું. “એ બધુ તો ઠીક સ... પણ હોભળ્યું સ કે આ હોસ્ટેલ માં કોક દાદો રે સ.... જબડો ડોન સ... હાચવીને રે જો...” એટલું કહીને એ રૂમ ની બહાર નીકળી ગયો.

....

રાત ના લગભગ 1.30 વાગ્યા હતા. અચાનક રૂમ નું બારણું જોરજોર થી કોઇકે ખખડવ્યું.... દરવાજો ખોલીને જોયું તો હરિક્રુષ્ણ હતો...  

એ પણ મારી જેમ 1સ્ટ યર નો જ સ્ટુડન્ટ હતો....પાતળો, અને લાંબો.. મારી સામે ઊભો હતો... એ પણ માત્ર જંગીયા માં... મને જોતજ એ ઊંધો ફરી ગયો અને બોલ્યો..

“કૂકડો બોલે કૂકડે કૂક... મારો પાછળ ઢબૂક ઢબૂક...”

એ વાંકો વાળીને મારી સામે એનો પિછવાડો બતાવી ને ઊભો હતો... હું તો ઘડીક સ્તભ્ધ બનીને ઊભો જ રહ્યો.

“ભાઈ તું ઠીક છે ને?”

“ઓલા મોટા ભાઈ... જલ્દી કુલા પર લાત મારો... હજુ મારે બીજા 12 રૂમ માં જવાનું બાકી છે... “ એ રડવા જેવા અવાજ સાથે બોલ્યો.

“ના ભાઈ, પણ કેમ આવું....”

મારા વધુ કઈ પણ પૂછતા પેહલા એ ત્યાથી ચાલ્યો ગયો... મારા મન માં હજુ ગણા પ્રશ્નો હતા.... પણ મને થોડી ખબર હતી કે એના જવાબ મને આવતી કાલે મળવાના છે....

.....

“બધા નવા મુરગા આવી ગયા છે દાદા.. તમે કહો તો... introduction ચાલુ કરીએ?”  ચમચો બોલ્યો.

“બોલાવી લે...” મસાલો ચાવતા ચાવતા દાદા બોલ્યો.

અમને બધાને હોસ્ટેલ 3 ના કોમન હોલ માં ભેગા કર્યા હતા... ત્યાં હું પણ હતો... મારા માટે આ બધુ નવું હતું... સંભાળ્યું હતું કે હોસ્ટેલ માં રેગિંગ થતું હોય છે.... પણ સરકાર શ્રી ના નિયમો મુજબ રેગિંગ તો ગુનો છે.... Orientation પ્રોગ્રામ માં પણ અમને ડીન સર એ કીધું હતું.

ધ મેનેજમેંટ ઇસ સ્ટ્રીક્ટ અગેન્સ્ટ ધ રેગિંગ...

પણ આ હતી હોસ્ટેલ ૩...

અને અહિયાં નું બધુ મેનેજમેંટ દાદા નું હતું.

દાદા- સાચું નામ ચિંતન પટેલ.

અમદાવાદ બેસ્ડ... એક ખ્યાતનામ ડોક્ટર દંપતી નો પુત્ર....

૬ ફૂટ ઊંચો. ઘઉંવર્ણો , વિખરાયેલા વાળ, ધોલ જેવું મોટું પેટ. મેલી ગંજી અને જેલ ના કેદી જેવો ચડડો... એ કોઈ રીઢો ગુનેગાર હોય એવો લાગતો હતો.. એના કામ પણ ગુનેગાર જેવા જ હતા.

ચિંતન આમ તો અમારા થી ૪ વર્ષ મોટો હતો.. પણ છેલ્લા ૪ વર્ષ થી એ હજુ છેલ્લું વર્ષ પાસ નોહતો કરી શક્યો... એને કોઈ જલ્દી પણ નોહતી... પાસ થઈ ને બેસવા માટે એના બાપની ગાદી તૈયાર હતી.

કદાચ આવા ડોકટોરો ને અનુભવી કહવતા હશે....

“ચાલો ઘોડીનાઓ, બધા લાઇન માં ઊભા થઈ જાઓ.... અને એક પછી એક... તમારું નામ ને ગામ બોલો.” રોફ જમાવતા ચિંતન બોલ્યો.

સૌથી પહલો HK (હરિકૃષ્ણ) ઊભો હતો. એની આંખો એકદમ લાલ ગુમ હતી અને શરીર ધ્રુજી રહ્યું હતું... એના શરીર માં જાણે કોઈ તાકાત બાકી નોહતી...

“એલા ચમચા…આ તો કાલ વાળો પેલો લીટો જ છે ને?” ચિંતને HK સામે હાથ કરીને એના ચમચા ને પૂછ્યું.

“હા દાદા....”

“એલા તું કેમ પાછો આવ્યો આજે... તને મજા આવતી લાગે છે.. કાલે કૂકડો બનાવી ને પાછળ લાત ખવડાવી હતી... લાગે છે આજે તારો પોપટ શહિદ કરવો પડશે...ચલ ભાગ ભો***.”

બધી તાકાત ભેગી કરીને HK ત્યાથી ભાગી ગયો... એની હાલત જોઈ ને અમારા બધા ના પસીના છૂટી ગયા... બીજો નંબર શ્લોક નો હતો....

“ઓહહો લેન્ડ-લોર્ડ ની ઔલાદ આવી છે... ચલ મારા એક પ્રશ્ન નો ઉત્તર આપ અને પછી તું છૂટ્ટો...રંડી એટ્લે કોણ?“ ચિંતન ના પ્રશ્ન માં એક વિકૃત આનંદ જાણતો હતો...

“એક સ્ત્રી...” નાદાન શોલ્ક નો નાદાન જવાબ સાંભળીને બધા હસવા લાગ્યા... “ઓહહ લેન્ડ-લોર્ડ ભાઈ... તું તો અમારું જ રેગિંગ લઈ રહ્યો છે.” હસતાં હસતાં ચિંતન બોલ્યો.

સાચું કહું તો.. મને પણ હસવું આવી ગયું હતું અને બદનસીબે ચિંતન મને જોઈ ગયો...

“ઓય્ય ડુપ્લિકેટ શાહરૂખ ખાન, બહુ હસવું આવે છે તને... અહિયાં આવ ચો*ના”. એનો અવાજ સાંભળીને મારા તો પસીના છૂટી ગયા.

“સ...સ.. સોરી ચિંતન ભાઈ” હું ડરતા ડરતા બોલ્યો.

“એની માં ને.. ભાઈ... સાંભળ ઓય લો*. હું તારો કોઈ ભાઈ નથી... દાદા કહેવાનું સમજ્યો...?” ખૂબ મોટા અવાજ માં તેને મને ખખડાવ્યો.

“શું નામ છે તારું? તને તો બરાબર નો લેવો પડશે.”

“સર.. શિવ શર્મા ફ્રોમ અમદાવાદ....” નામ સાંભળતાજ ચિંતન ના મો પર કઈક અલગ  જ ભાવ તરી આવ્યા... એના ચમચા એ એને કાન માં કઈ કીધું.. અને એને મને એના રૂમ માં બોલાવ્યો.

...

રૂમ માં આવ્યા પછી... ચિંતન કઈક શાંત જણાતો હતો.

“શિવ શર્મા એમ ને...

તારા માટે.. ડૉ ઇમરાન શેખ નો ફોને આવ્યો હતો મને” તું મને એમ કહે કે તું ડૉ ઇમરાન ને કેવી રીતે ઓળખે છે?” ચિંતાને મને શાંતિ થી પૂછ્યું...

ડૉ. ઇમરાન શેખ- આ સિટિ કલેક્ટર ડૉ ફારૂક સાહેબ નો ઇંટેલીજંટ પુત્ર હતો... ડેશીંગ પર્સનાલિટી, ભણવામાં રેંકર, અને આ જ કોલજ માથી એ પાસ થયા હતા અને અહી જ મેડિસિન વિભાગ માં સેવા આપતા હતા... એવું કહેવાતું હતું કે ડીન સર નો લેફ્ટ હૅન્ડ છે... ડૉ ઇમરાન.

Actually સર, મારા ફાધર નું પોસ્ટિંગ ફારૂક સાહેબ સાથે હતું... એમને ફારૂક સાહેબ સાથે ૫ વર્ષ કામ કરેલું છે... તો અમારા ફૅમિલી રિલેશન્સ છે એમની સાથે...

“કઈ વાંધો નહીં પણ એક વાત યાદ રાખ જે... ડૉ ઇમરાને મને તારું ખાસ ધ્યાન રાખવાનું કીધું છે... જો કોઈ પણ જગ્યાએ થી મને તારા વીસે કઈ ભી આડુ અવળું જાણવા મળ્યું.. તો યાદ રાખજે હું ભૂલી જઈશ કે તું કોણ છે.... તું અહિયાં ભણવા આવ્યો છે તો તારે એ જ કરવાનું છે, અને હા કોઈ છોકરી ના લફડા કે ચક્કર વીસે જાણવા મળ્યું તો હું અને ડૉ ઇમરાન બંને તારી લાલ કરી દઇશું.... આ કોઈ ચેતવણી નથી દાદા ની ખુલ્લી ધમકી છે”. ચિંતન ની એ ધમકી હું બરાબર સમજી ગયો હતો.

......

૧સ્ટ યર.... ૧સ્ટ ક્લાસ એનાટૉમી......

Dissection એટ્લે કે ચીરફાડ વિભાગ... જીવન માં પહેલી વાર અમે એક ડૈડ બોડી જોઈ હતી. એના વિવિધ ભાગો ની ચીરફાડ કરીને એમબીબીએસ સ્ટુડન્ટ એનાટૉમી શીખતા હોય છે...

ડૈડ બોડી એકડમ કાળી પડી ગઈ હતી અને એના માંથી ફોરમેલીન ની વાસ આવતી હતી... બોડી જોઈને તો HK લગભગ બેભાન જેવો થઈ ગયો હતો અને એને તુરંત જ એડ્મિટ કર્યો હતો...

પ્રોફ્ફેસર વર્મા..

અમારા એનાટૉમી ના ટીચરે એવુ નક્કી કર્યું કૅ બધા સ્ટુડન્ટ ને આ બોડી ની સ્મેલ અને એની હાજરી ની આદત હોવી જોઈએ તો અમારે પેહલા 3 ક્લાસ તો ખાલી ડૈડ બોડી ની બાજુ માં બેસવાના જ હતા... જેથી અમે બધા ને આદત થઈ જાય..  

ફોરમેલીન ની સ્મેલ બહુ તીવ્ર હતી... અમારા બધા ની નાક અને આંખો બળી રહી હતી... 100 સ્ટુડન્ટ વચ્ચે કુલ 5 ડૈડ બોડી હતી. મતલબ 20 વચ્ચે એક.... બધા સ્ટુડન્ટ બોડી ની આજુબાજુ ગોઠવાઈ ગયા હતા....  

હું માત્ર પ્રથમ 15 મિનિટ માં જ આ સ્મેલ થી Use too થઈ ગયો અને એનાટૉમી ની બુક કાઢીને વાંચવા લાગ્યો.

....

અચાનક મારી બાજુ નું ટેબલ ખસ્યું અને મારૂ ધ્યાન ત્યાં ગયું... ૨૦ જણ ના ટેબલ ઉપર ૧૯ લઠા હતા અને એક માત્ર એ જ છોકરી હતી..

સાધારણ કદકાઠી ની, ગોળ ચેહરો,ઘૌવર્ણિ. મોટી ગોળ કાજલ લગાડેલી કાળી આંખો, લાંબા કાળા વાળ, સુડોળ કમર અને નિતંબ તથા ગુલાબ ની પાંખડી જેવા હોઠ...

એને જોતજ મને મનહર ઉદાસ ની એક ગજલ યાદ આવી ગઈ..

“ કાજલ ભર્યા નયન ના કામણ મને ગમે છે... કારણ નહી જ આપું... કારણ મને ગમે છે...”

એ મારી બાજુ માં આવીને બેસી... એની હાજરી માત્ર થી એવું પ્રતીત થવા લાગ્યું કૅ ટેબલ પર બીજું જાણે કોઈ છે જ નહીં.... હું બસ એના ખયાલ માં ખોવાઈ ગયો અને આજુબાજુ નું બધુ જ ક્ષણભર માં જ ભૂલી ગયો.... ખબર નહીં પણ કદાચ આને જ લવ એટ ફર્સ્ટ સાઇટ કહતા હસે બધા??

એ બેઠા બેઠા એની બૂક ઉપર એનું નામ લખ્યા કરતી હતી...

સ્તુતિ... વાહ કેવું સુંદર નામ.

એ વારંવાર એનું નામ બૂક ઉપર ઘૂટયા કરતી હતી... જાણે એ પોતાની જાતને વ્યસ્ત રાખવા માંગતી હોય... એની વાળ ની લટ એની આંખો પર આવતી...  અને એને પરેશાન કરતી હતી.... એ વારંવાર એના હાથ થી એની લટ કાન પાછળ કરતી અને ફરી પાછું એનું નામ ઘૂટયા કરતી....

આમ કરતાં કરતાં એના હાથમાં રહેલી પેનનો એક દાગ એના ગાલ પર પડ્યો...

એ ડગ નોહોતો... મારો એની સાથે વાત કરવાનો મોકો હતો..

“Excuse me”...

એને જાણે મે કોઈક સપના માંથી જગાડી દીધી હોય એમ એને મારી સામે અચંબા ભરી નજરો થી જોયું.

“તમારા ગાલ પર પેન થી એક દાગ લાગ્યો છે....” મે ધીમા અવાજે કીધું.

એને એક સ્માઇલ આપી અને એના ગાલ પર હાથ લાગડ્યો...

“એમ નહીં જાય.. હોસ્ટેલ ઉપર જઈને સાબુ થી બરાબર ધોઈ લેજો...” મારા થી થોડું જોર થી બોલાઈ ગયું અને ટેબલ પર બેઠેલા બધા નું ધ્યાન સ્તુતિ પર ગયું અને બધા જોર જોર થી હસવા લાગ્યા.

ક્ષોભ અને શરમ થી સ્તુતિ એ મો નીચું કરી દીધુ અને મને મારી મૂર્ખતા પર પછ્તવો થવા લાગ્યો...   

...

“મે કેમ આવું કર્યું?

આવું તો કઈ બોલતું હશે? એ મારા વીશે શું વિચારતી હશે?

હવે એ ક્યારેય મારી સાથે વાત નહીં કરે તો?

મારે એને સોરી કહવું જોઈએ...

પણ કેવી રીતે?”  મને ઊંઘ નોહતી આવતી અને હું વારંવાર મનમાં ને મનમાં વિચારતો પથારી માં પડખા ફેરવ્યા કરતો હતો.

 

“એ શિવલા… ભાઈ તને ઊંઘ ના આવતી હોય ને... તો તું HK ના રૂમ માં જા... એ ભૂત એમ પણ રાતે જાગતું જ હોય છે... પણ મહેરબાની કરીને મને સુવા દે ભાઈ…” મારો રૂમ પાર્ટનર અભય બોલ્યો.

અભય- એનું થોડુક લેટ જોઈનિંગ હતું... એટલે જ રેગિંગ ના નામે બીજા બધા નું જે ઓવરલ જેવલોપમેન્ટ થયું હતું એ બધામાંથી એ બચી ગયો હતો... એના દેખાવાની વાત કરતું તો લાંબુ ચપટું મોઢું, જરાક શ્યામ વર્ણ, હંમેશા ક્લીન શેવ અને ફોર્મલ કપડાં.... કાળા લાંબા વાળ અને આડી પાંથી રાખી ને એ એની પડી ગયેલી ટાલ ને ઢાંકતો હતો.... એ પોતાની જાત ને ૮૦ ના દાયકા નો અજય દેવગનના માણતો હતો....પણ સાચું કહું... મને તો એને જોઈને CID માં પેલું જે કેરેક્ટર છે ને.... અભિજીત.... એના જેવો લાગતો હતો.

પહેલેથી અમદાવાદ ની ICSC બોર્ડની સ્કૂલમાં ભણેલો હોવાથી સ્પોર્ટ્સ માં અને ઇંગ્લિશ માં વાત કરવામાં એ એક્ષ્પેર્ટ અને કદાચ થોડો ઓવેર-કોન્ફિડેંટ હતો....

“કેટલો સ્વાર્થી છે યાર તું. અહિયાં તારો દોસ્ત પરેશાન છે અને તને સુવાની પડી છે?... ધિક્કાર છે તને.” મે ચિડાઈને કીધું.

“Chill bro...” “કેમ આટલો સ્ટ્રેસ છે?... તું મને શાંતિથી કહે કે આજ ના દિવસમાં તારી સાથે એવું તો શું થયું?”

મેં એકદમ સ્ટ્રેસ્ડ અવાજમાં આખા દિવસની આપવીતી કહી ને એને સંભળાવી... આખી વાત સાંભળીને એ પહેલા તો જોરજોર થી હસવા લાગ્યો

“આજે તો જબરો તારી દાવ થઈ ગયો તારી સાથે... પણ એમાં શું...? કાલે મળે એટલે તું એને સોરી કહી દે જે.... અરે યાર... તું ભી ખાલી ખાલી આટલું બધું ટેન્શન લે છે...” અભય એ વાત ને હળવાશ થી લેતા મને કહ્યું...

“પણ દોસ્ત... સોરી કહેવાની હિંમત મારામાં નથી... અને હોત... તો હું તારી સાથે બેસીને આ રામાયણ થોડી કરતો હોટ...” મે કહ્યું.

“હા તો તું એક કામ કર... એનો મોબાઈલ નંબર તારી પાસે હશે જ... એનો મોબાઈલ ઉપર મેસેજ કરી દે ‘સોરી’ વાત પુરી” મને ફરી સલાહ આપતા એને કીધું...

મને એની વાત થોડી વ્યાજબી લાગી... અને હું બીજા દિવસથી એના મોબાઈલ નંબર મેળવવાના જુગાડ માં લાગી ગયો.

....

“All student open page number 19 and start reading lower limb anatomy….”

પ્રોફેસર વર્મા બોલ્યા...

આજે એનાટોમીમાં એ મારાથી થોડી દૂર બેઠી હતી... જાણે હું ત્યાં છું જ નહીં... તેમ મને ગણકાર્યો જ નહીં... હું વારંવાર તેની સામે જોતો પણ જાણે જાની જોઈને એ મને ઇગનોર કરતી હતી એવું લાગ્યું... અને તે દિવસે પણ મારી કાંઈ બોલવાની હિંમત ના ચાલી....

તેમ છતાં ક્લાસ પૂરો થતાની સાથે જ હિંમત ભેગી કરીને હું એની સામે પહોંચી ગયો..

“હેય સ્તુતિ hi...how are you?” એકદમ Under confidence આવાજ સાથે મે પૂછ્યું.

“હેય... હાય... તું શિવ છે ને... શિવ શર્મા.... ફ્રોમ અમદાવાદ... રાઇટ? આઈ એમ ગુડ શિવ.... તું કેમ છે” એક સુંદર સ્માઇલ સાથે અને જાણે મારા વિશે પહેલે થી બધું જ જાણતી હોય એવા પ્રતિસાદ સાથે મને પૂછ્યું.

પ્રથમ દિવસ ના વાત ની જાણે એની પર કોઈ અસર જ નોહતી... મને થોડોક અચંબો પણ લાગ્યો... પણ કોણ જાણે એક જાતનો આત્મવિશ્વાસ મારી અંદર આવ્યો હોય એમ વાત કરવાની મે શરૂઆત કરી.... “સ્તુતિ મારે એક્ચ્યુલી તને કંઈક કહેવું હતું...”

“સ્યોર... પણ એક મિનિટ.... મારે આજે થોડી ઉતાવળ છે... હું મારી ફ્રેન્ડ સાથે કોફી પીવા જઈ રહી છું... એંડ વાય ડોન્ટ યુ જોઈન અસ...?”

એને મને એની સાથે કોફી પીવાનું નિમંત્રણ આપ્યું... હું થોડો બગવાઈ ગયો.... પહેલી જ મુલાકાત માં કોઈ છોકરી સાથે કોફી....? મારામાં એટલી હિંમત ન હતી

“No…you just carry on…may be next time. See you later” મેં કીધું

Ok. than bye…અને તે ત્યાથી ચાલી ગઈ...  જતાં જતાં પણ એને પાછું વળીને એક વાર મારી સામે જોયું... તો મારા માટે બધુ સ્લો-મોસન થઈ ગયું.... મારા માટે આ બધુ કોઈ ફિલ્મ થી કમ નોહતું.

….

“એક નંબરનો ડોબો છે તું…. તારા જેવો બુદ્ધિ વગરનો માણસ મે આજ સુધી નથી જોયો.... મગજ જેવું કંઈ છે કે નહીં તારામાં?.... કોઈ છોકરી તને સામેથી કોફી પીવા માટે નિમંત્રણ આપે છે અને તું ભાવ ખાય છે... seriously man, you are just unpredictable”

અભય મારી પર ગુસ્સામાં જોર જોર થી ચિલ્લાવી રહ્યો હતો... અને હું પણ શું કરી શકું? બસ સાંભળી રહ્યો હતો.... મને ખબર નહોતી પડતી કે મેં જે કર્યું એ સાચું હતું કે ખોટું?...

મારો પણ એમાં શું વાંક? હું ગુજરાતી મીડિયમ સ્કૂલ માં ભણ્યો હતો.... અને મારી સ્કૂલ માં કોઈ છોકરો-છોકરી એક બીજા સાથે વાત પણ નોહતા કરતાં... એવા રૂઢિચુસ્ત સમાજ માં મારો ઉછેર થયો હતો.

“ચાલ કઈ નહીં... મેં તારા માટે એક જુગાડ કરી દીધો છે... સ્તુતિ નો નંબર મારી પાસે આવી ગયો છે... હવે તું એની સાથે મેસેજમાં પણ વાત કરી શકીશ...” અભય જાણે મારી પર ઉપકાર કર્યો હોય એમ બોલ્યો.

“દોસ્ત... થેન્ક્યુ વેરી મચ... તે મારું કામ કરી દીધું.” હું એકદમ એક્સાઈટ થઈને બોલ્યો

“મારો આ ઉપકાર યાદ રાખજે... બસ એટલું જ કહેવા માગું છું... ” અભય ઘમંડમાં બોલ્યો.

“Any time bro…any time, anything for You…love You Dost”

પણ આ બધું જેટલું આસાન લાગતું હતું એટલું હતું નહીં મારી પાસે તો મોબાઈલ જ નહોતો. હું કેવી રીતે એની જોડે વાત કરું....?

“અભય તું મને તારો મોબાઈલ આપીશ એની સાથે વાત કરવા માટે?” મે વિનતિ કરી.

“sure, why not…you can use my mobile any time…” અભય ફરી ઉપકાર કરતો હોય એમ મને કહ્યું

બસ પછી શું...? બીજા દિવસની સવારની રાહ જોવા લાગ્યો કે ક્યારે મોર્નિંગ થાય અને એને મેસેજ કરું..

….

“Hey, good morning સ્તુતિ”

મે એને અભય ના મોબાઇલ થી મેસેજ કર્યો. લગભગ પાંચેક મિનિટમાં એનો રીપ્લાય પણ આવી ગયો....

“ગુડ મોર્નિંગ... હુ ઈઝ ધીસ?”

                                                                        “શિવ... શિવ શર્મા... remember me?”

“Hey શિવ... very good morning to you. How do you do? આ તારો નંબર છે?”

                                                                “ના, આ મારા રૂમ પાર્ટનર અભય પટેલ નો નંબર છે...”

“ઓકે ઓકે... બોલ બીજું... કઈ કામ હતું? અને હા...

પેલા દિવસે કંઈક વાત કરવાનો હતો...  સોરી હું ભૂલી જ ગઈ...

બોલ બોલ શું કહેતો હતો તું?”...

મને સોરી કહેવાનો મોકો મળી ગયો.

                                                        “સ્તુતિ હું તને સોરી કહેવા માગતો હતો...                                                         પ્રથમ દિવસે જે તારા ગાલ ઉપર લીટો થયો                                                     અને એ દિવસે તને જે મારા કારણે ક્ષોભનો                                                       અનુભવ થયો તેના માટે...  I am really sorry… I didn’t mean to hurt you at all”.

“ઇટ્સ ઓકે યાર, એ બધુ વિશારીશ નહીં તું...”

“મારે તને સોરી કહેવું જ જોઈએ... એ ભૂલ મારી હતી...સોરી”

“બાપ રે... કેટલું વિચારે છે તું?...કીધું ને ભૂલી જા એ બધું... હું આટલું બધું કશું જ વિચારતી નથી... અને બીજી એક વાત આપની દોસ્તી માં સોરી ક્યાંથી આવી ગયું...?  એની વે... મારે તૈયાર થવા જવું છે નહિ તો ક્લાસ માટે લેટ થઈ જઈશ.... Talk to you later.”

દોસ્ત...શું એ મારી દોસ્ત છે???

એ મને દોસ્ત માણવા લાગી હતી... અને હું પાગલ હજુ સુધી એની સાથે વાત કરવાના બહાના શોધી રહ્યો હતો.... દોસ્ત શબ્દ સાંભળી ને દિલને બહુ સારું લાગ્યું.... મરકતા મરકતા હજુ હું એના વિચારો માન જ ખોવાયેલો હતો... અને મન માં ને મન માં બોલ્યો....

 

“જર્મર પાણી પડે છે આકાશમાંથી હોય કે આંખોમાંથી શું ફેર પડે છે

ઝંખું છું સહવાસ તારો દોસ્તી હોય કે પ્રેમ શું ફેર પડે છે”

 

અચાનક શ્લોક રૂમ માં આવ્યો... બ્રશ કરતાં કરતાં બોલ્યો.

ઓલા ઑ ભઈ.. હેડોક હવે ઊભા થાઓ ક... ચમ લેકચર બેકચર માં નઇ જઉ?

“અરે મારી શ્લોક ડાર્લીંગ... એના માટે તો હું અહિયાં આવ્યો છું...” એમ બોલી એના ગાલ પર એક ટપલી મારીને સ્માઈલ કરતાં કરતાં પલંગ ઉપરથી કૂદી ને નાહવા જતો રહ્યો.

“આનું હો ટકા ખસી જ્યુ લાગ સ.... મારૂ હારુ ઓનાથી આઘું રહવું પડસ.” શ્લોક મનમાં બબડ્યો...  

.....

બસ પછી શું હતું? હું ક્લાસ માં રોજ એની બાજુની હરોળ માં સહેજ પાછળની તરફ બેસી જતો... જ્યાંથી મને સીધો એનો ચહેરો દેખાય અને બસ એને જ જોયા કરતો...

મારા માટે આ હવે રોજનું થઈ ગયું હતું.... મારું ધ્યાન ક્લાસમાં ઓછું અને એના તરફ વધારે હતું. લાઇબ્રેરિ માં પણ કલાકો સુધી એની સામે બેસીને બસ એને જ જોયા કરતો...

....

એક દિવસની વાત છે, ડોક્ટર ડિમ્પલ- biochemistry ના પ્રોફ્ફેસર અમારો લેક્ચર લઇ રહ્યા હતા... હું રોજની જેમ મારા સપના માં ખોવાયેલો હતો.... કોણી બેન્ચ પર મૂકી બંને હાથ પર મોઢું  ટેકવીને એની સામે એકીટસે જોયા કરતો હતો... અને મનમાં ને મલકાયા કરતો હતો.

અચાનક મારા મોઢા પર એક ચોક વાગ્યો... અને હું સપનામાંથી જાગ્યો હોય તેમ સતર્ક થઈ ગયો...

“You… white shirt… stand up…yes... you...” મને આજુબાજુ ડાફોલિયા મારતો જોઈને પ્રોફેસોર ડિંપલ બોલ્યા. “Explain the Krebs cycle”.

મે સાલુ હજુ સુધી બે પૈડાવાળી જ સાયકલ વિશે સાંભળ્યું હતું... આ કંઈક નવું આવ્યું...  હું કંઈ ન બોલી શક્યો...

હું હજુ પણ મારા ખાયલો માં થી સંપૂર્ણ બહાર નોહતો આવ્યો.... મારા મોઢા પર હજી પણ સ્મિત હતું.

“Why are you smiling at me? Are you dumb or what?” પ્રોફેસર ખીજાઈ ને બોલ્યા.

“મેંમ... મારું મોઢું જ હસમુખુ છે... હું સ્માઇલ આપીને બોલ્યો...

“You joker just get out of my class” પ્રોફેસર નો પિત્તો બરાબર ખસયો હતો.

આખો ક્લાસ મારા પર હસવા લાગયો હતો.

મે સ્તુતિ સામું જોયું... એ પણ મારી સામું જોઈને હસતી હતી... હું નજર નીચી રાખીને ક્લાસની બહાર નીકળી ગયો...

...

વાત-વાત માં ત્રણ મહિના વીતી ગયા અને એક્ઝામ પણ આવી ગઈ....

એક્ઝામ તો આપી અને એનું રિઝલ્ટ પણ આવી ગયું અને આખી બેચ માં સૌથી ઓછા માર્ક્સ મારા હતા... નોટિસ બોર્ડ ઉપર અમારું રીઝલ્ટ લટકવામાં આવેલું હતું, જેમાં લાલ રંગના માર્કરથી મારા નામ સામે લીટો માર્યો હતો

6.5 માર્ક 70 માંથી.

મારી સાથે એક બીજું નામ પણ હતું જેની ઉપર લાલ માર્કરથી માર્ક કરવામાં આવ્યું હતું એ નામ હતું શ્લોક- 7.5 માર્ક 70 માંથી

હું હવે સમજી ગયો હતો કે મેડિકલ મારા બસ ની વાત નથી. પ્રેમ અને પરીક્ષા બંને જોડે મારાથી પાસ થઈ શકે તેમ નોહતું...

હું એક તરફ મારા માતા પિતા વિશે વિચારતો હતો.... જેને આખી જિંદગી ની સેવિંગ્સ મારા ભણવા પાછળ લગાવી દીધા હતા... અને બીજી તરફ સ્તુતિ… જે મારી જિંદગીનો પ્રથમ પ્રેમ હતો.... શું કરવું કંઈ સમજમાં આવતું નોહતું.

અને જે વાત નો મને સૌથી વધારે ડર હતો એ જ થયું... ડોક્ટર ઇમરાને મને મેડિસિનમાં વિભાગ માં મળવા માટે બોલાવ્યો.

“આ બધું શું છે શિવ...?આ તારું રિઝલ્ટ મેં જોયું...ખુદ પ્રોફેસર વર્મા નો મને કોલ આવ્યો હતો... શું તકલીફ થાય છે?... કેમ આટલા ઓછા માર્ક્સ? કોઈ પ્રોબ્લેમ હોય તો તું મારી સાથે શેર કર... હું અહિયાં તારી મદદ માટે જ છું...” પોતાની કોઈ વ્યક્તિ માટે હોય તેમ મારા માટે ની એમની ચિંતા મને સ્પસ્ટ દેખાતી હતી...  

હું શું કહી શકું...? બસ ખાલી એટલું બહાનું કાઢ્યું કે ગુજરાતી મીડીયમ માંથી આવ્યો છું... એટલે અંગ્રેજી શબ્દો અને ભાષા થોડાક અઘરા પડી રહ્યા છે...  

“સાહેબ... શક્ય હોય તો આમાં થોડી મદદ કરશો?” મે ગરીબડા થઈને કીધું.

થોડુક વિચારીને ડૉ ઇમરાન બોલ્યા... “ઓકે, રોજ સાંજે બે કલાક હવે હું તને ભણાવીશ”

 

હવે ડૉ. ઇમરાન મારા ક્લાસ લેવાના હતા... ગમે તેમ કરીને મારે હવે ભણવું જ પડે તેમ હતું... પરંતુ મેં મનમાં ને મનમાં નિર્ણય લઈ લીધો હતો... ભણીશ પણ... પ્રેમના ભોગે નહિ.

લગભગ એક મહિના સુધી ડોક્ટર ઇમરાને રોજ બે-બે કલાક ભણાવવાનું ચાલુ કર્યું.... ધીમે ધીમે મને મેડિકલ સમજ માં આવવા લાગ્યું.... દરેક અઠવાડિયે એમના ધ્વારા લેવાતી પરીક્ષાઓમાં પણ મારું રિઝલ્ટ સુધારવા લાગ્યું હતું.... ડૉ ઇમરાન પાસે હું ભણતો અને આવીને શ્લોકને પણ ભણાવતો.... મારું રિવિઝન પણ જતું અને મારા દોસ્ત ની ભલું પણ...

સમય જતાં જતા હાફ યરલી એક્ઝામ પણ આવી ગઈ.... એક્ઝામમાં મારું રીઝલ્ટ ઘણું સારું હતું ડોક્ટર ઇમરાન અને મારા માતા-પિતા બધા જ ખુશ હતા.... આનંદ તો મને પણ થતો હતો પણ... ગમ એ વાતનો હતો કે હું સ્તુતિથી હવે થોડો દૂર થઈ ગયો હતો.... એને સમય નોહતો આપી શકતો.... અમારી દૂરી વધતી જતી હતી.

….

ઓગસ્ટ નો મહિનો ચાલી રહ્યો હતો. કોલેજમાં અલગ અલગ તરહના ડે ની ઉજવણી થતી હતી.

આજે રોઝ ડે હતો.

અલગ અલગ પ્રકારના ગુલાબ અને તેને અનુરૂપ અલગ અલગ સંબંધોને નામ આપતા હતા...  જેમકે ‘લાલ એટલે પ્રેમ’

‘યેલો એટલે દોસ્તી’

‘બ્લેક એટલે દુશ્મની’ અને

‘વાઈટ એટલે શાંતિ.’

મેં આજે મનોમન નક્કી કરી લીધું હતું કે મારે આજે સ્તુતિ ને લાલ ગુલાબ આપવું જ છે.... હું સવારનો લાલ ગુલાબ મારી બેગ લઈને એની આજુબાજુ ફરતો હતો... પણ મારી હિંમત નોહતી ચાલતી.

શું કરવું... શું ના કરવું... એ અસમંજસ માં હું કોલેજના પાર્કિંગ આગળ ઉભો હતો.... અચાનક પાછળથી અવાજ આવ્યો....

“હેપ્પી રોઝ ડે....” પાછું ફરીને જોયું તો સ્તુતિ ઉભી હતી એના હાથમાં કેસરી કલરનું ગુલાબ હતું... જે એને મારા તરફ કર્યું હતું...

કેસરી કલરનું ગુલાબ??? આના વિશે તો ક્યારે સાંભળ્યું પણ નહિ અને જોયું પણ નહોતું...

“Thank you and same to you “એની લાગણી નો સ્વીકાર કરતો હોઉ એમ મે એના હાથમાંથી ગુલાબ લેતા લેતા મેં કીધું.

મારા બેગમાં પડેલા લાલ ગુલાબ આપવાની મારી કોઈ હિંમત તો ના ચાલી... પણ એ પહેલા મારે એ જાણવું હતું કે કેસરી ગુલાબ નો મતલબ શું હતો..

એકાદ બે જણને પૂછ્યું ત્યારે ખબર પડી કે કેસરી ગુલાબ નો મતલબ થાય છે

‘More than just a friend’

મારી ખુશી નો કોઈ પાર નોહતો... એને મને એક દોસ્ત કરતા પણ વિશેષ ગણ્યો હતો... હું ફટાફટ દોડતો ગર્લ્સ હોસ્ટેલ પાસે પહોંચ્યો... મારે સ્તુતિ સાથે વાત કરવી હતી….  હું જેવો ગર્લ્સ હોસ્ટેલ ના ગેટ પાસે પહોંચ્યો અને મેં જોયું તો સ્તુતિ ત્યાં બહાર જ ઊભી હતી... એ એની ફ્રેન્ડસ જોડે વાતો કરતી હતી. મે એની પાસેથી જઈને એને કીધું

“સ્તુતિ શું તું મારી સાથે કોફી પીવા આવીશ?

Yeah sure…. Why not… today? એને જવાબ આપ્યો..

“હા અગર તને ફાવે એમ હોય તો”

“Sure, 5 PM?”

“ડન” હું એટલું બોલીને દોડતો દોડતો હોસ્ટેલ 3 માં પહોચી ગયો.

બેકગ્રાઉન્ડ મા વાગતું સુંદર જાઝ મ્યુઝિક, ડિમ લાઇટ અને ગણતરીના લોકો કાફે માં બેઠા હતા... હું અને સ્તુતિ કાફે માં પહોંચ્યા. સ્તુતિ તે દિવસે ગજબ લાગતી હતી.... લાંબા કાળા ખુલ્લા વાળ, લટકનીયા જુમખા, ટાઇટ જીન્સ નું જેકેટ અને નીચે સ્કર્ટ....

“You are looking so gorgeous today.” મે કહ્યું.

શરમાતી નીચી આખે, એના વાળ ની લટ કાન પાછળ લેતા એ બોલી...”Thank you dear”.

એકબીજાના ફેમિલી ની વાતો અને બીજા સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર ની પંચાત કરતા કરતા ક્યારે રાતના આઠ વાગી ગયા તેનો અમને કોઈ ખ્યાલ ના રહ્યો.. હું એને હોસ્ટેલ સુધી મૂકવા પણ ગયો.

“ઓકે ધેન બાય” . કહીને એક સ્માઈલે આપીને એ હોસ્ટેલ ના ગેટ તરફ ચાલવા લાગી... આચાનક તેને કઈક યાદ આવું હોય એમ તે પછી મારી તરફ આવી અને મને ગળે લાગીને કીધું...

“થેંક્યુ શિવ થેન્ક્સ ફોર ધી વંડરફુલ ઈવનિંગ”

મારી ખુશી નો કોઈ પાર નહોતો... હું એ શામ ક્યારેય નહીં ભૂલી શકું...

“ઓ શીવલા બોલને ક્યાં જઈ આવ્યા?

“શું શું કર્યું?

“આનો હાથ પકડ્યો તો કે નહીં”

“આઇ લવ યુ કીધું નહીં”

હોસ્ટેલ આવતા ની સાથે બધા જ મિત્રો મને ચારે તરફથી ઘેરી વળ્યા... અને મને આડાઅવળા સવાલો પૂછવા લાગ્યા.... પણ હું કશો જ જવાબ આપ્યો વગર ખાલી એક સ્માઈલ આપીને સીધેસીધો રૂમમાં જતો રહ્યો...

પણ ઈશ્વર ને તો મારી સાથે કઈ અલગ જ દુશ્મની હતી...મારી આ ખુશી એ વધારે સમય ટકી ના શકી. મારી ખુશી ને કોઈક ની નજર લાગી ગઈ હતી....

અમારી નિકટતા થી કોઈ જલી ગયું હતું... અને એને ચિંતનને અમારા વિશે બધી જ વાત કરતી હતી..

….

“શું ચાલી રહ્યું છે આ બધું...? હું શું સાંભળી રહ્યો છું...?તું ને ઓલી છોકરી ક્યાંય બહાર ગયા હતા? કેમ ગયા હતા અને ક્યાં ગયા હતા... ?

મે તને પહેલા જ વોરનિંગ આપી હતી કે શિવલા આ બધા ધંધામાં ના પડીશ.... હવે જો હું તારી કેવી લાલ કરું છું...”

“તારા આ બધા કાંડ ની વાત મેં ઇમરાન સાહેબને પણ કરી દીધી છે ... એ પણ આવવાના જ છે તને મળવા પણ પહેલો વારો મારો છે”

“ના… ના ચિંતનસર... અમારા વચ્ચે એવું કઈ છે જ નથી... એ ખાલી બસ મારી દોસ્ત જ છે...” હું મારી જાતનો બચાવ કરતો હોય એ રીતે બોલ્યો.

“ચો* સમજે છે મને... અમે બધા આંધળા છીએ...? આખા કેમ્પસમાં તમારા બંને ના લફડાની વાતો ચાલી રહી છે...” ચિંતન બરાબર નો મારી પર બગડ્યો હતો..

“સર એવું કંઈ જ નથી...”

ફટાટાક....

હજુ વધારે કઈ પણ બોલું એ પેહલા ચિંતન ને મને ગાલ પર જોરદાર તમાચો લગાવી દીધો...  

“તું એમ નહીં માને... ડોક્ટર ઇમરાન ને આવા દે... હું એમને અહિયાં જ લઈને આવું છું... પછી તને અમે જોઈ લઈશું” એમ કહીને ચિંતન મારા રૂમ માંથી નીકળી ગયો....  

હું મારા ગાળ પર હાથ ફેરવતો ફેરવતો.. બીજા થપ્પડ ની રાહ જોઈ ને ઊભો રહ્યો......

ડૉ ઇમરાન નું નામ સાંભળતા જ મારી લગભગ ફાટી જ રહી હતી... ઘરે ખબર પડશે તો... ? મારા મમ્મી પપ્પા પણ મારી હાલત ખરાબ કરી નાખશે...

બે દિવસે સાંજે ડોક્ટર ચિંતન અને ડોક્ટર ઇમરાન લગભગ ત્રણ કલાક મારા રૂમમાં બેઠા રહ્યા અને મારૂ ઇન્ટરોગ્રેશન કરતા રહ્યા....મે એમને છેક સુધી લડત આપી... અને જ્યારે છેલ્લે મેં એક્સેપ્ટ ના જ કર્યું કે અમારા બંને વચ્ચે કંઈ છે.... ત્યારે ડોક્ટર ઇમરાને મારા પપ્પાને ફોન કરવાની ધમકી આપી... જે એમનું બ્રહ્માસ્ત્ર હતું...

“પ્લીઝ.. પ્લીઝ ઇમરાન સર.... એવું ના કરશો. આજ પછી હું તમને કમ્પ્લેનનો કોઈ મોકો નહીં આપું.... ભણવામાં ધ્યાન આપીશ અને ક્યારેય સ્તુતિ જોડે વાત નહીં કરું.” એકદમ ગરીબડો બનીને.. હાથ જોડી અને પગ પકડી ને હું વિનંતી કરવા લાગ્યો...

“જો બેટા... આ બધું કરવા માટે આખી જિંદગી પડી છે.... પહેલા તું તારું એમબીબીએસ કમ્પ્લીટ કરી દે... પછી તારે જે કરવું હોય એ કરજે… પણ અત્યારે તું મારી રિસ્પોન્સબિલિટી છે… અને હું તને ક્યાય આડો-અવળો ભટકવા નહીં દઉં. અને આ તારી લાસ્ટ વોર્નિંગ છે.... તું જેટલુ જલદી સમજી જાય એટલું સારું છે”

આટલું કહીને ચિંતન અને ડોક્ટર ઇમરાન બંને રૂમમાંથી ગયા... એ દિવસ મારા માટે બહુ જ ખરાબ રહ્યો હતો.

...

બીજા દિવસથી મને જાણે સ્તુતિની એલર્જી હોય તેમ એનાથી મે એકદમ જ ડિસ્ટન્સ વધારી દીધું.... હું એના થી અલગ રહેવા લાગ્યો.... એના મેસેજ ના પણ રિપ્લાઇ કરવાના બંધ કરી દીધા.... એને સામેથી આવતી જોઈને પણ હું મારો રસ્તો બદલી દેતો હતો.... એ સ્માઈલ કરે તો હું મોઢું ફેરવી લેતો હતો.... અંદરથી તો બહુ જ દુઃખ થતું હતું પણ હવે ડોક્ટર ઇમરાન અને ચિંતન ને ફરી ફેસ કરવાની હિંમત મારામાં નહોતી...

...

થોડા દિવસો પછી ની વાત હતી... જ્યારે હું સાંજના સમયે લાઈબ્રેરીમાં બેસી ને વાંચી રહ્યો હતો...

ત્યારે અચાનક સ્તુતિ મારા ટેબલ પર આવી.... એને મારા ટેબલ પર જોર થી હાથ પછાડ્યો અને કીધું “શિવ મારે તારી સાથે વાત કરવી છે”

એને એટલા મોટા અવાજે કીધું હતું કે અચાનક બધા અમારી સામે જોવા લાગ્યા...

“પ્લીઝ અહીંયા નહીં... આપણે પછી શાંતિથી વાત કરીશું.” મે વિનંતી કરતાં કહ્યું..

“No way...વાત તો આજે જ... અને હમણાં જ થશે... તું ઉભો થઈ ને બહાર આવે છે કે હું અહિયાં જ બોલવા માંડુ...?” આજે એનો મૂડ કઈક વધારે ખરાબ હોય એવું લાગ્યું હતું.

એના ના અવાજમાં એક ગજબ પ્રકારનું frustration જણાતું હતું.

સમયનો તાગ જોતાં મને બહાર જવાનું જ યોગ્ય લાગ્યું.

“Okay, just calm down, બહાર જઈને વાત કરીએ.’

...

પોતાના કમર ઉપર બે હાથ મૂકીને… અને મોઢું મચકોડીને એને મને પૂછ્યું...

”શું પ્રોબ્લેમ શું છે તને..? કેમ મારી સાથે વાત નથી કરતો?”

“એવું કંઈ જ નથી... હું બસ ખાલી ભણવા ઉપર કોન્સન્ટ્રેટ કરી રહ્યો છું... મને તારાથી કોઈ જ પ્રોબ્લેમ નથી...” નીચી નજર કરીને હું બોલ્યો... એની આંખ મા આંખ મીલવાની મારી હિમ્મત નોહતી.

“જો શિવ... સાચું બોલ.. હું બધુ સમજુ છું... અને મને બધી ખબર પણ છે... છતાં હું તારા મોઢા થી સાંભળવા માંગુ છું...શું ચાલી રહ્યું છે તારા મગજ માં...? એ પછી મોટા અવાજ સાથે બોલવા લાગી..

સાચું સાંભળવા માંગે છે તો સાંભળ સ્તુતિ....“આપણા બંને વચ્ચેના પ્રેમની વાત હવે ધીમે ધીમે બધાને ખબર પડવા માંડી છે.... ચિંતન તથા ડોક્ટર ઇમરાનને પણ જાણ એની થઈ ગઈ છે.... અને હું નથી ઈચ્છતો કે એ વાત મારા ઘર સુધી જાય... મારા મા બાપને બહુ જ દુઃખ થશે એટલે હું તારા થી દૂર થઈ રહ્યો છું” મે એને સમજાવતા કીધું..

 

“એક મિનિટ શું બોલી રહ્યો છે તું?... શું ગાંજો મારીને આવ્યો છે?”

“પ્રેમ અને એ પણ આપણા બંને વચ્ચે? તું મારો ખાલી દોસ્ત છે.. દોસ્ત.... પ્રેમની વાત તો બહુ દુર રહી. અને તને કેમ એવું લાગ્યું કે હું તને પ્રેમ કરું છું...?”

“મતલબ શું તું મને પ્રેમ નથી કરતી...?” મારા હાથ માં રહેલી બુક્સ સંભાળતા હું બોલ્યો... 

“ઓબ્વિયસલી નોટ...તું પાગલ છે કે શું...? તારા સાથે પ્રેમ...? હું ક્યારેય વિચારી પણ ના શકુ.... હું તો તને એક ભોળોભાળો સીધો સાદો દોસ્ત માનતી હતી... પણ તારી અંદર આટલો મોટો રાક્ષસ હશે એ મને ખબર મને નોહતી...”

“મને મારા ઘણા બધા ફ્રેન્ડ એ મને કીધું હતું કે આ માણસથી દૂર રહેજે... એ તારા અને એના વિશે બોયસ હોસ્ટેલમાં ઘણી બધી અતરંગી વાતો ફેલાવતો હોય છે.... મને લાગે છે કે આ ચિંતન અને કોલેજમાં બીજા બધાને તે જ ફેલાવ્યું છે કે હું તારી ગર્લફ્રેન્ડ છું... અરે બીજા બધા ની વાત તો છોડ... ખુદ તારા જ રૂમ પાર્ટનર અને મિત્ર અભય એ જ મને તારા વીસે બધુ જણાવી દીધું છે...”

“મારે બસ તારા મનમાં મારા માટે શું છે એ જ જાણવું હતું... બીજા બધા જે બોલે એ મને એના થી કોઈ ફર્ક નોહતો પડતો... પણ તારી આ સંકુચિત માનસિકતા... તારા જેવો ચીટર માણસ મે આજ સુધી નથી જોયો....

“સારી રીતે બે વાત શું કરી લીધી... તું શું સમજવા માંડ્યો?... તને એવું લાગ્યું કે સ્તુતિ કેરેક્ટરની લુસ છે અને તારી સાથે આવી જશે...?

“જો આવી જ રીતે કોઈની સાથે વાતો કરવાથી એ એને પ્રેમ માની લે... એમાં મારો કોઈ વાંક નથી. ભૂલ તારી છે... Grow up. Shiv grows up.”

“બે-ઘડીના હસી મજાક ને જો તું પ્રેમ માનવા લાગીશ તો... તને દર ત્રીજી છોકરી જોડે પ્રેમ થઇ જશે.. ક્યારે મોટો થઈશ તું... તારી માનસિકતા ચેન્જ કર”

 

એના આવા સંવાદ સાંભળીને જાણે મારા ઉપર આપ તૂટી પડ્યું હતું.... જમીન ફાટી જાય તો એમાં સમાઈ જવું એવું મને લાગવા માંડ્યું હતું... જેને પોતાના જીવ અને કરિયર કરતાં પણ વધારે મહત્વ આપ્યું એ આજે મારી સાથે આવી રીતે વાત કરતી હતી....

પ્રેમ નથી કરતી... તે ઠીક હતું.... એમ પણ પ્રેમ માં કોઈ જબરદાસતી ના હોય... પણ એને એના કેરેક્ટરને બદનામ કરવા માટે જે મને જવાબદાર ઠેરવતી હતી એ વાતથી મને બહુ જ આઘાત લાગ્યો હતો....

“જો શિવ...પહેલી અને છેલ્લી વાર તને કહી દઉં છું...આ જ પછી મારી સામે આવતો નહીં...મારી સામું જોતો નહીં.... અને વાત કરવાનું તો વિચારતો પણ નહીં....”  

“પણ સ્તુતિ... I really love….” ભરાઈ ગયેલી આંખો અને ભારે અવાજ સાથે હું એને કહવા માંગતો હતો... પણ એને મારી વાત વચ્ચે થી જ કાપી નથી અને બોલી...

“Shut up…  don’t dare to talk me…

નહીં તાર તારું મોઢું તોડી નાખીશ... વિકૃત માણસ...

Just go to hell”

 

આટલું કહીને સ્તુતિ ત્યાંથી જતી રહી... એ પછી આખા એમબીબીએસ માં મેં એની સાથે ઘણી વખત વાત કરવાનો પ્રયત્ન કર્યો... પણ જેટલો પ્રેમ મે એને કર્યો હતો એના કરતાં પણ વધારે નફરત એ મને હવે કરવા લાગી હતી....

બીજા બધાનું તો ઠીક હતું... પણ અભય...  જે મારો શુભ ચિંતક અને મિત્ર હતો એ મારી સાથે આવું કરશે... એ મે સપના માં પણ નોહતું વિચાર્યું... પણ એને કેમ મારા વીસે સ્તુતિ ને ખોટું કીધું હશે...? તે પ્રશ્ન મને સતાવી રહ્યો હતો...

હું તો એ ગુનાની સજા ભોગવી રહ્યો હતો જે મેં કર્યો જ નોહતો... પણ સાચો ગુનેગાર કોણ હતો તેની ખબર મને થોડા સમય પછી થઈ...  

 

મારા જીવનમાથી એના એના ગયા પછી મારી તો જાણે આખી લાઇફ બદલાઈ ગઈ.... પણ સ્તુતિ નું ખાલી ફેસબુક સ્ટેટસ ચેંજ થયું હતું...

committed વિથ અભય પટેલ... #લવ ઓફ માય લાઇફ...#.”

 

મેં આ બધા માંથી નીકળવાનો બહુ પ્રયત્ન કર્યો... આ પ્રયત્નમાં મને મારો મિત્ર શ્લોક અને ચિંતન એ મને બહુ મદદ કરી હતી...

ચિંતન... જે એક ટાઈમે કોલેજનો દાદા હતો એ મારા માટે હવે મોટા ભાઈ સમાન બની ગયો હતો. મેં મારી પ્રેમ ની નિષ્ફળતા ને મારી તાકાત બનાવી અને પૂરા લગન થી ભણવા લાગ્યો....

૧ સ્ટ એમબીબીએસ ની એકઝામ પૂરી કરી... અને ક્લાસમાં ટોપર થયો.

 

પણ હું આજે પણ સ્તુતિ ને ભૂલી નથી શક્યો...

કહેવાય છે ને કે પ્રથમ પ્રેમ બોલવો ખૂબ જ મુશ્કેલ હોય છે...

મિસ યુ સ્તુતિ....

 

 

 

 

“પ્રેમનો પર્યાય હતી,તું,

મારા મનનો મલ્હારહતી તું,

ભલે ના ધબકતી મારા મા દિલ માં,

મારા દિલનો ધબકાર હતી તું”

 

ભાગ ૧ સમાપ્ત....

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સુરજ સંપૂર્ણપણે ડૂબી ગયો હતો અને જાણે સમાધિ લઈ ચૂક્યો હતો…. મને સાથ આપવા માટે આકાશમાં બીજનો ચાંદ અને જગમગતા તારા આવી ગયા હતા…. માણસ જેમ આખા દિવસમાં કામ કરીને થાક્યો હોય તેમ ઘઘૂઘવતો દરિયો થાકીને શાંત થઈ ગયો હતો…. પંખીઓ પણ પોત પોતાના ઘરે પાછા વળી ગયા હતા. એકલા સુના દરિયા કાંઠે.. . હું ત્યાં જ ઉભો હતો અને વિચારોમાં ખોવાયેલો હતો..  

અચાનક મારો ફોન રણક્યો. જોયું તો મેઘનો ફોન હતો.... ઊપડતાં ની સાથે જ એને પહેલા મને ચાર ગાળો આપી...

“ક્યાં છે તું ડફોળ?...છેલ્લા અડધા કલાક થી રિસેપ્શન ઉપર ઉભો તારી રાહ જોઈ રહ્યો છું. ટાઈમનું કોઈ ભાન છે તને?...  8:30 વાગી ગયા છે. બધા મિત્રો ક્લબની બહાર મારી અને તારી રાહ જોઈને ઉભા છે.... તું આવવાનો છે કે નહીં....?” ગુસ્સામાં મેઘે મને પૂછ્યું.

“બસ પાંચ મિનિટમાં પહોંચ્યો”... ફોન કટ કર્યો અને હું હોટેલ તરફ દોડી ગયો.

....

 

ગોવાની 5 સ્ટાર નાઇટ ક્લબ.. “ઓએસીસ- ધ નાઇટ ક્લબ”

બહાર તરફ એક મોટું બોર્ડ લાગેલું હતું... રંગબેરંગી લાઈટોથી જગમતું.... મોટી-મોટી મોંઘીદાર ગાડીઓ આવી રહી હતી અને વેલે પાર્કિંગ આગળ ત્યાં ઉભી રહેતી હતી.... કાળા કપડામાં લગભગ 6 ફૂટ ઉંચા એવા બે બાઉન્સરસ ત્યાં ઉભા હતા અને લોકોને એન્ટ્રી કરવામાં મદદ કરી રહ્યા હતા.... અંદર વાગતા મ્યુજિક નો અવાજ છેક બહાર સુધી આવી રહ્યો હતો.... આમ તો weekday હતો... તેમ છતાં ઘણી પબ્લિક દેખાતી હતી.

 

હું, મેંઘ, એના મિત્રો બધા એન્ટ્રી અને ક્લબની અંદર ગયા.... ક્લબની અંદર લગભગ 200 જેટલા માણસો હશે... અંદર જઈને જોટયું તો સામે ઉપર જમણી બાજુ ડીજે અતરંગીના રંગ ના કપડાં પહેરીને હવામાં એનો એક હાથ ઊંચો કરીને અને બીજા હાથે હેડફોન પકડીને નાચી રહ્યો હતો....

નીચે જમણી બાજુ મોટો બાર હતો અને અનેક અલગ અલગ જાતની ડ્રિંક્સ ત્યાં પીરસાતા હતા.... બાર ટેન્ડર બ્લેક શૂટમાં હતો... અને હવામાં બોટલો ઉછાળી ઉછળીને ડ્રિંક્સ બનાવતો હતો.. અને વચ્ચે એ આગના ભડાકા પણ કરતો હતો...  

વચ્ચે મોટો ડાન્સ એરીયા હતો જેમાં લોકો મગ્ન થઈ ને અંગ્રેજી અને હિન્દી ગાયનો ઉપર નાચી રહ્યા હતા..  મેઘે અમારા માટે વી-આઇપી લોંજ બુક કર્યો હતો.... અમે બધા ત્યાં જઈને બેસી ગયા.

“હેય શિવ મીટ માય ફ્રેન્ડસ...એલિના એન્ડ શેરોન” મેઘ એ એના મિત્રો સાથે મારો ફોરમલ ઇન્ટરો કરાવ્યો.

...

એલિના...એલિના પટેલ...

લગભગ સાડા પાંચ ફૂટ ઊંચી, પતલી, રૂપાલી,ઘૂંઘરલા ટૂંકા વાળ,અને નાકમાં નથણી અને કળા કલર નો સિંગલ પીસ સ્પગેટી  ડ્રેસ માં તે 21 મી સદીની હાઈફાઈ છોકરી હોય એવું લાગતું હતું... અલબત્ત એ હાઈ-ફાઈ જ હતી..

અમેરિકા માં જન્મેલી અને માં બાપ ની એક ની એક ઓલાદ હતી.... અને નાનપણ થી વધુ પડતાં લાડ કોડ માં ઉછરેલી હતી.... જે વસ્તુ સામે આંગળી ચિંધે એ એને મળી જતી.... એના ફાધર USA માં neurosurgeon હતા, ખુબ જ ધનવાન ઘરની ... અને સ્વભાવે બોલક્ણી....સીધી ભાષા માં કહું તો મારા થી એકદમ ઉટલો સ્વભાવ હતો એનો...   

હું આજે પહલી વાર એને મળ્યો હતો.. પણ એની ઘણી વાતો મે મેઘ ના મોઢે સાંભળી હતી… મેઘ અને એલિના બંને જૂના ફ્રેન્ડ્સ હતા... બંને જણાએ સાથે management નો કોર્સ કર્યો હતો... IIM અમદાવાદ માંથી.

મેઘે મારો ઇન્ટરો એ લોકો સાથે કરાવ્યો.. “ફ્રેન્ડ્સ આ મારો સૌથી બેસ્ટ ફ્રેન્ડ... શીવ.. શિવ શર્મા.. સોરી સોરી... ડોક્ટર શિવ શર્મા...”મારા ખભા ઉપર હાથ મૂકીને મેઘ બોલ્યો.

“Oh, doctor… that’s sounds fascinating…” એલિના જાણે મારી ટાંગ ખેંચતી હોય તેમ બોલી.

“તો ડોક્ટર... ટેલ મી સમથીંગ અબાઉટ યુ..” એલિના એ પૂછ્યું.

“પ્લીઝ.. ડોક્ટર હું ખાલી હોસ્પિટલ માં જ છું... દોસ્તો માટે હું શિવ જ છું” મેં ફોર્મલ થઈને કીધું

“hey guys.. વાતો તો ચાલતી રહેશે.. ચાલો એક-એક ડ્રિંક થઈ જાય...” મેઘે મારા અને એલિના વચ્ચેની વાતો કાપતા કહ્યું.

“વેઇટર ટુ મોહિતો, વન બ્લડી મેરી, એન્ડ વન વિસ્કી ઓન ધ રોકસ પ્લીઝ”. મેઘે ઓર્ડર આપતા કહ્યું..

“શિવ…તું શું લઈશ?”.

“કઈ નહીં.. બસ થેન્ક્યુ... મારી કોઈ ઈચ્છા નથી.”

“ઈચ્છા નથી...કે પછી આલ્કોહોલ લેતો નથી”... એલિના એ મને પૂછ્યું.

“હાલ તો ઈચ્છા નથી..” મે ટૂંકો અને ટચ જવાબ આપ્યો. 

.....

શેરોન, જોય અને મેઘ ડાન્સ કરવાની મસ્તી માં હતા…. હું અને એલિના બંને લોન્જમાં જ બેઠા બેઠા એમને જોઈ રહ્યા હતા. એલિના થોડી થોડી વારે ત્રાંસી નજરે મારી સામું જોયા કરતી હતી.. અને એના મગજમાં જાણે અનેક જાતના પ્રશ્નો હોય તે રીતે નીરખ્યા કરતી હતી..

“ડોક્ટર... તમારી લાઇફમાં કોઈ છોકરી નથી?” એલિના એ હાથમાં ગ્લાસ લઈને પગ ઉપર પગ ચડાવીને મારી સામું એક હલકુ સ્મિત આપતા આપતા મને પૂછ્યું.

એક આછા સ્મિત સાથે મે ખાલી એટલું જ કીધું...” હાલ તો કોઈ નથી..”

“હમમમમ...  ગવાયેલું દિલ બોલતું હોય ને એવું લાગે છે.... કંઈ કહેવું હોય તો તમે મને કહી શકો છો... મન હળવું થઈ જસે.”

“તમે નહીં સમજી શકો...”

“try me…”

એના જવાબ માં મેં ખાલી એક સ્માઈલ આપી.

“come on guys…આટલું મસ્ત મ્યુજિક છે, અને તમે અહિયાં બેસી રહ્યા છો.. ચાલો ડાંસ કરીએ” મેઘ અમને ડાંસ કરવા બોલાવતો હતો.

“તમે જાઓ.. હું અહિયાં બેઠો છું...” મે કહ્યું.

“કમોન ડોક્ટર તમે તો પાર્ટી પણ એન્જોય નથી કરી રહ્યા.. ચાલો થોડી વાર.. મને ગમશે...” એલિના આગ્રહ કરતાં બોલી.

એમ તો પાર્ટી ખુબજ જીવંત હતી.. પણ ખબર નહિ, કદાચ મારા માટે આ બધુ પહલી વાર નું હતું. એલિના મેઘ સાથે ડાંસ કરવા જતી રહી.. અને હું હજુ પણ લોંજ માં જ બેઠો હતો. કેમ કે એના વધુ પ્રશ્નો ફેસ કરવાની મારામાં હિંમત ન હતી.

....

થોડી વાર પછી હું લોંજ માંથી બહાર આવી ગયો અને બાર ના ટેબલ ઉપર જઈને બેસી ગયો...  

“Excuse me… વેટર.. વન વિસ્કી ઓન ધ રોક્સ પ્લીઝ” મે ઓર્ડર કર્યો....

મેં મારું ડ્રીંક ઓર્ડર કર્યું... એટલામાં અચાનક એક ખૂબસૂરત છોકરી આવીને મને એકદમ અડીને મારી પાછળ ની બાજુમાં ઊભી રહી.. અને મારા ગળા ના ઉપર હાથ ફેરવતા ફેરવતા મને પૂછ્યું...

”કેન you ડાન્સ વિથ મી.. હેન્ડસમ...” મારી પાછળ થી અવાજ આવ્યો હતો... મેં એકદમ અચંબા સાથે પાછળ જોયું તો એક છોકરી ઊભી હતી....

જરાક ભરાવદાર, સિંગલ પીસ ગોલ્ડન કલર નો ચકમકતો ડ્રેસ, મોઢા પર ભરપૂર લાલી અને લિપસ્ટિક.

એની સામું જોઈને... જરા અકળાઈને પૂછ્યું.. “Excuse me… શું હું તમને ઓળખું છું?”

“અરે મારા ડિયર... ઓળખાણ ની શું જરૂર છે?” એના ડાભા હાથ થી એની વાળ ની લટો સાથે રમતા રમતા એ બોલી. 

“મતલબ... કહેવા શું માંગો છો તમે” હું જરા ચોંકીને બોલ્યો...  

“અરે ડાર્લિંગ... તું તો બહુ સીધો... આજની રાત... ચાલને મજા કરીએ... અહિયાં ક્લબ માં ઉપર રૂમ્સ પણ છે ત્યાં જઈએ”....એને કામુક અવાજ માં મને આંખ મારતા કીધું...

હવે એનો ઇશારો અને દાનત હું બરાબર સમજી ગયો હતો....

“જુઓ... મિસ... તમે મને જેવો સમજો છો.... એવો હું બિલકુલ નથી..... આઈ ડોન્ટ લાઈક ઓલ ધીસ થિંગ્સ... પ્લીઝ મારાથી જરાક દૂર રહો.... મને તમારા જેવી છોકરીઓ બિલકુલ પસંદ નથી.” એનાથી જરાક દૂર ખસતા હું બોલ્યો.

“હેય... shut up…. વોટ ડુ યુ મીન બાય પસંદ નથી. તું તારી જાતને સમજે છે શું?”

“તારા જેવા જોડે વાત કરવા પણ કોણ માંગે છે?... આ તો તારા ફ્રેન્ડ મેઘે મને તારી સાથે વાત કરવા, તને મજા કરાવવા અને તારો મૂડ બનવા માટે 15 હજાર રૂપિયા ઓફર કર્યા હતા.... બાકી તારા જેવા નીક્કમાં છોકરા જોડે વાત કરે પણ કોણ..... And seriously… તું મેઘ નો ફ્રેન્ડ છે?.... મેઘે ક્યાથી આવા પોપટ પાળવના શરૂ કરી દીધા?” મારી મજાક ઉડાવતી હોય એમ એ બોલી. 

“અને શું ખબર... કે તારા થી કઈ થાય એમ નથી...તકલીફ હોય તો કોઈ સારા ડોક્ટર ને બતાવ...”

“Fuck You… man”

મારી ઉપર ચિડાતી અને ગાળો બોલતી બોલતી એ ત્યાથી જતી રહી... એના ગયા પછી હું થોડો સ્વસ્થ થયો. એની સાથે થયેલી વાતો થી હું થોડો અપ્સેટ થઈ ગયો હતો....

મને મેઘ પર પણ ગુસ્સો આવ્યો હતો... આવાદે સાલા ને... થોડો મેથી પાક ચાખડું..પણ હમણાં મારે ઇનો મૂડ બગાડવાનો કોઈ ઇરાદો નોહતો. એમ પણ એને જે કઈ પણ કર્યું એ મારા માટે જ હતું...

“પૈસાથી પ્રેમ.... એવું પણ શું હોઈ શકે?” પણ મારી સાથે આ કઈ નવું નોહતું...

એ કોલ ગર્લ સાથે થયેલા મારો અનુભવ મને મારા ભૂતકાળ ના સ્મરર્ણો વાગોળવા મજબૂર કરી રહ્યા હતા.

મારી વિસ્કીના ગ્લાસની ચૂશ્કી ભરતા ભરતા હી ખયાલો માં ખોવાઈ ગયો......

 

 

ભાગ 2 શરૂ....

 

 

 

 

પાર્ટ 2: પેઇડ લવ”

 

“જાણું છું આ પ્રેમ છે.... કોઈ હિસાબ નથી....

પણ એટલું ખર્ચી શકું .... એટલી મારી ઓકાત નથી...”

.....

 

“ અરે ભાઈ થોડું જડપ થી ચલાવ. મારે બસ પકડવાની છે.”

“બસ સાહેબ.. હવે પાંચ મિનિટ વધુ. ચિંતા ના કરો... તમારી બસ નહીં છૂટવા દઉં.” રિક્ષા વાળો અદબ માં બોલ્યો.

“લો સાહેબ આવી ગયા સમયસર. પકડો તમરી બસ અને પહોચી જાઓ... અમદાવાદ. “

પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. વાત વાત માં આમ ને આમ એમબીબીએમ નું ફર્સ્ટયર પણ પતિ ગયું. બધા લોકો બહુ ખુશ હતા અને પોતપોતાના ઘરે જવા આતુર. હું પણ રજાઓ હોવાથી અમદાવાદ જવા નીકળ્યો હતો. પણ મારી અંદર કોઈ પણ જાત નો આનંદ કે ઉત્સાહ ન હતો.

એવું નોહતું કે મારી પરીક્ષા બરાબર નથી ગઈ પણ હજુ પણ પ્રથમ વાર્ષ માં ની યાદો હું ભૂલી નોહતો શક્યો.

“મારી સાથે જ કેમ આવું થયું? મારી એમાં શું ભૂલ? મે તો ખાલી પ્રેમ જ કર્યો હતો? અને એ કહેવાની હિમ્મત. શું મન ની વાત કહવું કોઈ ગુનો છે? એ ના સમજી સકે તો મારો શું વાંક?

વાંક તો આનો પણ ના કહેવાય. એને મારા માં એક દોસ્ત જોયો અને હું પાગલ”.....

પીપ... 🎺🎺

અચાનક પાછળ થી આવેલી એ બસ ના અવાજ હું સતર્ક થયો અને જાણે સપના માંથી સાફાળો જાગી ગયો.... અમદાવાદ ની બસ આવી ગઈ હતી... બસ ઉપડવાની કદાચ થોડી વાર હતી.... ડ્રાઇવર ચા પીવા ગયો અને હું લગભગ ખાલી પડેલી એવી જૂની બસ માં જઈ ને બેસી ગયો....

ગરમી પણ ખૂબ જ હતી... માર્ચ મહિના નો એ ઉનાળો ત્વચા બાળી દે એવો હતો.... પણ મને તો મારા દિલ ની આગ પાછલા આખા વર્ષથી બળતી આવતી હતી.... કેમ કરીને પણ હું મારુ પાછલું વર્ષ ભુલાવી દેવા માંગતો હતો.... પણ જેમ જખમ રૂઝતા વાર લાગે એમ આ પણ સમય ની જ વાત હતી, બસ હવે ખાલી આ જખમ ને કોઈ કોતરે નહીં તો સારું....

બસ સ્ટેશન નો માહોલ પણ આજે સૂનો સૂનો લાગતો હતો.... કદાચ આટલી બધી ગરમી ના કારણે.... છૂટા છવાયા મારા જેવા પેસેંજર, ચા ની કીટલી પર ઊભા અમુક લોકો અને સિંગ-રેવડી વેચતો એક બાળક ને બાદ કરીએ તો કોઈ ખાસ લોકો નોહતા... બસ માં પણ લગભગ માંડ 10 લોકો હશે... અને ગરમી ના લીધે બધા છૂટા છવાયા બેસી ગયા.... 3x2 ની બસ માં હું 3 ની સીટ પર બેસી ગયો અને બસ ઉપડવાની રાહ જોવા લાગ્યો.

....

Come on dear, come fast bus is already arrived... અચાનક પાછળ થી કોઈક જાણીતો અવાજ આવ્યો.... બારી ની બહાર જોયું તો બે ઘડી હું સ્તબ્ધ રહી ગયો. મારો રૂમ પાર્ટનર અભય અને સ્તુતિ પણ આજ બસ માં અમદાવાદ આવના હતા...

મારી હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી... હું જે ભૂલવા અને જેનાથી દૂર જવા માંગતો હતો એ વધુ ને વધુ મારી પાસે આવતી જતી હતી....

કુદરત નો મારી સાથે નો કોઈ આ ગંદો મજાક જ કઈ શકાય....  જેટલી બેચની અને ઉકળાટ મને આ ગરમી થી થતો હતો એનાથી વધુ મને અભય અને શ્રુતિ ના આગમન થી થયો હતો...  

કદાચ મને જોસે તો એ લોકો ભી બસ છોડી દે... પણ હું એમની સામે આવા નહોતો માંગતો. મે ફટાફટ મારો સામાન લોધો અને એ લોકો મને જોવે એ પહેલા જ હું બસ ની બહાર આવી ગયો... અને સ્ટેશન ઉપર આવેલી ઓલી ચા ની કીટલી પાછળ ઊભો રહી ગયો...

એક નિર્દોષ બાળક જેમ ના મળી શકે એવા રમકડાને જોતો હોય... એમ દુખી મન સાથે સ્તુતિ અને અભય નો સંગાથ જોતો હતો....

હાથ માં હાથ નાખીને હસતાં... ખિલખિલાતા... એ બંને બસ માં ચઢ્યા અને છેલ્લી સીટ ઉપર જઈ ને બેસી ગયા. ખુલા વાળ માં આજે પણ સ્તુતિ કોઈ પરી થી કામ નોહતી લાગતી. પણ અભય અને એનો સાથ હું વાદહરે ના જોઈ શક્યો. મે તુરંત જ મારુ મોઢું ફેરવી લીઘું અને મારા નસીબ ને કોસવા લાગ્યો.

....

બસ ગયા ને લગભગ 30 મિનિટ થઈ ગઈ હતીઅને હું બીજી બસ ની રાહ જોઈને ઊભો હતો. લગભગ 15 મીન માં બીજી બસ આવી ગઈ અને હું ફટાફટ અંદર જઈને બેસી ગયો. અપ્સેટ માઇંડ, અને ગરમી મારો મૂડ એકદમ ખરાબ થઈ ગયો હતો. થોડું પાણી પીને મોઢા પર રૂપાલ મૂકી ને સૂવાનો પ્રયત્ન કરતો હતો કે અચાનક એક વાર્તાલાપ તરફ મારુ ધ્યાન ગયું.

“ પપ્પા, એ કથન તો છે જ લુચ્ચો. નાલાયક આખો દિવસ રખડ્યા જ કરે છે. પોતે પણ નથી ભણતો અને અમને પણ ભણવા નથી દેતો.”

“બેટા તારે આવા નાક્કામાં અને નાપાક છોકરા થી દૂર રેહવાનું છે. યાદ રાખ જે, આપણે અમદાવાદ ભણવા ગયા છીએ અને આપનું ધાયન ભણવામાં જ હોવું જોઈએ.”

“ChillDad. યુ જસ્ટ ડોન્ટ વરી અબાઉટ મી. આઇ નો બેટા. યુ આર માય પ્રિંસેસ. જસ્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ.”

અચાનક આવા સંવાદો થી મે મારા ફેસ ઉપરથી રૂમાલ ઉતાર્યો અને બે ઘડી મારી આખો સ્તબ્ધ થઈ ગઈ. રૂપાળો ચેહરો,માંજારી આંખો, સોનેરી વાળ, ગ્રીન કલર નો કુરતો, લાલ પાઇજામો, માથે ઓઠેલો દુપટો. કાન માં બાલી અને લગતી એ બહુ પ્યારી પ્યારી.

ચાલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. તમે પણ તમારું ધ્યાન રાખ જો અને હા દવા સમયસર લેજો.

આટલી વાત કરીને એ બસ માં ચડી અને મારી તરફ આવા લાગી. હું તો બસ એને જોવા મજ મશગુલ હતો. ગરમી ની લૂ પણ મને મસ્ત મજા ની ઠંડી લાગવા લાગી હતી. એક નજર એને મારી સામે જોયું ભી, પણ જોઈને એવું મો મચેડયું ને કે જાણે ઇશારા માં કહતી હોય...”મોઢું બંધ કર ઠરકી”.........અને મો ફેરવી લીધું અંદ મને પાછી છી લૂ લાગવા લાગી.

 

“હે ભગવાન પ્લીઝ પ્લીઝ એ મારી બાજુ માં આવી ને બેસે.” પણ ક્યાથી. એમને તો પહલેથી મારી સાથે દુશ્મની હતી અને મારા નસીબ એટલા સારા હોત. મારી સાથે આજે સ્તુતિ ના હોત. 

કઈ નહીં. ચાલો બાજુ માં નહીં પણ આગળ સાઇડ 2 ની સીટ માં તો બેઠી. આમ તો મારુ વર્તન ભી મને થોડું ઠરકી જેવુ લાગ્યું. પણ કઈ નહીં આજે કઈ પણ કરીને એની સાથે વાત તો કરવી જ છે. એના વિષે જાણવું જ છે. .....

બસ હાઇવે પર ચાલવા લાગી હતી. એમ તો અમદાવાદ સુધી નું મારુ સફર ત્રણ કલાક અને ત્રીસ મિનિટ નું હતું પણ હવે હું અધિરો બન્યો હતો એની સાથે વાત કરવામાંટે.

“ધીરજ રાખ ભાઈ, એક વાર પ્રેમ માં માર પડ્યો એ ભૂલી ગયો કે ફરી ખાવો છે. અને આ શું? થોડી વાર પેહલા જે દેવદાસ હતો એ અચાનક ક્યાથી શાહરુખ ખાન બની ગયો.” મન માં ને મન માં હું મારી સાથે વાત કરતો હતો.

ના ના.. આ વખતે કોઈ ભૂલ નહીં. વેટ ફોર પ્રોપર ટાઈમ.

.... લગભગ 45 મિનિટ વિતી ગઈ. પણ હજુ એ સમય આવ્યો નહીં, પણ હું હવે એના દીદાર કરવામાં જ વ્યસ્ત હતો. એને એની બેગ ખીલે અને અંદર થી બૂક કાઢી ને બાજુ માં મૂકી. મારી નજર બૂક પર ગઈ. બહુ સમાજ ના પડી પણ એ એનજીનેયરિંગ ની બૂક હોય એવું લાગ્યું. શું ફેર પડે મને? મને તો એના નામ માં રસ હતો.... “સિલ્કી” જેવો રૂપ અને રંગ એવું નામ. કાન માં હેડ ફોન લગાવી એ બૂક વાંચવા લાગી. લગભગ 10 મિનિટ પાછી પાછી બેગ ફેંદવા લાગી જાણે કઈ શોધી રહી છે. થોડી સ્ટ્રેસ પણ લાગી. અચાનક એને મારી તરફ જોયું અને અમારી નજર એક થઈ.

“excuse me કેન આઈ હેવ યોર પેન ફોર વાઇલ?”

સાલું સાચું કહું તો એક ધબકાર ચૂકી ગયો.

“પેન ની ક્યાં વાત કરે છે હું તો દિલ ભી આપવા તૈયાર છું”હું મન માં ને મન માં.

“સોરી? તમે કઈ બોલ્યા?”

“તમારી પેન મળશે?” એને મારા પોકેટ તરફ ઈશારો કરીને પૂછ્યું?

“સ્યોર કેમ નહીં.. મારી પાસે પણ છે એ મને ત્યારે ખબર પડી...”

મારી પેન મે એને આપીને. થેન્ક્સ અને એક સુંદર સ્માઇલ સાથે એની ડાયરી માં એ લખવામાં વ્યસ્ત થઈ ગઈ.

લગભગ 10 મિનિટ પાછી પેન પાછી આપીને કીધું, થેન્ક્સ અગેન.

“યૂ આર welcome. By the way…અમદાવાદ જાઓ છો?” મે પાછું બાફયુ. વાતો કરવાની શરૂઆત આવી રીતે કરતી હસે. મન માં ને મન માં મારી જાત ને ગાળો મે આપી.

“આઈ થિંક આ બસ ત્યાં જ જાય છે.” અને એક હલકી સ્માઇલ આપીને વ્યંગાત્મક રીતે કહ્યું.

“નો આઈ મીન અમદાવાદ માં ક્યાં?”

“આઈ કાન્ત હિયર યૂ પ્રોપર્લી” એ બોલી.

મારુ કામ થઈ ગયું. થેન્ક્સ ગોડ. આગળ ની બસ જવા દીધી અને બાકી નું કામ બસ ના ખખડી ગયેલા એંજિન એ કરી દીધું. હું એક દમ કૂદકો મારીને એની પાસે ગયો અને બોલ્યો.

“તમને વાંધો ના હોય તો અહિયાં બેસી સકું”. મે કહ્યું. “યા ઇટ્સ  ઓકે” એને કહ્યું.

ભાવતું તું અને વૈદે કીધું. મને જે જોઈતું હતું એ મને મળી ગયું અને હુ એની બાજુ માં બેસી ગયો.

“”હેલ્લો માય નેમ ઈસ શિવ શર્મા... લેટ મી ગેસ યોર નામે? મસ્ટ બી સ્ટાર્ટિંગ ફ્રોમ “એસ””” મે અદબ માં કીધું....

“હાઉ વૂડ યૂ નો ધેટ?” મન માં અનેક શંકા અને કુશંકા સાથે એને કહ્યું..

“જસ્ટ અ વાઇલ્ડ ગેસ...” પોતાની જાત પર ગમંડ હોય એમ હુ બોલ્યો....

“પ્લીઝ ટેલ મી ના....તમે જ્યોતિષ છો ??” બિચારી એ ગરીબડી ગાય થઈને બોલી. અને અચંબા ભરિ નજરો થી એક ટસ થઈ ને મારી સામું જોતી રહી.

“આર ના ના કીધું તો ખરા ઈટ ઇસ જસ્ટ આ વાઇલ્ડ ગેસ” મારા અવાજ માં પૂરો ઘમંડ અને અભિમાન સપસ્ત પણે દેખાતું હતું. અને એ બિચારી અવાક બનીને મારી સમું જોતી રહી.

“આ બધૂ જવા દો. તમારું મને નામ કહસો કે મારી સમું જોયા કારસો.”

“એ એક દમ ડઘાઈ ગઈ અને મને કીધું હુ સિલ્કી..પણ...”

મે એની વાત વચ્ચે થી જ કાપી નાખી અને કીધું.. યૂ મસ્ત બી ઇન engineeringકોલજ? અમ્મમમ ઇન નિરમા યુનિવર્સિટિ?

““સુપર્બ યાર” તમે તો જ્યોતિષી છો...” એને બહુ ઉત્તેજના સાથે કીધું... બોલોને બીજું મારા વિષે મારા ભવિષ્ય વિષે પ્લીઝ?

“અરે ના ના હુ તો એક ડોક્ટર જ છું અને કોઈ નું ભવિષ્ય કેવી રીતે કઈ શકું?” હુ ફરી આત્મવિશ્વાસ સાથે બોલ્યો.

“ ઓહહ ડોક્ટર સાહેબ એમ ને... જોરદાર હો... ઓકે ઓફ નો પ્રોબ્લેમ. તમે તમારા વીસે કઈ રીતે કહો?.. કોણ છો તમે અને આટલું મારા વિષે કેવી તે યાર... આઇએમ જસ્ટ ઇમ્પ્રેસડ એંડ ઈગર ટુ નો અબાઉટ યૂ.”

મનમાં ત્યારે શબ્દો ગુંજવા લાગ્યા...

“પૂછે છે બધા મને કે કોણ છે તું?

મને શોધ એની છે જે પૂછે મને કે કેમ છે તું?”

 

“હુ ડૉ શિવ શર્મા. હુ મેડિકલ કોલેજ માં ડૉ તરીકે ફરજ બજાઉં છું.” અમદાવાદ માં રહું છું અને અહિયાં કામ કરું છું.- ભય હતો મને મન માં કે અગર સ્ટુડન્ટ કાઇશ તો એ કદાચ મારા થી દૂર થઈ જસે અને કહવે છે ને કે પ્રેમ માં થોડું ખોટું ચાલે..તો એની અગર થોડું ખોટું બોલી લીધું.

“ઓહહ હો, ડોક્ટર એટ્લે નેમ, ફેમ, અને પૈસા બહુજ ભરિ ભરીને એમ ને....” મારે પણ ડોક્ટર જ થવું હતું પણ શું થાય? ઓછા માર્કસ ના લીધે engineering લેવું પડ્યું. પણ ચાલે.”

“એમાં સુ ખોટું છે. Engineering પણ સારું છે. અગર દિલ થી કઈ પણ કરો તો તમે એમાં 100 % સફળતા મેળવો જ.” મે કહ્યું.

સાચી વાત.... ચાલો તમારા ફૅમિલી વિષે કહો......

......

લગભગ 2 કલાક એક બીજા સાથે વાતો કરતાં કરતાં ક્યારે અમદાવાદ નજીક આવી ગયું ખબર જ ના પડી.

“તમારે ક્યાં ઉતરવાનું છે?” મે પૂછ્યું?

“સરખેજ. હુ હાઇ કોર્ટ નજીક રહું છું. તો મને અહિયાં જ નજીક પડે. તમે?”

“લાસ્ટ સ્ટેન્ડ એઝ યુઝવલ”....નિરાશ થઈ ને મે કીધું...

“મતલબ???” કુતૂહલ પૂર્વક એને પૂછ્યું.

“કઈ નઇ.. જસ્ટ ઇગનોર. મતલબ થોડી વાર માં આપણે અલગ થઈ જાસુ? શું આપણે હવે નઇ મળી શકીએ? ” મે મારા ચશ્મા ઉતાર્યા અને બીજી તરફ જોઈ ને મારી આખો સાફ કરતા કરતાં ગંભીર અવાજ માં એને પૂછ્યું?

“હેય શિવ વોટ happened? શું થયું તમને? આર યૂ ઓકે? લૂક એટ મી...પ્લીઝ યાર.... તમે રડી રહ્યા છો?” એને એના હાથ થી મારો ચેહરો એની તરફ કર્યો મારી આખો સામે જોયું અને કીધું...

“ડોન્ટ ગેટ અપ્સેટ....આપણે મળીશું ને....” એને બહુ પ્યાર થી મને કીધું...

“ના યાર હુ અપ્સેટ નથી. ઇનફેક્ટ તને મળી ને હુ બહુ ખુશ છું... પણ કુદરત ને આ ખુશી મંજૂર નથી.” થોડા સમય માં આપણે અલગ થઈ જાshu.. તું તારા રસ્તે અને હુ મારા રસ્તે...

એક વાત કરું સિલ્કી... તું મારા જીવન માં આવેલી પહલી છોકરી નથી? અનેક આવી અંને ગઈ. પણ... તને મળ્યા પછી મારી જે લાગણી મને તારા માટે થાય છે...એ આજ સુધી બીજા કોઈના માટે આવી નથી....આઇ થિંક... I am in love with you.” મે બિન્દાશ થી ને કઈ દીધું.

 

મિત્રો.. કદાચ તમને થતું હસે કે કેટલો વાહિયાત છું હું. હજુ તો થોડા સમય પેહલા સ્તુતિ માટે રડતો હતો..  તડપતો હતો... અને બાવલો આશિક બની ગ્યો હતો....  અને હવે અચાનક નવો પ્રેમ અને એ ભી 3 કલાક માં... પણ કોણ કહે છે કે પ્રેમ એક વાર થાય છે. એ કોઈ સમય સંજોગ અને પાત્રતા ને આધીન નથી હોતો... પણ હજુ આગળ તો જુવો..... વાત આ ક્યાં સુધી જાય છે......????

 

એટલું બોલીને મે મારા ચશ્મા ઉતાર્યા અને બીજી તરફ મોઢું કરીને આડુ જોડવા લાગ્યો.  સિલ્કીને જાણે એવું લાગ્યું કે હું રડી રહ્યો છું એટલે એને મારું મોઢું એની તરફ કર્યું અને મને કહ્યું..

“શિવ....  શિવ... પ્લીઝ મારી તરફ જો...... શું થયું? શું તુ રડે છે? પ્લીઝ યાર..  એકવાર તો મારી તરફ જો” એકડું ગળગળી થી ને એને મને કહ્યું.

મેં આંખો ચોળતા ચોળતા એની તરફ જોયું મારી થોડી લાલ અને ભીની આંખો જોઈને તે એવું સમજી હતી કે એના તરફ મને સાચી લાગણી છે તેને એનું માથું મારા ખભા પર મૂકી દીધું. હકીકત માં તો એ ઊડતી ધૂળ અને ગરવા ના લીધે હતું.

મારા ડાબા હાથને એને એની બાથમા લીધો એકદમ ચીપકીને મારી પાસે બેસી ગઈ. બે ઘડી જાણે એકદમ મૌન બનીને મે બંને બેઠા રહ્યા. આ મૌન વચ્ચે જાણી અમારા બંને વચ્ચે જાણે કોઈ એક ગાઢ સંબંધ બંધાઈ રહ્યો હોય એમ લાગી રહ્યું હતું.

એને મારા ડાબા ગાલ ઉપર એક ચુંબન કર્યું અને મને ખાલી બસ એટલું જ બોલી... “Shiv I really like you and I also feel that I also feel the same for you.”

એના ચુંબનથી જાણે મારો રૂમ રૂમ પફુલ્લીથઈ ગયો હતો. અને આખા શરીર માં વેગ પ્રશરી ગયો.

મારા દભ હાથ નો એની છાતી પર અને એના હોઠનો મારા ગાલ પર ના સ્પર્શથી હું રોમાંચિત થઈ ગયો હતો. આજે મને એનાટોમી અને ફિઝિયોલોજી બંને બરાબર સમજાઈ રહ્યું હતું

“Shiv you don’t worry...આપણો સંગાથ આનાથી ઘણો લાંબો છે. તું ચિંતા ના કર. આપણે ફરી મળીશું. એમ કરીને એને મારા જાંઘ ઉલર પર હાથ ફેરવ્યો અને ફરી એકવાર મને ગાલ પર ચુંબન કર્યું.

મને ચિંતા અને ઉત્તેજતા બંનેનો એકસાથે અનુભવ પહેલીવાર થઈ રહ્યો હતો. ખબર નહોતી પડતી કે શું કરવું કે શું કહેવું? આજુબાજુવાળા જોઈ જસે તો શું વિચાર શે? હું કોઈ પણ રીતે આ ક્ષણો પૂરી થઈ જતી એમ નોહતો ઇચ્છતો કેમ કે આ મારી પહેલી કિસ હતી.

જે લોકો ને પોતાની પહેલી કિસ યાદ કરી હશે.. એ અત્યારે મારી ભાવનાઓને બરાબર રીતે સમજી શકતા હશે.

પણ ક્યારે... અને ક્યાં..? તું મને તારો ફોન નંબર તો આપ... હું કઈ રીતે તારો કોન્ટેક કરી શકીશ? આપણે ફરી ક્યારે મળશુ? આવા અનેક પ્રશ્નો સાથે મે એને પૂછયી.

“ડોન્ટ વરી... જલ્દી મલસું...તું ચિંતા ના કર. અત્યારે મારી પાસે મારો ફોન નથી એટલે હું તને નંબર નહીં આપી શકું પણ હું સામેથી તને કોલ કરીશ. મને તારો નંબર આપ...” એને મારો હાથ જોત થી એની છાતી સાથે દબાવતા કીધું...

“ઓકે નો પ્રોબ્લેમ... મારો કોન્ટેક નંબર તું લઈ લે. પણ પ્લીઝ મને કોન્ટેક્ટ કરજે. હું તારા વગર નહીં રહી શકું”...  હું એકદમ અધિરો આશિક થઈને બોલ્યો

મેં મારો નંબર એને આપી દીધો. લગભગ પાંચેક મિનિટમાં એનું બસ સ્ટેન્ડ આવી ગયું અને ઉતરી ગઈ. મારા મગજમાં તો જાણે આજે હું કિંગ ઓફ વર્લ્ડ હોય અને જાણે પ્રેમ ની કોઈ ની જંગ જીત્યો હોય એવી રીતે હું મારા સામાન લઈને મારા ઘરે પહોંચ્યો...

...

 

“૨ દિવસ પૂરા થઈ ગયા અને હજુ એનો કોલ નથી આવ્યો... કોઈ ફોન નહીં કરવાનો કારણ તો હોવું જોઈએ? શું આ બધુ ક્ષણિક હતું? માત્ર ૨ ઘડી ની મજા? ના...ના... એવું ના હોય.. એને કદાચ ફોન હવે લીધો હસે... મારો નંબર તો નઇ ખોવાય ગયો હોય ને એનાથી?”

આવા અનેક પ્રશ્નો મારા મગજ માં ચાલતા હતા. અને આ બે દિવસમાં હું એકદમ આતુરતાથી એના ફોનની રાહ જોઈ રહ્યો હતો અને આ બધા જ પ્રશ્નો મને હેરાન કરી રહ્યા હતા.

આ બધા પ્રશ્નોની વચ્ચે હું દરેક ફોનની રીંગ વાગતા ની સાથે ઉપાડવા માટે આતુર હતો. એમાં ને એમાં મેં ઘણા બધા બેન્કિંગના અને સ્પામ કોલ પણ ઉપાડી ચૂક્યો હતો.

ખોટું નહિ બોલું પણ એકવાર તો એક બેંકમાંથી આવેલા ફોનવાળી છોકરીને મેં પૂછી લીધું.

“સિલ્કી પ્લીઝ યાર મજાક ના કરને તો સારી રીતે વાત કર ને યાર કેમ આવું બોલે છે?

ત્યારે બેંકવાળી છોકરી એ મને એવું કહી દીધું કે કે... સર તમે નશા માં લાગો છો. હું કોઈ તમારી સિલ્કી નથી. પ્લીઝ મારી સાથે આવી રીતે વાત ના કરો અને એને ફોન કાપી નાખ્યો હતો...

 

૨ દિવસ એવો આતુર બેબાગ આશિક બનીને બેઠો રહ્યો હતો ને હવે ત્રીજા દિવસ આવ્યો.  એ દિવસે તો મને એવું જ લાગ્યું કે... સિલ્કી એક સપનું જ છે અને એને ભૂલી જવું જોઈએ પણ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા...

 

ત્રીજા દિવસે સાંજે સાંજે મને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો મેં ઉપાડ્યો સામેથી અવાજ આવ્યો.... Hi  શિવ... હાઉ આર યૂ?”

સિલ્કી?... સારું થયું તે કોલ કર્યો. ફોને કરવામાં કેમ આટલો સમય લગાડ્યો?... હું એકદમ excite થઈને બોલ્યો.

આટલું બોલ્યા પછી મને એકદમ ભાન થયું...કે સામે માં સિલ્કી જ હસે ને.... પણ તુરંત જ આનો અવાજ સાંભળી ને હું સ્વસ્થ થયો...

“સોરી ડિયર.. થોડું લેટ થયું... માફ કરી દો પ્લીઝ...”

આ તો સારું થયું કે આનો જ ફોન હતો...  બાકી કોઈ મારી કઝીન કે મારી કોઈ સંબંધી નો ફોન હોત તો મારી તો હાલત ટાઈટ કરી દીધી હોત.

“તને ખબર જ છે બે દિવસથી રાહ જોઉં છું” હું બેબાકળો બની ને બોલ્યો.

“સો સોરી મને ફોન લેવામાં થોડી વાર થઈ ગઈ હું પણ તારી એ વાત કરવા માટે અધીરી થઈ હતી... હવે માફ કરી ભી દો જાન...”

એના આવા પ્યારા પ્યારા અને મિઠા શબ્દો જ સાંભળવા હું આતુર હતો..

“અરે તારા થી શું નારાજગી... કંઈ નહીં...બસ મારે તને હવે મળવું છે...બોલ ક્યારે??? અને ક્યાં???” મે કહ્યું.

“પાકુ... આજે સાંજે મળીએ 6:30 વાગે?”

પણ ક્યાં સિલ્કી?

ગુજરાત હાઇકોર્ટ પાસે એસજી હાઇવે... તુ મને ત્યાં પીકઅપ કરવા આવીશ? એને મને પૂછ્યું

“એમાં કઈ પૂછવાની વાત છે... Obviously yes. પણ મારી એક વાત માનીશ? જો શક્ય હોય તું કાળા કલરનો ડ્રેસ પહેરીને આવજે. તને બહુ સૂટ થસે..”

“હા મારા ગાંડા આશિક... ચોક્કસ...” હસતાં હતાં એને ફોન મૂક્યો.

બરાબર સાંજના સાડા પાંચ વાગ્યે હું હાઇકોર્ટની સામે ઊભો હતો. હું અધીરાઇ થી એની રાહ જોતો હતો. ક્યાં છે? ક્યાં આવશે? કેટલી વારમાં આવશે?.... એક એક મિનિટ મારા માટે એક એક વર્ષ બરાબર મને લાગી રહી હતી.

અને હા એને ક્યાં લઈ જઈશ?? શું કરીશું?....મને કંઈ જ આઈડિયા નહોતો મે બધી એના ઉપર જ છોડેલું હતું. અચાનક સામેથી એક રિક્ષા આવી અને એમનાથી સિલ્કી ઉતરી.

બ્લેક કલરનો કુરતોઅને જીન્સ પહેરીને મારી સામે આવી હતી. કયામત લાગતી હતી. એને જોતા જ મારા મનમાંથી શબ્દો સરી પડ્યા....

‘મરીજ છું... એમના પ્રેમ નો...

દવા માં એમનો એક દીદાર જ કાફી છે...’

“You look awesome. Silky”મે એના વખાણ કરતાં કહ્યું.

“થેન્ક્સ શિવ...”

“બોલો હવે ક્યાં જઇસુ?” એને મને પૂછ્યું...

ગર્લફ્રેંડ ને લઈ ને ક્યાં જવાય એ મારા માટે મોટો પ્રશ્ન હતો. કેમ કે ક્યારેય હું કોઈ છોકરી સાથે આવી રીતે બહાર નોહોતો ગયો. તોએની વાત સાંભળીને મને થોડુંક confusion થયું. મે એ નિર્ણય પણ એના પર જ છોડી દિઘો અને કહયી. 

“તમે હૂકુમ કરો મેડમ... સવારી તૈયાર છે.”.. મે મારા બાઇક સામે ઈશારો કરીને કીધું...

“બાઇક પર..” એ જાણે ખચકાઈને બોલી... એના મોઢા પરની ખુશી જાણે ખોરવાઈ ગઈ હોય એમ મને લાગ્યું... કદાચ એને હસે કે હું ગાડી લઈને આવીશ. પણ મારી પાસે તો બાઇક પણ નોહતું. એક મિત્ર નું માંગીને લાવ્યો હતો.

 

એને બે ઘડી વિચાર્યું અને મને કીધું..

“એક કામ કરો અહીં સામે ગાર્ડન છે ત્યાં બેસી અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ”

એના કેવા પ્રમાણે મે એને પાછળ બેસાડી ને ગાર્ડન તરફ બાઇક દોડાવી દીધી.

...

ગાર્ડન ખૂબ જ મોટો હતો

ખૂબ જ મોટા મોટા ઝાડ એકદમ હરિયાળું ઘાસ એક તરફ બાળકોનો ક્રીડાંગણ અને બીજી તરફ લોકોને ચાલવા માટેનો walkway. ઘરડા લોકો ને બેસવા મારે એક તરફ બાંકડા મૂકેલા હતા.

 

આટલા મોટા ગાર્ડનમાં બેસવાની તો ઘણી જગ્યા હતી અને લોકો પણ ઘણા કાઢ્યા જ હતા. તેમ છતાં એ મને ગાર્ડન ના એક ખૂણા માં લઈ ગઈ અને મને એવું કીધું કે આપણે અહીંયા જ બેસીએ. મને થોડું ક આજુકતું લાગ્યું. પણ હું કઈ બોલ્યો નહીં...

એ સમયે લગભગ સાંજના ૭ વાગ્યા હતા.

અમે ત્યાં જઈને બેસી ગયા.

થોડો ટાઈમ તો બસના અનુભવો વીસે અને એ પછી એકબીજાના ફેમિલી અને મિત્ર વર્તુળ ચર્ચા કરી.  પછી અમે થોડોક નાસ્તો મંગાવીને નાસ્તો પણ ખાધો.

આ બધી વાતો કરતા કરતા લગભગ સૂરજ આથમી ગયો હતો અને હું અને સિલ્કી જ્યાં બેઠા હતા ત્યાં એકદમ જ અંધારું થઈ ગયું હતું. જાણે એને પહેલેથી જ ખબર હતી કે આ જગ્યા ઉપર કોઈ લાઈટ નથી અને કોઈ પ્રકાશ પણ આવતો નથી. એ જગ્યા ઉપર લગભગ બીજા કોઈ લોકો પણ નહોતા. જાણે અમારા જેવા પ્રેમી પંખીડાઓ માટે જ એ જગ્યા બનાવી હોય એવું લાગતું હતું. એકદમ ઘોર અંધારું હતું. અંધારું એટલું કે ત્યાં આગળ જાણે હું સિલ્કીનો પણ ચહેરો માંડ માંડ જોઈ શકતો હતો.

એટલા માં એને મને કીધું...

“શિવ..Can I hug you?”

“અરે ગાંડીએ કઈ પૂછવાની વાત છે? હું કંઈ પારકો છું તારા માટે?”

મારા એટલું કહેવાની સાથે જ એને મને એકદમ જ ગળે લગાવેલી લીધો.એ મહોલ એટલો રોમેન્ટિક થઈ ગયો હતો કે હું પણ મારી જાતને રોકી ન શક્યો મેં પણ એને એકદમ જ કશીને ગળે લગાવી દીધી અને એના ગાલ ઉપર કિસ કરી લીધી.

આ બધું એટલા જ ટૂંક સમયમાં અને એટલા ઝડપથી થઈ રહ્યું હતું કે મને મારું મગજ અને મારું દિલ બંને હવે અલગ અલગ કામ કરી રહ્યા હતા.

શું કરવું?.... શું ના કરવું.... એનું મને કંઈ ભાન હતું નહીં. અને આ બધુ થતું પણ ક્યાં હતું... પબ્લિક ગાર્ડન માં.... બસ જે થઈ રહ્યું હતું અને હજુ જે થવા નું હતું એમાં મજા બહુ હતી....

 

મારા ચુંબન કરવાની સાથે જ એનામાં જાણે કોઈ એક કરંટ પ્રસરી ગયો હોય એમ એ એક્સાઈટ થઈ ગઈ. એ પાગલોની જેમ મારા ગળા, ગાલ અને આખા ફેસ ઉપર પર કિસ કરવા માંડી. કિસ કરતાં કરતાં એ એટલી જોશ માં આવી ગઈ કે એને માર કાન ઉપર એક હલકું બચુ પણ ભરી લીઘું... મારા મોઢામાં થી આહહહ નીકળી ગઈ. એની ગરમ ગરમ શ્વાસ ને હું સ્પસ્ત પણે અનુભવી સક્તો હતો.

હોઠ થીહોઠ મિલાવીને કિસ તથા આલિંગન કરવાતા કરતાં અમે સંપૂર્ણપણે એકમેક માં ખોવાઈ ગયા હતા.. થોડી વાર પછી સિલ્કી એના બંને પગ મારી કમર ની પાછળ ના ભાગ માં મૂકીને મારા ખોળા માં બેસી ગઈ અને મારા શર્ટ ના બટન ખોલવા લાગી હતી.

હું પણ જોશ માં આવી ગ્યો હતો.. ઉત્તેજના એટીલી બધી હદે વધી ગઈ હતી કે હું પણ એનું ટોપ ઉતારવા લાગ્યો...

અમે બંને એટલા બધા એક બીજા માં ખોવાઈ ગયા હતા કે અમને કઈ ભાન નોહતું કે અમે ક્યાં અને શું કરી રહ્યા હતા.. એક અંધારા ખૂણા માં અમે એકબીજા સાથે કામ-ક્રીડા માં લાગી ગયા..

આંખો બંધ કરીને ઉત્તેજનાનો આ સમય હું સંપૂર્ણપણે એન્જોય કરી રહ્યો હતો અને સાચું કહું ને તો હું એમાં સંપૂર્ણપણે ખોવાઈ જવા માગતો હતો... એના મોઢા માંથી આવતી સિસકારી.. મારા માં વધુ ને વધુ ઉત્તેજના પેદા કરતો હતો..  

લગભગ ૨૦ મિનિટ સુધી આ ચાલ્યું... અને એક આહહહ સાથે પૂરું થયું.

વર્ષોના ભૂખ્યાને ૩૬ ભોગ જમણ મળ્યું હોય એવું આજે હું એવું પ્રતિત કરતો હતો. આતો સમય અને સંજોગ નો હજુ બરાબર મેળ નોહતો થયો નહિતર આ કેટલી વાર સુધી અને કેટલી વાર થયું હોત?... હું મન માં ને મન માં વિચાર કરતો હતો.

સાચું કહો તો આ બધું પત્યા પછી જ મને જાતનું ભાન થયું કે હું ક્યાં છું અને કઈ પરિસ્થિતિમાં છું આગલી 20 મિનિટમાં મને ખુદને ખબર નોહતી કે હું ક્યાં હતો...

થોડા સમય પછી અમે સ્વસ્થ થયા. જ્યારે સભાન અવસ્થામાં આવ્યા ત્યારે પોતપોતાના કપડા સરખા કરતા કરતા સિલ્કી એ મને પૂછ્યું... “મજા આવી તને?

ના મજા આવે એવું કંઈ હતું?” મે હસતાં હસતાં કીધું.

હજુ પણ એ મારા ખોળા માં માથું રાખીને સૂતી હતી . અને મારો સહેવાસ માણતી હતી. હું મારા હાથ થી એનું માથું સહેલાવ તો હતો.

….

રાત ના લગભગ સડા આઠ વાગી ગયા હતા. મેં એને પૂછ્યું સિલ્કી હવે ઘરે નથી જવું...

“ઘરે 8:30 વાગે કોણ જાય...? હજુ તો બહુ ટાઈમ છે ને તમારે ઉતાવળ છે ?”મને એને પૂછ્યું.

“ના...ના... મને કોઈ ઉતાવળ નથી પણ કદાચ તને ઉતાવળ હોય” મેં જવાબ આપ્યો.

“અરે કેવા માણસ છો તમે?”તમને મજા આવીને.... તો પછી મને તો મજા કરાવો..

ગર્લફ્રેન્ડ ને ગિફ્ટ,અપાવો શોપિંગ કરવા લઈ જાઓ,મુવી જોવા લઈ જાઓ કપડા અપાવો તમારે મજા કરી અમારે મજા નહીં કરવાની.

“હા... હા... કેમ નહીં? જઇસુ ક્યારેક…” મે કીધું.

“ના આજે જ... મારે આજે જ જવું છે.... I Phone નું નવું મોડેલ આવ્યું છે એ મારે લેવું છે.. અને એભી આજે જ.” હઠીલા નાના બાળક ની જેમ જીદ કરતાં એને કીધું.

“જો બકા.. સમજ... તે હમણાં તો નવો ફોન લીધો છે અને અત્યારે બહુ મોડુ પણ થયું છે. અને મારી પાસે એટલા પૈસા નથી. પછી ક્યારેક....

“પૈસા નથી મતલબ... તું ડોક્ટર છે ને???” અચંબા સાથે એને મારી વાત વચ્ચે થી કાપીને બોલી. .

મારી ચોરી જાણે પકડાઈ ગઈ હોય એમ હું થોડો ખચકાઈ ને બોલ્યો.. હા... હા... કોઈ શક?

તો પૈસા હોયજ... ડોક્ટર બહુ કમાતા હોય છે...એ બિચારી ને શું ખબર કે અહિયાં હાલત શું છે?

જો ડાર્લીંગ.. હવે આખી જિંદગી હું તારો જ છું ને... ફોન શું ચીજ છે... તું જે કહીશ એ હાજર થઈ જસે. અત્યારે પ્લીઝ જીદ છોડી ડે....” પણ મારો એ પ્રયત વ્યર્થ થયો.

“આખી જિંદગી... નો વે.. અને તું ગાંડો છે કે શું?...  હજુ નથી સમજ પડતી કે હું તારી ગર્લફ્રેન્ડ છું તો ખર્ચો તો કરવો જ પડે ને...અને જો  પોસાય એમ હોય તો જ ગર્લફ્રેન્ડ રાખવી જોઈએ. ખિસ્સામાં માલ ના હોય તો આવા શોખ ના રખાય... પોતાનું થઈ ગયું અને હવે મારા માટે નાટક....ઓલ બોય્જ આર same..” ચિડાઇ ને બોલી.

હવે હું થોડું થોડું સમજવા માંડ્યો હતો. પેહલા તો મને લાગતું હતું કે એ નાહક જિદે ચઢી છે. કદાચ સમજવાથી એ સમજી જસે. પરંતુ એનું અચાનક બદલાયેલું વર્તન કોઈ આકસમીક નોહતું.

“મારૂ થઈ ગયું મતલબ.. કહેવા શું માંગે છે? મે તને કોઈ જબરદસ્તી થોડી કરી છે. આ બધુ તો બસ થઈ ગયું.”

હજી પણ એની વાતો નો મર્મ સમજી નોહતો શકતો...મેં એને પૂછ્યું “સિલ્કી તું કહેવા શું માંગે છે? જે કહવું હોય એ સ્પસ્ત કહે”

“જો તને જે જોઈતું હતું એ મે તને આપ્યું. હવે તારો વારો. તું ડોક્ટર છે હાઈ પ્રોફાઈલ લાઈફ જીવે છે તો તું મારી રિક્વાયરમેન્ટ પૂરી કર અને હું તારી. તને આજે મે મજા કરવી ને એમ હવે  તારી ફરજ છે કે તું મને મજા કરાવ.”

“સિલ્કી પ્લીઝ યાર.. આ બધુ તું મજાક માં બોલે છે ને... “ મે ગળગળા અવાજ માં કીધું.

મજાક... એતો મારી સાથે થઈ ગયો... આ વખતે શિકાર શોધવા માં થોડી થાપ ખાધી મે... જેને વિચાર્યો હતો સલમાન એતો સાલો સુલેમાન નીકળ્યો...

મતલબ.. આવું તે ઘણા બધા સાથે કર્યું છે.. પ્રેમ ના નામે દગો... 

“પ્રેમ.. my foot...તું seriously પાગલ જ લાગે છે. તને શું લાગ્યું? ૧સ્ટ મીટિંગ માં લવ યૂ કીધું એટ્લે પ્રેમ થઈ ગયો. અને તને એવું લાગ્યું કે તું મને પટાવી રહ્યો છે..? અરે ડોબા... મે તને પટાવ્યો.. તારું થોબડું જોઈને નૈ તારું ખિસ્સું ગરમ હસે એમ માની ને કે ડોક્ટર છે તો પૈસા વાળો હસે જ. અને પ્લીઝ આ બધી પ્રેમ ની રામાયણ બંધ કર. બહુ જોયા પ્રેમ કરવા વાળા. બધા ને એક જ વસ્તુ જોઈ એ છે અને તે છે... શરીર ની ભૂખ... એક વાર સેક્સ મળી જાય થાય પછી બધા છોકરા નો પ્રેમ પૂરો થઈ જાય છે.”

 

“ મારો આખો મૂડ ખરાબ કરી દીધો... fuckyou…” મને ગાળો આપતી આપતી કોઈને સાથે ફોને પર વાતો કરતાં કરતાં એ ગુસ્સા માં ત્યાં થી જતી રહી...

 

હું હજુ એ અંધારા ખૂણા માં ઊભો ઊભો વિચારી રહ્યો હતો..

અમારા બંને વચ્ચે જે કઈ બન્યું હતું એ કોઈ આકાશમિક બનાવ નોહતો પણ એની સોચી- સમજેલી ચાલ હતી... એનું મને આ ગાર્ડન માં લઈ આવું.. એ અંધારો ખૂણો.. ૧સ્ટ મીટિંગ માં જ આટલું એક બીજાની નજીક આવી જવું.... આ બધુ કદાચ મારા માટે નવું હતું પણ એના માટે નહીં... હું એકદમ shocked હતો.. બંને વચ્ચે જે થયું હતું એ બધુ એને પહલે થી વિચારી ને રાખ્યું હતું.

It’s so simple.It’s not love…It’s “PAID LOVE”.

કેટલી આસાની થી એની મારી જોડે ગેમ રમી... અને હું પાગલ... એનો પ્યાદો બનીને રહો ગયો.. એને એવું કોઈ મારૂ કોઈ નુકસાન નોહતું કર્યું. પણ જતાં જતાં દિલ ઉપર ઘાવ આપી ગઈ.

....

વાતને લગભગ અઠવાડિયું વીતી ગયું હતું. દિલનું જખમ હજી રુજયા નોહતા, પણ ઘાવ ધીમે ધીમે ભરાવા જરૂર આવ્યા હતા...પણ હજુ મારૂ મગજ વિચારોના વમળો માં ફસયેલું હતું.

એવી તો એની શું મજબૂરી રહી હશે કે એને મારી સાથે આવું કર્યું?

શું દુનિયામાં પૈસા હોય તો જ પ્રેમ થાય?

અને મેં એની કદાચ બધીજરૂરિયાતો બધી પૂરી હોત તો પણ એ મારી સાથે રહી હોત?

આવા અનેક પ્રશ્નોનો ઉત્તર હજી મળવાનો બાકી હતો એટલે એક દિવસ સાંજે મેં ફરી એને કોલ કર્યો.

સામેથી જવાબ આવ્યો યસ શિવ ... કેમ કોલ કર્યો પાછો...? સિલ્કીની યાદ આવી પાછી.... એમ કહીને એ હસી....

“હાય સિલ્કી... શું આપડે એક વાર મળી શકીએ?” મે પૂછ્યું.

 

“મેં તમને કીધુ હતું ને કે...ઓલ બોય્જ આર same... પુરુષ જાત ને ખાલી એક જ વસ્તુ જોઈતી હોય છે... શરીરની ભૂખ...  ફરી યાદ આવી જ ગઈ ને આ સિલ્કીની...” એકદમ professional કોલ ગર્લ ની જેમ વાત કરતાં એ બોલી.

“તું મને ગલત સમજી રહી છે.. મારે એવું કઈ નથી કરવું તારી સાથે... મારી એવી કોઈ જરૂરિયાત નથી.

“તો પછી કેમ મળવું છે મને”

“અમુક પ્રશ્નોના ઉત્તર લેવા...”

“હું તારી કોઈ ગાઈડ નથી કે તને દરેક પ્રશ્નના ઉત્તર મારામાંથી મળે... ફાલતુ બકવાસ કરીશ નહીં.... મારી પાસે ટાઈમ નથી.” એને ગુસ્સા માં કીધું.

“લાસ્ટ ટાઇમ... એભી 5 મિનિટ...”

ઓકે કાલે સાંજે 5:00 વાગે શંભુ કાફે મા મળીએ..

...

બીજા દિવસે સાંજે 5:00 વાગે હું કાફે ઉપર પહોંચી ગયો ત્યાં જોયું તો સિલ્કી એના બીજા બે પુરુષ મિત્રો સાથે ત્યાં બેઠી હતી અને જો. સૌથી હસી હસીને એ લોકો વાતો કરી રહ્યા હતા. હું ત્યાં પહોંચ્યો અને સિલ્કીને મળ્યો

“કેમ છે સિલ્કી?”

 

“અમદાવાદ ના સૌથી મોટા કરોડપતિ... ડૉક્ટર સાહેબ આવ્યા” કટાક્ષ માં એ બોલી...

“બે મિનિટ વાત થશે એકલતા માં...”

“જે કહેવું હોય અહીં જ કહો આ બંને મારા ફ્રેન્ડ જ છે.. જે કહવું હોય એ એમની સામે જ કહેવાનું છે” નારાજગી માં એ બોલી.

“તે આવું બધું કેમ કર્યું મારે સાથે?”

 

“મેં તારી સાથે શું કર્યું? તું આ બધી વાત કરવા આવ્યો છે?” એને થોડા ગુસ્સામાં કહ્યું

“કોણ છે સિલ્કી આ.... તને કેમ હેરાન કરે છે?” એના એક પુરુષ મિત્ર એને પૂછ્યું

“મે તમને વાત કરી હતી ને... પેલો લુખ્ખા ડોક્ટર વિશે આ એ જ છે” મારી મજાક ઉડાવતા એ બોલી.

ઓહો... લુક્ખા ડોક્ટર સાહેબ... અહિયાં શું ગાળો ખાવા આવ્યા છો?... કોઈ એમને ચા પીવડાવો.. જાઓ બહાર કીટલી પર જઈને અમારૂ નામ આપજો અને મફત ચા પિલેજો.... અહિયાં ની કોફી તમને નહીં પોસાય” એના બીજા મિત્રે મારી મજાક ઉડાવી ને કીધું અને બદ્ધા જોર જોર થી હસવા લાગ્યા...

આટલું મારા માટે ઘણું થઈ ગયું હતું હવે આનાથી વધારે ઉત્તરો મેળવવા એ મારા સ્વાભિમાન ની ખિલાફ હતું. હું એક ઝટકામાં ત્યાંથી બહાર નીકળી ગયો...

પહલી વખત ની ઘાત તો મારી લાગણી ની હતી... એ તો હું કેમ કરી ને પણ સહી ગયો.. પણ આ વખતે તો લાગણી અને સ્વમાન સંપૂર્ણ પણે ઘવાયા હતા.

જ્યારે લાગણી અને સ્વમાન બંને જ્યારે છંછેડાય ત્યારે માણસ કેમ કરી ને ઊભો થઈ શકે?

.

એને હું મારી જિંદગીનું એક દુસ્વપ્ન સમજી ને ભૂલી જવા માંગતો હતો...અને એ પછી મે સિલ્કી ને ક્યારેય Contact નથી કર્યો...

એમ જોઈએ તો મારામાં અને સિલ્કી ના પ્રેમ માં કોઈ જજો ફર્ક નોહતો....

 

“પ્રેમ એક માધ્યમ છે...ભૂખ સંતોષવા માટે...

કોઈના તન ની.... તો.. કોઈના મન ની.....”

 

શું હું એને પ્રેમ કરતો હતો? મારો તેના પ્રતે પ્રેમ હોતો કે ખાલી આકર્ષણ?

શું માત્ર એક મુલાકાત માં જે થાય એ પ્રેમ કહેવાય?

સિલ્કી મારા માટે કોણ હતી?... સ્તુતિ ને ભૂલવા માટે ની દવા...કે પછી એક માધ્યમ.... મારા દિલનો ખાલીપો પૂરવા માટે.

....

 

બીજું વર્ષ શરૂ થવાનું હતું.. હું ઘરે થી માતા પિતા ના આશીર્વાદ લઈને કોલેજ જવા બસ માં નીકળી ગયો. બસ માં બેસતા ની સાથે જ મને સિલ્કી યાદ આવી.. એને તો મને ક્યારેય પ્યાર કાર્યોજ નોહતો..

 

કોઈ નું પણ વ્યક્તિત્ય જાણ્યા વગર એને પોતાનું માની લેવું એ એક નાદાની જ કહેવાય... પ્રેમ એ કોઈ ક્ષણભર નો આનંદ નથી કે પામી જવાય.. એ તો ઈશ્વર ના વરદાન જેવુ છે... પામવા માટે વારસો વરસ યોગી ની જેમ કઠિન તપસ્યા કરવી પડે છે... 

પણ પ્રેમ નું આ ગ્યાન મને થોડું મોડુ આવ્યું...

 

Thank you સિલ્કી...

મને પ્રેમ નો આ અધ્યાય સમજવા માટે.

 

મારી કરેલી એ નાદાની વીસે વિચારતા વિચારતા હું કોલજ પોહચી ગયો...

 

 

 

ભાગ 2 સંપૂર્ણ....

 

“વેઇટર રીપીટ પ્લીઝ.” મેં બીજા ડ્રિંક નો ઓર્ડર આપ્યો...

“ઓહ હો.... તો ડોક્ટર સાહેબને અમારી કંપની પસંદ નથી.. અને એકલા એકલા પીવાનું ગમે છે... એમને?....” પાછળથી અવાજ આવતા જ હું સમજી ગયો કે એલિના એ મને પકડી પાડ્યો છે.

“No… nothing like that please come Na….”મેં એને બોલાવીને મારી બાજુમાં બેસવા માટે નિમંત્રણ આપ્યું.

“ડોક્ટર... તમે કોઈ અલગ પ્રકારના જ માણસ છો. બધાની સાથે પીવામાં તમને તકલીફ થાય છે, અને અહિયાં એકલા એકલા મજા માણો છો...શું ચાલી રહ્યું છે તમારા મનમાં.... અમારા બધાની કંપની પસંદ નથી આવી કે શું?... એને પૂછ્યું.

“અરે ના મિસ.... એવું કાંઈ જ નથી. તમે બધા ડાન્સ ફ્લોર ઉપર હતા અને હું મારા વિચારોમાં...” તમે બધા જ બહુ સારા છો, અને ખૂબ જ ફ્રેન્ડલી... રીયલી એન્જોય કંપની વિથ યુ”... મે જવાબ આપ્યો.

“તમે હજુ એન્જોય જ ક્યાં કર્યું છે ...એવું હોય તો ચાલો અમારી સાથે ડાન્સ કરવા”.. એ આગ્રહ કરતાં બોલી.

એને ફરી ના પાડી ને હું મારી જાતને ઘમંડી પુરવાર કરવા નહોતો માંગતો. એટલે આ વખતે હું એની સાથે ડાન્સ ફ્લોર પર ગયો.

ડાન્સ ઉપર પહોંચવાની સાથે જ થોડીવારમાંક્લબ માં આર્ટિફિશિયલ વરસાદ વરસવા માંડ્યો.... આજની થીમ હતી... રેન ડાન્સ.

ધીમે ધીમે પડતા પાણીમાં એ બિન્દાસ બનીને, કોઈની પરવા કર્યા વગર નાચી રહી હતી. જેમ કોઈ મોરની ચાલુ વરસાદમાં મસ્ત બનીને થંગનતિ હોય એવું લાગી રહી હતું.

હું મારો ડાન્સ કરવાનું છોડીને હવે ને એની સામે એકીટસે જોઈ રહ્યો. જાણે વરસતો તો વરસાદ એને નહીં મારૂ મન ભીંજવી રહ્યો હોય તેવું મને પ્રતિત થતું હતું.

...

 

થોડા સમય પછી અમે બધા બહાર આવ્યા.

એક-એક ડ્રીંક હાથમાં લઈને બેઠા અને ફરી વાતો એ વળગ્યા.

“બહુ જ મજા આવી ગઈ યાર....”ટુવાલ થી માથું લૂછતા લૂછતા મેઘ બોલ્યો

“ મેં તને ડાન્સ કરવા આવા કીધું... ત્યારે તું ન આવ્યો અને એલીના એકવાર કીધુ તુ તૈયાર થઈ ગયો... મારી સાથે ડાન્સ કરવામાં તને કાંટા વાગતા હતા?” મજાક માં મેઘ બોલ્યો..

“એવું કાંઈ નથી... આ તો ખાલી એમ જ..  એનો આગ્રહ વધારે હતો... તારા કરતાં...” એટલે મારે આવું પડ્યું... મે પણ મજાક માં કીધું..

 

એ રાતે લગભગ પોણા બે વાગ્યા સુધી બધા પાર્ટી એન્જોય કરી. હું અને મેઘ રૂમ માં આવ્યા અને સુઈ ગયા.

...

 

બીજા દિવસે સવારે વહેલો ઊઠીને બીચ ઉપર વોક કરવા માટે નીકળી ગયો. મેઘ ભર ઊંઘ માં હતો, એટલે મેં એને જગાડવાનું યોગ્ય ના સમજયું.

રાત્રે મોડા સુધી જાગવાની... અને સવારે વહેલા ઊઠવાની આદત મને મેડિકલમાં આવીને થઈ ગઈ હતી.

સવારનો ઉગતો સુરજ જોવાની મજા જ કંઈક ઔર હોય છે... એ પણ ગોવાના બીજ ઉપર.

બીચ ઉપર ચાલતા ચાલતા મને સામેથી બ્લૂ કલર નું ટ્રેક પેન્ટ અને સ્પોર્ટ્સ બ્રા માં દોડતી આવતી એલિના નજરે પડી. એની નજર પણ મારા ઉપર પડી અને એકદમ મારી સામે આવીને એબોલી...

“ગુડ મોર્નિંગ ડોક્ટર”

“વેરી ગુડ મોર્નિંગ...” એક હલકા સ્મિત સાથે મે એનું અભિવાદન કર્યું.

“Late to sleep and early to rise…. તો આ છે તમારી ફિટનેસ નો રહસ્ય”એને વ્યંગાાત્મક રીતે પૂછ્યું

“એવું તો હું પણ કહી શકું ને” મે જવાબ આપ્યો.. મેં બંને મારો જવાબ સાંભળીને હસી પડ્યા

“ડોક્ટર તમારા વિશે કંઈક કહો...” એલિના એ મને કીધું.

“નહીં કહું... જો અગર હવે તમે મને ડોક્ટર કહીને બોલાવ્યો... તો હું તમને કંઈ નહીં કહું.”મેં મજાક મા કહ્યું.

“સોરી... સોરી... હવે ઓન્લી શીવ... નો ડોક્ટર”. એને કાન પકડીને હકૂ હસતાં હસતાં કીધું.

“That sounds very good…” મે જવાબ આપ્યો.

 

ઘણા સમય સુધી અમે દરિયા ની સુવાળી રેત માં ઉઘડા પગે ચાલતા ચાલતા એકબીજાની વિશે વાતો કરી. મને પણ એની કંપની સારી લાગવા લાગી હતી.

પરંતુ એના એક સવાલ એ મને ચૂપ કરાવી દીધો.

“Shiv,do you have a girlfriend?”

 

એના જવાબમાં એક સ્માઈલ આપીને મેં કહ્યું... બધા આપણી હોટેલ પર રાહ જોતા છે આપણે હવે જવું જોઈએ. એ મારા જવાબ નો મર્મ બરાબર રીતે સમજી ગઈ હતી, એને પણ બીજું કશું જ પૂછ્યા વગર મારી સાથે હોટલ તરફ ચાલવા લાગી.

...

હું,મેઘ અને જોય રેસ્ટોરન્ટ ની બહાર ઊભા ઊભા એલીના અને શેરોનની રાહ જોઈ રહ્યા હતા.

“આ બંને છોકરીઓ ક્યાં ખોવાઈ ગઈ... બહુ ભૂખ લાગી છે યાર” મેઘે મને કીધું

 

“યાર… મને હવે બહુ ભૂખ લાગી છે...જોય... ચાલ આપણે શરૂ કરીએ... શિવ...તુંએલિના અને શેરોન આવે એટલે લઈને એમને અંદર આવી જજે” બોલીને મેઘ અને જોય રેસ્ટોરન્ટ ની અંદર જતા રહ્યા

લગભગ પાંચેક મિનિટ પછી એલિના એકલી રેસ્ટોરન્ટ પાસે આવી... મે એને શેરોન વીસે પૂછ્યું..

“એની જરાક તબિયત ખરાબ છે. Hangover you know. એટલે એ અત્યારે નહીં આવે”.

“Ohh… is she fine Na? કોઈ મેડિસિનની જરૂર હોય તો મને કહેજે” મે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું...

“હા... હા... ચોક્કસ... કેમ નહીં?... જ્યારે સાક્ષાત ભગવાન અમારી સાથે છે તો પ્રસાદ તો મળી જ રહેવાનો છે ને” એને હસીને કહ્યું

“બહુ ચણાના ઝાડ પર મને ના ચડાવો... ચાલ હવે ભૂખ લાગી છે.” હું અને એલિના રેસ્ટોરન્ત ની અંદર ગયા.

...

રેસ્ટોરન્ટ લગભગ ફુલ હતું. માત્ર એક ટેબલ ખાલી એબી બે જણા માટે. હું અને એલીનાત્યાં જઈને બેસી ગયા.

“શિવ... શું એક વાત પૂછુ અગર તમને ખોટું ના લાગે તો...”

“અરે પૂછને ગાંડી.. મિત્રોથી શું ખોટું લગાડવાનું?” મે કહ્યું.

“આજે સવારે મેં જે તને પૂછ્યું... તારી ગર્લફ્રેન્ડ વિશે...તને એ ન ગમ્યું ને?” થોડા સેહમા અવાજ માં એ બોલી.

“એક સાચી વાત કહું... આ પ્રેમ મારા માટે એવો વિષય છે ને કે જેમાં હું હંમેશા નાપાસ થતો આવ્યો છું.. એટલે હવે મેં એ પરીક્ષા આપવાની જ બંધ કરી દીધી છે”... કોફી ની ચૂસકી મારતા મારતા બે કીધું.

 

“ડુબા ની બીકથી તરવાનુ.... અને પડવાની બીકે ચાલવાનું છોડી દેવું એ ક્યાંની બહાદુરી છે શિવ... અને તકલીફ ક્યાં નથી... પ્રેમી હોય કે જીવન... મુશ્કેલીઑ તો ક્યારેક ને ક્યારેક આવતી જ હોય છે.” એલિના બોલી.

“મતલબ તારી સાથે પણ એવું જ કંઈ થયું છે?” મે આતુરતા થી પૂછ્યું...

“શું ફેર પડે છે...” એક ઊંડો નિસાસો નાખીને એ બોલી...

 

એક હતો મારી લાઇફમાં પણ... હું એને અનહદ પ્રેમ કરતી હતી... પરંતુ એને મને પ્રેમ ક્યારે કર્યો જ નહોતો... એણે હંમેશા મારા પૈસા અને રુતબા ને જ પ્રેમ કર્યો હતો. એ મારી સાથે લગ્ન કરીને અમેરિકા સેટલ થવા માગતો હતો... પણ કહવે છે ને કે સાચા લોકો નિસથે હમેશા સરૂજ થાય છે... એની મેલી મુરાદો છતી થઈ ગઈ અને મેં એની સાથે બ્રેકઅપ કરી લીધું.

 

એની વાત સાંભળીને હું થોડો ચકિત થઈ ગયો મેં એનો હાથ પકડ્યો અને કહ્યું... I am really sorry.. તને બહુ દુખ થયું હસે ને?

 

અરે ના... ના... નો નીટ ટુ સોરી અબાઉટ ધીસ... દુખ અને સુખ તો સિક્કા ની બે બાજુ છે... આવે અને જાય...  એ બધી વાત હું ક્યારની ભૂલી ગઈ છું અને જે થયું એ મારા માટે સારું જ થયું એવા વ્યક્તિ સાથે આખી જિંદગી વિતાવી એના કરતાં બ્રેકઅપ થઈ ગયું એ જ સારું છે. હું ક્યારની મારા પાસ્ટ રિલેશનશિપ થી હું મુવઓન થઈ ગઈ છું.

“જિંદગી નું સફર ચાલતું રહવાનું છે... એ પાનાં ઉપર છે... એને હસતાં હસતાં વિતાવીએ કે પછી દુખી મન થી રડતાં રડતાં...” એક પરિપક્વ વ્યક્તિ ની જેમ એ બોલી...

“અને હું પણ તને એટલું જ કહેવા માગું છું કે તું પણ આગળ વધી જા, અને એક નવી શરૂવાત કર...જિંદગી માત્ર ચાર દિવસ ની છે... મજા અને મસ્તી થી જીવાવની” એને વધુ ઉમેર્યું.

 

“પ્રેમ એ કોઈ રસ્તો નથી કોઈને પામવાનો...

 પ્રેમ તો ખુદ એક મંઝિલ છે રસ્તાઓ બદલાતા રહેવાના...”

 

એટલું બોલીને ત્યાંથી નીકળી ગઈ.

...

 

આજે અમે ગોવામાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે જવાના હતા. લગભગ બે વાગ્યે અમારી પાસે હજુ ત્રણ કલાકનો ટાઈમ હતો બધા પોતપોતાના રૂમમાં થોડા રિલેક્સ થવા ગયા.

હું શેરોન ના ખબર પૂછીને પછી મારા રૂમમાં આવીને મારા બેડ ઉપર બેઠો અને વિચારવા લાગ્યો.

“મસ્તી...? મારી સાથે એમબીબીએસ ના બીજા વર્ષમાં જેટલી મસ્તી મે કરી હતી એના સ્મરણો હું વાગોળવા લાગ્યો...

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

એમબીબીએસ નું બીજું વર્ષ શરૂ થઈ ગયું હતું. હું ખૂબ જ એક્સાઇટેડ હતો મારા મિત્રોને મળવા માટે એટલે હું બે દિવસ પહેલા જ હોસ્ટેલ ઉપર પહોંચી ગયો હતો. હોસ્ટેલ માં પ્રથમ વર્ષ ના એમબીબીએસમાં સ્ટુડન્ટ પણ આવી ગયા હતા.. અમારા જુનિયર્સ... અને એમની પર્સનાલિટી ડેવલપમેંટ શરૂ પણ થઈ થયું હતું...

“ચલો બધા ગેલછપ્પા ઓ....  એક સાથે લાઈનમાં લાગી જાઓ અને પોત પોતાનો ઇન્ટ્રોડક્શન આપો.”

તમે બધાએ ધાર્યું હશે કે આ ચિંતન જ બોલ્યો હશે, પણ ના આ વખતે આ ચિંતન નહીં આ વખતે બાપુ બોલ્યા હતા. બાપુ એટલે એચ.કે બાપુ.... યાદ આવ્યું ફર્સ્ટ યરનો એ એચ કે જેનું સૌથી વધારે રેગિંગ થયું હતું. એ હવે હવે બદલા ની ભાવના સાથે રેગિંગ લેવા ઉતર્યો હતો.

તું બોલ છગન... માલછોકરી... એટ્લે કોણ?... HK બાપુ એ રુઆબ માં એક 1સ્ટ યર ને પૂછ્યું... એ હતો રવિ... મોટા ડાબડા જેવા ચશ્મા... ગોરો, જાડો અને ઊંચો... એવો... રવિ સુરાણી (કાઠિયાવાડી પટેલ).

“એક સંભોગ યોગ્ય માદા...” નિર્દોષ બાળક ની જેમ એને કહ્યું.. અમે બધા હસી પડ્યા...એલા... નેશનલ જેઓગ્રાફી ચેનલ જોવાનું ઓછું રાખ.. બાપુ એ હસતાં હસતાં કીધું..

“સંભોગ ની વ્યાખ્યા જણાવો મહારાજ...” મારા થી ના રહવાયુ.. અને મે પૂછ્યું...

“સંભોગ એટ્લે... જુવાની માં મન માં ઉઠતાં અને ઊભરતા અંતાસ્ત્રવો ને શાંત કરવા માટે.. નર અને માદા વચે બાંધતો ઉત્તેજક સંબંધ... અર્થાત...સંભોગ.”.. આંખો નીચે રાખીને ડરતા ડરતા નિર્દોષ ભાવે એ બોલ્યો...

લગભગ અડધા કલાક સુધી અમે બધા હસી પડ્યા... આ કોઈક ગુજરાતી લેખક ની ઓલાદ લાગે છે...એવું ચીતન બોલ્યો. અમે બધા હસતાં અને રવિ એકદમ રડવા જેવો થઈ ગયો હતો...

“અને સંભોગ યોગ્ય કેટલી માદા તમારી બેચ માં છે???”…HK બાપુ બોલ્યા...

કઈ ખાસ નહીં સાહેબ... દેખાવડી તો ખાલી એક જ છે.. પ્રીતિ.. પ્રીતિ અરોરા...બહુજ સુંદર છે..

પ્રીતિ અરોરા નું નામ અને બધા એ બહુ સાંભળ્યુ હતું.. અમુક તો એવું કહતા હતા કે આખી કોલેજ માં એટલી સુંદર કોઈ છે જ નહીં... એ જ્યાં જતી ત્યાં ભમરા ની જેમ આજુબાજુ છોકરાઓ ફરતા રહતા...પણ એ કોઈ ને ભાવ નોહતી આપતી...

...

એલા... તારા બાપા શું કરે છે? કોઈ લેખક છે કે શું?” ચિંતને પૂછ્યું...

“ઈ રાજકોટ ના SP છે...” રવિ બોલ્યો...

“SP એટ્લે... સુપરિડેન્ત ઓફ પોલિસ?” બાપુ ની થોડી ફાટી ગઈ હોય એમ બોલ્યા..

“હા....”

બાપુ એને છેક રૂમ સુધી મૂકી આવ્યા... અને આવી ને મને કીધું... ભાઈ... દાવ થઈ ગ્યો.. આને સાચવી લેજે તું.. જો એ એના બાપા ને કહી દેસે તો મારૂ કેરિયર પૂરું... બાપુ બરાબર ના ઘબરાયા હતા..

 

ડોન્ટ વરી HK…હું એને સમજાવી દઇશ...મે જવાબ આપ્યો..

પણ આટલા મોટા બાપ ની ઓલાદ હોસ્ટેલ 3 માં ક્યાથી આવી... એ પ્રશ્ન મને હજુ મુંજવતો હતો... એ ધારે તો આરામ થી હોસ્ટેલ ૧ માં જય સકયો હોત...

ચિંતને લગભગ આ બધા માથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું...  અને એનું હવે લક્ષ્ય એક્ઝામ પાસ કરવાનું હતું.

ચિંતને મને આ 1એસટી યર સ્ટુડન્ટ ઇન્ટ્રોડક્શનમાં ખાસ એક ડ્યુટી આપી હતી. ડેમેજ કંટ્રોલ... કોઈ પણ સીનિયર લિમિટ બહાર જાય નહીં. મને થોડિક નવાઈ પણ લાગી હતી કે જે માણસે આજ સુધી કોઈ લિમિટ ની પરવા કરી નથી એ લિમિટ ક્યાંથી બાંધવા લાગ્યો?

મેં એને પૂછ્યું પણ ખરી...” ચિંતનભાઈ એવું કેમ?

“જો... શિવ...  મજાક અને મસ્તી અમુક ધારા ધોરણ સુધી જ સારા... જો એનાથી વધારે થાય તો રેગિંગ લેવા વાળા અને રેગિંગ આપવા વાળા બંને માટે સારું નહીં... હું એવું માનું છું કે આ કોઈ રેગિંગ નથી.. આતો આપણે આપના જુનિયરો ની ટ્રેનિંગ છે...એમને માનસિક રીતે મજબૂત કરવાની... જેમ આર્મી માં કમાન્ડો ને દરેક પરિસ્થિતી માટે શારીરિક ટ્રેનિંગ મળે છે... એમ આ એક માનસિક ટ્રેનિંગ જ કહેવાય... કેમ કે મેડિકલ નો અભ્યાસ માટે વ્યક્તિ માનસિક રીતે મજબૂત હોવો જોઇયે..ડોક્ટર એમ થોડી થવાય છે... 10 વર્ષ સુધી અઢળક પરીક્ષાઓ, રાતો ના ઉજાગરા, વાર્ડ માં ડ્યૂટિ, કેટલાય રેસેર્ચ અને પબ્લિકેશન... અને એ કોઈ નાની વાત થોડી છે...રેગિંગ માં થતી સામાન્ય તકલીફો વ્યક્તિ ને આગળ આવી મુશ્કેલીઓ નો સામનો કરવા તૈયાર કરે છે...” એક પ્રેરક વક્તા ની જેમ ચિંતન બોલ્યો...

”અને આપના આ HK બાપુ ને જ જોઈ લે... લાસ્ટ યર આખી રાત 10 થી 8 સુવા વાળો...હવે આખીરાત નિશાચરો ની જેમ ફરતો હોય છે.... અને હવે આપણ ને નથી સુવા દેતો....”HK સામે આંગળી કરીને ચિંતન બોલ્યો...

“એ વાત એકદમ સાચી ભાઈ”... એની વાત માં બધા સૂર પૂરવી ને બોલ્યા...

“અને તને આ કામ એટ્લે સોપું છું કારણ કે તારું વ્યક્તિત્વ શાંત અને ઠરેલ છે...તું કોઈ નું રેગિંગ લઇશ તો એને પણ મજા અવસે...એમ કહી ને બધા હસવા લાગ્યા...ચિંતને મને મોડરેટર તરીકે મને ઇન્ટ્રોડક્શનમાં ઉભું રહેવાનું ઇન્સ્ટ્રક્શન આપી હતી.

કોઈ પણ જ્યારે બીજા નું રેગિંગ કે introduction લેતા હોય ત્યારે એમની માનસિકતા છતી થતી હોય છે તો બધું જ એક લિમિટમાં હોય ત્યાં સુધી સારું.. અને હા... it must neverphysical…એ વાત બધા યાદ રાખજો...

એ સાંભળીને મને ચિંતન પ્રત્યે માન વધારે વધી ગયું . “પ્રભુ... તમારા ચરણો ક્યાં છે?”... મે હસતાં હસતાં કહ્યું...

“મારા બે પગ વચ્ચે... આશીર્વાદ જોઈએ છે?....” અમે બધા પાછા હસી પડ્યા...

...

હવે આ બધુ રોજ નું થઈ ગયું હતું.. HK અને બીજા અનરા મિત્રો આ વખતે થોડા વધુ આક્રમક લાગી રહ્યા હતા. મે એક બે વાર સમજવ્યું પણ... પણ એ લોકો એ મને સિરિયસલી લીધો નહીં... આ નવી આવેલી બેચ પણ ઢીલા લોકોની જ હતી... એક બે જણા તો ઈન્ટ્રોડક્શનમાં જ રેડી પડે

એવા ઢીલા લોકોને સંભાળવાનું કામ મને સોંપાયું હતું તો હું એ બધાને સાચવતો અને એમના રૂમ સુધી મૂકવા પણ જતો.

...

એક રાતે હું રવિ ની રૂમ પાસે થી જતો હાથો અને મને અંદર થી કોઈક ના રડવા જેવો અવાજ આવ્યો. મે દરવાજો ખખડવ્યો. રવિ એ આખો લૂછતા લૂછતા દરવાજો ખોલ્યો અને મને જોતાં જ એ એકદમ ડરી ગયો. જાણે એને કોઈ ભૂત જોઈ લીધું હોય... રાત ના 1 વાગે એને મને ડરતા ડરતા વિશ કર્યું... ગૂડ મોર્નિંગ સર.. એને કદાચ લાગ્યું કે હું એનું રેગ્ગિંગ લેવા આવ્યો છું....

“રિલેક્સ રવિ... રાત ના 10 વાગ્યા છે...”મે કહ્યું...

હું એના રૂમ માં હું ગુસી ગયો.. એ હજુ દરવાજા પાસે હાથ પાછળ કરીને ઊભો હતો... હું એની પાસે ગયો મે હું એની પાસે ગયો ના ખભા પર હાથ મૂક્યો એને થોડો શાંત પાડ્યો અને બેસાડીને પૂછ્યું શું વાત છે રવિ તું કેમ રડી રહ્યો છે? તને શું તકલીફ થઈ રહી છે? તને કોઈ હેરાન કારે છે?

આટલું પૂછતા ની સાથે જ કોઈ નાના બાળક જાણે ભરાઈ ભરાઈ ને એ રડવા લાગ્યો અને રડતાં રડતાં એનું નાક અને અંકો લૂછતા એ બોલ્યો...

“મારે હવે અહીં નથી રહેવું... મારે એમબીબીએસ નથી કરવું.... થાકી ગયો છું રોજ રોજ આ રેગિંગ આપી આપીને માનસિક રીતે તૂટી ગયો છું.... હું હવે મારે પપ્પાને જણાવવાનો છું... અહિયાં મારૂ માનસિક બળાત્કાર થઈ રહ્યું છે... હું અહીંથી બીજી કોલેજ માં જતો રહીશ”

“તું મને કે... તને કોણ હેરાન કરે છે?... તું ચિંતા કરીશ નહીં... હું તારી સાથે જ છું...” મે એને સંતવાના આપતા કહ્યું.

“તમે બધા એકના એક જ છો... હું અહીંયા તમને કહીશ અને ઈ બાકીના બધા મારે મારી લાલ કરી દેશે મારે તમને કાંઈ નથી કહેવું. તમે બધા મૈ ના મૈ છો” એ થોડો ગુસ્સે થઈને મને કીધું

 

રવિ... તુ નારાજ ના થઈશ...

“ મે કીધું ને... મારે તમને કશું જ નથી કહવું... તમે અહીંથી જતા રહો.. મારી વાત કાપીને અને મને જરાક મને ધક્કો આપીને રૂમની બહાર કાઢીને દરવાજો લોક કરી દીધો.

હું થોડો ગભરાયો હતો કે ગાડું અવળું પગલું ના ભરી દે હું તુરંત જ નીચે મારા બીજા મિત્રો પાસે ગયો અને એના વિશે વાત કરી બીજા બધા થોડા ગભરાઈ ગયા હતા એક તો ઢીલો છોકરો અને એમાંથી પણ એનો બાપ એસ.પી

સૌથી વધારે તો એચ કે બાપુ ની ફાટી ગઈ હતી... ભાઈ એ કઈ કરસે તો નહીં ને?.. હવે જે થાય એ... તું તૈયાર રે... બેગ પેક કરીને રાખ... કાલે તને કદાચ કાઢી મૂકસે... મે એને બિવડાવતા કીધું...

એ આખી રાત HK સૂતો નોહતો.. એ રવિ ના રૂમ ની બહાર ની બારી પાસે બેઠો રહ્યો અને રવિ ને જોતો રહ્યો કે એ કઈ અડું અવળું પગલું ના ભરે.

...

જે વાત ની બીક હતી એ જ થયું. બીજા દિવસે હોસ્ટેલની બહાર પોલીસની ગાડી આવીને ઉભી રહી અને અમુક લોકોને નીચે બોલાવ્યા એમાં એક હું પણ હતો અમે બધા નીચે પહોંચ્યા ત્યારે એસપી સાહેબ ગાડીમાંથી નીચે ઉતર્યા... એ હતા રવિના પપ્પા... લગભગ સાડા છ ફૂટ હાઇટ ખડતલ શરીર લાંબી લાંબી મૂછો અને આંખો પર કાળા ચશ્મા... અમારા બધાના મેડિકલ કરિયરના નું પ્ર્ન્વિરામ કરવા આવ્યા હોય એમ લાગતું હતું...

આજે અમારે બધા એક લાઈનમાં ઊભું રહેવાનું વારો હતો. એસપી સાહેબે થોડુંક ઊંચા અવાજમાં અમને બધાને ખખડાવતા પૂછ્યું...“આ બધું કરવા તમારા મા-બાપે એ અહિયાં મોકલ્યા છે?હમણાં એક એફઆઈઆર નોંધીશ તો બધા અંદર જતા રહેશો અને કરિયર પૂરું એટલું સમજજો.”

એમને રવિને નીચે બોલાવ્યો અને એની સામે અમારા બધાની ઓળખ કરી. જેમ કોઈ ગુનામાં અમુક લોકો નિર્દોષ છૂટી થાય છે તેમ અમુક લોકો છૂટી ગયા અને રહી ગયા અમે પાંચ... હું,HK,શ્લોક, ચિંતન અને જેકી.

અમને પાંચ ને એસપી સાહેબે બહુ લીધા... ઘણા ખખડાયા...HK બાપુ ગમે એવા બાહોશ બનીને ફરતા હતા પણ મનથી બહુ ઢીલા... એ તો SP સાહેબ ના પગે પડી ગયો અને પગ પકડીને રડવા લાગ્યો...

“સાહેબ અમારાથી ભૂલ થઈ ગઈ. હવે આજ પછી આવું કંઈ નહીં કરીએ. મહેરબાની કરીને અમને છોડી દો. મારા મા બાપ મને મારી નાખશે.”

સાહેબ આમ તો ભલા દિલના હતા એમને બધાને વોર્નિંગ આપીને છોડી દીધા. એમને પણ ખબર હતી કે આ ઉમર માં આવું થયા કરે..

 

જતાં તેમને ખાલી મને ઉભો રાખ્યો અને મને એમની પાસે બોલાવ્યો.. હું સાહેબ આગળ જઈને બોલ્યો “જી સર બોલો”.

“મને ખબર છે કે તારો કોઈ વાંક ગુનો નથી. અને તું તો એને સમજાવવા ગયો હતો પણ કહેવાય છે ને ‘લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય.’… આવા લોકોની સંગાથ સારી નહીં. હું તને સમજાવું છું કે થોડોક દૂર રહે આ બધી મુસીબતો થી..

“પણ સાહેબ સાચું કહું તો રવિ બહુ ઢીલો....” મે થોડી હીમત દેખાડી ને એમને કહી દીધું...

“દીકરા... ખેડૂતને એની ઉપજ વિશે ન સમજાવાય”... મને ખબર છે કે મારો દીકરો ઢીલો છે અને તને શું લાગે છે કે હું એને હોસ્ટેલ ૧માં નહોતો મૂકી શકતો. મેં કેમ એને ૩ નંબર ની હોસ્ટેલમાં મુક્યો... મને ખબર છે કે આ રેગિંગ એ કોઈ રેગિંગ હોતું નથી. એ તો ખાલી થોડુંક બસ મજાક-મસ્તી અને સિનિયરો સાથેના સંબંધ સુધારવાનું એક માધ્યમ જ છે પણ તેમ છતાં અમુક વખતે એની લિમિટ ક્રોસ થઈ જતી હોય છે, અને કોઈ ખોટું પગલું ભરાઈ જતું હોય છે. જેના પરિણામો ગંભીર આવે છે.... હું તને ખાસ એટલા માટે જ કહું છું કે તારે રવિ નું ધ્યાન રાખવાનું છે અને એને વિષમ પરિસ્થિતિમાં તૈયાર કરવાનો છે હું એમનો કહેવા નો મર્મ બરાબર રીતે સમજી ગયો હતો.

લગભગ દસેક દિવસ થઈ ગયા હતા, અને હોસ્ટેલમાં જે ચાલતું હતું... એની થોડી ઘણી ડીન સાહેબને ગંધ પણ આવી ગઈ હતી એટલે એમને એન્ટી રેગિંગ કમિટી નું નિર્માણ કર્યું. એ રેગિંગ કમિટીના અધ્યક્ષ તરીકે ડોક્ટર કાપડિયા ને નીમવામાં આવ્યા... ડોક્ટર કાપડિયા...એક્સ આર્મી ઓફિસર. લાંબી મોટી ભરાવદાર મૂછો, માથે ચમકતી ટાલ... અને વધુ પડતાં નિયમિત અને ચીકણા.

રોજ સવારે બધી હોસ્ટેલના ચક્કર લગાવતા અને બધાને ઉઠાડીને કમ્પલસરી યોગા આસનો કરાવતા. અને જો કોઈ રેગિંગની કમ્પ્લેન એની પાસે આવે તો એની જોડે એ હોસ્ટેલના સંડાશ બાથરૂમ સાફ કરાવતા...  હોસ્ટેલના સંડાશ બાથરૂમ સાફ કરવા એ કોઈ કાળા પાણીની સજાથી કમ નહોતું એના જેવો કોઈ ટોક્સિક માણસને મે આજ સુધી નથી જોયો...

...

રવિવાર નો બપોર હતી.

હજુ અમુક વિકૃત માનસિકતા વાળા લોકોને ઇન્ટ્રોડક્શનના નામે રેગિંગ લઈ રહ્યા હતા અમુક અમારા જુનિયર અને અમુક અમારી બેચના.

એવામાં અચાનક જ ડોક્ટર કાપડિયા અને એમની સાથે અમુક પટાવાળા અચાનક જ હોસ્ટેલ 3 માં પ્રવેશ્યા અને જેટલા લોકો રેગિંગ લઈ રહ્યા હતા. બધાની એમને ધરપકડ શરૂ કરી. જાણે કોઈ રેડ પડી હોય એવી રીતના અચાનક જ એમને બધાને પકડીને ડીન સમક્ષ લઈ ગયા. એ બધા ને તો ઠીક છે પણ અમુક બિચારા જે હોસ્ટેલ ના કોમન રૂમ માં હતા એને પણ ઉઠાવી ને લઈ ગયા... કહવે છે ને કે જ્યારે પણ કોઈ ગુનો થાય ત્યારે સૌથી પેહલા અમુક રીઢા જૂના ગુનેગાર ને પેહલા ઉઠાવે એમ મારા 2 મિત્રો ને એ ઉઠાવી લઈ ગયા... HK બાપુ અને બીજો શ્લોક. HK  બાપુ એ સમયે કોમન રૂમ માં ટીવી જોતો હતો અને બિચારો શ્લોક... અને તો બિચારા ને બાથરૂમ માઠી ઉપાડી ને લઈ ગયા... એ તો માત્ર મળ ત્યાગ કરીને એના રૂમમાં પાછો ફરતો હતો.. અને પેલો સાયકો ડોક્ટર કાપડિયા એને બિચારા ને ઉપાડી ગયો.. એ બી ખાલી એક ગંજી અને ચડ્ડામાં.

...

“Shame on you students.... I really didn’t expect this from you. You must deserve a strict punishment”ડીન સાહેબનો મગજ ખૂબ જ ગરમ હતો રેગિંગના નામ થિજ એમના મગજ નો પારો છટકી જતો... એક તરફ ડીન સર ગુસ્સો કરતાં હતા ને બીજી તરફ કાપડિયા જાણે વિકૃત મજા લઈ રહ્યો હોય એમ એની મૂછો ને તાવ આપતા આપતા મન માં ને મન માં હસી રહ્યો હતો..

હવે આ બધાને ખૂબ જ મોટી સજા મળવાની હતી. ડીન સરે આ બધાનું એક લિસ્ટ બનાવીને છ મહિના માટે સસ્પેન્ડ કર્યા...લગભગ 15 સ્ટુડન્ટ્સ હતા...

આ વાત સાંભળીને બધા જ તૂટી ગયા હતા. શ્લોક ની આંખમાંથી તો જાણે આંસુ રોકાવાનું નામ જ નહોતો દેતા. મારા પપ્પા હવે મને પેઢી પર બેસાડી દેશે. મારે હવે ભણવાનું પૂરું દોસ્તો... દોસ્તી યાદ રાખજો.

મારાથી આ બધું ન જોવાયું મેં સીધો ડોક્ટર ઇમરાનને કોલ કર્યો અને એમને મળવા પહોંચી ગયો..

“એ બધુ તો ઠીક છે.. પણ આ ફરિયાદ કોને કરી હસે... ડૉ ઇમરાને પૂછ્યું...

“એ અગત્યનું નથી સર.. પણ આમાં શ્લોક અને HK નો કોઈ વાંક નથી...એ બંને મજાક મસ્તી કરી સકે પણ એની આટલી મોટી સજા કેમ?” મે જવાબ આપ્યો.. મન માં પાછું આવું પણ આવ્યું કે રવિ એ તો ફરિયાદ નહીં કરી હોય ને.. પણ હવે રવિ મારા અને ચિંતન ના પ્રોટેક્શન માં હતો... તો એ એવું શું કામ કરે... મારૂ મગજ ચકરાળે ચઢ્યું હતું..

“જો શિવ... આમાં હું કઈ મદદ નહીં કરી શકું... ડોક્ટર કાપડિયા ને આ કામ માટે જ અપોઈન્ટમેન્ટ કર્યા હતા. રેગિંગ ખીલાફ... અને દોસ્ત તને એમનો નેચર તો ખબર જ છે ને...  એમની સામે થવાનો મતલબ છે...સીધું ડીન સાહેબની સામે થવું... હવે આ ઓર્ડર ઉપરથી આવ્યો છે હું આમાં કંઈ જ નહીં કરીશું. મને માફ કરજે દોસ્ત...” ડૉ ઇમરાને કીધું...

“પણ સર... આમાં શ્લોકનો ખરેખર કોઈ વાંક નથી. બીજા બધાને પનીશમેન્ટ મળે હું સમજી શકું છું. પણ કોઈ નિર્દોષ માણસ આમાં ફસાય એ મને યોગ્ય નથી લાગતું... પ્લીઝ કોઈ બીજો કોઈ રસ્તો હોય તો બતાવો...” મે આજીજી કરીને ઇમરાન સર ને કીધું...

“બીજો રસ્તો... આમાં માત્ર એક જ રસ્તો છે... જો ડોક્ટર કાપડિયા ચાહે તો આ બધાનું સસ્પેન્સન પાછું લઈ શકે છે... જે સહુથી અઘરું કામ છે... થોડું વિચારીને ડૉ. ઇમરાન બોલ્યા...

ઓકે સર.. થેન્ક્સ... એમ કહીને હું એમની કૅબિન માથી બહાર જ જતો હતો કે એમને રોકી ને મને કીધું.

“અને એક મિનિટ શિવ... મારી એક તને સલાહ છે... તું એ બધા નું ભૂલી જા...અને તારા ભણવા તરફ ધ્યાન આપ.. ડૉ કાપડિઆ માઇક્રોબાયોલોજિ ના સહ પ્રાધ્યાપક છે... અને તારે એમની અંડર માં પાસ થવાનું છે.. તો અગર તું કઈ ભી કરે તો સમજી વિચારી ને કરજે..” મને સલાહ આપતા કીધું...

સાહેબ ભણવા કરતાં મારા માટે અત્યારે મારા દોસ્ત વધારે અગત્ય ના છે... હું એમને એટલી જલ્દી નહીં છોડી દઉં... એમ કહી ને મે રજા લીધી...

...

હવે મારુ મગજ ગોથે ચડી ગયું હતું. કેમ કરીને પણ આ બધું કેન્સલ કરાવીને નોર્મલ બનાવવાનું હતું. પણ હું કોઈ સુપર હીરો તો હતો નહીં કે એ ડોક્ટર કાપડિયા નું માઈન્ડ ચેન્જ કરી શકું મને મારી લીમીટ ખબર હતી... અને હું હતો પણ કોણ...  જસ્ટ એક બીજા વર્ષમાં ભણતો એમબીબીએસ નું સ્ટુડન્ટ... સ્કોલર ખરો,સ્માર્ટ પણ ખરો પણ ડોક્ટર કાપડિયા અને સમજાવી શકે એવું હજી સુધી મેડિકલ કેમ્પસમાં કોઈ હતું નહીં.

હું અને ચિંતન બંને આ વાત વિશે રાતે મોડા સુધી વિચારતા રહ્યા અને ભગવાન જ હવે કોઈ રસ્તો બતાવશે એમ માનીને સુઈ ગયા આ બધા વચ્ચે શ્લોક ને સાચવવુ થોડું મુશ્કેલ થઈ રહ્યું હતું.

...

લગભગ ૨ દિવસ વીતી ગયા હતા... એક રાતની વાત હતી લગભગ રાતના ૧૧:00 વાગ્યા હતા. હું હોસ્ટેલના કોરિડોરમાં નીચે બેઠો બેઠો વાંચી રહ્યો હતો. મને થોડીક ઊંઘ આવા લાગી હતી એટલે હું ચિંતનના રૂમમાં ગયો અને એને કીધું...

“ચાલો ચિંતનભાઈ... ચા પીને આવીએ...”

ચિંતનભાઈ તો અમે ફરવામાં હંમેશા તૈયાર અમે બે જણા ચિંતનના બાઈક ઉપર બેસીને ચા પીવા ગયા. લગભગ અડધો કલાક પછી ચા પીને મેં પાછા ફરતા હતા ત્યારે અચાનક અમારી નજર કોલેજના બિલ્ડિંગમાંથી બહાર આવતા અભય ઉપર ગઈ. અભય આટલી રાતે કોલેજ ના બિલ્ડિંગમાં શું કરતો હશે? અમને જરાક નવાઈ લાગી..

શિવલા દાળ માં જરૂર કઈક કાળું છે.. ચલ તપાસ કરીએ... એ હમણાં બહાર નીકળ્યો છે.. કદાચ... અંદર જેને મળવા ગયો હસે એ હજુ અંદર મળી જાય...

 

અમે બંને કોલેજના બિલ્ડિંગ ની અંદર ઘૂસ્યા.. એકદમ ઘોર-અંધા હતું.. અમુક અમુક લાઈટો છોડીને બધી જ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. કોમન કોરિડોર માં માત્ર એકાદ સિક્યોરિટી વાળા ને છોડીને છોડી ને આખી બિલ્ડિંગ સુમસાન હતી.. એમ તો રાત ના સમયે કોઈ ને કોલેજ ના બિલ્ડીંગ માં ગુસવાની પરવાનગી નોહતી.. પણ ફાઇનલ યર ની પરીક્ષા નજીક હતી તો એક રીડિંગ હોલ સ્ટુડન્ટ ને વાંચવા માટે ખ્લ્વમાં આવ્યો હતો.. અને બીજું મારી સાથે ચિંતન દાદા હતા.. બધા સિક્યોરિટી ગાર્ડ ના માઈ બાપ... કોઈ ને પણ પૈસા ની કે દારૂ ની બધી જરૂરિયાત હોય એ ચિંતન પૂરી કરતો...

અમારી અંદર ઘૂસતની સાથે જ સિક્યોરિટી વાળા એ ચિંતન ને સલામી આપતા કીધું... અરે સાહેબ.. તમે અહિયાં... એભી આ સમયે.. બધુ ઠીક છે ને... તમે ઘણા વરસો થી આ બિલ્ડિંગ માં જોયા નથી..” નિર્દોષ ભાવે એને ચિંતન ની થોડી મારી લીધી...

એ ટોપા... વધુ પંચાત ના કર... અને મને એમ કે હમણાં પેલો છોકરો જે બહાર નીકળ્યો એ ક્યાથી આવતો હતો...  ૫૦ રૂપિયા ની નોટ કાઢી ને એને સિક્યોરિટી વાળા ને આપતા પૂછ્યું..

ઓલા.. અભય સાહેબ? એતો ઘણી વખત અહિયાં આવે છે.. આપડા કાપડિયા સાહેબ ને મળવા...એમને એકબીજા સાથે સારું ભલે હો...” હાથ થી ખૈની મસળતા મસળતા એ બોલ્યો...

અમારા બંને ના મગજ માં બધુ હવે ક્લિયર થઈ ગયું હતું.. અને કોઈ શંકા નોહતી...

“પણ ડોક્ટર કાપડિયા અત્યારે અહિયાં શું કરતો હશે?” મે ચિંતન ને પૂછ્યું...

“એતો હવે જઈએ પછી જ ખબર પડે...” એમ બોલી ચિંતન બોલ્યો..

ચિંતને સિક્યોરિટી વાળા ને ૧૦૦ રૂપિયા આપીને કહ્યું કે “અમે અહિયાં આવ્યા એ વાત કોઈ ને ખબર ના પડવી જોઈએ..”

“મારે અહિયાં રહેવાનું છે ને સાહેબ.. તમે ચિંતા ના કરો... ખૈની મોઢા માં મુક્તા મુક્તા એ ઈશારો કરીને બોલ્યો...”

અમે બંને દોડતા દોડતા માઇક્રોબાયોલોજિ વિભાગ માં પોહચ્યા....

ડિપાર્ટમેન્ટમાં ડોક્ટર કાપડિયા કૅબિન ની લાઈટ ચાલુ હતી. દરવાજો બંધ... દરવાજા ની બાજુ ના નાની વેંટીલેશન આગળ ની નાની બારી માંથી મેં અને ચિંતને ધ્યાનથી જોયું તો ડોક્ટર કાપડિયા એક કમ્પ્યુટર આગળ બેસીને કમ્પ્યુટરમાં કંઈક જોઈ રહ્યા હતા એમનો હાથ ટેબલ નીચે હતો અને હલી રહ્યો હતો... પણ કોમ્પ્યુટર ની સ્કિન અમારાથી ઊંધી હતી એટલે અમને એ ખબર ના પડી  કે કોમ્પ્યુટર પર શું કામ કરી રહ્યા હતા... એટલે અમે પાછળની તરફ ગયા કેબિનની પાછળ તરફ એક થોડી એવી મોટી બારી હતી જેમાંથી એમનો પાછળ નો ભાગ અને કોમ્પ્યુટર ની સ્ક્રીન અમે સ્પસ્ટ પણે જોઈ શકતા હતા.  અને જે અમે જોયું તે જોઈને અમારી આંખો પહોળી રહી ગઈ....

ડોક્ટર કાપડિયા કોમ્પ્યુટર ઉપર પોર્ન ફિલ્મ જોઈ રહ્યા હતા...એ ભી HD માં..

ચિંતન એ ફટાફટ તેનો મોબાઈલ કાઢ્યો અને મોબાઈલથી વિડીયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું... ફ્રન્ટ... બેક... સાઈડ... જેટલા શક્ય એંગલ અમને મળતા બધા જ એન્ગલ થી અમે એક સરસ મજાનો HD માં ડોક્ટર કાપડિયા નો વિડીયો બનાવી દીધો...

શિવલા.. આ ખાલી HD વિડીયો નથી... આ શ્લોક અને જેવા બીજા અનેક નિર્દોષ સ્ટુડન્ટો ની સજા માઠી મુક્તિ છે... જેનું ખરેખર રેકેટિંગમાં કોઈ એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ નહોતું.

“પણ ભાઈ હવે આગળ શું? એમને બતાવવા કોણ જશે?” મગજ મનોમંથન કરતા કરતા અમે સૌથી પહેલા ડોક્ટર ઇમરાન પાસે ગયા.

...

“તમારા બેનું મગજ ફરી ગયું છે કે શું... આ શું લઈને આવ્યા છો તમે...અને ત્યાં કેમ ગયા હતા તને ૨ જણા...?”ડોક્ટર ઇમરાને પહેલા તો જોઈને અમને ચાર ગાળો આપી. એ અમારા બંને ઉપર બહુ ચીલલયા.

“સર... કરતા તો ડોક્ટર કાપડિયા હતા...હસ્ત મૈથુન..”મે કીધું... અને અમે બધા હસવા લાગ્યા... સીર પ્લીઝ... ગુસ્સે ના થસો.. પણ રેગિંગ અગર ક્રાઇમ છે તો શું પોર્ન જોવું એ....

“અરે ભાઈ પણ તું સમજતો નથી... તારી બધી વાત બરાબર છે પણ એ માઇક્રોબોલોજીના સહપ્રધ્યાપક છે.અને ડીન સાહેબ ના પ્રમાણે માં સૌથી શિશ્તબદ્ધ અને સન્માન જનક વ્યક્તિ... એની સામે પડવું કેમ???

 

“એની તમે ચિંતા ના કરો ઇમરાન સાહેબ....બધું મેં વિચારી રાખ્યું છે... ખાલી તમે અમારી પાછળ રહજો...” ચિંતન બોલ્યો..

“તમે બંને મને કોઈ દિવસ મારી નાખવાન છો...” એમ કહીને ડૉ. ઇમરાને ચુપકે થી એમની હા અમને કહી દિઘી...

અને પછી શું... અમારો confidence ડબલ..

એક અજાણ્યા નંબર પરથી એ વિડિયો ડોક્ટર કાપડિયા ને મોકલી આપ્યો... અને એટલું જ ખાલી મેસેજ માં લખી દિધુ કે

“અગર તમે જો આ સસ્પેન્સન પાછું નહીં લો તો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ થઈ જશે અને આગળ શું થશે તમે જાણો જ છો...”

લગભગ બે દિવસ સુધી ડોક્ટર કાપડિયા લેકચર લેવા નહોતા આવ્યા. ડોક્ટર ઇમરાનને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમને કીધું તેમને હાઈ બ્લડ પ્રેશર ની તકલીફ થઈ છે અને વોર્ડમાં એડમિટ છે અમે બધા સમજી ગયા હતા કે એમનું કયું પ્રેશર વધ્યું છે.

લગભગ બે દિવસ પછી તેમને પેલો સસ્પેન્સન નો ઓર્ડર કેન્સલ કર્યો. હજુ સુધી એ વાતનું ઓફિસિયલી કોઈ ડિકલેરેશન થયું નથી કે એમને આવું કેમ કર્યું. પણ એના કારણે ઘણા બધા નિર્દોષ સ્ટુડન્ટ્સનું કરિયર પત્તા પત્તા બચી ગયું….

સાંભળવામાં આવ્યું હતું કે ડૉ કાપડિયા એ બહુ ધામ પછાડા કર્યા જાણવા માટે કે એમનો વિડીયો કોને બનાવ્યો.. પણ આ વાત અકી કોલજ માં ખાલી અમે ૩ જાણતા હતા...

 

 

...થોડા દિવસો પછી... સમાચાર આવ્યા કે ડૉ કાપડિયા એ રાજીનામું આપી દીધું છે... કોલજ કેમ્પસ માં બિનસત્તાવાર રીતે લગભગ બધા ને એમના કાંડ ની ખબર પડી ગઈ હતી...અને એ એમના માટે ક્ષોભજનક હતું...

...

લગભગ એકાદ મહિનો વીતી ગયો હતો.....

એક દિવસે ડીન સરે મને અને ચિંતન ને એમની ઓફિસ માં બોલાવ્યા... અને કહ્યું...

“૧ મહિના પછી આપની કોલજ માં કલ્ચરલ અને સ્પોર્ટ્સ ફેસ્ટિવલ છે... અને એ બધાની તૈયારી તમારે ૨ જણા એ કરવાની છે.. કોઈ પણ જરૂરિયાત કે સલાહ ની દરકાર હોય તો ડૉ ઇમરાન તમારી મદદ કરશે... any questions???”

“નો સર...” એમ કહીને અમે કૅબિન માથી નીકળતા હતા ત્યારે સર બોલ્યા...

અને હા.. સાંભળો... તમારા જેવા દોસ્ત મે ક્યાય નથી જોયા... આ તમારી સૌથી બેસ્ટ ક્વાલિટી છે... સ્ટિક વિથ ઈટ...એક હલકું સ્મિત આપીને એમને કહ્યું...

 

....

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“પ્રેમ એનો અવિરત અવિરત વહેતું ઝર્રણું હતું..

જેને જેટલું પાણી જોઈએ એ ખુશી ખુશી આપતી હતી..”

 

“શિવલા...દોઢ-ડાહયા... તારે ડીન સર ને ક્યાં હા પાડવાની જરૂર હતી?” ચિંતન એ ગુસ્સે થઈને ઓફિકે માથી બહાર આવતા આવતા મને કીધું...

“તો હું શું કરું?... ના પાડી દઉં એમને કે અમે બધા થોડા વ્યસ્ત છીએ... અને અમે કલ્ચરલ એક્ટિવિટી ઓર્ગેનાઈઝેશન નહીં કરી શકિયે.. અને એટલું બધું હતું....તો તમારે ના પાડી દેવીતી ને?” મે હવાબ આપ્યો..

“તું વધારે પડતું નથી બોલી રહ્યો... તું ભૂલી ગયો લાગે છે હું તારો સિનિયર છું... 1સ્ટ યર યાદ છે ને...રોતડો બનીને ફરતો હતો... અને એટને કોને સાચવ્યો હતો... માથે ટપલી મારી ને ચિંતને અકલાઈ ને કીધું...

અરે ના ભાઈ… ના..  હું કાંઈ નથી ભૂલ્યો... બધુ થઈ જશે. “બોલાવો આપડી ગેંગ ને સાંજે કેન્ટીનમાં... ભેગા થઈએ ને કંઈક નક્કી કરીએ”

...

અમારી ગેંગ વાત કરું તો એમાં... ચિંતન, હું એચ કે બાપુ, શ્લોક,જેકી,અને પોઠિયો...  પોઠિયોએટલે રવિ... રવિ સુરાણી...હા એ જ રવિ…અમારો જુનિયર... હેવે એ અમારી સાથે જ હતો...

સાંજે બધા ભેગા થયા... ચિંતનનું મગજ હજી પણ ખરાબ હતું કે આ બધી શું લમનાકૂટ માં પડવાનું...  એક તો માંડ-માંડથોડું ઘણું વાંચવાનું ચાલુ કર્યું હતું, એમાં ભી આ નવું લફડું સાહેબે ઘાલ્યું...

“જુઓ મિત્રો ડીન સરે આપણને આ જવાબદારી સોંપી છે પૂરી તો કરવી જ પડશે, અને ચિંતનભાઈ માં અને મારામાં એટલી કોઈ કાબિલ્યત છે નહીં કે તમારા વગર આ બધું પૂરું થાય... તો હવે નક્કી થયું કે કલ્ચરલ અને સ્પોસ્ટ ફેસ્ટિવલ સક્સેસફૂલ થાય તેની જવાબદારી આપણા બધાની... બોલો છે ને મંજૂર?”મેં એક આગેવાનની જેમ કેન્ટીનમાં ઊભા થઈને કીધું.

એલા શુ બક***દી કરી રહ્યો છે તું?... આપણે પાંચ ભેગા થઈને ફેશન ટીવી જોઈ શકીએ... ફેશન શો ના કરાવી શકીએ... મૂક ને આ બધી માથાકૂટ કર અને છાનોમાનો સાહેબને ના પાડી આવ...

“એમ તો બાપુ ની વાત સાચી હો...” સ્લોકે પણ બાપુની વાતમાં આમાં હા પુરાવતા કહ્યું.

“સારું તો તમારે ના કરવું હોય તો કઈ નહીં.. હું અને પોઠિયો કરશું શું? શું કહેવું પોઠીયા?” મે પોઠીયા ના ખભા પર હાથ મુક્તા કહ્યું..

“એ શિવ ભાઈ... મને મારાથી તો કાંઈ નો થાય...”પોઠયો થીમેથી બોલ્યો..

“તો હું એકલો કરીશ... ભલે કોઈ મારો સાથ ના આપે.. પણ હવે એકવાર હા પાડ્યા પછી ના નહીં પાડી શકું”

એમ કહીને હું ત્યાંથી ગુસ્સામાં નીકળી ગયો બધા મારી સામું જતા રહ્યા પણ કોઈએ મને ટોક્યો નહીં...

...

ચડસમાં અને ચડસમાં હા પાડીને તો નીકળી ગયો પણ હવે શું કરવું એની કંઈ ખબર નોહતી પડતી અને આ કોઈ મંડપ બાંધવાનો નોહતો.... કે ખાલી કીધું અને બંધાઈ ગયો. આ ઈવેન્ટ ઓર્ગેનાઇઝેશન નું કામ હતું... સાચું કહું તો મારી ફાટી ગઈ હતી.. બે દિવસ સુધી હું કશુજ કામ નોહતો કરી શક્યો...અને વધારે ગુસ્સો મને ઓલા હરમી દોસ્તો પર આવી રહ્યો હતો... એ સાલા આખો દિવસ ટીવી જોતાં...મસ્તી કરતાં અને મને બોલાવતા પણ નહીં... ખાલી એલતું પૂછ્યું હોત કે કઈ જરૂરત છે કે નહીં... તો પણ મને ગમ્યું હોત...

 

એ દિવસે સાંજે અચાનક કોઇકે રૂમનો દરવાજો ખખડાવ્યો અને જોયુ તો ચિંતન,પોઠીયો, એચ કે અને શ્લોક બધા મારા રૂમમાં આયા હતા... શું કરે છે મોટા સાહેબ કેવી ચાલે છે તમારી તૈયારી?...ચિંતન એ પૂછ્યું.

તમારે કોઈ નિસબદ્ધ?... મે મોઢું મચકોડી ની કીધું...

“ના...રે... બિલકુલ નહીં.. અમે તો અમુક સલાહ સૂચન આપવા આવ્યા છે એ.. જેમ કે ડીજે નાઇટ માં સાઉન્ડ સારું મૂકવજે... શું થાય છે કે ડીજે સારો હોય પણ સાઉન્ડ માં જો મજા ના હોય તો આખી પાર્ટી ખરાબ થઈ જાય...” મારી મજા લેતા લેતા ચિંતન બોલ્યો..

“અને હા શિવ ભાઈ.. જમવાનું સારું રખાવજો... ખાવામાં જે મજા છે એ બીજા એકેય માં નહીં...”પોઠિયો બોલ્યો...

“પોઠિયા તારું પેટ ફોડી નાખીશ હું...સાલા રાક્ષશ...” હું એના પર એવો બગડ્યો કે એ બિચારો એક ખૂણા માં જઈને બેસી ગ્યો...

“ભઈ... ડ્રેસ કોડ હું સ...”હવે શ્લોકે ચાલુ કર્યું...

એક કામ કરો... મારી લો મારી... હું ઊંધો વળીને ઉભો રહી ગયો... એક તો સાલું કઈ ખબર નૈ પડતી કે શું કરું.. એને એમાં તમે ડોફાઓ મદદ કરવાની જગ્યા એ મારો છો મારી... દોસ્તો ના નામે કલંક છો સાલાઓ...હું હવે બરાબર નો બગડ્યો હતો..

ચાલો ભાઈઓ.. સાહેબ બીઝી છે...આ સાહેબ ને આપડા સલાહ ની જરૂર નથી... ચાલો તો અપડે જઈએ...અને હા.. શિવ...  ક્યા અટવાય તો પૂછજે અમને... આપણે હવે કોક બીજાની સળી કરીએ... એમ કહીને બધા રૂમ ની બહાર તરફ ચાલવા લાગ્યા...

ઓ ચિંતનભાઈ...સાથે જોડાઈ જાવ ને યાર...”મે કહ્યું...

એ જ વાત રિક્વેસ્ટ કરીને બોલ... ‘પ્લીઝ’બોલીને પછી વિચારસું....

“પ્લીઝ ચિંતભાઇ” હું આજીજી કરતો બોલ્યો...

 

અમને ખબર હતી અમારા વગર તારું કાંઇ નહી થાય... શિવલા... બોલ ક્યાંથી શરૂ કરવું છે...

પેહલા મને કોક નાસ્તો તો કરવો... પાછો પોઠિયો બોલ્યો...

“ અરે મારી જાન... બોલ સુ ખાઈશ...”

પિઝા...

“તારા બાપને કે રાજકોટ થી મોકલાવે...તોપા... આ ખાખરા છે... ખાઈ લે અને કામે વળગ...” મે કીધું...

થેંક્યુ... થેંક્યુ... થેંક્યુ... દોસ્તો મને ખબર જ હતી. તમે મને એકલો નહીં છોડો એમ કહીને મેં બધાને ગળે લગાવી દીધા...

“બસ હવે આઘો ખાસ... હોમલા જેવુ ના કાર..” મને હળવે થી ધક્કો આપીને ચિંતન બોલ્યો...

...

ઘણું કામ બાકી હતું... સ્પોન્સર્સ લાવવાના, ઇવેન્ટ નક્કી કરવાની, ડેકોરેશન, અને સૌથી અઘરું કામ પાર્ટિસિપેન્ત નક્કી કરવાના... એટલે કે કયા સ્ટુડન્ટ્સ કઈ કઈ ઇવેન્ટમાં ભાગ લેશે એ... આ બધુ કામ અમારું જ હતું ... સાથે એકાદ બે નામ પૂરતા કહેવાના પ્રોફેસર હતા પણ એ બધા કાંઈ કામના નહોતા...

....

એક દિવસ બપોર ની વાત છે હું અને ચિંતન અમારા શહેરના એક મોટા એવા બિલ્ડર... શાહ સાહેબ ની ઓફિસે મેં મળવા ગયા. શાહ સાહેબે અમને એમના બીઝી શિડ્યુલ માંથી અપોઇમેન્ટ આપી અને મળ્યા અને પૂરી વાત સાંભળીને કીધું કે...

”હું ચોક્કસથી સ્પોન્સરશિપ આપીશ... એક લાખનો ચેક પૂરો... પરંતુ એક વાર મારે તમારી કોલેજ જોવા આવવું છે”... અમે ખૂબ જ ખુશ થઈ ગયા અને એમને અમારી કોલેજમાં આવવા માટે નિમંત્રણ આપ્યું.

શનિવારે બપોરે લગભગ બે વાગે આવવાના હતા અમે એમને સમગ્ર કોલેજ બતાવવાના હતા અને પછી કેન્ટીનમાં એમના માટે અમે અલ્પાહાર ની સગવડ કરી હતી

એમના અલ્પાહાર માટે હું સવારે કેન્ટીનમાં નક્કી કરવા ગયો હતો.  ત્યારે મેં જોયું કે અમુક સ્ટુડન્ટ ફર્સ્ટ ની છોકરીઓને ઇન્ટ્રોડક્શનના નામે હજુ પણ હેરાન કરી રહ્યા હતા... એ બધા થોડા દુર ટેબલ પર બેસીને એમની સાથે કંઈક વિચિત્ર પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા હતા...  મારું ધ્યાન અચાનક એ બાજુ ગયું તો બે છોકરા બેઠા બેઠા બે છોકરીઓને હેરાન કરતા હતા...છોકરીઓ નો મારી સામે પીઠ કરીને બેઠી હતી એટ્લે હું એમનો ચેહરો જોઈ નોહતો સકતો... આમ તો મારો એમની વાતો માં કોઈ ઇન્ટરેસ્ટ નોહતો.. અને મારી પાસે ઘણું કામ હતો તો હું આ કોઈ માથાકૂટ માં પપાડવા નોહતો માંગો... પરંતુ મને એમની મજાક થોડી વધારે ગંભીર લાગી...  કેમકે એમાંથી એક છોકરી રડવા જેવી થઈ ગઈ હતી એટલે હું એ ટેબલ નજીક ગયો અને ધ્યાનથી એમની વાતો સાંભળવા લાગ્યો...

બોલ છોકરી તારું નામ શું છે?જાણે એમને ખખડાવતો હોય એમ એક જાણ બોલ્યો...

સર.... પ્રીતિ અરોરા... આ નામ થોડું જાણીતું લાગ્યું... હું અચાનક ટેબલ ની ખૂબ નજિક પોહચ્યો... મને હવે ઇનો ચેહરો સ્પસ્ટ પણે દેખાતો હતો... લોકો જે કહતા હતા એનાથી પણ અનહદ સુંદર હતી એ...જાણે કોઈ અપ્સરા સમાન... એની સામું જોતા જ મારી તો આંખો જાણે એની ઉપર જ ચોંટી ગઈ..કાળી મોટી આંખો પર ચશ્મા... ભરાવદાર ગોરા ગોરા ગાલ...અને ગાલ ઉપર નાનકડું એવું તીલ... લાંબા ખુલ્લા ગુમરાળા વાળ અને એના કાળા વાળ ઉપર અમુક અમુક જગ્યાએ બ્રાઉન કલરની હાઈલાઈટસ... શરીરે થોડી ભરાવદાર અને ઊંચી... દેખાવમાં જાણે કોઈ પંજાબણ હોય એવી લાગતી હતી.

 

 

“તો બોલ હવે...એવી કયું અંગ છે.... જે તારી પાસે બે છે અને ગાય પાસે ચાર?” મન માં ને મન માં એક વિકૃત સ્માઇલ સાથે એક છોકરાએ પૂછ્યું...

આવા વિચિત્ર ડબલ મિનિંગ વાળા પ્રશ્નો પૂછવાનો પર્યાય શું? અને એ પણ એક છોકરીને આ એક માનસિક હેરાનગતિ જ કહી શકાય... જો આવો જ કોઈ પ્રશ્ન કોઈ છોકરાને પૂછ્યો હોત તો મને કોઈ જ વાંધો ન હતો...  પરંતુ છોકરીઓને આવા ડબલ મિનિંગ વાળા પ્રશ્નો પૂછીને આવા લોકો પોતાની માનસિકતા છતી કરતા હોય છે... એ બિચારી છોકરી કાંઈ બોલી નહીં અને શરમથી આંખો નીચે કરીને રડમસ થઈ ગઈ...

“ જ્યાં સુધી તમે જવાબ નહીં આપો ત્યાં સુધી તમનેઅહિયાં થી જવા નહીં દઈએ...” બીજો બોલ્યો...

આ સાંભળીને મારાથી રહેવાયું નહીં અને મેં જઈને જવાબ આપ્યો...પગ... અર્થાત lowerlimbs… અને હજી જો તમારે એની એનાટોમી જાણવી હોય તો બોલાવું.... ચિંતન અને ઇમરાન ભાઈને.... સારી રીતે શીખવાડશે કે એમાં કેટલા હાડકા હોય અને કઈ રીતે તૂટે છે?”હું હર ક ઊંચા અવાજ થી બોલ્યો...

મારો અચાનક અવાજ સાંભળીને એ લોકોની જરાક ચમકી ગયા... અરે શિવ... તું અહીંયા ક્યાંથી?

એ બધું છોડો... પણ ઇન્ટ્રોડક્શનના નામે તમે જે આ મેન્ટલ હરસમેન્ટ કરી રહ્યા છો ને એ યોગ્ય નથી...બંધ કરો આ બધું...અને તમે બંને પણ જઈ શકો છો... છોકરીઓ સામે ઈશારો કરતાં મે કહ્યું... 

“રિલેક્ક્ષ શિવ... અમે તો બસ ખાલી થોડી મસ્તી કરતાં હતા...”

Thank you, sir,…એમ કહીને એ બંને ત્યાં થી ચાલવા લાગી. કેંટિન દરવાજા પાસે જઈને પ્રીતિ ઘડીક ઊભી રહી ગઈ અને મારી સામે એક નજર નાખી.. જાણે એને મને કઈક કહવું હતું... પણ બીજી એને ખેચીને બહાર લઈ ગઈ... એમના ગયા પછી..

“બસ... બહુ થઈ ગયુ હવે.. તમે પણ જઈ શકો છો...” મેં એ લોકોને થોડું ઊંચા અવાજમાં ખખડાઈને કીધું. એમ તો એ લોકો મારા બેચમેટ જ હતા પણ એ મને અને મારી પોહચ ને બરાબર ઓળખતા હતા..

મારો ગુસ્સા વાળો અવાજ સાંભળીને એ લોકો બરાબર સમજી ગયા હતા કે અહીં વધુ બેસવું એમના માટે યોગ્ય હતું નહીં, તેથી એ ત્યાંથી જતા રહ્યા.

મારે હજુ જાણે પ્રીતિ સાથે વાત કરવી હતી, એને ઓળખવી હતી... પણ... એવું કઈ થયું નહીં... પણ હા પ્રીતિ કદાચ મને બરાબર ઓળખી ગઈ હતી.

...

રવિવારની બપોર હતી ઓડિટોરિયમ રૂમમાં હું સાઉન્ડ સિસ્ટમ ચેક કરાવી રહ્યો હતો ત્યારે અચાનક મારી પાછળ કોઈને આવીને ઉભું રહ્યું હોય તેઓ મને આભાસ થયો પાછા વળીને જોયું તો કોઈ બે ફર્સ્ટ ની છોકરીઓ હતી...એમથી એક પ્રીતિ હતી..

“મેં એમની સામે જોઈને કીધું યસ બોલો કેન આઈ હેલ્પ યુ..?” જાણે હું એમને ઓળખતો જ ના જાઉં એવી રીતે મે પૂછ્યું..

જરાક શરમાતા અને થોડું ગભરાતા ... બીજી છોકરીએ પ્રીતિ ને કોણી મારીને કીધું... “તું બોલ... ના તું...”એમને એમાં બોલી ના શકી....“કંઈ કહેવું છે... તમને કંઈ પ્રોબ્લેમ છે... તમે કહી શકો છો.”મેં કીધું

“સર.. અમે તમને actuallyથેન્ક્યુ કહેવ આવ્યા છીએ...” પ્રીતિ બોલી...

થેંક્યુ... શેના માટે” હું જાણવા છતાં અજાણ થઈ ને બોલ્યો

“સર...એ દિવસે જે તમે અમને કેન્ટીનમાં પેલા લોકોથી છોડાવ્યા એના માટે..”

મને ત્યારે જેમ અચાનક યાદ આવ્યું હોય એવી રીતે હું બોલ્યો... “અરે હા... હા.. હવે યાદ આવ્યું... નો નીડ ટુ થેન્ક્સ... ઇટ્સ માય ડ્યુટી...”

કોઈની પર સાથે અન્યાય થાય એ મારાથી કેમનું સહન થાય..અને એમાં પણ છોકરીઓ સાથે બિલકુલ નહીં... હું જાણે છોકરીઓ નો મસીહો હોવું એવી રીતે બોલ્યો..

પ્રીતિ એકીટસે મને જોઈ રહી હતી... હું પણ એને જ જોઈ રેહવા માંગતો હતો.. પણ મારી પાછલી લાઇફ માં જે થયું હતું એને મને ઘણું શીખવાડી દીધું હતું... એટ્લે જાજી જોઈ ને હું બીજી છોકરી સાથે વધુ વાત કરતો હતો.. કહવે છે ને ક તમે અગર કોઈ ની દૂર જાઓ તો એ તમારી વધારે નજીક આવે... આ વખતે હું જરાક ફૂંકી ફૂંકી ને પગ મૂકતો હતો...

પ્રીતિ એ મારી તરફ એક સ્માઈલ આપી અને કહ્યું....સર… થેન્કયુ અગેન.  એમ કહીને પર્સમાંથી એક ચોકલેટ કાઢીને મને આપી .. “પણ હું ચોકલેટ નથી ખાતો”... મે પેલી બીજી છોકરી સામે જોઈને કીધું..“સર પ્લીઝ.. લઈ લો..” પ્રીતિ પછી બોલી...

 

“એમનું એક સ્મિત જ મારા માટે બાગબાન સમાન હતું..

બાકી હું તો કાંટા વચ્ચે ઉછેરાયેલો હતો...”

 

“ઓકે.. નો પ્રોબ્લેમ..” મેં એમની ચોકલેટ સ્વીકારી અને બીજી છોકરી સામે જોઈને એને એનું નામ પૂછ્યું... પિંકી પટેલ..

અને હું... પ્રીતિ અરોરા... મારા વગર પૂછે એ એનું નામ બોલી.. મે એની સામે જોયું.. અને પછી પિંકી તરફ જોતાં બોલ્યો... કઈ કામ હોય તો કહજો...”એટલું બોલીને હું પાછો મારા કામે લાગી ગયો.

આ સમગ્ર વાતો માં હું મારૂ વધારે ધ્યાન પિંકી તરફ જ આપી રહ્યો હતો... હલકે મારૂ દિલ પ્રીતિ ને જોવા તરસસતું હતું.. પરંતુ હું જાની જોઈને એને ઇગનોર કરતો હતો.. પ્રીતિ સાથે વાત કરવામાટે મારા મન માં ગલગલિયા થઈ રહ્યા હતા પણ મે કઈ પણ કરી ને આજે કંટ્રોલ કર્યો હતો.. એના પરિણામ ની મને ચિંતા પણ હતી કે પ્કદાચ ઓલી પિંકી ના પતિ જાય... પણ આ મારો એક જુગાર હતો... અને મને એવું લાગતું હતું કે મોટાભાગે એ સફળ થસેજ...

પ્રીતિ લગતી પણ ખૂબ સુંદર હતી... સુંદરતા તો ઠીક.. પણ એનામાં બીજી પણ એવી ખાસ વાત હતી જેના વિશે મને આજે ખબર પડી હતી એને બોલવાની છટા... એ જાણે બોલે એટલે એવું લાગતું હતું કે મોઢામાંથી ફુલ જરી રહ્યા છે એના અવાજ ઉપર તો હું ઘાયલ થઈ ગયો હતો... એક શબ્દમાં કહું તો મધુરભાષીની હતી...

 

એ બંને હજી અહીં જ ઉભી હતી જેમ કે મને કંઈક કહેવા માગતી હોય. મેં ફરી પાછું વળીને એમની તરફ જોયું અને કીધું તમારે હજુ કઈ કહેવું પૂછવું છે? એમ સાંભળીને એ થોડીક ખચકાઈ. જાણે કઈક કહેવા માગતી હોય પણ બોલી ના શકી, અને બંને છોકરીઓ ત્યાંથી જતી રહી.

...

“તો હવે ફાઈનલ.. કલ્ચર હું સંભાળીશ. સ્પોર્ટ્સ ની બધી ઇવેન્ટ નું ઓર્ગેનાઈઝેશન કરવું એ ચિંતનભાઈ તમારું કામ છે...  અને આ રવિ પોઠીયાને ભાષા ઉપર સારી એવી પકડ છે તો એ વક્તુત્વ સ્પર્ધા, કાવ્ય પઠન, અને લેખન સ્પર્ધા, અને ડિબેટ સ્પર્ધા સંભાળશે.” એવું મેં બધાને કીધુ...

બધાએ માથું ધૂનવીને સામે હાપુરાવી... બાકી બધાનું તો મને ખબર હતી કે કામ બરાબર થઈ જશે.. ચિંતા હતી તો ખાલી એક ચિંતનભાઈની...

...

એન્યુઅલ ફંકશન શરૂ થવાના ગણતરીના દિવસો જ બાકી હતા. અમારા તરફથી લગભગ બધી તૈયારીઓ થઈ ગઈ હતી . મને જે વાતને બીગ હતી.. એ જ વાત થઈ... ચિંતન તરફથી સ્પોર્ટ્સમાં વધુ કોઈ લોકો હતા નહીં... એટલે મેં અને એચ કે નક્કી કર્યું આપણે ચિંતનભાઈ ને વધારે લોડ નથી આપવો. એમનું કામ આપણે કરી લેશું..અને અમે લોકો સ્પોર્ટ્સ માટે મેમ્બર શોધવા કોલેજમાં નીકળી પડ્યા...  કોઈને પ્રેમથી તો કોઈને જબરજસ્તીથી અમે સ્પોર્ટ્સમાં નામ લખવ્યું... અને લગભગ બધી ઇવેન્ટમાં પાર્ટિસિપન્ટ અમને મળી ગયા હતા. ખાલી બાકી રહ્યું હતું તો એક

“ઇન્ફોર્મલ ક્રિકેટ”

આ એક એવી રમત હતી જેમાં છોકરા અને છોકરીઓએ ભેગા થઈને ક્રિકેટ રમે. સાત જણ ની ટીમ બનાવવાની હોય છે જેમાં કમ્પલસરી ત્રણ છોકરી અને ચાર છોકરા. સામાન્ય ક્રિકેટની જેમ આમાં પણ ક્રિકેટ જ રમવાનું હોય છે પણ રાઈટ બેટ્સમેનને લેફ્ટ હેન્ડ થી બેટિંગ કરવાની અને લેફ્ટ ને રાઇટથી..અને એજ રીતે બોલિંગ કરવાની હોય છે અને એ પણ અંસર આમ, એટ્લે કે નીચે ની બોલ નાખવાનો...

એક નાનું સર્કલ હોય છે જેની બહાર ચોક્કા અને છક્કા ની નિયમો સામાન્ય ક્રિકેટની જેમ જ રાખવામાં આવે છે.

 

અમારે લગભગ આઠ ટીમની જરૂર હતી અને અમારી પાસે હજુ છ ટીમમાં તૈયાર થઈ હતી. બાકી બે ટીમ અમારે ક્યાંથી લાવી એ વિશે અમે થોડાક વિચારો માં હતા. પછી મે વિચાર્યું કે એક ટીમ પ્રોફેસરની રાખી દઈએ એમ પણ એ ઘરડા બુઢા પહેલા રાઉન્ડમાં જ એલિમિનેટ થઈ જશે. તેમ છતાં પણ હજુ લીગ રાઉન્ડ માટે અમારે વધુ એક ટીમની જરૂર હતી. એ ટીમ કોણ બનાવે એ વિશે અમે બધા બેસીને વિચારી રહ્યા હતા.

એવામાં અચાનક શ્લોક બોલ્યો..”હેડોક અલ્યા... આપણે જ રમી લઈએ તો”

“અને છોકરીઑ તારો બાપો વિસનગર થી મોકલશે ચો*”... ચિંતન બોલ્યો.

“તેને કોલેજમાં ઇમ્પ્રેશન તો ખબર જ છે ને આપણી સાથે કોઈ છોકરી વાત કરવા તૈયાર નથી... તો કઈ છોકરી રમવા માટે તૈયાર થશે?... અને આપણે એને રમવાનું પૂછીશું ને... તો એ કંઈક બીજી જ રમત સમજશે”...HK ચિંતન ની વાતમાં વાત મિલાવીને બોલ્યો.

આમ તો કોલેજમાં મારી ઇમ્પ્રેશન ઘણી સારી હતી. પણ પણ જ્યાં સુધી મારા મીઠો ની વાત કરું તો તેમની ઇમ્પ્રેશન બહુ ખરાબ.. છોકરીઓ તો છોડો છોકરા પણ એમને મો નોહતા લગાડતા.. આ લોકો ને તો જોઈને.. સામે થી આવતી છોકરી પણ આ લોકોને જોઈને રસ્તો બદલી દેતી.

 

“છોડીઓનું તો આ શિવલો કરશે કે નહીં?” શ્લોક મારી સમું જોઈને બોલ્યો..

“આ હું શું સાંભળું છું શિવલા... નવો ધંધો શરૂ કર્યો..?” ચિંતન મજાક માં બોલ્યો...

“હું ક્યાથી...”અને તું કહેવા શું માગે છે શ્લોક?” હું બોલ્યો...

“મુ ખાલી એટલું કહું છું કે તારું તો છોડિયો હોભળ ક નઈ...તું કોક.. બે ત્રણ ને લઈ આવ.. બાકી આપણે ફોડી લેવું”.. શ્લોક બોલ્યો..

“અરે પણ એમ થોડી કોઈને જઈને પુછાય..” મે કહ્યું..

ચમ ના પુછાય.. ઓલા દાડતો ઓડિટોરિયમ માં તું વાતો કરતો હતો... એ બે જણી જોડે..શ્લોકે suspense ખોલી કાઢ્યું...

“શું બોલે છે લ્યા...”કઈ છોકરી હતી... ક્યાં... ક્યારે... અમારી પીઠ પાછળ શું ચાલી રહ્યું છે આ બધુ...” ચિંતન એકદમ જાણે excite થઈને ખુરસી ઉપર ઊભો થઈ ગયો હતો...

“ઓલી છન રૂપાળી...સુ નામ હતું બળ્યું... પ્રીતિ... ઈની જોડે...”

“એની માને.. હરામખોર શિવલા.. પ્રીતિ એટ્લે ઓલી 1સ્ટ યર વાળો માલ ને...”હવે HK પણ ખુરશી માઠી ઊભો થઈ ગયો હતો..

“ભેણ***..., આખા ગામ માં એ કોઈને ભાવ નથી આપતી અને એ તારી સાથે વાત કરતી હતી... શું હતું ડીટેલ માં બોલ..”

“It is just formal talk...નથી કઈ સિરિયસ...” અને પછી મે આખી વાત એમને કહી ને સાંભળવી.

મારી આખી વાત સાંભળી ને થોડી વાર તો સન્નાટો થઈ ગ્યો.. પછી એક ચા ની ચૂસકી મારતા મારતા.. જરાક ધીરેથી ચિંતન બોલ્યો..

“હમ્મ.. અપડી ટીમ બનશે અને બીજી કોઈ છોકરી નહીં.. પણ પ્રીતિજ અવસે.. અને એને ટીમ માં લાવવાની જવાબદારી શિવની...

બાપુ…પોઠિયા ને બોલાવો.. આજે અનલિમિટેડ પિઝા પાર્ટી છે.. શિવલા તરફથી ...” હુરરે... અને બધાએ મારો હુરિયો બોલાવી નાખ્યો..

મે બધા ને સમજવાની બહુ કોશિશ કરી.. પણ કોઈ માન્ય નહીં.. બધા ને પ્રીતિ સાથે ક્રિકેટ રમવું હતું.. પણ મારા મન માં જે પ્લાન્ હતો એ હવે ચોપાટ થતો દેખાતો હતો.. વિચાર્યું હતું કે એના થી થોડો દૂર જઈશ તો એ નજીક આવશે.. પણ મારા હરમી દોસ્તો મને એની નજીક મોકલવાની ફિરાત માં હતા... એ દિવસે સાંજે મને… 5 હજાર ની ચોંટી.. પોઠિયો 3 પિઝા ખાઈ ગયો એ ભી ચીજ burst..મને એ 5 હજાર નું દુખ નોહતું.. પણ પ્રીતિ ને કેમનું કહેવું.. એક તો સાલું પહલી મીટિંગ માં આટલો ભાવ ખાધો..અને હવે જો પૂછવા જઈશ તો.... કેમનું ગોઠવું..? ખાયા પિયા કુછ નહીં... ગ્લાસ તોડા બાર આના..

...

બીજા દિવસે હું શ્લોક ને લઈને 1સ્ટ યર ના લેક્ચર હોલ ની બહાર ઊભો ઊભો પ્રીતિ ની રાહ જોઈ રહ્યો હતો..થોડી વાર માં લકટુરે પતિ ગયો અને બધા એક પછી એક બહાર આવા લાગ્યા..પ્રીતિ અને પિંકી જોડે બહાર આવી..મને જોઈને બંને એકદમ મારી પાસે આવી અને કીધું...

“ગૂડ આફ્ટર નૂન સર.. તમે અહિયાં...”પિંકી બોલી...

“હા... હું કોઈક ની રાહ જોતો હતો...” હું જરાક અચકાઈએ ને બોલ્યો..

“કોની સર...” પિંકી પ્રીતિ સામે જોઈ ને એને જરાક કોની મારતા મારતા બોલી..પ્રીતિ ને પણ જાણે મજા આવતી હોય એમ મન માં એ હસી...

“તમારા બે જણ ની વળી.. બીજા કોની...”શ્લોક બોલ્યો...જાણે એ જાણતો હતો કે હું કઈ નહીં બોલીસકું.

“જો તમારે બે જણે ઇન્ફોર્મલ ક્રિકેટ રમવાનું છે... અમારી સાથે ટીમ બનાવીને.. અને ત્રીજી કોક શોધી કાઢજો...” શ્લોક જાણે ઓર્ડર કરતો હોય એમ કહીને ટૂંક માંજ પતાવી દીધું...

“પણ મને તો ક્રિકેટ નો ક પણ નથી આવડતો..” પ્રીતિ બોલી..

“આ છે ને.. સિખવાડી દેસે...” શ્લોકે મારી તરફ ઈશારો કરતાં કહ્યું..

એની વાત સાંભળીને પ્રીતિ એ નીચું માથું કરીને વગર બોલે એની મંજૂરી આપી દીધી..

“એના માટે પ્રેકટિસ કરવી પડશે ને.. તો સર એક કામ કરો તમે અમારો ફોને નંબર લઈ લો તમે બોલાવસો એટ્લે અમે આવી જાશું... પ્રીતિ તું તારો નંબર આપી દે.. તને ખબર છે ને કે મારો ફોન ખરાબ થઈ ગયો છે...” પિંકી બોલી..

“Yaa sure. 997*****60.”

એમની બધી ગેમ હું અને શ્લોક સમજી ગયા હતા.. અને મારે પણ જે જોઈતું હતું એ વગર મેહનતે મને મળી ગયું..

“Ok than. see u soon.” એટલું કહીને એ ત્યાથી જતાં રહ્યા...

...

“1 સ્ટ મીટિંગ માં નામ અને બીજી મીટિંગ માં ફોને નંબર..શિવલા થોડું જલ્દી નથી થઈ રહયું આ બધુ..?.” શ્લોક મને પૂછતો હતો..

અમે બંને મારા રૂમ માં બેઠા બેઠા આજની ઘટના વિષે ચર્ચા કરતાં હતા..એની વાત પણ સાચી હતી.. જે છોકરી એની આસપાસ કોઈને ફરકવા પણ નોહતી દેતી એ સામેથી આનો ફોને નંબર મને આપે તો મારે સુ સમજવાનું... જે કઈ હોય... અત્યારે એમ પણ મારે વધુ લોડ હતો.. આ ફંકશન અને એના પછી આવતી પરીક્ષા.. જોત જોતામાં ક્યાં 3 મહિના પૂરા થવા આવ્યા એ ખબર જ ના પડી..

..

સવારે લેકચર, બપોરે ઈવેન્ટ નું કામ અને સાજે ક્રિકેટ પ્રેકટિસ.. આ હવે રોજ નો નિત્યક્રમ થઈ ગયો.. હતો.. પ્રિતી જ્યારથી અમારી ટીમ માં આવી હતી ત્યાર થી અમારી પ્રેકટિસ મેચ જોવા માટે પણ ભીડ થતી હતી.. 

...

એક સાંજની વાત હતી.. પ્રેક્ટિસ મેચ પતાવીને અમે બધા મેદાનના પાસે આવેલા એક બાંકડા ઉપર બેઠા હતા.  થોડીવાર સુધી ગપ્પા માર્યા.. પછી શ્લોક બોલ્યો “મને હવે બહુ ભૂખ લાગી છે હું કેન્ટીન જોઉં છું” એમ કરીને એ એચ કે અને પોઠીયાને લઈને જમવા ગયો.

બીજી બાજુ હવે બાંકડા ઉપર હું પિંકી પ્રીતિ અને ચિંતન આટલા જ રહ્યા હતા. આંખોથી આંખોના ઇશારામાં પ્રીતિએ પિંકીને કંઈક કહ્યું હોય એવું મને લાગ્યું.

“મારે પણ થોડું કામ છે.. હું પણ જાઉં છું...” એમ કહીને એભી ત્યાંથી નીકળી ગઈ. ચિંતન ને તો એમ પણ છોકરીની કંપની સાથે અકળામણ થતી હતી...

”તો હું શું અહીંયા લૂમ લેવા માટે તમારી સાથે બેસી રહું.. હું ભી જઉં છું” એ શ્લોકિયા ઉભો રે આવું છું. એ

ક પછી એક બધા જતા રહ્યા જાણે અમને બંનેને એકલતા માં સમય આપવા માટે..

થોડી વાર પછી એને માનત પૂછ્યું.. “સર એક વાત પૂછું...?સાંભળ્યું છે તમારા ફસ્ટ યર ની ફર્સ્ટ એક્ઝામમાં સૌથી ઓછા માર્ક્સ હતા અને પછી તમે એવું તો શું કર્યું કે ફાઇનલ એક્ઝામમાં સીધા ટોપ પર..”

“મેહનત..” મે એટલામાં જ પૂરું કર્યું..

“સર મારાથી તો વંચાતું જ નથી વાંચવા બેસું છું અને ઊંઘ આવી જાય છે” એને બહાનું કાઢતા કહ્યું.. “બધા બહાના હોય... બાકી ભણવા વાળા પોતાની રીતે ભણી લેતા હોય છે...”

“સર તમે મને ભણાવશો..?” એના આ પ્રશ્ન નો ઉત્તર આપતા હું થોડો ખચકાયો.. સાચું કહું તો મારા પાછલા અનુભવો સારા નોહતા.. પણ પ્રિતી ને હું કેમ ના પડી શકું.. એ જાણે ભણવાના બહાના કરી ને મારી નજીક આવવા માંગતી હોય એવું મને લાગ્યું.. અને મને એમાં કોઈ વાંધો નહતો.. મારે પણ જાણવું હતું ક એના મન માં શું છે...

“હા ચોક્કસ..પણ અત્યારે નહીં...આ ઇવેન્ટ એકવાર પતે પછી”

...

એન્યુઅલ ફંકશન શરૂ થઈ ગયું હતું.. એક પછી એક બધીજ ઈવેન્ટ સુપર સક્સેસફુલ... બધા સ્ટુડન્ટ ખૂબ એન્જોય કરી રહ્યા હતા.. ડિન સર અને ડૉ ઇમરાન પણ અમારું arrangementજોઈને ખુશ હતા..

હવે વારો આવ્યો હતો અમારા ક્રિકેટ મેચ નો... અમારી ટીમ જીતે એમ નોહતી.. એક શ્લોક ને બાદ કરીએ તો કોઈને ખાસ રમતા આવડતું નોહતું.. ચિંતને સેટિંગ કરીને અમારી પહેલી મેચ પ્રોફેસર્સ ની ટીમ સાથે રાખવી હતી.. અને એ અમે જીતી ગયા.. 

હવે પછી ની મેચ ટફ હતી..અને એ હતી અભય અને સ્તુતિ ની ટીમ સામે.. આ મારા માટે થોડું પર્સનલ હતું..

“શ્લોક કઈ પણ કરીને આ મેચ જીતવી પડશે?”.. આ અભય ના કારણે જ તારું નામ રેગિંગ માં આવ્યું હતું.. યાદ છે ને...?” હવે શ્લોક માટે પણ અભય ને હરાવવું પર્સનલ થઈ ગયું હતું...

પણ મને ખબર હતી કે ખાલી શ્લોક થી નહીં જીતી શકાય.. અને મારા મગજ માં એક શેતાની આઇડિયા આવ્યો..

...

મેચ શરૂ થઈ ગઈ હતી..

આમારી બેટિંગ પેહલા હતી.. પહલો બૉલિંગ અભય નાખવાનો હતો.. અને સામે હતો અમારો સ્ટાર બેટ્સમેન.. શ્લોક.. પહલાજ બોલ ઉપર દાંડી ઊડી ગઈ.. અમારા ખેમાં માં સન્નાટો છવાઈ ગયો.. અને તુરન્ત્જ umpire એ ઈશારો કર્યો...No Ball…umpire હતા અમારા ડૉ. ઈમરાન... અભય ને ખબર હતી કે બૉલ બરાબર હતો... પણ ડૉ. ઈમરાન સામે બોલે કોણ.. અને પછી શું.. શ્લોક નું બેટ ફરી વળ્યું... 8 ઓવર ની મેચ માં અમે 90 રન જુડી નાખ્યા.. શ્લોક નોટ આઉટ રહ્યો.. અને મને એ વાત ની ખુશી હતી કે મારી બેટિંગ આવી નોહતી..

હજુ પણ અમારી જીત હજુ થોડી દૂર હતી..

અભય ની ટીમ ની બેટિંગ સ્ટ્રોંગ હતી.. મેચ રસાકશી ના મોડ ઉપર આવી ગઈ હતી...ચિંતન અને બીજા સામે ની ટીમ ના સભ્યો વચ્ચે ગાળા ગળી પણ થઈ હતી... છેલ્લી ઓવર હતી.. 1 ઓવર માં 15 રન બાકી હતા અને અભય હજુ ક્રીજ ઉપર ઊભો હતો.. છેલ્લી ઓવર હું નાખવાનો હતો.. મને ખબર હતી કે જો અને આઉટ નહીં કરીએ તો હારી જઇસુ.. હું એક વાર તેનાથી હાર્યો હતો.. હવે ફરી નહીં... ફરી મારા મગજ માં શેતાની આઇડિયા આવ્યો..

મેં ચિંતનના કાનમાં જઈને કંઈ કીધું. ચિંતન મારી વાત બરાબર ધ્યાનથી સાંભળીને વિકેટ કીપીંગ કરવા માટે જતો રહ્યો. ભાઈ વિકેટ ની પાછળ ઉભા ઉભા એને અભય નું સ્લેજિંગ ચાલુ કર્યું... બંને વચ્ચે શું વાતો થતી હતી એ મને દૂરથી ખ્યાલ ન આવ્યો. પણ અભયના મોઢા પર હવે જરાક ચિંતા, વ્યાકૃતા અને અકળામણ સ્પષ્ટપણે દેખાતી હતી.

મે બૉલ નાખ્યો... અને દાંડી ઊડી... અભય એટલા જોશથી બેટ ફેરવ્યું હતું કે જાણે એક જ બોલમાં 15 રન કરી નાખવાનો હતો એની એકાગ્રતાસંપૂર્ણ પણે ભાંગી હૈ હતી... એના આઉટ થતાં ની સાથે જ અમારી જીત પાક્કી... 10 રન થી અમે જીતી ગયા.. મેન ઓફ થે મેચ શ્લોક હતો... પણ બધા ને ખબર હતી કે આ મેચ માં સાચા અર્થ માં કોના લીધે જીત્યા હતા..

...

મેચ જીતવા ની સાથે જ અમે બધા ખુબજ ખુશ થઈ ગયા.. અને ખુશી માં ને ખુશી માં પ્રીતિ ને મે ગળે લવાગી લીધી..એ પણ આખા આખા કોલેજ ની સામે.. બધા નું મોઢું ખુલ્લુ રહી ગયું.. કેટલાય ના દિલ એ દિવસે તૂટી ગયા હસે.. મોઢું તો સ્તુતી નું જોવા જેવુ થયું હતું... એક દમ કાળું મેષ...પ્રીતિ ને મારી સાથે જોઈ ને એ કદાચ... જલતી હસે... આજે મારો ઇગો satisfied થયો હતો... સ્તુતિ જાણે આજે મેચ જ નહીં ઘણું બધું હારી ગઈ હોય એ રીતે હતાશ થઈ ગઈ હતી

...

અમારી ટીમ હવે સેમી ફાઇનલ માં આવી ગઈ હતી અને હવે આગળ જીતવાની કોઈ અમને આશા પણ નોહતી... પણ હવે અમને કોઈ ફરક નહોતો પડતો... અભય ની ટીમ સામે જીત્યા પછી જાણે પાકિસ્તાન સામે ઇન્ડિયા જીતી હોય એ રીતે અમે સેલિબ્રેટ કરતા હતા...

અમે સેમીફાઇનલ માં બહાર થઈ ગયા હતા..

 

બીજા દિવસે એન્યુઅલ ડે નો છેલ્લો દિવસ હતો.. એ દિવસે ડીજે નાઇટ પણ હતી. બધા તૈયાર થઈને લગભગ સાંજના આઠ વાગે હોલમાં આવી ગયા હતા. લાઉડ મ્યુઝિક વાગી રહ્યું હતું... હું હજી થોડું સાઉન્ડ અરેન્જમેન્ટમાં બીઝી હતો...અને અચાનક મારી નજર ઓડિટોરિયમ ના દરવાજા ઉપર ગઈ. જ્યાંથી હોસ્ટેલની અમુક છોકરીઓ અંદર આવી રહી હતી... મારી નજર પ્રીતિ ઉપર જરાક ઠરી ગઈ.. સફેદ કલરનું ચળકતું ગાઉન માં એ એ ખૂબ જ સુંદર લાગતી હતી. આમ તો એને મેકઅપની કોઈ જરૂર નોહતી.. કેમકે એનેચરલ બ્યુટી હતી પણ થોડા ઘણા મેકઅપની સાથે તો એ કંઈક ઓર જ લાગતી હતી... થોડી વારમાં પાર્ટી શરૂ થઈ અને બધા પંજાબી હિન્દી અને અંગ્રેજી ગીતો ઉપર થનગનવા લાગ્યા... હું પણ હવે મારું કામ પૂરું કરીને મારા મિત્રો પાસે ડાંસ અને મસ્તી કરવા માટે પહોંચી ગયો.. પિંકી અને પ્રીતિ પણ અમારી સાથે જોડાઈ ગયા હતા.. મારું ધ્યાન હવે નાચવામાં ઓછું અને એને જોવામાં વધારે હતું.. અડધો એક કલાક પછી હું જરાક રિલેક્સ થવા અને પાણી પીવા માટે ઓડિટોરિયમ ની બહાર પહોંચ્યો..  ત્યાં હું પાણી પી જ રહ્યો હતો ને અચાનક મારી બાજુમાં પ્રીતિ આવીને ઊભી રહી...

“Hiસર... યુ ડાન્સ રીયલી વેરી વેરી વેલ..” અને નજીક આવી ને કીધું..

“Thanks Preeti, you looks gorgeous today….મે એની સામે જોઈને કીધું..

એના જવાબમાં ખાલી એ થોડી જરાક શરમાઈ.

“Are you enjoying…?”મે પૂછ્યું.

“યા... સુપર્બ arrangement”એ બોલી..

મ્યુજિક નો અવાજ ખૂબ વધારે આવતો હતો.. અમને એક બીજા સાથે વાતો કરવામાં થોડી તકલીફ પડતી હતી.. મે એને ઇશારા માં થોડે દૂર આવા કીધું.. થોડી વાર માં અને કોલેજ ના મેઇન ગેટ પાસે ચાલતા ચાલતા આવ્યા... મે એની સાથે વાતો કરવાનું ચાલુ કર્યું..

“સર મારે તમને કંઈક કહેવું છે.. કાલે ગ્રાઉન્ડ ઉપર દિવસે મેચ પછી થયું હતું એ...” એને જરાક ખચકાતાં કહ્યું..

“આવું બધું ચાલ્યા કરે... ડોન્ટ વરી..” મારી વાત સાંભળીને એ જરાક કોમ્ફર્ટેબલ થઈ..

“એક્ઝામ નજીક છે.... ભણવાનું શરૂ કર્યું કે નહીં?” મે વાત બદલતા પૂછ્યું.. હું જાણે એને યાદ કરાવતો હતો કે મારે એને ભણવાની છે...

“સર.. તમે ભણાવો ત્યારે ને...” એને મારા મન ની વાત છીનવી લીધી..

“તો કાલે સાંજે મળીએ રીડિંગ હોલની બહાર...” એમ કહીને હું જરાક ઓડિટોરિયમ તરફ ચાલવા લાગ્યો હતો.. એ હજુ ત્યાં જ ઊભી હતી..

“અંદર નથી આવું ...” મેં જરાક રોકાઈને એને પૂછ્યું...

જાણે કંઈક કહેવા માગતી હોય.. એકીટસે એ પૂતળું બનીને મારી સામું જોતી રહી... ક્ષણભર પછી એને મને કહ્યું.... “સર એક વાત કહું ખોટું ના લગાડતા પ્લીઝ..આઇ રીયલી લાઈક યુ... મને તમે બહુ ગમો છો...” એમ કહેતા ની સાથે જ એકદમ મારી નજીક આવી અને મને જાણે ચોંટી ગઈ..

મારા પેટમાં તો જાણે ગલગલિયા થવા લાગ્યા હતા.. “બધા જુએ છે પ્રીતિ… control yourself”... મેં જરા ખચકાતાં ખાતા કીધું”

એ જાણે ભાન થયું હોય એમ તરત મારાથી થોડી દૂર ખસી ગઈ અને સોરી... સોરી સર...કહીને મારી માફી માગવા લાગી...“તમને ખરાબ નથી લાગ્યુ ને”

“અરે ના.. ના... ઇટ્સ ઓકે આપણે કાલે મળીએ પછી વાત કરશું...”એટલું બોલીને અમે પાછા પાર્ટી માં આવી ગયા..

 

રૂમ ઉપર આવ્યો એટ્લે જાણે આખા દિવસનો થાક જાને એક જાતકા માં ઉતરી ગયો હતો... એ કદાચ મને બહુ પ્રેમ કરતી હતી... મને પણ એ બહુ ગમતી હતી આ કોલેજની સૌથી સુંદર છોકરી હવે મારી ગર્લફ્રેન્ડ હતી...

એ દિવસે એન્યુઅલ ફંકશન સક્સેસફૂલી પૂરું થઈ ગયું હતું... અને હવે શરૂ થવાની હતી મારી અને પ્રીતિ ની પ્રેમવારતા...

...

સમય નક્કી કર્યા પ્રમાણે લગભગ સાંજના 8:00 વાગ્યે અમે લોકો રીડિંગ હોલની બહાર મળ્યા... રીડિંગ હોલ માં ઘણા બધા લોકો હતા એટલે ત્યાં એને ભણાવું કે ડિસ્કસ કરવું યોગ્ય નહોતું... અમે બંને રીડિંગ હોલ ની બહાર કોમન કોરેડોરમાં બે ખુરશી લઈને આવી ગયા. ત્યાં લાઈટની નીચે અમે બેઠા અને ફર્સ્ટની એનાટોમી હું એને શીખવાડવા લાગ્યો... લગભગ 15 એક મિનિટ થઈ હશે, એનાટોમી ભણતા ભણતા પણ એનું તો જાણે ધ્યાન મારી વાત ઓછું અને મને મારા ચહેરા વધુ હતું.. એ એકીટશે મારી સામે જોયા જ કરતી હતી. હું જે બોલતો તો એના મગજમાં જતું હતું કે નહીં મને ખબર નથી... મેં એને પૂછ્યું...”ક્યાં ખોવાઈ ગઈ તું... શું વિચારી રહી છે...? ધ્યાન રાખને ભણવામાં... પાસ નથી થવું?”

તમે મારી જોડે છો... મને મળી ગયા છો.. બસ..  હું પાસ થઈ ગઈ છું...

“પ્રીતિ બધું બરાબર છે પણ આપણે અહીં સ્ટડીઝ માટે આવ્યા છીએ અને એ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ...બાકી આખી જિંદગી છે આ બધા માટે.. “ હું એને સમજાવી રહ્યો હતો...

“મારી સમગ્ર જિંદગી જ હવે તમે છો”... એમ કહીને એને મારા જાંગના ઉપરના ભાગમાં હાથ મૂક્યો, અને એનું માથું મારા ખભા પર મુકતા મુકતા એ બોલી...

”આઇ લવ યુ સર...”શબ્દો સાંભળતા જ હું  મારી એક ધડકન ચૂકી ગયો.. હું પણ બે ઘડી મદહોશ આલમ માં ખોવાઈ ગયો... થોડીવાર અમે બંને કશું જ ના બોલ્યા અને એકબીજાનો સહ્વાસ અનુભવવા લાગ્યા..

થોડીવાર પછી હું થોડો સભાન અવસ્થામાં આવ્યો મે પછી બૂક ખોલી અને એને ભણવાનું શરૂ કર્યું... એ મારી થોડીક વધુ નજીક આવી ગઈ અને જરાક જુકીને બુક ની અંદર જોવા લાગી.. મારા બંનેની નિકટતા એટલી વધી ગઈ હતી કે હવે મારા ડાબા હાથ ઉપર એના છાતીનો સ્પર્શ મને સ્પષ્ટ રીતે અનુભવાતો હતો... હું એકદમ રોમાંચિત થઈ ગયો અને મેં મારી નજર એના  ઉભારો ઉપર નાખી.. એની જુકવાના કારણે... કુર્તીના ના અંદર ના ઉભારો નો ઉપર નો ભાગ, ક્લીવેજ અને કાળા રંગની બ્રા મને હવે સ્પષ્ટપણે દેખાતી હતી...

આ બધું એટલું રોમાન્ટિક હતું કે અમે બંને બુક સાઈડ માં મૂકી...  અને ઓસરી ના છેવટ ના ભાગમાં જ્યાં બિલકુલ અંધારું હતું ત્યાં આગળ ચાલ્યા ગયા અને એકબીજામાં સંપૂર્ણપણે ખોવાઈને એકમય થઈ ગયા... બધુ પત્યા પછી એના વાળ માં હાથ ફેરવતો હું બોલ્યો.. ચાલ તને હોસ્ટેલ સુધી મૂકી જાઉં.. પણ એ મારા ઈશ્ક માં એટલી ખોવાઈ ગઈ હતી કે.. કઈ બોલ્યા વગર ત્યાજ બેઠી રહી..

...

 

મને હજુ ખબર નહોતી પડતી કે આ માત્ર આકર્ષણ હતું કે પ્રેમ... કે પછી સ્તુતિ ને જલાવવા માટેનું એક એક સાધન.. અરે હું એને હજુ ઓળખતો જ ક્યાં હતો..ઓળખાણ માટે અમારી પાસે હજુ ગણો સમય પણ હતો... જે કાંઈ હતું...હું ખૂબ જ ખુશ હતો..  કોલેજમાં જાણે એક સેલિબ્રિટી બની ગયો હતો. ગર્લ્સ હોસ્ટેલ અને ત્રણે ત્રણ બોયસ હોસ્ટેલમાં અમારા બંનેના પ્રેમ પ્રકરણની વાતો ચાલતી હતી. વાત એટલી બધી ઉડી હતી કે ડૉ ઇમરાન અને ડીનસરને પણ થોડો એનો અંદાજ આવવા લાગ્યો હતો... પરંતુ મેડિકલ કોલેજમાં પ્રેમ કરવો ગુનો હોય એવું તો હતું નહીં.. ડૉ. ઇમરાન અને ચિંતનને ખાલી મારી એટલે જ ચિંતા હતી કે..મારી સાથે જે પેહલા થયું એવું ફરી ના થાય...

પ્રીતિ સાથે હવે રોજિંદુ થઈ ગયું હતું. સવારે કેંટીન માં બ્રેકફાસ્ટ થી લઈને રાતે ડિનર સુધી અમે બધું સાથે જ કરતાં.. બસ રાતે સુવા ખાલી અલગ જવાનું.. અને એમાં પણ મોડે સુધી ફોનમાં વાતોકરતાઅને ક્યારેક ક્યારેક તો અમે બંને ઘણી વખતે હોટલમાં પણ અનેક રાતો સાથે ગુજારી ચૂક્યા હતા... એક થાળીમાં જમવાનું, એક ગ્લાસમાં પાણી પીવાનું..  એક જ ટેબલ ઉપર બેસીને રીડિંગ હોલમાં સાથે વાંચવાનું... અમે સમગ્ર કોલેજમાં બધા આ કપલોમાંથી આઇડિયલ કપલ હતા.

પ્રીતિ સાથે વધુ સમય ગુજરતા મને ખબર પડી કે એના માં-બાપ નથી.. એ નાની હતી ત્યારેજ એમનો એક અક્કીદંત થયો હતો.. જેમાં બંને સાથે ગુજરી ગયા હતા.. ઇનો ઉછેર એના એક ફોઇ એ કર્યો હતો.. જેને પ્રીતિ ના ઉછેર માટે પોતે પણ લગ્ન નોહતા કર્યા..

એ લગભગ દર શનિ-રવિ અમદાવાદ જતી રહેતી હતી. એના ફોઈ એકલા હોય એટલા માટે હું પણ એને વધારે રોકતો નહીં. પણ મને હમેશા એવું થતું કે મારી સાથે રહે તો વધારે માં વધારે સમય કાઢે એ સારું...ગણી બધી વાર તો અમે બંને સાથે અમદાવાદ જતાં.. હું એના ઘરે પણ એકાદ બે વાર જઈ આવ્યો હતો... એના ફોઇ ખુબજ શાંત સ્વભાના અને માયાળું હતા.. જેટલી વાર એમના ઘરે હું જતો મને જમ્યા વગર નોહતા આવા દેતા...એમની સાથે મારે હવે ઘર જેવુ થઈ ગયું હતું..

એક દિવસ સાંજે હું અને પ્રીતિ ચાલતા ચાલતા કેંટીન જતાં હતા અને પ્રીતિ એ મને કીધું..” હું આ વખતે ફ્રાઇડે ના ઘરે જવા નીકળી જઈશ.. મારો એક જૂનો ફ્રેન્ડ યુએસએ થી આવ્યો છે... રાહુલ..”

આ નામ મે પહલી વાર સાંભળ્યુ હતું.. “ કોણ રાહુલ.. તે એના વિષે મને ક્યારેય કેમ કોઈ વાત નથી કરી..” મે થોડુક આશ્ચર્ય થી પૂછ્યું..

અરે હું કહવાનું જ ભૂલી ગઈ.. અમે સ્કૂલ માં સાથે હતા.. પછી એ USA જતો રહ્યો.. અને હું અહિયાં મારી બાબુ જોડે આવી ગઈ..” એક મીઠી સ્માઇલ સાથે એ એમ બોલીને એને મારા હાથ પર કિસ કરી લીધી..

“Ok...નો પ્રોબ્લેમ.. પણ સોમવારે સવારે પછી આવીજશ ને...?” મે પૂછ્યું..

“હા...કેમ નહીં.. સોમવારે સવારે હું મારી જાન ની સાથે.. તમારા થી દૂર હું થોડી રહી શકું?”

મે એની વાત માં બહુ ધ્યાન ના આપ્યું..

..

હું એનામાં એટલો બધો ખોવાઈ ગયો હતો કે જાણે મને વાતનું ભાન જ નહોતું કે હું મારા મિત્રોથી પણ દૂર જઈ રહ્યો છું...

એક સાંજે એને હોસ્ટેલ ઉપર મૂકીને હોસ્ટેલમાં પાછો આવ્યો ત્યારે એચ કે હોસ્ટેલ ના કોમન રૂમમાં બેઠા હતો.. એમને મને બોલાવ્યો ને કીધું.. “શિવલા અહીંયા આવ ને ચાલ એક એક ગેમ ચેસ થઈ જાય..”“ના બાપુ... મને ટાઈમ નથી” મે ઉતાવળ માં જવાબ આપ્યો..

“મતલબ આખા દિવસમાં તને અમારા માટે ટાઈમ હોય છે જ ક્યારે...” જરા ચડાઈને મને કીધું.

અને એનો જવાબ આપવો યોગ્ય ના લાગ્યો અને હું ત્યાંથી નીકળી ગયો.

..

એક્ઝામ નજીક આવી રહી હતી ફર્સ્ટ યર અને સેકન્ડ યર બંનેની... ટર્મ એક્ઝામ...એક સાંજે પોઠિયો મારા રૂમમાં આયો ખૂબ જ ટેન્શનમાં લાગતો હતો...એને મને એને કીધું કે...

“શિવ...ભાઈ જરાક મને એનટોમી માં IMP ટોપીક્સ કહો ને...”  પણ હું એ સમયે ફોનમાં વાત કરવામાં બીઝી હતો.. એ થોડીવાર મારી રાહ જોઈને ઉભો રહ્યો પણ મેં એને બહુ ભાવ ના આપ્યો... એ થોડો અકળાયો અને બોલ્યો.. “પ્રીતિને ભણાવવા માટે તમારી પાસે ટાઈમ છે... મને ખાલી આઈએમપી questions કહેવાનું પણ તમને ૫ મિનિટ નથી... એ ગુસ્સે થઈને ત્યાંથી જતો રહ્યો...

મેં એને બહુ ગણકાર્યો નહીં થોડા દિવસ પછી એક્ઝામ પૂરી થઈ ગઈ હતી,અને પ્રીતિ નું રીઝલ્ટ તો મને એક્સપેક્ટેડ જ હતું કે એ સારા નંબરે પાસ થવાની જ છે... પણ મારું ભણતરજરાક ખોરવાઈ ગયું હતું. ચાર વિષયોમાંથી એક વિષયમાં હું નાપાસ થયો હતો મારું પરિણામ મારા માટે તો આશ્ચર્યજનક હતું જ પરંતુ સમગ્ર કોલેજમાં બધાને નવાઈ લાગી હતી એ આ ટોપર માણસ ફેલ કઈ રીતે થયો? હું ફાર્મેકોલોજી ની એક્ઝામ માં નાપાસ હતો...

...

ફાર્મેકોલોજી ની એક ડિપાર્ટમેન્ટમાં એક નવા ડોક્ટર આવ્યા હતા. જેમનું નામ હતું ડોક્ટર આયુષ જોષી... ડોક્ટર આયુષ હમણાં જે એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરીને સહપ્રધ્યાપક અહીં જોડાયા હતા... એ પોતે ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યા હતા અને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. એમની ઉંમર હશે લગભગ 30 31 વર્ષ, ઊંચા અને દેખાવમાં ખૂબ જ સ્માર્ટ હતા. હમણાં હમણાં જ તેમના લગ્ન થયા હતા અને એમના પત્ની સાથે એક સ્ટાફ ક્વોટર્સમાં રહેતા હતા.

 

એક દિવસ ડોક્ટર જોશી એ મને બોલાવ્યો અને મને કીધું કે તું સ્કોલર છે... એન્ડ આઈ એમ એક્સપેક્ટિંગ મોર ફ્રોમ યુ... અને તને કોઈપણ કન્ફ્યુઝન હોય તો... તું મને ગમે ત્યારે પૂછી શકે છે....

મે ડોક્ટર જોશી નો આભાર માન્યો અને હું ત્યાંથી નીકળી ગયો હવે હું પ્રિતી ને ભણાવા સાથે સાથે મારા સ્ટડીઝ ઉપર પણ પૂરું ધ્યાન રાખવા લાગ્યો હતો. જો ડોક્ટર જોશી પણ મને ખૂબ જ મદદ કરી રહ્યા હતા અને પરિણામ મને બીજી એક્ઝામમાં મળી ગયું હાઈએસ્ટ માસથી ફાર્મેકોલોજી માં પાસ થયો. એ માટે હું ડોક્ટર જોશીનો જેટલો આભાર માનો એટલો ઓછો હતો સાંજે ડોક્ટર જોશી એ મને અને પ્રીતિને એમના ઘરે જમવા માટે નિમંત્રણ આપ્યું. મેં બંને ત્યાં ગયા જમ્યા અને મોડી રાત સુધી વાતો કરતા રહ્યા. એમના વાઈફ ખૂબ જ સુંદર અને સ્વભાવે ખૂબ જ સારા હતા.

ડોક્ટર જોશી અને એમના વાઈફ જાણે અમારા હવે મિત્ર જેવા બની ગયા હતા. અમે ઘણી વખત સાથે પિકનિક માટે જતા હતા મોજ મસ્તી કરતા હતા...ઘણી વાર તો બપોરના સમયે તારે એમના વાઈફ ઘરે ના હોય ત્યારે હું એમના ઘર ની ચાવી લઈને પ્રીતિ અને હું એમને રૂમ ઉપર મજા કરવા જતાં હતા..

...

વાત વાતમાં ક્યાં બીજું વર્ષ પૂરું થયું એનું કંઈ ધ્યાન જ ના રહ્યું.. દિન ભાર દિન મારા અને પ્રીતિ વચ્ચેની નિકટતા વધતી થતી હતી. હું એના સિવાય બીજું કંઈ વિચારી જ નહોતો શકતો... એ જાણે મારૂ વ્યસન બની ગઈ હતી...  જેમ જેમ અમે બંને એકબીજાની નજીક આવતા હતા તેમ તેમ મારી દૂરી મારા મિત્રો સાથે વધતી જતી હતી અને છેલ્લા કેટલાય મહિનાથી મને યાદ ન હતું કે શ્લોક કે કે ચિંતન સાથે મેં ક્યારે વાત કરી હોય...

એક સાંજની વાત હતી હું હોસ્ટેલ પાછો ફરી રહ્યો હતો. હોસ્ટેલમાં ગુસ્તાની સાથે જ ચિંતન,HK,શ્લોક અને પોઠીઓ બધાએ મને ઘેરી લીધો... અને ચિંતને મને પૂછ્યું... “તું ઓળખે છે અમને બધાને...? છેલ્લા કેટલાય મહિનાથી તું કઈ દુનિયા માં છે...? તું તો ઓલી પ્રીતિમાં એટલો ખોવાઈ ગયો કે આપણી વર્ષોની દોસ્તી તું ભૂલી ગયો...Shame on you.. શિવ શર્મા”...

“બેવફા.. બેહયા...બેખબર... બેકદર... શિવ શર્મા...”પોઠીયો તેની આગવી શૈલીમાં મોઢું મચકોડીને બોલ્યો...

“અરે ના...ના... ચિંતનભાઈ એવું કંઈ જ નથી હું તમારી સાથે જ છું ને..”

“ક્યાંથી સાથે... તું ખાલી હોસ્ટેલમાં રહેવા નામ પૂરતો જ છે... બાકી આખો દિવસ પેલી ના ખોળામાં જ બેઠો હોય છે...” જરાક બગડીને ચિંતને કીધું..

“પણ એમાં તમને શું વાંધો પડયો...” મે કીધું..

“અમને કાંઈ વાંધો નથી ભાઈ શિવ... પણ જરાક ધ્યાનથી.... આ છોકરીની જાત ક્યારેય કોઈની હતી નહિ અને થસે પણ નહીં.. એટલું યાદ રાખજે...”HK બોલ્યો...

“અરે પણ... પ્રીતિ બીજા બધા જેવી નથી..” તેની તરફદારી કરતાં હું બોલ્યો...

“ઘણું ખાય એ લુખ્ખું ઘણું કરે એ ખોટું તને જે ઠીક લાગે એ તું કર બાકી તારી મરજી” શ્લોક બોલ્યો..

 

હવે એ લોકોએ પણ મને સમજાવવાનું છોડી દીધું હતું...

લગભગ 6 મહિના જેટલો સમય વીતી ગયો હતો.. ત્રીજું વર્ષ બારા બાર ચાલતું હતું.. ક્લિનિકલ સબ્જેક્ટ પણ શરૂ થઈ ગયા હતા.. વોર્ડ માં સવારે રાઉન્ડ લેવાના અને દર્દી તપાસવાના.. હવે અમને ડોક્ટર જેવી ફીલિંગ્સ આવા લાગી હતી.. ચિંતન પણ પાસ થઈ ગયો હતો.. અને internship કરવા માટે અમદાવાદ જવા નીકળી ગયો હતો... એ મને મળ્યા વગર જ જતો રહ્યો...મને બહુ દુખ થયુ હતું.. પણ મારો એમાં શું વાંક..? એને એટલી બધી ટણી હોય તો મારે શું...? સાચું કહું તો પ્રિતી ની પાછળ હું એટલો ગંદો ઘેલો થઈ ગયો હતો કે હવે મારે કોઈ ની જાણે જરૂર જ નોહતી..

એક દિવસ સાંજે હું અને પ્રિતી બેઠા બેઠા વાતો કરતાં હતા.. એને એ દિવસે મને કીધું કે.. શિવ આ શનિવારે હું પાર્ટી માં જવાની છું.. રાહુલે એના ફાર્મ હાઉસ ઉપર પાર્ટી રાખી છે..  એને invite કરી છે.. હું ત્યાં જવાની છું..”

એ ઘણી બધી વાર અમદાવાદ જતી ત્યારે રાહુલ સાથે બહાર ફરવા જતી હતી.. એ વાત મને ખબર હતી પણ નાઇટ આઉટ ... એ મે પહલી વાર સાંભળયુ હતું.. પણ મારે વધુ પસ્સેસિવે થવું નોહતું એટ્લે મે એને હા પડી દીધી..

“શિવ I need one more fevour...” પ્લીઝ ફોઇ ખબર નથી કે હૂ અમદાવાદ આવું છું.. સો અગર એમનો કોલ આવે તો કહજે કે હું અહિયાં હોસ્ટેલ ઉપર જ છું...” એને રિકુએસ્ટ કરતાં કીધું...

ફોઇ ને કીધા વગર આખી રાત બહાર બીજા કોઈ ની સાથે.. મને એ વાત યોગ્ય ના લાગી... મે એને કીધું તારે ઘર ના વડીલ ને જાણ કરીને જ જવું જોઈ એ... પણ એ એક ના માની... મને પણ એ યોગ્ય નોહતું લાગતું.. એ વાત ઉપર અમારી થોડી માથાકૂટ પણ થઈ..એના માટે આવી પાર્ટી માં જવું કદાચ સામાન્ય હસે.. પણ અમારા ઘરમાં આજે પણ કોઈ છોકરો હોય એ પણ અગર રાતે મોડો ઘરે આવે તો ૨૫ પ્રશ્નો ના જવાબો અપવાપડતા હોય છે...  મે એને ચોકખું કહી દીધું કે જવું હોય તો ફોઇ ને કહી ને જ.. નહિતર તારે ક્યાય નથી જવાનું....

પણ એને એ ખબર હતી કે મને કેવી રીતે સમજાવવો.. અમે બંને લગભય 2 કલાક માટે ડૉ જોશી ના રૂમ પર ગયા અને એને મને ત્યાં સમજાવી દીધો...અને એ જટી રહી..

લગભગ રાત ના 3 સુધી એ દિવસે મને ઊંઘ ના આવી.. મને એની ચિંતા થતી હતી.. એને કોલ કરું...ના... ના.. બધા જોડે હસે તો કેવું વિચારસે.. પણ એને આખી રાત બહાર રેહવાની શું જરૂર.. એકલી છોકરી.... એમાં પણ ફાર્મહાઉસ ઉપર આખી રાત...  એ પણ આવી પાર્ટીઓ માં શું શું થઈ શકે? એની સાથે કઈ ખોટું તો નહીં થાય ને એવા આડાઅવળા વિચારો થી મારૂ મગજ ભમી રહ્યું હતું...

...

સવારે ૧૦ વાગ્યા સુધી માં મે એને લગભગ ૧૦ કોલ કર્યા હતા.. પણ એને એક પણ કોલ ના ઉપડયો.. એને જાણે મારી કોઈ પરવા જ નોહતી.. હું બેબાકલો બની ગયો હતો.. ખર્બ વિચારો થી મારૂ મગજ ફરી રહ્યું હતું.. મે નક્કી કર્યું હતું કે અગર ૧૨ વાગ્યા પેહલા આનો ફોન ના આવે તો હું એના ફોઇ ને કોલ કરીને જાણ કરી દઇશ... લગભગ ૧૧:૪૫ એ એનો કોલ આવ્યો.. હું સીદ્ધો ફોને ઉપાડી ને એના પર ચીલલવા માંડ્યો.. “કઈ ભાન-બાન છે કે નહીં તને... ખબર છે આખી રાત મને ઊંઘ ના આવી.. આખી રાત મેને તારી ચિંતા થતી હતી.. કઈ મગજ જેવુ છે કે નહીં.. ક્યારે મેચ્યોર થઈશ તું....?” લગભગ ૧૦ મિનિટ સુધી હું ચિલ્લાવતો રહ્યો.. પણ જાણે ઇનો કોઈ ફર્ક ના પડ્યો હોય એમ થોડી ઊંઘ માં એને ખાલી એટલું જ કીધું.. “હું સૂઈ ગઈ હતી... પછી વાત કરું..” અને એને ફોન કાપી નાખ્યો..

હું ગુસ્સા થી રાતોચોળ થઈ ગયો હતો..ગુસ્સા માં ને ગુસ્સા માં મે મારા રૂમ ની બારી ઉપર જોશ થી હાથ માર્યો અને મારા હાથ માં કાચ પેસી ગયો... ચારેતરફ ખૂન હતું.. પણ મને જાણે કોઈ દર્દ મેહસૂસ નોહતું થતું.. મને મારી જાત પર ગુસ્સો આવી રહ્યો હતો.. કે મે એને ત્યાં જવાજ કેમ દીધી.. આટલો ગુસ્સો મને પહલી વાર આવ્યો હતો.. મારા મગજ માં અનેક તર્ક-વિતર્ક આવી રહ્યા હતા.. એવો કેવો દોસ્ત જેની સાથે આખી રાત પાર્ટી થઈ શકે... અને એ પણ ઘરે કીધા વગર.. શું એ બંને વચ્ચે કઈ રાંધતું હશે??.. હું મારા પર નો કાબૂ ઘૂમવી ચૂક્યો હતો..

 

શનિ-રવિ માં આનો એક પણ કોલ ના આવ્યો...હું પણ બહુ ગુસ્સા માં હતો મે પણ એને કોલ કરવાનું યોગ્ય ના સાંજયું.. સોમવારે એ પછી આવી ત્યારે મારા હાથ માં પાટો જોઈ ને એ બોલી..

“અરે મારી બાબુ ને શું થઈ ગયું...” જાણે ૨ દિવસ પછી અચાનક એને મારા માટે પ્રેમ આવ્યો હોય...

“ આ ૨ દીવસ માં તને એક કોલ કરવા નો સમય નોહતો.. હવે પૂછી ને શું ફાયદો..” મે ટોણ માં કીધું.. “અરે જાનું.. હું કહી ને તો ગઈ હતી કે રાહુલ સાથે છું..એટ્લે સમય જ ના મળ્યો..માફ કરી દો...પ્લીઝ..”

દર વખત ની જેમ મીઠા અવાજ માં ખુબજ પ્યાર સ્મિત સાથે એને એના કાન પકડતા ની સાથે કીધું. પણ આ વખતે એના માયા જાળ માં હું ના ફસાયો..મે એને સીધું જ પૂછી લીધું.. આ રાહુલ અને તારા વચ્ચે શું સંબધ છે..?

એના મોઢા પરથી જાણે મારો પ્રશ્ન સાંભળીને જાણે રંગ જ ઊડી ગયો..

“અરે.. વી આર જસ્ટ ગૂડ ફ્રેન્ડ્સ...” એના અવાજ માં અને સ્પસ્ટ પણે જણાતું હતું કે એ જૂઠ બોલી રહી હતી.. પણ મારે એ સાબિત કેમ કરવું..

મને બધી ખબર પડી ગઈ છે તમારા બંને ના અફેર વીષે.. હવે છુપાવની વ્યર્થ કોશિશ ના કરીશ... આમ તો મને બધી ખબર જ છે પણ હું તારા મોઢા થી સાંભળવા માંગુ છું... સાચું બોલી જા... કદાચ તને માફ કરી દઉં...:” મે અંધારા માં જ તીર માર્યું...

“અરે પણ એવું કઈ નથી...” એ પણ પાકી ખિલાડી હોય એમ બોલી..

મારી પાસે પ્રૂફ છે.. હું તને પણ બતાવીશ અને તારા તારા ફોઇ ને પણ.. હજુ સમય છે કન્ફેસ કરી લે કદાચ હું અને ફોઇ તને માફ કરી દઈએ.. ” હું વધુ દ્રડ થઈને બોલ્યો..

પ્રૂફ ની વાત કામ કરી ગઈ અને પછી જે મે સાંભળી એનાથી મારી આગળ ની આખી લાઇફ બદલાઈ ગઈ હતી..

“હા.. મતલબ છે.. અમારા વચ્ચે...” એ થોડી ખચકાતાં બોલી..

“જે કહવું હોય એ સપ્સ્ટ પણે કહે...પ્રીતિ..કેટલા સમય થી ચાલે છે આ બધુ?” મે જરા ઊંચા અવાજ માં કહ્યું..

“સ્કૂલ સમય થી..” એ એકદમ ડરી ને બોલી..

“મતલબ મારા પેહલા થી એ તારી જિંદગી માં છે અને તું અમારા બંને ની લાગણી સાથે રમી રહી છે.. યુ સ્લટ.. આજ પછી મારી સામે ના આવતી” ગુસ્સા માં ને ગુસ્સા માં મે એના ગાલ પર એક તમાછો જડી દીધો.. અને હું ત્યાથી ચાલ્યો ગયો..

...

રૂમ પર આવીને હું જાણે પાગલ બની ગયો હતો.. ગુસ્સા માં મે મારો સમાન જે હાથ માં આવે એ ચારે બાજુ ફેંકા માંડ્યો... અને પછી થાકીને જોરજોર થી ચિલ્લવી ને રડવા લાગ્યો.. જેને જીવ કરતાં પણ વધુ પ્યાર કર્યો એને દગો કર્યો હતો.. મારૂ દિલ હજુ પણ માનવા તૈયાર નોહતું.. એના જીવન માં અગર રાહુલ હતો તો પછી મારી સાથે એને આ રમત કેમ રમી.. આ બધુ એને માટે એક ખેલ જ હતો કે પછી એની બીજી જોઈ મજબૂરી હશે..? એ દિવસે લગભગ હું અકી રાત રડ્યો.. શિવ શર્મા.. જેની આંખ માં આજ સુધી એક આંસુ એના માં-બાપે આવા નોહતું દીધું એ આજે ચોધાર આંસુ પડી રહ્યો હતો.. મારે મારી આ બધી વાત કરવી હતી, જેથી મારૂ મન હળવું થાય.. પણ કહું તો પણ કોને.. મારા દોસ્ત પણ માંરાથી નારાજ હતા..

...

બીજા દિવસે લગભગ ૨૦ તો ૨૫ કોલ એના આવ્યા.. અને લગભગ ૫૦ મેસેજ.. એક વાર મળવા અને સોરી કહેવા માંગતી હતી એ..પણ મારા માટે હવે એને માફ કરવી એટ્લે વધુ એક જખમ દિલ પર જેલવા બરાબર હતો.. મે તેના એક પણ કોલ કે મેસેજ નો જવાબ ના આપ્યો.. વાત ને લગભગ ૨ દિવસ વીતી ગયા હતા.. હું લેક્ચર હોલ માથી બહાર આવ્યો અને મે જોયું સામે પિંકી ઊભી હતી.. પિંકી મને કીધું કે “સર... પ્રીતિ બહુ ડિસ્ટર્બ છે.. રડ્યા જ કરે છે.. પ્લીઝ સર એક વાર વાત કરી લો એની સાથે એની તમારા સામે આવવાની હિમ્મત નથી..”

“ એને જે કર્યું છે એના માટે એના માં ક્યાથી હિમ્મત આવી.. એને કહી દેજે મારી સામે આવવાની હિમ્મત ના કરે.. નહિતર...” એટલું બોલતા ની સાથે જ મે મારો હાથ લેક્ચર હોલ ના બારણાં પર પછાડ્યો અને ત્યાથી ચ્લ્યો ગયો..

આ બધુ મારા માટે પણ એટલું જ મુશ્કેલ હતું.. હું પણ એને ભૂલી નોહતો શકયો.. હું વારંવાર મારા નસીબ ને કોષતો.. હું થોડો મુંજવાણ માં પણ હતો..એક ભૂલ તો બધાથી થાય... શું એક વાર એની સાથે વાત કરવી જોઈએ?.. શું એને બીજો ચાન્સ આપવો જોઈએ?.. મારૂ મન નોહતું માન તું.. પણ મારૂ દિલ એને ભૂલી પણ નોહતું શક્તુ.. એવામાં મારો ફોન રંકયો.. મે જોયું તો પ્રીતિ ના ફોઇ નો કોલ હતો.. મે ઉપડયો અને સામે થી એના ફોઇ બોલ્યા  “બેટા શિવ.. પ્રીતિ ૨ દિવસ થી મારો ફોન નથી ઉપાડતી.. એ બરાબર છે ને?”

મન તો થયું કે બધુ એમને કહી દઉં પણ આ ઉમરે એ આ બધું સહી નહીં શકે..એટ્લે મે એમને સંતવાના આપી અને કીધું કે હું એને કહીશ તમારી સાથે વાત કરી લે..

મે નક્કી કર્યું.. કે એક વાર પ્રીતિ સાથે વાત કરવી જોઈએ પણ બધી ચોખવટ સાથે.. મે પ્રીતિ ને કોલ કર્યો અને એને મળવા બોલાવી પણ એકલી નહીં રાહુલ ની સાથે.. હું રાહુલ ને પણ જાણવા માંગો હતો કે એ એની સાથે પણ દગો કરી રહી હતી..

..

રવિવાર નો દિવસ હતો.. અમે અમદાવાદ ના એક કાફે માં ભેગા થયા..મે રાહુલ આગળ બધી વાત કરી... રાહુલ પણ જાણે વાત સાંભળી ને દંગ થઈ ગયો..  એ વારે વારે મારી અને પ્રીતિ ની સામે જોયા કરતો.. અને પ્રીતિ એક ગુનેગાર ની જેમ મોઢું નીચું રાખીને બેઠી બેઠી રડતી હતી.. સમગ્ર વાત પૂરી કરીને મે પ્રીતિ ને પૂછ્યું...

“જો પ્રીતિ.. હું બધુ ભૂલી જવા તૈયાર છું.. અને તને બીજો ચાન્સ પણ આપું છું.. પણ તારે હવે અમારા બે  માથી એક ની પસંદગી કરવી પડશે.. હું તને અમારા બંને ની ભાવનાઓ અને લાગણીઓ સાથે રમવા નહીં દઉં..”

થોડી વાર તો એ એક પૂતળા ની જેમ બેઠી રહી અને કસુ જ બોલ્યા વગર રડતી રહી..

“સર ની વાત સાચી છે...પ્રીતિ.. તે જે અમારી સાથે કર્યું એ ખોટું જ છે.. તેમ છતાં અમે તને બીજો મોકો આપીએ છીએ.. તારે આજે નક્કી કરવું જ પડસે...”

મારૂ મન જંતુ હતું કે એ મારૂ જ નામ દેશે.. મન માં ને મન માં જાણતો હતો કે એ મને જ વધારે પ્રેમ કરે છે.. પરંતુ થોડી વાર માં એને મારો આ ભ્રમ તોડી નાખ્યો..

એને એને આંગળી રાહુલ સામે કરી અને મારી સામું જોઈને ખાલી એટલું જ બોલી.. “સોરી શિવ..”

 

“એમનો પ્રેમ પામવા હું જુગારી બની ગયો હતો...

હજુ પહલી બાજી લગાઈ હતી ને બધુ હારી ગયો હતો..”

 

મારી આંખો ભરાઈ ગઈ હતી.. ફાટી એક વાર હું પ્રેમ માં હારી ગયો હતો.. પણ એની સામે હું રડવા નોહતો માંગતો.. એટ્લે હું જડપ થી ત્યાથી નીકળી ગયો..

...

વાત ને લગભગ એકાદ અઠવાડિયું થયું હતું.. આખી કોલેજ માં બધા ને ખબર પડી ગઈ હતી.. હું હજુ પણ આ સદમાં માઠી બહાર નોહતો આવ્યો.. આખો દિવસ રૂમ માં પુરાઈને રહતો.. શ્લોક અને HK મને બહુ સમજવાનો પ્રયત્ન કરતાં.. પણ જાણે એમની કોઈ વાત ની મારા પર અસર નોહતી થતી.. હું એને ભુલાવી દેવા માંગતો હતો પણ જ્યારે જ્યારે કોલેજ માં એને જોતો.. ત્યારે હું પાછો ભાવુક થઈ જતો.. હું ડિપ્રેશન તરફ જય રહ્યો હતો કે એક દિવસ મારા રૂમ નું કોઇકે બારણું ખખડવું.. ખોલી ને જોયું તો ચિંતન હતો.. એને જોતાં જ હું એને વળગી પડ્યો.. અને જાણે એક નાના બાળક ની જેમ રડી પડ્યો..

“સારું થયું ભાઈ તમે આવી ગયા... હું બહુ એકલો પડી ગયો હતો.. “ રડતાં રડતાં હું બોલ્યો.. મારી આવી હાલત જોઈને ચિંતન ની આંખો માં પણ જલજળિયા આવી ગયા..

“અરે તું મારો ભાઈ છે.. તને શું લાગ્યું કે હું તને આવી હાલતા માં છોડી દઇશ? જેવો આ શ્લોક નો ફોન આવ્યો હું તુરંત જ નીકળી ગયો. અને તું ચિંતા ના કર હું હવે તારી સાથેજ રહીશ ” એને મારા ખભા ઉપર હાથ મુક્તા કહ્યું.. એને મને બેસાડયો પાણી આપ્યું મારી આખી વાત શાંતિ થી સાંભળી... ચિંતન જાણતો હતો કે મારી મનોસ્થિતિ શું હતી..

એમને મારી વાત કર્યા પછી હું થોડું સારું અનુભવવા લાગ્યો..

ચિંતન મને સારા મનોચિકિત્સક પાસે લઈ ગયો.. સમાન્ય દવા અને પરામર્શ થી હું થોડો સ્વસ્થ થયો હતો.. જો અગર ચિંતન અને મારા બીજા મિત્રો એ મારી મદદ ના કરી હોત તો કદાચ હું પાગલ જ થઈ ગયો હોત..

...

એક બપોર ની વાત હતી.. ૩ દિવસ ની રજા હોવાથી લગભગ આખી હોસ્ટેલ ખાલી હતી.. મને થયું.. લાવ જરા ડૉ જોશી જોડે ગપ્પાં મારવા જાઉં..એમ પણ ગણા સમય થી હું એમને મળ્યો નોહતો.. હું એમના વિભાગ માં ગયો તો ખબર પડી એ રૂમ પર ગયા છે..  હું એમના રૂમ પર પોહચ્યો.. ડોર બેલ વગાડયો અને થોડી વાર માં દવાજો ખૂલતાની સાથે જે મે જોયું... એ જોઈને મને મારી આંખો પર વિશ્વાસ ના થયો.. પ્રીતિ એમના રૂમ પર હતી..

“ઝરમર વરસ તો વરસાદ મનેતો ઠારી ગયોહતો...

જે સુરજ મને બાળી રહ્યો હતો એ હવે તારે આંગણે આવી ગયોહતો”

...

ડૉ. જોશી ના વાઇફ પ્રેગ્નેન્ટ હતા.. એટ્લે છેલ્લા કેટલાય સમય થી એમના પિયર હતા.. અને ડૉ જોશી અહિયાં પ્રીતિ સાથે ગુલ ખિલવતા હતા..

હોસ્ટેલ આવીને મે ચિંતન અને શોલ્ક ને આ બધી વાતો કરી..બધાજ થોડા આઘાત માં હતા.. પણ અમારે હવે એની સાથે કોઈ લેવાદેવા નોહતા..

આ વાત વધુ સમય સુધી છૂપી ના રહી શકી.. અને રાહુલ ને ખબર પડી ગઈ.. રાહુલ એના પર બહુ ગુસ્સે થયો હતો અને એને ડૉ જોશી ના વાઇફ ને ફોન કરી ને બધુ કહી દિધુ...ડૉ જોશી ના લગ્ન જીવન તો જાણે એક ક્ષણ માં ભાંગી પડ્યું.. અને એમના છૂટાછેડા થઈ ગયા..

ડૉ જોશી નું લગ્ન જીવન અને તેમનું અંગત જીવન સંપૂર્ણ પણે વેરવિખેર હતું.. થોડા સમય પછી એ પણ રાજી નમું આપીને ક્યાક બીજે ચાલ્યા ગયા...

રાહુલ અને પ્રીતિ પણ હવે અલગ થઈ ગયા હતા.. પ્રીતિ મારી જિંદગી માં પછી આવવા માંગતી હતી.. પણ મે મારા દિલ ના દરવાજા હમેશા માટે બંધ કરી દીધા હતા..

કહેવાય છે ને કે વારંવાર પ્રેમ માં દગો થવાથી માણસ ને પ્રેમ ઉપર થી વિશ્વાસ ઉઠી જારી છે એમ મારૂ નું હ્રદય પણ પત્થર થઈ ગયું હતું..

પણ હવે મે પ્રીતિ ને માફ જરૂર કરી દીધી હતી.. એને પેહલા વર્ષ માં મારો ઉપયોગ કર્યો કર્યો હતો મે એને બધુ જ આપ્યુ હતું.. મારો પ્રેમ અને રક્ષણ.. બધુજ.. અને હવે એનો વારો હતો.. પ્રેમ તો એનો હવે મારે જોઈતો નોહતો...પણ જ્યારે જ્યારે મને મન થતું હું મારી ભૂખ સંતોષતો હતો.. 

...

મને તો પ્રીતિ ની માનસિકતા ઉપર પ્રશ્નો થતાં હતા..એને સમજવું બહુ અઘરું હતું..  પણ છતાં હું કોશિશ કરતો..

એને દરેક સમયે કોઈને કોઈ બોયફ્રેંડ જોઈતો જ હતો. જે એની સાથે હોય એને એ બધુ જ આપી દેતી..  રાહુલ ના USA જતાં ની સાથે જ એ મારી સાથે આવી ગઈ કદાચ પેહલા વર્ષ માં રેગિંગ થી બચવા અને મારી સાથે ભણવા?... મને ખબર નથી... અને મારા દૂર થતાં જ ડૉ જોશી સાથે.. કદાચ વધારે માર્ક મેલાવવા ની લાલચ હોય કે પછી એની એકલતા દૂર કારવાનું માધ્યમ...માં-બાપ વગર એકલી ઉછેરલી છોકરી કદાચ પ્રેમ ભૂખી હતી.. અને હમેશા કોઈનો અને કોઈનો સહવાસ જંખતી હોય...?

 

જે કઈ હોય.. હું પ્રેમ નો આ પાઠ બરાબર રીતે સમજી ગયો હતો..

વાત વાત માં MBBS નું ૩જુ વર્ષ પણ પતિ ગયું..

 

ભાગ ૭ સંપૂર્ણ...

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઠક...ઠક.. ઠક...

દરવાજો ખખડવાના મોટા અવાજ થી હું ઊંઘ માંથી સફાળો જાગ્યો.. ઘડીયાળ માં જોયું તો લગભગ 2 વાગવાની તૈયારી હતી.. કોલેજ ના મસ્તી ના દિવસો અને પ્રીતિ ને યાદ કરતાં કરતાં ક્યારે મારી આંખ લાગી ગઈ એનો મને ખ્યાલ જ ના રહ્યો.. દરવાજો હજુ પણ કોઈ જોર જોર થી પીતી રહ્યું હતું.. હું પાલન ગમાથી ઊભો થયો અને દરવાજો ખોલી ને જોયું તો સામે એલિના ઊભી હતી..

“હેય શિવ.. તું હજુ રેડિ નથી થયો?.. આપણે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે 2 વાગે જવાનું હતું.. તું ભૂલી ગયો ને..” એને મને યાદ દેવડાવતા કહ્યું..

હું હજુ થોડો ઘેન માં જ હતો.. તમે જાઓ હું બસ 5 મિનિટ માં આવ્યો..

ઓક ધેન.. સી યૂ એટ બીચ.. એમ કહી ને એ ત્યાથી ચાલી ગઈ.. હું રૂમની અંદાર આવ્યો મારૂ મોઢું ધોયું અને મારો હાથ રૂમાલ સોધવા લાગ્યો... પણ મને મળ્યો નહીં.. પાછલા કેટલાય દિવસો થી મારી અમુક વસ્તુ ખોવાઈ રહી હતી.. પેહલા મારી ડાયરી, પછી પેન હવે હાથ રૂમાલ.. જોવા જઈએ તો હું ખુદ પણ ખોવાયેલો જ હતો વિચારો માં.. વસ્તુ બહુ અમુલ્ય નોહતી.. એટ્લે એને શોધવાનો મે પ્રયત્ન પણ નોહતો કર્યો.. પડી હસે અમને એએમ ક્યાક.. હું ફટાફટ તૈયાર થઈ ને  બીચ ઉપર ફ્ચિ ગયો.. મારે મોડુ કરીને મેઘ ની ગાળો નોહતી સાંભળવી..

બીચ ખુબજ સુંદર લાગતો હતો.. આકાશ એક ડમ સાફ હતું.. સુરજ ની કિરણો થી રેતી ચાંદી ની જેમ ચમકી રહી હતી.. દૂર દૂર થી આવતી લોકો ની ચીસો અને બૂમો વરવારને જીવંત બનાવતુ હતું.. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી રોમાંચક હોય જ છે.. પણ મને રોમાંચ કરતાં ડર વધુ લાગતો હતો...કેમ કે મને તરતા નોહતું આવડતું..

સૌથી પેહલા અમે વોટર સ્કૂટર ચલાવવા ના હતા...મેઘ અને જોય સાથે બેસવાના હતા.. શેરોન ની તબિયત સારી નોહતી એટ્લે એ હજુ રૂમ પર જ હતી... તો મારી પાસે એલિના સાથે બેસવા સિવાય કોઈ વિકલ્પ નોહતો..

“મારી સાથે ફાવશે ને.. શિવ..” એને એક ટીખળી સ્મીત આપીને કીધું.... એનો કહવાનો દ્રી-અર્થી મતલબ હું બરાબર સમજી ગયો હતો પણ એનો સીધો અર્થ કાઢતા ઇશારા માં હાથ ઊંચો કરીને મે ખાલી માથું જુકવીને મંજૂરી આપી..

“હા.. પણ સ્કૂટર તો હું જ ચલાવીશ..” એને વધુ માં ઉમેર્યું..

“જેવી હૂકુમ ની મરજી..”

...

ખુલ્લા વાળ અને સિંગલ પીસ કાળા કલર ની એકદમ ચુસ્ત બિકિની માં એલિના કોઈ જલપરિ થી કમ નોહતી લાગતી..એની પાતળી કમર, અને ઉભરેટલા નિતંબ અને ઊભારો ઉપર થી હું નજર હટાવી નોહતો શકતો.. હું શું..?? બધા ની નજર એના ઉપર જ હતી... એકદમ કામુક અને આકર્ષક એ લગતી હતી.. પણ એને જાણે કોઈ ની ફરવા નોહતી..

...

અમે બધા એ લાઇફ સેવિંગ જેકેટ પહરી લીધા હતા. એ સ્કૂટર પર બેઠી અને હું એની પાછળ... હું જરાક ડરી રહ્યો હતો અને મારો દર એ તુરન્ત્જ કળી ગઈ..એને મારા બંને હાથ પકડ્યા અને એની કમર ઉપર મૂકી દીધા અને કીધું.. “ડોન્ટ વરી શિવ..આઇ એએમ ગૂડ એટ ડ્રાઇવિંગ...” તું ડરીશ નહીં હું તને મારવા નહીં દઉં....” એમ કહી ને એ હસી પડી.. મારી ગભરાહત જાણે એક દમ જાટી રહી.. 

એની પાતળી કમર ને હું એકદમ કશીને બેઠો હતો.. હું એક સાથે ઉત્તેજના અને ગભરાહટ બંને મેહસૂસ કરી રહ્યો હતો.. એ એકદમ મસ્ત થઈને.. જાણે આખો સમંદર એનો હોય.. ચીલ્લાવતી અને બૂમો પાડતી સ્કૂટર ચલાવતી હતી.. ઊચલતા સમુદ્ર ના મોજા સાથે સ્કૂટર ઊછળતું હતું.. હું હજુ એની કમર ચુસ્ત પણે પકડી ને બેઠો હતો.. પરતું ઊછળતા સ્કૂટર સાથે મારો હાથ પણ ક્યારેક ક્યારેક લપસી જતો અને એની છાતી ને સ્પર્શ થઈ જતો..હું જરા ખચકાયો હતો.. પણ એને જાણે કોઈ ફર્ક નોહતો પડતો.. એતો એની મસ્તી માં મસ્ત હતી..વોટર સ્કૂટર પર એ જાણે મેઘ સાથે રેસ લાવતી હતી... એમ બંને સ્કૂટર સ્પીડ માં ચલાવી રહ્યા હતા..

લગભગ 30 મિનિટ પછી અમે કિનારે આવી ગયા.. બધા બહુ ખુશ હતા અને એન્જોય કરી રહ્યા હતા.. થોડી વાર પછી બધાએ નક્કી કર્યું કે હવે સ્કૂબા ડાઈવિંગ માટે જવાનું હતું.. મારે જવાની ઈચ્છા નોહતી એટ્લે હું કિનારા ઉપર જ બેઠો રહ્યો... એ બધા ગયા પછી બેઠા બેઠા હું મારા એલિના સાથે થોડી વાર પેહલા વોટર સ્કૂટર પર ના સ્મરણોને વાગોળવા લાગ્યો.. એની ચુસ્ત કમર અને ઊભરો ના સ્પર્શ થી હું રોમાંચિત થઈ ગયો હતો.. 

મારા માટે આ અનુભવ પહલી વાર નો નોહતો.. પણ સંમતિ કરતાં આકસ્મિક થતાં મસાલેદાર ખાટા-મીઠા બનાવો જીવન મે વધુ યાદ રહી જતાં હોય છે..

આવો જ એક આકસ્મિક બનાવ મારી સાથે પણ બન્યો હતો.. એમબીબીએસ ના ફાઇનલ યર માં...

 

 

 

 

એમબીબીએસ ની ફાઇનલ યર શરૂ થઈ ગયું હતું... દિવસ ભર લેક્ચર્સ, ક્લિનિકલ પોસ્ટિંગ્સ અને અઢળક કિતાબો વચ્ચે દિવસ ક્યાં પસાર થતો હતો એનું કઈ ભાન નોહતું રહતું.. ફાઇનલ યર મુશ્કેલ તો હતું જ.. પણ અમારી મેહનત પણ કઈ ઓછી નોહતી.. રાતભર સ્ટડીસ કરતાં અને સવારે પાછા વોર્ડ્સ માં પોસ્ટિંગ.. બધુ બરાબર ચાલી રહ્યું હતું.. પણ સીધી ચાલે એ જિંદગી થોડી કહેવાય.. ડૉ ઈમરાન જે અમને સ્ટડીસ માં ખૂબ મદદ કરતા હતા એ હવે મેડિસિન વિભાગ માં નોહતા.. એમની વધુ સ્ટડીસ માટે મુંબઈ ચાલ્યા ગયા હતા.. ત્યાં એમનું નેફ્રોલોજી વિભાગ માં સુપર સ્પેશિયાલિટી માં એડ્મિશન થઈ ગયું હતું..

અમારા માટે સમય થોડો કઠિન હતો..

એક દિવસ ની વાત હતી.. મેડિસિન નો લેકચર હતો લગભગ બપોર ના 2 વાગે.. જમ્યા પછી અમે બધા લેકચર હોલ માં બેઠા હતા.. રાતભર ના ઉજાગરા વચ્ચે અમે બધા થોડા ઊંઘ માં પ્રોફ્ફેસર ની રાહ જોઈને બેઠા હતા ને અચાનક જાણે અમારા બધા ની ઊંઘ એકદમ ઊડી ગઈ..

એક મેડમ લેકચર હોલ માં હાથ માં બુક્સ લઈને આવ્યા.. સફેદ કલર નો પંજાબી સ્લીવલેસ સૂટ માં એ લગભગ અમારી ઉમર ના જ હોય એવા લગતા હતા.. એમને જોઈને જ અમે બધા જાણે આંખો છોલતા છોલતા એમને જ જોઈ રહ્યા હતા.. મોટા ભાગે ગરડા બુઢા પ્રોફ્ફેસોર્સ અમને ભણવા આવતા હતા પણ જાણે આજે તો માહોલ જ બદલાઈ ગયો હતો..

થોડી વાર માં ડીન સર આવી ગયા.. અમે બધા ઊભા થઈને એમને વિશ કર્યું..

Hello students...she is your new teacher in medicine. She will in place of Dr.Imran and now onwards she will take your remaining lectures… hope you will co-operate..

એમનો પરિચય કરવી ને ડીન સર ત્યાથી ચાલ્યા ગયા..

“ગૂડ આફ્ટરનુન સ્ટુડન્ટ્સ... માય નેમ ઇસ... ડૉ માયા... આઇ હેવ જસ્ટ કોમ્પ્લિટેડ માય  પોસ્ટ ગ્રેજૂએશન... એંડ નાવ આઇ એમ હિયર ટુ ટીચ યૂ...” એમને એમનો ટૂંક માં પરિચય આપતા કહ્યું..

 

માયા ની કયા... ગજબ હતી...

લગભગ સાડાપાંચ ફૂટ હાઈટ, ગોળ મોઢું, ગોરો ચેહરો, અને ઉપર લાલી-લિપસ્ટિક લગાવેલા માયા મેડમ સુંદર લગતા હતા.. પાતળી કમર અને ભરાવદાર શરીર કોઈ પણ યુવાન ને આકર્ષવા માટે પૂરતું હતું..

એ દિવસે એમને શું ભણાવ્યુ મને કઈ ખબર નોહતી.. હું તો મારા ચક્ષુ થી એમનું મદમસ્ત યૌવન માણી  રહ્યો હતો.. અને મારી આ ઉમરે એ સ્વાભાવિક હતું.. એમાં મારો નહીં મારી ઉમર નો વાંક હતો.. આ ઉમર માં એમ પણ મોટી ઉમ્મર ની સ્ત્રી વધુ આકર્ષક લગતી હોય છે....

છેલ્લા 2 વર્ષ થી પ્રીતિ સાથે રહતા રહતા હવે મારી જરૂરિયાતો અને આદતો બદલાઈ ગઈ હતી.. મારી સાથે ભૂતકાળ માં થયેલા અનુભવો ઉપર થી હવે મને પ્રેમ ઉપર થી વિશ્વાસ ઉઠી ગયો હતો.. મારા માટે પ્રેમ હવે મારા માત્ર શરીર ની ભૂખ સંતોષવાનું માધ્યમ હતું.. બીજું કઈ નહીં..

“Any questions?” ... એમને પૂછ્યું....

લેકચર માં શું ચાલી ગયું એની તો મને ખબર નોહતી.. તેમ છતાં કેમ જાણે મે પ્રશ્ન પૂછવા હાથ ઊંચો કર્યો..

“યસ..” વોટ ડુ યૂ વોન્ટ ટુ આસ્ક...?”

“તમારી ઉમર કેટલી મેડમ..?” મે થોડા ખુલ્લા મોઢે એમની તરફ સ્માઇલ કરતાં કરતાં પૂછ્યું..

આખો ક્લાસ મારી સામે જોઈ ને જોર જોર થી હસવા લાગ્યા.. મેડમ માયા પણ જાણે થોડી ક્ષોભ જનક સ્થિતિ માં મુકાયા હતા.. એમની આંખો ઉપર ના ચડેલા ભમ્મર હું સ્પસ્ત પણે જોઈ સકતો હતો..

“સાઈલેન્સ....28 years .. કેમ જાણવું છે તારે...?”એમને તુરંતજ પોતાની જાત ને સાંભળ્યા અને જવાબ આપ્યો..

“ના... બસ એમ જ.. એતો તમે એટલા લગતા નથી..” મારા જવાબ થી ફરી પાછો આખો ક્લાસ હસી પડ્યો...

માયા મેડમ પણ મલકાયાં.. અને મનોમન થોડા મુસ્કુરાતા એમનું માથું હલાવતા હલાવતા બુક્સ લઈને ક્લાસ ની બહાર ચાલ્યા ગયા..

...

પેહલા દિવસે જ માયા મેડમ આખી કોલેજ માં પ્રચલિત થઈ ગયા હતા.. બધા લોકો એમની એક જલક જોવા માટે મેડીસિન વિભાગ ની આસપાસ ફર્યા કરતાં.. જે લોકો ને મે આજ સુધી ક્યારેય કોઈ લેકચર માં નોહતા જોયા એ પણ હેવ એમના લેકચર ના એક કલાક પેહલા આવીને ક્લાસ રૂમ માં બેસી જતાં.. કોઈને ભણવામાં નહીં પણ એમને જોવામાં રસ હતો..પ્રથમ હરોળ ની જે બેન્ચ પેહલા ખાલી રહતી હતી એ બેન્ચ ઉપર બેસવા માટે હેવ પડાપડી થતી હતી..  અઠવાડીયા સુધી નહયા વગર ના ગંદા અને ગોબ્રા સ્ટુડન્ટ્સ પણ એમનો લેકચર ભરવા નહીં ધોઈ ને તૈયાર થઈ ને આવતા.. જાણે કોઈ લગન માં જવાનું હોય..

..

માયા મેડમ નો એટ્ટીટ્યૂડ પણ જબરો હતો..જે કોઈ સ્ટુડન્ટ્સ નું વર્તન ખરાબ હોય એને જબરા ખખડવી દેતા.. એટલેજ કદાચ ડીન સર એ એમને સ્ત્રી સુરક્ષા સમિતિ અને એંટિ-રેગિંગ સમિતિ ના અધ્યક્ષ બનાવી દીધા હતા..

...

લગભગ એકાદ અઠવાડિયું વીત્યું હસે.. હું માયા મેડમ ના લેકચર માં પોહચ્યો.. ધારણા મુજબ આગળ ની બધી બેન્ચ ફુલ હતી.. એટ્લે મારે પાછળ બેસવું પડ્યું.. થોડી વાર પછી માયા મેડમ આવ્યા.. એમને જોતા જ મારા મોઢા માથી શબ્દો સારી પડ્યા..

“ઓહ માય ગોડ... આછા ગુલાબી રંગ ની સાડી અને સ્લીવ લેસ બ્લાઉજ માં આજે માયા મેડમ કયામત લાગતા હતા.. ઊંચી એડી માં સેન્ડલ, ગાળા માં મોટી ની માળા અને કાન માં લટકનીયા એમાં વધારો કરી રહ્યા હતા..

એમને લેકચર શરૂ કર્યો.. પણ મારી નજર તો હજુ એમની પાતળી કમર પર હતી.. પંખા ની હવા સાથે એમની સાડી નો છેડો ઊડતો હતો અને એમની નાજુક કમર જાણે એમાં થી ડોકીય કરતી હતી.. વારંવાર એ એમના હાથ થી એને ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં હતા..

બોર્ડ પર લખતા લખતા એમની માર્કર પેન નીચે પડી અને એને લેવા એ જેવા વાંકા વળ્યા કે સદી નો પાલવ સારી પડ્યો..

જે જોયું એ જોઈને આગળ બેઠેલા ની આંખો પોહલી થી ગઈ અને પાછળ બેઠેલા મારા જેવા બેન્ચ પરથી ઊભા.. એમના ગાળા માં લટકતી માળા ની પાછળ એમના છાતીના ઊભરો અને ક્લીવેજ સ્પસ્ત પણે દેખાતો હતો..

આખા ક્લાસ માં ગણગણાહત સારું થઈ ગયો.. માયા પરિસ્થિતી જડપ થી સમજી ગયા અને પાલવ સરખો કરવા લાગ્યા..

મારા થી ના રેહવાયું.. જાણે આ કોઈ ફિલ્મ નો સીન હોય એમ મે જોરથી સિટી મારી.. અને આખો ક્લાસ જોર જોર થી હસવા લાગ્યો...

મને ખબર પડી ગઈ હતી કે હવે શું થવાનું છે..

વરસો થી બંધ જ્વાળામુખી ફાટે એમ ગુસ્સે થી એ બોલ્યા..

“સાઈલેન્સ... હૂ ડન ધિસ નોનસેન્સ..” એ એટલા મોટે થી અને ગુસ્સા માં બોલ્યા કે આખા ક્લાસ માં સન્નાટો છવાઈ ગયો..

મારી તો હાલત પાતળી થઈ ગઈ હતી.. આજે તો હું ગયો.. હવે ડીન સર મને બોલાવસે અને ખખડાવસે.. મારા માં બાપ ને અમદાવાદ થી આવવું પડશે.. હવે મારા આ કોલેજ માં દિવસો પૂરા.. હું બેઠો બેઠો ધ્રુજી રહ્યો હતો..અને મારૂ મોઢું સંતાડી રહ્યો હતો..

પણ કોણ જાણે સિટી કોને મારી.. હું છેલ્લી બેન્ચ પર બેઠો હતો એટ્લે મારી આજુ બાજુ વાળા સિવાય કોઈને ખબર નોહતી કે આ કાંડ મે કર્યો હતો.. અને મારી બાજુ માં બેસવા વાળા હતા.. HK, શ્લોક અને બીજા અમારા વિસવાસુ મિત્રો...

“આઇ એમ આસકિંગ યૂ લાસ્ટ ટાઇમ.. બોલો કોણ હતું એ.. નહિતર એનું ગંભીર પરિણામ આખા ક્લાસે ભોઘવવું પડશે..” એ ફરી ઘાયલ શેરની ની જેમ બોલી..

ક્લાસ માં હજુ પણ સન્નાટો હતો.. બધા એક બીજાની સામે જોયા કરતાં હતા.. આગળ બેઠેલા મારી સામે એવી રીતે જોતાં જાણે એમને ખબર હતી કે ગુજેગર હુજ છું... મે ફરી મારૂ મોઢું સંતાડી દીધું..

“માથા ઉપર નો પસીનો લૂછ શિવલા...તું ચિંતા ના કર.. તારું નામ કોઈ નહીં આલે .. અમે તારી સાથે જ છીએ….” મારો ધ્રૂજતો હાથ પકડી ને શ્લોક બોલ્યો..

“અને જો અગર કોઈ તારું નામ આપાસે તો.... એની એવી હાલત કરશું કે આખી જિંદગી યાદ રાખશે..” બીજી બાજુ થી HK બોલ્યો..

“પછી તો મારી સાથે તમે પણ કોલેજ બહાર હશો..” બાપુ નો ઓવર કોન્ફિડન્સ જોઈ ને  હું મન માં ને મન માં બોલ્યો..

..

“OK…ફાઇન...તમારે લોકો એ નામ નથી જ આપવું તો કઈ વાંધો નહીં... જ્યાં સુધી મને એનું નામ નહીં કહો ત્યાં સુધી તમારા મેડિસિન ના એક પણ લેકચર નહીં થાય... કોઈ હાજરી નહીં... અને કોઈ વોર્ડ માં એન્ટ્રી નહીં... હું પણ જોવું છું... તમે બધા એ નાપાક ને કેટલો બચાવો છો... અને હાજરી વગર તમને પરીક્ષા માં કોણ બેસવા દે છે...” ટેબલ પર હાથ પછાડીને એ બોલી...એ છંછેડાયેલી વાઘણ ની જેમ ત્યાથી ચાલી ગઈ...

મે નાગણ ની પૂંછડી પર પગ મૂકી દીધો હતો.. એએમ તો ક્લાસ માં કોઈ મારૂ નામ આપે એવું હતું નૈ પણ હું ભૂલી ગયો હતો કે અમુક વિરોહીઓ અમારા પણ હતા..

અને કોઈક એ મારૂ નામ આપી દીધું...

..

મને મેડિસિન વિભાગ માથી બુલવો આવ્યો.. ધ્રૂજ તા પગ સાથે હું માયા મેડમ ની કૅબિન પાસે આવ્યો..માયા મેડમ અંદર દર્દી તપાસતા હતા...

શ્લોક અને HK મને છેક દરવાજા સુધી મૂકવા આવ્યા હતા.. જાણે મારો આજે કેમ્પસ માં છેલ્લો દિવસ હોય એમ..

..

દરવાજા પાસે પોહચીને મે જરાક હળવા હાથે દરવાજો ખખડાવતા પૂછ્યું..

“may I come in ma’am..”

એ મારી સામે એક નજર નાખી અને દર્દી ને કહ્યું...” આ દવા પૂરી કરો અને આવતા અઠવાડિયે દેખાડવા આવજો..”

દર્દી ના બહાર નીકળે ત્યાં સુધી હું દરવાજા પાસે જ ઊભો રહ્યો હતો.. મારા માથા પરથી પસીનો નીકળતો હતો.. મને એમની આંગળી ના ઇશારા થી અંદર બોલાવ્યો અને ખુરશી પર બેસવા ઈશારો કર્યો.. થોડી વાર હજુ એ એમના કેસ પેપર જોતાં રહ્યા.. હું ટેકો લીધા વાર જરાક આગળ ની બાજુ નમીને બેઠો અને એકીટસે એમની સામે જોતો રહ્યો.. અત્યાર સુધી જે માયા મેડમ મને હોટ અને સેક્સી લગતા હતા એ આજે માયા અમેડમ નહીં માતા મેડમ જેવા લાગી રહ્યા હતા...

થોડી વાર પછી.. એક ઊંડો શ્વાસ લઈને એમને સ્ટેથોસ્કોપ બાજુ માં મૂક્યો અને મારૂ નામ પૂછ્યું..

“મેં...મેડમ શિવ શર્મા..” થોડા ધીમા અવાજ થી ખચકાતાં હું બોલ્યો..

હમ્મ...શિવ શર્મા... ધ ટોપર ઓફ ક્લાસ... અને કામ આવા બદમાસ જેવા... મારી સામે જરાક ગુસ્સા થી જોઈ ને કીધું.. હું માથું નીચું રાખી ને બેઠો રહ્યો..

“તું એજ છેને... જેને પેહલા દિવસે મને મારી ઉમર પૂછી હતી..એટલી સમાજ નથી કે કોઈ લેડીજ ની ઉમર ના પૂછે.. અને આખા ક્લાસ વચ્ચે તો બિલકુલ નહીં.. ” એમને જૂના દાટેલા મુરદા ઉખેડવાનું શરૂ કર્યું..

“અને સીટી..”

“સોરી મેડમ..હવે થી આવું નહીં થાય...” વચ્ચે થી એમની વાત કાપતા મે કીધું... હું નોહતો ઇચ્છતો કે મારે અહિયાં વધુ બેસવું પડે..

“જો શિવ.. મને ખબર છે તું ભણવામાં હોશિયાર છે પણ સાથે સાથે મસ્તીખોર પણ.. ડૉ ઇમરાને મને જતાં પેહલા તારા વિષે કહ્યું હતું... મે તારા જેવા ગણા બોય્જ જોયા છે.. જેમના માં પોટેન્શ્યલ હોય છે પણ ભટકી જતાં હોય છે.. આવી હરકત તને શોભતી નથી.”.. એક વડીલ ની જેમ મને સમજાવવા બેસી ગયા..

“અગર હું ચાહું તો અત્યારે જ ડીન સર ને ફરિયાદ કરીને તને કોલેજ બહાર કરવી સકું છું.. પણ હું એવું કરીશ નહીં.. હું અહિયાં તમારા બધા ની મદદ માટે છું.. હું કઈ તમારી દુશ્મન નથી.. શું આપણે બધા દોસ્ત બનીને ના રહી શકીએ...?” એમને સમજવાનું ચાલુ રાખ્યું..

મે ખાલી માથું હલાવીને એમની હા માં હા મિલાવી..

“ઠીક છે.. તું હવે જઇ શકે છે.. પણ હવે આશા રાખું કે આવું કઈ ફરી નહીં થાય..પણ સજા તો તને મળવી જ જોઈએ.. અને તારી સજા એ છે કે હવે તારે મારા ક્લાસ માં ફરજિયાત પણે પેહલી બેન્ચ પર બેસવાનું છે.. ” એમ કહી ને એમને પૂરું કર્યું..

અને સજા નહીં .. મજા કહેવાય.. હું મન માં ને મન માં બોલ્યો....

હું ઊભો થઈ ને જવા લાગ્યો.. હું દરવાજા પાસે ગયો.. અને જરાક રોકાયો અને પાછળ એમની તરફ જોયું.. અને બોલ્યો..

“મેડમ.. અગર ખોટું ના લાગે તો એક વાત કહવા માંગુ છું..” હું જરાક ડરતો ડરતો બોલ્યો..

યસ.. બોલ..

“મેડમ તમે જેટલા દેખાવે સુંદર છો.. એટલો જ સુંદર તમારો સ્વભાવ છે.. થેન્ક યૂ...” મે જરાક હસી ને એમને કીધું..

મારી વાત સાંભળતા જ એમનો ગુસ્સો જાણે શાંત થઈ ગયો અને એક સુંદર સ્મિત સાથે પોતાનો નીચલો હોઠ દાંત માં દબાવતા એમને મજાક માં કહ્યું... shut up...&get lost...

મારૂ ફ્લર્ટિંગ એ બરાબર સમજી ગયા હતા.. કોઈ પણ સ્ત્રી ને શાંત કરવા માટે નો સહુથી જૂનો અને અસરકારક નુસકો આજે મે અપનાવ્યો… એમની સુંદરતા ના વખાણ...  અને હું એમાં મહદઅંશે કામિયાબ થઈ ગયો હતો..

...

એમ જોવા જઈએ તો માયા મેડમ ની વાત પણ સાચી હતી... છેલ્લા છ મહિનામાં એમાં પણ ખાસ કરીને ડોક્ટરના ઇમરાનના ગયા પછી હું ખાસો બદલાઈ ગયો હતો... હંમેશા શાંત રહેતો અને બીજાની મદદ કરવા વાળો શિવ હવે મસ્તીખોર તોફાની બની ગયો હતો લોકોની મજાક ઉડાવી, ગર્લ્સ ટોયલેટમાં ફટાકડા ફોડવાના.  પ્રોફેસરને આડાઅવળા સવાલો પૂછીને હેરાન કરવા માં મને વધારે આનંદ આવતો હતો એમાંય ખાસ કરીને જે કપલ્સ હતા.. જે પહેલા મને અને પ્રીતિ ને ideal માનતા હતા... હવે હું એમના માટે વિલન બની ગયો હતો... કોલેજના જે અંધારિયા ખૂણાઓમાં જ્યાં પહેલા હું અને પ્રીતિ ઘણો સમય એકબીજા સાથે પ્રેમ કરતા હતા...એ જ ખૂણાઓમાં બેઠેલા હવે બીજા કપલોને હું ટોર્ચ મારીને હેરાન કરતો હતો... જાણે મને વિકૃત આનંદ મળતો હતો.... રીડિંગ હોલમાં પણ મારું એક ટેબલ હંમેશા રિઝર્વ રહેતું અને એ ટેબલ પર બેસવાની કોઈ હિંમત પણ નહોતું કરતું....

એક રીતે જોવા જઈએ તો હવે હું કોલેજનો દાદા બની ગયો હતો અને ચિંતનની જગ્યાએ મેં લઈ લીધી હતી...

એક સાંજની વાત હતી હું મારા રોજના નિત્યક્રમ પ્રમાણે રીડિંગ હોલમાં મારા રિઝર્વ ટેબલ ઉપર જઈને લાઇબ્રેરીમાં વાંચવા લાગ્યો... લગભગ એકાદ કલાક જેવું થયું હશે અને એવામાં ત્યાં આગળ અભય અને સ્તુતિ આવ્યા... એ લોકો રીડિંગ હોલમાંહસતા હસતા પ્રવેશ્યા...સ્તુતિ એ મારી સામે એક નજર નાખીને... અને જાણે મને ઓળખતી જ ન હોય એ રીતે મોડું ફેરવી લીધું, અને અભય એના મોઢા પર એક ઘમંડી એવા સ્મિત મારી સામું જોતાં જોતાં... મારા સામે વાળા ટેબલ ઉપર જઈને બેસી ગયો...

થોડીવારમાં ચિંતન પણ ત્યાં આવી ગયો હતો.. ચિંતન હવે એના પોસ્ટ ગ્રેજ્યુએશનની કોમન એન્ટ્રન્સ ની તૈયારી કરવા માટે ઘણી વખત લાઇબ્રેરીમાં આવતો હતો... આમ તો કોઈ ભણવામાં કોઈ રુચિ નોહતી.. પણ ઘણી વખત એ ટાઇમપાસ કરવા માટે પણ મારી સાથે આવીને બેસી જતો હતો... અભય અને સ્તુતિ ને ને ત્યાં જોઈને એ પણ થોડો અકળાયેલો હતો...

અને અકળાય પણ કેમ નહીં... એમ પણ આભાએ અમારી વિરુદ્ધ માં ઘણું બધું કરી ચૂક્યો હતો. સૌથી પહેલા એ સ્તુતિ ને મારાથી દૂર છીનવી લઈ છીનવીને લઈ ગયો.... પછી ડૉ કાપડીયા સાથે મળીને બિચાર શ્લોક ને તો લગભગ જાણેસસ્પેન્ડ જ કરાવી દીધો હતો... અને એ પછી મારો સીટી વગાડવાનો કિસ્સો પણ મને ત્યાં સુધી ધારણા હતી ત્યાં સુધી માયા મેડમને એને જ કીધું હતું...

અમે બધા એને સબક શીખવાડવા માગતા હતા પણ કઈ રીતે એ સમજાતું નોહતું...

એ દિવસે ચિંતને મારી નજીક આવીને કીધું આજ તો સાલા ને પકડીને મારવો જ છે... પણ એવું કરવાથી કદાચ છેલ્લા વર્ષમાં મારા ઉપર પણ મુસીબત આવી શકે... એટલે અમે એ મંડી વળ્યું..

હું વાંચવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ સામે જ બેઠેલા એમની હાજરી થી મને થોડીક અકળામણ અનુભવાતી હતી...

કદાચ અમે સામે બેઠા હતા એટલે અભય વધારે ને વધારે નજીક સ્તુતિ ને ચોંટીને બેઠેલો હતો.. જાણે એ મને જલાવા માંગતો હતો... વચ્ચે વચ્ચે પાછા બંને એક પાણી ની બોટલ કાઢીને એમાંથી એક જ  બોટલમાંથી પાણી પી રહ્યા હતા..

લગભગ 8:00 વાગી ગયા હતા અને એ લોકો પોતાના બેગ્સ અને અડધી પાણી ની બોટલ ત્યાંજ મૂકીને જમવા માટે કેન્ટીન તરફ ગયા..

ચિંતન બેઠો બેઠો ક્યારનો રઘવાયો થયો હતો... એને કેમ કરીને પણ સ્તુતિ અને અભય સાથે બદલો લેવો હતો... પણ કઈ રીતે.... થોડા સમય પછી ખબર નહિ અચાનક એને કંઈ થયું ....એ એકદમ ખુરશી માંથી ઊભો થયો અને મારા કાનમાં ખાલી એટલું કીધું...

“શિવલા.... આઈડિયા આવી ગયો...”

એમ કહીને કોઈ ને ખબર ના પડે એમ... એ સીધો અભય અને સુધી જ્યાં બેઠા હતા તે ટેબલ ઉપર જે પાણીની બોટલ પડી હતી એ લઈને બહારની તરફ ધસી ગયો... લગભગ પાંચ મિનિટ પછી એ આવ્યો અને બોટલ પાછી એની જગ્યાએ સિફત પૂર્વક મૂકી.... જાણે કશું થયું જ ન હોય એમ મારી બાજુમાં આવીને બેસી ગયો.

જરા અચમ્બિત થઈને મે એની સામે મેં જોઈને પૂછ્યું... ભાઈ... તમે કરીને શું આવ્યા?”

એને એક વિચિત્ર સ્માઇલ મારી સામે આપી અને કીધું કે આજે એને હું મારું પાણી પીવડાવીશ ચિંતન એ બોટલ માં થોડો પેશાબ કરીને આવ્યો હતો...

“અરે ભાઈ... આવું કેમ કર્યું... કોઈને ખબર પડશે તો...આપણું નામ બહાર આવશે તો...” મે જરાક ગભરતા કહ્યું..

“એ સાલો... હરામખોરઆ જ લાયક છે… તું ચિંતા ના કર તને અને મને કંઈ થવાનું નથી કુચાલ હવે આપણે જમવા જઈએ આવીને પછી મજા લઈશું.” ચિંતાને બિન્દાસ થઈને કીધું..

એમ તો ચિંતન એનું કામ બરાબર સફાઈપૂર્વક કરીને આવ્યો હતો... કારણ કે એ વખતે લગભગ આખા રીડિંગ હોલમાં માત્ર ચાર કે પાંચ સ્ટુડન્ટ બેઠા હશે... અને મોટાભાગના જમવાનો સમય થયો હોવાથી કેન્ટીનમાં ગયા હતા...

હું થોડોક નર્વસ હતો જો આ વાતની કોઈને ખબર પડી તો... પણ ચિંતન આજે અભયને મજા ચખાડવાના પૂરેપૂરા મૂડમાં હતો..

“એકવાર મારું જળ પીશે.. પછી એ સંપૂર્ણપણે પવિત્ર થઈ જશે... એમ પણ એને એની જિંદગીમાં બહુ પાપ કર્યા છે...” એમ કહી ને ચિંતન જોર જોરથી હસવા લાગ્યો એની વાત સાંભળીને હું પણ જરાક રેલેક્સ થયો.. અને હું પણ હસવા લાગ્યો....  હસતા હસતા મેં કીધું

“ચિંતનભાઈ... તમે પણ ખરા છો હો...”

એટલી વાત કરતા કરતા અમે ટેબલ પરથી ઊભા થયા અને કેન્ટીન તરફ ચાલવા લાગ્યા...

લગભગ 45 એક મિનિટ પછી અમે પાછા આવ્યા અને જોયું તો રીડિંગ હોલ લગભગ સ્ટુડન્ટ્સ થી ખચોકચ ભરાયેલો હતો.. પણ મારી નજર સૌથી પહેલા અભયના ટેબલ પર ગઈ... એ બંને જમીને પાછા આવી ગયા હતા અને પાછા વાંચવા લાગ્યા હતા...

એમની પાણીની બોટલ લગભગ ખાલી થઈ ગઈ હતી... હું મનોમન મુસ્કુરાતો હતો કે આજે ચિંતને  બરાબર નો પાઠ ભણાવ્યો છે.... ચિંતને પણ મારી સામું જોયું અને બોટલ સામે ઈશારા કરતા મને thumbs up કર્યું... અને બોલ્યો mission accomplished…

અમે બંને મનોમન ખૂબ ખુશ થતા હતા….જાણે અભય ને ચિંતનનું યુરિન પીવડાવીને અમે લોકો જંગ જીત્યા હોય એવી નાદાને ભર્યા કામથી ખુશ થતા હતા...

લગભગ પાંચેક મિનિટ થઈ હશે અને એવામાં બાજુના ટેબલમાં બેઠેલો શ્લોક ઉભો થઈને અમારી પાસે આવ્યો અને બોલ્યો.. “ચિંતનભાઈ....  શીવલા... આજે તો મેં જબરુંકર્યું..”

“હવે આ ભાઈએ શું કર્યું હશે....”હું ચિંતન ની સામે જોઈને બોલ્યો..

“મુ લગભગ 20 એક મિનિટ પેલા ઓય કન આયો તો જોયું ક..  અભય અને સ્તુતિના ટેબલ પર એક ઠંડા પોણી ની બાટલી પડી તી... મે જટ દઈને એ પોણી ઉપાડ્યું ને બધું બધું ગટ-ગટ પી જયો... હવે પીશે એ દિયોર ગરમ પોણી...”

જાણે પાકિસ્તાન પાસે થી કશ્મીર લઈ આવ્યો હોય... એમ એ બોલ્યો.. બિચારો ભોળો શ્લોક...

એ બિચારા ને કાંઈ ખબર નહોતી એને એ ઠંડા પાણીની સાથે ચિંતને એનું ગરમ અને ખારું પાણી પણ ભેળવ્યું હતું...

“એલા ચો* ભાઈ... તે આ શું કર્યું...?” જરાક મોટા અવાજે બોલ્યો.. આનો અવાજ એટલો મોટો હતો કે બધા અમારી સામે જોતાં રહ્યા..શ્લોકનેતો વાત ની કોઈ જાણ હતી જ નહો... એટલે એ તો ત્યાં એકદમ આખો ફાડીને એક પૂતળા ની જેમ ઉભો રહ્યો...

“હું થયુ લા ભઈ... ચંમ મારી પર આકોટા કરો સો..” શ્લોક અવાક બનીને બોલ્યો..

“તું કઈક કે આને શિવલા... ચિંતન માથું પકડીને બેસી ગયો..

મેં એના કાનમાં જરાક ધીરે થી કીધું...  કે તે જે પાણી પીધું એ ખાલી સ્તુતિ અને અભય નું નોહતું.. એની સાથે ચિંતનભાઈ નું પાણી પણ અંદર હતું.

સમગ્ર વાત મેં એને કહી સંભળાવી...એનું મોઢું જોવા જેવુ હતું... અને વાત સાંભળી ને જ જાણે એને તો ઊબકા આવવાના શરૂ થઈ ગયા... આખી રાત એને ઉલટીઓ કરવાના પ્રયત્નો કર્યા.. પણ હવે કઈ થઈ શકે એમ નોહતું...

એ સાંજે અમે બધા ખૂબ હસ્યા પણ બિચારા શ્લોકની હાલત ખરાબ થઈ ગઈ હતી

આવી અનેક મજાક અને મસ્તી અમે બધા સાથે કરતા હતા...મને મારો આ બડવાળ હવે ધીમે ધીમે ગમવા લાગ્યો હતો..

પણ મને નહોતી ખબર કે આ બધું બદલવા માટે જ કદાચ માયા મેડમ આવ્યા હતા.

...

કોઈ ઇન્ટરેસ્ટિંગ કેસ હોય તો મેડમ ઘણીવાર મને એમનાOPD માં બોલાવતા... મને એ કેસ વીસે વાંચવાનું કહેતા અને પછી ડિસ્કશન પણ કરતા... હું પણ ઘણા બધા ડાઉટસ લઈને એમની પાસે જ હતો અને એમની જોડે ચર્ચા કરતો...એ પણ હંમેશા મને હસીને પ્રેમથી બોલાવતા અને શીખવાડતા...

ઘણી બધી વખત તો રાતે મોડા મોડા પણ વાંચતાં વાંચતાં મેં એમને ડિસ્ટર્બ કર્યા હા... પણ ક્યારે પણ મોઢું બગાડ્યા વગર હંમેશાએ ફોનમાં જવાબ આપતા...

લગભગ ત્રણ મહિના વીતી ગયા હતા અમારી ફર્સ્ટ અમને એક્ઝામ પણ પૂરી થઈ ગઈ હતી અને ધારણા મુજબ મારે સૌથી વધારે માર્ક્સ આવ્યા હતા... મેડિસિન ના તો રીઝલ્ટમાં મેં રેકોર્ડ બ્રેક કર્યો હતો... અને અત્યાર સુધીની કોલેજની સૌથી વધુ માર્કસ થી પાસ થયો હતો... બધું જ માયા મેડમના કારણે જ હતું... હું એમનો આભાર માનું એટલો કામ હતો.... અમારા બંનેની કેમેસ્ટ્રી આમ તો બીજા બધા ની જેમ માત્ર સ્ટુડન્ટ ટીચરની જ હતી... પણ એ મારાથીથોડાવધારે નજીક હતા હું એમનો સૌથી ફેવરેટ સ્ટુડન્ટ બની ગયો હતો...

પરીક્ષા પૂરી થઈ હોવાથી અમે બધા રિલેક્સ હતા.. અને લેક્ચર હોલ માં બેઠા બેઠા...  એકાદ દિવસ માટે નો પિકનિક નો પ્લાન બનાવતા હતા.. એવા માં માયા મેડમ આવ્યા..

“શું વાતો ચાલે છે... ?” એમને અમને પૂછ્યું..

“ગૂડ મોરનીંગ મેડમ.. આતો જસ્ટ પરીક્ષા પૂરી થઈ એટ્લે એકાદ દિવસ આઉટિંગ માટે જવાનું વિચાર તા હતા..” અમે ઊભા થઈ ને બોલ્યા..

ઓહહ વાવ.. ગૂડ આઇડિયા... હું પણ તમારી સાથે આવીશ... ઇનફેક્ટ આપણે આખા ક્લાસ ને સાથે લઈ ને જઈએ...ડીન સાર સાથે હું વાત કરી લઇશ” એમને ઉત્સુકતા બતાવી...

માયા મેડમ સાથે પીકનિક.. મન માં લાડુ ફૂટયા...પણ આખા ક્લાસ સાથે ની વાત મને નોહતી ગમી..એમાં પેલા 2 પણ આવશે.. પણ માયા મેડમ ની સામે થવા નોહતો માંગતો.. એટ્લે અમે બધા એ એમની હા માં હા પુરાવી... 

એ સાંજે શ્લોક,HK, પોઠિયો, અને ચિંતન હોસ્ટેલ ની બહાર ના ભાગ માં બેઠા જતાં.. અને હું જાણે ચિંતા મા મારો હાથ મળતો મળતો...આગળ પાછળ ચાલી રહ્યો હતો.. ગમે તે થાય પણ આ અભય અને સ્તુતિ ને પીકનિક માં આવતા રોકવાજ પડશે.. જો એ આવસે તો હું માયા મેડમ નો નજીક ફરકી પણ નહીં શકું.. હું માયા મેડમ ની સાથે વાત પણ કરીશ તો તો એ લોકો વાત ની વતેસર કરી નાખસે અને આખા ગામ માં ઉડાવસે...અને માયા મેડમ ના મન માં મારા વિરુદ્ધ ભરાવશે..

“હા... પણ કઈ રીતે... પોઠિયો બોલ્યો..

“એલા... એ પણ હું વિચારીશ તો તમારા જેવા મિત્રો શું કામ ના?...” હું પોઠિયા પર ચીડયો..

“હેડ.. મારા દીઓર ના ટોટીયા ભાગી નોખીએ...પછી જોવું સુ ચમનો આવસ...” શ્લોક બેટ હાથ માં લઈને ઊભો થઈ ને બોલ્યો.. ચિંતને આનો હાથ પકડીને અંકો થી બેસી જવાનો ઈશારો કર્યો..

“કેન્ટીન વાળો ઓલો કાંતિ કાકો અપડો ઓળખીતો છે... એને કહી જે એમના જમવામાં જુલાબ ની ગોળીઓ નાખી દેવી છે..” HK બોલ્યો...

હું અને ચિંતન આ બધા ના ફિલ્મી આઇડિયા થી કંટાળી ગયા હતા... ચિંતન માથું પકડી ને બોલ્યો..

“બંધ થાઓ બધા.. આ શું બક*દી કરી રહ્યા છો... શિવ.. આમાં તારે જ કાંઈક કરવું પડશે.. અને મારી સલાહ માન... ભુલી જા પિકનિક...”

પણ હું આસાની થી છોડી દઉં એમાનો નોહતો.. મે મારૂ શેતાની દિમાગ કામે લગાડી દિધુ.. અને મને એક રસ્તો મળી ગયો.. જેનાથી સાપ પણ મારે અને લાઠી પણ ના તૂટે...

...

અમારી ૧૦૦ ની બેચ માથી હવે માત્ર ૭૫ જણા જ બચ્યા હતા બાકી જે નાપાસ થતાં એ માઇનર બેચ માં હતા... એ દિવસો માં અમારી પોસ્ટિંગ અલગ અલગ વિભાગ માં વારાફર થી થતી હતી.. અમારા 75 જણા ની બેચ ને 3 મુખ્ય વિભાગો માં વહેચવામાં આવ્યા હતા. મેડિસિન, ગાયનેક અને સર્જરી.. મારૂ પોસ્ટિંગ હાલ મેડિસિન માં હતું એ હવે પૂરું થવાનું હતું.. અને એની પેહલા હું ડૉ પાઠક ના સર્જરી વિભાગ માં થી ગુજરી ગયો હતો..

ડૉ.મનોજ પાઠક...ઉર્ફ હિટલર..સર્જરી વિભાગ ના વડા... લગભગ ૬૦ વર્ષ ની ઉમર...અને એકદમ ખડડૂશ.. સ્ટુડન્ટ્સ તો શું પણ નર્સ અને પટાવાળા પણ એમના થી થરથરતા હતા.. રોજ સવારે ૫ વાગે.. એમના વોર્ડ નો રાઉન્ડ લેતા.. દર્દી જોવા નહીં.. સફાઈ કામ જોવા.. અને જો ક્યાં ધૂળ કે કચરો દેખી જાય તો પટવાળા ની હાલત ખરાબ કરી દેતા.. એમની વિરુદ્ધ માં અનેક ફરિયાદો થઈ હતી.. પણ એક સિનિયર સર્જન હોવાથી એમની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નોહતા..કદાચ એમાં આવા ચીકણા સ્વભાવ ના કારણે જ એમના છૂટા ચેડાં થઈ ગયા હતા અને એમના બાળકો પણ એમ ની સાથે નોહતા રહતા..

સ્ટુડન્ટ માટે તો એ સાક્ષાત કાળ સમાન હતા.. જો કોઈ દર્દી ની દવા માં કે પાટાપિંડી માં ગડબડ થઈ તો..એક અઠવાડીયા સુધી એને વોર્ડ માં જ રહેવાનું અને પટાવાળા નું કામ એને કરવાનું... જેવુ કે દર્દી નું ડાઇપર ચેંજ કરવાનું... એનો પડેલો એંઠવાડ ઉપડવાનો.. અને વોર્ડ માં કચરા, પોતા..  બધુજ..

...

જેમ તેમ કરીને મારૂ સર્જરી પોસ્ટિંગ પૂરું થઈ ગયું હતું.. પણ આવતા અઠવાડીયા થી એ કાળા પાણી ની સજા ભોગવવાનો વારો અભય અને સ્તુતિ નો હતો..

અઠવાડીયા પછી ક્રમાનુસાર મારૂ પોસ્ટિંગ ગાયનેક વિભાગ માં થઈ ગયું.. અને અભય નું હિટલર ના વિભાગ માં..

અમે બધા એ રવિવાર ના દિવસે પીકનિક માટે જવાના હતા..એના માટે ડીન સર જોડે થી પરવાનગી મળી ગઈ હતી.. બધાજ ઇચ્છુક સ્ટુડન્ટ્સ એ પોતાનું નામ લખવી દીધું હતું..દિવસ અને સમય બંને નક્કી હતા... પિકનિક અને મારા પ્લાન ના અમલીકરણ નો..

મારો પ્લાન બહુ સિમ્પલ હતો.. પિકનિક જવાના 2 દિવસ પેહલા... એટલે કે શુક્રવાર ની સાંજે.. હું મારા કામ ને અંજામ આપવાનો હતો.. પરંતુ સર્જરી વોર્ડ માં પોસ્ટિંગ વગર ગુસવું એટ્લે જાણે બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન જવા જેવુ હતું.. જેટલું જણાતું એટલું આસન કામ નોહતું... પણ હું ને મારી ટીમ કોઈ પણ મુશ્કેલી પોહચી વળવા તૈયાર હતા...  

એ દિવસે સાંજ ના લગભગ 5 વાગ્યા હતા..OPD બંધ થવા ની તૈયારી જ હતી કે નાટક શરું થયું...પોઠિયા ને પેટ માં દુખવાનું... હું એનેસર્જરી વિભાગ ની OPD પાસે લઈ ગયો...  પેટ પકડીને પોઠિયો જોર જોર થી ચિલ્લવી રહ્યો હતો...

“અરે બાપા મરી ગયો.. કોક બચાવી લ્યો.. ઓહહ રે..” એની બૂમો સાંભળી ને જાણે આખો સર્જરી વિભાગ ગુંજી ઉઠ્યો...

“ઓવેર એક્ટિંગ ના કરીશ.. પકડાઈ જાશું..” હું પોઠિયા ના કાન માં બોલ્યો...

થોડી જ વાર માં સર્જરી ના સહ પ્રાધ્યાપક આવી ગયા અને તપાસી ને કીધું કે ખાલી ગૅસ નો દુખાવો લાગે છે... દવા થી ઠીક થઈ જશે કઈ ખાસ ચિંતા નું કારણ નથી લાગતું..”

અમારો પ્લાન થોડો ડગમગતો હોય એમ અમને લાગ્યું.. કેમ કે અમારે એને વોર્ડ માં દાખલ કરવો હતો.. મે પોઠિયા ને ઈશારો કર્યો કે પેટ ની જમણી બાજુ નીચે હાથ મૂક.. છેલ્લા વર્ષ માં મને એટલી તો ખબર હતી જ કે એપ્પેંડિક્ષ ક્યાં હોય..

“સાહેબ...એપ્પેંડિક્ષ નો દુખાવો નહીં હોય ને..?” એટલું બોલી ને મે સાહેબ ને વિચારતા કરી દીધા..

સાહેબ એને તપાસતા તપાસતા હજુ કઈક વિચારતા અને પોઠિયા એ ફરી પાછી જમણી બાજુ પેટ પકડી ને બૂમ પાડી.. “ઓહ માડી... બહુજ દુખે છે સાહેબ...”

સાહેબ પણ થોડું ગભરાયા.. પોઠિયા ને કઈ ના થાય એ પણ જરૂરી હતું.. એના બાપ એસપી જો હતા.. એટ્લે જ આ કામ માટે મે પોઠિયા ની પસંદગી કરી હતી..

સમય પણ અમે થોડો મોડો પસંદ કર્યો હતો.. કેમ કે અમને ખબર હતી કે સાજે એની સોનોગ્રાફી પણ તાત્કાલિક તો નહીં જ થાય...અને અમારું કામ કરવા અમને પૂરતો સમય મળી જાસે...

“સિસ્ટર.. આ ને વોર્ડ માં એડ્મિટ કરી દો.. કાલે સવારે સોનોગ્રાફી કરીને પછી નક્કી કરશું...” એટલું બોલી ને સાહેબ ત્યાં થી નીકળી ગયા...

અને અમને જોઈતું હતું એ મળી ગયું.. પહળું ચરણ અમે પાર કરી દિઘું હતું... પોઠિયો એડ્મિટ હતો અને  હું એની સાથે વોર્ડ માં આવી ગયો હતો.. આ એજ વોર્ડ હતો જેમાં અભય અને સ્ટુતી નું પોસ્ટિંગ હતું.. 

સાંજ ના લગભગ 8 વાગી ગયા હતા..હવે મારું બીજું કામ હતું.. કોઈ એવું વીઆઇપી દર્દી શોધવાનું... વોર્ડ લગભગ 20 થી 25 દર્દી દાખલ હતા.. નર્સિંગ સ્ટેશન પર આવીને હું દાખલ દર્દી ની તપાસ ફાઇલ જોવા લાગ્યો.. અને મને જોઈતું હતું એ મળી ગયું..

શાહ સાહેબ.. જે આ શહેર ના સૌથી મોટા બિલ્ડર હતા એમના પી.એ. ત્યાં દાખલ હતા.. પગ માં ગેંગરીન એટ્લે કે સડો થયો હતો અને એની સારવાર ખુદ હિટલર કરતો હતો.. એની ફાઇલ જોતા જ છેલ્લા પાનાં પર મને ખુદ હિટલર ના અક્ષરે લખેલું દવા નું કાગળ મળ્યું... અને કેટલાક રિપોર્ટ્સ..

હું એ ગાયબ કરવાની ફિરાત માં જ હતો કે અચાનક ત્યાં હિટલર અને સહ પ્રાધ્યાપક જેમને પોઠિયા ને જોયો હતો એ આવી પોહચ્યા.. એને જોતાં જ મારા તો પસીના છૂટવા લાગ્યા.. મારૂ તો ઠીક પણ બિચારા પોઠિયા ની હાલત ખરાબ થવાની હતી..

એને જોતાં જ હું તો જાણે પાછળ કૂતરું પડ્યું હોય એમ ત્યાં થી ભાગ્યો અને વોર્ડ ના બાથરૂમ માં છુપાઈ ગયો..

“સિસ્ટર.. બધુ બરાબર છે ને.. દર્દી ની કોઈ ફરિયાદ નથી ને..” એક મોટા અને ભારે અવાજ સાથે હિટલર બોલ્યો...

“ના સાહેબ.. કોઈ તકલીફ નથી...” વોર્ડ સિસ્ટર પણ જાણે એને ભગાવી મૂકવા માગતા હોય એમ બોલ્યા.. અને હું બાથરૂમ ના દરવાજા પાછળ ઊભો ઊભો આ બધુ સાંભળી રહ્યો હતો..

“હમ્મ.. તમે જે સ્ટુડન્ટ દર્દી વિષે વાત કરતાં હતા એ ક્યાં છે?” હિટલરે સહ પ્રાધ્યાપક ને પૂછ્યું..

સહ પ્રાધ્યાપક સાહેબે પોઠિયા ના બેડ સામે ઈશારો કર્યો..

પોઠિયો દૂરથી બધુ જોઈ રહ્યો હતો.. અને હિટલર ને એની પાસે આવતા જોતજ પોઠિયા એ ચોરસો ઓઢી લીધો.. નજીક આવીને હિટલરે પોઠિયા ને ઉઠાડયો.. મોઢા થી ચોરસો હટાવીને પૂછ્યું..

શું નામ છે તારું...કયા વર્ષ માં છે તું...

“સ..સ..સર રવિ... ત્રીજા વર્ષ માં સાહેબ..” પોઠિયા એ ડરતા ડરતા કીધું..

“ક્યાં દુખે છે? અને ક્યારથી દુખાવો શરૂ થયો...”એમનો અવાજ એટલો ભારે હતો કે ના દુખતું હોય તો પણ દુખવા લાગે..

ગભરાહત માં પોઠીયાએ બાફયુ.. પેટ ની ડાભી બાજુ એ હાથ મૂકી દીધો અને બોલ્યો..

“એક કલાક પેહલા..”

હિટલરે પેટ તપસવાનું ચાલુ કર્યું.. પણ ડર અને ઘભરાહટ માં બૂમ તો શું... ગળા માથી અવાજ પણ ના નીકળ્યો... હિટલરે તપાસી ને સહપ્રધ્યા પાક સામે એવી રીતે જોયું કે જાણે એને ખબર પડી ગઈ હતી કે આ દુખાવો સાચો નોહતો..  

પોઠિયા નો ચેહરો ફિક્કો પડી ગયો હતો.. મોઢું સુકાઈ ગયું હતું અને માથા પર પશીનો સપ્સ્ત પણે દેખાતો હતો...

થોડી વાર તપાસી ને બોલ્યા... એપ્પેંડિક્ષ નો દુખાવો નથી લાગતો.. તેમ છતાં આજે રાતે અહિયાં દેખરેખ માં રાખો... સવારે રજા આપી દેશું..” એટલું બોલી ને એ ત્યાથી જતાં રહ્યા... અમે થોડા રિલેક્સ થયા...

હું બાથરૂમ જેવો બહાર આવ્યો કે પોઠિયો જોરથી મારી પર ચીલલવ્યો.. મારી નાખસો મને તમે બધા ભેગા થઈને.. આ હિટલર મારૂ ઓપરેશન કરી નાખત.. હું તમારા માટે મારી બલી નહીં આપું.. હું જાઉં છું અહિયાં થી... એમ કરી ને ઊભો થઈ ને ચાલવા લાગ્યો..

મે એને પાછળથી પકડ્યો અને ગળે લગાવીને કીધું..

“થેન્ક્સ ભાઈ.. તે મસ્ત કામ કરી લીધું છે.. હવે આજ ની રાત રોકાઈ જઈશ તો કાલે હું તને અનલિમિટેડ પિઝા ખવડાવીશ..” મે એની ડૂબતી નસ ઉપર હાથ મૂક્યો...

અને હસતાં હસતાં એ ખાલી એટલું જ બોલ્યો...

“સાચ્ચે...?”

અમે બંને હસી પડ્યા..

એ સાંજે સમય જોઈને મે શાહ સાહેબ ના પી.એ. ની ફાઇલ માંથી અમુક રિપોર્ટ્સ અને દવા ના કાગળ ગાયબ કરી દીધા... 

એ રાતે બિચારા પોઠિયા ને જરૂર વગર પેઇનકીલર ઈંજેક્સન ખાવા પડ્યા.. મને પોઠિયા ની દોસ્તી માર માન થઈ ગયું.. સવારે સોનોગ્રાફી કરાવીને એને રજા આપી દીધી..

 

...

રવિવાર ની એ સવાર થઈ ગઈ હતી.. કોલેજ ના ગેટ થી બસ ઉપડવાની હતી.. લગભગ 60 જેટલા સ્ટુડન્ટ્સ નું રજિસ્ટ્રેશન થયું હતું... હું,HK, શ્લોક બધા તૈયાર થઈ ને બસ પાસે પોહચી ગયા હતા.. બસ 7 વાગે ઉપડવાની હતી.. અમુક ને બાદ કરતાં.. લગભગ બધા સ્ટુડન્ટ્સ આવી ગયા હતા..  6.45 થયા અને ત્યાં માયા મેડમ આવ્યા..

ખુલ્લા વાળ, બ્લેક ટ્રાઉસર, વ્હાઇટ ટી-શર્ટ અને ઉપર જેકેટ... એમની ઉમર કરતાં એ ગણા નાના લાગી રહ્યા હતા.. થોડી દૂર સામે થી એમને આવતા હું એકીટસે જોઈ રહ્યો હતો..એમનો ચેહરો ખૂબ સુંદર લાગી રહ્યો હતો.. પણ આ શું...? એમની એ સુંદર મુષકન કેમ જાણે આજે ગાયબ હતી...

બસ ની નજીક આવીને એ બોલ્યા..

ગૂડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ.. we have bad news today... અચાનક એમના આવું કહેવાથી એકદમ શાંતિ છવાઈ ગઈ...

“બદનસીબે.. જેટલા રજિસ્ટ્રેશન થયા હતા એમથી કુલ 8 સ્ટુડન્ટ્સ આજે નહીં આવી શકે... સર્જરી વિભાગ ના વડા ડૉ. પાઠકે એમને રોકી લીધા છે..” એકદમ દુખી મન સાથે માયા મેડમે કીધું...

મારૂ કામ થઈ ગયું હતું.. અભય, સ્તુતિ અને બીજા 6 લોકો ને સજા મળી ગઈ હતી.. અને એ લોકો આવીશકે એમ હવે નોહતું.. હું મનોમન ખૂબ ખુશ હતો.. મારો અને મારા મિત્રો નો બદલો પણ પૂરો થઈ ગ્યો હતો અને આજે અને ગેરહહાજરી પણ હતી...પણ માયા મેડમ ખૂબ અપ્સેટ થઈ ગયા..એ કઈ પણ બોલ્યા વગર બસ પાસે ઊભા હતા..અને બધા એમની સામે જોયા કરતાં હતા..

“its ok ma’am… but we can’t do anything…પ્રોફ્ફેસર પાઠક ને તો તમે ઓળખો જ છો ને.. હવે એમને નક્કી કરી દીધું છે તો એ એમને નહીજ આવા ડે પણ એમના સિવાય અહિયાં બીજા 53 છે.. પ્લીઝ મેમ.. દુખી ના થસો.. અમારું વિચારો..” બધા ના પ્રતિનિધિ તરીકે હું બોલ્યો..

“Yaa... you are right shiv... we can’t do anything… come on .. let’s go and enjoy” એક સ્માઇલ સાથે એટલું બોલ્યા ને એમને મારા ખભા પર હાથ મૂક્યો...અને બસ માં બેસવાનો ઈશારો કર્યો...

બધા બસ માં વારાફરથી બેસવા લાગ્યા હતા.. હું હજુ બહાર ઊભો હતો.. મારે માયા મેડમ ની સાથે બેસવું હતું એટ્લે હું એમની બાજુ માં નીચેજ ઊભો હતો.. બધા બસ માં બેસી ગયા પછી છેલ્લે હું ચઢ્યા... હજુ બસ માં ગણી ખાલી જગ્યા હતી.. હું પાછળ ની બાજુએ આવેલી ડબલ સીટ માં એકલો બેઠો.. જેવો હું બેઠો ક શ્લોક પાછળ થી ઉઠી ને મારી બાજુ માં બેસવ આવ્યો.. મે માયા મેડમ સામું જોઈને શ્લોક ને ઈશારો કર્યો... તો એ જરાક ગુસ્સે થઈ કઈક બબડતો બબડતો પાછો HK જોડે બેસવા જતો રહ્યો..

થોડી વાર માયા મેડમ બસ માં આવ્યા.. મારી સામે જોયું... તો હું જાણે એમને બેસવા જગ્યા આપતો હોય એમ સીટ ઉપર ખસ્યો.. પણ એ ખાલી સ્માઇલ આપીને પાછળની સીટ માં બેસવા જતાં રહ્યા... મારો પોપટ થઈ ગયો.. અને આ બધુ શ્લોક અને HK જોઈ ગયા.. એ બંને મારી સામે હસતાં હસતા એમની વચલી આંગળી મને બતાવી રહ્યા હતા..

થોડી વાર પછી બસ ઉપડી.. હું વારંવાર પાછળ વળી વળી ને માયા મેડમ ને જોઈ રહ્યો હતો.. પણ એમનું ધ્યાન બસ ની બહાર હતું.. જાણે કોઈ ગૂઢ વિચારો માં હતા.. અડધી ખુલ્લી બારી માથી આવતો પવન થી એમના વાળ ઊડી રહ્યા હતા અને જાણે એમના ગુલાબી ગાલ ને ચૂમી રહ્યા હતા..

મારા થી ના રેહવાયું... હું એમની પાસે ગયો અને બોલ્યો..

“મેમ.. હું અહિયાં બેસી શકું?.. એમને બાજુ ની સીટ પર પડેલી એમની બેગ ઉઠાવી ને ખોળામાં મૂકી અને પાછા બહાર જોતાં જોતાં એમના વિચારો માં ખોવાઈ ગયા... 

“એક વાત પૂછું.. મેડમ”.. તમે હસતાં હોય ત્યારે અને ક્યારેક ગુસ્સા માં પણ સારા લાગો છો..... પણ આ ઉદાસ ચહેરમાં તો બિલકુલ નહીં... વ્યક્તિ એ હમેશા ખુશ રહેવું જોઈએ.. જિંદગી તો ઘડિયાંળ ના કાંટા જેવી હોય છે.. બધા ને લાગે છે કે સ્થિર છે પણ કમ્બક્ત ક્યારે આગળ વધી જાય છે અને સમય ની જેમ જ જિંદગી પૂરી થઈ જાય છે કઈ ખબર નથી પડતી.. એટ્લે હસતાં રહો.. મુસ્કુરાતા રહો..” હું કોઈ પરેરક વક્તા ની જેમ બોલ્યો..

મને ખુદ ને ખબર નોહતી કે હું શું બોલી રહ્યો હતો.. પરતું માયા મેડમ એક ચિત્તે મારી વાતો સાંભળી રહ્યા હતા.. જાણે હું એમની અંગત જિંદગી વિષે જ એમને સલાહ આપી રહયો હતો... હાલાકી મને એમની અંગત જિંદગી વિષે કઈ ખબર નોહતી.. આજે હું એમને જિંદગી ના પાઠ બનાવી રહ્યો હતો અને એ મારા સ્ટુડન્ટ હતા..

મારી વાત પૂરી થઈ પછી એમને એક ઊંડો સ્વાસ છોડ્યો અને મને કીધું... “કહવું ખૂબ સહળું છે શીવ.. પણ આ જીવન ની વાસ્તવિક્તા કઈક અલગ છે... તું હજુ નાનો છે આ સમજવા માટે..

“જો જીવન ની વાસ્તવિક્તા એટલી જ કડવી હોય તો મારે સમજવું પણ નથી... હું તો આજ માં જીવવા માંગુ છું.. હસતાં ગાતા અને મજા કરતાં કરતા..” હું બોલ્યો..

મારી વાતો સાંભળી ને હસતાં હસતાં મારા ગાલ ઉપર એમનો હાથ મૂકીને એ બોલ્યા... “આટલું બધુ સારું સારું બોલતા ક્યાં થી શીખ્યો...?”

એ બધુ છોડો મેં

“એ બધુ જવાદો મેડમ..ચાલો આપણે બધા હવે અંતાક્ષરી રમીયે..” મારો એ સુજાવ બધા ને ગમ્યો..

1 ક્લાક સુધી અમે અંતાક્ષરી રમ્યા અને પછી શરૂ કર્યું ડમ ચેરાડ્સ.. જેમાં ઇશારા માં હિન્દી મૂવી નું નામ ની ધારણા કરવાની હોય... અમે બધા 2 ટીમ માં વહચાઇ ગયા..હું અને માયા મેમ એક ટીમ માં હતા... હું આ રમત માં પારંગત હતો..એટ્લે અમે જીતી રહ્યા હતા... હવે ઇશારા માં સમજવાનો વારો માયા મેડમ નો હતો.. એ બસ ની વચ્ચે ની જગ્યા માં ઊભા થયા અને એમની સામે લગભગ 4 કદમ દૂર હું ઊભો હતો.. એમને ઇશારા માં મને મૂવી નું નામ સમજવાનો પ્રયત્ન કરવાનું હજુ શરૂ જ કર્યું હતું કે અચાનક.....

 બસ ની જોરદાર બ્રેક લાગી.... માયા મેડમ પોતાનું બેલેન્સ ગુમાવી દીધું અને સીધા આવીને મારી ઉપર પડ્યા... હું જાણે કોઈ કેચ પકડવાનો હોય એમ એમને કમર થી મે પકડી લીધા અને મે પણ મારૂ સંતુલન ગુમાવી દિધૂ... અમે બંને નીચે પડી ગયા.. હું નીચે અને એ મારી ઉપર... એમના હોઠ મારા ગાલ સાથે એવી રીતે ટકરાયાં અને જાણે એક કીસ થઈ ગઈ... આકસ્મિક રીતે...

એમના અંગે અંગ ના સ્પર્શ થી હું રોમાંચિત હતો..મને કમર માં થોડું વાગ્યા હતું પણ મે માયા મેડમ ને વાગવા નોહતું દીધું. મને આ દર્દ માં પણ મજા હતી.. મે હજુ એમને કમર થી પકડી રાખ્યા હતા.. ભાન માં તો હું ત્યારે આવ્યો જ્યારે બધાએ અમને ઊભા કર્યા.. મારા મોઢા પર નું છુપું હલકું સ્મિત શ્લોક અને HK કળી ગયા હતા.. મેડમ જડપ થી ઊભા થઈ ગયા અને એમના વાળ અને કપડાં સરખા કરતાં કરતાં એમની જગ્યાએ જઈને બેસી ગયા.. અને હું મારી જગ્યાએ..

આ બનાવ પછી હું કે માયા મેડમ કશુજ બોલ્યા વગર પોતપોતાની સીટ ઉપર બેઠા રહ્યા હતા..હું મનોમન ડ્રાઇવર ભાઈ નો આભાર માણતો હતો.. મારે માયા મેડમ સાથે વાત કરવી હતી.. પણ આ કોઈ યોગ્ય સમય નોહતો.. હું મન માં ને મનમાં જે આ ફિલ્મી લાગતો બનાવ બન્યો હતો એના વિષે વિચારી રહયો હતો.. પણ આ એક હકીકત હતી..

...

લગભગ 3 એક કલાક માં અમે નદી કિનારે આવેલા રિસોર્ટ માં પોહચ્યા...બધા જ રિસોર્ટ માં મજા મસ્તી કરવા બહુ ઉત્સુક હતા.. બધા બસ માઠી નીચે ઉતરાયા.. મે છેલ્લે ઉતરવાનું નક્કી કર્યું.. હું મારી સીટ પર બેઠો રહ્યો... મને ધીરે ધીરે દુખાવો વધતો હતો... હું દુખવાના કારણે થોડો કણસી રહ્યો હતો.. અચાનક માયા મેડમ મારી પાસે આવ્યા અને મારી ખભા ઉપર હાથ મૂકે ને મને પૂછ્યું... બહુ દુખે છે...? મે માથું હળવી ને હ પડી.. એમને પાકીટ માથી એક ટેબ્લેટ કાઢીને મારા હાથ પર મૂકી અને એમની બોટલ માથી પાણી આપતા કીધું... આ લઈ લે આરામ થી જશે..એટલું બોલી ને એ બસ ની નીચે ઉતરી ગયા..

હવે ધીરે ધીરે ખબર પડી રહી હતી કે સાલું બહુ વાગ્યું હતું...

રિસોર્ટ બહુ મોટો હતો.. બંને બાજુ મોટા મોટા ગાર્ડન, રંગબેરંગી ફૂલ અને છોડ...બંને બાજુ મોટા ઘટાદાર આંબા ના વૃક્ષ, અને નીચે ચાલવા માટે ની પગદંડી... વચ્ચે મોટો રિસેપ્શન એરિયા હતો.. જેમાં અંદર જતાં જ અમારું સ્વાગત કરવા માં આવ્યું.. રિસેપ્શન ની પાછળ ના ભાગ માં રૂમ્સ અને વિલા હતા.. રૂમ ની જગ્યા આવી રીતે હતી કે દરેક રૂમ ની ઓસરી માથી પાછળ ની બાજુ વહેતી નદી.. સ્પસ્ત પણે દેખાતી હતી.. નદી માં વહતું ખળખળ પાણી અને ચહેકતા પક્ષીઓ ના અવાજ થી આખું વાતાવરણ સંગીતમય બની ગયુ હતું.. વચ્ચે મોટો સ્વીમિંગ પુલ હતો.. અને એની ચારેય બાજુ રેલેક્સિંગ ચેર..

પુલ ની બાજુ ના ભાગ માં ઈંડોર ગેમ્સ માટે અલાયદો રૂમ હતો અને એની પાછળ વોલીબોલ કોર્ટ..

બધા બહુ ખુશ થઈ ગયા હતા... અને મજા અને મસ્તી કરતાં હતા.. મોટા ભાગના બોય્જ થોડું રિલેક્સ કરીને સ્વીમિંગ કરવા ગયા હતા.. અમુક બોય્જ અને ગર્લ્સ વોલીબોલ અને ટેબલ ટેનિસ રમવા જતાં રહ્યા..

મારી નજર તો બસ ખાલી માયા મેડમ ને જ જાણે શોધી રહી હતી.. હું થોડો લંગડતો લંગડતો ગાર્ડન માં મૂકેલા એક બકડા ઉપર બેઠો.. મારા થી સ્વીમિંગ અને બીજી કોઈ રમત રમી શકાય એમ નોહતી.. પણ માયા મેડમ મને ક્યાય દેખાયા નહીં.. વાતાવરણ એટલું સુંદર હતુ કે બેઠા બેઠા ક્યારે મારી આંખ લાગી ગઈ એની મને ખબર ના રહી..

“શિવ..”અચાનક એક અવાજ ની મારી આંખ ખુલી.. જોયું તો સામે માયા મેડમ ઊભા હતા.. એ એમના કપડાં ચેંજ કરીને આવ્યા હતા... કદાચ પડી જવાથી થોડા બગડી ગયા હતા..

આર યૂ ઓકે? એમને મને પૂછ્યું..

“યસ મેમ..હવે સારું લાગે છે..” મને હજુ થોડો દુખાવો હતો.. એ મારી ખબર પૂછતાં પૂછતાં મારી બાજુ માં બેસી ગયા...

“તને ખબર છે શિવ.. તું તારી ઉમર કરતાં વધુ મચ્યોર છે... જ્યારે અમુક લોકો ભણેલા ગણેલા હોવા છતાં પણ...” એટલું બોલતા ની સાથે જ જાણે એમનું ગળું અને મન બંને ભરાઈ ગયા.. એ વધુ કાઇજ બોલી ના શક્યા... એમની મનોસ્થિતિ હું બરાબર સમજી ગયો હતો.. મે તુરન્ત્જ એમનો હાથ પકડી લીધો અને બોલ્યો..

“તમારે જે કઈ કહવું હોય એ મને કહી શકો છો...”

મારૂ એટલું કહવાની સાથે જ એમની ભરાઈ ગયેલી આંખો છલકી પડી... અને એમાં થી વેહતા આંસુ એમના ગાલ પરથી નીચે સરવા લાગ્યા... અને રડતાં રડતાં ભારે મન અને અવાજ સાથે એ બોલ્યા..

“ડેનિયલ... ડેનિયલ પાર્કર મારો એક્સ હસબન્ડ...”

એક્સ હસબન્ડ... એ સાંભળીને હું અચાનક ચોંક્યો અને મેં માયા મેડમ ની સામે જોયું.... મેડમ માયા મેડમ પરણેલા હતા એવત ની મને હમણાં જ ખબર પડી હતી.... અવાક બનીને એમની સામે જોતો રહ્યો અને એમને ગળગળા અવાજમાં બોલવાનું ચાલુ રાખ્યું...

 

 હું અને ડેનિયલ એમબીબીએસ માં સાથે જ હતા પ્રથમ વર્ષમાં જ એને મને પ્રપોઝ કરી દીધું હતું અને મને પણ એ પહેલેથીખૂબ જ પસંદ જ પસંદ હતો... મે એને હા પડી દીધી હતી... ડેનિયલ ખ્રિસ્તી સમાજમાંથી હતો જ્યારે હું એક રૂઠી ચુસ્ત હિન્દુ સમાજની દીકરી હતી.. મારા બંને ના રીત રિવાજો પણ અલગ હતા...પણ પ્રેમ આ બધુ ક્યાં જુવે છે.. અમે બંને આખો દિવસ સાથે ગુજરતા જાણે અમને એક બીજાનું વ્યસન થઈ ગયું હતું... સમય વિતતો ગયો.. એમબીબીએસ પૂરું થયું... અને અમે બંને એકબીજા ના ઘરે વાત કરી... અમે બંને લગ્ન કરવા માંગતા હતા... પણ અમારો સમાજ એના ખિલાફ હતો..

અમારા કુટુંબના વિરોધો વચ્ચે મે ઘરે થી ભાગી ને ડેનિયલ સાથે કોર્ટ મેરાજ કરી લીધા... ડેનિયલે પાન પોતાનું ઘર કોડી દીધું હતું.. અમે બંને અમદાવાદ માં એક ભાડા નું ઘર શોધીને રેહવા લાગ્યા.. ડેનિયલ ખૂબ જ પ્રેમાળ સ્વભાવનો, કેરિંગ અને હંમેશા શાંત રહેતો હતો. અમે બંને ખુબ ખુશ હતા... પ્રેમ થી સાથે રહતા એક બીજા ની કામ માં મદદ કરતાં અને સાથે સાથે પોસ્ટ ગ્રેજુએસન ની તૈયારી કરી રહ્યા હતા..ડેનિયલ ઘર ચલાવવા માટે ખૂબ મેહનત ક્તો હતો... સવારે નોકરી અને રાતે વાંચન... અમારા બંને ની મેહનત રંગ લાવી..  અમે બંને પોસ્ટ ગ્રેજુએસન માટે એક જ કોલેજમાં એડમિશન લીધું હતું... લગ્ન પછી ના બે વર્ષ તો ખૂબ જ સારા રહ્યા પરંતુ એ પછી ધીમે ધીમે તકલીફો નો દોર શરૂ થયો...

ડેનિયલ હવે મને સમય ઓછો આપવા લાગ્યો હતો... જે વ્યક્તિ એક ઘડી પણ મારા વગર રહી ના શકે એ હવે અનેક દિવસો મારી સાથે વાત નોહતો કરતો અમારા બંને વચ્ચે અંતર ધીમે ધીમે વધવા લાગ્યું... શરુવત માં તો મને લાગ્યું કે કામ નું ભારણ હસે...પરંતુ કારણ કઈક બીજું જ હતું...

એ અરસામાં હું પ્રેગનેટ થઈ મારી પ્રેગ્નન્સી સાથે જાણે અમારા બંને વચ્ચેની દૂરીઓ એટલી બધી વધી ગઈ કે હવે એ પાછું ભેગું કરવું મુશ્કેલ હતું... એના અચાનક આવા બદલાયેલા વર્તન મારા માટે જરાક આઘાત જનક હતું.. મે અનેક વાર એની સાથે વાત કરવાની કોશિશ કરી હતી... પણ એ કોઈ ને કોઈ બહાનું કાઢીને વાત ને ટાળી દેતો.. અનેક દિવસો સુધી એ ઘરે નોહતો આવતો.. “એને શું તકલીફ હસે.. ભણતર નો ભાર કે પછી બીજા કોઈ સાથે...???પણ મારૂ મન માણવા તૈયાર નોહતું..

પરંતુ જ્યારે વાતની સચ્ચાઈ ખબર પડી તને મારા પગ નીચેથી તો જાણે જમીને ઘસી ગઈ... એનું બીજી એક છોકરી સાથે અફેર હતું... જે ગાયનેક ડિપાર્ટમેન્ટમાં ડોક્ટર હતી... મે એના ફોન માં બંને ના અંગત પળોની તસ્વીરો જોઈ લીધી હતી... મારૂ દિમાગ કામ કરતું બંધ થઈ ગયું હતું... આખો દિવસ હું રડી હતી..

એ દિવસે ડેનિયલ સાંજે મોડો આવ્યો અને આવીને જાણે નશામાં ધૂત હોય એ રીતે લડખડતા એને ઘરની અંદર પગ મૂક્યો.. એને જોતની સાથે જ હું પરિસ્થિતી કળી કઈ...

મેં એની ઉપર ગુસ્સો કર્યો અને આના અફેર વીસે પૂછ્યું... પણ એ નફ્ફટ બની ને સાંભળતો રહ્યો..  અમારો વચ્ચે આ બાબતમાં ખૂબ તકરાર પણ થઈ..... એ દિવસે એને મને કહી દીધું હવે એ મારાથી કંટાળી ગયો છે...અને માંરાથી દૂર થવા માંગે છે...

એના મોઢે થી આ શબ્દો સાંભળીને હું આઘાતમાં સરી ગઈ.... હું કોઈપણ ભોગે એને છોડવા માગતી નહોતી એના વગર મારૂ જીવન હું કલ્પી શકી એમ નોહતું... કંઈ પણ થાય.... ભલે એ બીજી જોડે અફેર કરતો...મને ના છોડવા માટે હું એની સામે આજીજી કરવા માંડી... હું જાણે એની પાછળ એટલી બધી ગાંડી-ઘેલી થઈ ગઈ હતી... હું એને અનહદ પ્રેમ કરતી હતી...પણ એને મારા પ્રેમ ની કોઈ કદર નોહતી...

એ મારા પ્રેમ ને ઠુકરાવી ને ઘર છોડીને એ દિવસે ચાલ્યો ગયો...

મારા પ્રેમને મારી નબળાઈ સમજી બેઠેલો ડેનિયલ એક દિવસ છૂટાછેડા ના કાગળ લઈને મારી સામે આવ્યો... હું સંપૂર્ણ રીતે ભાગી ગઈ હતી... આટલો બધો ભાર સહન નહોતી કરી શકી અને આ બધા તકલીફો ના કારણે મારું અબોશન થઈ ગયું.... એકમાત્ર મારું જીવવાનું કારણ જે હતું... મારું બાળક... એ પણ હવે મારાથી દુર જતું થઈ હતું... મારું જીવન હવે મને વ્યર્થ લાવવા લાગ્યું હતું પણ તેમ છતાંય હું એટલી જલ્દી હારી જવા નહોતી માગતી...

એને મારા પ્રેમ અને લાગણીઓને સાથે દગો કર્યો હતો એટલે હું એટલો આસાનીથી એને છોડી શકું એમ નોહતું...મારો એના પર નો પ્રેમ હવે ગુસ્સા અને બદલાની ભાવનામાં ફેરવાઈ ગયો હતો... એને છૂટાછેડા આપવાની સાથે એક સારી કિમત એને ચુકવવાની હતી... મેં એની સાથે એલ્યુમિનિયમ તરીકે ખૂબ પૈસા અને મિલકત માંગી લીધી હતી... પણ તેમ છતાંય હું મારા મનને શાંત નહોતી કરી શકી....

છેવટે મેં મારા દિલને પથ્થર બનાવી દિહુ.. અને આ પથ્થરને કોઈ ભાગી ના શકે ને ફરી દિલમાં પ્રવેશ ન શકે એવી કઠોર દિલ ની હું બની ગઈ...

માતા પિતાની વિરુદ્ધ જઈને બીજા સમાજમાં લગ્ન કર્યા હતા એટલે મારા માટે પણ એ દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા હતા... મારા પિતા અમારા સમાજના પ્રમુખ હતા અને મારા મેરેજથી એમની ખૂબ  બદનામી થઈ હતી... એટલે એમ મારી જોડે વાત કરવા પણ નહોતા માગતા... મારા લગ્નના સમયે જ એમને મને કહી દીધું હતું કે તું હવે અમારા માટે મરી ગઈ છે.. મે એમને ઘણું દુખ આપ્યું હતું.. ઘણી વખત હિંમત કરીને મેં એમને ફોન કરવાની પ્રયત્ન કર્યો હતો...હું એમની માફી માંગવા માંગી હતી...  પણ એમને ક્યારે મારા ફોનનો જવાબ નોહતો આપ્યો...  હંમેશા રોંગ નંબર કહીને ફોન કાપી નાખતા હતા... મારી એક નાદાની ભરી ભૂલ ની સજા હું અને મારા માતા-પિતા બધા જ ભોગવી રહ્યા હતા... છેવટે હું અહીં આવી ગઈ...

જિંદગી ખૂબ કઠોર હોય છે... અને તે બધા ને બીજો ચાન્સ નથી આપતી છે... એટલે જ હું સવારે કહતી હતી કે....  જેટલું તું માને છે એટલું આસાન નથી હોતું....

અહિયાં આવ્યા પછી હું મારા મનને આ કામમાં ફરવા લાગી હતી અને અચાનક મારી સામે તું આવ્યો... શિવ... તારી વાતો, તારી બોલવાની છટા અને થોડા મહદઅંશે તારો દેખાવ પણ ડેનિયલ જેવો જ છે...

મને ખબર નથી કે આ બધી વાત હું તારી આગળ કેમ કરી રહી છું?… પણ તને જોતની જ સાથે જ... મારા પત્થર બની ગયેલા દિલ માં લાગણીઓ ના ઉમટી વેહેણ ઉઠ્યા છે... please don’t miss understand me…” એમને પોતાની વાત પૂરી કરી અને મારો હાથ જોરથી પકડી લીધો...એમની આંખ માઠી હજુ પણ આંસુ સરી રહ્યા હતા...

કહેવાય છે ને એ એક સ્ત્રી હંમેશા પોતાના જૂના પ્રેમને અન્યમાં શોધતી હોય છે...કદાચ એ પણ મારામાં ડેનિયલ ને શોધતા હતા... એમની આપવીતી સાંભળી ને મારું પણ દિલ જાણે ભરાઈ આવ્યું હતું... હું કશું જ બોલી ના શક્યો પણ મને એમની ઉપર જે વીતી હતી એ હું સ્પષ્ટપણે અનુભવવી શકતો હતો

આટલી નાની ઉંમરમાં કોઈપણ સ્ત્રી સાથે આટલી બધી ઘટના ઘટી જતી હોય ત્યારે એની મન કેવું થઈ જતું હોય છે તે બરાબર હું સમજી ગયો હતો... અમે એ આખો દિવસ સાથે રહ્યા... મેં માયા મેડમને એકક્ષણ માટે પણ અલગ નહોતા કર્યા... જે માયા મેડમ ને જોઈને મને કામવાસમાં જાગતી હતી... આજે એ જ માયા મેડમને જોઈને મારા દિલમાં એમના પ્રત્યે એક લાગણી અને પ્રેમ જાગૃત હતો... હા... પ્રેમ... એ પણ કોઈ પણ પ્રકાર ના સ્વાર્થ વગરનો... માયા મેડમ ના તો પ્રીતિ ની જેટલા સુંદર હતા ના તો સિલકી જેવા હોટ... પણ જાણે અમારા બંને ના દિલ કોઈ અદ્રશ્ય તાર થી એક બીજા સાથે જોડાઈ ગયા હતા... એ દિવસે અમે એક બીજા સાથે વધુ કંઈ વાત ન કરી બસ એકબીજાની સામું જોયા કરતા...

મારે ઘણું કહેવું હતું... ઘણું સમજાવું તું પણ આ સમય યોગ્ય ન હતો... એ અત્યારે માનસિક રીતે તૂટી ગયેલા હતા.... મારે બસ એમને એમાંથી બહાર કાઢવા માટે શક્ય એટલા પ્રયત્નો કરવાના હતા... અને એના માટે મારે એમ ની સાથે વધુમાં વધુ સમય વિતાવવાનો હતો.... પણ એ થોડું મુશ્કેલ હતું...  કારણ કે એમનું કામ અને મારું ભણતર બંને એ દીવાલ બની ને ઊભું હતું....

...

એ દિવસે સાંજે લગભગ અમે સાડા પાંચ વાગે બસમાં બેઠા અને હોસ્ટેલ તરફ બસ રવાના થઈ..

હું મારી સીટ ઉપર એકલો બેઠો બેઠો માયા મેમ વિશે વિચારતો હતો ત્યાં અચાનક મારી બાજુમાં માયા મેડમ આવીને બેઠા... એમને મારા ખભા પર માથું મૂક્યું... અને મારા પગ ઉપર એમનો હાથ મૂકીને મારી સામે એક પ્રેમ ભરી નજર નાખી ને એ બોલ્યા...”થેન્કયુ શિવ.... થેન્ક યૂ વેરી મચ... તારી સાથે વાત કરીને મારું મન હલકું થયું છે... હું હવે બેટર ફીલ કરું છું.... મારી વાત સાંભળવા માટે તારો આભાર...” એટલું બોલી ને એ જાણે શાંતિ નો અનુભવ કરતાં હોય એમ મારા ખભે માથું મૂકીને સૂઈ ગયા..

એમની મનોસ્થિતિ હું બરાબર સમજી રહ્યો હતો... એ સંપૂર્ણપણે ભાંગી ગયા હતા... એ અત્યારે એમના જીવનના એ મધદરિયામાં હતા જ્યાં તેમને ચારે બાજુ એકલતા નો દરિયો ઘેરી મળ્યો હતો અને ક્યાંય એમને આશા નો કિનારો દેખાઈ નહોતો રહ્યો... હું તો માત્ર એમના જીવન માં એક તણખલું સમાન જ હતો... જેને પકડીને એ એમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતા...

...

સમય વીતતો ગયો... હું મારા કામમાં અને માયા મેડમ એમના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા... અમે બંનેને એકબીજા માટે સમય નહોતો મળતો... તેમ છતાં પણ ક્યારેક ક્યારેક સાંજના ટાઈમમાં હું એમને OPD માં મળવા હતો, અમે ક્યારેક બહાર ડિનર કરવા તો ક્યારેક એમ જ ચાલવા સાથે જતાં હતા.. હું શક્ય એટલો એમને મારી વાતો માં વ્યસ્ત રાખતો.. મારી એમબીબીએસ ની વાતો એમની સાથે કરતો... અમે કરેલા તોફાનો, મજા અને મસ્તી ની વાત સાંભળી ને એ હસી પડતાં અને હું બસ એમની સામે જોયા કરતો... એમના મુખ પર પર ના એક સ્મિત માટે હું કઈ પણ કરવા તૈયાર હતો.. હું બસ એમને એમની જૂની યાદો ભૂલાવવા માંગો હતો... ઘણી વાર જો મળવાનું શક્ય ના થાય તો અમે રાતે મોડા સુધી ફોન માં વાતો કરતા હતા..મેડમ પણ જાણે મારો સાહવાસ જંખતા હોય હોય એમ ઘણી બધી રાતે મોડી સુધી મારી સાથે વાતો કરતા હતા પણ એમને સાથે સાથે મારી પણ ચિંતા રહેતી કે મારું ભણવાનું ક્યાંક ના બગડે હંમેશા મને ભણવા માટે મોટીવેટ કરતા રહેતા... એ ભણવામાં પણ મારી ઘણી મદદ કરતા હતા... અને હવે મારો વારો હતો..

તેમ છતાં કેમ જાણે એટલું પૂરતું નોહતું..જરૂરી હતો એટલો સમય હું એમની સાથે વિતાવી નોહતો શકતો.... ઘણી વાર હું એમની સાથે વાતો કરતો ત્યારે એ કોઈક ખાયલો માં ખોવાઈ જતાં... મને હંમેશા એમની ચિંતા રહેતી હતી... ક્યાંક આ બધા વિચારોમાં એ ડિપ્રેશનમાં ના જતા રહે....હું સમજી ગયો હતો કે મારે વધુ માં વધુ સમય એમને આપવો પડશે...  આ બધા મા થી એમને બહાર કાઢવા પણ કેવી રીતે એ સમજાતું નોહતું....

એક દિવસે સવારે કોલેજ જવાના ટાઈમે મારી નજર હોસ્ટેલ ૩ ના નોટિસ બોર્ડ ઉપર ગઈ.. ત્યાં નોટિસ લાગી હતી...ડીન સરે નોટિસ મોકલવી હતી..  હોસ્ટેલ ત્રણ ખાલી કરવા બાબતે.. હોસ્ટેલ ની હાલત તો એમ ઘણા વર્ષો થી ખરાબ હતી એટલે એનું રિનોવેશન કરાવવાનું હતું... બધા જ હોસ્ટેલ ૩ ના સ્ટુડન્ટને બીજી અલગ અલગ હોસ્ટેલમાં રૂમ ફાળવવામાં આવ્યા હતા... હુંએ લિસ્ટ માં મારૂ નામ એમાં શોધવા લાગ્યાઓ... અને જોયું તો મને કોઈ હોસ્ટેલ માં નહીં પણ ખાલી પડેલા સ્ટાફ ક્વોટર્સમાં મને રૂમ અપાયો હતો.. મારૂ જાણે પ્રમોશન થયું હતું...  અને આ એ જ સ્ટાફ ક્વોટર હતું જેમાં માયા મેડમ પણ રહેતા હતા..

કુદરત પણ કમાલ હોય છે... ઘણી વખતે આપણને જે જોઈતું હોય એ આપણાથી છીનવી લે છે અને ક્યારેક જાણે આપણા મનની વાત સમજીને વગર માંગે આપણને ઘણું બધું આપી દેતું હોય છે... હું મનો મન ભગવાન નો આભાર માની ને કોલેજ તરફ ખુશ થઈને ચાલવા લાગ્યો... આ મારા માટે એક મોકો હતો માયા મેડમ ની સાથે વધુ ને વધુ સમય ગુજારવાનો... સ્ટાફ ક્વોટર્સ લગભગ હોસ્ટેલ 3 ની સામેની બાજુએ જ હતો...

મે રવિવાર ના દિવસે રૂમ શિફ્ટ કરવાનું નક્કી કર્યું.. હું રોજ થોડો થોડો સામન બાંધી રહયો હતો.. જેથી રવિવારે વધુ સમય ના બગડે... રવિવાર ની સવારે બધો સમાન લઈ ને હું મારા રૂમ પર પોહચ્યો અને જોયું તો.. મારૂ આલોટેડ ક્વોટર્માયા મેડમ ના ક્વોટર્ની એક્ઝેટ સામે.. એક જ માળ પર હતો..

સ્ટાફ ક્વોટર... એટ્લે કે બે રૂમ, એક હોલ અને એક રસોડા વાળો ફ્લેટ... સામન્ય મોટો પરંતુ સ્વછ અને આલિશાન હતો...અંદર પ્રવેશતા ની ની સાથે જ આગળ હોલ...જેમાં બે સોફા અને વચ્ચે ટીપોઈ મુકેલી હતી... બંને બેડરૂમમાં અટેચ ટોયલેટ અને બેડ્સ હતા....કિચન ની પાછળ ની બાજુ એ નાનકડી અગાસી હતી.. જેમથી હોસ્ટેલ 3 દેખાતી હતી.. અને કિચનમાં રાંધવા માટેના અમુક સાધનો હતા.. જેમ કે સઘડી તથા થોડાક વાસણો...જેથી જાતે જવાનું બનાવી શકાય... એક નાનકડું ફ્રીજ પણ હતું.. હોસ્ટેલ 3 વાળા કોઈ પણ સ્ટુડન્ટ્સ ને તો આ કોઈ હોટેલ સમાન લાગે એમ હતું...

મારી સાથે બીજા ત્રણ અન્ય સ્ટુડન્ટ્સને પણ આજ ક્વોટર્માં રૂમ ફાળવવામાં આવ્યો હતો...  એ બધા પણ આવી ગયા હતા... એમને મને મારો સમાન સેટ કવામાં મદદ પણ કરી... મારે મારો બધો સામાન જડપથી સેટ કરીને માયા મેડમ ની મળવા જવાની મારી ઈચ્છા હતી.... એવામાં ડોરબેલ લાગ્યો...

રવિવાર ની ભર બપોરે કોણ આવ્યુ હસે...? એમ વિચારતા ની સાથે મેં જેવો દરવાજો ખોલ્યો...  ત્યાં સામે માયા મેડમ ઊભા હતા...  મોઢા પર એક સુંદર સ્માઈલ સાથે.... ગુલાબી ટોપ અને બ્લેક ટ્રાઉજર માં એ ખૂબ સુંદર લાગી રહ્યા હતા... એમના હાથ માં એક ટ્રે હતી જેમાં બે કપ ચા હતી....

“હેલો શિવ...  હાવ આર યુ...” પ્રેમ થી એમને મને પૂછ્યું... હું હજુ દરવાજા પાસે જ ઊભો એમને જોઇ રહયો હતો...

“અંદર નહીં બોલાવે...” એમના પ્રશ્ન થી હું જરાક ભાન માં આવ્યો મે હજુ એમને અંદર આવકાર્ય જ નોહતા...

“પ્લીઝ મેમ…” દરવાજા પાસે થી થોડો ખસીને મારા ડાભા હાથ થી અદબ પૂર્વક એમને અંદર આવવા કયું...

“મારા લાયક કઈ કામ હોય તો જરૂર કહજે... હવે તું મારો નવો પાડોશી છે... હું અહી સામે જ રહું છું.. એમને એમના દરવાજા સામે ઈશારો કરતાં કહ્યું.. અને સામે પડેલી ટ્રે માથી ચા નો કપ ઉપાડી ને મારી સામે કર્યો...

મે એમના હાથ માંથી કપ લીધો અને અને હસતા હસતા કીધુ... “મારું નસીબ તો જુવો મેડમ...  કેટલું સારું છે.... તમારી નજીક આવવા માંગતો હતો ને આવી પણ ગયો... કુદરત પણ કમાલ કરે છે..

“આર યૂ સ્યોર... તને અને શું લાગે છે... આ કુદરતની કમાલ છે? કે કોઈ બીજાની?....” એક ગર્વિત સ્મિત આપીને પોતાની બંને ભવરો ઊંચી કરતાં કરતાં એમને કીધું...

“ઓહહ... તો આ બધું તમારું કરેલું છે... હું એ જ વિચારતો હતો... કે મારી સાથે આટલું સારું કેમ થઈ રહ્યું છે...ચલો મારા માટે તો સારું જ છે... હવે તમારી સાથે વધુ સમય રહી શકીશ...” કપ નીચે મુકતા મુકતા મે કીધું...

“બહુ ખુશ થવાની કઈ જરૂર નથી....  અહીંયા તને મે એટલા માટે બોલાવ્યો છે કે તું વધુ સારી રીતે સારા વાતાવરણમાં ભણી શકે અને તારું ધ્યાન હું રાખી શકું... ઓકે...?

“ચોક્કસ મેડમ... અને તમારું ધ્યાન હું...” મારૂ એટલું બોલતા ની સાથે જ અમે બંને બંને હસી પડ્યા..

થોડી વાર અમે ત્યાં ગપ્પા માર્યા અને પછી માયા મેડમ જતા રહ્યા... હું ફરી મારો સામાન ગોઠવવામાં લાગી ગયો...

...

દિવસો વિતવા લાગ્યા... હું નવા રૂમ ઉપર સેટ થઈ ગયો હતો...રોજ દિવસ માં 2 થી 3 વાર હું અને માયા મેડમ માલ્ટા હતા... લગભગ રોજ સવારની ચા અને સાંજનું ડિનર સાથે જ કરતા હતા..  માયા મેડમ હવે મને મેસ માં જમવા નહોતા જવા દેતા .. એ એમના રૂમ ઉપર જ એમની સાથે મારૂ પણ જમવાનું બનાવતા.. સવારે દૂધ અને છાપું લાવવાનું, માર્કેટ માઠી કરિયાણું અને શાકભાજી લાવવાનું બધું કામ મારું હતું અને જમવાનું બનાવવાનું એમનું....

દિવસે દિવસે મારી અને માયા મેડમ વચ્ચેની નીકળતા વધતી જતી હતી... અમારી બંને વચ્ચે એક ઘાટ સબંધ બંધાઈ ગયો હતો.. રવિવાર અને રજા ના કોઈક દિવસે તો હું સવારથી એમના રૂમ પર જ રહતો.. કપડાં ધોવા થી લઈ ને વાસણ સાફ કરવા ના બધા જ રોજિંદા બધાજ કામ માં અમે બંને એક બીજા ની મદદ કરતાં... એમના ઘર ની એક ચાવી પણ એમને મને આપી દીધી હતી..હું કોઈ પણ સમયે ત્યાં આવી તથા જઈ શકતો...

ઘણી વખત તો હું મોડી રાત સુધી એમના રૂમ ઉપર જ રહેતો અને વાંચતો...  એ પોતે પણ નોવેલ વાંચવાના શોખીન હતા...  એ નોવેલ વાંચતા અને હું મારી સ્ટડિ બુક્સ... અમે ઘણી બધી વાર નોવેલના ચેપ્ટર પણ ડિસ્કસ કરતાં અને કેરેક્ટર જજમેન્ટ પણ કરતા...હું દર વખતે એમના માટે પ્રેરક વક્તા ની બૂકસ લઈને આવતો... જેથી એ મન થી થોડા મજબૂત થાય અને પોતાની પાછલી જિંદગી અને ડેનિયલ ને ભૂલી જાય... હું એમાં મહદ અંશે સફળ પણ થયો હતો.. પાછલા ગણા દિવસો માં મે એમને ક્યારેય નિરાશ નોહતા જોયા...

મને મોડી રાત સુધી જગવાની અને વાંચવાની આદત હતી..આમ તો એ વહલા સૂઈ જતાં... પણ મને કંપની આપવા એ પણ જાગતા...  વાંચતા વાંચતા મને ઊંઘ આવે તો એ મારા માટે ઘણી વખત ચા પણ બનાવતા... અમે સાથે ચા ની ચૂસકી લેતા અને ફરી પાછા વાંચવા લાગતા... હસી,મજાક અને મસ્તી ના દિવસો ખૂબ મજા થી પસાર થઈ રહ્યા હતા...

આ સિલસિલો ઘણા અઠવાડિયા સુધી ચાલ્યો...  એક રાતે તો હું વાંચતા વાંચતાત્યાં જએમના પલંગ ઉપર જ સૂઈ ગયો હતો...  એ રાતે એમને મને ઉઠાડ્યો પણ નહીં... અને એ બીજા રૂમ માં જઈ ને સૂઈ ગયા...

અમારા બંને વચ્ચેનો સંબંધ માત્ર આટલા પૂરતો જ હતો... એનાથી વધારે કંઈ જ નહીં... એક પવિત્ર નાતો હતો અમારા બંને વચ્ચે.... કોઈપણ જાતની એમાં વાસના કે અન્ય કોઈ ઈચ્છા કે અપેક્ષા અમને એકબીજા પ્રત્યે નહોતી...  પણ આ... જેટલું કહવામાં આસન લાગી રહ્યું છે.. એટલું સમજવું સરળ નોહતું.

અને એવું જ થયું… થોડાક જ દિવસોમાં કોલેજમાં અમારા બંનેની અફેર ની વાતો ઉડવા લાગી... આપણો સભ્ય સમાજ આ રીતના સંબંધોને સમજવા માટે પરિપક્વ નથી...એ વાત ની મને સમજ તે દિવસે આવી.... લોકો તર્ક-વિતરક ની વાતો બનાવવા લાગ્યા.. માયા મેડમ ના વિભાગ માં બીજા ડોક્ટર જ એવી વાતો કરતાં હતા કે.... જુવો આને... એક ફાઇનલ યર એમબીબીએસ ના સ્ટુડન્ટ ને ફસાવી ને લિવ-ઇન માં રહે છે..અને આ બધી વાતો ની જાણ તો મને ખુદ માયા મેડમ થી જ થઈ હતી...

લોકો ની વાતો નો મને કોઈ ફરક પણ નહોતો પડતો... મને ખબર હતી કે અમારા મન માં એક બીજા માટે શું હતું તે…અને મારા માટે વધારે એ અગત્યનુંહતું કે અમે બંને એકબીજા માટે શું વિચારીએ છીએ... માયા મેડમ માટે આ ખુબ જ આઘાતજનક હતું...  માંડ માંડ એ પોતાના પાછળના રિલેશનશિપને એ થોડા ભૂલ્યા હતા...  થોડા સરખા થયા હતા... અને પાછું આવી વાતો એ એમને વધારે ડિપ્રેશ કરી દીધા હતા...

એમને ધીરે ધીરે મારાથી અંતર કેળવવાનું ચાલુ કર્યું...  પરંતુ એ મારાથીનહીં...પરંતુ પોતાની જાત થી અલગ થઈ રહ્યા હતા... મેં પણ હવે એમના ઘરે આવા જવાનું બંધ કરી દીધું હતું... કારણ કે હું નહોતો ઈચ્છતો તો કે મારા કારણે અમારા બંનેની કોઈ વાતો ઉડે... અને એ એમની માનસિક હાલત માટે જોખમ જનક પુરવાર થાય....

થયું પણ કંઈક એવું જ.... મારાથી દુર જવાથી એ વધારે ને વધારે ડિપ્રેશ થતા ગયા... એકલા પડતા ગયા અને એમની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી... એમને તો મેડિસિન વિભાગ માં જવાનું પણ બહદ કી દીધું હતું...અને એ વાત મને ત્યારે ખબર પડી જ્યારે હું મેડિસિન વિભાગ માં ગયો હતો... મને મનોમન એમની ચિંતા થતી હતી... હું એમની સાથે વાત કરવા માંગતો હતો... પાછલા ગણા દિવસો થી મે એમને જોયા પણ નોહતા.. કઈ ખોટું પગલું તો નહીં ભર્યું હોય ને એમને... એવા ખરાબ વિચારો થી મારૂ મન વ્યાકુળ થઈ ગયું હતું...

એ સાંજે હું એમના રૂમ પર પહોંચ્યો...  મેં દરવાજો ખટખટાયો... પણ કોઈ જવાબ ના આવ્યો મેં... હું વધારે ઘભરાયો.. મારા મગજ માં અનેક વિચારો માં વાદળો ઘેરવા લાગ્યા...હું  જોર જોરથી દરવાજો ખાકડવા લાગ્યો... લગભગ 5 મિનિટ પછી દરવાજો ખૂલ્યો... મને થોડી રાહત થઈ પણ સામે હોયું તો..... લગર વગર કપડાં, ખુલ્લા ફેંદયેલા વાળ. લાલ આંખો, અને આસપાસ ફેલાયેલી કાજલ... એમને જોતજ હું એમની હાલત સમજી ગયો હતો..એમના હાથ થી અંકુ લૂછતા લૂછતા એમને મારી સામે જોયું...2 ઘડી એમની સામે હું તાકી રહ્યો.. અને મે એમના ખભા પર હાથ મુક્તા પૂછ્યું... “તમે ઠીક છો??”

મારા પૂછતની સાથે જ પાછો ભરાઈ ગયેલો આંસુ નો સમંદર આંખો ની સાહિલ તોડી ને વહવા લાગ્યો.. એ એકદમ મને ચોંટી ને પડ્યા અને જોર જોરથી નાના બાળક ની જેમ રોવા લાગ્યા...

“શિવ... પ્લીઝ... તું મને છોડીને ક્યાક જતો નહીં...  હું ખૂબ એકલી અનુભવ છું...  હું તને તારા વગર નહીં રહી શકું... એ સતત રડતાં રહ્યા... મેં એમને કસીને મારી બાહો માં જકડી લીધા...હું તમાર સાથેજ છું.. તમે પ્લીઝ શાંત થઈ જાઓ..

મે એમને થોડા શાંત કર્યા... હું એમને એમને એમના પલંગ ઉપર લઈ ગયો... એમને થોડું પાણી અને એક ઊંઘ ની ટેબ્લેટ મે આપી અને ત્યાં સુવડાવી દીધા... જ્યાં સુધી એ સૂતા નહીં ત્યાં સુથે હું એમની માથા પર હાથ ફેરવતો રહ્યો.... મને એમની ઉપર ખૂબ જ દયા આવી રહી હતી...મે મનોમન નક્કી કરી લીધું હતું કે લોકોને જે સમજવું હોય એ સમજે...  હું માયા મેડમ ને હાલતમાં છોડી શકું નહીં..

લગભગ એકાદ અઠવાડિયું વધી ગયું હશે હું રોજ એમના ખબર અંતર પૂછતો હતો.. અને શક્ય એટલું એમની સાથે રેહવાનો પ્રયત્ન પણ કરતો...  પરંતુ એક્ઝામ નજીક હોવાથી છેલ્લા ચાર દિવસથી મે એમને જોયા નહોતા....

એક દિવસે એમના દરવાજાની બહાર નજર નાખી તો ત્યાં તાળુ લાગેલું હતું.. એ રવિવારનો દિવસ હતો... એમને એવા કોઈ નજીક ના સગા સંબંધી તો નોહતા કે એ એમના ત્યાં ગયા હોય... મેં તુરંત જ ફોન હાથ માં લીધો અને એમને કોલ કરવાનો પ્રયત્ન કર્યો... પણ એમનો નંબર સ્વીચ ઓફ હતો... મે એક બે ઓળખીતા ડોક્ટર ને પણ પૂછ્યું પણ એમના વીસે મને કોઈ ખાસ સમાચાર મળ્યા નહીં...

બીજા દિવસે હોસ્પિટલમાંથી સમાચાર મળ્યા કે માયા મેડમ હોસ્પિટલ છોડીને જતા રહ્યા છે.. એમને 4 દિવસ પેહલા જ રાજી નમું આપ્યું હતું.... પણ એમને કેમ એવું કર્યું હશે...? એમને એક વાર તો જતા પહેલા મને મળવું જોઈએ...?ને મને કહેવું જોઈતું હતું... હું એકદમ બેચેન બની ગયો હતો...ગમે એમ કરીને હું એક વાર એમની સાથે વાત કરવા માગતો હતો....  પણ બધો જ વ્યર્થ હતું...  કોઈ જગ્યાએથી મને એ ક્યાં ગયા છે.... એના કોઈ સમાચાર મને મળ્યા નહીં... હું ખુબજ બેચેની અનુભવા લાગ્યો હતો.. ભણવામાં મારૂ મન ચોંટતું નોહતું... પણ મને ભણાવવા વાળા અને રાહ ચીંધવા વાળા એ માયા મેડમ હવે મારી જિંદગી માં નોહતા...

લગભગ 15 એક દિવસ પછી મારા નામે એક ચિઠ્ઠી આવી... મેં ચિઠ્ઠી ખોલીને જોયું.... તે માયા મેડમ ની ચિઠ્ઠી હતી... અને એમાં લખ્યું હતું....

“ડીયર શિવ... હોપ કે તું સારો હોઈશ... હું પણ સારી છું... મને ખબર છે કે તું મારાથી નારાજ છે.. અને તારી નારાજગી પણ વ્યાજબી છે... હું આવીરીતે અચાનકતેને કીધા વગર છોડીને ચાલી ગઈ છું એટલે...  પણ શું કરું મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો... તારાથી અલગ રહી નહોતીશકતી... અને તારી સાથે રહીને તારું જીવન બરબાદ નથી કરૂ એટલી સવારથી પણ હું નથી...

શિવ તો બહુ સારો છે... યુ આર મેન વિથ અ ગોલ્ડન હાર્ટ... તારામાં તારા દિલમાં બધાના માટે જ પ્રેમ, કરુણા અને લાગણી છે... હું અગર તારી સાથે વધારે રહીશ તો હું મારું તો મારી જિંદગી સાથે સાથે તારું કરિયર પણ બરબાદ કરી નાખત...એટલે હું તારાથી દૂર જઈ રહી છું... ગણી દૂર... તું મારી ચિંતા ના કરતો.. મે તારી પાસેથી જે જીવનમાં ખુશ રહેવાના પાઠ ભણ્યા છે તે હું હંમેશા યાદ રાખીશ ભણવા... હું તને શીખવાડવા આવી હતી પણ હાગે તારી પાસેથી ઘણું બધું શીખીને હું જઈ રહી છું... એમબીબીએસ કરવું તો બહુ આસાન છે પણ જીવનના પાઠ સમજવા એ બહુ મુશ્કેલ... અને એ તે મને શીખવ્યું છે...  હંમેશા ખુશ રહજે....તારી આગળ તારી આખી જિંદગી પડી છે... તું તારું ધ્યાન રાખ જે...મારી ચિંતા છોડી દેજે..

અને પ્લીઝ મને શોધવામાં તારો સમય બરબાદ ના કરતો... છેલ્લે તારી પાસેથી હજુ એક વચન માંગી રહી છું...તને મારી કસમ છે....તું ખૂબ ભણીશ અને મને ભૂલી જઈશ... આશા રાખું કે તું મારી આ છેલ્લી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ...

તારી અને માત્ર તારી માયા....

 

ચિઠ્ઠી વાંચીને મારી આંખમાંથી આંસુસરી પડ્યા એ વ્યક્તિને હું મનોમન એમને ખુબ જ મિસ કરી રહ્યો હતો... એમના વગર હું કેવી રીતે રહી શકીશ... એ મને ખબર નહોતી પડતી.. પરંતુ એમને મારી ફાસ્ટ થી વચન લીધું હતું કે હું મારા કરિયર ઉપર બરાબર ધ્યાન આપીશ.... મેં એ પછી ક્યારે મારા મેડમને શોધવાનો પ્રયત્ન નથી કર્યો હું મારા ભણવામાં લાગી ગયો અને એમબીબીએસ પાસ કરી દીધું...  એ પણ મેડિસિનમાં હાઈએસ્ટ માર્કસ સાથે... આ બધુ માયા મેડમના કારણે થયું હતું...

 

માયા મેડમ અને મારી વચ્ચે શું હતું એ સમજવું કદાચ આસન નોહતું.. પણ હું જાણતો હતો કે એ બસ એક બિનશરતી અને અપેક્ષા વગર નો એક લાગણી નો સંબંધ હતો... એક શિક્ષક અને વિદ્યાર્થીનો.. અને કદાચ આને જ પ્રેમ જ કહેવાતું હશે???...

અગર હું ધારત તો માયા મેડમ ની એકલતા ભરી જિંદગી નો પૂરે પૂરો લાભ લઈ શક્યો હોત.. કદાચ એ પણ મને ના ના પડી શક્ય હોત.. અને શરૂવાત માં હું પણ એજ ઈછતો હતો…. પણ માયા મેડમ ની સાથે રહીને મને સાચું જ્ઞાન થયું હતું...

પ્રેમ એ માત્ર બે શરીરનું નહીં પરંતુ બે મન અને બે આત્માનો પણ ઘાઢ સબંધ છે... એ મને આજે માયા મેડમ એ શીખવ્યું હતું... કોઈ સુંદર વ્યક્તિ ને જોઈ ને મન માં જે થાય એને કદાચ આકર્ષણ કહેવાય પણ સુંદર મન ને જોઈ ને જે થાય એ સાચા અર્થ માં પ્રેમ....

આપણો આ સમાજ આ સમજે એટલો પરિપક હજી થયો નથી અને જ્યારે થઈ જશે ને ત્યારે પ્રેમનો સાચો અર્થ એ લોકો પણ સમજી જશે

 થેન્ક્યુ માયા મેડમ પ્રેમનો આ પાઠ ભણાવવા માટે...

 

ભાગ 8 સંપૂર્ણ...

 

 

 

 

 

 

આજે તો ખૂબ મજા આવી... યાર.... વોઝ ધી ઓસમ ફીલિંગ.. પાણી ની નીચે જતાં જ હું તો જાણે હું મરી જ ગઈ હતી એવું મને લાગતું હતું... અરે આવો એક્સપિરિયન્સ તો લાઇફમાં એક વાર કરવો જ જોઈએ...ગોવા મશહૂર તો છે એની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે....

દૂર થી આવતા મેઘ અને એલિના નો અવાજ મને સંભળાઇ રહ્યો હતો...

“અરે આ શિવલો ક્યાં ગયો... દેખાતો નથી..  શીવલા...  ઓ શિવલા....”

દૂરથી આવતા અવાજના કારણે જાણે હું જાણે કોઈ સપનામાંથી ઝીંઝોળાઈને જાગ્યો.... દરિયા કિનારા ની થડી રેતીમાં બેઠો બેઠો ક્યારે માયા મેડમના વિચારોથી ઘેરાઈ ગયો હતો એનો મને કોઈ ખ્યાલ ન હતો...  જના લગભગ ૬ વાગી ગયા હતા.. અને દૂરથી આવતા જોઈ મેઘ અને હેલીનાના અવાજથી હું વિચારો માથી જાગ્યો...

“શિવલા... તે આજે ખરેખર ઘણું બધું મિસ કર્યું...” મેઘે મને કીધું...

મેં માત્ર એક મોઢા પર સ્મિત આપીને જવાબ માં ખાલી મારૂમાથુંહલવ્યું.. પણ મને મારી યાદોમાં ખોવાઈ ને મજા આવી હતી..  એ મજા થી એ લોકો બે-ખબર હતા... વર્ષો પછી જાણે હું મારા ખ્યાલમાં જ મારા મેડમને ફરી પાછો મળ્યો હતો

“અરે... આ ડોક્ટર સાહેબને તો એમના ખયાલોમાંથી ફુરસદ જ ક્યાં છે... કે એ આ પ્રકૃતિ માણી શકે...”એલિના એ મને ટોણો મારતા કીધું... પણ એને શું ખબર હતી કે હું જે એન્જોય કરી રહ્યો હતો એ બધુ એ લોકો ના સમજ બહાર હતી... મે કોઈને જવાબ આપવાનો યોગ્ય ના સાંજયું બસ ખાલી એમની સામું જોયા કર્યું... મોઢા પર સ્મિત રાખીને...

હવે અહીંયા જ આખી સાંજ બેસવું છે... કે પછી ડિનર માટે જવું છે... ચાલો બધા રૂમ પર ફ્રેશ થઈને બધા રેસ્ટોરન્ટમાં ભેગા થઈએ ચાલો....”એમ બોલી ને મેઘ હોટેલ તરફ ચાલવા લાગ્યો અને એની પાછળ પાછળ અમે બધા...  હવે એમ કહીને અમે બધા ત્યાંથી ચાલવા લાગ્યા

લગભગ 7:00 વાગ્યા હતા બધા રેસ્ટોરન્ટ પાસે ભેગા થયા હતા... આજે બધા એ આખો દિવસ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માં મજા અને મસ્તી કરી હતી એટ્લે થાકેલા પણ લાગતા હતા અને ભૂખ પણ બધાને બહુ લાગી હતી..  પણ રેસ્ટોરન્ટજમવાનું આઠ વાગ્યા પછી સર્વ થવાનું હતું ...

અમારે ગમે તેમ કરીને એક કલાક ટાઈમપાસ કરવાનો હતો. અમે બધા રેસ્ટોરન્ટની બહારના ભાગમાં આવેલા ગાર્ડન માં આવ્યા અને એક રાઉન્ડ ટેબલ પર બેઠા હતા ઉપર બેઠા...અને ત્યાં બેસીને ડ્રિંક્સ ઓર્ડર કર્યું...

થોડી જ વારમાં વેટર ટ્રે માં ગ્લાસ અને બરફ લઈને આવી ગયો... બધા એ હાથ માં એક એક ડ્રીન્કસ લીધું અને વાતો એ વળી ગયા... શેરોન ને પણ હવે થોડું ઠીક લાગતું હતું માટે એ પણ સાંજે ડિનર માટે આવી હતી...  અને વાતો શરૂ કરી...

મેઘ, એલીના,જોય સાથે કોલેજ સમય થી સાથે હતા અને એકબીજાને બહુ નજીક થી ઓળખતા હતા... પણ હું બધા માટે થોડોક નવો હતો... માટે બધા મારા વિશે જાણતા હતા..

ડોક્ટર તમારા વિશે અમે બહુ જાણતા નથી... ચાર દિવસથી અમારી જોડે છો... પણ તેમ છતાંય એકલા એકલા પોતાના વિચારોમાં જ ખોવાયેલા રહો છો... તમારા વિશે કંઈક કહો અમને...જેમ કે તમે અને મેઘ ક્યારે અને ક્યાં મળ્યા....”જોય એ પ્રશ્ન કર્યો...

મેઘ એ પોતાનું ડ્રિંક સાઇડમાં મૂક્યું અને બોલ્યો... પૂછો... પૂછો એને કેવી રીતે મળ્યા હતા... અમારી સ્ટોરી પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે હો.... હસતા હસતા એ બોલ્યો.

મારી અને મેઘની પ્રથમ મુલાકાત ની વાત કરવા નું મે ચાલુ કર્યું...

...

એમબીબીએસ અને એ પછી ને એક વર્ષ ઇન્ટર્નશીપ પૂરી કરીને હું અમદાવાદ પાછો આવી ગયો હતો... મારા માં અને બાપ ખૂબ ખુશ હતા.. એમને એમ હતું કે દીકરો ડાક્તર બની ગયો હવે કમાવા લાગશે.. અને ઘરે રૂપિયા નો વરસાદ વરસવા લાગશે..પણ મારો લાઇફ નો બીજો ગોલ MD માં એડ્મિશન લેવાનું હતું.. અને એ માટે હજુ ઘણી મેહનત હજુ કરવાની બાકી હતી... પોસ્ટ ગ્રેજુએશન ઓલ ઈન્ડિયા એન્ટરન્સ એક્જામ એટ્લે કે NEET બહુ મુશ્કેલ હોય છે એવું સાંભળ્યુ હતું.. અને એના માટે મારે બહુ વાંચવાનું હતું.. ઘર એટલું મોટું નોહતું કે ત્યાં મને પર્યાપ્ત સમય અને એ વાતાવરણ મળી શકે.. એટ્લે હું મારા ઘર થી નજીક આવેલી એક પટેલ રીડિંગ લાઈબ્રેરી માં પોહચી ગયો...લાઈબ્રેરી બહુ મોટી નોહતી... પણ મારા માટે નજીક હતું એ પૂરતું હતું.. કુલ 2 માળ હતા.. પ્રથમ માળે જનરલ હોલ હતો..  જેમાં બધા સ્ટુડન્ટ્સ ને જવા મળતું હતું પરંતુ બીજો માળ એ આરક્ષિત હતો... માત્ર મેડિકલ અને CA ના સ્ટુડન્ટ્સ માટે.. દેખીતી રીતે બીજે માળે ઓછા સ્ટુડન્ટ્સ હતા જે મારા માટે સારી વાત હતી..

મે એ પટેલ રીડિંગ લાઈબ્રેરી માં જરૂરી દસ્તવેજો અને નજીવી ફી આપીને મારી નોંધણી કરવી દીધી..પરંતુ હું મારા કુટુંબ માટે પણ કઈ કરવા માંગો હતો... પણ અગર હું નોકરી માં લાગી જાત તો પછી વાંચી શકવું મુશ્કેલ હતું.. તેમ છતાં હતું એક આખું વર્ષ બાકી છે એમ જાણી ને મે અમદાવાદ માં આવેલી એક દાંત ની કોલેજ માં સર્જરી વિભાગ માં નોકરી મેળવી લીધી.. પગાર હતો પૂરા 15 હજાર રૂપીયા.. વધુ ના કહવે પણ કુટુંબ ને ટેકો કરવા અને મારા નજીવા ખરચા કરાવા માટે પૂરતું હતું...

સવારે 9 તો બપોરે 1 સુધી હું નોકરી કરતો... અને બપોર પછી લાઈબ્રેરી માં વાંચવા પોહચી જતો.. લગભગ રાત ના 12 સુધી ત્યજ રહતો..

મે મારો નિત્યક્રમ બરાબર ગોઠવી કાઢયાઓ હતો... પણ એ ક્રમ ને બદલવા માટે ત્યાં એક જણ પેહલા થીજ હાજર હતો..

એ હતો આપનો આ શાહેબજાદો... મેઘ...

એક દિવસ બપોરે લગભગ 4 વાગ્યા નો સમય હસે.. હું ચ નો કપ હાથ માં લઈનેલાઈબ્રેરી ની બહાર આવેલી ઓસરી માં ઊભો હતો અને રોડ સામે જોઈ રહ્યો હતો.. ત્યાં એક ચમચમતી લાલ કલર ની ચાર બંદી વળી ગાડી આવી ને ઊભી રહી.. એમથી મેઘ ઉતર્યો.. પહેલી વાર મે એને ત્યારે જોયો.. યેલ્લો ટી-શર્ટ અને બ્લેક ટ્રક પેન્ટ માં.. આંખો પર બ્રાંડેડ ગોગ્ગ્લ્સ, પગ માં સ્પોર્ટ શૂસ, માથા અને કાન પર મોટા હેડ ફોને.. જાણે ભણવા નહીં કોઈ જિમ માં આવ્યો હોય..

માણસ ની પ્રકૃતિ હોય છે કે... કોઈ ને પણ જોત જ પહેલી નજર માં જ એના વિષે પૃવધારણા બંધાઈ જતી હોય છે.. મારી સાથે પણ મેધ નો જોઈ ને એવુજ કઈ થાય... મોઢા માંથી એક જ શબ્દ નીકળ્યો.. આમિર બાપ ની બગડેલી ઓલાદ..

અને એનું વર્તન પણ કઈક એવુજ હતું.. આખો દિવસ મજાક અને મસ્તી.. એ લાઈબ્રેરી માં ઓછો જોવા મળતો અને બહાર ઓસરી માં વધારે... કોઈ ને પણ કંટાળો આવે એટ્લે મેઘ પાસે આવીને ગપ્પાં મારવા લાગે..એને કયા જરૂર પણ હતી.. ભારત ના પણ ના સૌથી ધનિક બીજનેસમેન માના એક એવા એના બાપ નો એક નો એક દીકરો હતો.. 7 પેઢી બેઠા બેઠા ખાય તોય ના ખૂટે એટલો રૂપિયો.. એવું પણ સાંભળ્યુ હતું.. કે એનું ઘર એટલું મોટું હતું કે એના ઘર ના મૈન ગેટ થી હોલ સૌથી નું અંતર લગભગ 3 થી 4 કિલોમીટર જેટલું હતું... એટલું મોટું ઘર હોવા છતાં એ અહિયાં વાંચવા કેમ આવતો હશે... એ પ્રશ્ન મને હમેશા મન માં આવતો..

...

એક દિવસ હું બીજા માળ વાળા રીડિંગ હોલ માં બેસી ને વાંચી રહ્યો હતો.. એવા માં કોઈ કે પાછળ થી આવી જે મારા ખભા પર હાથ મૂક્યો.. મે પાછળ જોયું તો... મેઘ હતો... એને મને ઇશારા માં બહાર આવવા કહ્યું.. હું બહાર આવ્યો અને જોયું તો મે એના મોઢા પર કઈક ચિંતા હોય એવું મને સ્પસ્ત જાણતું હતું..

“તમે ડોક્ટર છો.. રાઇટ...? મારે તમારું અર્જેંટ કામ પડ્યું છે.. મદદ કરશો....?” એને જાણે કઈક ઉતાવળ હોય એમ હડબડાટ માં મને પૂછ્યું..

“બોલો...”

“મારૂ નામ મેઘ છે.. હું અહિયાં લગભગ છેલ્લા 6 મહિના થી આવું છું.. હું એમબીએ ની તૈયારી કરી રહ્યો છું.. એ માટે મે ક્લાસસીસ પણ જોઇન કર્યા છે.. પરંતુ.. હું ત્યાં આગલા 4 દિવસ નહીં.. જઇ શકું...” થોડા ધીમા અવાજ અને નિરાશ થઈ ને એ બોલ્યો..

મારા પિતા ની તબિયત સારી નથી... એમને હાર્ટ ની તકલીફ છે.. ડોક્ટર એ એમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.. હું ઈચ્છું છું કે હું એમની સાથે રહું.. એમની સંભાળ રાખું... પણ જો હું ક્લાસસીસ માં રજા પડીશ તો એ મને ના પડશે.. એ એવું ક્યારેય નહીં ઈચ્છે કે હું ભણવાનું બગાડીને એમની સાથે રહું.. શું તમે મને મેડિકલ સર્ટિફિકેટ લખી આપશો.. ફોર રેસ્ટ.. જેથી હું એ બતાવીને ક્લાસસીસ માંથી રજા લઈને એમની સાથે રહી શકું..” એકડું ગળગળા અવાજ શતે એને એની વાત પૂરી કરી..

એની વાત સંબળીને હું જરાક વિચાર માં પડી ગયો.. આ એજ રખડેલ અને રમતિયાળ મેઘ છે..? એને એના પિતા માટે આટલો બધો પ્રેમ.. હું ઘડીક એના ચહરા સામે જોઈ રહ્યો..વળી પાછું એના ફાધર તો બહુ મોટા માણસ છે.. અને એમની દવા કરવા વાળા પણ અનેક ડોકરોર્સ હશેઅને બધા મેઘ ને પણ ઓળખતા હસે…પછી આ મારી પાસે કેમ આવ્યો હશે...?  અને એને કળવાની કોશિશ કરતો રહ્યો..મારૂ મગજ અનેક પ્રશ્નો ના વાદળો થી ઘેરાયેલું હતું... હું કઈ પણ વધુ વિચારું એ પેહલા એ પાછું બોલ્યો..

“પ્લીઝ ડોક્ટર..મારી આટલી મદદ કરો....” એ સમયે મને માત્ર એના ચહેરા પર એના પિતા માટે એની ચિંતા જ દેખાઈ રહી હતી.. એમ પણ હું કોઈ પણ નું દુખ જોઈ શકતો નોહતો...અને મદદ માટે હમેશા તૈયાર જ રહતો.. મે તુરંતજ એક પેન અને પેપર ઉઠાવ્યું.. અને એમાં મેઘ નું નામ અને તારીખ નાખી અને જાડા અને ઉલ્ટી નું પ્રિસ્કૃબ્સન લખી ને 4 દિવસ ના આરામ ની સલાહ લખી દીધી... નીચે મારી સહી અને સિક્કો...

ડૉ. શિવ શર્મા..

MBBS.

મારા હાથ માંથી એ કાગળ ખેંચી ને... એક દમ ખુશ થઈને બોલ્યો.. થેન્ક્સ ડોક... એટલું બોલતાની સાથે જ એ ફટાફટ ત્યાંથી નીકળી ગયો.. હું મનોમન એના પાપા ની તબિયત ની પ્રાર્થના કરતો કરતો અને એને મદદ કર્યા નો સંતોષ અનુભવતો મારી ખુરશી ઉપર આવીને બેસી ગયો હતો...

લગભગ 4 દિવસ સુધી એ લાઈબ્રેરી માં દેખાયો નથી.. કારણ મને તો ખબર જ હતી.. હું મનોમન એના પિતા ની તબિયત વિષે વિચારતો.. એકાદ વાર તો થયુ પણ ખરા કે ફોન કરીને સમાચાર પૂછું.. પણ હું હજુ મેઘ ની એટલો નજીક નોહતો અને મારી પાસે એનો ફોન નંબર પણ નોહતો... પાછો અવસે એટ્લે પૂછી લઇશ એમ વિચારતો...

લગભગ 5 માં દિવસે એ પાછો આવ્યો.. મને થયું ક આવી ને સીધો મને મળશે અને એના પિતા ના સમાચાર આપશે.. પણ એ તો એની મસ્તી માં જ હતો... ફરી પાછો એની એ મજાક મસ્તી અને તોફાન શરૂ થઈ ગયા હતા... મે એક બે વાર એની સામે પણ જોયું.. પણ મને જાણે ઓળખતો જ ના હોય એમ એને મને ઇગનોર કર્યો.. હું જરાક બેચેન બની ગયો હતો.. મારા મગજ માં અનેક તર્ક ચાલી રહ્યા હતા.. મારા મન નું સમાધાન કરવા હું એની પાસે પોહચી ગયો.. એ બહાર ના કોરિડોર માં ઊભો ઊભો કોઇની સાથે ગપ્પાં મારી રહ્યો હતો..

“હવે કેવી છે તમારા ફાધર ની તબિયત..” મે એની પાસે જઈને એમને પૂછ્યું..

એમને વળી શું શયુ.. હી ઇસ ફિટ એંડ ફાઇન.. એઝ યુઝવલ... મારી સામે એક નજર નાંખીને એક નફ્ફટ ની જેમ ફરી સામે વાળા સામે વાતો કરવા લાગ્યો..

હું બેબાક બની ને હજુ ત્યાજ ઊભો હતો.. એકાદ ક્ષણ પછી જાણે એને કઈક યાદ આવ્યું હોય એમ એને પાછું મારી સામે જોયું અને એ બોલ્યો..

ઓહહ.. ડોક.. thanks...હો...તમારા પ્રિસ્કૃબ્સન ના કારણે જ મને આબુ જવા મળ્યું... બાકી મારો ક્લાસસીસ નો ખડડૂશ સાહેબ એક દિવસ ની રજા આપવામાં પણ ઘણા નાટક કરે છે...” એટલું બોલી ને એ પાછો વાતો એ વળગી ગયો...

“અને તમારા ફાધર વિષે તમે જે બોલ્યા હતા એ...” મને જાણે હજારો વૉલ્ટ નો જાતળો લાગ્યો હોય એમ આંખો ફાડી ને એની સામે જોતાં જોતાં મે પૂછ્યું...

એમને શું થવાનું હતું.. એ તો છેલ્લા 2 મહિના થી USA છે.. અને હજુ 2 મહિના પછી આવસે..ચાલો ડોક.. આઇ હેવ ટુ ગો...એંડ યા.. થેન્ક્સ અગેન.. એમ બોલીને હસતાં હસતાં એ નીચે ઉતરી ગયો અને એની લાલ રંગ ની ગાડી માં બેસી ને ત્યાંથી ચાલ્યો ગયો..

હું આવક બની ગયો.. મારા હાથ માં પકડેલો ચા નો પ્યાલો પણ ઠંડો થઈ ગયો હતો.. મને જાણે સાપ સુંગી ગયો હોય એમ એક નિર્જીવ પૂતળું બનીને હું ઊભો હતો.. લોકો આટલીઓ હદ સુધીનું જુઠ બોલી શકે છે...મને એની ઉપર નહીં પરંતુ મારી મૂર્ખતા ઉપર ગુસ્સો આવી રહ્યો હતો... હું ખૂબ ચિડાયેલો હતો.. એને મારો નહીં મારા ભણતર નો મજાક બનાવી દીધો હતો.. લોકો અકસર આવું કરતાં હોય છે પણ મારી સાથે આવું પહલી વાર થયું હતું... બીજું કોઈ બહાનું કાઢ્યું હોત તો પણ ચાલેત પણ ફરવા જવા પોતાના બાપ ને બીમાર કરી નાખવો..

મારૂ મગજ ગુસ્સામાં ભમી રહ્યું હતું.. અચાનક મારી પાછળથી એક અવાજ આવ્યો..

“ઇક્સક્યુસ મી... ડૉ.શિવ શર્મા...નામ છે ને તમારું...”

મે પાછળ વળી ને મે જોયું તો લગભગ મારી જ ઉમર નો એક સાધારણ કપડામાં ઉભેલો એક છોકરો મને દેખાયો..

“આ... લો... તમારી ચા ઠંડી થઈ ગઈ છે...” એના હાથ માંથી ચા ના 2 કપ માંથી એક કપ મારી સામે ધરતા એ બોલ્યો.. મે એના હાથ માથી ચા નો કપ લીધો અને એની સામે જોયું... એ આજ લાઈબ્રેરી માં વાંચવા આવતો હતો.. મે એને અહિયાં ઘણી વખતે મેઘ જોડે જોયો હતો..

“ મેઘ એ તમારી સાથે કર્યું એ ખોટું જ છે.. પણ એને બહુ સિરિયસલી ના લેશો.. એ પોતાની જિંદગી માટે સિરિયસ નથી તો બીજા કોઈ માટે શું હોય...” ચા ની ચૂસકી મારતા મારતા જાણે એ મેઘ ને ઘણા વખત થી જાણતો હોય તેમ મેઘ વિષે બોલવાનું ચાલુ રાખ્યું... 

“ હું મેઘ ને છેલ્લા 7 વર્ષ થી જાણું છું.. એ આવો જ છે.. હમેશા મજાક અને મસ્તી માં જીવતો.. એમાં ને એમાં એ ઘણી વખતે કોઈ નું દિલ પણ દુખાવી દે છે.. તમારી જેમ.. પણ એના મન માં એવું કઈ કોઈના માટે વેરજેર નથી.. નાના બાળક ની જેમ સાફ દિલ નો છે એ...” મેઘ ની વકાલત કરતો હોય એમ એ બોલ્યો..

“પણ તમે કોણ..” મે એની વાત વચ્ચે થી કાપી અને પૂછ્યું.. સાચું કહું તો મેઘ વિષે વધારે સારું મરાઠી હવે સાંભળી શકાય એમ નોહતું..

“ઓહહ... આઇ એમ સોરી... મારૂ નામ ધનુષ... હું મેઘ નો નાનપણ નો દોસ્ત છું.. અને એના રગે-રગ થી વાકેફ.. હું એને ઘણી વખાત સમજવું છું કે આવા કામ ના કરે.. પણ કહવે છે ને કે પ્રાણ અને પ્રકૃતિ લાકડા માં જઈને જ બદલાય... એ ક્યાં સુધારવાનો...?” એની પોતાનો પરિચય આપતા કીધું..

“ઓહહ... તો તમે પણ એમના જ એક છો એમ ને... સેમ ગેંગ.. સોરી પણ..ના તો મને તમારા જેવા લોકો જેટલો સમય છે.. ના પૈસા... મારે હવે વાંચવા જવું જોઈએ... “ એને આપેલો ચાનો અડધો કપ ડસ્ટબિન માં નાંખી ને હું ત્યાથી ચાલવા લાગ્યો.. મેઘ ઉપર નો બધો ગુસ્સો હું હવે એના મિત્ર ધનુષ ઉપર ઉતારી રહ્યો હતો.. અને જતાં જતાં ધીરે થી હું બોલ્યો..

“ઓલ આર સેમ.. પૈસાવાળા બાપ ની બગડેલી ઓલાદો...”

“માફ કરતો ડોક્ટર સાહેબ... કોઈ ને પણ જાણ્યા વગર તમે એના વિષે ખોટી પૂર્વધારણા બાંધી ને બેઠા છો..” પાછળ થી એને બૂમ પડી.. પણ હું એની સામે જોયા વગર અંદર ચાલ્યો ગયો... હું બીજી વાર વ્યક્તિ ને સમજ્યા વગર એમનું character judgementકરી રહ્યો હતો..

...

થોડા દિવસ પછી હું રોજ ની જેમ બપોરે લાઈબ્રેરી ના ગેટ પર જસ્ટ પોહચ્યો હતો અને મારી પાછળ એક રિક્ષા આવી ને ઊભી રહી... મે પાછળ વળી ને જોયું તો એમનાથી ધનુષ નીચે ઉતર્યો અને નીચે ઉતરીને રિક્ષા વાળા ભાઈ ને જુકી ને પગે લાગ્યો.. રિક્ષા વાળા ભાઈ લગભગ 50 થી 55 વરસના હસે... એક જૂનું કમિશ અને પાટલૂન એમને પહર્યુ હતું.. એમે હસતાં હસતાં ધનુષ ના માથે હાથ મૂક્યો અને જય શ્રી કૃષ્ણ બોલીને ધનુશ મારી તરફ ચાલવા લાગ્યો.. એને મારી તરફ આવતા જોઈને હું પણ આગળ આગળ ચાલવા લાગ્યો..

“કોણ હસે એ કાકા... અને ધનુષ એમને કેમ પગે લાગ્યો...?” હું વિચાર માં પડી ગયો..  હું ધનુષ ને પૂછવા માંગતો હતો.. પણ તે દિવસે મારા દ્વારા અપમાનિત થયેલો ધનુષ ને હું કેમ કરી ને પૂછી શકું..

“કેમ છો ડૉ. શિવ..” અચાનક પાછળ થી ધનુષ એ મને બૂમ મારીને રોક્યો..

“અરે ડૉ સાહેબ બહુ ઉતાવળ માં લાગો છો.. આવો જરા પેહલા એક કપ ચા થઈ જાય..” ધનુષ બોલ્યો..

“નો.. આઇ એએમ ગૂડ.. પછી ક્યારેક..” હું એને ફેસ કરવા નોહતો માંગતો.. કદાચ મનોમન એનું અપમાન કરીને ખરાબ પણ લાગ્યું હતું.. પણ એને સોરી કહવામાં મારો ઇગો વચ્ચે આવતો હતો.. અને પાછો એ મેઘ નો દોસ્ત પણ હતો..

“અરે એમ થોડી ચાલે... ચાલો હવે..” એ પરાણે મારો હાથ પકડીને મને ચા ની દુકાન પાસે લઈ આવ્યો..

અમે બંને ચા પીવા લાગ્યા.. એના મોઢા પર આજે કઈક અલગ જ ખુશી હતી.. એ ચા પીતા-પીતા મનોમન હરખાઈ રહ્યો હતો..

“આજે કઈક ખાસ ખુશ લાગો છો.. ધનુષ ભાઈ.. કોઈ ખાસ કારણ... “ મે પૂછ્યું..

કારણ તો છે જ.. આજે મારૂ સિવિલ સર્વિસ ની પ્રિલિમરી એક્જામ નું રિજલ્ટ આવ્યું છે.. અને હું પાસ થઈ ગયો છું.. હવે ફાઇનલ અને પછી ઇન્ટરવ્યૂ... આ વરસે મારૂ IAS બનવાનું સપનું પૂરું થાય એવું લાગી રહ્યું છે.. ધનુષ આર્ટ્સ નો સ્ટુડન્ટ હતો.. BA પૂરું કર્યા પછી એ છેલ્લા 1 વર્ષ થી સિવિલ સર્વિસ ની તૈયારી કરી રહ્યો હતો...

“Congratulation… એક વાત પૂછું ધનુષ ભાઈ...“આ રિક્ષા વાળા ને તમે કેમ પગે લાગ્યા... એ કોણ થાય તમારા...?” મે પૂછ્યું.. 

“એ મારા પપ્પા છે...”

“તમારા પાપા રિક્ષા ચલાવે છે?... ઓહહ... ઇ એએમ સોરી..” મારા થી એવું ના બોલવું જોઈએ.. મે તુરન્ત્જ એની માફી માંગી લીધી..

“અરે ઇટ્સ ઓકે.. હા... મારા પપ્પા રિક્ષા ચલાવે છે.. હું ગરીબ છું અને મેઘ નો મિત્ર પણ છું... ડૉ. શિવ.. જેમ એક જ જાડ ઉપર બધા ફળો મીઠા નથી હોતા એમ દરેક માણસ સરખા નથી હોતા... કોઈક મીઠા તો કોઈક ખાટા..કોઈક ગુણકારી તો કોઈ હાનિકારક... અને જેમ ફળ ચાખયા વગર ખબર નથી પડતી કે સ્વાદ માં કેવું હશે? એમ માણસ ને પણ ઓળખવા માટે એના સ્વભાવ ને જાણવું ખૂબ જરૂરી છે... માત્ર જોઈ ને નક્કી ના કરી શકાય ને આપણે... તે દિવસે પણ હું તમને એજ સમજવાની કોશિશ કરી રહ્યો હતો... પણ તમે....”

“આઇ એએમ રિએલિ સોરી.. તે દિવસ માટે...મારો મેઘ પરનો ગુસ્સો તમારા પર ઉતારવા માટે... ” મે એની વાત વચ્ચે થી કાપી ને કીધું...

“ અરે ના ડૉ સાહેબ.. સોરી તો ઓળા મેઘડા ને કહવું પડસે તમને.. કાન પકડી ને લાવું છું તમારી પાસે....” ધનુષ હસતાં હસતાં બોલ્યો...

...

ઓર્ડર પ્લીઝ...

વાતો કરતાં કરતાં ક્યારે 8 વાગી ગયા... એ અમને ખબર જ ના પડી.. બધા ને એટલી મજા આવતી હતી કે ભૂખ જાણે મારી ગઈ...

“હેય શિવ.. પછી શું થયું...? આને તારી માફી માંગી કે નથી.. અને આ ધનુષ ક્યાં છે અત્યારે...” એલિના એ એકદમ એક્સાઇટ થઈને પૂછ્યું...

ધનુષ નું નામ સાંભળી ને મારા અને મેઘ ના મોઢા પરથી એકદમ રંગ ઊડી ગયો.. હું હજુ કઈક બોલું એ પેહલા મેઘ વાત ફેરવતા બોલ્યો.. હવે પછી ક્યારેક... બહુ ભૂખ લાગી છે... જમવા જઇયે...

બધા રેસ્ટોરંટ તરફ ચાલવા લાગ્યા.. હું અને મેઘ ત્યાજ ઊભા રહી ગયા... હું હજુ ધનુષ ને યાદ કરી રહ્યો હતો... ત્યાં એક ઊંડો શ્વાસ છોડી ને મેઘ બોલ્યો...

“ખબર નહીં... કોની નજર લાગી... શિવ, મેઘ ધનુષ ની જોડી ને.. કાશ એ આજે આપડી સાથે હોત... હવે કેમ છે એ...?”

ના જવાબ માંમે ખાલી માથું હલાવ્યું.. અને નીચે જોઈને હુંરેસ્ટોરંટ તરફ ચાલવા લાગ્યો..

જમ્યા પછી હું હોટેલ ની બહાર આવીને ગાર્ડન માં આટાં મારી રહ્યો હતો.. એવામાં સામેથી ત્યાં મેઘ આવ્યો..

 “તું હજુ ધનુષ વીસે વિચારે છે ને....” મને એક બીયર હાથ માં આપતા એ બોલ્યો..

“હમ્મ... ધનુષ અને આપડા બંને વિષે... આ કિસ્મત ના ખેલ બહુ ભારે હોય છે... જ્યારે આપણે લાગવા લાગે છે બધુ બરાબર ચાલે છે ત્યારે એ એવી કરવત લે છે કે એક ક્ષણ માં બધુ બારબાદ...” એના હાથ માંથી બીયર લેતા હું બોલ્યો...

બીયાર હાથ માં લીધા પછી થોડી વાર એ બોટલ ની સમું હું જોતો રહ્યો...  અને પછી કઈક યાદ આવ્યું હોય એમ જરાક હસી ને હું બોલ્યો...

“આ બાટલી ની કહાની યાદ છે તને... મેઘ...”

મારી વાત સાંભળતા મેઘ ને પણ જાણે યાદ આવ્યું હોય એમ એ હસતાં હસતાં બોલ્યો.. “હોય જ ને ભાઈ...” હું અને મેઘ એક બેન્ચ પર બેઠા અને જૂની યાદો વાગોળવા લાગ્યા..

....

તે દિવસ પછી.. અમારી ત્રિપુટી બની ગઈ હતી... નામ હતું.... શિવ-મેઘ-ધનુષ... અમે ત્રણ દોસ્ત બની ગયા.. આમ જોવા જઇયે તો ત્રણેય હરવા ફરવા અને મજાક મસ્તી માં સાથે અને આમ ત્રણેય અલગ... એક સાયન્સ, એક કોમેર્સ અને એક આર્ટ્સ સ્ટુડન્ટ...

જાણે શાક્ષાત ભગવાન શિવજી ના ત્રિશુળ ના ત્રણ પંખીયા સમાન... અમે લગભગ સાથે જ રહતા હતા.. વાંચવા માં હું અને ધનુષ જ મોટા ભાગે હતા.. પણ ફરવામાં ત્રણેય સાથે.. મેઘ સહુથી પૈસાદાર હતો અને ધનુષ ગરીબ…પણ અમારા વચ્ચે આમિર ગરીબ જેવી કોઈ રેખા નોહતી... ધનુષ નું ટિફિન મેઘ જમતો.. અને એના પિઝા અમે ખાતા... મજા કરતાં...

....

પણ એક દિવસ એવો આવ્યો કે મને અને ધનુષ ને જોરદાર નો ધક્કો લાગ્યો.. ના થવાનું થઈ ગયું... કદાચ સુરજ પશ્ચિમે થી ઊગી શકે અને નદી ઊંધી વહી શકે,.... પણ આ ઘટના અશક્ય હતી... અમે બંને તે દિવસે shock હતા.. પણ એ હકીકત હતી..

મેઘ નું CAT નું રિજલ્ટ આવ્યું હતું.. અને એ પાસ થઈ ગયો હતો...

“પણ કેવી રીતે...?” ધનુષ ચીસો પાડી ને લિબ્રેરી ની વચોવચ મેઘ ના કોલર પકડી ને મેઘ પર ચિલ્લાવી રહ્યો હતો... તું પાસ કેમ નો થયો...? સાચું બોલ...તારા બાપા એ જેક માર્યો છે ને...?”

“આવી એક્જામ માં જેક ના વાગે ભાઈ.” હું એને શાંત કરતો બોલ્યો...

“ભાઈ.. છોડી ડો પ્લીઝ.. પાસ થયો છું.. ફેલ હોત તો ઠીક છે.. પણ હવે તો છોડો મને.. બધા જુવે છે...” મેઘ ધનુષ ને રિકવેસ્ટ કરવા લાગ્યો..

થોડી વાર પછી ધનુષ શાંત થયો.. અને અમે બધા જોર થી ચિલ્લવા લાગ્યા... હુરરે.. ભાઈ પાસ.. પાર્ટી.. પાર્ટી... પાર્ટી...

અમને બધા ને 1 અઠવાડીયા સુધી લિબ્રેરી માથી સસ્પેંડ કરી દેવામાં આવ્યા... પણ 1 અઠવાડીયા સુધી તો પાર્ટી જ કરવાની હતી ને...

અમે ત્રણેય ખૂબ ખુશ હતા.. અને હજુ એક વ્યક્તિ એવું પણ હતા જે અમારા ત્રણેય થી વધુ ખુશ હતા...  એ હતા મેઘ ના પાપા...હા... આજે એમને ગર્વ હતો મેઘ પર...

મેઘ ના પાપા એને ક્યારેય કઈ કહતા નહીં.. જે માંગે એ બધુ એને આપતા... એ છતાં પણ મેઘ એ ક્યારેય એમનો ભરોસો તોડ્યો નોહતો... અમને હમેશા એવું લાગતું કે એ રખડી ખાય છે.. પણ એ એનું કરી લેતો... જ્યારે બધા સુતા ત્યારે એ વાંચતો અને બધા વાંચતાં ત્યારે ફરતો.. કઈક અલગ ટાઇપ નો હતો એ....ટિપિકલ ઇંતેલીજંટ સ્ટુડન્ટ...

બીજા દિવસે સાંજે મેઘે એના ઘરે પાર્ટી રાખી હતી.. ઘર નહીં સાહેબ હવેલો કહો.. હવેલી...

મેઘ નો ડ્રાઇવર તે દિવસે અમને કાર લઈને લેવા આવ્યો હતો...મેઘ ની લાલ રંગ ની ચાર બંગડી વાળી ગાડી માં અને એના ઘર ના દવાજા પાસે પહોચ્યા.. હથિયાર બંધ લગભગ 4 થી 5 સિક્યોરિટી ગાર્ડ મોટા સફેદ ગેટ પાસે ઊભા હતા.. લગભગ 10એકર માં એનું ઘર હતું... ગેટ આગળ થી એના ઘર ની ઇમરત પણ નોહતી દેખાતી એટલી મોટી જગ્યા હતી... સિક્યોરિટી વાળા એ એન્ટ્રી કરીને દરવાજો ખોલ્યો... અને ગાડી અંદર આવી... રસ્તા ની બંને બાજુ એ ઊંચા ઊંચા ઝાડ અને ગાર્ડન હતા.. અંદર થી મોર અને કોયલ ના અવાજ આવતા હતા...  થોડા આગળ જતાં ની સાથે જ મોટો ફૂવારો હતો જેમાં બતક તરી રહ્યા હતા.. અને એની અગર મોટો ગાર્ડન.. જેમાં માલી પાણી છાંટી રહ્યા હતા.. થોડીવાર માં ગાડી એક આલીશાન મકાન પાસે આવીને ઊભી રહી... ગાડી આવતા ની સાથે એક નોકર ગાડી ની દવાજો ખોલીને અદબ થી ઊભો હતો.. હવે અમે મેઘ ના ઘર પાસે આવી ગયા હતા...

ઘર ની અંદર આવતા ની સાથે એક મોટો બેઠક રૂમ હતો... જેમાં વચ્ચે ઉપર એક મોટું જુમર જગમગતું હતું.. એ રૂમ જ ખાલી મારા આખા ઘર થી પણ મોટો હતો.. નોકરે અમને પૂરા સમ્માન સાથે બેસાડયા અને પાણી આપ્યું...

આજે ઘર માં પાર્ટી જેવુ કઈ લાગતું નોહતું... કેમ કે આખા ઘર માં અમુક નોકરો અને અમે બનને જ દેખાતા હતા..

“કેમ છો દોસ્તો...” પાછળથી મેઘ નો અવાજ આવ્યો... એક ચડડો અને ટી-શર્ટ પહેરી ને એ ફરતો હતો..

“એલા પાર્ટી ક્યાં છે...” પોતાના પપ્પા ના લગ્ન નો સૂટ પહેરી ને આવેલા ધનુષ એ પૂછ્યું...

“મારા રૂમ માં... બીજે ક્યાં...” એક વ્યંગાત્મક સ્મિત સાથે મેઘ બોલ્યો..

“મતલબ...” હું કઈ સમજ્યો નોહતો...

મતલબ આજ ની પાર્ટી માં ખાલી અપડે ત્રણ જણા જ છીએ... its boys partyonly…હું ઇનો ઈશારો લગભગ સમજી ગયો હતો... પણ જગમગ સૂટ પહેરીને આવેલો ધનુષ હજુ અટવાયેલો હતો...

“અરે ભાઈ... જે કહેવું હોય એ ચોકખું કે ને... આ શું ગોળ ગોળ ગુમાવ્યા કરે છે...અને જમડીને તો મોકલીશ ને..” ધનુષ થોડો હવે અકળાયો હતો..

“જમાડીશ પણ અને પીવડાવીશ પણ... “

હું હવે આનો ઈશારો બરાબર સમજી ગયો હતો.. આજે અમારી બૂજ પાર્ટી હતી...

મેઘ અમને બંને ને એના રૂમ માં લઈ ગયો.. અને એ પોતે એક સ્કૉચ ની બૉટલ લઈને આવ્યો..બૉટલ જોતાં જ ધનુષ ચિલ્લાયો..

“અબે આ તો દારૂ છે...”

“તો તને શું લાગ્યું...હું તને લીંબુ પાણી પીવડાવીશ..? ચાલ બૂમો ના પાડ અને પાછળ પડેલા ગ્લાસ આપ...” એને બેડ ની બાજુ માં પડેલા ગ્લાસ સામે ઈશારો કરીને એ બોલ્યો...

“ના... દોસ્ત... આ કામ આપડું નહીં...મે ક્યારેય આ ટ્રાય નથી કર્યું... અને અંકલ આવી જસે તો... ભાઈ મને બીક લાગે છે... ” મે મેઘ ને ના પાડી.

“તો હું શું રોજ પીતો ફરું છું...અને અંકલ મુંબઈ ગયા છે... કાલે જ આવશે... તમે ચિંતા ના કરો..” મેઘ ના અથાગ આગ્રહ હોવા છતાં અમે બંને ના માન્યા.. અને છેલ્લે એને બ્રહ્માસ્ત્ર નો ઉપિયોગ કર્યો.. અને દોસ્તી ની કસમ આપી.. હું તો થોડો માની પણ ગયો પણ ધનુષ હજુ ના ની હઠ પકડીને બેઠો હતો...

“જો ધનુષ... આ એમ નહીં માને અને આપણ ને અહિયાં થી જવા પણ નહીં દે…આપડે એક કામ કરવાનું છે... ગ્લાસ હાથ માં પકડીને બેસી રહેવાનુ... અને સમય મળતા જ બાથરૂમ માં ઢોળી દેવાનો... બધુ સચવાઈ જસે...” મે ધનુષ ને સમજાવતા કીધું..

મારી વાત એને માની લીધી અને મેઘ એ પેક બનવાનું શરૂ કર્યું.. એને એ પણ નોહતું આવડતું.. લગભગ અડધા ગ્લાસ માં વાઇન ભરી અને ઉપર કોલ્ડડ્રિંક નાખી ને ગ્લાસ આખો ભરી દીધો... સાથે ચિપ્સ ના પેકેટ ખોલ્યા અને બોલ્યો..

“એક ઊંડો શ્વાસ લો અને ગટગટાવી જાઓ...” વન... ટુ... એંડ થ્રી.... એમ બોલીને મેઘ તો ગટગટાવી ગ્યો અને અમે આંખો ફાડીને એની સામું જોતાં રહ્યા... કદાચ એટલુ જ આસન હસે.. એમ અમે વિચાર્યું... અને મે પણ એની જેમ એક મોટો ઘૂટડો ભર્યો.. પણ એની સાથે જ એવો જોરદાર ઊબકો આવ્યો કે બધુ બાર... મારી હાલત જોઈને ધનુષ સમજી ગયો.. અને એ ગ્લાસ હાથ માં લઈને ઊભો થઈ ગયો અને બોલ્યો...

“આ આપડું કામ નહીં....” ધનુષ બોલ્યો..

મેઘ મારી પીઠ થબથબવી રહ્યો હતો અને બોલ્યો..

“હવે સારું લાગરું હોય તો બિજો બનાવું...”

મારા મોઢા માથી ગાળ નીકળી ગઈ...

આ બધી ચર્ચા હજુ ચાલતી જ હતી ક મેઘ ના રૂમ નો દરવાજો ખૂલ્યો સામે જોયું તો અમારા બધા ની ધડકન ક્ષણ વાર રોકાઈ ગઈ હતી.. સામે મેઘ ના પપ્પા ઊભા હતા..

ટેબલ પર પડેલી સ્કૉચ ની બૉટલ, આઇસ અને નાસ્તા ના પડિકા જોઈને એ બધુ સમજી ગયા.. ધનુષ ની તો ગા* ફાટી ગઈ... શું કરવું અને શું નહીં... એને કઈ સમજાયું નહીં એના હાથ માં રહેલો ગ્લાસ સંતાડવાની કોશિશ કરવા લાગ્યો પણ કઈ સમાજ ના પડતાં... એ એક શ્વાસ માં બધુ ગટગટાવી ગયો અને ગ્લાસ પલંગ ઉપર બાજુ માં મૂકી દીધો..

અંકલ એટ્લે મેઘ ના પાપા આ બધુ જોઈને હેરાન હતા.. એ ઘડીક તો ધનુષ સામે જોઈ જ રહ્યા... અને ધનુષ સામે હાથ ઊંચો કરીને બોલ્યા... “આ શું કરે છે... છોકરા...?”

અમે બધા સમજી ગયા હતા.. કે અંકલ આજે અમારો ક્લાસ લેવાના હતા.. ધરતી ફાતિને થોડી જગ્યા આપે તો એમાં સમાઈ જવાનું મન હતું.. હાલત ખરાબ હતી.. મારા અને ધનુષ ના તો પગ લથડતા હતા...

થોડીવાર તો અમે અંકલ ને અને એ અમને બધા ને વારાફારથી આંખો ફાડી ફાડી ને જોઈ રહ્યા હતા.. અંકલ અમારી નજીક આવ્યા અને બધુ જોવા લાગ્યા... થોડી વાર પછીમારી અને ધનુષ ની સામે જોઈને બોલ્યા..

“1સ્ટ ટાઇમ...?” હા....અમે જવાબ માં ખાલી માથું હલાવ્યું..

એક ઊંડો શ્વાસ છોડીને એમને એક ગ્લાસ હાથ માં લીધો.. એમાં લગભગ 30 ml જેટલું આલ્કોહોલ અને આઇસ નાખ્યો.. અને બોલ્યા...

“તમારી ઉમર માં આ બધુ સ્વાભાવિક છે... પણ આ વસ્તુ ની આદત ના થવી જોઈએ... સોશિયલ ડ્રિંકિંગ સુધી જ સીમિત.. અને અને લેવાની રીત.. ઓન્લી 2 પેક ઓફ 30 ML એ પણ એકદમ ધીમે ધીમે...અને શક્ય હોય ત્યાં સુધી ઓન્લી વોટર એન્ડ આઇસ...

અને હા... તે જે કર્યું એવું તો બિલકુલ નહીં..” ધનુષ સામે જોઈને એ બોલ્યા...

એ ગ્લાસ હાથ માં લઈને રૂમ ની ભાર ની બહુ ચાલવા લાગ્યા.. દરવાજા પાસે જઈને જરાક રોકાઈ ને અમારી બાજુ એમને જોયું અને એક સ્માઇલ સાથે બોલ્યા...

“ચીર્સ.. ગાયસ.. ડ્રિંક responsibly..” એટલું બોલી ને એ દરવાજા ની બહાર ચાલ્યા ગયા..

થોડીવાર સુધી તો હું ધનુષ અને મેં ત્રણેય જણા એકબીજાને સામુ જોતા જ રહ્યા કોઈ કાંઈ બોલ્યું જ નહીં…

“આ તારા બાપા જ હતા ને....?જબરા ફોરવર્ડ છે હો”... મેં કીધું...

“હમ્મ... બાપા કોના છે...” મેઘ જાણે એક ગર્વિત સ્માઈલ સાથે જવાબ આપ્યો...

એ રાતે લગભગ અમે 12 વાગ્યા સુધી ત્યાં બેઠા... ઉલ્ટી થયા પછી મે તો ડ્રિંક નહોતું લીધું... પરંતુ સાથે બેઠા બેઠા મે નાસ્તો ખૂબ કર્યો... ધનુષ ને થોડી ચડી ગઈ હતી એટલે અમે એને ઘરે લઈ જવું યોગ્ય ન સમજયું... અને અમે બંને રાતે ત્યાં જ સુઈ ગયા.... અમે બંને અમારા ઘરે ઇન્ફોર્મ કરી લીધું હતું....  અંકલ નો આવો નેચર હશે એ વાતની અમને એ દિવસે ખબર પડી....

....

હાથમાં રહેલી બિયર લગભગ ખાલી થઈ ગઈ હતી… અને ગાર્ડન માં બેઠા બેઠા રાતના લગભગ એક વાગી ગયા હતા… મને થોડી ઊંઘ પણ આવવા લાગી હતી…હું અને મેઘ પોત પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યા..  મેઘ અચાનક ઉભો રહી ગયો અને એને મને પૂછ્યું...

“અલા ઓલી બકી યાદ છે તને...એ પાગલ તારી પાછળ જબરી ગાંડી થઈ ગઈ હતી....” મેઘ બોલ્યો..

બાકી નું નામ સાંભળીને મારા પણ પગ જાણે જામી ગયા.... હું પણ ઉભો રહી ગયો..

પ્લીઝ ભાઈ... એને પાગલ ના કહીશ.. એની મનોસ્થિતિ જ એ સમયે એવી હતી... ભલે એના કારણે મારે બહું સહન કરવું પડ્યું... પણ કોઈના વીસે અપડે એવું ના બોલવું જોઈએ... હુંબોલ્યો...

“સોરી સોરી.. ભાઈ પણ... “જબરો દાવ થયો હતો તે દિવસે... તારી તો હાલત ખરાબ થઈ હતી...” મેઘ બોલ્યો..

“એ દિવસે જો તારા પપ્પા એ મદદ ના કરી હોત તો હું ચોક્કસ જેલ ની હવા ખાઈ ચૂક્યો હોત...”હું બોલ્યો.. 

અમે બંને એના વિશે વાતો કરતા કરતા પોતાના રૂમ તરફ ચાલ્યા લાગ્યા..

...

બકી.. સાચું નામ... મેઘના... મેઘના સોલંકી...

હું જે ડેન્ટલ કોલેજમાં સર્જરી વિભાગમાં લેક્ચર હતો ત્યાં આગળ જ એ ભણતી હતી. સેકંડ લાસ્ટ યર માં સ્ટુડન્ટ હતી.

સર્જરી વિભાગ માં કામ કરતાં કરતાં મારે લગભગ 6 મહિના જેવુ થઈ ગયું હતું... અમારા વિભાગ ના હેડ હતા ડૉ.સિંઘ સાહેબ.. સિંઘ સાહેબ બહુ સારા સ્વભાવ ના માયાળું અને શાંત હતા.. સર્જરી માં આવા શાંત સ્વભાવ ના ડોક્ટર સાહેબ મે પહલી વાર જોયા હતા...

સિંઘ સાહેબ પંજાબી હતા.. માથે મોટી પાઘડી અને હમેશા શર્ટ પેન્ટ અને કોટ પહેરતા.. સર્જરી ના મોટા ભાગ ના લેક્ચર એ જ લેતા હતા.. એ મને હમેશા વાંચવા માટે પ્રોત્સાહિત કરતાં હતા... એમને મને આ લેક્ચર લેવા ની પણ ના પડતાં હતા.. તે હમેશા કહતા કે તારું કામ આ નથી તારું કામ વાંચી ને પીજી માં એડ્મિશન લેવાનું છે... માટે લેક્ચર હું લઇશ તું તારું ધ્યાન વાંચવા માં આપ...

પાછલા 6 મહિના માં મે માત્ર ગણતરી ના લેક્ચર લીધા હતા... મોટા ભાગે હું મારી કૅબિન માં બેસી ને વાંચતો...

પણ એક વાર સિંઘ સાહેબ બીમાર પડ્યા હતા.. એમની માંદગી થોડી લાંબી ચાલી એટ્લે એમનું કામ મે ઉપાડી લીધું... એ દિવસે ઘણા દિવસો પછી બપોરના સમયે મારો લેક્ચર હતો.. લેક્ચર હોલ માં આવતા ની સાથે બધા સ્ટુડન્ટ્સ ઊભા થઈ ને મને માન આપ્યું.. મે બોલવાનું શરૂ કર્યું..

જમ્યા પછી નો સમય હતો.. ગણ્યા-ગાંઠયા સ્ટુડન્ટ્સ હતા... અને એમ પણ હું સારો વક્તા નોહતો... એટ્લે આગળ ની 2 બેન્ચ છોડી ને બાકી બધા ખુલ્લી આંખે સૂતા હોય એમ મને લાગ્યું... એમ પણ ડેન્ટલ સ્ટુડન્ટ્સ ને સર્જરી માં શું રસ...? હું પણ જાણે જડપ થી મારો લેક્ચર પૂરો કરવા માંગતો હોવું એવી રીતે બોલતો રહ્યો..

અચાનક મારૂ ધ્યાન પાછળ બેઠેલી એક છોકરી તરફ ગયું.. સાધારણ દેખાવ વાળી એક દમ સામન્ય લગતી એ છોકરી એકીટસે મારી સામે જોયા કરતી હતી... એની આંખો જાણે મારી પર છોટી ગઈ હોય એમ.. એમ મુખ પર કોઈ જ પ્રકાર ના હાવભાવ નોહતા.. જાણે એક નિસ્તેજ પૂતળું... પરૂતુ એની આંખો.. કાળી કાજલ ભરેલી આંખો માં જાણે અનેક પ્રશ્નો હતા..

મે સ્ટેજ ઉપર મારી જગ્યા બદલી.. કદાચ બીજા બધા ની જેમ એ પણ ખુલ્લી આંખે સપના જોતી હોય તો.. પણ પડછાયો જેમ વ્યક્તિ નો સાથ ના છોડે તેમ તેની નજર પણ મારી સાથે સાથે સ્ટેજ ઉપર ચાલવા લાગી..

મે તેની ઉપર ધ્યાન ના આપ્યું... અને મારો લેક્ચર પૂરો કરીને હું મારી કૅબિન માં આવી ને બેસી ગયો.. પરંતુ વારંવાર મારી સામે એની આંખો આવતી હતી.. મોનાલીસા ની આકૃતિ ની જેમ એની આંખો પણ જાણે ગૂઢ રહસ્યો થી ભરપૂર હતી...

તે દિવસે બપોરે કોલેજ નો સમય પૂરો થયા બાદ હું ઘરે જવા નીકળ્યો હતો... હું પાર્કિંગ માં મારા બાઇક પર સવાર થઈ ને ગેટ તરફ વાળ્યો જ હતો કે મને એ છોકરી પછી દેખાઈ.. કોલેજ ના ગેટ ઉપર ઊભી હતી... અને જાણે પછી એ જ નજર થી મને જોઈ રહી હતી... મે એને ઇગનોર કરીને મારૂ બાઇક હંકારી દિહુ...  પણ સાઇડ મિરર માં જોયું તો જ્યાં સુધી મને એ દેખાઈ ત્યાં સુધી એ એકનજર થી બસ મને જ જોઈ રહી હતી... મારા માટે એને કળવી મુશ્કેલ હતી... તે આખી સાંજ મારા મગજ માં એ ફરતી રહી.. મે એના વિષે ધનુષ ને પણ વાત કરી કેમ કે મેઘ ને કહવાનો કોઈ અર્થ નોહતો.. પણ ધનુષ ને કઈ ખાસ વાત લાગી નહીં.. પણ મારૂ મન જંતુ હતું કે કઈક ગડબડ તો થવાની જ હતી...

લગભગ 4 દિવસ સુધી મને એ જોવામાં ના આવી.. હું પણ લગભગ એને ભૂલી જ ગયો હતો.. અને માર રોજિંદા કામ માં લાગી ગયો હતો..એક દિવસ હું બપોરે મારૂ કામ પતાવી ને લંચ માટે કેંટીન તરફ જવા નીકળ્યો... મારી કૅબિન ની બહાર નીકળતા ની સાથે મારી નજર એની પર પડી એ જરાક દૂર ઊભી ઊભી એજ નજારો થી મારી સામે પાછું જોયા કરતી હતી... મે એન જોઈ...  પણ તેમ છતાં અનદેખી કરી હું કેન્ટીન તરફ ચાલવા લાગ્યો.. થોડી વાર પછી પાછું વળી ને જોયું તો એ પણ પાછળ પાછળ આવતી હતી... હું કેંટિન માં આવી ને એક ટેબલ પર બેઠો અને મારૂ ટિફિન ખોલ્યું... એ બરાબર મારી મારી સામે આવેલા ટેબલ પર બેઠી અને પછી એ જ વિચિત્ર નજારો થી મને એકીટસે જોવા લાગી..

હવે આ બધુ થોડું વધારે થઈ રહ્યું હતું.. મે મારૂ ટિફિન પૂરું કર્યું.. અને એની ઇશારા થી મારી પાસે બોલાવી.. એ ઊભી થઈ ને મારી સામે આવા લાગી.. ધીમા ધીમા ડગલાં ભરતી એ મારી પાસે આવી ને ઊભી રહી.. મે એને બેસવાનો ઈશારો કર્યો... અને એ મારી સામે બેસી ગઈ... આજે પણ એના મોઢા પર કોઈજ હાવભાવ નોહતા... મે એને એનું નામ પૂછ્યું...

“મેઘના...” બસ એટલુ જ એ બોલી...

“કઈ કહવું છે મેઘના તારે.. કોઈ તકલીફ...” મે એને પૂછ્યું...

“ના...” વળી પાછો એક શબ્દ માં જવાબ આપ્યો…

“ઓકે...ટેક કેર.. ” એટલું બોલીને હું ત્યાથી ઊભો થઈ ગયો.. મને વધારે કઈ પૂછવું યોગ્ય ના લાગ્યું... મને એટલું ખબર પડી ગઈ હતી કે એનું વર્તન સામાન્ય નોહતું... પરંતુ એના વિષે વધુ જાણવાની મને જિગનશા જાગી…મે એની બેચ ના એક છોકરા ને બોલાવી ને એના વિષે પૂછ્યું.. ત્યારે મને એનું આખું નામ જાણવા મળ્યું... મેઘના સોલંકી....એ સોલકી સાહેબ ની એક ની એક દીકરી હતી... સોલંકી સહેબ.. એક નામચીન પોલિટીસીયન હતા... આ કોલેજ ના એક ટ્રસ્ટી…અને વર્તમાન વિધાયક... એમને અહિયાં બધા જ ઓળખતા હતા...

સાંભળવામાં આવ્યું હતું કે મેઘના હમેશા થી આવી નોહતી... હસતી મુસ્કુરાતી નિખાલસ છોકરી હતી... પરંતુ સોલંકી સાહેબ ની પત્ની ના અકસમીક મૃત્યુ પછી એ હજુ સુધી આ આઘાત માંથી બહાર નોહતી આવી... હમેશા એકલી રહતી એના કોઈ મિત્રો કે દોસ્ત નોહતા.. કોઈ ની સાથે વાત નોહતી કરતી.. બસ અખોદિવસ સૂનમૂન ફર્યા કરતી...સોલંકી સાહેબે અનેક માનસિક રોગ ના ડોકતોર્સ ને બતાવી ચૂક્યા હતા.. અનેક ભુવા, બાધા અને દોરા કરાવ્યા પરંતુ એની તબિયત માં કોઈ સુધારો નોહતો દેખાતો..

એની આપવીતી સાંભળ્યા પછી મને એની ઉપર દયા આવવા લાગી હતી.. આટલી નાની ઉમર માં એને કેટલું બધુ સહન કરી ચૂકી હતી.. એના વીસે વિચારતો વિચારતો હું ઘર તરફ નીકળી પડ્યો...

એક દિવસ હું મારી કૅબિન માં બેસી ને વાંચી રહયાઓ હતો.. દરવાજો ખખડ્યો અને જોયું તો દરવાજા પાસે મેઘના ઊભી હતી... હાથ આગળ કરીને ઇશારા માં અંદર આવવાની એને પરવાનગી માંગી... મે ઈશરમાં જ એને અંદર બોલાવી અને બેસવા કહ્યું...

એ મારી સામે આવીને ખુરશી માં બેસી ગઈ.. મે એને અહિયાં આવવાનું કારણ પૂછ્યું... પરંતુ થોડી વાર એ કશુ જ બોલી નહીં અને મારી સામે એની એ જ નજારો થી જોવા લાગી..

“બોલો મેઘના... શું કામ પડ્યું...?” મે ફરી થી એને પૂછ્યું... આ =વખતે થોડો મોટો અવાજ સાંભળી ને એ જાણે સપના માઠી જાગી હોય એમ ડરતા ડરતા... એની બેગ ખોલી અને એમથી એક મોટી ચોકલેટ કાઢી ને મને આપી...

“થેન્ક્સ.. મેઘના... પણ આ કેમ...? આજે તારો જન્મદિવસ છે..?” હજુ હું મારૂ વાક્ય પૂરું કરું એ પેહલા હસતાં હસતાં એક નાના બાળક ની જેમ એ ખુરશી માંથી ઊભી થઈ ને બહાર દોડી ગઈ...

હું એની સામે જોતો જ રહ્યો...

...

આ બધુ રોજ નું થવા લાગ્યું હતું... એ ઘણી વાર મારી કૅબિન પાસે તો ઘણી વાર પાર્કિંગ માં ઊભી રહીને મને જોયા કરતી.. અને હું એને કઈ પણ કહેવા કે પૂછવા જતો તો એ ભાગી જતી હતી... મને હવે થોડી ચિંતા અને ગભરાહટ થવા લાગી હતી... મારે એને સમજાવવી જોઈએ... પણ લાગતું નોહતું કે એ સમજી શકે એવી માનસિક સ્થિતિ માં હોય...

એક વાર મારા ફોન માં કોઈ અજાણ્યા નંબર પરથી ફ્ને આવ્યો... ઉપડયો તો સામે મેઘના હતી.. હેલ્લો સરરરર... હું મેઘના...

એનો અવાજ સાંભળી પેહલા તો હું થોડી સહમી ગયો.. એને મારો નંબર ક્યાથી મળ્યો હશે...? પરંતુ મે એકદમ નોર્મલ બની ને એની સાથે વાત કરી..

“યસ... બોલો..” 

ફોન... કટ...

એના ફોન અને મેસેજ હવે રોજ આવવા લાગ્યા હતા.. હું હવે થોડી બેચેની અનુભવવા લાગ્યો હતો... મે મારા એકાદ બે psychiatric મિત્રો ની સલાહ લીધી તો એમને મને સલાહ આપી કે આવી વ્યક્તિ માનસિક રીતે બહુ નાજુક સ્થિતિ માં હોય છે... એકલતા ના અંધકાર માં રહતી આવી વ્યક્તિ અગિયારા ની રોશની ને પણ સુરજ માની લેતા હોય છે... અને એના માટે હવે તું જ એ સુરજ છે... એની માતા ના મૃત્યુ પછી એ પ્રેમ અને સહવાસ ની જંખના માં છે.. અને એ પ્રેમ એ હવે તારા માં શોધી રહી છે... એમની સાથે બહુ પ્રેમ થી ટેકલ કરવું... કેમ કે ક્યારેક ક્યારેક આવા લોકો ખોટું પગલું પણ ભરી શકે છે...

...

હું બરાબર નો મુંજયો હતો.. શું કરવું અને નહીં એની કોઈ સમજ નોહતી પડતી... સિંઘ સાહેબ હજુ પણ રજા પર હતા..કદાચ એ હોત તો હું એમની સાથે વાત પણ કરી ને કોઈક ઉકેલ શોધી કાઢત... પણ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નોહતો... જે થશે... એ જોયું જશે... એમ વિચારી ને હું મારા નિત્યક્રમ માં લાગી ગયો હતો...

એક દિવસે સવારે હું આવ્યો ત્યારે જોયું કે પાર્કિંગ માં એક પોલીસ ની ગાડી અને બીજી એક મોટી ગાડી ઊભી હતી... ગાડી ની બાજુ માં કેટલાક લોકો ભગવા કલર ના કપડાં માં ઊભા હતા.. ગાડી પાછળ લખ્યું હતું... MLA ગુજરાત રાજ્ય... હું સમજી ગયો કે આ સોલંકી સાહેબ ની ગાડી છે... પણ એ અહિયાં કેમ આવ્યા હશે...?

હું વિચાર તો વિચારતો ઓફિસ માં આવ્યો અને હાજરી પત્રક માં સહી કરી હતો ત્યારે પ્રિન્સિપલ સાહેબ અને સોલંકી સાહેબ એમની કેબીન માંથી બહાર નીકળ્યા...

પ્રિન્સિપલ સાહેબ સોલંકી સાહેબને કહેતા હતા કે…“તમે બિલકુલ ચિંતા ના કરશો સાહેબ... બાકીનો મામલો હું સંભાળી લઈશ... તમે અમારે હવે ફરી અહીં આવવાની જરૂર નહીં પડે...”

સોલંકી સાહેબ નો પણ રુઆબ અલગ હતો.. લગભગ 6 ફૂટ ઊંચા... ભરાવદાર મૂછો.. સફેદ કુરતો અંદ પાયજામો એમને પહરેલો હતો... એમની સાથે એમના બે બોડીગાર્ડ અને અમુક નજીકના અંગત માણસો એમની પાછળ ચાલતા હતા... પ્રિન્સિપલ સાહેબ ની નજર મારી પર પડી એમને સોલંકી સાહેબ સાથે મારો પરિચય કરતા એ બોલ્યા...

સાહેબ આમને મળો... આ છે અમારી કોલેજના સહુથી હોનહાર ડોક્ટર... ડોક્ટર શિવ શર્મા... સોલંકી સાહેબે એકવાર મારી સામે જોયું અને એમનો જમણો હાથ આગળ કરીને મને કીધું...

“ઓહહ... તો તમે છે શિવ શર્મા... મેઘના તમારા ખૂબ વખાણ કરતી હોય છે...  કહેતી હોય છે તમે ખુબ સરસ ભણાવો છો... “

મેઘનાએ મારી વાત એના ઘર સુધી કરી દીધી હતી.... હું થોડોક અજકાયો અને થેન્ક્યુ સાહેબ એટલું જ બોલી શક્યો...

પણ મને હજુ એ વાત નોહતી સમજાતી કે...  એવી કઈ મોટી વાત થઈ હતી કે જેના કારણે સોલંકી સાહેબને અહીંયા આવવું પડ્યું હતું... કઈક તો મોટો લોચો લાગતો હતો... અને બપોર સુધી માં મને એક સ્ટુડન્ટે આવી ને બધુ કહી દિહુ હતું.... મેઘનાએ બહુ મોટો કાંડ કરી નાખ્યો હતો.... એને એની સાથે ભણતી એક છોકરીના માથામાં ટેબલ લેમ્પ માર્યોહતો... જેનાથી એને માથામાં 15 ટાંકા આવ્યા હતા...સદનસીબે વધુ ઇજા નોહતી થઈ... અને એ જ કારણે પોલીસની ગાડી અને સોલંકી સાહેબને અહીંયા આવવું પડ્યું હતું...

મેઘના એ એવું શેના માટે કર્યું હશે....? અને એવી તો કઈ બાબત બની હશે...? પરંતુ એ વાતની કોઈને જાણ નહોતી... મારા મનોજ ચિકિત્સક મિત્રએ મને જણાવ્યું હતું કે આ પ્રકારના માનસિક રોગી દર્દીઓ કોઈપણ સમયે કોઈપણ પગલું ભરી શકતા હોય…એવા લોકો બીજાને પણ નુકસાન કરી શકે એ ઉદાહરણ આજે મારી સામે હતું...

આ ઘટના પછી મને હવે મેઘનાથી વધારે ડર લાગવા લાગ્યો હતો... થોડાક દિવસો આમને આમ વીતી ગયા... મેઘના ના રોજ મેસેજ અને ફોન આવતા હતા...પણ  હું વધુ કોઈ રીપ્લાય આપતો નહોતો...

સમય વિતતો ગયો... અને નવરાત્રિ આવી... એક સાંજે કોલેજ માંગરબા નો પ્રોગ્રામ હતો...કોલેજમાં બધા તૈયાર થઈને સમયસર આવી ગયા હતા.... હું પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ત્યાં પહોંચી ગયો હતો.. બ્લૂ કલર નો કુરતો અને સફેદ પ્યજામો મે પહર્યો હતો... બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબા રમી રહ્યા હતા અને ત્યાં અચાનક મારી નજર મેઘના પર પડી...હમેશા સિમ્પલ અને સાદી દેખાતી મેઘના આજે ચણિયાચોળીમાં સુંદર લાગતી હતી... પણ મને એની સુંદરતા નિહાળવા માં કોઈ રસ નોહતો... હું મારી નજર ફેરવીને બીજી બાજુ જોવા લાગ્યો... પણ મારી એ એની પર પડેલી નજર ને મેઘનાએ પકડી પડી... એ તુરંત જ મારી પાસે આવી અને મારી બાજુમાં આવીને ઊભી રહી ગઈ… અને જરાક શરમતા અને મુસ્કુરાતા એ ને મને પૂછ્યું...”કેવી લાગુ છું?”…

મેં એની પર એક નજર એની ઉપર નાખી અને ખાલી એટલું કહ્યું... “ખુબ સરસ”… ફરી પાછો હું બીજી તરફ જોવા લાગ્યો... એને મારો કુરતોખેંચ્યો અને મને સાઈડમાં આવવા માટે ઈશારો કર્યો.... પણ મે એને બહુ ભાવ માં આપ્યો,.. અને જાણે એ મારી બાજુ હોયજ નહીં તેમ એને અવગણતા તું ગરબા જોવા લાગ્યો... પરંતુ એ મેઘના હતી... એટલી જલ્દી મને છોડી દે એમ થોડી હતું....

એને જોરથી મારો હાથ ખેંચ્યો અને પરાણે મને એક ખૂણામાં લઈ ગઈ...મારા હાથમાં એક કાગળ થમાવ્યો અને હસતી શરમાતી ત્યાંથી દોડી ગઈ... મને આનો આપેલો કાગળ ખોલવાની હિમ્મત નોહતી.. જાણે મને પહલે થીજ ખબર હતી કે એમાં શું લખ્યું હતું... મારો શક સાચો પુરવાર થયો... મેં કાગળ ખોલીને જોયો... મેઘના નો એ મારા પર પ્રેમ પત્ર હતો...

 

“આંખો બંધ કરું ને તારો ખ્યાલ આવે છે

ઈશ્વરથી પણ પહેલું તારું નામ આવે છે

રાખું છું દિલની વાત આજે તારી સામે

 કેમકે તારી હરેક અદા ઉપર મને પ્યાર આવે છે”

આઇ લવ યુ... શિવ...

 

બંને હાથ ભીંસીને મેં એનો લવ લેટર મારી મુઠ્ઠી વચ્ચે દબાવી દીધો... એક તરફ ગુસ્સો આવી રહ્યો હતો અને બીજી તરફ એની ઉપર દયા... કેમ કરીને એને સમજાવું... પરંતુ એ જે પરિસ્થિતિમાંથી ગુજરી છે તે હું બારબર સમજી સકતો હતો... એને શું જવાબ આપવો... એ મને ન સમજાયું... એના પ્રેમ નો સ્વીકાર કરવો તો શક્ય જ નોહતો...આપણ એની આવી માનસિક હાલત પણ ના પણ કેમ પદવી... મને ખાલી એટલું ખબર હતી કે મારે ગમે તેમ કરીને આમાંથી બહાર નીકળવું હતું... પણ કઈ રીતે...?

મારે એના થી થોડા સમજ માટે દૂર રહવું જોઈએ... અને તે સમયે મને સૌથી સરળ અને સાચો રસ્તો એજ સૂજ્યો... થોડા દિવસ હું રજા મૂકી દઉં... કદાચ સમય સાથે એ મને ભૂલી જાય... એમ પણ આવનારા અમુક દિવસોમાં મારે એક કોન્ફરન્સ અટેન્ડ કરવા માટે ચેન્નઈ જવાનું હતું...  એક અઠવાડિયા ની રજા મૂકીને કોઈને પણ કીધા વગર હું ચેન્નઈ જવા રવાના થયો.... મનમાં થોડી રાહત પણ હતી કદાચ પાછો આવીશ ત્યાં સુધી બધું ઠીક થઈ જશે... અને મેઘના એના ખયાલી દુનિયામાંથી કદાચ થોડી બહાર આવી જાય....

પણ મેઘના એટલી જલ્દી મારો પીછો છોડે તેમ થોડી હતી... એના સતત ફોન અને મેસેજ ચાલુ જ હતા... પણ એક પણ મેસેજ કે ફોન નો જવાબ નહતો આપ્યો... સાચે કહું તો હું અહિયાં એનાથી દૂર આવીને થોડું સુકુન ફીલ કરતો હતો...

હું ચેન્નઈ ની એક હોટેલ માં રોકાયો હતો... એક દીવસ સવારે લગભગ સાત વાગે મારા રૂમનો ડોરબેલ કોઈ જોર જોર થી વગાડી રહ્યું હતું... અત્યારે આટલી વહલી સવારે કોણ હશે...? એ વિચારોમાં હું પથરી માઠી ઉભો થયો અને ઊંઘ માં ને ઊંઘ માં મે દરવાજો ખોલ્યો....

દરવાજો ખોલતાની સાથે જ મારી આંખો ફાટી ગઈ...  સામે મેઘના ઉભી હતી.... મેઘના.... તું …?અહીંયા કેમ અને ક્યાંથી...? તને કેવી રીતે ખબર પડી હું અહીંયા....? એકદમ ચોંકીને મે એને પૂછ્યું...

મારી વાત વચ્ચેથી કાપતા એને મને રૂમમાં ધક્કો માર્યો અને મારા રૂમમાં આવી ગઈ અને જોર થી દરવાજો બંધ કર્યો... રૂમમાં આવતા ની સાથે એને મારો બોચી પકડી અને જોર જોર થી મારી પર ચીલલવા લાગી...

“ મને કીધા વગર કેમ અહીંયા આવી ગયો.... મારો એક ફોન નથી ઉપડાતો તારાથી.... ગઈકાલથી અત્યાર સુધીમાં 17 ફોન કર્યા છે... ફોન જુએ છે કે નહીં... કરા પ્રેમ ની કદર જ નથી તને...”

મે એક નજર મારા ફોન સામે નાખી તો એમાં 17 મિસકોલ હતા... હું તો એમ પણ ક્યારેય એનો ફોન ઉઠાવતો નહોતો એના મેસેજનો પણ રીપ્લાય હતો કરતો નોહતો... પણ આજે ખબર નહિ એના ઉપર શું ભૂત સવાર થયું હતું... એકદમ જ ગુસ્સામાં લાગી રહી હતી એની આંખો એકદમ લાલ ગુમ હતી જાણે રડી રડીને અને ઉજાગરા કરી કરીને થઈ ગઈ હોય... તે હજુ પણ જોર જોર થી બૂમો પાડીને મારી પર ચીલલવતી હતી. ગઈકાલ સુધી હું એના માટે શિવસર હતો જે એ આજે તું તારી થઈ ગયો હતો.... ખબર નહીં એ જાણે મારી પર હક જાતવતી હતી કે પછી એની આ કોઈ બીજી પર્સનાલિટી હતી...

હમેંશા કોલેજમાં એકલી અને શાંત રહેતી... અને ક્યારેય કોઈની સાથે વાત ન કરતી મેઘના જાણે અચાનક જ આખા વર્ષનું મારા ઉપર બોલતી હોય એમ આંખો ફાડી ફાડીને ગુસ્સા માં બોલી રહી હતી... મારી હાલત ખરાબ થઈ ગઈ હતી...

શું બોલું... અને શું નહીં... કંઈ જ સમજાતું નહોતું... મેઘના જરા શાંત થા... બધું જ સમજાવું છું તને.... મે એને સમજવાનો અને શાંત કરવાનો પહલો વ્યર્થ પ્રયત્ન કર્યો...

“એ બધુ પછી...પેહલા મને એમ કહે કે તે મારા લેટર નો જવાબ કેમ ન આપ્યો...? મને પ્રેમ કરે છે કે નહીં...” મારી વાત વચ્ચે થી કાપી ને એ બોલી.. હજુ પણ તે ખૂબ ગુસ્સા માં હતી...

“અરે આપણે બેસીને શાંતિથી વાત કરીએ ને...”મે એને સમજાવવાનો અને શાંત કરવાનો મે બીજો વ્યર્થ પ્રયાણ કર્યો...

પરંતુ એને બેસાડવાની ફિરાતમાં જેવો એના ખભા પર મેં હાથ મૂક્યો....તો એને મને એવો જોરદાર ધક્કો માર્યો... અને હું પલંગ ઉપર પડી ગયો... અને એ મારી ઉપર ચડી ગઈઅને બાજુમાં પડેલો ટેબલ  લેમ્પ હાથ માં ઉઠાવીને મારી સામું મારવા જતી હોય... એમ મારી ઉપર આવી ચડી.... “ બોલ તું મને પ્રેમ કરે છે કે નહીં....આઇ લવ યુ બોલે છે કે નહીં... ના પાડીશ તો તારૂ માથું ફોડી નાખીશ...” એની ગુસ્સાથી ભરેલી લાલ આંખો ખુલ્લા વાળ અને સૌથી અગત્યનું... એના હાથમાં રહેલો લેમ્પ જોતા હું સમજી ગયો હતો કે હવે પરિસ્થિતી કાબુ બહાર છે... અને હવે એને સમજવાનો ત્રીજો પ્રયાસ મને મોંઘો પડશે...મારે જ સમજવું પડસે... આ સો ટકા મેઘના તો નોહતિ જ....આ હતું એનું બીજું રૂપ... એના માથા પર સવાર થયેલું જનૂન શાંત કરવું અત્યારે સૌથી અગત્યનું હતું એટલે ગમે તેમ કરીને મારે આ પરિસ્થિતિ મારે પાર પાડવાની જ હતી..

“યસ... યસ... આઇ લવ યુ... મેઘના... પ્લીઝ શાંત થઈ જા....” ગભરાતા ગભરાતા હું બોલ્યો

“પ્લીઝ મારા માટે તું થોડી શાંત થા...આપણે બેસીને વાત કરીએ છીએ ને બકા...” પરિસ્થિતિ સમજીને મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું...

મારા આઇ લવ યુ બોલવાની સાથે જ... જાણે એનું ભૂત ઉતર્યું હોય એમ લેમ્પ બાજુમાં મૂકી દીધો...  અને જોર જોર થી રડવા લાગી...

“તું સાચું બોલે છે ને...?તું મને પ્રેમ કરે છે ને શિવ...?હું તારા વગર નહીં રહી શકું...?” હું તને બહુ પ્રેમ કરું છું શિવ... પ્લીઝ મને પ્યાર કર... મને કોઈ પ્યાર નથી કરતું...મારી મમ્મી પણ મને છોડીને જતી રહી...અને પપ્પાને મારા માટે ટાઈમ નથી... તું જ મારો એક સહારો છે... શિવ...” ધ્રુસકે ધ્રુસકે નાના બાળક ની જેમ એને રડતાં રડતા એ બોલતી ગઈ....

“હા.. મેઘના.. હું તને છોડી ને ક્યાય નહીં જાઉં...” મે એના માથે હાથ ફેરવીને એને શાંતવના આપી.. મારી પાસે બીજો કોઈ રસ્તો નોહતો... અચાનક એને રડવાનું બંધ કર્યું અને મને બાહો માં જકડી લીધો.. અને પાગલો ની જેમ મને કીસ કરવા લાગી... ગળા પર, મોઢા પર, હોઠ પર બધેજ... અને મારા શર્ટ ના બટન પણ ખોલવા લાગી... હું એની મનોસ્થિતિ બરાબર સમજી ગયો.. અને હું આનાથી વધારે આગળ વધવા નોહતો માંગતો.. મને આ બિલકુલ પસંદ ન આવ્યું... મેં ધીરેક થી જરાક એને સંભાળી બાજુમાં બેસાડી... અને જાણે મારી મરજી ના હોય એમ મારા કપડાં ઠીક કર્યા..

“શું થયું... તું કેમ રોકાઈ ગયો.. હું તને પસંદ નથી.. તું મને પ્રેમ કરે છે ને...?”મારા દૂર જતાં ની સાથે જ ફરી પાછા રડમસ અવાજે એને મને પૂછ્યું...

“અરે ના એવું કઈ નથી...પણ આ બધા માટે તો ગણો સમય છે.. અત્યારે પરિસ્થિતી અને સંજોગ બરાબર નથી...” હું માંડ શાંત થયેલું તોફાન હું ફરી નોહતો ઇચ્છતો..એટ્લે મન માં જે કઈ આવે એ બોલ્યા કરતો...

મે એને પાણી આપ્યું અને શાંત કરી...  લગભગ એકાદ કલાક થયો હશે અને એ હવે શાંત હતી... અને પાછી કોલેજ વાળી મેઘના એના માં આવી ગઈ હતી.. પાછલો એક કલાક મારી જિંદગીનો સૌથી ભયાનક કલાક હતો... આટલો ડર અને ગભરાહત નો અનુભવ મને પહેલા ક્યારેય નોહતો થયો..

એને લઈને હું રેસ્ટોરેંટ માં ગ્યો... ત્યાં એને થોડોક ચા નાસ્તો કરાવ્યો.. એ પાછી એકીટસે મારી સમું જોયા કરતી... એની જે નજર થી પેહલા મને એના પર દયા આવતી હતી એ નજર થી હવે હું ડરી રહ્યો હતો...

“શિવ.. તને ખબર છે.. ઓલી છોકરી નું માથું મે કેમ ફોડી નાખ્યું હતું...? એ તને પસંદ કરતી હતી..”હું ખાલી મારો જ છે અને મરોજ રહીશ.. એટલું બોલતાની સાથે એ જોરજોર થી હસવા લાગી.. અને રેસ્ટોરેંટ માં બૂમો પાડવા લાગી ... શિવ ખાલી મારો જ છે.. અને મારો જ રેહસે... બધા અમારી સામે જોઈ રહ્યા હતા..

ગમે એમ કરીને સમજાવી બુજાવીને હું એને એરપોર્ટ સુધી મૂકી આવ્યો... અને અમદાવાદની ફ્લાઈટમાં બેસાડી દીધી... એ દિવસે હું સમજી ગયો કે વાત હવે મારા આપા બહાર જતી રહી છે અને હવે પરિસ્થિતિ થોડીક ખતરનાક મોડ ઉપર છે...

અમદાવાદ આવતાની સાથે જ પહેલું કામ મેં એ કર્યું જેમ મારી જગ્યાએદુનિયાનો કોઈ પણ માણસ એ જ કરે...

મેં આવીને મારું રાજીનામું પ્રિન્સિપલ સાહેબને આપી દીધું અને સમગ્ર બાબત એમને કહી જણાવી..મે મેઘના ની માનસિક હાલત વિશે એમને બધુજ સપ્સ્ત કહી દીધું... પ્રિન્સિપલ સાહેબે મારી વાત શાંતિ થી સાંભળી.. પરંતુ એ તો પેહલા થી જ મેઘના વિષે બધુ જાણતા હતા.. આવા માનસિક રીતે બીમાર વ્યક્તિ કઈ રીતે ડેન્ટલ સર્જન બની શકે.... સોલંકી સાહેબ આગળપ્રિન્સિપલ સાહેબ નું કઈ ચાલી શકે એમ નોહતું.. એ કોલેજ ના ટ્રસ્ટી અને એક વગદાર માણસ જો હતા... પ્રિન્સિપલ સાહેબે મને મેઘના થી શક્ય એટલું દૂર રેહવાની સલાહ આપી... અરે હું તો એની નજીક રહેવા માંગતો પણ નોહતો.. પણે એનું શું...?એ મને એનાથી દૂર થવા દેતો ને...

રાજીનામું આપ્યા પછી પણ નિયમ પ્રમાણે મારે હજુ એક મહિનો કામ કરવાનું હતું... આ એક મહિનો મારા માટે એક વર્ષ બરાબર હતો... મેઘના માટે હવે મારી કેબિનમાં આવું જવું સામાન્ય થઈ ગયું હતું...  એ જાણે હું એનો બોયફ્રેન્ડ અથવા તો ફિયાન્સ હોવું એમ બિન્દાસ મારી કેબિનમાં આવીને બેસતી હતી... કોલેજમાં તો મારી અને એની વાત ઉડવાની શરૂ થઈ ગઈ હતી..

કોલેજ ના સમયે એ મારી સાથે જ રહેતી હતી... હું બાથરૂમ પણ જતો તો એ બહાર ઊભી રેહતી... એક ક્ષણ માટે પણ મને એકલો નોહતી મૂકતી... હું જાણે કોલેજ માં નજરબંધ હતો... અને કોલેજ પછીના ટાઈમમાં મારા ફોન સાથે... અગર એને એક પણ ફોનનો જવાબ ન આપ્યો હોય તો એ એ મારા માટે પાગલ બની જતી હતી... હું બરાબર ફસાઈ ગયો હતો... જેમ તેમ કરીને મારે આ મહિનો પૂરો કરવાનો હતો

એક રાતની વાત હતી..

હું ઘરે સૂતો હતો અને રાતમાં ત્રણ વાગે મારો ફોન રણક્યો.. ફોન હાથમાં લઈ ને જોયું તો સ્ક્ર્રીન ઉપર નામ હતું.. મેઘના... ગુસ્સો તો એટલો આવ્યો કે ફોન પછાડી ને તોડી નાખી... પણ પછી મને પેલો ટેબલ લેમ્પ યાદ આવ્યો.. મે ફોન ઉપાડ્યો... સામે થી મેઘના નો અવાજ આવ્યો...

“હેલો ડોક્ટર... કેમ છો તમે?...મજામાં...” આજે એના મીઠા મધુર અવાજમાં જાણે કોઈ ત્રીજી પર્સનાલિટી હોય એવું મને લાગ્યું... ના તો આપેલી ચૂપચાપ રહેતી મેઘના હતી....  ના આપેલી ખૂંખાર મેઘના... આજે એ કઈક અલગ જ લાગતી હતી... જાણે કોઈ નશામાં હોય એ રીતના એને બોલવાનું ચાલુ રાખ્યું... આવી જાઓ ને મારી બાહોમાં પ્લીઝ... મને એકલા એકલા નથી ગમતું... અને પછી એને થોડી ઉત્તેજક વાતો કરવાનું ચાલુ કર્યું.... મે એના માં અને એની ફાલતુ બકવાસ માં કોઈ રસ નોહતો એટ્લે મે એને કઈ ખાસ ભાવ ના આયો... અચાનક એની ઉત્તેજક વાતો એને બંધ કરી અને બોલી

“અરે મારા મમ્મી આવી ગયા.. એ મને લગન પેહલા તારી સાથે આવું કરવાની ના પડે છે...લે.. તું એમની સાથે વાત કર...હું મારા મમ્મી ને ફોન આપું...

થોડી વાર સુધી સામે થી કોઈ અવાજ ના આવ્યો.. હું સમજી ગયો કે આજે એને પાછો દોરો પડ્યો છે... હું મારૂ માથું પકડીને બેસી રહ્યો હતો ને અચાનક સામે થી મેઘના નો જોર જોર થી હસાવનો અવાજ આવા લાગ્યો અને ક્ષણભર પછી જ પાછું જોર જોર રડવા નો અવાજ..

“પ્લીઝ...  પ્લીઝ શિવ મને બચાવી લે... મને મારા મમ્મી એમની સાથે લઈ જવા માંગે છે...મારે જીવવું છે શિવ... મારે તારી સાથે રહવું છે... પ્લીઝ એમ ને કે મને ના લઈ જાય... લો હવે મારા પપ્પા પણ આવી ગયા.. આ બંને ભેગા થઈ ને મને મારી નાખશે... કોઈ મને બચાવો પ્લીઝ પ્લીઝ... મારા પપ્પા મારી ઉપર સાપ નાખી રહ્યા છે... એ મદદ માટે જોર જોર થી ચીલલાવી રહી હતી...

હું સમજી ગયો હતો કે એને હેલુસિનેસન્સ એટ્લે કે અતરંગી વિચારો અને દેખાવો એની નજર સમક્ષ એને દેખાઈ રહ્યા હતા...

એ રાતે લગભગ ચાર વાગ્યા સુધી ફોનમાં વાતો કરતો રહ્યો... એને સમજાવતો રહ્યો પણ બધું વ્યર્થ હતું... ગમે તેમ કરી ને એ રાત મે કાઢી...

હવે હું થાકી ગયો હતો... જેમ તેમ કરીને મેં મહિનો પૂરો કર્યો..  અને મારો ફોન નંબર બદલી કાઢ્યો ... પરંતુ મેઘના મને એટલું આસાનીથી છોડે તેમ થોડી હતી... એને ગમે તેમ કરીને મારો બીજો નંબર શોધી કાઢ્યો અને મને કોન્ટેક કરવાનું ચાલુ રાખ્યું...

એ રાતે મોડા મોડા સુધી મારી સાથે વાતો કરતી હતી...  અને હું ન ચાહતા હોવા છતાં પણ એનું મનોરંજન કરતો હતો... એક-બે વાર તો મે એના પિતા સોલંકી સાહેબ જોડે પણ વાત કરવાની કોશિશ કરી હતી... પણ એના પિતા એટલા મોટા માણસ હતા કે એ જલ્દી મને મળી શકે એમ નહોતા...

હું ભગવાનને રોજ પ્રાર્થન કરતો કે આ બલા માંથી મને છુટકારો મળે... પણ દિવસે દિવસે ઓછું થવા ની જગ્યા એ આ બધુ વધતું જતું હતું... હવે એને માનસિક દોરા દિવસે અને દિવસે વધતાં જતાં હતા...

એક દિવસ એવો આવ્યો કે જ્યારે હું સંપૂર્ણપણે ફસાઈ ગયો હતો... એ દિવસ મને તારીખ મને હજુ પણ યાદ છે 28 ડિસેમ્બર...  શિયાળાની રાહ હતી... રાતના 2:00 વાગે મારો ફોન પાછો રણક્યો જોયું તો અજાણ્યો નંબર હતો...

ફોન ઉપાડતા ની સાથે જ સામે થી અવાજ આવ્યો... “ડૉ. શિવ શર્મા...?વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી બોલું છું... તમારે તાત્કાલિક અહીંયા હાજર થવાનું છે તમારી વિરુદ્ધ એક ફરિયાદ નોધવામાં આવી છે...”

મારુ દિલ જોરથી ધડકવા લાગ્યું... વગર કોઈ કારણે મારી સામે કોને ફરિયાદ નોંધાવી હશે..?પરંતુ પોલીસ સ્ટેશનમાંથી ફોન હોવાથી મારે ત્યાં જવું જ પડ્યું....

વાતની પરિસ્થિતિ સમજી જતાં તુરંત જ મે મેઘને ત્યાં આગળ બોલાવી દીધો... લગભગ 20 મિનિટમાં હું પોલીસ સ્ટેશનને પહોંચી ગયો હતો... ત્યાં જઈને જોયું તો સોલંકી સાહેબ તેમના અમુક કાર્યકર્તા સાથે  ત્યાં બેઠા હતા... મને અંદાજ આવી ગયો હતો કે ચોક્કસ આ મેઘના એક ગડબડ કરી લાગે છે...

ત્યાં પોહચતા ની સાથે સોલંકી સાહેબ મારી પર તાડુક્યા...

“આ જ છે... હરામખોર... જે મારી ભોળીભાળી છોકરી ને ફસાવી ને ભગાડી ગયો છે... “

મતલબ મેઘના ભાગી ગઈ...? કોની સાથે...? ક્યાં...? મારું એટલું બોલતા ની સાથે તો સામે થી PI ઝાલા સાહેબ ઊભા થયા અને એક જોરદાર તમાચો મને જીકી દીધો...

વગર કારણે મેં આજે પહેલી વાર જિંદગીમાં કોઈનો માર ખાધો હતો... એમનો લાફો એટલો ભારે હતો કે ક્ષણ ભાર માટે તો મને તમ્મર આવી ગયા...

“બોલ ક્યાં છે મેઘના...”ઝાલા સાહેબ એમના મોટા ભારે અવાજ માં મને પૂછ્યું.

“સાચું બોલ ક્યાં છે મેઘના ક્યાં ભગાડીને લઈ ગયો છે તું..?” હું હજુ ભાન માં આવું એ પેહલા ફરી થી ઝાલા સાહેબે ઊંચા અવાજ માં મને પૂછ્યું અને મારવા માટે ફરી હાથ ઊંચક્યો જ હતો કે હું બોલ્યો..

“મને કઈ ખબર નથી સાહેબ... હું તો મારા ઘરે જ હતો... તમ તમારે તપાસ કરવી હોય તો કરી લો.” કણસતા અવાજમાં જરાક પાછળ ની બાજુ એ ખસતા અને ગાલ ઉપર હાથ ફેરવતા હું બોલ્યો...

“તારા ફોન કોલ જોયા છે મે...  રોજ રાત ભાર કલાકો સુધી એની સાથે વાતો કરે છે અને પાછો નાટક કરે છે... ? જૂઠું બોલે છે...? સાચું બોલ ક્યાં છે મેઘના...?” ઝાલા સાહેબ પાછા મારી પર તડૂકયા...

 

મેઘના એક્ચ્યુલી આજ સવારથી ગાયબ હતી ... ક્યાં અને કોની સાથે કોઈને કંઈ જ ખબર નહોતી...  અને રોજ રાતે મારી સાથે વાત કરતી હોવાથી શાક મારી પર જ જવાનો હતો એ વ્યાજબી હતું...પણ હું નિર્દોષ હતો... એ તો સારું હતું કે હું એ દિવસે આખો દિવસ મેઘ અને ધનુષ સાથે લાઇબ્રેરીમાં જ વાંચતો હતો...

મારા હાથ પગ કાપી રહ્યા હતા... હું થરતર ધ્રુજી રહ્યો હતો...

એટલી વાર માં મેઘ અને ધનુષ્ય પોલીસ સ્ટેશન માં આવી ગયા એ લોકોએ મારી જુબાની આપી કે હું એમની સાથે જ હતો... પણ આ તો પોલીસ... એટલી જલ્દી માને એમાંની થોડી હોય... પોલીસે મારૂ માનસિક ટૉર્ચર ચાલુ રાખ્યું...

બધી જ પરિસ્થિતિ નો તાગ સમજી જતાં મેઘે તુરંત જ એના પપ્પાને ફોન કર્યો... સાદ નસીબે એના પાપા અમદાવાદ માં જ હતા... એટલે એ તુરંત જ ત્યાં આવી ગયા...

મેઘ ના પપ્પા તો હતા જ નામદાર...  એમના આવતાની સાથે જ પેલા અકડું પીઆઇ સાહેબનો વલણ એકદમ જ જાણે બદલાઈ ગયો... એમને જોતાની સાથે જ પીઆઇ સાહેબનએમને ચેર આપીને આગતા સ્વાગતા કરતાં અને આજુબાજુ ફરવા લાગ્યા...મેઘના પપ્પા નો રુઆબ એટલો મોટો હતો કે સોલંકી સાહેબ જેવા એની આગળ પાણી ભરતા...એમની પોહચ દિલ્હી સુધી ની હતી...

પોલીસ સ્ટેશન ફોન રણકવા લાગ્યા... CM અને PM ઓફિસ થી ફોન આવા લાગ્યા હતા...

મેઘ માં પપ્પા આખી વાત એ સમજી ગયા... એમને મને, મેઘને અને ધનુષત્રણેયને ગાડીમાં બેસવાનો ઈશારો કર્યો... અને બાકીનું બધું એમને પતાવટ કરી દીધી...

એ દિવસ પછી ક્યારે મને મેઘના નો ફોન નથી આવ્યો અને એ ક્યાં છે અને કઈ પરિસ્થિતિમાં છે તે જાણવાનો મેં પણ ક્યારે પ્રયત્ન નથી કર્યો... મારી જિંદગીમાં મેઘના ને હું એક ખરાબ સપનું સમજીને ભળી ગયો હતો...

એક દિવસ હું લિબ્રેરી માં છાપું વાંચતો હતો.. અને મારી નારાજ બેસણા ઉપર પડી... મેઘના ને શ્રદ્ધાંજલી આપતી જાહેરાત હતી... વાંચી ને થોડું દુખ જરૂર થયું... પણ એમાં વાંક કોનો હતો એ કઈ સમાજ ના પડી...

મે પ્રિન્સિપાલ સાહેબને ફોને કર્યો અને બધી હકીકત જાણી લીધી...

મેઘના એ કૅનાલ માં કીડી ને આપઘાત કરી દીધો હતો... એને શ્રદ્ધાંજલી આપવા માટે હું સોલંકી સાહેબ ના ઘરે ગયો એમને મળ્યો અને સંતવાના આપી...

સોલંકી સાહેબ મને એનમાં રૂમ માં લઈ ગયા અને મારા હાથ માં એક ચિઠી આપી.. એ મેઘના ની સુસાઇડ નોટ હતી.. જેમાં લખ્યું હતું..

“પ્રિય પાપા.. હું બહુ એકલી પડી ગઈ છું... અને મમ્મી પાસે જઈ રહી છું.. તમે મને બહુ પ્યાર આપ્યો પણ હું મમ્મી વગર રહી શકું એમ નથી... શક્ય હોય તો મન માફ કરી દેજો.. મે અનેક લોકો ને દુખ પોહચડ્યું છે... બધા ને બહુ હેરાન કર્યા છે.. ખાસ કરી ને ડૉ શિવ ને... પણ એમાં એની કોઈ વાંક નથી.. મને ખબર છે કે એ મને બિલકુલ પસંદ નોહતા કરતાં.. તેમ છતાં મારા ગાંડપણ અને એકતરફી પ્રેમ ને એ સમજ્યા છે અને એમના થી આપતો શક્ય પ્રયત્ન પણ કર્યો છે... કદાચ ડૉ શિવ ના હોત તો મે આ પગલું ક્યારનું એ ભરી દીધું હોત... પ્લીઝ ડૉ શિવ ને કોઈ નુકસાન ના પહોચડતા... શિવ સર.. તમે ખુશ રહજો.. અને શક્ય હોય તો મને માફ કરજો.. બસ એ જ મારી છેલ્લી ઈચ્છા છે..”

તમારા બધા ની વહાલી... મેઘના...

એની નોટ વાચીને મારી આંખ માં આંસુ આવી ગયા... અને સોલંકી સાહેબ મને વળગીને રડવા લાગ્યા.. એમની જીવન ની સહુ થી અમુલ્ય વસ્તુ એમના થી દૂર થઈ ગઈ હતી... 

એક તરફી આવો પાગલ પ્રેમ જો અગર કોઈને થઈ જાય તો એમાં પ્રેમ કરવા વાળાને ને પણકેટલા અંશે ભોગવવું પડતું હોય છે એ મને ખ્યાલ આવી ગયો હતો..

મેઘના ની આ હાલત માટે જવાબદાર કોણ...??

હું.. મેઘના પોતે... કે પછી એના પપ્પા સોલંકી સાહેબ...

વિચારતા વિચારતા હું ઘર તરફ જવા નીકળી ગયો...

 

ભાગ 9 સંપૂર્ણ...

 

...

 

 

 

 

 

 

 

 

 

 

જૂની વાતો વાતો કરતા કરતા અને સ્મરણો વાગોળતા ક્યારે મોડું થઈ ગયું હતું તેની મને અને મેઘ ને કોઈને ભાન નોહતું... મેઘ ને હવે ઊંઘ આવવા લાગી હતી... પણ હું તો પુરાણી વાતો યાદ કરીને જાણે વધારે ફ્રેશ થઈ ગયો હતો...

મેઘ ઊંઘવા માટે જતો રહ્યો... અને હું હજી ગાર્ડનના બાંકડા પર બેઠો હતો... ચારે બાજુ એકદમ એક પ્રકારની નીરવ શાંતિ હતી... ગણગણાહટ કરતા તમારીયાના અવાજો મને મોડી રાતે જાણે મને સાથ આપી રહ્યા હતા... હું આકાશ માં રહેલા ચંદ્ર અને તારા સામે જોઈને શૂન્યમનક્સ્તા બની ને બેઠો હતો...

એવામાં અચાનક મારી પાછળ કોઈ નો ચાલવાનો અવાજ આવ્યો.. મે પાછા વળીને જોયું તો એલીના ત્યાં આઈને ઊભી હતી...

“હેય શિવ... હજી સુધી જાગે છે ઊંઘ નથી આવતી...”એલિના એ પાછળથી આવીને મને પૂછ્યું....

“આ જ પ્રશ્ન હું તને પૂછવાનો હતો... તું કેમ હજી સુધી જાગે છે....?” મે એલિના ને જવાબ આપ્યો...

“બસ ઊંઘ જ ઊડી ગઈ છે...”મારી બાજુમાં આવીને બેસતા બેસતા એ બોલી...

થોડી વાર અમે બંને ચૂપચાપ બેઠા બેઠા આકાશ માં તારા જોઈ રહ્યા હતા...

“શિવ મારે તને કઈક કહવું છે... આપણે બંને માત્ર છેલ્લા ચાર પાંચ દિવસથી જ એકબીજા ને ઓળખીએ છીયે... તને થોડું અજુકતું લાગશે... પણ તું મને ગમવા લાગ્યો છે...

કશું જ પૂછ્યા વગર બધુજ કહી દેતી તારી આંખો મને ગમે છે...

 સુખ હોય કે દુખ દરેક સ્થિતિ માં સ્થિતપ્રગ્ન એવું તારું મન મને ગમે છે..

નાના બાળક ની જેવુ તારું નિર્દોષ સ્મિત મને ગમે છે...

પોતાનું છોડી ને સહુ ની દરકાર કરતું તારું દિલ મને ગમે છે...અને હા નિર્દોષ ભાવે આકસ્મિક થયેલો તારા હાથ નો સ્પર્શ પણ મને ગમે છે..”

જરાક ટીખળી સ્મિત સાથે એને મારા હાથ તરફ ઈશારો કરીને કીધું... કદાચ આજે સવારે વોટર સ્કૂટર પર થયેલા સ્પર્શ ના અનુસંધાન માં એ બોલી હોય એમ મને લાગ્યું... એલિના એ મારો હાથ એના હાથ માં પકડી ને એ બોલતી રહી.. પહેલા તો મને એ મજાક કરતી હોય એવું લાગ્યું પરંતુ જ્યારે મે એની આંખ માં જોયું..એની આંખો સ્થિર અને ગંભીર હતી... એમાં મને મારા માટેનો પ્રેમ સ્પસ્ત પણે દેખાતો હતો... પણ કેવી રીતે...

મારા મોઢા પર જાણે એક મોટો પ્રશ્નાર્થ હતો...

“એટલે તુંકહેવા શું માંગે છે એલિના... તું મને ઓળખે છે કેટલું?...મારા વિશે જાણે છે શું? …” મેં એને સામે પ્રશ્ન કર્યો....

હું તારા વિષે એટલું જાણું છું જેટલું તું જણાવવા માંગે છે... શું જાણવું છે તારે... તારા ભૂતકાળ વિસે.. કે પછી તારા મિત્રો વિસે...  ચિંતન... શ્લોક...HK…બીજું શું સાંભળવું છે... તારે હજુ સાંભળવું હોય તો તને એ પણ કહી શકું શિવ... સ્તુતિ...સિલ્કી.... કે પછી પ્રિયા... મને બધુજ ખબર છે...

હું આવક બની ને એની સામે જોતો રહ્યો... એ મારા વીસે એ બધુ જ જાણતી હતી... જે બધી વાતો જે હજુ સુધી મેઘ ને પણ નોહતી કીધી...

મારા જીવન રૂપી કિતાબ ના અમુક પત્તા તો મારા સિવાય બીજા કોઈને ખબર જ નોહતા... તો પછી એલીધા ને આ બધી વાત કેમની ખબર પડી...હું આશ્ચર્ય સાથે એની સામે જોયા કરતો હતો...

એને મારા મુખ પરના બધા પ્રશ્નો કળી ગઈ.... અને મારા કઈ પણ પૂછ્યા પહેલા જ એને મારી ખોવાઈ ગયેલી ડાયરી મારા હાથ માં પછી મૂકી... અને હસતાં હસતાં એ બોલી...

છુપા રુસ્તમ શિવ સાહેબ... તમારી ડાયરી એ મને બધું જણાવી દીધું છે... આ એ જ ડાયરી હતી જે ગોવા માં આવતા ના બીજા દિવસે મારાથી ખોવાઈ ગઈ હતી... અને આ એજ ડાયરી હતી જેમાં હું મારા જીવનના અમૂલ્ય એવી યાદો સાચવીને રાખતો હતો... હું નોહતો ઇચ્છતો કે આ ડાયરી મારા સિવાય બીજું કોઈ વાંચે... પરંતુ એલિના એ મારા જીવનના દરેકે-દરેકે પન્ના ને હવે એના દિલો દિમાગ માં સમાવી લીધા હતા...

અને હા... આ તારી પેન અને હાથ રૂમાલ પણ...” મારી બધી ખોવાઈ ગયેલી વસ્તુ પાછા આપતા એલીના બોલી...

“મતલબ મારી બધી વસ્તુ ચોરાઈ ગઈ હતી... ખોવાઈ નોહતી...”

“ચોરાઈ તો મારું ગયું છે... ડોક્ટર સાહેબ... મારૂ દિલ... જે તમે ચોરી લીધું છે...” એલિના બોલી...

એલિના પ્લીઝ... આટલી બધી ઉતાવળ ના કરીશ... ચાર દિવસની દોસ્તી માં પ્રેમ ના થઈ જાય... આતો માત્ર આકર્ષણ છે...” હું એને સમજાવતા બોલ્યો...

“લોકો લગ્ન પછી પણ 40- 40 વર્ષ સુધી સાથે રહેતા હોય છે છતાં પણ પ્રેમ નથી થતો હતો... અને ચાર દિવસમાં પણ ઘણાને થઈ જાય છે...મારો પ્રેમ એ ચાર દિવસ વાળો છે...શિવ... તારા જીવનના આ પાનાં વાંચ્યા પછી મને હવે સમજ પડી ગઈ છે કે...  તારાથી વધારે સારો છોકરો મને નહીં મળે... બટ નો ઓફેન્સ... કોઈ જબરજસ્તી નથી... હું તને પ્રેમ કરું છું... એ સત્ય છે... પણ સામે એવી શરત તો ન જ મૂકી શકું ને તું પણ મને પ્રેમ કરે.... પ્રેમ તો બિનશરતી જ હોવો જોઈએ ને ભલે પછી એક તરફી જ કેમ ના હોય.... તું મારો સ્વીકાર કરે કે ના કરે... પણ મારી લાઇફમાં આવેલો હવે તું છેલ્લો છોકરો છે... તું મને અપનાવે કે ના અપનાવે... પણ હું હવે બીજા કોઈની થઈ નહીં શકું...”

“આઇ લવ યુ શીવ...અને હા બહુ લોડ ના લેતો... હું 21 મી સદી ની છોકરી છું...તું તારા કરતાં બીજા વીસે વધારે વિચારે છે... મારા મન માં તારા માટે જે લાગણી હતી એ મે કહી દીધી...હું આખી જિંદગી એકલી વિતાવી શકીશ... પણ મન ઉપર એ ભાર લઈને નહીં કે મે મારા મન ની વાત પણ તને નોહતી જણાવી.... અને હા... હું તારો સ્વભાવ જાણું છું.. મારા વીસે બહુ ના વિચારતો...યૂ જસ્ટ તકે કરે ઓફ યોર સેલ્ફ... ”

એટલું બોલતાની સાથે એ મારી નજીક આવી અને મારા હોઠ ઉપર એક કિસ્સ જડી દીધી...

 

એના કિસ્સ ની સાથે જ મારા રોમ રોમ માં જાણે એક પ્રકારનો કરંટ પ્રસરી ગયો હતો... ઠંડીની એ રાત માં પણ મને જાણે શરીરમાં ગરમી નો અનુભવ થવા લાગ્યો હતો...

કહેવત છે ને કે... દૂધ નો દાજયો છાસ પણ ફૂંકી ફૂંકી ને પીવે... એજ રીતે હવે હું આ પ્રેમ પ્રકરણમાં બહુ સાચવીને આગળ વધવા માગતો હતો... એમાં પણ એલીના એટલે મેઘની ખાસ મિત્ર... અને ઉપરથી હું હજુ એલિના ને એટલું ઓળખતો નહોતો એના વિશે હું જાણતો ન હતો... અને એની સાથે પ્રેમ....એ વિશે સાચું કહું ને તો વિચાર્યું પણ નહોતું...

એટલું બોલી ને એ તુરંત ત્યાથી જતી રહી... હું બેઠો બેઠો મારા વિચારોમાં ખોવાઈ ગયો... એમ જોવા જઇયે તો એની વાત સાચી પણ હતી... કે ચાર ક્ષણનો પ્રેમ પણ જીવન વિતાવવા માટે પૂરતો થઈ જતો હોય છે એવી જે ઘટના ના વિચારોમાં હું ખોવાઈ ગયો...

 

 

 

 

 

 

 

 

 

 

 

જૂની વાતો વાતો કરતા કરતા અને સ્મરણો વાગોળતા ક્યારે મોડું થઈ ગયું હતું તેની મને અને મેઘ ને કોઈને ભાન નોહતું... મેઘ ને હવે ઊંઘ આવવા લાગી હતી... પણ હું તો પુરાણી વાતો યાદ કરીને જાણે વધારે ફ્રેશ થઈ ગયો હતો...

મેઘ ઊંઘવા માટે જતો રહ્યો... અને હું હજી ગાર્ડનના બાંકડા પર બેઠો હતો... ચારે બાજુ એકદમ એક પ્રકારની નીરવ શાંતિ હતી... ગણગણાહટ કરતા તમારીયાના અવાજો મને મોડી રાતે જાણે મને સાથ આપી રહ્યા હતા... હું આકાશ માં રહેલા ચંદ્ર અને તારા સામે જોઈને શૂન્યમનક્સ્તા બની ને બેઠો હતો...

એવામાં અચાનક મારી પાછળ કોઈ નો ચાલવાનો અવાજ આવ્યો.. મે પાછા વળીને જોયું તો એલીના ત્યાં આઈને ઊભી હતી...

“હેય શિવ... હજી સુધી જાગે છે ઊંઘ નથી આવતી...”એલિના એ પાછળથી આવીને મને પૂછ્યું....

“આ જ પ્રશ્ન હું તને પૂછવાનો હતો... તું કેમ હજી સુધી જાગે છે....?” મે એલિના ને જવાબ આપ્યો...

“બસ ઊંઘ જ ઊડી ગઈ છે...”મારી બાજુમાં આવીને બેસતા બેસતા એ બોલી...

થોડી વાર અમે બંને ચૂપચાપ બેઠા બેઠા આકાશ માં તારા જોઈ રહ્યા હતા...

“શિવ મારે તને કઈક કહવું છે... આપણે બંને માત્ર છેલ્લા ચાર પાંચ દિવસથી જ એકબીજા ને ઓળખીએ છીયે... તને થોડું ઓડ લાગસે પણ તું મને ગમવા લાગ્યો છે...

કશું જ પૂછ્યા વગર બધુજ કહી દેતી તારી આંખો મને ગમે છે...

 સુખ હોય કે દુખ દરેક સ્થિતિ માં સ્થિતપ્રગ્ન એવું તારું મન મને ગમે છે..

નાના બાળક ની જેવુ તારું નિર્દોષ સ્મિત મને ગમે છે...

પોતાનું છોડી ને સહુ ની દરકાર કરતું તારું દિલ મને ગમે છે...અને હા નિર્દોષ ભાવે આકસ્મિક થયેલો તારા હાથ નો સ્પર્શ પણ મને ગમે છે..”

જરાક ટીખળી સ્મિત સાથે એને મારા હાથ તરફ ઈશારો કરીને કીધું... કદાચ આજે સવારે વોટર સ્કૂટર પર થયેલા સ્પર્શ ના અનુસંધાન માં એ બોલી હોય એમ મને લાગ્યું... એલિના એ મારો હાથ એના હાથ માં પકડી ને એ બોલતી રહી.. પહેલા તો મને એ મજાક કરતી હોય એવું લાગ્યું પરંતુ જ્યારે મે એની આંખ માં જોયું..એની આંખો સ્થિર અને ગંભીર હતી... એમાં મને મારા માટેનો પ્રેમ સ્પસ્ત પણે દેખાતો હતો... પણ કેવી રીતે...

મારા મોઢા પર જાણે એક મોટો પ્રશ્નાર્થ હતો...

“એટલે તુંકહેવા શું માંગે છે એલિના... તું મને ઓળખે છે કેટલું?...મારા વિશે જાણે છે શું? …” મેં એને સામે પ્રશ્ન કર્યો....

હું તારા વિષે એટલું જાણું છું જેટલું તું જણાવવા માંગે છે... શું જાણવું છે તારે... તારા ભૂતકાળ વિસે.. કે પછી તારા મિત્રો વિસે...  ચિંતન... શ્લોક...HK…બીજું શું સાંભળવું છે... તારે હજુ સાંભળવું હોય તો તને એ પણ કહી શકું શિવ... સ્તુતિ...સિલ્કી.... કે પછી પ્રિયા... મને બધુજ ખબર છે...

હું આવક બની ને એની સામે જોતો રહ્યો... એ મારા વીસે એ બધુ જ જાણતી હતી... જે બધી વાતો જે હજુ સુધી મેઘ ને પણ નોહતી કીધી...

મારા જીવન રૂપી કિતાબ ના અમુક પત્તા તો મારા સિવાય બીજા કોઈને ખબર જ નોહતા... તો પછી એલીધા ને આ બધી વાત કેમની ખબર પડી...હું આશ્ચર્ય સાથે એની સામે જોયા કરતો હતો...

એને મારા મુખ પરના બધા પ્રશ્નો કળી ગઈ.... અને મારા કઈ પણ પૂછ્યા પહેલા જ એને મારી ખોવાઈ ગયેલી ડાયરી મારા હાથ માં પછી મૂકી... અને હસતાં હસતાં એ બોલી...

છુપા રુસ્તમ શિવ સાહેબ... તમારી ડાયરી એ મને બધું જણાવી દીધું છે... આ એ જ ડાયરી હતી જે ગોવા માં આવતા ના બીજા દિવસે મારાથી ખોવાઈ ગઈ હતી... અને આ એજ ડાયરી હતી જેમાં હું મારા જીવનના અમૂલ્ય એવી યાદો સાચવીને રાખતો હતો... હું નોહતો ઇચ્છતો કે આ ડાયરી મારા સિવાય બીજું કોઈ વાંચે... પરંતુ એલિના એ મારા જીવનના દરેકે-દરેકે પન્ના ને હવે એના દિલો દિમાગ માં સમાવી લીધા હતા...

અને હા... આ તારી પેન અને હાથ રૂમાલ પણ...” મારી બધી ખોવાઈ ગયેલી વસ્તુ પાછા આપતા એલીના બોલી...

“મતલબ મારી બધી વસ્તુ ચોરાઈ ગઈ હતી... ખોવાઈ નોહતી...”

“ચોરાઈ તો મારું ગયું છે... ડોક્ટર સાહેબ... મારૂ દિલ... જે તમે ચોરી લીધું છે...” એલિના બોલી...

એલિના પ્લીઝ... આટલી બધી ઉતાવળ ના કરીશ... ચાર દિવસની દોસ્તી માં પ્રેમ ના થઈ જાય... આતો માત્ર આકર્ષણ છે...” હું એને સમજાવતા બોલ્યો...

“લોકો લગ્ન પછી પણ 40- 40 વર્ષ સુધી સાથે રહેતા હોય છે છતાં પણ પ્રેમ નથી થતો હતો... અને ચાર દિવસમાં પણ ઘણાને થઈ જાય છે...મારો પ્રેમ એ ચાર દિવસ વાળો છે...શિવ... તારા જીવનના આ પાનાં વાંચ્યા પછી મને હવે સમજ પડી ગઈ છે કે...  તારાથી વધારે સારો છોકરો મને નહીં મળે... બટ નો ઓફેન્સ... કોઈ જબરજસ્તી નથી... હું તને પ્રેમ કરું છું... એ સત્ય છે... પણ સામે એવી શરત તો ન જ મૂકી શકું ને તું પણ મને પ્રેમ કરે.... પ્રેમ તો બિનશરતી જ હોવો જોઈએ ને ભલે પછી એક તરફી જ કેમ ના હોય.... તું મારો સ્વીકાર કરે કે ના કરે... પણ મારી લાઇફમાં આવેલો હવે તું છેલ્લો છોકરો છે... તું મને અપનાવે કે ના અપનાવે... પણ હું હવે બીજા કોઈની થઈ નહીં શકું...”

“આઇ લવ યુ શીવ...અને હા બહુ લોડ ના લેતો... હું 21 મી સદી ની છોકરી છું...તું તારા કરતાં બીજા વીસે વધારે વિચારે છે... મારા મન માં તારા માટે જે લાગણી હતી એ મે કહી દીધી...હું આખી જિંદગી એકલી વિતાવી શકીશ... પણ મન ઉપર એ ભાર લઈને નહીં કે મે મારા મન ની વાત પણ તને નોહતી જણાવી.... અને હા... હું તારો સ્વભાવ જાણું છું.. મારા વીસે બહુ ના વિચારતો...યૂ જસ્ટ તકે કરે ઓફ યોર સેલ્ફ... ”

એટલું બોલતાની સાથે એ મારી નજીક આવી અને મારા હોઠ ઉપર એક કિસ્સ જડી દીધી...

 

એના કિસ્સ ની સાથે જ મારા રોમ રોમ માં જાણે એક પ્રકારનો કરંટ પ્રસરી ગયો હતો... ઠંડીની એ રાત માં પણ મને જાણે શરીરમાં ગરમી નો અનુભવ થવા લાગ્યો હતો...

કહેવત છે ને કે... દૂધ નો દાજયો છાસ પણ ફૂંકી ફૂંકી ને પીવે... એજ રીતે હવે હું આ પ્રેમ પ્રકરણમાં બહુ સાચવીને આગળ વધવા માગતો હતો... એમાં પણ એલીના એટલે મેઘની ખાસ મિત્ર... અને ઉપરથી હું હજુ એલિના ને એટલું ઓળખતો નહોતો એના વિશે હું જાણતો ન હતો... અને એની સાથે પ્રેમ....એ વિશે સાચું કહું ને તો વિચાર્યું પણ નહોતું...

એટલું બોલી ને એ તુરંત ત્યાથી જતી રહી... હું બેઠો બેઠો મારા વિચારોમાં ખોવાઈ ગયો... એમ જોવા જઇયે તો એની વાત સાચી પણ હતી... કે ચાર ક્ષણનો પ્રેમ પણ જીવન વિતાવવા માટે પૂરતો થઈ જતો હોય છે એવી જ એક ઘટના મારી સાથે બની હતી અને હું એના વિચારોમાં હું ખોવાઈ ગયો...

 

 

 

 

 

 

 

 

 

 

 

“ કેટલાયે જખમ આ દિલ પર પડ્યા છે...

તું બીજો વાગવા દેને...

રૂઝાવાની ક્યાં રાહ જુએ છે”

મેઘના આકસ્મિક અપમૃત્યુ ના બનાવ પછી હું માનસિક રીતે જરાક ભાગી ગયો હતો... પરંતુ મારે એમાંથી ગમે તેમ કરીને બહાર આવવાનું જ હતું... કારણ કે ત્રણ મહિના પછી મારી NEET  ની એક્ઝામ હતી...મનોમન હું એના મૃત્યુ માટે મારી જાત ને જવાબદર માનતો હતો...પરંતુ એમાંથી બહાર આવવા માટે મેઘ અને ધનુષ્ય મને ખૂબ મદદ કરી રહયા હતા.. એ હમેશા મને કહતા કે મારા હાથ માં કાઇજ નોહતું...અને જે થવાનું હતું એ થઈ ગયુ અને એને હું બદલી શકવાનો પણ નોહતો...

મેઘ અને ધનુષ હંમેશા મને વાંચવા માટે પ્રોત્સાહિત કરતા... હું પણ મન લગાવીને વાંચવા લાગ્યો હતો.. સમય જતા જતા હું એકદમ સામાન્ય થઈ ગયો હતો ...અને મેઘના ને મારા દિલો-દિમાગ માંથી મેં સંપૂર્ણપણે દૂર કરી દીધી હતી... નોકરી તો મેં છોડી જ દીધી હતી.. એટલે હવે સવારથી સાંજ સુધી મને વાંચવાનો પૂરતો સમય મળી રહેતો... પરંતુ મારામાં હવે એટલી ધીરજ નહોતી કે હું બાર-બાર કલાક બેસીને વાંચી શકું... ક્યારેક ક્યારેક તો કંટાળો અને ફ્રસ્ટ્રેસન પણ આવી જતું હતું... માટે ટાઇમપાસ કરવા માટે હું લાઇબ્રેરીમાં આજુબાજુ આવતા જતાં સુંદર ચહેરાવોને માણી લેતો હતો...

લાઇબ્રેરીમાં રોજેરોજ નવા નવા ચહેરા બદલાતા હતા... અમુક જૂના સ્ટુડન્ટ લાઇબ્રેરીછોડતા હતા અને નવા નવા આવતા હતા... અનેક ચહેરાઓના એ મેળા વચ્ચે મને વધુતો યાદ રહેતા નહીં ... પરંતુ એક દિવસ એ ચહેરો મારી સમક્ષ આયો...  જે મારા દિલના એક ખૂણામાં છાપ છોડી ગયો...

એનું નામ હતું દીપિકા..  દીપિકા મહેરા...

દીપીકા લગભગસડા પાંચ ફુટ ઊંચી, લાંબી, પાતળી અને ભરાવદાર શરીર વાળી હતી.. એના લાંબા સિલકી વાળ હતા અને આંખો ઉપર ચશ્મા... એનું શરીર સુડોળ અને ભરાવદાર હતું...  એની ખાસ વાત કરું તો એની જે સ્ત્રી આકૃતિ હતી એ કોઈ પણ જુવાન પુરુષને આકર્ષવામાં માટે પૂરતી હતી...

એને જોતાં જ મને તે પસંદ આવી ગઈ હતી... પણ હું એ પસંદને પ્રેમ નહીં કહું... આકર્ષણ કહીશ... કારણકે પ્રેમ શબ્દ જાણે મારા માટે હવે લાગુ પડે એમ હું નોહતો ઇચ્છતો..

મારા મન માં એના વિશે વધુ જાણવાની જિજ્ઞાશા જાગી.. અને હું એની કોશિશ માં લાગી ગયો... થોડો સમય લાગ્યો... પરંતુ એના વીસે એટલી જ મને ખબર પડી કે એ કોમર્સની સ્ટુડન્ટ હતી અને CA ની તૈયારી કરતી હતી..

CA ની તૈયારી કરતી હોવાથી મારો અને એનો રીડિંગ હોલ એક જ હતો... જે બીજા માળે હતો... મોટાભાગે એ મારા રીડિંગ હોલમાં જ આવીને બેસતી અને હું શક્ય એટલા એની નજીકના ટેબલ પર બેસવાની કોશિશ કરતો... જેથી વાંચતાં વાંચતાં હું એની સામું જોઈ શકું...

પણ દીપિકાનો પણ એટીટ્યુડ ગજબનો હતો... એ વાંચતા વાંચતા કોઈની સાથે વધુ વાત કરતી નહોતી ... એ ત્યાં આવીને ચોપડામાં મોઢું નાખી દેતી અને ચોપડામાંથી મોઢું કાઢીને સીધી બહાર નીકળી જતી... લાઈબ્રેરીમાં કહી શકાય એવા એના કોઈ ખાસ દોસ્ત પણ નહોતા કે જેના થકી હું એની નજીક જઈ શકું...

એના દોસ્ત માં ખાલી કહી શકાય એવી એક જ છોકરી હતી જેનું નામ હતું ખ્યાતિ...

ખ્યાતિ એક સિમ્પલ છોકરી હતી સાવ સાધારણ દેખાવવાળી,શ્યામ સરખી,હંમેશા માથામાં તેલ નાખીને બે ચોટલા વાળતી..

કહેવાય છે ને કે.... કોઈ છોકરી વિષય વધુ જાણવું હોય તો પહેલા એની મિત્ર સાથે મિત્રતા કેળવવી મે નક્કી કર્યું કે પહેલા મારે ખ્યાતિ સાથે મિત્રતા કેળવવી પડશે..અને પછી જ હું દીપિકાની નજીક જઈ શકીશ...

મેં મારું ફોકસ હવે દીપીકા થી છોડીને ખ્યાતિ પાસે લગાવી દીધું..

એક બે વાર હું ખ્યાતિ ટેબલ ઉપર જઈને બેઠો... ખ્યાતિ બહુ સીધી, સાદી અને ભોળી છોકરી હતી..

એની સાથે મિત્રતા કેળવવામાં મારે વધુ સમય ન લાગ્યો... ઇનફેક્ટ એને જ મને સામેથી એપ્રોચ કર્યો... એક દિવસ હું તેના ટેબલ પર જઈને બેઠો... અને વાંચવા લાગ્યો... થોડી વાર પછી એને મને સામે થી પૂછ્યું...

“તમે ડોક્ટર છો...?

યા... મારું નામ ડોક્ટર શીવ શર્મા.. હું એમબીબીએસ ડોક્ટર છું... અને આગળ PG માટે ની તૈયારી કરી રહયો છું.. તમારું નામ...? મે વગર પૂછે મારૂ નામ એને કીધું..

“મારું નામ ખ્યાતિ છે અને હું ફાઇનલીયર કોમર્સની સ્ટુડન્ટ છું સાથે સાથે હું સીએ ની તૈયારી પણ કરું છું” એને મારી સાથે હાથ મિલાવતા કીધું..

“CA... સાઉન્ડસ ગુડ... કીપ ઇટ અપ ખ્યાતિ... યૂ વિલ ડેફીનેટલીક્રેક ઇટ....”

હું ધીમે ખ્યાતિ ની નજીક આવવા લાગ્યો.. એના વીસે બધુ જ જાણી લીધું... એ એક સામાન્ય ઘર ની છોકરી હતી.. એના પિતા એક પ્રાઇવેટ કંપની માં નોકરી કરતાં હતા... અને માતા ઘરકામ.. એનો એક નાનો ભાઈ હતો જે સ્કૂલ માં ભણતો હતો.. બધું જ મારા પ્લાન પ્રમાણે થઈ રહયુ હતું..

ખ્યાતિ દિવસેને દિવસે મારી નજીક આવતી ગઈ...  હવે હું ને ખ્યાતિ રોજ જોડે બેસીને જ વાંચતાં... સવાર અને સાંજ ની ચા પણ જોડે પીવા જતાં... ક્યારેક ક્યારેક તો અમે લંચ પણ સાથે કરતા હતા.. એ એના હાથે મારા માટે ક્યારેક જમવાનું પણ બનાવી ને લાવતી હતી... પણ એ ભોળી ભાળી છોકરી ને ક્યાં ખબર હતી કે મારા પ્લાનનો એક હિસ્સો બની રહી હતી...

દિપીકા અને ખ્યાતિ કહવા પૂરતા જ મિત્રો હતા.. નોટસ ની અદલા બદલી સિવાય એમની વચ્ચે વિશેષ કઈ વાત થતી નોહતી..

એક દિવસ મેં ખ્યાતિ ને દીપીકાકા તરફ ઈશારો કરતાં પૂછ્યું... આ સામે બેઠેલી છોકરી કોણ છે...? તારી મિત્ર છે ને...  હા એનું નામ છે દીપિકા...એને પહેલી વાર હું જ અહિયાં લાવી હતી... એ તો અહિયાં આવવા પણ તૈયાર નોહતી... અલબત્ત લાઈબ્રેરી નું ફોર્મ પણ એનું મે ભર્યું હતું..પણ કહેવા પૂરતી જ મારી મિત્ર છે…થોડી સ્વભાવની ચિડી ચીડી પણ ખરી...”

“મતલબ...”મે પૂછ્યું...

“મતલબ... એ જલ્દી કોઈ ની સાથે ભળતી નથી.. એને મિત્રો પણ ઘણા ઓછા છે..અમે બંને કોલેજ માં સાથે જ છીએ, પણ જવલ્લેજ અમારા બંને વચ્ચે વાત થતી હસે.. એને કોઈની સાથે વાત કરવી નથી ગમતી... અને કોઈ પણ એની સાથે વાત કરવા આવે તો એનું અપમાન કરીને કાઢી મૂકે... આવી રીતે તો થોડી કોઈની સાથે વાત કરાય...ક્યારે ક્યારેક તો એ મારું પણ અપમાન કરી દેતી... પણ ચાલે… દોસ્તી છે ને… દોસ્તી માં માન અપમાન જેવુ થોડી હોય?” ખ્યાતિ એ એના સ્વભાવ નો ટૂંકો પરિચય મને કરવ્યો..

એની વાત સાંભળીને હું એટલું તો બરાબર સમજી ગયો હતો કે આ કાર્ય જેટલું સહેલું લાગતું હતું એટલું હતું નહીં.. સીધી સાદી અને ભોળી હોવા છતાં પણ ખ્યાતિ ના વિચારો વિચારો ખૂબ જ ઊંચા હતા... પણ મારે એના વિચારો સાથે શું લેવાદેવા... એ તો મારા માટે દિપીકા ની નજીક જવાનું એક મધ્યમ જ હતું... હું તો બસ કેમ કરીને પણ દીપિકાની નજીક જવાની ફિરાતમાં હતો... કોઈ પણ ભોગે મારે એની સાથે હવે દિપીકા સાથે મિત્રતા કેળવવી જ રહી...  એમ પણ જે સરળતાથી મળી જાય એમાં મજા શું...?

એક દિવસ હું એને ખ્યાતી ટેબલ પર બેઠા બેઠા વાંચી રહ્યા હતા અને ત્યાં દીપિકા ખ્યાતી ની પાસે આવી એ બંને કંઈક નોટ્સ અને લેક્ચર વિશે ચર્ચા કરી રહ્યા હતા... હું તો બસ એક નજર થી દિપીકા સામે જોઈ રહ્યો હતો...બસ એક નજર એ મારી સામે જોવે... અને હું એની સાથે વાત કરું...

પરંતુ એ એમની વાત પતાવવાની ફિરાત માં હતી... જેવી વાત પૂરી થઈ  જ એ ત્યાંથી ચાલી ગઈ...  અને એના ટેબલ ઉપર જઈને ચોપડીમાં મોઢું ઘુસાડી દીધું... મેં ધીરે રહીને ખ્યાતિ ને કીધું...

“ખ્યાતિ તારી ફ્રેન્ડ જોડે ઇન્ટ્રોડક્શન નહીં કરાવે...”

ખ્યાતિ થોડી ખચકાઈ પણ એને માથું હળવી ને પાડી... દીપિકાને દૂરથી ઈશારો કરીને એને પોતાની પાસે બોલાવીને વાંચવાનો ઈશારો કર્યો... પહેલા તો દીપિકાએ માથું હળવી ને ના પાડી... પરંતુ ખબર નહીં થોડીવાર પછી એને શું થયું... એ મારી અને ખ્યાતિ ની વચ્ચે આવીને બેસી ગઈ... પણ એનું ધ્યાન મારી તરફ બિલકુલ નહોતું... જાણે ટેબલ ઉપર ખ્યાતિ અને દીપિકા બેજ જણા હોય એ રીતે બંને ડિસ્કસ કરતા અને વાંચતા... મને હવે થોડીક અકળામણ થવા લાગી હતી... પોતાની જાતને સ્માર્ટ, ઇન્ટેલિજન અને ડેશિંગ સમજતો... એવો ઓવર કોન્ફિડન્ટ હું શિવ શર્મા... આજે અંડર કોન્ફિડન્ટ થઈને લપાઈને બેસી ગયો હતો...

મારો મેલ ઈગો હર્ટ થયો હતો... એ જેટલું મને ઇગ્નોર કરતી હું એકલો જ એગ્રેસીવલી એની નજીક જવાના પ્રયત્નો કરતો... પણ સીધું નહીં ખ્યાતિ મારફતે... આશા બહુ હતી નહી પરંતુ હું શિવ હતો... એટલી જલ્દી હાર માનું એમનો નહીં...

એક દિવસ સાંજના સમયે બહારના કોરિડોરમાં હું અને ખ્યાતિ ઉભા ઉભા ત્યાં આગળ ચા પી રહ્યા હતા અને ગપ્પાં મારી રહ્યા હતા... એવામાં ત્યાં દીપિકા આવી... દીપિકા આવીને સીધી અંદરની તરફ વધી રહી હતી... મે ખ્યાતિ ને એને અહી ચા પીવા માટે બોલાવવા માટે ઈશારો કર્યો ... બિચારી ભોળી ખ્યાતી... એને બૂમ પાડીને દીપિકાને બોલાવી...

“દિપીકા... અહીં આવતો...”

દિપીકા ત્યાં આવી અને ખ્યાતિ એ મારો ઇન્ટ્રોડક્શન દીપિકા સાથે કરાયો...

“આમને મળો... આ છે ડોક્ટર શિવ શર્મા એમબીબીએસ પતી ગયું છે... અને પીજી ની તૈયારી કરી રહ્યા છે”

મેં એની સામે મારો જમણો હાથ મિલાવવા માટે આગળ કર્યો અને પૂરા અદબ સાથે હું બોલ્યો.... “હેલો”

“હેલો...” માત્ર એટલો જવાબ આપી ને એને ખ્યાતિ સામે જોઈને વાત કરવા માંડી...

“ખ્યાતિ મારે જરાક મોડું થાય છે અને સબમીશન પણ પૂરું કરવાનું છે... તો પછીમળી ને શાંતિથી વાત કરીએ...” એટલું બોલીને એ અંદર ચાલી ગઈ...

બીજી વાર મારો મેલ ઇગો દીપિકા હર્ટ કર્યો હતો...

હવે હું દીપિકા સાથે વાત કરવા માટે ડેસપરેટ થઈ ગયો હતો... પરંતુ માત્ર લાઇબ્રેરીમાં ખ્યાતિ ના માધ્યમથી થાય એ શક્ય નહોતું..  માટે હવે મારે મારા પ્લાન માં થોડો ફેરફાર જરૂરી હતો... મેં એનો ફોન નંબર મેળવવાની કોશિશ કરી... પણ એનો ફોન નંબર મને ખ્યાતિ સિવાય બીજું કોઈ આપી શકે એમ નહોતું.... ખ્યાતિ પાસે થી અગર હું અને નંબર લઇશ તો એને ચોક્કસ ખબર પડી જશે... માટે એ વિકલ્પ નામે યોગ્ય ના લાગ્યો.. મારે બીજો કોઈક રસ્તો શોધવો જ રહ્યો..

અને મને એ રસ્તો મળી ગયો... અશોક... લાઈબ્રેરી નો પટાવાળો... એક નંબર નો હરામખોર માણસ હતો.. આખો દિવસ મોઢા માં મસાલા ભરી રાખતો.. એમ તો એનું કામ સફાઈ નું અને બધા સ્ટુડન્ટ્સ નું ધ્યાન રખવાનું હતું... એ થરકી માણસ છોકરીઑ ની આસપાસ ભમરા ની જેમ ફર્યા કરતો...

એક દિવસ મે અશોક ને પકડ્યો.. અને ચા પીવા લઈ ગયો... અશોક ને માવા મસાલા ખવડાવ્યા અને કીધું...

“ફટાફટ એડ્મિશન ફોર્મ ની ફાઇલ કાઢ અને મને દીપીકા નો મોબાઇલ નંબર એમાં થી આપ..”

શરૂવાત માં તો એને બહુ નાટક કર્યા... પણ કહવે છે ને પૈસા ના પાવર આગળ ભલભલા ના ઈમાન ડોલી જાય છે... મે મારા ખીસા માઠી એક 500 ની પત્તી એના હાથ માં પકડાવી દીધી... જાણે કોઈ બઁક વાળો તાપસતો હોય હોય એમ એ 500 ની નોટ ને આગળ પાછળ કરીને જોવા લાગ્યો..

“સાચી જ છે... લ્યા...જો ઉપર ગાંધીજી હસી રહ્યા છે... ફટાફટ કામ પતાવ...” મે એને કહ્યું...

“એને નોટ ખીસા માં મૂકી અને હાથ માં ખૈની ચોળતા ચોળતા એ બોલ્યો.. સાહેબ સીધું માંગી લોને... મને કેમ આ બધા વચ્ચે નાખો છો..”

“વધુ દોઢ ડાહ્યો ના થા.. સીધો મળ્યો હોત તો તને થોડી પૈસા આપત...” હવે મારૂ દિમાગ ગરમ થઈ ગયું હતું અને હું જરાક મોટા અવાજે એની પર બગાડતાં બોલ્યો...

“ઠીક છે... જેવી તમારી ઈચ્છા... પણ હા... આમાં મારૂ નામ ના આવું જોઈએ હો...” મારી પર ઉપકાર કરતો હોય એમ ફોર્મ ની ફાઇલ ખોલી ને દીપીકા નું ફોર્મ શોધતા શોધતા એ બોલ્યો...

“લો સાહેબ... મળી ગયું ફોર્મ.. લખો નંબર... 9898****45” બાજુ માં પડેલી ડસ્ટ્બિન માં થૂકીને એ બોલ્યો...

“અને હા.. આ વાત કોઈને ગંધ સુદ્ધાં ના આવવી જોઈએ...” ને એને વિશ્વાસ માં લઈને કીધું..

સહરદ ઉપર ઉભેલા સૈનિક અને લાઈબ્રેરીમાં બેઠેલા અશોક ની વફાદારી પર ક્યારે ય સંદેહ ના કરવો... સાહેબ... તમ તમારે મજા કરો... આજ થી આ અશોકયો તમારો સેવક... બસ મારૂ ધ્યાન રાખતા જજો...” ખીસા માં પડેલી 500 ની નોટ મને બતાવતા બતાવતા મારી સામે હસતાં હસતાં એ બોલ્યો...

દીપિકાનો નંબર મારી પાસે આવી ગયો હતો... હવે બસ એની સાથે ચેટિંગ અને પછી સેટિંગ... દીમાગમાં બધું ક્લિયર હતું... દિમાગ માં બધુ ક્લિયર હતું... બસ હવે એને અંજામ આપવાનો બાકી હતો... એનો એકવાર રીપ્લાય આવી જાય પછી મારું કામ પૂરું...

સાંજે ઘરે આવીને હાથ પગ મોઢું ધોઈને અને જમીને હું મારા બેડરૂમમાં ગયો ત્યાં જઈને મેં મારો મોબાઇલ હાથમાં લીધો અને સૌથી પહેલા જ દીપિકાને મેસેજ કર્યો.

“હાય”

લગભગ બે મિનિટ રીપ્લાય આવ્યો...

“હેલો…હુ ઇસ ધીસ હું ઈઝ ધીસ”

હું શિવ શર્મા... આપણે મળ્યા હતા ને લાઇબ્રેરીમાં”

“ઓહહ... યા.. શિવ.. યાદ આવ્યું મને... કેમ છો તમે?”

                                                        “આઇ એએમ ગુડ.. તમે કેમ છો...”લાઇબ્રેરીમાં જોઉં છું તમે ખૂબ મહેનત કરી રહ્યા છો..

“યા... એક્ઝામ નજીક છે અને મારે સીએ ક્લિયર કરવું છે..પણ તમારી પાસે મારો નંબર...”

        “અરે શોધવા થી તો ભગવાન પણ મળી જાય... આ નંબર ની શું વિસાત...”

                                        “હું રોજ જોવું છું... તમે ખૂબ મહેનત કરતા રહો... તમે ચોક્કસ તમારી મંજિલ ને પામશો... મારા ગુડ વિશિશ તમારી સાથે જ છે...”

“થેન્ક્સ અ લોટ શિવ શર્મા...ઓહહ સોરી... ડોક્ટર સાહેબ”

                                                                “કોલ મી ઓન્લી શિવ...મિત્રો માટે હું ખાલી શિવ જ છું... ડોક્ટર નહીં...😊😊”

“સ્યોર.. શિવ... થેન્ક્સ એંડ ગૂડ નાઇટ... કાલે મળીએ...”

“ગૂડ નાઇટ.. સ્વીટ ડ્રીમ્સ...”

પેહલા દિવસે વાત ની શરુવાત ખૂબ સારી થઈ જતી..વાત એમ જોવા જઇયે તો સામન્ય જ હતી..પણ મારા માટે આનો રિપ્લાઇ આવ્યો એજ ઘણું હતું... હું દીપીકા નો નંબર મેળવીને મનોમન ખૂબ ખુશ હતો.. હવે મારે ખ્યાતિ ની જરૂરત નોહતી... હવે કાલે શું થસે... એને મન માં ખયાલી પુલો બાંધતો હું સૂઈ ગયો..

બીજા દિવસે હું સવારે વેહલો લાઇબ્રેરીમાં પહોચી ગયો.. અને ત્યાં જઈને જે ટેબલ પર દીપીકા બેસતી ત્યાં જઈને બેસી ગયો... થોડી વાર પછી ત્યાં ખ્યાતિ આવી એ મારા ટેબલ પાસે આવી અને મને સ્માઇલ આપી ને ગૂડ મોર્નિંગ કીધું... પણ મે એને બહુ ભાવ ના આપ્યો... એની તરફ એક નજર નહીં અને ગૂડ મોર્નિંગ કહી ને પાછું વાંચવા લાગ્યો... એને કદાચ થોડું અપમાન જેવુ લાગ્યું હશે.. અને એ થોડી દૂર મારી પાછળ ની બાજુ એ આવેલા ટેબલ પર બેસી ને વાંચવા લાગી..હું વારંવાર મારી ઘડિયાળ સામે જોયા હતો.. લગભગ 10 વાગી ગયા હતા.. આમ રોજ તો આ સમયે દીપીકા આવી જતી હોય છે.. પણ આજે કોમ જાણે એને મોડુ થયું હતું... હું એની સાથે વાત કરવા બેચેન બન્યો હતો...

લગભગ અડધા કલાક પછી એ આવી ગઈ... રૂમ માં આવતા ની સાથે એને મારી સામે એક નજર નાખી...

એને જોઈને મને મારો જમણો હાથ આપોઆપ હવા માં ઊંચો થઈ ગયો.. જાણે હું એને આવકારી રહ્યો હતો... પરંતુ... એકજ ક્ષણ માં ધારણા કરતાં બધુ જ ઊંધું થઈ ગયું...

એને તુરંત જ મારી સામે થી નજર ફેરવી લીધી... જાણે મને ઓળખતી જ ના હોય.. અને ખ્યાતિ સાથે જઈ નેચોપડી માં મોઢું ગૂસાડી ને બેસી ગઈ...

એને કદાચ આજે મને ઓળખ્યો નહી હોય... કે પછી કઈક સમજ ફેર...મારા મગજ માં અનેક વિચારો આવી રહ્યા હતા.. હું વારંવાર પાછું વળી ને એની સામે જોયા કરતો.. કદાચ એ મારી સામે જુવે તો.. પણ બધુ વ્યર્થ હતું... હું થોડો અપ્સેટ થઈ ગયો અને ત્યાં થી ઊભો થઈ ને નીચે આવેલા હોલ માં વાંચવા બેસી ગયો..

મારો આખો દિવસ ખરાબ રહ્યો હતો.. સાંજે ઘરે આવ્યો અને ફ્રેશ થયો.. મગજ માં હજુ પણ દિપીકા વિષે જ ખયાલ આવતા હતા.. મે નક્કી કરી દિધૂ હતું કે આજ પછી એની સાથે કોઈ સંબંધ રાખું.. એટલા માં જ મારા ફોન માં મેસેજ આવ્યો..

સ્ક્રીન સામે જોયું તો.... દિપીકા નો મેસેજ હતો..

“હેલ્લો”..

એકવાર તો થયું કે કે એનો નંબર ડીલીટ કરી નાખો અને બ્લોક કરી દઉં.. અને આજ પછી ક્યારેય એને રીપ્લાય જ ના કરું... પણ પાછું મગજમાં એવું પણ આવ્યું કદાચ એને સોરી કહેવા માટે મેસેજ કર્યો હોય... લાવ તો એકવાર વાત કરી લઉં... જાણવું તો જોઈએ જ કે શું કહેવા મને એને મેસેજ કર્યો છે....? મે એના મેસેજ નો રીપ્લાય કર્યો..

“બોલો”

“તમે બરાબર છો ને.. આજે લાઇબ્રેરીમાં તમારો મૂડનો નોહતો...

નારાજ છો મારાથી...”

                                                        “નારાજગી પોતાના લોકોથી હોય... પારકાથી શેની નારાજગી... તમે ક્યાં મારા પોતાના છો... 😏”

મે ટોંટમાં જરાક ઊંધો જવાબ આપ્યો...

“કાલે તો તમે મને દોસ્ત બનાવી હતી...

અને આજે હું પારકી થઈ ગઈ બસ ને... 😢”

“તો બીજું શું કહી શકાય”

“પ્લીઝ એવું ના બોલો...

મારા થી એવી શું ભૂલ થઈ ગઈ એ તો કહો…😢”

“હવે એપણમારેસમજાવવુંપડશે😏😏...?

                સારુ તો સાંભળ... આજે તું મારી બાજુમાં કેમ ના બેઠી...?”

                                                 “બાજુની સીટ ખાલી હોવા છતાં પણ ત્યાં જઈને તું તારી ફ્રેન્ડ સાથે બેસી ગઈ હતી...”

“મને ખરાબ ના લાગે તો શું લાગે...”

“અરે પણ.. મેં તમારી સામે જોયું હતું...

પણ મને લાગ્યું તમારો મૂડ ખરાબ હશેએટલે.. મા

ફ કરી દો પ્લીઝ સોરી🥰🥰…“

“અને હું નથી ઇચ્છતી કે..  આપણા બંને વચ્ચે ની દોસ્તી નો બીજા કોઈ ગલત મતલબ કાઢે...

ખાસ કરીને મારી ફ્રેન્ડ...”

“એટલા માટે જ હવે હુંલાઇબ્રેરીમાં એની સામે તમારી સાથે હવે વધારે વાત નહીં કરી શકું.”

“પ્લીઝ... મને ગલત ના સમજતા..”

“અને આજ માટે તમારી આ દોસ્તને માફ કરી દો પ્લીઝ”

“ઓકે ઓકે નો પ્રોબ્લેમ”

                                                                        “અને દોસ્ત કરી છેતો....

નો સોરી... નો થેન્ક્યુ...”

આજની આ બધી વાત પતી એટલું તો સ્પષ્ટ થઈ જ ગયું હતું કે એને મારા માટે લાગણી તો હતી જ... પરંતુ લાઇબ્રેરી નો એ માહોલ અને એની દોસ્ત બંને એના માટે અમારા માટે અડચણરૂપ હતા... માટે એ જાહેર માં કદાચ એ મારી અજનબી ની જેમ વ્યહવાર કરતી હતી અને મારી સાથે વાત નહીં કરી શકતી હોય એવું મને લાગ્યું... અને હું એના આ વર્તનને એની તોછડાઈ માની રહ્યો હતો...

આ સારું થયું કે મે આજે એની જોડે વાત કરીને ને બધી ચોખવટ કરતી દીધી હતી.. એની સાથે વાત કર્યા પછી હું સારું અનુભવવા લાગ્યો..

લાઇબ્રેરીમાં હવે હું એની સાથે વધુ નિકટ આવવાની કોશિશ પણ નહોતો કરતો... હું એ સ્પષ્ટ રીતે જાણી ગયો હતો કે મારી એની સાથેની વધુ નીકળતા અમારા બંનેના સંબંધ માટે જોખમી પુરવાર થઈ શકે છે...

પણ હું મારી નજરો ને વધુ સમય સુધી લાઇબ્રેરીમાં એનાથી દૂર રાખી શકતોનહોતો. ગમે ત્યારે ત્રાંસી આંખે પણ એને જોઈને આંખો ઠારી લેતો હતો... પણ જ્યાં સુધી તેની વાત કરું તો એનું વર્તન તો જાણે પેહલા જેવુજ હતું... એ ક્યારેય એક નજર પણ મારી સામે નહોતી જોતી... અને કદાચ નજર મળી પણ જાય તો એ જાણે અંજાન હોય એ રીતના મોઢું ફેરવી લેતી...

હું ક્યારેક મન માં ને મન માં મારી જાતને કહેતો...  જબરી મોટી કલાકાર છે આ તો...  એટલો બધો સંયમ તો કેમ નો રાખી શકાય..

આખો દિવસ અમે સામાન્ય સ્ટુડન્ટની જેમ વાંચતા હતા અને રાતે પડતાં ની સાથે જ મેસેજમાં વાતો કરતા હતા.. આખો દિવસ લાઇબ્રેરીમાં અકડુ બનીને ફરતી દિપીકા રાત પડે ને જાણે એકદમ શાંત... સમજુ અને ડાહી બની જતી.. એની સાથે વધુ વાત કરતાં મને જણાયું કે જેટલી એ સુંદર છે એના કરતાં પણ વધારે સુંદર એના વિચારો હતા.. બધા માટે લાગણી કરતી... એ હમેશા મારા મમ્મી પાપા ના સમાચાર લેતી.. અને મને પણ એમનો ખ્યાલ રાખવા માટે કહેતી...

મેસેજ માં અમારી વાતોનો સિલસિલ ચાલતો રહ્યો... લગભગ દોઢ મહિના જેટલો સમય થઈ ગયો હતો.. રોજેરોજની જેમ પણ એ દિવસ સામાન્ય વાતો થઈ રહી હતી પરંતુ અચાનક એને મને એક પ્રશ્ન એવો કર્યો જેથી મારી આંખમાં ચમક આવી ગઈ...

“તમને એક વાત પૂછી શકું છું”

“બોલો”

“તમારા જીવનમાં બીજું કોઈછે..

આઈ મીન..કોઈ છોકરી...?જેને તમે કોઈને પ્રેમ કરતાં હોય..”

“ના મારા જીવનમાં કોઈ છોકરી નથી...

                                                                પણ કદાચ જલ્દી પ્રેમમાં પડી શકું એવું લાગી રહ્યું છે☺️☺️”

“પ્રેમમાં પડ્યા લાગો છો.. એમ ને...

જાણી શકું કોણ છે એ ખુશનસીબ🤔🤔”

“જલદી જણાવીશ🤗🤗”

“એ દિવસ તો મને ઈંતજાર રહેશે😍😍”

 

વાતોનો સિલસિલોન સિલસિલો ચાલતો રહ્યો.. અમને બંને એકબીજા સાથે મેસેજ માં જ વાતો કરતાં કરતાં ગણા દિવસો વીતી ગયા હતા... અમે બંને એકબીજાની ખૂબ જ કેર કરી રહ્યા હતા...

જમવાથી લઈને એકબીજાના જન્મદિવસ સુધીની બધી જ માહિતી અમે એકબીજાને શેર કરતા... અને એ પ્રમાણે અમે એકબીજાનું ધ્યાન રાખતા... મારા જીવનમાં દીપીકા હવે એક અગત્યનું સ્થાન લઈ ચૂકી હતી... એ હંમેશા મને સંભાળતી...મારૂ ધ્યાન રાખતી... મને વાંચવા માટે પ્રોત્સાહિત કરતી...  રાતે અગર ઘણી વખતે મોડું થઈ જાય તો સવારે મને ઉઠાડતી પણ ખરા...

અમે બંને હવે દોસ્ત કરતાં કંઈક ખાસ થઈ ગયા હતા... મારા તરફથી તો ખરું જ... પણ એના મનમાં પણ શું હતું એ જાણવું જરૂરી હતું... એની વાત પરથી તો મને સ્પષ્ટપણે લાગતું જ હતું કે એ મને પસંદ કરી રહી છે... હવે મને મારા દિલ ની વાત દિપીકા ને કરવા માટે બહુ મોડુ કરવા જેવુ નોહતું...

મેં નક્કી કર્યું કે જીવી મારી એક્ઝામ પૂરી થાય તરત જ હું એને મારા દિલની વાત એને કરી દઈશ... પણ આ વખતે ફોનમાં નહીં રૂબરૂમાં .. અમારા બંનેના સંબંધને લગભગ ત્રણ મહિના થઈ ગયા હતા .. મારી એકઝામ ના દિવસો હવે નજીક હતા....મારે મારૂ પોસ્ટ ગ્રેજૂસન સર્જરીમાં કરવું હતું... એ પણ સારામાં સારી કોલેજ માંથી... માટે મારે સારા માર્કસ લાવવા ખૂબ જરૂરી હતા... તું થોડો ટેન્શન માં પણ હતો... પણ દિપીકા એ મને સારી રીતે સાંભળી લીધો હતો... એ હમેશા મને સપોર્ટ કરી હતી.. અને કહતી હતી કે મારૂ એડ્મિશન ચોક્કસ થી સર્જરીમાં થઈ જશે..

મારા કરતાં એને મારા માં વધુ વિશ્વાસ હતો..

પરીક્ષા નો એ દિવસ આવી ગયો હતો... મારી એકઝામ ખૂબ સારી ગઈ હતી... અને મને હવે પીજીમાં મળવાનું લગભગ નક્કી જ હતું

એક્ઝામ પૂરી થઈ એના દિવસે રાત્રે એનો મેસેજ આવ્યો..

“ડોક્ટર સાહેબ કેવી કઈ એક્ઝામ...?

પીજીમાં એડમિશન પાકુ ને તમારું તો...

                                                                “અગર મિત્રોના બેસ્ટ વિશિશ હશે તો... પાકું જ છે”

“તમને ક્યાં ખબર છે...

 મેં તમારા માટે કેટલી પ્રાર્થના અને કેટ કેટલી બાધારાખી છે

મારા માટે તમારાથી વધારે કંઈ છે જ નહીં”

“ખરેખર એવો તો શું સંબંધ આપણા વન્ય વચ્ચે🤔”

“ક્યારેક તમારા દિલને જ પૂછી જોજો જવાબ મળી જશે😌”

“બાકી શું ચાલે છે કોલેજમાં આજકાલ”

“કંઈ ખાસ નહીં..બસ એન્યુઅલ સેલિબ્રેશન ચાલે છે

આજે ચોકલેટ ડે હતો... ને આવતી કાલે ટ્રેડિસનલ ડે છે..”

                                                                        “અરે વાહ... ખુબ સરસ... કાલે શું પહેરી ને કોલેજ જવાની...”

“કઈ ખાસ વિચાર્યું નથી...

પણ કદાચ મમ્મી ની કોઈ સાડી પહરીશ...”

                                                                એક સજેશન કરું... તું કાળા રંગની સાડી પહેરજે ખુબ સુંદર લાગીશ..

“ચોક્કસ અને લાઇબ્રેરી માં પણ સાડી પહેરીને આવીશ”

“માત્ર તમારા માટે..”

 

તે દિવસે દીપિકા કાળા રંગની સાડીમાં લાઇબ્રેરી આવી હતી.. એક તો ઊંચી અને રૂપાળી અને એમાંય કાળા રંગની સાડીમાં એ જાણે કોઈ અપ્સરા થી કમ નહોતી લાગતી... હું મારી નજર એના પરથી હટાવી નોહતો શકતો... ખાસ કરીને મારી નજર વારંવાર સાડીના પાલવ માં સંતાડેલા એના નાભી તરફ જતી હતી...

...

થોડા દિવસ પછી મારું રીઝલ્ટ જાહેર થયું અને ધારણા મુજબ મે NEETએક્ઝામ ક્લિયર કરી દીધી હતી... હું બહુ સારા નંબરે હું પાસ થયો હતો... હવે મારું સર્જરીમાં એડમિશન લેવાનું સપનું સહકાર થવાનું નક્કી જ હતું.... હું મારા પેરેંટ્સ,મેઘ અને ધનુષ... બધા જ બહુ ખૂબ હતા..

હવે સમય હતો મારા દિલ ની વાત દિપીકા ને કરવાનો...

મે હવે મનોમન નક્કી કરી દીધું હતું કે... મારા મન ની વાત હવે મારે એને કરી દેવી જોઈએ.. આ મેસેજની વાતોને હવે રૂબરૂ વાતોમાં ફેરવવાનો સમય આવી ગયો હતો...

મેં તે દિવસે સવારે એને મેસેજ કર્યો...

                                                                        હાય... મારે તને મળવું છે.. પણ લાઇબ્રેરીમાં નહીં.. ક્યાક એકાંત માં...

મારા દિલ ની વાત તને મારે કરવી છે... તું આવીશ ને..?

 

“તમે બોલાવો અને હું ના આવું એવું ક્યારેય બને..?

હું ચોક્કસથી આવીશ...

તમે બોલો ક્યાં અને ક્યારે મળવું છે..?”

 

મેં સમય અને સ્થાન બંને નક્કી કર્યા અને... લાઈબ્રેરીથી નજીક જ આવેલું એક કાફે મે પસંદ કર્યું અને એમાં અમે બંને સાંજના પાંચ વાગે મળવાનું નક્કી કર્યું..એનું લોકેશન દિપીકા ને મેસેજ માં મોકલી આપ્યું...

તે દિવસે મે અશોક જોડે લાઈબ્રેરી ના બધા જ સ્ટુડન્ટ માટે આઈસ્ક્રીમ મંગાવ્યો હતો...  આખી લાઇબ્રેરીના બધા સ્ટુડન્ટોએ આઈસ્ક્રીમ ખાતો હતો.... માત્ર એક જણે જ ના પાડી હતી અને તે હતી દીપિકા... મને થોડું અજબ તો લાગ્યું.... હવે આમાં એને ક્યાં એને પ્રોબ્લેમ હતો... બધા સ્ટુડન્ટ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા તો એને ખાવામાં શું પ્રોબ્લેમ હતો...  આ હવે કંઈક વધારે પડતું જ કરી રહી હતી જે મને બિલકુલ ના ગમ્યું...

એક આઈસ્ક્રીમ ખાઈને મારી ખુશીમાં સામેલ તો થઈ જ શકે... એમાં એને કોઈ ક્યાંક કશું કહેવાનું હતું... કદાચ એ ભાવ ખાટી હશે.... માટે હું એક આઈસ્ક્રીમ લઈને તેની તરફ ગયો ... મેં એને આઈસ્ક્રીમ આપતા અને આજુ બાજુ જોતાં જોતાં ધીમે થી કીધું...

આજે ખાઈ લે...બધા જ ખાય છે...  એમાં કોઈને કંઈ ખબર નહિ પડે... એના મોઢા પર કોઈ અલગ જાતનો જ પ્રશ્નાર્થ ચિન્હ મને દેખાઈ રહ્યો હતો... એને ના પડી અને પાછું મોઢું ફેરવીને વાંચવા લાગી...

“બહુ વધારે પડતી ઓવરએક્ટિંગ થઈ રહી છે દિપીકા... ખાઈ લે... કોઈ તને કશું જ નહીં કહેવાનું..”મેં ફરી એને કીધું...

એક્સક્યુઝ મી...  મિસ્ટરતમે મને કંઈ કહી રહ્યા છો...? જાણે મને ઓળખતી જ ના હોય એમ એને કીધું..

હું જરાક મુસ્કુરાયો અને મે ફરી કીધું... “કેમ આટલી બધી ઓવર એક્ટિંગ કરે છે યાર”

માઈન્ડ યોર લેંગ્વેજ મિસ્ટર.... જે નામ હોય એ તમારું... તમને સમજ નથી પડતી કે મારે આઈસ્ક્રીમ નથી ખાવો...”મારા હાથ માંથી આઈસ્ક્રીમ લઈને દૂર ફેંકતા એ ગુસ્સા માં બોલી...

“એક વાત સમજી લો... આ જેવા જેવા છોકરાઓ ને હું બરાબર ઓળખું છું... કોઈ સારી છોકરી જોઈ નથી કે ભૂખ્યા કૂતરાની જેમ પાછળ પડી જતા હોય છે... તમે સમજો છો શું તમારી જાતને.... કાંઈ પણ બોલી રહ્યા છો ... તમને કીધુ ને મારે નથી ખાવો આઈસ્ક્રીમ...  તો કેમ મારી પાછળ પડ્યા છો...  અને હું છેલ્લા કેટલાય દિવસથી તમને જોઈ રહી છું... તમે એક ભૂખ્યા જાનવર ની જેમ હંમેશા મને તાકતા રહેતા હો છો...  જોવાનું હતું ત્યાં સુધી બરાબર છે… પણ તમારી હિંમત કેવી રીતે થઈપાસે આવીને વાત કરવાની... બહુ ઓવેર સ્માર્ટ બનવાની કોશિશ ના કરશો... તમારા જેવા લોકો ને હું સારી રીતે ઓળખું છું... હું કંઈ જેવી તેવી છોકરી નથી...

મોટે માટે થી પોતાનો હાથ ટેબલ પર વારંવાર પછાડતા પછાડતા એ મારી ઉપર જોર જોર થી ચિલ્લાવી રહી હતી... આખી લાઈબ્રેરી ના બધા સ્ટુડન્ટ્સ મારી સામે જોયા કરતાં હતા... ત્યાં બહુ ભીડ ભેગી થઈ ગઈ... હું તો એકદમ આવક બનીને ત્યાં ઉભો રહ્યો... મે ખાલી આઈસ્ક્રીમ જ આપ્યો હતો.. એને એવું તો નોહતું કે એની સાથે પેહલી વાર વાત કરી હોય... આખી લાઇબ્રેરીના બધા સ્ટુડન્ટ સાથે અને મારું ઘોર અપમાન કરી દીધું હતું...

મારા દિલ ઉપર જાણે વ્રજ ઘત થયો હોય એવું મને લાગી રહ્યો હતું... મારી નસોમાં દોડતું લોહી જાણે એકદમ થીજી ગયું હતું અને મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું...

રાતે જે મેસેજ માં મીઠી મધુરી અને સમજુ દીપિકા મારી જોડે વાત કરી રહી હતી આજે આનું વર્તન બિલકુલ અલગ જ હતું... એવી તો એને શું મજબૂરી હશે કે જે લાઇબ્રેરીમાં મારી સાથે આવું વર્તન કર્યું હશે...?

એ આટલું બધું વધારે કેમ નાટક કરી રહી હતી મને કંઈ સમજાતું ન હતું હું એકદમ કન્ફ્યુઝ હતો...

મેં મનોમાં નક્કી કર્યું હતું કે આજે સાંજે જ્યારે એ મને મળે ત્યારે આ બધી વાતને મારે સ્પસ્તતા કરી દેવી છે... કા તો એને મારી સાથે બિન્દાસ વાત કરવી જોઈએ... કા તો વાત બિલકુલ બંધ...  હવે હું પણ કંટાળી ગયો તો રોજ રોજ ના મેસેજ અને ચેટિંગ કરી કરીને...

મને મનોમન ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો.. આજે એ મળે એટ્લે એની સાથે ઝગડો જ કરી નાખવો છે... આજે બધી ચોખવટ...

...

હું લગભગ પોણા પાંચ વાગે જ કેફે ઉપર પહોંચી ગયો હતો અને દીપિકાની આવવાની રાહ જોઈ રહ્યો હતો...  મનમાં અનેક પ્રશ્નો ભેગા કરીને બેઠો હતો અને એ આવે એટ્લે બધાના ઉત્તર આજે લઈને જ મારે અહીંયાથી જવાનું હતું.... મારે આજે મારા પ્રેમનો ઈજહાર પણ કરવો હતો અને એનો જવાબ પણ લેવાનો હતો... બેઠા બેઠા એક એક ક્ષણ મારા માટે એક એક કલાક બરાબર ચાલી રહી હતી... લગભગ પાંચ વાગ્યા જ હશે અને મારી પાછળથી કોઈ આવીને મારા ખભા પર હાથ મુક્યો... મેવળી ને જોયું તોહું એકદમ ચોંકી ગયો અને સ્તબ્ધ થઈને જોતો જ રહ્યો...

એ દીપિકા નહીં પણ ખ્યાતિ હતી...

હેલો શિવ... ને આવવામાં લેટ તો નથી થયું ને... તારે વધારે તો રાહ નથી જોવી પડીને

“ખ્યાતિ... ખ્યાતિ તું અહીંયા ક્યાંથી..?”

“શિવ.. તમે પાગલ થઈ ગયાછો કે શું... તમે જ તો મને પાંચ વાગ્યે મેસેજ કરીને અહીંયા બોલાવી હતી... “

“મેં તને મેસેજ કર્યો હતો...” હું ઘડીક વિચારમાં પડી ગયો…મે મારો મોબાઇલ ખોલીને જોયો... અને એમાં મેસેજ તો મે દીપિકાને કર્યો હતો... તો ખ્યાતિ અહિયાં ક્યાંથી આવી ગઈ...”

મેં ફરી એને પૂછ્યું... “મે તને મેસેજ કર્યો હતો...?”

ઓબ્વિયસલી...તમે જ તો મને 5:00 વાગે અહીંયા બોલાવી હતી... અને કીધું હતું કે તમારા દિલની એક વાત કરવી છે...બોલોને હું પણ સાંભળવા માટે ખૂબ ઉતાવળી છું...  શું કહેવા માંગો છો તમે...?

પહેલેથી જ મગજ બંધ હતું... અને એમાં ઉપર બીજું એક કોમ્પ્લિકેશન આવ્યું... હવે આ શું ચક્કર છે...?મને કંઈ સમજ નહોતી પડતી... હું તરત ત્યાંથી ઉભો થઈ ગયો અને એને ખ્યાતિ ને કીધું કે

“થોડી ઈમરજન્સી છે.. મારે ભાગવું પડશે... સોરી... પછી ક્યારેક...” એમ કરીને હું સમયચૂકતા વાપરીને ત્યાંથી નીકળી ગયો...

હું ફટાફટ લાઇબ્રેરી પહોંચ્યો અને પહેલા જઈને પહેલા અશોકને બોચી એ થી પકડ્યો...  અશોક ને પકડીને મેં એને કીધું કે મને ખ્યાતી અને દીપિકાનુંલાયબ્રેરી એડમીસન ફોર્મ બતાવ... મારી હડબડાહટ  અને ગુસ્સો જોઈને એ સમજી ગયો હતો કે કંઈક મોટો લોચો થયો છે..  એને ફટાફટ ફાઈલ કાઢીને મારા હાથમાં મૂકી દીધી અને હું એક પછી એક પાના ફેરવવા લાગ્યો...

દીપિકા અને ખ્યાતિ નું ફોર્મ મારા હાથમાં આવી ગયું... બંનેનો કોન્ટેક નંબર એમાં લખ્યો હતો...  એ જોઈને મારી આંખો પોહલી થઈ ગઈ...  બંનેના ફોનમાં એક જ નંબર લખ્યો હતો... જે એક્ચ્યુલી દીપિકાનો નહીં પણ ખ્યાતિ નો હતો...

ખ્યાતિ એ મને પેહલા જ કીધું હતું કે દીપિકાનું ફોર્મ પણ એને જ ભર્યું હતું... તો દીપિકા નો નંબર લખવાની જગ્યાએ એને બંને ફોર્મમાં પોતાનો જ નંબર લખી કાઢ્યો હશે... મારી હાલત ખરાબ હતી

તો પછી એ બ્લેક સાડી વાળો દિવસ...  હું વિચારમાં પડી ગયો... ત્યારે અચાનક મને યાદ આવ્યું કે... તે દિવસે ખ્યાતિ પણ બ્લેક કલરની જ સાડી પહેરીને આવી હતી અને જોગા નું જોગ દીપિકાએ પણ એ દિવસે બ્લેક સારી પહેરી હતી... મારી સાથે બહુ મોટો દાવ થઈ ગયો હતો

હું બેઠો બેઠો લમણે હાથ મૂકીને મારા નસીબને કોસી રહ્યો... ચાહ દીપિકાની કરી હતી અને ખ્યાતિ મારા નસીબમાં આવી ગઈ હતી...

એનો મતલબ એ હતો કે દીપીકા એ તો ક્યારે મારી સામું ધ્યાન આપ્યું જ નહોતું... અને એને જ્યારે મેં આઈસ્ક્રીમ આપ્યો હતો ત્યારે એનું જે રિએક્શન હતું એ પણ વ્યાજબી જ હતું...  કારણ કે એના માટે તો હું એક અજનબી જ હતો...

હું હકીકત માં જેને દીપિકા સમજીને વાત કરતો હતો તે હકીકતમાં દીપિકા નહીં પણ ખ્યાતિ હતી

મારા નસીબ નો એક ગંદો મજાક મારી સાથે થઈ ગયો હતો... તે દિવસે મોડા સુધી લાઇબ્રેરીમાં માથા ઉપર હાથ મૂકીને બેઠો રહ્યો...

રાત ના લગભગ 11 વાગી ગયા હતા.. મારા મોબાઈલમાં એક મેસેજ આવ્યો જોયું તો દીપિકાનો... એટલે કે ખ્યાતિ નો હતો...

“હેય શિવ.. તું ઓકે છે ને... કંઈક તકલીફ તો નથી થઈને... એવી તો શું ઈમરજન્સી આવી ગઈ હતી... તારી તબિયત તો સારી છે ને.. મને તારી ચિંતા થાય છે... શિવ પ્લીઝ... ફ્રી થઈ ને એક વાર મારી સાથે વાત કરજે પ્લીઝ...

“મારી તબિયત સારી નથી... કાલે વાત કરીએ...” એવો મેસેજ કરીને મે ફોન ટેબલ પછાડયો અને હું ફરી લમણે હાથ મૂકીને બેઠો રહ્યો...

હું જેને પામવા માંગતો હતો એને તો હું ઓળખતો નહોતો... એ હતી દિપીકા...

અને જેને ઓળખતો હતો એને પણ પામવા ક્યારેય નોહતો માગતો... એ હતી ખ્યાતિ...

પ્રેમ નો આ જુગાર હું ફરી હારી ગયો હતો... અને એક હારેલા જુગારીની જેમ હું આખી રાત લગભગ સૂતો નહોતો...

મારું હવે આ લાયબ્રેરીમાં જાણે બસ થઈ ગયું હતું.... હું બીજા દિવસે લાયબ્રેરી માંથી મારૂ નામ કમી કરાવવાની વિધિ માં લાગ્યો હતો..

ત્યાં અચાનક મારી પાછળ દીપિકા આવીને ઉભી રહી..

“એક્સક્યુઝમી.. પાંચ મિનિટ બહાર આવશો... મારે તમારી સાથે કંઈક વાત કરવી છે” દિપીકા એ મને કીધું

દીપિકાનો આજે નરમ અવાજ સાંભળીને હું એની સાથે બહાર આવી ગયો

“કાલ નું હજુ કહેવાનું કઈ બાકી રહી ગયું છે કે આજે ફરી સંભળાવું છે...?” મે એને ટોંટ મારતા કીધું..

લુક આઇ ડોન્ટ નો... તમારું નામ પાનહૂ જાણતી નથી... પણ હું ખાલી તમને મારા વર્તન માટે સોરી કહેવા માગું છું... કાલે એક્ચ્યુલી હું ગુસ્સામાં વધારે બોલી ગઈ હતી... તમારો કોઈ વાંક જ નોહતો... તમે તો ખાલી મને આઇસ્ક્રીમ આપવા આવ્યા હતા... જેનું કારણ પણ મને પાછળથી જાણવા મળ્યું... તમે ડોક્ટર છો અને તમારું એડમિશન થઈ રહ્યું છે... પણ હું અપસેટ હતી અને કોઈ બીજાનો ગુસ્સો મેં તમારી ઉપર કાઢી દીધો... હું એ વાત માટે ખૂબ દિલગીર છું... થઈ શકે તો મને માફ કરી દેજો પ્લીસ...” દિપીકા એ ધીમા અને મીઠા અવાજે કહ્યું..

“ઇટ્સ ઓકે...” એટલું બોલીને હું ત્યાંથી ચાલવા લાગ્યો... હવે મારે કોઈની સાથે કોઈ બીજી વાત નહોતી કરવી ...  કિસ્સો અહીંયા જ પૂરો કરીને મારે આગળ વધી જવું હતું...

પરંતુ આસાન લાગે એ જીવન શિવ નું થોડી... હંમેશા જીવન માં અવનવા વળાંક અને ગૂંચ તો  આવવાની જ...

“તમારું નામ...”  પાછળથી દીપિકા બોલી

“ડોક્ટર શિવ શર્મા..”

એટલું બોલીને હું પાછો ચાલવા લાગ્યો...  જરાક આગળ વધ્યો જ હોઈશ કે ફરી પાછો દીપિકાએ મને રોક્યો...

“પ્લીઝ એક મિનિટ ઊભા રહો ને...”  પાછળ વળીને જોયું તો દીપિકા મારી પાસે આવી અને બોલી... “મને બહુ જ ગિલ્ટી ફીલ થાય છે... તમે મને માફ કરીને??”

“તમારી છોકરીઓનું પણ જબરું હોય છે... કોઈ બેહગુનાને સજા આપવામાં પણ ઉતાવળા અને એની માફી લેવામાં પણ...“એંડ ઇટ્સ ઓકે... મારે એનાથી વધારે તમને કશું નથી કહેવું” મેં કીધું

“જો તમે મને માફ કરી હોય તો આજે તમારે મારી સાથે કોફી પીવા આવું જ પડશે..” દિપીકા એ આગ્રહ કરતાં કીધું..

“પ્લીઝ દીપિકા... છેલ્લા અમુક દિવસો થી મારી સાથે બહુબધું અજુકતું થઈ ગયું છે...  હવે પ્લીઝ વધારે નહીં..”

“એક લાસ્ટ ટાઈમ... પછી ભલે ને તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે માફી માગવાનો એક મોકો તો આપો..” એના આગ્રહ સામે હું વધુ દલીલ ના આપી શક્યો..

મેં માથું હલાવીને હા પાડી...

એ સાંજે અમે એક કોફી શોપ માં મળ્યા... મારો કોઈ જ મૂડ ન હતો પણ છતાંય એના આગ્રહ ના કારણે હું એની સાથે કોફી પીવા આવ્યો હતો.. હું ચૂપચાપ બેઠો બેઠો કોફી પી રહ્યો હતો..

“કેમ મૂડ નથીતમારો...” હું એને શું કહું કે એના કારણે જ મારી આ દશા થઈ હતી...

પણ હું કશું જ બોલ્યા વગર ચૂપચાપ કોફી પી રહ્યો હતો... તે દિવસે અમારા બંને વચ્ચે એનાથી વધારે કઈ વિશેષ વાત ન થઈ... અમે બંને છૂટા પડી ગયા... અને બીજા દિવસે લાયબ્રેરીમાં પણ નહોતો આવ્યો... મારું પીજી એડમિશન પ્રોસેસ લગભગ 15 એક દિવસમાં શરૂ થવાનું હતું... અને એના માટે મારે ઘણી તૈયારી કરવાની હતી...

અચાનક એક અજાણ્યા નંબર ઉપરથી મને મેસેજ આવ્યો... હેલ્લો... આજે સાંજે મળી શકાશે... નીચે નામ લખ્યું હતું... દીપિકા...

આ ખતરનાક મેસેજ ની ગેમ માં મને હવે ડર લાગવા લાગ્યો હતો... ફરી કોઈએ મજાક તો નહીં કરી હોય ને... પહેલા તો મેં ફોન કરીને કન્ફર્મ કર્યું કે એ સામેવાળી વ્યક્તિ છે કોણ...  પણ એ દીપિકા જ હતી... એને મને આજે સાંજે પાંચ વાગ્યે મળવા ફરી બોલાવ્યો હતો... મને ખબર નહોતી કે કેમ.. તેમ છતાં એ થયું કે હવે થોડા દિવસ જ છે... શું કરવા એને ના પાડવી...

અમે પાછા એ જ કાફે માં મળ્યા જ્યાં પહેલીવાર મળ્યા હતા... ત્યાં કોફી ઓર્ડર કરી અને દીપિકાએ મારા હાથ પર એનો હાથ મૂકીને કીધું... “મને તમારા વિશે બધી જ ખબર પડી ગઈ છે”

ચોકીને મે એની સામું જોયું... “મતલબ... શું વાતની ખબર પડી તને...”

કે તમે ખ્યાતિ સાથે મને સમજીને વાત કરતા હતા...

પણ આ વાત તને કોણે કીધી...? કોણ શું... તમારા મિત્રો મેઘ અને ધનુશે...

મનોમનો એમને ગાળો આપતો હતો કે આવા દોસ્ત હોય તો દુશ્મન ની શું જરૂર... એ બેને ક્યાં આ બધો ફોડ પાડવાની જરૂર હતી.. હું મારી સાથે થયેલો દાવ છુપાવાની કોશિશ કરતો હતો અને એ લોકો જગજાહેર કરી રહ્યા હતા...

“શિવ એક્ચ્યુલી આઈ એમ વેરી સોરી મારા કારણે જ આ બધું થયું છે” એને કીધું..

“એમાં તારો કોઈ વાત નથી... જે હતું એ બધી એક મિસ અન્ડરસ્ટેન્ડિંગ હતી..  હવે ભૂલી જાવ બધું”

“કઈ રીતે ભૂલી શકાય...” એને એના હાથથી મારો હાથ જરાક ધીમેથી દબાવતા કહ્યું...

મેં એની આંખો સામે જોયુ...

“શિવ... તારા વિશે બધું જ જાણ્યા પછી મને ખબર નહીં... પણ તારા પ્રત્યે કોઈ અલગ પ્રકારની લાગણી થવા માંડી છે... મને તું ગમવા લાગ્યો છે...”

“પ્લીઝ દિપીકા... આ કોઈ મજાક હોય તો હવે મને વધારે સહન કરવાની શક્તિ મારામાં નથી... આ દિલ અને જખમો સહન કરી ચૂક્યું છે... હવે વધારે નહીં...” હું એકદમ કંટાળી ને બોલ્યો...

“આ કોઈ મજા નથી શિવ... આઈ રીયલી લાઈક યુ...”

“બંધ કર આ બધી બકવાસ... બે દિવસ પહેલા તું મારી સાથે ઝઘડો કરતી હતી કે મેં તને આઈસ્ક્રીમ કેમ આપ્યો... અને હવે તું તારું મને કહે છે આઈ રીયલી લાઈક યુ.... મજાક બનાવી બેઠા છો તમે બધા પ્રેમ નો... પ્રેમને સમજી શકે એટલી તું પરિપક્વ નથી... એક આકર્ષણને પ્રેમ માનીને પ્રેમ નો મજાક બનાવી બેઠા છો...

ગુસ્સા માં એટલું બોલતા ની સાથે જ હું ત્યાંથી નીકળી ગયો..

એક બાજુ આ દીપિકા પ્રેમમાં પડી હતી અને બીજી બાજુ ખ્યાતિ ના મેસેજ ઉપર મેસેજ આવતા હતા...  આ લવ ટ્રાયંગલ માં હું બરાબર ફસાઈ ગયો હતો...

 એક તરફ દિપીકા હતી... જેની સુંદરતા પ્રત્યે હું મોહી પડ્યો... હતો... અને બીજી તરફ ખ્યાતિ.. જેનું માન એક બાળક ની જેવું સાફ હતું..

તન થી મને દિપીકા પસંદ હતી... અને મન થી મને ખ્યાતિ...

હું આ બધું જલ્દી થી પૂરું કરવા માંગતો હતો... દિપીકા આજે સામે થી મારી તરફ આવી હતી.. પણ હવે હું બે ડગલાં પાછળ ખસી જવા માંગતો હતો.. કેમ કે હું બરાબર જાણતો હતો કે આનો આ 4 દિવસ નો પ્રેમ નોહતો... એ માત્ર આકર્ષણ કે પછી પોતાની કરેલી ભૂલ નું એક પશ્ચાતાપ હતું...

ખ્યાતિ સાથે સાથે હવે રોજ દિપીકા ના પણ મેસેજ અને કોલ શરૂ થઈ ગયા હતા.. એ બંને પગલો ની જેમ મારી પાછળ પડી ગઈ હતી... અને કોઈ પણ ભોગે મને પામવા માંગતી હતી...

મે મનોમન નક્કી કર્યું... કે હવે આ કહાની નો અંત કરવો જ પડશે... એના માટે મે એક યોજના બનાવી... મે એક દિવસ બંને ને એક જ સમયે અને એક જ જગ્યા એ મળવા બોલાવી... મે એ બંને ને કીધું હતું કે હું મારા દિલ ની વાત કરવાનો છું...

...

રવિવાર નો એ દિવસ હતો...

એ બંને સવારે 10 વાગે રેસ્ટોરેંટ માં આવી ગઈ... અને એક બીજા ને જોતાં જ ચોકી ઉઠી...

“અરે તું અહિયાં શું કરે છે.. દિપીકા...?” ખ્યાતિ એ પૂછ્યું...

“હું શિવ ને મળવા આવી છું... પણ તું અહિયાં ક્યાથી...?” દિપીકા એ સામે પ્રશ્ન પૂછ્યો...

“હું પણ શિવ ને મળવા...”

ખ્યાતિ હજુ કઈ વધુ બોલે એ પેહલા જ તો દિપીકા ખ્યાતિ ઉપર ગરમ થઈ ગઈ અને એની પર ગુસ્સો કરતાં કરતાં બોલી...

મને ખબર જ હતી ડાયન... તું અહિયાં આવી જ જઈશ.. ખબર નહીં તને કોને કીધું હશે... પણ યાદ રાખજે આજે હું તને જીતવા નહીં દઉં... શિવ મારો છે અને મારો જ રહેશે... તું ગમે તેટલા પ્રયત્ન કરી લે..  હવે હું તને એને પામવા નહીં દઉં... એના માટે ભલે મારે કોઈ પણ હદ સુધી જવું પડે...

હું દૂર ઊભો ઊભો બધું જોઈ રહ્યો હતો પરંતુ કશું જ બોલ્યો નહીં..

દીપીકા ઉપર તો જાણે જુનૂન સવાર થયું હતું... એમોટે મોટેથી બૂમો પાડીને એ ખ્યાતિ ને ખખડાવી રહી હતી... ખ્યાતિ એકદમ રડવા જેવી થઈ ગઈ હતી...  એ બોલવા માગતી હતી પરંતુ દીપિકા એને કોઈ બોલવા દે તો ને.. દિપીકા હજુ પણ એની પર ચીલ્લાવી રહી હતી...

“બોલ સાલી નીચ... તને કોણે અહીંયા બોલાવી છે... બોલ... એનું નામ બોલ”

બંને વચ્ચે ઝપાઝપી થવાની શરૂઆત જ હતી કે અચાનક હું ત્યાં પહોંચ્યો...

“એને મેં અહીંયા બોલાવી છે...”  બંનેની વચ્ચે ઝઘડો રોકતા હું અચાનક સામે પહોંચ્યો

હું ત્યાં પોહચું ત્યાં સુધીમાં તો દીપિકા એ મારામારી શરૂ કરી દીધી હતી... અને ખ્યાતિ ને એક ઝાપટ લગાવી દીધી હતી... ખ્યાતિ ના વાળ પણ વેર વિખેર કરી નાખ્યા હતા.. અને ખ્યાતિ હવે રડવા લાગી હતી.. દીપિકા પર હજી પણ જુનૂન સવાર હતું..

“તમને બંનેને મેં સાથે જ અહીંયા બોલાવ્યા છે...”એક પછી એક બંને સામું જોઈને હું બોલ્યો... મને ત્યાં જોઈને બંને જણા ચોકીને મારી સામું જોઈ રહ્યા હતા દીપીકા હવે થોડીક શાંત લાગતી હતી...

મેં બંનેને ટેબલ ઉપર બેસવા ઇશારો કર્યો... અને હું પણ એ ટેબલ પર બેસી ગયો... થોડીવાર એકબીજાની સામું જોઈને અમે ત્યાં ચૂપચાપ બેઠા રહ્યા...

ખ્યાતી હજુ પણ પણ રડી રહી હતી... એ બિચારી ને તો કઈ ખબર જ નોહતી કે આ બધુ શું ચાલી રહ્યું છે... અને દિપીકા કયા કારણ થી એની ઉપર આટલો બધો ગુસ્સો કરી રહી છે....? મેં પાણીનો ગ્લાસ એની સામે આગળ કર્યો અને એને શાંત્વના આપી..

પછી મે દીપિકા સામે જોઈને મેં બોલવાનું શરૂ કર્યું .. આ શું કરી રહ્યા હતા તમે બંને...?. આ જે બધુ થયું એ યોગ્ય છે....? અને દિપીકા તું મને પેહલા તો એક પ્રશ્નનો જવાબ આપ... તું મને કેટલા દિવસથી ઓળખે છે?

“ચાર” એને માથું નીચું રાખીને જવાબ આપ્યો

“અને ખ્યાતિ... તું મને કેટલા સમયથી ઓળખે છે...?” મે ખ્યાતિ સામે જોઈને પૂછ્યું...

“લગભગ ચાર મહિનાથી”...  એને પણ આંસુ લૂછતાં લૂછતા રડમસ અવાજ માં જવાબ આપ્યો...

તમે બંને એકબીજાને કેટલા સમયથી ઓળખો છો? મે બંને સામે જોઈને જવાબ આપ્યો...

બંને એકબીજા સામે ઘડીક જોઈ રહ્યા અનેએક સાથે બોલ્યા... “લગભગ ચારેક વર્ષથી..”

“અને તમારી ચાર વર્ષની દોસ્તી ચાર દિવસના પ્રેમ માટે તૂટી ગઈ..  એકબીજાને મારવા લાગ્યા... આ કઈ રીતનો પ્રેમ છે” મે દિપીકા સામે જોઈને કીધું..

દીપીકા હજુ પણ માથું નીચું રાખીને બેઠી હતી અને ખ્યાતિ નું ધીમે ધીમે રડવાનું હજી ચાલુ જ હતું...

“જો દીપિકા... તુજે ચાર દિવસના આકર્ષણને પ્રેમ માની બેઠી છે એ ખરેખર તારા માટે પ્રેમ છે જ નહીં તારા માટે તો બસ જાણે એક જીદ છે... અને હું કોઈ વસ્તુ.... જેને તું કોઈની સાથે શેર કરવા માગતી નથી... અને બસ એને પામવા માંગે છે...આને પ્રેમ ન શકે કહી શકાય... આ તો દીપિકા બસ એક તારી હટ છે...”

મે ખ્યાતિ સામું જોયું...  અનેજે સમગ્ર બનાવબન્યો હતો તે એને કંઈ સંભળાવ્યો... મેં એને સ્પષ્ટપણે કહી દીધું હતું કે હું એને દીપિકા સમજીને એની સાથે વાત કરતો હતો...  એ સાંભળીને ખ્યાતિ ને જબરજસ્ત ધક્કો વાગ્યો હતો... અત્યાર સુધી શું વાતો થઈ રહી હતી એની એને કંઈ ખબર જ નહોતી...  આ સાંભળીને એના મગજમાં સમગ્ર ચિત્ર સ્પસ્ટ થઈ ગયું..

મેખ્યાતિ સામું જોયો અને મેં કીધું...

ખ્યાતિ... હું તારી હું તારો ગુનેગાર છું... એંડ આઇ એએમ રિયલી સોરી ફોર ધેટ..... જાણતા અજાણતા મરાઠી તને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે... પરંતુ હું એક વાત તને કહી દઉં... હું તને પ્યાર નથી કરતો... અલબત હું તમને બંનેને પ્યાર નથી કરતો...

હું દીપિકાના શરીર ને પ્યાર કરું છું ને ખ્યાતિ તારા મનને પ્યાર કરું છું... જે હકીકતમાં શક્ય જ નથી માટે હવે તમારે બંને એ મને ભૂલી જવું જ રહ્યો...

આ શિવને તમારા જીવનનું એક ખરાબ સપનું સમજીને ભૂલી જજો અને શક્ય હોય તો દીપિકા અને ખ્યાતિ અને બંને મને માફ કરી દેજો...

મારું એટલું બોલતાની સાથે જ બંને જાણીએ મારો હાથ પકડી લીધો... દીપિકા જમણો અને ખ્યાતિ એ ડાભો... અને બંને એકસાથે બોલી પણ અમે હું તમને ખૂબ પ્રેમ કરું છું... પ્લીઝ મને છોડીને ના જઈશ... અને બંને એકબીજાની સામું જોવા લાગ્યા..

એમની વાત સાંભળીને જરાક ઊંડો શ્વાસ છોડીને હું એમની સામું જોઈને ફરી બોલ્યો

“દીપિકા સૌથી પહેલા તો તું તારી જાત ને સમજવાની કોશિશ કર...પોતાના મિત્રો અને નજીક ના ને પ્રેમ કરતાં શીખ..

અને ખ્યાતિ... તારુ દિલ તો સોનાનું છે... એ ખૂબ નસીબદાર જ હશે જેના નસીબમાં તારો પ્રેમ હશે... પણ આઇ એએમ વેરી સોરી... પણ હવે મારા માટે શક્ય નથી...”

એટલું બોલીને હું ત્યાંથી ઊભો થઈ ગયો અને જવા લાગ્યો દીપિકા અને ખ્યાતિ બંને એકબીજાને સામે વારાફરથી જોતા રહેતા હતા. એમનો બીજો કોઈ પ્રશ્ન આવે એ પહેલાં જ હું ત્યાથી નીકળી ગયો...

દીપિકાનું તો મને નથી ખબર પણ... ખ્યાતિ સો ટકા મારા પ્રેમમાં પડી ગઈ હતી... પરંતુ હું એને પ્રેમ નહોતો કરતો અને કદાચ એને હા પાડીને હું મારી જાતને તથા એને છેતરવા માંગતો નોહતો...

હું ધારત તો ખ્યાતિ ના ભોળપણ નો અને દિપીકા ની જીદ નો ભરપૂર ફાયદો લઈ શક્યો હોત.. પરંતુ કોઈ ને છેતરી ને પ્રેમ મેળવવો એ મારી ફિતરત નોહતી...

કદાચ એ બંનેને કીધા વગર પણ ત્યાંથી નીકળી ગયો હોત... પરંતુ મારા ગયા પછી મારી પાછળ એ બંને જીવનભર મને કોસતા રહેત.. અને હું એમની બદદુઆ નોહતો ઈચ્છતો... આજે મને જે યોગ્ય લાગ્યુ એ મે કર્યું...

થોડું દુઃખ બંનેને જરૂર થશે... પણ સમયે એ દરેક ના દિલ ઉપર લાગેલા જખમ ની દવા હોય છે

આશા છે કે ધીરે ધીરે એ લોકો મને પણ ભૂલી જાય…

ભાગ 10 સંપૂર્ણ...

ગાર્ડન માં આવેલા બાંકડા ઉપર બેઠા બેઠા હું ક્યારે ત્યાં બાંકડા ઉપર જ સૂઈ ગયો... તેની મને ખબર ના પડી... એકદમ આંખ ખોલી ને સમય તો ચાર વાગી ગયા હતા...

મને એલિના ની વાતથી દીપિકાની યાદ આવી ગઈ હતી હતી.. કદાચ એના પણ દીપિકાની જેમ મારો ભૂતકાળ વાંચીને મારા પ્રેમમાં પડી હોય.. કદાચ એ એનું મારા પ્રત્યે નું આકર્ષણ પણ હોઈ શકે... માટે મે એને કોઈ પણ જવાબ આપવાનું યોગ્ય ના સમજયું..

મને ખૂબ ઊંઘ આઈ રહી હતી માટે હું પણ મારા રૂમ તરફ ચાલ્યો ગયો અને રૂમમાં જઈને સૂઈ ગયો ... બીજા દિવસે સવારે લગભગ બપોરના 12 વાગ્યા સુધી હું સૂતો રહ્યો... કોઈ મને ઉઠાડે તેમ પણ નહોતું... એમ પણ આજે અમારે કોઈ પ્રોગ્રામ હતો નહીં....

આજે અમારો ગોવામાં છેલ્લો દિવસ હતો... 2:00 વાગે અમારે ચેકઆઉટ કરીને અમદાવાદ તરફ રવાના થવાનું હતું... નહીં ધોઈને, તૈયાર થઈને મારો સામાન પેક કરીને હું રિસેપ્શન ઉપર ઉભો હતો... એવામાં અચાનક મારો ફોન રણક્યો... જોયું તો ફોન હોસ્પિટલમાંથી હતો.... મેં તુરંત જ ફોન ઉપાડી લીધો...  ઉપાડતાની સાથે જ મને એક જોરદાર ધક્કો વાગ્યો...સામેથી અવાજ ડોક્ટર સાહેબનો હતો... જેમને મને કીધું...  જલ્દી આવી જાઓ...  એ સિરિયસ છે.

 

મે તુરંત જ મેઘ ને ફોન કર્યો અને મારા અને ડોક્ટર સાહેબ વચ્ચે થઈ હતી તે કઈ સંભળાવી… એમ પણ અમારે અમદાવાદ જ જવાનું હતું... પણ હવે અમદાવાદનું અંતર અમને જાણે અમેરિકા જેટલુ દૂર લાગી રહ્યો હતું... અને બંને ખૂબ જ ટેન્શનમાં હતા અને અમદાવાદ પહોંચવાની સાથે જ અમે સીધા હોસ્પિટલ પહોંચ્યા...

અમે જોયું તો ધનુષ એના જીવનના છેલ્લા શ્વાસો ગણી રહ્યો હતો...

નાકમાં, અને મોઢા પર અનેક જગ્યાએ નળીઓ નાખેલી હતી... છેલ્લા લગભગ ચારેક મહિનાથી જીવન અને મોત સામે લડી રહેલો ધનુષ... હવે જાણે થાકી ગયો હોય એવું આજે લાગી રહ્યું હતું...

એના દરેક  કૃત્રિમશ્વાસો ને જાણે એ ધિકકારતો હોય તેમ લાગી રહ્યું હતું...

આમારી સાથે એલીના જોય અને શેરોન પણ અમારી સાથે જ હોસ્પિટલ સુધી આવ્યા હતા... ત્યાં અમે સૌથી પહેલા ડોક્ટર સાહેબ ને અને પછી ધનુષ ના માતા પિતાને મળ્યા હતા...

એની માતાની તો હાલ એકદમ જ ખરાબ હતી... તેમનો એકનું એક દીકરો જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહ્યો હતો... અને લગભગ હારી પણ ગયો હતો...  ડોક્ટરે અમને કહી દીધું હતું કે હવે આને જીવડવાની શક્યતા બહુ ઓછી છે... જો તમારી મરજી હોય તો હવે વેંટીલેટર હટાવી દઈએ...

પણ એ હટાવવાની નોબત પણ ધનુષ્ય ના આવવા દીધી... એ નિર્ણય લેતા પહેલા જ ધનુષ એ એના શ્વાસો ત્યજી દીધા હતા અને બનાવાઇ દુનિયાથી બહુ દુર ઈશ્વરની પાસે પહોંચી ગયો હતો...

શિવ... મેઘ... અને ધનુષ... ની જોડી આજે તૂટી ગઈ હતી...

હું અને મેઘ લગભગ સંપૂર્ણપણે ભાગી ગયા હતા... મને તો એક્સપેકટેડ હતું જ... પરંતુ એના મા બાપ માટે બહુ મોટો ધક્કો હતો... અમે એમને સંભાળવાની કોશિશ કરી રહ્યા હતા...  પરંતુ વાત અમારા ગજા બહારની હતી...

જેમ તેમ કરીને હોસ્પિટલની કામગીરી પતાવીને એની ધનુષ ને મેળવી અને એના ઘર સુધી લઈ ગયા... ચારે તરફ રોક અકળનો અવાજ હતો... વાતાવરણ ખુબ ગમગીન હતું... અને હોય કેમ નહીં... 25 વર્ષ નો ધનુષ આજે અમારી સાથે નોહતો..

તે સમયનું વાતાવરણ એકદમ કંપનીય હતું... થોડા મહિના પેહલા હસતો... બોલતો ... અને મજા મસ્તી કરતો ધનુષ... હવે નિસ્તેજ બનીને ઘોર નિન્દ્રા માં પોઢી ગયો હતો.... અને આ સમાજ પણ ગજબ છે... માણસ જીવે ત્યાં સુધી જ એની કદર હોય છે... મરે પછી એ એની પહેચાન અને નામ પણ ગુમાવી દે છે... એ બધા માટે મરેલ વ્યક્તિ માત્ર એક ડેડ બોડી બની જાય છે... ને આવેલા બધા ડેડ બોડી નું ક્રિયાકર્મ કરવા પણ ઉતાવળા હોય છે...

કોઈ જરા એ વ્યક્તિ સામે પણ જુવો... જેને પોતાનું માણસ ગુમાવ્યું છે...

“તું હિમ્મત રાખ જે... જેવી પ્રભુ ની ઈચ્છા... આપડા હાથ માં ક્યાં કઈ છે... બધુ નિયતિ એ નક્કી કર્યું હોય એમ જ થાય છે...”

આવા ગોખેલા વાક્યો કહેવા પૂરતા બધા બોલતા હતા... પણ ખરેખર એમને ધનુષ કે એમના કુટુંબ માટે લાગણી હતી....?

હું આ બધા સામાજિક નાટકો નોહતો જોઈ શકતો.. હું ત્યાથી બહાર આવી ગયો... ધનુષ મારા માટે એક ભાઈ સમાન હતો...હું તો આનો ચેહરો પણ નોહતો જોઈ શકતો.. મારી આંખો અને મન બંને ભરાઈ ગયું હતું...

હું બહાર ગાડી આમાં આવી ને બેસી ગયો... અને ભરી ભરી ને રોવા લાગ્યો અને કુદરત ને કોસવા લાગ્યો... એ બિચારા છોકરા એ કોઈ નું શું બગડયું હતું.. કે એની સાથે આવું થયું...? આજ જો કુદરત નો ન્યાય હોય તો...  મને નથી ભરોસો આ કુદરત પર... 

હું કુદરને કોસતો કોસતો એ કાળા દિવસ ને યાદ કરવા લાગ્યો... જ્યારે ધનુષ અમારા થી દૂર... ખૂબ દૂર જતો રહ્યો હતો....

....

લગભગ 3 મહિના પેહલા ની વાત છે...

હું રોજની જેમ લાઇબ્રેરીમાં વાંચી રહ્યો હતો અને વચ્ચે વચ્ચે દીપિકાને જોઈ રહ્યો હતો...

મારા ફોનની રીંગ વાડી.. મેં જોયું તો ધનુષ નો ફોન હતો...  ઉપાડતાની સાથે જ સામે એકદમ જોર થી  બૂમ પાડીને બોલ્યો. ભાઈ મારી ફાઇનલ UPSC ની એક્ઝામ ક્લિયર થઈ ગઈ છે...  બસ હવે ઇન્ટરવ્યૂ ... અને પછી તમારો ભાઈ IAS બની જશે...

એના અવાજમાં એક અલગ જ પ્રકારની ખુશી જણાતી હતી... હું પણ ખૂબ જ ખુશ થઇ ગયો અને તુરંત જ મેઘ જય ને વાત કરી... મેઘ પણ ખૂબ ખુશ થઈ ગયો હતો..  અમે બંને નક્કી કર્યું હતું કે આ વખતે તો ધનુષ જોડે મોટી પાર્ટી લઈને જ રહસું... અને લેવી જોઈએ ને... સિવિલ સર્વિસ ની પરીક્ષા પાસ કરી એ કોઈ નાની વાત થોડી હતી...

ધનુશે મને ફોનમાં કીધું હતું કે એ લાઇબ્રેરી આવે છે... ત્યાંથી મારું બાઈક લઈને એના મમ્મી પપ્પાને મળવા જશે... અને પછી સાંજે પાર્ટી કરીશું....

થોડી જ વારમાં એ લાઇબ્રેરી આવી ગયો મેં મારા બાઈકની ચાવી એને આપી... એ વધારે કંઈ વાત કર્યા વગર બાઈક ની કીક મારીને સીધો પોતાના ઘર તરફ જવા નીકળ્યો.... કદાચ આ ખુશી ના સમાચાર એના માતપિતા ને આપવા એ વધુ પડતો ઉત્સુક હતો... આજે એના મોઢા પર ખુશી નો કોઈ પાર ન હતો.... એને એની મહેનતનું ફળ ફાઈનલી મળી ગયું હતું..

બપોરના લગભગ ચાર વાગી ગયા હતા અને હજુ સુધી એ પાછોલાઇબ્રેરીનોહતો આવ્યો... મને થયું કે લાવ જરા કોલ કરીને પૂછી લઉં... મેં એને ફોન લગાડ્યો પણ એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો... મને થયું કદાચ મમ્મી પપ્પા જોડે દર્શન કરવા મંદિર ગયો હશે... પણ જ્યારે સાંજના સાત વાગ્યા સુધી કોઈ સમાચાર ન આવ્યા ત્યારે મારી ચિંતા થોડીક વધી... હું મેઘ ને સાથે લઈને એના ઘર તરફ જવા નીકળ્યો.. અને ઘરે પહોંચતા જ મને જે સમાચાર મળ્યા તે સાંભળી ને મારૂ દિલ એક ધડકન ચૂકી ગયું હતું... એનો એક્સિડન્ટ થઈ ગયો હતો...

પહેલી વાર તો મેં એટલું સિરિયસલી ન લીધું...  મને થયું કેકોઈ નાની મોટી ચોટ લાગી હશે. અને હોસ્પિટલ લઈ ગયા હશે...  પરંતુ જ્યારે હોસ્પિટલ પહોંચ્યો અને ડોક્ટર સાથે વાત કરી ત્યારે મને એની સિરિયસનેસ ખબર પડી...

એના માથામાં, હાથમાં અને પગમાં ખૂબ ઇજા થઈ હતી... મલ્ટિપલ ફ્રેક્ચર્સ હતા અને સૌથી ચીતજનક વાત એ હતી કે એને બ્રેઇન માં હેમરેજ થયું હતું... અને આ કોઈ સામન્ય ઇજા નોહતી. મેં એના સીટી સ્કેન અને એમઆરઆઇ ના ઇમેજીસ જોયા... ઇમેજીસ જોતા જ મને ખ્યાલ આવી ગયો કે આ કોઈ નાની અમથી ઇજા નથી... ચિંતા વધી ગઈ... હું તુરંત જ ડોક્ટર પાસે ગયો અને સમગ્ર હાલત ની જાણકારી મેળવી...

મગજ માં બ્લડ ના ક્લોટ્સ થવાથી મગજ ઉપર ઘણો સોજો આવી ગયો હતો અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે એવું હતું.... ધનુષના માતા પિતાની આર્થિક હાલત બહુ સારી નોહતી કે કોઈ મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં એમને પોસાય... એ લોકો ધનુષ ને સિવિલ માં લઈ જવા માંગતા હતા...પણ મેઘ એ સ્પસ્ત ના પડી દીધી... અને કોઈ ને પણ કીધા વગર સમગ્ર ખર્ચો એને હોસ્ટપિટલ માં જમા કરવી દીધો... 

ધનુષ ખૂબ સીરીયસ હતો અને આઇસીયુમાં હતો

આવા સમયે પૈસાની વાત તોવિચારવી જ ના જોઈએ...  મેં પણ એના મમ્મી પપ્પાને કન્વીન્સ કરી લીધા અને એની સર્જરી જલ્દીથી જલ્દી પ્લાન થાય એ સગવડમાં લાગી ગયો...  થોડી જ વારમાં ત્યાં ન્યુરોસર્જન ડોક્ટર આવી ગયા અને એને ઓપરેશન કરવાનું શરૂ કર્યું...  હું ઓપરેશન સમયે ઓપરેશન થિયેટરમાં હાજર જ રહ્યો હતો..... હું એક ક્ષણ માટે પણ હું એનાથી દૂર રેહવા નોહતો ઈચ્છતો... અને મારે થવું પણ ના જોઇયે... ખરેખર ડોક્ટર બનવા નો મતલબ શું જો પોતાના લોકો માટે કામમાં ના આવીએ

લગભગ ચાર કલાક ધનુષની સર્જરી ચાલી સર્જરી સક્સેસફૂલ હતી.... પણ મને ખબર હતી કે હજુ જોખમ ટળ્યું નોહતું.... પણ તેમ છતાં તેના મમ્મીને સાંત્વના આપતા મેં એમને કહ્યું કે હવે કોઈ ચિંતા નું કારણ નથી... પણ મને ખબર હતી કે હું જૂઠો જ પડવાનો હતો...

લગભગ એકાદ અઠવાડિયામાં એનેફરી પાછું બ્રેઇન માં બ્લડિંગ ચાલુ થયું... અને ફરીવાર એને મગજનો સોજો વધી ગયો.... અને ડોક્ટરે ફરી ઓપરેશન કરવાની સલાહ આપી અને અમારી પાસે બીજો કોઈ ઓપ્શન પણ ન હતો... ડોક્ટર પણ એમની રીતે સાચા જ હતા જેમ તેમ કરીને ગોળ વાતો ફેરવી ફેરવીને એના મમ્મી પપ્પાને મેં કન્વીન્સ કરી લીધા કે નાની પ્રોસિજર કરવી પડશે... પણ વાતની સિરિયસનેસ તો મને જ ખબર હતી...

ફરી એકવાર એનું ઓપરેશન થયું... માથાની ખોપડી નો લગભગ અડધા ઉપરનો ભાગ કાઢી લેવામાં આવ્યો હતો...

બીજું ઓપરેશન પણ પાર પડી ગયું હતું.... પણ હવે એને રિકવરી કેટલી આવે તે પ્રશ્નાર્થ મોટો પ્રશ્નાર્થ હતો... લગભગ એકાદ મહિનો ICU માં રહ્યા પછી થોડી એક અમને આશા જાગી... પણ તે હજી વેન્ટિલેટર પર જ હતો ... ધનુષ ના નસીબ પણ એટલા સારા નહોતા...

લાંબા સમયથી આઇસીયુમાં રહેવાથી એના ચામડી પર મોટા મોટા ચાંદા પડી ગયા હતાઅને તેમાં ઇન્ફેક્શન થયું હતું.... બંને બાજુ ફેફસામાં પાણી ભરાણું હતું અને ન્યુમોનિયા થયો હતો... ધીમે ધીમે લિવર અને કિડની પણ ફેલ થઈ ગઈ અને એનું ડાયાલિસિસ ચાલુ થઈ ગયું...

થોડા દિવસ માં એ થોડો ભાનમાં તો આવી ગયો... પણ માત્ર આંખો ખોલી શકતો હતો....એ અમને કોઈને ઓળખતો ન હોય એ રીતે અમારી સામે જોયા કરતો હતો...  એની આ હાલત અમારા કોઈ ના થી જોઈ શકાતી નહોતી... પણ અમારી પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો ...

છેવટે ત્રણ મહિનાના બીમારી સાથેના જંગમાં એ હારી ગયો હતો...

 

એના વિશે વિચારતા ગાડીમાં બેઠો હું મારી આંખમાંથી આંસુસરી રહ્યા હતા...

એટલામાં ગાડીનો દરવાજો ખોલ્યો અને મારી બાજુમાં આવીને એલીના બેસી...  મારી આંખો સામે જોઈને જ સમજી ગઈ હતી કે હું કેટલું દુઃખી હતો... એ મારો હતી પકડી ને માત્ર એટલું જ બોલી... “તારા હાથમાં કશું જ નથી શિવ...તું આના માટે પોતાની જાતને બ્લેમ ના કરીશ...”

“અને એ બધું વિચારવાનું હવે કોઈ ફાયદો પણ નથી...”

પણ હકીકત તો એટલી જ હતી કે હવે ધનુષ અમારી વચ્ચે ન હતો...

 

લગભગ ઘણા બધા દિવસો સુધી અમે રોજ એના ઘરે જતા હતા…અને એના મમ્મી, પપ્પા અને કુટુંબીજાનો સાથે બેસતા... એમને સંતવાના આપતા હતા....પરંતુ એમને જે ખોયું હતું એની ભરપાઈ કરવી મારા બંને માટે અશક્ય હતી...

આજે પણ દર મહિને અથવા કોઈ સારા પ્રસંગે હું અને મેઘ એના મમ્મી પપ્પાને મળવા જઈએ છીએ... કદાચ અમારા મળવાથી એમના ઘડપણ નો ખાલીપો પુરવાની અમે બંને કોશિશ કરી રહ્યા છીયે... પરંતુ એમના જીવનમાં જે ખોટ પડી હતી તે સાચું કહું તો કોઈ પૂરી કરી શકે તેમ નહોતી...

મેઘ એ એના પપ્પાને વાત કરીનેએની કંપનીમાં જ ધનુષ ના પપ્પાને ડ્રાઇવરની નોકરી અપાવી દીધી હતી... એમનું સેલેરી પણ સારી એવી હતી... અને ક્યારેક હું પણ એમને શક્ય એટલી મદદ કરી દેતો હતો...

અમે શક્ય એટલું આર્થિક રીતે અમને મદદ કરી રહ્યા હતા

 

જેમ દુઃખ અને સુખ ની જેમ જીવન અને મૃત્યુ પણ એક સિક્કા ની બે બાજુ હોય છે... દરેક પ્રાણી માત્ર નું મૃત્યુ નિશ્ચિત છે... પરંતુ... આવું આકસ્મિક મોત વ્યક્તિ ના પરિવાર ને જંઝોળી દે છે...

ઈશ્વરે આપણનેઆ અમૂય જીવન આપ્યું છે... પણ આપડા બધા માંથી ગણા બધા લોકો આ અમૂલ્ય જીવનની કદર કરતા નથી અને નારાજગી, અણગમો અને ઇગો ના કારણે પોતાના લોકો થી જ અંતર બનાવી ને બેઠા છીયે... અને જ્યારે તે વ્યક્તિ આપની સાથે ના હોય ત્યારે એના માટે વિલાપ કરતાં હોઈએ છીએ.... આ જીવન ની દરેક પળો અમુલ્ય છે... એને શક્ય એટલા પ્રેમ, કરુણા અને લાગણી થી પોતાના લોકો સાથે વિતાવીએ....

આપણે બધાજ ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છીએ... એટલે જ તો કહેવાય છે કે જીવન ની દરેક પળો ને માણવી જોઈએ... શું ખબર કયા મોડ ઉપર મોત આપણી રાહ જોઈ ને ઊભી હોય...

 

 

ભાગ ૧૧ સંપૂર્ણ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અમને છોડીને ગયા ને ધનુષને લગભગ પાંચેક વર્ષ થઈ ગયા હતા... મારી રેસીડેન્સી પણ પતી ગઈ હતી...  અને એ પછી મેં બે વર્ષ ફેલોશીપ પણ કોર્સ કરી દીધો હતો... હું હવે ગેસ્ટ્રો સર્જન બની ગયો હતો અને અમદાવાદની એક નામાંકિત હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતો હતો...

આજે ફરી હું મેઘ અને મારી ફેમિલી સાથે... અમે ગોવાના એ જ દરિયા કિનારે બેઠા હતા... જ્યાંથી આ બધી વાતની શરૂઆત થઈ હતી.... દરિયો આજે પણ એ જ રીતે ઘુઘવાટો હતો... વાતાવરણમાં એ જ અનેરી પ્રકારની શાંતિ હતી.... ચારે બાજુ પક્ષીઓના કલબલનો અવાજ આવતો હતો અને બાળકો આજે પણ એ જ મસ્તીમાં રમી રહ્યા હતા...

મારા અને મેઘ ના લગ્ન થઈ ગયા હતા... જીવન ના છેલ્લા પાંચ વર્ષ પણ મારા માટે અને ચઢાવ ઉતારવાળા રહ્યા હતા...

વાતની શરૂઆત કરું તો આ બધું શરૂ થયું હતું...  મારા પોસ્ટ ગ્રેજ્યુએશનના દિવસોમાં..

 

ધનુષનું ક્રિયા કરમ પતાવીને હું મારી જિંદગીમાં પાછો વ્યસ્ત થઈ ગયો હતો... અને એ જ રીતે મેઘ અને એલિના પણ...

સર્જરીમાં મને દિલ્હીની બહુ મોટી હોસ્પિટલમાં એડમિશન મળ્યું હતું... એટલો ખ્યાલ હતો કેત્યાંમને ઘણું શીખવા મળશે... પણ એની માટે ઘણી મહેનત પણ કરવાની જરૂર હતી...

જરૂરી બધો સમાન અને માતા-પિતાના આશીર્વાદ લઈને હું ટ્રેન પકડીને દિલ્હી જવા રવાના થયો... એ ગરમીના દિવસો હતા રેલવે સ્ટેશન પર ભીડ પણ ખૂબ હતી...  કદાચ વેકેશન હોવાથી લોકો પોત પોતાના ગામડા તરફ જઈ રહ્યા હતા.... આખું રેલ્વે સ્ટેશન અવાજ થી ગુંજી રહ્યું હતું... લોકો પોતાની ટ્રેન પકડવા માટે એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ તરફ દોડી રહ્યા હતા... બહાર ચા અને સમોસા વાળા નો અવાજ અને વારંવાર થતી માઇક પર ની જાહેરાત એ ઘોંઘાટ માં વધારો કરી રહ્યા હતા... ગરમી ના કારણે જ મે AC ટિકિટ કરવી હતી...

હું ઘોંઘાટ વાળા રેલવે સ્ટેશન પર લોકો ની ભીડ વચ્ચે જગ્યા કરતો કરતો મારા AC બર્થ પાસે પહોંચ્યો... અને ત્યાં બહાર લાગેલા લિસ્ટ માં મારૂ નામ કન્ફર્મ કર્યું... એકાદ બે જાણ ની મદદ થી મે સમાન ગાડી માં ચડાવ્યો અને મારી સીટ પાસે સામાન ગોઠવીને સીટ પર બેઠો...

બહાર ગરમી બહુ જ હતી... અંદર AC માં આવીને મને હવે સારું લાગતું હતું... બહાર પ્લેટફોર્મ ઉપર હજુ બહુ હલચલ હતી... લોકો છેલ્લી ગડી એ ગાડી પકડવા દોડાદોડ કરી રહ્યા હતા... બહાર ની ચા અને સમોસા વાળા ના અવાજો અંદર આવ્યા પછી હવે ઓછા થઈ ગયા હતા... હું મારી સીટ ઉપર બારી પાસે આવીને બેસી ગયો અને ટ્રેન ઉપડવાની રાહ જોઈ રહ્યો હતો....

અચાનક થોડો શોરબકોર સાંભળીને મારું ધ્યાન મારા બર્થ ની આગળની બાજુએ ગયું...  ટ્રેનના ચડવાના દરવાજાની બાજુના કંપાર્ટમેત્ન પાસે થોડો અવાજ થતો હતો.... શરૂઆતમાં તો મે બહુ ધ્યાન ના આપ્યું પરંતુ થોડીવારમાં કોઈનો રડવાનો અવાજ મને એ તરફ ખેંચીને લઈ ગયો... મેં ત્યાં જઈને જોયું તો એક છોકરી રડી રહી હતી... સફેદ કલર ના કુર્તા અને પાયઝામાં, લગભગ પાંચ ફૂટ આઠ ઇંચ હાઈટ વાળી,દેખાવે સુંદર,ખુલ્લા વાળ અને મોઢા ઉપર ચશ્મા લગાવેલા હતા... એ ચશ્માની પાછળ ની બહુ એથી એની આંખોમાંથી વહી રહેલા આંસુને એ ટિસ્યૂ પેપર થી લુસ્તી લુસ્તી રડી રહી હતી...  એની આજુબાજુ થોડા ઘણા લોકો પણ ભેગા થઈ ગયા હતા... જે એને સાંત્વના આપવા માટે ઉભા હતા...

એમ પણ આપણા દેશમાં જ્યારે કોઈ સુંદર છોકરી રડતી હોય ત્યારે સહુથી વધારે દુખ તો દુખ તો આજુબાજુ ઉભેલા કુવારા છોકરાઓને થતું હોય છે... અને બધા એના આંસુ લૂછવા આવી જાય... પણ છોકરાઓના આંસુની તો કોઈ કદર જ નથી હોતી...

મેં તે તરફ મારું ધ્યાન ન આપવાની કોશિશ કરી પણ ખબર નહિ કોઈ કારણે મારી આંખો એની પર ચોંટી ગઈ હતી...

એ અંજન છોકરી ને સામેની બાજુએ સાઈડ સીટ ઉપર બેઠેલા એક વૃદ્ધાએ એને પૂછ્યું....

”બેટા.. કેમ રડે છે...? શું થયું...?”

ત્યારે એ છોકરી બોલી કે રસ્તામાં પ્લેટફોર્મ ઉપરથી એનું પર્સ ક્યાંક પડી ગયું હતું... જે પર્સ માં એની દિલ્હી ની ટિકિટ, કેટલાક અગત્યના કાગળિયા અને પૈસા હતા...

“હવે હું દિલ્હી કેવી રીતે પહોંચીશ” એ બોલતા બોલતા એ સતત રડ્યા જ કરતી હતી....

આમ તો હું હંમેશા બીજાની મદદ કરવા માટે તત્પર રહેતો હતો... પણ ખબર નહિ આ વખતે મને જરાક એવું લાગ્યું કે મારે પાછા ખસી જવું જોઈએ... હું પાછો મારી સીટ ઉપર આવ્યો અને બેસી ગયો..

થોડીક વારમાં ટ્રેન ઉપડી…અને પુરપાટ ઝડપે એના ટ્રેક ઉપર ચડી ગઈ... હું મોઢા ઉપર રૂમાલ નાખીને આખો બંધકરીને સુવાની કોશિશ કરી રહ્યો હતોપણ એ અંજાન છોકરીનો હજી પણ રડવાનો અવાજ મારા કાને વારેઘડીએ પડતો હતો અને એ મને જરા ડિસ્ટર્બ કરી રહ્યો હતો...

થોડીવાર પછી TT આવી ગયા અને વારાફરતી બધાની ટિકિટ ચેક કરવાનું શરૂ કર્યું... મેં મારી ટિકિટ બતાવીને પાછો મોઢા પર રૂમાલ મૂકીને બેસી ગયો... TT આગળ વધી ગયા... જ્યારે TT તે છોકરી પાસે પોચીને ટિકિટ ની માંગણી કરી તો એ છોકરી વધુ જોરથી રડવા લાગી... એને TT આગળ હાથ પગ જોડ્યા...પણ TT માન્ય નહીં....એમ પણ આતો એમનું રોજ નું કામ હતું... અને ટિકિટ વગર મુસાફરી કરવી એ ગુનો ગણાય... TT સાહેબ એક ના બે ન થયા..

TT એ એને ફાઈન ભરવા કહ્યું... પણ એની પાસે તો પૈસા હતા જ નહીં .... માટે એ છોકરી ને આગલા સેશન ઉપર નીચે ઉતારવાની વાત કરીને એ આગળ ચાલ્યા ગયા....  છોકરીની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી.

આજુબાજુ ઉભેલા એના આંસુ લૂછવા વાળા અચાનક ગાયબ થઈ ગયા... આસપાસ બેઠેલા લોકો પણ બીજી તરફ મોંઢું ફેરવીને બેસી ગયા... કોઈ એની મદદ કરવા આગળ ના આવ્યું...

આમ તો મને એની પર કોઈ દયા નહોતી આવતી...  પણ એના રોકકડ ના આવાજથી હવે મને બેચેની અનુભવાતી હતી...  માટે એની મદદ કરવાના આશયથી નહીં પરંતુ મારા મનની શાંતિ માટે મેં એક કવર ની અંદર થોડા પૈસા મૂક્યા અને એક અજનબી ચાય વાળા સાથે એ કવર એને મોકલી આપ્યું...  ચા વાળો એ કવર એના હાથમાં પકડાવી ને આગળની બાજુએ નીકળી ગયો... પહેલા તો એને કવરને ચારે બાજુથી જોયું... જાણે કોઈએ પ્રેમ પત્ર નહીં આપ્યો હોય.... એને મોઢા પર અજબ પ્રકારના ભાવ હતા.... કવર હાથમાં લઈને એ ચારે બાજુ જોવા લાગી...જાણે કવર આપવા આપવા વાળા ને શોધતી હતી... પણ મેં જાની જોઈને એની સામે જોયું નહીં...  હું નહોતો ઇચ્છતો કે એ મારા આપેલા પૈસા જોઈને શોભજન સ્થિતિમાં મુકાય... એને કવર ખોલીને જોયું તો એમાં અમુક પૈસા હતા.. જે આના ફાઇન ભરવા અને દિલ્હી પહોંચવા માટે પૂરતા હતા... અને મેં એમાં માત્ર બે લાઈન લખી હતી

માત્ર એક મદદ છે... જ્યારે અનુકૂળતા થાય ત્યારે પાછા મોકલાવજો...નીચે મેંમારો ફોન નંબર લખ્યો હતો....

ફરી પાછી એ છોકરી ફરી પાછો ચારે બાજુ જોવા લાગી કે કોણે એને મદદ કરી હશે ... પરંતુ મેં મારા મોઢા ના હાવ ભાવ જરા પણ બતાવ્યા નહીં કે જેથી એને કઈ ખબર પડે કે આ મેં મોકલાવેલું છે...

થોડીવાર પછી TT પાછા આવ્યા અને છોકરીએ એનો ફાઈન ભરી દીધો...  હવે એ થોડી શાંત લાગતી હતી અને આંખો બંધ કરીને સુવાની કોશિશ કરી રહી હતી...  મેં પણ મારું ધ્યાન એની તરફ વધારે ના  આપીને અને હું પણ સૂઈ ગયો... હું બસ ફટાફટ દિલ્હી પહોંચીને મારી કોલેજમાં સર્જરી વિભાગ જોવા માગતો હતો...

... 

હોસ્પિટલ ખૂબ જ મોટી હતી. હું જે મેડિકલ કોલેજમાં ભણ્યો હતો એ કોલેજના બિલ્ડીંગ જેટલા તો માત્ર અહીં સર્જરી વિભાગ હતો... પેશન્ટો અને ડોક્ટરો સ્પેશિયાલિટી અને સુપરસ્પેશિયાલિટી... બધા જ...

મે મારો જોઇનિંગ લેટર આપ્યા પછી હોસ્ટેલ એલોટમેન્ટ માટે હું વોર્ડન ની ઓફિસમાં ગયો પરંતુ ત્યાં જતા મને ખબર પડી કે અહીં હોસ્ટેલ અલાર્ટમેન્ટ ત્રણ મહિના પછી થશે... કેમકે હોસ્ટેલમાં જગ્યા નહોતી માટે મારે જબરજસ્તી બહાર બીજી કોઈ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવી પડે તેમ હતું...

મને અચાનક યાદ આવ્યું કે એ સમયે ડોક્ટર ઇમરાન પણ દિલ્હીમાં જ હતા... મેં તુરંત જ એમને ફોન કર્યો... એમની હોસ્પિટલ લગભગ અહીંથી 15 કિલોમીટર જેટલી દુર હતી.. બે કલાક કેન્ટીનમાંથી હું એમની રાહ જોઈને બેઠો હતો... એ સીધા ત્યાં આવી પહોંચ્યા...

એમને એમના પપ્પાશેખ સાહેબ ને વાત કરી અને નજીકના એક સરકારી ગેસ્ટ હાઉસમાં મારી રહેવાની ગોઠવણ કરી આપી... મેં ડોક્ટર ઇમરાન નો ખુબ આભાર માન્યો અને એમની સાથે એ દિવસે લંચ પણ કર્યું...  હું મારો સમાન લઈને સરકારી ગેસ્ટ હાઉસમાં ચાલ્યો ગયો... બીજા દિવસે ડિપાર્ટમેન્ટ માં ડ્યુટીમાં જોઈન્ટ કરી લીધી હતી..

હોસ્પિટલમાં ખૂબ જ કામ રેહતું હતું... અને શીખવા પણ ખૂબ મળે એમ હતું... હું મનથી સર્જરી શીખવા માં લાગી ગયો હતો...  આખો દિવસ ઓપીડી... ઇંડોર અને ઇમર્જન્સી ડ્યુટીમાં સમય ક્યાં જતો હતો તે ખબર જ નહોતી પડતી... અનેક દિવસો સુધી હું ગેસ્ટ હાઉસ ઉપર જઈ નોહતો શકતો અને માત્ર વોર્ડમાં જ રહેતો હતો... પણ જાણે મને થાક નહોતો લાગતો... સર્જરી શીખવાનો આનંદ જ કંઈક અલગ આવતો હતો....

લગભગ 15 એક દિવસ જેવુ મને અહિયાં થઈ ગયું હતું... હવે ધીમે ધીમે મને રોજિંદા કામમાં ફાવટ પણ આવી ગઈ હતી...

એક દિવસની વાત હતી...

સવારે સર્જરીના વોર્ડમાં રાઉન્ડ લેતી વખતે મારા પ્રોફેસર સાહેબે મને એક દર્દી બતાવતા કહ્યું... ડૉ.શિવ... આ દર્દીને મેડિસિન વિભાગ એકઓપીનિયન લેવાનો છે... સર્જરી માં અગર કોઈ દર્દી ને બીજી કોઈ મેડિયલ બીમારી હોતી તો મેડિસિન વિભાગ ના ડોકતોર્સ જોવા આવે એ બહુ સામાન્ય બાબત હોય છી...

મે તુરંત જ મેડિસિન વિભાગમાં ફોન કરીને જણાવી દિધુ... લગભગ અડધો કલાક થયો હશે... હું વોર્ડના કામમાં વ્યસ્ત હતો અને મેડિસિન વિભાગમાંથી ડોક્ટર તે દર્દીને જોવા માટે આવ્યા...

તે ડોક્ટર બીજું કોઈ નહીં પણ માયા મેડમ હતા...

“અરે... માયા મેડમ.. તમે અહીંયા... તમે કેમ છો... મજામાં...?”

એમને જોતા જ હું એકદમ ઉત્સુક થઈને એમની સામે જઈને બોલ્યો..

જાણે મારી આંખમાં ચમક આવી ગઈ હતી.. હું એમની સામે એકીટસે જોતો જ રહ્યો...  એ હજી પણ એટલા જ સુંદર દેખાતા હતા આ પાંચ વરસની અંદર તો જાણે એમની ઉંમર વધવાની જગ્યાએ ઘટી ગઈ હોય એવું લાગતું હતું...

મેડમ પણ મને જોઈને મારા ખભા પણ હાથ મૂકીને બોલ્યા...”હેય શિવ...તને સર્જરીમાં એડમિશન મળી ગયું એમને... મેની મેની કોન્ગ્રેચ્યુલેશન...”

“થેન્ક્યુ મેડમ... થેન્ક્યુ... પણ મે ધાર્યું નોહતું કે તમે મને ફરી મળશો... જતા પહેલા એટલીસ્ટ એક વાર મળ્યા હોત તો...”

“કયું પેશંટ જોવાનું છે... શિવ...” મારી વાતને વચ્ચેથી કાપતા જમાયા મેડમે મને કીધું... જાણે એ નોહતા ઇચ્છતા કે હું વધુ એમને એમના અંગત જીવન વીસે પ્રશ્ન પૂછું... હું પણ એ વાત ભૂલી ગયો હતો કે અત્યારે એ મેડિસિન વિભાગના હેડ હતા અને હું ફર્સ્ટ રેસીડેન્ટ...

હું તરત જ વાતની ગંભીરતા સમજી ગયો અને મારી વાત ત્યાં અટકાવતા એ દર્દી તરફ આંગળી કરીને એમને બતાવ્યું... એમને દર્દી જોયુ.... એમની નોટ લખી અને પછી ત્યાંથી જતી વખતે મારી સામું જોઈને બોલ્યા....

“તારો ફોન નંબર હજી એ જ છે કે બદલી દીધો છે...?”

“એ જ છે મેડમ..”હું ટેબલ ઉપરથી ઉભો થઈને માથું હલાવીને બોલ્યો...

“ઓકે... સાંજે ફોન કરું... ટેક કેર...” એટલું કહીને ત્યાંથી નીકળી ગયા

એમના જતાં ની સાથે જ મારી તો જાણે જૂની યાદો બધી તાજી થઈ ગઈ.... એક ફ્લેશબેક ની જેમ મારી સામે સમગ્ર ચિત્ર ઉભું થઈ ગયું ....હું ખૂબ જ ખુશ પણ થતો હતો કે મને મારા માયા મેડમ પાછા મળી ગયા.... કદાચ અમારા બંને વચ્ચે વાત કઈક આગળ વધે એ વિચારો મને વિચારોમાં આખો દિવસ મારો નીકળી ગયો...

એ સાંજે હું વારે ઘડીએ મારા ફોન સામે જોયા કરતો હતો... કે હમણાં એમનો કોલ આવશે પરંતુ આઠ વાગ્યા સુધી એમનો ફોન ના આવ્યો... છેવટે વોર્ડમાં વધુ કામ પતાવીને હું જમવા જઈ જ રહ્યો હતો કે અચાનક મારામાં ફોનમાં એક અજાણ્યા નંબર પર થી કોલ આવ્યો...

મે તુરંત ઉપાડીને કીધું...

“યસ મેડમ બોલો બોલો...” મે જાણેમાની લીધું હતું કે આ માયા મેડમ નો જ ફોન હસે...

પણ સામેથી કોઈ અજાણ્યો અવાજ સાંભળીને બે ઘડીમાં જ હું જાણે નોર્મલ થઈ ગયો...

સામેથી અવાજ આવ્યો....

“હેલો... હા તે દિવસે ટ્રેનમાં... તમે જ મદદ કરી હતી ને...?” તે પેલી અજાણી છોકરીનો ફોન હતો ...

“યસ યસ... બોલો...” મેજવાબ આપ્યો..

“તમે મને તે દિવસે ટ્રેનમાં મદદ કરી એ બદલ ખુબ ખુબ આભાર... પણ મારે હવે તમારા પૈસા પાછા આપવા હોય તો... “સામેથી ફરી અવાજ આવ્યો.

એકવાર તો મેં ફોર્મલીટી કરવા ખાતર ના પણ પાડી... પણ મને ખબર હતી કે એ પૈસા પાછા આપ્યા વગર નહીં રહે... આમ પણ અમારા બંને વચ્ચે એવો કઈ સંબંધ પણ નોહતો..

છેવટે અમુક ફોર્મલ વાતો કર્યા પછી મે એને બીજા દિવસે... એટલે કે રવિવારે નજીકના કાફેમાં બોલાવી ત્યાં અમે બંને સવારે 11:00 વાગે ભેગા થવાનું નક્કી કર્યું.. .

રવિવાર ની સવાર હતી.. હું મારૂ કામ પતાવીને સવારે 11:00 વાગે કાફે માં જઈને બેસી ગયો હતો ... કાફે હોસ્પિટલની નજીક હતું... માટે અનેક દર્દીઓ, તેમના સગા, અને નાઇટ ડ્યૂટિ કરીને આવેલા ડોક્ટરોથી ફૂલ હતું...  કિચન ની અંદર રંધાતી અલગ અલગ વાનગીઓની સુગંધ સમગ્ર રેસ્ટોરન્ટમાં પ્રસરી રહી હતી...

હું દરવાજા ની બાજુ પર આવેલા એક ટેબલ પર બેઠો બેઠો માયા મેડમ નો વિચારોમાં ખોવાયેલો હતો ... એમનો ફોન કેમ નહીં આવ્યો હોય... એમના મન માં મને જોઈને શું વિચારો આવ્યા હશે...

અને એટલામાં જ મારી નજર એ અંજાન છોકરી ઉપર પડી... એ છોકરી કાફે ની બહાર ઊભી ઊભી બોર્ડ પર લખેલું નામ વાંચી રહી હતી... થોડી વાર પછી એ અંદર દાખલ થઈ અને એને ચારે બાજુ નજર દોડાવીને મને શોધી રહી હતી... કેમ જાણે એને મને ઓળખ્યો હોય તેમ અચાનક મારા ટેબલ પાસે આવી ગઈ... આવીને એને મને ધીમે થી પૂછ્યું... ટ્રેન વાળા તમે....?

મેં એક મુસ્કુરાહત સાથે એનું અભિવાદન કર્યું એને બેસવાનો ઈશારો કર્યો... કદાચ મારા મુખ ઉપર રહેલા સ્મિત અને હાવભાવ પરથી એને મારી આંખોમાં પોતાની જાતને ઓળખી લીધી હશે...

મારી સામે બેઠા પછી મેં એને કોફી વિશે પૂછ્યું પરંતુ એને ના પાડી... એને તુરંત જ એક કવર મારી સામે કરી દીધું અને કીધું કે તમે મદદ કરી એ બદલ ખુબ ખુબ આભાર... હું પણ એનો આભાર સ્વીકાર કરતો એમ માથું હલાવીને કવર નો લઈ લીધુ... તે દિવસેઅમારા બંને વચ્ચે વધુ કાંઈ વાત ન થઈ...

બસ લગભગ દસેક મિનિટમાં એ ત્યાંથી જતી રહી અમારી મીટીંગ એટલી બધી ફોર્મલ હતી કે હું એનું નામ પણ પૂછી ન શક્યો... એ પણ જાણે ખૂબ ઉતાવળમાં હોય એવું મને લાગ્યું.... બસ એ ખાલી એની એક જવાબદારી ઉતારવા આવી હતી અને પૂરી થતાં એ તુરંત ત્યાંથી નીકળી ગઈ... હું પણ પાછો આવીને મારા કામે લાગી ગયો હતો...

લગભગ બે ત્રણ દિવસ થઈ ગયા હશે અને ત્યાં આગળ અચાનક એક દિવસ મારી સામે માયા મેડમ આવી ગયા... એમણે જોતાં ની સાથે જ હું એમની પાસે પહોંચ્યો અને મેં એમને ફોન ન કરવાનું કારણ પૂછ્યું....

“અરે મેડમ.... તમે કોલ પણ ના કર્યો.... હું આખો દિવસ તમારા કોલની રાહ જોતો હતો....આવું તે થોડી ચાલે....”જાણે હું એમની ઉપર હક જતાવતો હોય તે રીતે મેં એમને કીધું....

માયા મેડમ જરાક આજુબાજુ જોયું અને મારી સામું જોઈને બોલ્યા....“કામ ડાઉન શિવ… પછી વાત કરીએ..” એટલું બોલતા પાછા એ ત્યાંથી નીકળી ગયા...

“પણ મેડમ...”હું આજુ કઈ પણ બોલું તે પેહલા એ ત્યથી નીકળી ગયા હતા.. મને તેમ તું આવું વર્તન કરવાનું કોઈ કારણ સમજાતું નોહતું...

કદાચ આ એ માયા મેડમ નોહતા જેને હું ઓળખતો હતો...

તે સાંજે એમનો કોલ આવ્યો.... ફોન ઉપાડ્યો તો એમને મને કેન્ટીનમાં મળવા માટે બોલાવ્યો...  કોલેજની કેન્ટીનમાં ડોક્ટર્સ માટે અલાયદા રૂમ્સ રાખવામાં આવ્યા હતા... જ્યાં સ્ટુડન્ટને જવાની પરવાનગી નહોતી... પરંતુ મારા મેડમની રિક્વેસ્ટથી મને ત્યાં જવા મળ્યું.... હું ત્યાં પોહચ્યો ત્યારે એ ત્યાં આવીને બેઠા હતા... હું પણ એમના ટેબલ ઉપર જઈ ને બેસી ગયો અને એકીટસે એમની સામે જોયા કરતો હતો... થોડી વાર તો માયા મેડમ કશું જ બોલ્યા નહીં...  એ બસ કોફી પીતા રહ્યા... છેવટે મે જ મારૂ મૌન તોડ્યું અને હું બોલ્યો...

“મેડમ... તમે મારાથી નારાજ છો....? કેમ આવું વર્તન કરી રહ્યા છો...? પ્લીઝ મને કહો...? તમે જે મને કીધું હતું બધું જ મેં કર્યું.... મેં તમને ક્યારે કોન્ટેક કરવાનો પ્રયત્ન પણ નથી કર્યો....  અને ભણીને સર્જરીમાં એડમિશન પણ લઈ લીધું... બોલો મેડમ તમારા શિવ થી કોઈ ભૂલ થઈ ગઈ છે... ?”

મે જરા વ્યાકુળ થઈ ને એમને કીધું... મારા મગજમાં અનેક પ્રશ્નો હતા...  અને હું વધુ કઈક પૂછું કે કહું એ પહેલા જ માયા મેડમ એ બોલવાનું શરૂ કર્યું...

જો શિવ...  હું જીવનમાં આગળ વધી ગઈ છું... અને તું પણ વધી જા.. મારા વિશે વધુ વિચારવાની તારે જરૂર નથી...”

પણ મેડમ આપણે બંને વચ્ચે જે હતું એ...” મે અધીરા થઈ ને એમની વાત વચ્ચેથી કાપતા કીધું... “આપણા બંને વચ્ચે હતું એ ભૂતકાળ હતો...અને એને એક સપનું સમજીને ભૂલી જાઓ...તારી સમક્ષ આખી જિંદગી છે અને તને કોઈને કોઈ સારી છોકરી મળી જ જશે... એમ પણ હવે મારા બીજા લગ્ન થઈ ગયા છે...” એમને મને સમજાવતા કીધું...

સતત ત્રીજીવાર માયા મેડમ ને મળવા છતાં પણ મારી નજર એમના ગળામાં લટકેલા મંગલસૂત્ર ઉપર અને માથામાં લાગેલા સિંદૂર ઉપર પડી જ નહોતી ધ્યાનથી જોયું તો સાચે જ પરણેલા હતા..

આમ જોવા જઈએ તો માયા મેડમ નું જીવન પાટે ચડી ગયું હતું... અને એમને જોતાં એ ખુશ પણ લગતા હતા... પણ હું જાણે ખૂબ દુઃખી થઈ ગયો હતો... એમને જોઈને મને જૂનો પ્રેમ પાછો મળવાની આશા જાગી હતી... પરંતુ હવે તો મારા માટે એ રસ્તો પણ બંધ થઈ ગયો હતો...

તે પ્રથમ અને આખરી વાર મારી અને માયા મેડમની મુલાકાત હતી... એ પછી હું એમને ઘણીવાર જોતો પરંતુ વાત કરવાની મારામાં હિંમત નહોતી... અને એ પણ મને કામ વગર બોલાવતા ન હતા.. અમારા બંને વચ્ચે હવે માત્ર એક પ્રોફેશનલ સંબંધ જ રહી ગયા હતા... હું મારું મન કામ માં પરોવવાની કોશિશ કરતો હતો... પણ કેમ ન જાણે રહી રહીને મને ફરી એમની યાદ આવતી હતી...  કેમ ભગવાને મારી સાથે આવું કર્યું હશે...?કેમ મારી જિંદગીમાં એ પાછા આવ્યા... ન આવ્યા હોત તો વધારે સારું થાત...

...

વાત વાતમાં ક્યારે ત્રણ મહિના સુધી ગયા એની ખબર જ ન પડી... અને ઓગસ્ટ મહિનો આવી ગયો... 15 ઓગસ્ટ નજીક હોવાથીદિલ્હીમાં સિક્યુરિટી વધારે પડતી ટાઇટ થઈ ગઈ હતી... 15 મી ઓગસ્ટ નજીક હોવાથી ઘણા બધા વી વીઆઈપી લોકો ભારતભરમાંથી દિલ્હી આવવાના હતા... માટે મારે સરકારી ગેસ્ટ હાઉસ ખાલી કરવું પડે એ નોબત આવી ગઈ હતી... અને એમ પણ મને હોસ્ટેલમાં રૂમ મળી ગયો હતો પરંતુ મને હોસ્ટેલમાં જવાની કોઈ ઈચ્છા નહોતી... તેમ છતાં પણ હવે મારી મજબૂરી હતી કે મારે હોસ્ટેલ જવું પડ્યું... મે મારો સામાન પેક કર્યો અને હોસ્ટેલ તરફ જવા રવાના થયો...

આ હોસ્ટેલ એ એમ.બી.એસ. ની હોસ્ટેલ કરતા ઘણી અલગ હતી... એમબીબીએસમાં ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ અલગ અલગ હોય છે... પરંતુ અહીંયા એવો કોઈ નિયમ નહોતો અહીંયા ગર્લ્સ અને બોયઝ બધું જોડે જ હતું... આવવા જવા ના કોઈ નિયમ નોહતા.. આને હોસ્ટેલ ન કહેવા કરતા સ્ટાફ ક્વોટર્સ કેવું વધારે યોગ્ય કહેવાય...

સમાન લઈ ને રૂમ પર પોહચ્યો... રૂમ ની હાલત બહુ જ ખરાબ હતી કદાચ આગળ રહેવાવાળા ડોક્ટરો એટલા આળસુ હશે કે વર્ષો થી લગભગ વર્ષથી સફાઈ પણ નહોતી કરાઈ... ચારે બાજુ કરોળિયાના ઝાડા જામી ગયા હતા... ટેબલ અને દીવાલ ઉપર તો જાણે કલરની જગ્યાએ ધૂળનું પેન્ટ હતું... કબાટ ની નીચે મરેલા ઉંદર પડ્યા હતા... આવા બિસ્માર હાલતમાં રહેવું થોડું અશક્ય હતું... અહીં સાફ-સફાઈ પણ મારે જાતે કરવી પડે એવી જ હાલત હતી... સમયનો અભાવ તો પહેલેથી હતો જ... માટે હું મારો સામાન ત્યાં જ પટકીને પાછો સર્જરીના કામમાં લાગી ગયો નક્કી કર્યું હતું કે રવિવારના દિવસે સવારે સામાન સેટ કરીશ અને સાફ-સફાઈ કરીશ...

રવિવારનો તે દિવસ આવી ગયો... મેં મારા રૂમની સાફ-સફાઈ નું કામ હાથમાં લીધું...પરંતુ સાફ-સફાઈ કરવા માટે જરૂરી સામાન જેવો કે સાવરણી અને પોતુ એ મારી પાસે નહોતું... અને મારા એકલા થી આટલું બધુ થાય એ પણ શક્ય નોહતું ...પણ મને મદદ કરે એવું અહિયાં કોઈ નોહતું... બધા પોતપોતાના કામ માં વ્યસ્ત હતા... મેં જરાક વિચાર્યું કે આજુ બાજુવાળા પાસેથી મદદ અને સમાન લઈ શકાય...મે સહુ થી પેહલા મારી ડાભી બાજુ આવેલો રૂમ ખખડાવ્યો... અંદર થી એક મોટા અવાજ માં કોઇકે મને ગાળ આપી...

“કોન હે ભેણ**…”હું બે ડગલાં પાછો પડી ગયો... અને સમજી ગયો... આ બાજુ મેળ નહીં પડે... હવે જમણી બાજુ ના રૂમ નો વારો હતો.. બીજી ગાળ ખાવાની તૈયારી સાથે મે રૂમ ખખડાવ્યો..લગભગ 4 થી 5 વાર ખખડાવ્યા પછી દરવાજો ખૂલ્યો... દરવાજો ખૂટની સાથે ધુમાડા ના ગોટેગોટા આખી લોબી માં પ્રસરી ગયા... એ કોઈ અગરબત્તી નો ધુમાડો નોહતો... પણ સિગારેટ નો હતો... ધુમાડા ની વચ્ચે થી એક વિકૃત આકૃતિ વાળો પાતળો ચશ્મવાળો એક છોકરો ધીમે ધીમે ચાલતો ચાલતો સામે આયો... માત્ર જંગીયા માં... એના હાથ માં સિગારેટ હતી... અને આંખો એકદમ લાલ ગુમ અને આંખો ની આજુબાજુ કાળા કૂંડાળાં....જાણે કેટલાય દિવસો થી ઊંઘયો ના હોય.. એમ નશા માં લાગતો હતો... કોઈ ચરસી ની માફક..

“હેલ્લો...માય નેમ ઇસ શિવ...”મે મારો પરિચય આપતા કીધું...

“તો ક્યાં ભો**ડિકે... તેરી પુજા કરું...” મને બીજી ગાળ મળી ગઈ હતી... એ પણ રાસ્ટ્રભાષા હિન્દી માં...

એક્ચુલ્લી I need your help…મુજે સફાઈ કે લિયે કુછ સમાન ચાહીએ થા... જાડું હૈ આપકે પાસ... “બહિનચો*...ક્યાં મે તુજે કિરયાને વાળા લગતા હું... રેસિડેન્ટ હું યહાં પર...ઓર્થોપેડિક ડિપાર્ટમેંટ કા...ભાગ ભો*ડિકે...” બરાબર નો મારી પર બગડીને એ બોલ્યો...

“કુછ મદદ મિલ જતી તો અચ્છા હોતા...” મે ફરી વાર રિકવેસ્ટ કરી...

“દેખ ગાંડું... યે મેરા કમરા દેખ... પિછલે 2 સાલ સે ઐસા હી હે... યહાં સોને કા ટાઇમ નહીં મિલતા ઔર તુજે સફાઈ કી પડી હે... દિમાગ કી માં બેન એક મત કાર... ભાગ યહાં સે... વર્ના કિસી ઔર કા ગુસ્સા તેરે પર નિકાલ જયેગા...”

એના રૂમ પર નજર નાખી તો મારા રૂમ કરતાં પણ ગંદો રૂમ આનો હતો... પણ તે છતાં તે એમાં ખુશ હતો... એના રૂમ સામે વધુ જોવું એ પેહલા એને મારા મોઢા પર જોર થી દરવાજો બંધ કરી દીધો...

મારો બીજો પ્રયત્ન પણ નિષ્ફળ હતો.. હવે મારી વધારે હિમ્મત નોહતી કે કોઈ ત્રીજા ને પૂછી જાઉં... તેમ છતાં સામે એક રૂમ બાકી હતો... મન તો નોહતું તે છતાં એક છેલ્લા પ્રયત્ન રૂપે મે એનો દરવાજો ઠોક્યો... અને લગભગ 2 મિનિટ થઈ હશે અને દરવાજો ખોલ્યો....

દરવાજો ખોલતાની સાથે જ હું ચમક્યો... અને મારી આંખો ઉપર મને વિશ્વાસ ના આવ્યો...

દરવાજા ની બીજી બાજુપેલી ટ્રેન વાળી અંજાન છોકરી હતી.... બે ઘડી તો અમે બંને એક બીજા ની સામે જોતાની જ રહ્યા...

“અરે... તમે અહીંયા તમે અહીંયા ક્યાથી..?એ છોકરીને મોઢા પર જ એજ પ્રશ્ન હતો... અમે બંને એક સાથે જ બોલ્યા... અને પાછું એકબીજાની સામું જોઈને હસવા લાગ્યા... એ અંજાન છોકરીએ મને એના રૂમમાં બોલાવ્યો અને પાણી આપ્યું... એનો પરિચય આપતા એને કીધું કે એનું નામ કાવ્યા હતું... તે પણ અહીંયા મારી જેમ PG કરવા હતી...ઓપ્થલ્મોલોજી ડિપાર્ટમેન્ટમાં... અને એ પણ આ જ હોસ્ટેલમાં જ રહેતી હતી...

એને જોઈને મને ગણી નવાઈ તો લાગી... આટલો મોટો સંયોગ... કુદરત પણ ખરા ખેલ કરે છે... સૌથી પહેલા તો અમે થોડી ટ્રેનની વાતો ચર્ચા કરી...એને મને કીધું એ એના એડ્મિશન નો લેટર પણ એ બેગ સાથે ખોવાઈ ગયો હતો... એટ્લે એને PG જોઇન કરવામાં થોડી વાર થઈ હતી... અને જો તે દિવસે મે એને મદદ ના કરી હોત તો કદાચ એ આ અવસર ચૂકી ગઈ હોત... તે હજુ પણ એ દિવસ માટે મારો આભાર માની રહી હતો... થોડી વાર વાત કર્યા પછી એને મને એના રૂમમાં આવવાનું કારણ પૂછ્યું...

મેં એને મારા રૂમ તરફ ઈશારો કરતાં કીધું

“રૂમ ની હાલત ખૂબ ખરાબ છે... મને સફાઈ માટે અમુક સમાન ની જરૂર હતી...”

“સમાન પણ મળશે અને સફાઈ કરવા માટે સાથી પણ...” જરા હસતાં હસતાં તે બોલી....

“અરે હું કરી લઇશ... તમે શું કામ તકલીફ લેશો...? મારે ખરેખર મદદ ની જરૂર હતી તેમ છતાં હું ફોર્માલિટી માં બોલ્યો...

“અરે આમાં શું.. તે દિવસે તમે મને મદદ કરી હતી... આજે મારો વારો...” એને બાજુ માં પડેલી સાવરણી અને જૂના કપડાં સંકેલતા સંકેલતા કહ્યું...

...

તે દિવસે સવાર થી લઈ ને સાંજ સુધી એને મને રૂમની સફાઈ કરવામાં મદદ કરી... લાગતુ હતું એના કરતાં પણ વધાર ગંદો રૂમ હતો... રૂમની બિસ્માર હાલતમાંથી અમે રૂમને એકદમ જાણે નવા નકોર જેવો બનાવી દીધો હતો... સારું થયું આજે અને મારી મદદ કરી…બાકી આટલું ચોખ્ખું તો હું ક્યારેય ન કરી શકત...

આખો દિવસ સફાઈ કામ કર્યા પછી સાંજના લગભગ આઠ વાગ્યે અમે સાથે જમવા ગયા... એકબીજા વીસે પરિચય પણ આપ્યો તેનું પૂરું નામ હતું... કાવ્યા પાટીદાર... કાઠીયાવાડના રાજકોટ નજીક આવેલા એક અંતરડિયા અંતરિયાળ ગામમાં એનું ઘર હતું... એના પિતાજી ગામમાં ખેતી કરતા હતા... પૈસે ટકે સુખી ઘરની હતી એ... એના બાપુજી પાસે જમીન ખૂબ હતી... અને એના કાકા એ બહુ મોટા રાજકારણી હતા... અહિયાં દિલ્હી માં કહી શકાય એવા એને દુર ના એક ફોઇ રહતા હતા.. જે ક્યારેક એને મળવા આવતા હતા...

એમબીબીએસ પછી નીટની એક્ઝામમાં પણ એને સારા માર્કસ આવ્યા હતા...માટે આ કોલેજમાં એડમિશન મળ્યું હતું... તે દિવસે અમે મોડા સુધી સાથે રહ્યા... મે મારા પરિચય ટૂંક મજ પતાવી દીધો હતો... જેમ કે મારૂ નામ અને કુટુંબ વિષે...

 

આમ તો અમારા બંનેનો શિડયુલ બહુ બીઝી રહેતો હતો... અમે બહુ ઓછા મળતા હતા પણ જ્યારે પણ મળતા ત્યારે ડિપાર્ટમેન્ટની અલગ અલગ વાતો કરતા... કાવ્યા ને મારા કરતા કામ ઓછું રહેતું... અને મોટા ભાગે સાજે એ ફ્રી થઈ જતી.. એને રોજ સાંજે ચાલવાની આદત હતી... હોસ્ટપિટલ કેમ્પસ માં જ એ મોટો ગાર્ડન અને ચાલવા માટે નો વોક વે હતો... હું પણ નવરાશ નો સમય મળે ત્યારે એની સાથે ચાલવા જતો... થોડાક સમયમાં અમે ખૂબ સારા મિત્રો બની ગયા હતા..

કાવ્યા જાતે જમવાનું બનાવતી હતી... ના રૂમ પર જ ઇલેક્ટ્રિક સગડી હતી... એને જમવાનું બનાવવાનો શોખ પણ હતો.. એ જ્યારે પણ નવુંકઈક જમવાનું બનાવે ત્યારે મને યાદ કરીને આપતી.. ઘણી વાર મારે જ્યારે કામ ઘણું હોય અને જમવાનો સમય ના મળે તો મોડી રાતે પણ એ મને મેગી બનાવી આપતી...એ પણ હસતાં મોઢે... એ મારી ઘણી કેર કરતી હતી...

રૂમની સજાવટ ની વસ્તુઓ નું લિસ્ટ પણ એ બનાવતી... અને અમે ખરીદી કરવા સાથે જતા હતા... એ જાણે મારો રૂમ નહીં પણ અમારું ઘર શણગારતી હોય તેવી કેર કરતી હતી.... ક્યારેક સાથે ફરવા પણ જતા, જમતા અને ખૂબ મોજ મસ્તી કરતા...

કાવ્યા બહુ ભોળી અને ડાહી છોકરી હતી... એ ભોળાભાવે બધી જ વાતો મને શેર કરતી…એના કુટુંબ દોસ્તો અને ડિપાર્ટમેંટ વીસે બધુ જ.. પણ હું હજુ દુવિધા માં હતો... હું એની સાથે ખૂલી ને વાત નોહતો કરી શકતો... અને એને કહેત પણ શું...? સ્તુતિ... સિલ્કી અને પ્રીતિ વીસે... મને બીક હતી કે મારો ભૂતકાળ જાણી ને એ મને જજ ના કરે... અને કદાચ હું એને ખોઈ ના બેસું...મે મારા ફાસ્ટ વીસે એને કઈ જ કહવું યોગ્ય ના સમજયું...

ક્યારેક રજા હોય ત્યારે એ એના ફોઇ ના ઘરે જતી... એ 2 દિવસ પણ જો મારા થી દુર જાય તો મારૂ બધુ અસ્તવ્યસ્ત થઈ જતું.. મારૂ જમવાનું અને રૂમ બધુ... ત્યારે મને રૂમ પર આવવાની ઈચ્છા પણ થતી નોહતી...

આવી જ એક વાર એ ફોઇ ના ઘરે થી 3 દિવસ પછી આવી હતી.. અને જ્યારે એ પછી આવતી ત્યારે મારો રૂમ જોઈને એને મને ખૂબ ખખડાવ્યો હતો...

“આવી રીતેતો કઈ રૂમ રાખતો હશે.. આ કપડાં જમીન પર પડ્યા હોય... તો સંકેલી ના દેવાય.. આ ટુવાલ કેટલા દિવસથી નથી ધોયો...? અને જમવાનું શું કર્યું તે આ 2 દિવસ.. બહાર થી માંગવી ને કચરો જ ખાધો હશે...કેટલી વાર કીધું છે કે બહાર નું ખાવાનું ઓછું રાખ... બીમાર પડીશ તો... હવે હું જ તારા માટે બનાવી ને જઈશ...” મારો રૂમ સાફ કરતાં કરતાં એ બોલતી જતી હતી...

એ મને લડી રહી હતી.. ને હું દરવાજા ના ટેકે ઊભો ઊભો બસ એની સામે જ જોયા કરતો હતો... મનોમન થતું હતું કે એનો ચેહરો હાથ માં લઈ ને એને માથા પર ચૂમી લઉં... અને થેન્ક યૂ કહી દઉં...

...

સમય વીતતો ગયો અને સાથ વધારે ઘેરો થતો ગયો... મને એના પર ધીરે ધીરે લાગણી થવા લાગી હતી... પરંતુ એને પ્રેમ તો ન કહી શકાય અને હજી એના મનમાં શું હતું... તેની મને કોઈ ખ્યાલ નહોતો.. અને આ વખતે હું કોઈ જ ઉતાવળ કરવાનો હતો માગતો... હું કોઈ પણ સંજોગો માં એને મારા થી દુર થવા દેવા નોહતો માંગો.. મારી પાસે સમયનો કોઈ અભાવ નોહતો...

એક વર્ષ ક્યારે પૂરું થયું તેનો મને કોઈ જ ખ્યાલ ન રહ્યો... સમય વીતતો ગયો એક દિવસ સાંજની વાત હતી એ એના રૂમમાં બેઠી બેઠી વાંચી રહી હતી અને હું હોસ્પિટલમાં મારા વોર્ડમાં કામ કરી રહ્યો હતો... અચાનક એનો મને ફોન આવ્યો...

“શિવ ક્યાં છે તું...?”

“એ જ યુઝવલ... વોર્ડમાં છું...શું થયું કાવ્યા...? મે જવાબ આપ્યો...

“શું તું થોડીવાર માટે મારા રૂમ પર આવી શકીશ...”કાવ્યા એ જરાક ધીમા અને ડરતા અવાજ માં કીધું..

“એની થીંગ અરજન્ટ કાવ્યા...”મે પૂછ્યું..

પ્લીઝ...” અને એટલું કહી ને એને ફોન કાપી નાખ્યો... એના અવાજ માં એક દર મને સપ્સ્ત પણે સંભળાઇ ગયો હતો... ચોક્કસ કઈ ગડબડ હસે... હું મારી સાથે ભણતા બીજા એક સર્જરીના વિદ્યાર્થીને મારું કામ સોંપીને ફટાફટ એના રૂમ તરફ દોડી ગયો...

ત્યાં જઈને જોયું તો સમગ્ર હોસ્ટેલ માં એકદમ અંધારપટ હતો...એના રૂમ પાસે આવીને મે રૂમનો દરવાજો ખખડાયો... એને 2 જ સેકંડ માં દરવાજો ખોલ્યો.. અને તુરંત જ મને જાણે ચીપકી ગઈ... એ ખૂબ ડરેલી હતી... મેં એને જરાક શાંત કરી અને રૂમની અંદર લઈને બેસાડી... મેં એને પૂછ્યું

“શું થયું... કેમ આટલી ગભરાયેલી લાગે છે... “

શરૂઆત પાંચ મિનિટ તો એ મને ચીપકીને જ રહી અને કશું જ બોલી ના શકી... એના શરીર જાણે ડરથી ધ્રુજી રહ્યું હતું અને આંખો એકદમ રડવા જેવી થઈ ગઈ હતી... મેં એના માથા પર હાથ ફેરવીને થોડી શાંત કરીને પાણી આપ્યું...  અને ફરી એકવાર પૂછ્યું...

“કાવ્યા આર યુ ઓકે... શું થયું મને કહીશ...”

કશું જ બોલ્યા વગર અંધારામાં દિવાલના એક ખૂણા પર આંગળી કરીને એને મને ઇશારો કર્યો... ત્યાં કશોક અવાજ આવે છે... કબાટ પાછળ થી... મેં મારા મોબાઈલની ટોર્ચથી લાઇટ કરી અને ખૂણામાં જોવાનો પ્રયત્ન કર્યો અને પેહલા તો મને કશું જ ના દેખાયુ... પણ કબાટ સહેજ ખસેડતા ની સાથે જ પાછળ થી એક મોટો ઉંદર નીકળ્યો અને જાત દઈ ને રૂમ ની બહાર જતો રહ્યો... એને જોતાં ની સાથે જ કાવ્યા ના મોઢા મચી ચીસ નીકળી ગઈ અને ફરી પછી મને વળગી પડી... ઉંદર જોતાં ની સાથે જ મારા મોઢામાંથી હસી નીકળી ગઈ...

“કાવ્યા..ઈટ ઇસ અ માઉસ નથીંગ ટુ વારી અબાઉટ ઈટ... આમાં કેમ તું આટલી ડરી ગઈ...” કાવ્યા ના માથા પર હાથ ફેરવતા મે કીધું અને મનોમન ઉંદર નો આભાર માન્યો... એના કારણે જ એ મારી આટલી નજીક આવી ગઈ હતી...

“મને ઉંદર થી બહુ જ બીક લાગે છે...” એટલું બોલતાની સાથે તે રડવા લાગી મને હસવું વધારે આવતું હતું...  પણ એની એ પરિસ્થિતિમાં હસવું મને યોગ્ય ન લાગ્યું... આટલી ભીલી અને સીધી સાદી અને ડરપોક હતી એ કાવ્યા...

લગભગ અડધો કલાક થયો મને એને શાંત કરતા... એને શાંત કરીને મે કાવ્યા ને કીધું...

“તને હવે સારું લાગતું હોય તો હું જઉ...” એટલું બોલીને હું દરવાજે તરફ આગળ વધવા જઈ રહ્યો હતો કે અચાનક એને મારો ડાબો હાથ પકડી લઈને મને એની તરફ ખેંચીને એની પાસે બેસાડી દીધો અને ફરી એકવાર મને વળગી પડી... પ્લીઝ મને છોડીને ના જઈશ”

એનો કહેવાનો અર્થ કયા અર્થ માં હતો તે હું નહોતો સમજી શકતો પરંતુ એટલું મને ચોક્કસ ખબર પડી ગઈ હતી એ કાવ્ય મારો સહેવાસ જંગતી હતી... તે સાંજે લગભગ હું એની સાથે જ રહ્યો મને એની ઉપર ખૂબ પ્રેમ આવી રહ્યો હતો... પરંતુ હું એના ડરનો કોઈ ગેરફાયદા ઉઠાવવા નોહતો માગતો...

એ ઘટના પછી હું અને કાવ્યા ખુબ નજીક આવી ગયા હતા... એકબીજા વગર જાણે અધુરા રહતા હંમેશા એકબીજાનો સહવાસ જંખતા હતા... હજી સુધી અમારામાંથી કોઈએ પણ એકબીજાને પ્રેમનો એકરાર નહોતો કર્યો... પરંતુ જરૂર પણ નહોતી એની કારણ કે અમારા બંનેના સ્પર્શ જ એકબીજા માટે એ કોઈના પ્રેમના અહેસાસ કરતા વધારે હતા... પેલું કહેવાય છે ને.... The unspoken love… બસ એવુ જ કઈક...

મને મારા તેના પર લાગણી અને પ્રેમનો અનુભવ થઈ રહ્યો હતો... એક દિવસ રજા ના દિવસે સાંજે હું અને કાવ્યા બહાર હોટેલ માં જમવા ગયા હતા... હોટેલ માં ખૂબ ભીડ હતી અને અમે કોઈ ટેબલ રિજર્વ નોહતું કરાવ્યુ... લગભગ 1 કલાક ના વેટિંગ પછી ટેબલ મળી ગયું... પણ ટેબલ પર બેસવા જાતની સાથે જ એ એરિયા ના અમુક ફુલ પીધેલા લૂખ્ખા જેવા 4 થી 5 લોકો અમારા ટેબલ પર આવી બેસી ગયા...

“What is this nonsense…this is our table...” કાવ્યા એ જરાક ચિડાઇ ને એ લોકો ને કીધું...

અરે...મેડમ કા એટીટ્યુડ તો દેખો... જાણતી હૈ હું લૉગ કોણ હે... ઇસ એરિયા કે ભાઈ હૈ હમ... ઇસ ટેબલ પર તો હમ હે બેઠેંગે... તુજે સાથ આના હો તો આજા...બસ ઇસ ચોમુ કો ભગાડે...” એમાં થી એક જણા એ કાવ્યા નો હાથ પકડી ને મારી તરફ ઈશારો કરતાં બોલ્યો...

“How dare you…” મને પણ ગુસ્સો આવી ગયો હતો... મેકાવ્ય નો હાથ છોડાવી દીધો અને એ લૂખ્ખા નો કોલર પકડી લીધો...

વાતાવરણ માં ગરમગરમી થઈ ગઈ હતી... હોટેલ માં મેનેજર અને સ્ટાફ બધા ભેગા થઈ ગયા હતા... થોડી જપાજપી શરૂ થઈ ગઈ... એ 5 હતા અને હું એકલો... એ લોકો મારા પર ભારે હતા... પરંતુ એવામાં એક જણા એ કાવ્યા નો દુપટ્ટો ખેંચ્યો... વાત હવે વધી ગઈ હતી.. પણ હું બધા ને એકલા હાથે પોહચીવળું એમ નોહતું... અચાનક એક લૂખ્ખા ના માથા પર કોઈ કે બીયર ની બૉટલ ફોડી... અમારી બધા ની નજર ત્યાં ગઈ તો જોયું... એ પેલો ચરસી હતો.. મારો પાડોશી...ચરસી સાથે બીજા 7 થી 8 અમારી હોસ્પિટલ ના ડોકટોર્સ પણ હતા... પછી શું... મારમારી ચાલુ... ચરસી આમતો દૂબળો પાતળો અને સુકલકડી હતો.. પણ એનું ડેરિંગ ગજબ નું હતું...

એ હતો... ઓર્થોપેડિક વિભાગ નો બીજા વર્ષ નો સ્ટુડન્ટ... આકાશ તિવારી...

“ઓય્ય... સફાઈ... તું આપની આઈટમ કો લેકર યહાં સે નિકાલ...યે ભેન કે ** કો હમ સંભાળ લેંગે...” એને મને ત્યાથી કાવ્ય ને લઈને નીકળી જવા કહ્યું... અને અમે ત્યાંથી ભાગી નીકળ્યા...

એ સાંજે હું રૂમ પર મોડે સુધી જાગતો રહ્યો અને ચરસી ની આવવાની રાહ જોતો રહ્યો.. પણ ચરસી ના આવ્યો... લગભગ 2 દિવસ પછી એ રૂમ પર આવ્યો... અને હું એને મળવા એના રૂમ પર ગયો...

એ એના રૂમ પર બેઠો બેઠો સિગારેટ પી રહ્યો હતો... મે એના રૂમ ના અડધા ખુલેલા દરવાજા ની બહાર થી એને જોયો.. જરાક દરવાજો ખોલી ને હું અંદર આવ્યો અને એની નજર મારા પર પડી...

ઓય્ય સફાઈ..આ જા અંદર...” એ પલંગ ઉપર થી ઊભો થઈને બેઠો થઈ ગયો..

“ભાઈ.. થેન્ક્સ ઉસ દિન કે લિયે...” મે એનો આભાર માનતા કીધું..

“અરે ઉસ્મે કહેકા થેન્ક્સ બે...તું આપના ભાઈ હે...તું ક્યાં ઇસ હોસ્પિટલ કા હરેક બંદા આપના ભાઈ હે... તું ફિકર મત કાર...અબ વોહ હરામ કે જને કિસી કો પરેસાન નહીં કરેંગે...” સિગારેટ નો એક કશ ખેંચતા એ બોલ્યો...

“ભાઈ કોઈ જ્યાદા લફડા હુઆ ક્યાં...” મે એને પૂછ્યું...

જ્યાદા ક્યાં... 2 દિન જેલ મે રહા અબ બહાર... તુમારે ગુજરાત મે યે સબ નહીં હોતા.. હમારે UP મે યે સબ આમ હે... મેરે બાપ ને ઉસ થાનેદાર સે બાત કી ઔર મે બહાર...” જેલ માં જવું જાણે એને માટે આમ બાબત હોય એમ એ બોલ્યો...

“તું બસ અપની આઈટમ કો સંભાળ કે રાખ... દેખ ભાઈ... સફાઈ.. યે ગુજરાત નહીં હે... દિલ્લી હે દિલ્લી... યહાં પર કબ કોણ ગાયબ હો જાય ક્યાં પાતા... ઇસલીયે જરા સાંભળ કે...” મને સલાહ આપતા એને કીધું...

“ શુક્રિયા ભાઈ...”

આકાશ તિવારી... એ કોઈ સામન્ય યુપી નો છોકરો નોહતો... એ UP ના બહુ મોટા બાહુબલી નો છોકરો હતો... એમાં કુટુંબ માં મારામારી અને મર્ડર જણે સામન્ય બાબત હતી... એના બાપા ની પહોચ UP અને દિલ્લી ના CM સુધી હતી... માટે એનો કોઈ બાલ પણ વાંકો કરી શકે તેમ નોહતું...

એ ઘટના પછી આખી હોસ્પિટલ માં મારી અને કાવ્યા ની ચર્ચા થવા લાગી હતી... બધા અમને કપલ માણવા લાગ્યા હતા... મને હતું કે કાવ્યા ને કદાચ એ નહીં ગમે પણ એને કોઈ ફર્ક નોહતો પડ્યો... અલબત્ત એને ગમતું જ્યારે એની સાથે મારૂ નામ જોડતું...

એક દિવસ રજા ના દિવસે સાંજે હું અને કાવ્ય કોલેજ કેમ્પસમાં જ આવેલા એક ગાર્ડનના બાંકડા ઉપર બેઠા હતા... એને મારો હાથ પકડ્યો હતો અને એનું માથું મારા ખભા પર હતું... અમે બંને એકબીજા સાથે ત્યારે કોઈ જ વાત નહોતા કરતા... પણ અચાનક કાવ્યા બોલી...

“આ બધું લાંબુ નહીં ચાલે છે... મારા કુટુંબ વાળા નહીં માને... એ લોકો બહુ રૂઢિચુસ્ત છે... સમાજ બહાર મને નહીં મોકલે... અને એમને આપણાં વીસે અંદાજ પણ આવી ગયો છે...”

“તું ચિંતા ના કર... બધુ જ સારું થસે...” મે માત્ર એટલું જ કીધું...

...

“ક્યાં સુધી અહીંયા દરિયા કિનારે બેઠા રહેશો... ચાલો હવે જવું નથી...” પાછળથી મારી પત્નીએ મને બૂમ પાડીને કીધું...  હું અને મેઘ હજુ ગોવા ના દરિયા કિનારે બેઠા બેઠા કાવ્યા વાતો કરતા જ હતા... કે મારી પત્નીએ એમાં ભંગ પડાવ્યો... હવે બંને હસતા હસતા ત્યાંથી ઊભા થયા અને સાથે ચાલવા લાગ્યા...

“મારી ઘરવાળી ક્યાં છે...?”મેઘે  મારી પત્નીને પૂછ્યું...

“એ મેડમ ને તો તૈયાર થવા માઠી ફુરસત મળે તો ને... હિરોઈન છે તમારી ઘરવાળી તો....” મારી પત્નીએ મેઘ ને હસતા જવાબ આપ્યો.

“અને તમારો ઘરવાળો કોઈ હિરો થી કમ થોડી છે... એના કિસ્સા તમે હજી ક્યાં સાંભળ્યા જ છે...”મેઘે મારી ફીરકી લેતા લેતા મારી સામે ઈશારો કરીને મારી પત્નીને કીધું...

“એના વિશે મને બધી ખબર જ છે... ગાય છે બિચારો ગાય...” એટલું બોલીને એ ત્યાંથી રૂમ તરફ જવા નીકળી ગઈ... હું અને મેઘ એકબીજા સામે જોતા જોતા હસી પડ્યા..

“પછી શું થયું હતું શિવ... આગળની વાત તો કર...”મેઘે કે મને પૂછ્યું અને મેં એને કહેવાનું ચાલુ રાખ્યું

...

ઠક... ઠક... ઠક...

જોર જોર થી રૂમનો દરવાજો ખખડાવવાનો અવાજ આવી રહ્યો હતો...  સવારના લગભગ 10:00 વાગ્યા હશે... રજાનો એ દિવસ હતો... માટે હું અને કાવ્યા મારા રૂમમાં જ બેસીને વાંચી રહ્યા હતા... આટલી સવારે કોણ આવ્યું હશે એ વિચારતાની સાથે મેં દરવાજો ખોલ્યો... અને દરવાજો ખોલતાની સાથે જ હું ચમક્યો...

“સરપ્રાઈઝ”

એ એલીના હતો... દરવાજો ખોલતા ની સાથે જ અને મને ચીપકી પડી અને જોરદાર ટાઈટ મને હુગ કરી લીધો...  આજુબાજુ કશું જ જોયા વગર એ મને ચોંટી રહી હતી ... અને તે ઘડીએ જ મારી નજર કાવ્યા ઉપર પડી... કાવ્ય તો જાણે એકીટસે મારી સામું જોઈ રહી હતી... એના મોઢાનો રંગ ઉડી ગયો હતો... અને એકદમ ચુપચાપ પૂતળા ની જેમ એ ઊભી હતી... એલીના ને તો જાણે કોઈની હાજરીની ખબર જ નહોતી... એ બસ મને ચીપકી રહી હતી... અને બસ બોલ્યા જ કરતી હતો...

“આઇ એમ સો હેપ્પી શિવ... આઇ મિસ્ડ યૂ સો મચ... લવ યૂ.. લવ યૂ... સોઑઑઑ મચ... કેટલા સમય પછી તને જોયો... મારો ડાર્લીંગ કેટલો દૂબળો પડી ગયો છે..” ચિલ્લાવી ચિલ્લાવી ને એ બોલી રહી હતી... મેં મહાપરાણે એને મારાથી છૂટી કરી... અને કાવ્યા સામે જોઈને એને કીધું

“એલિના આમને મળઆ છે...ડૉ.કાવ્યા... અને કાવ્યા આ છે આ એલીના...”

“હેલ્લો”

એટલું બોલીને કાવ્યા તુરંત જ રૂમની બહાર નીકળી ગઈ અને એના રૂમનો દરવાજો જોર થી પછાડીને બંધ કરી દીધો.... હું સમજી ગયો હતો કે હવે મારી ખેર નથી...

થોડીક વાર અલીના સાથે વાતો કરીને મેં એને અહીંયા આવવાનું કારણ પૂછ્યું...

“તારી પાસે આવવા માટે શું મને કોઈ કારણની જરૂર છે...? હું તને મિસ કરતી હતી તો આવી ગઈ... અને એમ પણ હું એટલી જલ્દી તારો પીછો છોડવાની નથી...” હસતા હસતા એલીના બોલી...

મેં એનો કોઈ જવાબ ન આપ્યો... એલીના તુરંત જ મારા મોઢા ના હાવભાવ સમજી ગઈ હતી... હું ઉભો થઈને દરવાજા તરફ આગળ વધી રહ્યો હતો કે એલીના એ મારો હાથ પકડ્યો અને મને એની બાજુમાં બેસાડ્યો અને મને કહ્યું...

“શિવ હું તને બહુ ચાહું છું... તારા વગર રહી શકું એમ નથી…“

“પણ એલીના... “ હું વધારે કઈ બોલી ના શક્યો

“વધુ કંઈ બોલવાની તારે જરૂર નથી... જ્યાં સુધી તને હવે મારી સાથે પ્રેમ ના થાય ત્યાં સુધી હું અહીં તારી જોડે જ રહેવાની છું...” એમ કરીને એને મને ફરી એકવાર હગ કરી લીઘું...

તે દિવસે સાંજે મેં કાવ્યા ને અનેક ફોન અને મેસેજ કર્યા પણ એને મારો એક પણ ફોન નો જવાબ ના આપ્યો...એ મારા બધા જ ફોન એક આપી નાખતી હતી... એ આખો દિવાસ એના રૂમ ઉપર તાળું હતું.... હું એને મળી ને એક વાર સમજાવવા માગતો હતો કે મારા અને એલિના વચ્ચે એવું કાંઈ જ નથી... પરંતુ સમજાવું તો કઈ રીતે...?

છેવટેહું એના ડિપાર્ટમેન્ટ પાસે પહોંચી ગયો... ત્યાં જોયું તો એ ડિપાર્ટમેન્ટમાં દર્દી જોઈ રહી હતી... ગમે તેમ કરીને હું એની સામે પહોંચ્યો... પણ મારા એની સામે જતાં ની સાથે જ એના મગજનો પારો છટક્યો... એ મને જોરજોર ખખડાવવા લાગી...

“હવે કેમ આવ્યો છે અહિયાં....કોણ છે આ એલિના... અને શું સંબંધ છે તમારા વચ્ચે...”

“અમારા વચ્ચે એવું કઈ નથી....we are just...”

મારી વાત એક ઝટકા માં વચ્ચેથી એને કાપી નાખી અને ફરી મોટે મોટે થી બોલવા લાગી...

“હજુ કેટલું જુઠ્ઠું બોલીશ શિવ... હવે છુપાવવા માટે કઈ નથી તારે... અને આ બધા માં મારો શું વાંક હતો... તે કેમમારી સાથે આવું કર્યું.... તમારા બંને વચ્ચેની વાત તે મારાથી કેમ છુપાઈ... હું ભોળી બધું તને કહેતી રહી... અને તું છુપા રુસ્તમ... મને તારાથી આ આશા નોહતી શિવ... એમ બોલતા બોલતા એની આંખો ભરાઈ ગઈ....

“કાવ્યા...પ્લીઝ હવે મારી વાત તો સાંભળ ... હું બધું તને સમજાવિશ...”

“બસ હવે હું બધુ જ સમજી ગઈ ડૉ. શિવ... પાગલ નથી... મારી આંખો થી મે જોયું છે....લવ યૂ અને ડાર્લીંગ...”

એ મારી એક વાત સાંભળવા તૈયાર નહોતી... એ ત્યાંથી રૂમમાંથી નિકલવંજ જતી હતી અને અને નીકળતા નીકળતા એને મને એટલું જ કીધું

“આજ પછી મારી સામે ના આવતો... આઈ હેટ યુ શિવ... તારા જેવો ધોકેબાજ મેં આજ સુધી નથી જોયો... જા જઈ ને લપાઈ જ તારી એલિના માં...”

હું એને કઈ રીતે સમજાવું કે મારી સાથે શું થયું હતું...? મારી પરિસ્થિતિ ખરાબ હતી...

લગભગ બે દિવસ સુધી ગયા હતા એલીના હજી મારી સાથે મારા રૂમ ઉપર જ રહી હતી... પરંતુ મે હજુ પણ એના અને મારા વચ્ચે દૂરીઓ રાખી હતી... એ પલંગ ઉપર સૂતી અને હું નીચે બેડ પર... એ મારી નજીક આવવાની કોશિશ પણ કરતી... પરંતુ મે એ રેખા ક્યારેય ઓળંગી નોહતી.... અમારા બંને વચ્ચે કોઈ પણ જાતના શારીરિક સંબંધ નહોતા...

તે દિવસે હું રાત ના 11:00 વાગે હું મારા રૂમ ઉપર પાછો ફર્યો... ફ્લોર પર આવતા ની સાથે મારી પ્રથમ નજર કાવ્યા ના રૂમ તરફ ગઈ પણ ત્યાં આગળ હજુ પણ તાળું લટકતું હતું.... મેં મારા રૂમમાં દરવાજો ખખડાવ્યો કે તુરંત જ એલિના એ દરવાજો ખોલીને હસતા હસતા મને ગળે લગાવવા મારી નજીક આવી પરંતુ મે એને મારા હાથ થી દૂર કરી દીધી... હું ખૂબ થાકેલો અને અપ્સેટ હતો... હું રૂમની અંદર આવ્યો...મારો કોઈ જ મૂડ હતો.... મારા મોઢા ના હાવભાવ જોઈને એલિના સમજી તો ગઈ હતી પરંતુ મને મૂડમાં લાવવા માટે એ આખા દિવસની અતરંગી વાતો કરી રહી હતી... મને એની વાતમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નહોતો... મને વારંવાર કાવ્ય ની યાદ આવતી હતી... મને ખૂબ ભૂખ પણ લાગી હતી પરંતુ હવે મારા માટે મેગી બનાવી આપે એ કાવ્યા નોહતી... અને એલિના ને એવું કઈ આવડે એવી કઈ મને આશા પણ નોહતી...

અચાનક મારા મોઢામાંથી શબ્દો સારી પડ્યા...

“કાવ્યા... બહુ ભૂખ લાગી છે કંઈક ઓર્ડર કરીએ...“ મારા મગજ માં ફરતી કાવ્યા નું નામ મારા મોઢા પર આવી ગયું હતું... મોઢામાંથી કાવ્ય નામ સાંભળતા જાણે એલીનાના ચહેરા ઉપર એક અલગ જ ભાવ આવ્યા... અને એ બોલી... “શિવ આઇ એમ એલીના... નોટ કાવ્યા...”

“હમ્મ” હું મેં જરાક મોઢું ફેરવીને બોલ્યો... મે બીજો કોઈ જવાબ ના આપ્યો...

મેં ડિનર ઓર્ડર કરી દીધું અને થોડીવારમાં જ ડિનર લઈને છોકરો આવી ગયો...

મારું મન કાવ્યા વગર ક્યાય લાગતું નહોતું હું ખૂબ જ બેચેની અનુભવતો હતો. હું ગમે તેમ કરીને તેને સમજવીને મારા જીવનમાં પાછી લાવવા માગતો હતો... પરંતુ કઈ રીતે એ મને કાંઈ સમજાતું નહોતું...  છેવટે મેં નક્કી કર્યું કે કોઈપણ હાલે તે હું એને મારી વાત કહીને જ રહીશ... માટે હું ફરીવાર એના ડિપાર્ટમેન્ટમાં પહોંચ્યો... ત્યાં જઈને મેં તપાસ કરી તો કાવ્યા હાજર જ નહોતી...

મેં એના ડોક્ટર મેડમને પૂછ્યું તેઓ એમને મને કીધું કે એ તો બે દિવસથી અહીં આવી જ નથી... મારા પગ નીચેથી જમીન સરી પડી... મારી ચિંતા થોડી ઔર વધી ગઈ... કાવ્યા ક્યાં ગઈ હશે...? એ ઠીક તો હસે ને... ? એને મને કીધું નહીં એ તો સમજાય... પણ બીજા કોઈને પણ એ ક્યાં છે એની ખબર નોહતી... આવી રીતે અચાનક વગર કીધે જાય આવું બીજું શું કારણ હોય શકે...? હવે મને ખૂબ ચિંતા થઈ રહી હતી... હું બેબાકલો બનીને કાવ્યા ને અને ચારે તરફ શોધી રહ્યો હતો.... વારંવાર એનો ફોન ટ્રાય કરી રહ્યો હતો પણ એનો ફોન પણ સ્વીચ ઓફ હતો... દિવસમાં ત્રણ ત્રણ વાર હું એને રૂમની તપાસ કરતો પણ ત્યાં મને બહાર લટકેલા તાળાં સિવાય બીજા કોઈ સમાચાર નહોતા મળ્યા...

 

તે દિવસે હું ખૂબ જ અપસેટ થઈને હું ગાર્ડનના એ જ બાંકડા ઉપર બેઠો હતો જ્યાં હું ને કાવ્યા અકસર બેસતા હતા...  કાવ્યા વગર મને ખૂબ જ એકલું લાગતું હતું અને હું એના વિચારોમાં માથા ઉપર હાથ મૂકી ને બેઠો હતો ત્યાં અચાનક મારા ફોન ઉપર અજાણ્યા નંબરથી કોલ આવ્યો... ફોન ઊપડતાં ની સહતે જ સામે થી એક છોકરી નો અવાજ આવ્યો...

“ હું કાવ્યા ની મિત્ર અંજલિ બોલું છું... કાવ્યા એ મને તમારો આ નંબર આપ્યો અને તમને એક મેસેજ આપવા કહ્યું હતું... કાવ્યા ને એના કાકા અને પપ્પા જબરજસ્તી થી એના ગામડે લઈ ગયા છે... તમારી અને કાવ્યા ની વાત એના ફોઇ ને ખબર પડી ગઈ હતી અને એમને એના કાકા ને કહી દીધું... તમારી સાથે કાવ્યા નો જગડો થયો હતો માટે એ અપ્સેટ હતી અને એના ફોઇ ના ગરે ગઈ હતી... અને ત્યાં થી એને ફોસલાવી ને એના કાકા ગામડે લઈ ગયા... હવે ત્યાં એ નજરકેદ છે અને હવે એને પછી ભણવા નહીં મોકલે.... કાવ્યા એ કીધું છે કે તમે એને ત્યાં થી છોડાવી લ્યો... એ તમને ખૂબ જ પ્રેમ કરે છે... હું કાવ્યા નું ગામ નું નામ અને લોકેશન મોકલી આપું છું...”

આ વાત સાંભળતાની સાથે જ હું બાંકડા પરથી ઊભો થઈ ગયો.. મારા તો હોશ ઊડી ગયા હતા... શું કરું અને શું ના કરું તે કંઈ સમજાતું નહોતું...એના સગા લોકો નું આટલું બધુ સંકુચિત માનસ કે પોતાની જ છોકરી નું કરિયર બરબાદ કરવા જઈ રહ્યા હતા...

હવે પાછી કેવી રીતે મેળવી શકાય તે મને કંઈ સમજાતું નોહતું... હું ત્યાં બાંકડા પર બેઠો બેઠો અપસેટ થઈને માથે હાથ મૂકીને બેઠો હતો... એ લોકો આર્થિક અને પોલિટીકલી ખૂબ મજબૂત હતા... ત્યાંજઈને કાવ્યા ને પછી લાવવી કદાચ અશક્ય હતું... હું અગર ત્યાં પોહચી પણ જાઉં તો સાજો સારો પાછો આવું એવી પણ શક્યતા નોહતી....

હું બેઠો બેઠો ભગવાન ને પ્રાર્થના કરી રહ્યો હતો... અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી....

અચાનક પાછળથી તિવારી આવ્યો...

“ક્યા હો ગયા... ભાઈ... સફાઈ... ક્યુ મુંહ લટકા કે બેઠા હે ભાઈ... ઓર તેરી આઈટમ કહા ગઈ...”તિવારી એ મારા ખભા ઉપર હાથ મૂકી ને કીધું...

“ભાઈ...કાવ્યા કો ઉસકે પાપા ઔર ચાચા જબરજસ્તી ઉઠાતી લે ગયે હૈ...” મે આખી વાત એને કહી ને સાંભળવી...

“ઇસકી માં કા... એસા થોડી હોતા હૈ... ચલ જા કે કાવ્યા કો લેકે આતે હે...”એ જોશ માં બોલ્યો..

“ઓર વોહ કેસે...” હું એની સામે જોઈ ને બોલ્યો...

“ વેસે હી... જેસે વો ઉઠા કે લેકર ગયે... હમ ઉસકો વહાસે ઉઠા કર લે આયેંગે” એને એના બાવડા ચડાવતા કીધું...

“લેકિન ઉસકા ચાચા બહોત બડા નેતા હૈ” મે કીધું...

“ઓર મેરા બાપ બહોત બડા ગુંડા...તું ફીકર મત કર... કેસે ભી કરકે ઉસકો તેરે પાસ વાપસ લે કર હી આયેંગે... તું બસ અપના સામાન ઉઠા... ઔર કિસી કો ઠોકના પડેગા તો ઠોક ભી દેગે...” એને એને શર્ટ ઊંચો કરીને પેન્ટ માં ખોસેલી ગન મને બતાવી...

તિવારી ની વાત સાંભળીને મને પણ થોડી હિંમત આવી... આમ તો મારામારી અને ગુંડાગર્દી મારા ગજા બહારની વસ્તુઓ હતી... તેમ છતાં પણ કાવ્યાને પાછી લાવવા માટે ખબર નહિ ક્યાંથી મને હિંમત આવી ગઈ હતી... કોઈ પણ ભોગે હું કાવ્યા ને કસાઈ ખાના માંથી છોડાવવા માગતો હતો... હું કાવ્યા વગર રહી શકતો નહોતો કદાચ એ પણ મારા વગર નહીં રહી શકતી હોય... એટલા માટે જ એને સમાચાર કહેડવ્યા હશે... મારે હવે કંઈ પણ ભોગે કાવ્યા ને પાછી મેળવવાની હતી...

કોઈ ને પણ કીધા વગર હું અને તિવારી રાજકોટ જવા નીકળ્યા... મે માત્ર એલિના ને મેસેજ કરી દીધો હતો... કે અર્જન્ટ કામ થી હું અમદાવાદ જાઉં છું... 2 દિવસ માં પાછો આવી જઈશ... મને પણ ખબર નોહતી કે હું પાછો આવીશ કે નહીં...

રાજકોટ ની કોઈ ડાઇરેક્ટ ફ્લાઇટ નોહતી... અને ટ્રેનમાં જવાનો અમારી પાસે સમય નહોતો... માટે તે દિવસે સાંજ ની જ ફ્લાઈટ પકડીને હું અને તિવારી બંને અમદાવાદ જવા પહોંચ્યા લગભગ ત્રણ કલાકમાં અમે અમદાવાદ પહોંચી ગયા હતા... રાતે મોડુ થઈ ગયું હતું... એટ્લે બીજા દિવસે વહલી સવારે અમદાવાદ થી તિવારીના એક ઓળખીતા મિત્રની ગાડી લઈ ને અમે રાજકોટ જવા નીકળ્યા...  રાજકોટ સુધી તો અમે આરામ થી પહોચી ગયા...

એનું ગામ રાજકોટ થી લગભગ 40 કિલોમીટર દૂર હતું... અને ત્યાં રસ્તા માં નેટવર્ક પણ બરાબર નોહતું... રાજકોટ થી આગળ જતા ની સાથે જ GPS એ દગો દઈ દીધો... આડાઅવળા ખાડા ખચરા વાળા કાચા રસ્તા માં ગાડી ચાલે જતી હતી... અનેક કિલોમીટર સુધી માણસ શું... કોઈ પ્રાણી પણ નોહતું દેખાતું... GPS માં ક્યારેક ડાભે તો ક્યારેક જમણે અને ક્યારેક અમને લાગે તે રસ્તા ઉપર અમે ગાડી ચલાવ્યા કરતાં હતા... ખબર નહીં... અમે ત્યાં ક્યારે પહોચીશું...? લગભગ 1 કલાક થયો હસે અને ત્યાં એક નાનકડું ગામ પાસે અમે પહોચ્યા... ત્યાં અમુક લોકો સાથે વાત કરી તો ખબર પડી કે અમે બરાબર જઈ રહ્યા હતા... અહિયાં થી એનું ગામ લગભગ 12 કિલોમીટર જેટલુ જ દૂર હતું... થોડા ચા-પાણી કરી ને અમે આગળ વધ્યા...

જેમ જેમ હું કાવ્યા ના ગામ ની નજીક આવતો જતો હતો એમ એમ મારી ઘભરાહટ વધતી જતી હતી.. ખબર નહીં ત્યાં જઈ ને શું થસે અને કેટલા માણસો જોડે પાલો પડશે... ...અત્યાર સુધી સૂરો બની ને અહિયાં સુધી આવેલો હું હવે ડરવા લાગ્યો હતો... કદાચ એના કાકા ના ગુંડાઓ ત્યાં હશે પણ મારી સાથે પણ એક ગુંડો તો હતો જ... જે અત્યારે બિન્દાસ બનીને નસકોરાં બોલાવતો ગાડી માં સૂતો હતો...

 

છેવટે અમે એના ગામ ના સીમાડે પહોંચ્યા...

લગભગ બપોરના ત્રણ વાગી ગયા હતા... બપોર નો સમય હોવાથી ગામ નો સીમાડો સુમસાન હતો.. અમને ત્યાં આજુબાજુ કોઈ ના જોવા મળ્યું... અમે ગામ ની અંદર આગળ વધવા લાગ્યા... ત્યાં ગામ માં એક વડ ના ઝાડ નીચે એક બુડ્ઢો ડોસો બેઠો હતો... દાદા ને મે પૂછ્યું કે

“નેતા સાહેબ નું ઘર ક્યાં છે” દાદા ને જાણે વાતમાં કોઈ રસ ન હોય એમ ધુમાડો કાઢવામાં જ વ્યસ્ત હતા...

ફરી એકવાર જોરથી પૂછતા જ એ ડોસા એ એમને માત્ર આંગળીથી આગળ જતો એક રસ્તો બતાવ્યો...  ત્યાં આગળ પહોંચતા ની સાથે જ નાકા ઉપર એક મોટું મકાન હતું...અને ત્યાં બહાર નેતા સાહેબ નું નામ ળકેલું હતું...  કદાચ એ જ મકાન હશે...

ઘર ની આગળ મોટો કાળા કલરનો લોખંડ નો ઝાંપો મને દેખાતો હતો.. ઝાપો સહેજ ખુલ્લો હતો... મે એ ખુલ્લા ઝાંપા માંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો... ઝાંપા ની પાછળ ના ભાગ માં મોટો વરંડો હતો અને વારંડા ની પાછળ એક મોટું મકાન હતું...  જે મકાનની બહારની બાજુએ બેઠેલા અમુક લોકો મને સ્પષ્ટ દેખાતા હતા... એ દરેકના હાથમાં લાકડીઓ હતી..

તિવારી પણ કંઈ પાછો પડે એમ નોહતો... એને પણ એની સાથે એક તમંચો અમદાવાદથી લઈ લીધો હતો... પણ મારી એવી કોઈ ઈચ્છા નહોતી કે મારામારી કે ખૂન ખરાબો થાય... એમ પણ એ બધા કાવ્યના સગાવાલા હતા... એટલે મારામારીનો તો કોઈ પ્રશ્ન જ નહોતો... હું તો શક્ય બસ વાતો થી એમને મનાવવાની કોશિશ કરવા અહિયાં સુધી આવ્યો હતો...  હું તો બસ મારી અને કાવ્યાની સેફટી જોતો હતો...  ગાડી બરાબર દરવાજાની બહારના ભાગમાં પાર્ક કરી અને હું અને તિવારી નીચે ઉતર્યા...  અમે વિચારતા હતા કે અંદર જવું કે નહીં...

એવામાં જ સામેથી જોયું તો કાવ્ય દોડતી દોડતી ગાડી તરફ આવી રહી હતી... એક ઝટકામાં કાવ્યા એ ઝાપો ખોલ્યો અને એને દોડતા દોડતા દૂરથી જ મને બૂમ પાડી...

“શિવ ગાડી ચાલુ કર...”

 એક ક્ષણ માટે મે અને તિવારી એ એકબીજા સામે જોયું...  હું ફાટક દઈ ને ગાડી ની ડ્રાઇવર સીટ ઉપર બેસી ગયો... અને સેલ મારી દીધો...

તિવારીએ ગાડીનો દરવાજો ખોલીને તૈયાર જ ઉભો હતો...  જેવી કાવ્યા આવી કે તુરંત જ એને કાઢી માં બેસાડીને મેં ગાડી પુરપાટ ઝડપે હાંકવી દીધી... કાવ્યા ના ઘરવાળા કઈ સમજી સકે એ પેહલા મે ગાડી ગામ બહાર કાઢી દીધી... અમને લાગતું હતું કે અમે બચી ગયા.. પણ થોડી જ વાર માં અમારી પાછળ બીજી ગાડીઓ દોડવા લાગી... સીન એકદમ ફિલ્મી હતો... પણ જે હતું એ સત્ય હતું... હું કઈ પણ બોલ્યા ચાલ્યા વગર પુરપાટ જડપે ગાડી હંકારી રહ્યો હતો... મારા ધબકારા અને શ્વાસોશ્વાસ મારી ગાડી ની જેમ જડપ થી વધી રહ્યા હતા... હું થોડી થોડી વારે પાછળ ના કાચ માં અને કાવ્યા સામે જોયા કરતો... અને ફીટ હાથે થી સ્ટીયરિંગ પકડી ને એક ચિત્તે ગાડી ભગવી રહ્યો હતો...

“આ અહિયાં ક્યાથી...” કાવ્યા એ તિવારી સામે જોઈને મને પૂછ્યું...

“બહુ લાંબી કહાની છે... પછી ક્યારેક....”હું ગાડી ચલાવતા ચલાવતા બોલ્યો...

તિવારી થોડી થોડી વારે પાછળ આવતી ગાડીઓ ને જોતો, એમને ગાળો બોલતો અને પોતાની પિસ્તોલ બહાર કાઢતો અને પાછી અંદર મૂકતો...  

લગભગ રાજકોટ સુધી એ લોકો અમારી પાછળ આવ્યા અને પછી જાણે ખોવાઈ ગયા... તિવારી એ એના મિત્ર ને સીધો અમદાવાદ એરપોર્ટ બોલાવી લીધો હતો... મે ગાડી ક્યાય પણ રોક્યા વગર સીધી એરપોર્ટ પર આવી ને જ ઊભી રાખી અને અમે સીધા એરપોર્ટ ની અંદર ગુસી ગયા...

એક નેતા ના ઘરે થી મે એમના કુટુંબ ની છોકરી ને ભગવી હતી.. મામલો સંગીન હતો અને એના પરિણામો હું જાણતો હતો.. પણ હું પણ દરેક પરિસ્થિતી માટે તૈયાર હતો...

હું દિલ્લી પોહચીને સીધો કાવ્ય ને લઈ ને પોલીસ પાસે ગયો...તિવારી ના બાપા એ પોલીસ ઇન્સ્પેક્ટર ને પહલે થી ઓળખતા હતા... એક વકીલ ત્યાં પહલે થી હાજર હતો... એ ઓળખીતા પોલીસ ની સલાહ પ્રમાણે મે વકીલ જોડે બધી ફોર્માલિટી કરવી લીધી કે કાવ્યા એની મરજી થી મારી સાથે આવી હતી... ના તો કોઈ જોર જબરદસ્તી થી...

હવે કાવ્યા ના કાકા અમારું કઈ પણ બગડી શકે એમ નોહતા...

તે દિવસે સાંજે મે કાવ્યા ને પૂછ્યું... તું ઘરની બહાર કેવી રીતે આવી...

એમ તો કાવ્યા ને ઘર ની બહાર પગ મૂકવાની પરવાનગી નોહતી પણ તે દિવસે જોગનું જોગ ઘરની બધી ઔરતો ભજન માં ગઈ હતી અને કાવ્યા ને પાણી ની મોટર બંધ કરવા કહેવામાં આવ્યું હતું... જેવી એ ઘરની બહાર આવી તો એને ત્યાં હું દેખાયો અને એ દોડવા લાગી... આ પણ એક સંયોગ જ હતો...

વાયુ વેગે આખી હોસ્પિટલ માં આ વાત ફેલાઈ ગઈ હતી... એલિના ને પણ વાત ખબર પડી ગઈ હતી...

...

ટ્રિંગ... ટ્રિંગ...

મેઘ નો ફોને વાગી રહ્યો હતો... પણ મારી વાર્તા મે એ એટલો ખોવાઈ ગયો હતો કે ફોને ઉપડવાનો ભૂલી ગયો... ફોન સામે જોયું તો એની વાઇફ નો કોલ હતો... ઉપાડતાની સાથે જ... સામે થી મોટો અવાજ આવ્યો...

“ક્યાં છે તું... સાંઝ થવા આવી.. તમે બંને દોસ્તો એકલા જ આવ્યા હોત તો સારું... અમને અહિયાં રૂમ પર બેસાડી રાખવા સાથે લાવ્યા છો...?”

ચાલ બાકી ની વાત સાજે ડિનર પર મળીએ ત્યારે..

...

તે દિવસે સાંજે અમે ચારેય ગોવા ની ફેમસ રેસ્ટોરેંટ માં જમવા આવ્યા હતા... માહોલ રંગીન હતો... લાઈવ મ્યુજિક, બાર, અને બારબેકયું...

“તમે બંને અહિયાં બેસો.. અમે ડ્રિંક્સ લઈને આવીએ છીએ...” મેઘે અમારા બંને ની વાઇફ ને કહ્યું અને અમે ત્યાથી ઊભા થી બાર પાસે ગયા...

“પછી શું થયું એ તો બોલ...” મેઘ આગળ ની વાર્તા સાંભળવા ઉત્સુક હતો..

પછી... પછી તો તને ખબર જ છે ને ભાઈ... જે એલિના એ મને કીધું...

....

તે દિવસે હું સાંજે રૂમ પર આવ્યો... કાવ્યા મારી સાથે જ હતી.. મે હવે નક્કી કરી લીધું હતું કે એક ક્ષણ માટે પણ હું એને મારાથી અલગ નહીં થવા દઉં... એલિના રૂમ પર જ હતી... અમારા અંદર આવતાની સાથે એ તાળી પડતાં પડતાં બોલી....

વાહ ડોક્ટર સાહેબ વાહ... મારો પ્રેમ તમને ના દેખાયો તો તમે આ કાવ્યા માટે આટલું મોટું રિસ્ક લઈને બેઠા.. ડફફર તને કઈક થઈ જાત તો... અને કાવ્યા... તું તારા ફેમિલી ને સમજાઈ ના શકે... બસ નીકળી પડ્યા છો પ્રેમ કરવા...

“એલિના... આઇ એમ સોરી...” હું જરાક ખચકાતાં બોલ્યો...

વોટ સોરી.. સ્ટુપિડ... અક્ચુલ્લી આઇ એમ સોરી... હું હમેશા એવું માનતી હતી કે આજે નહીં તો કાલે હું તને મેળવી લઇશ.. એક દિવસ તો તને મારા સાથે પ્રેમ થસે જ... પણ તે જે કાવ્યા માટે કર્યું.. એ કદાચ હું તારા માટે ના કરી શકત...

કાવ્યા... તું ખૂબ નસીબદાર છે.. કે તને શિવ મળ્યો... નામ ભલે એનું શિવ હોય પણ પ્રેમ એનો રામ જેવો છે... એકદમ પવિત્ર... અરે હું તો એની થવા માટે જ આવી હતી.. પરંતુ આજ સુધી એને માટે સ્પર્શ પણ નથી કર્યો...

“એની વે... ગુડ લક ગાય્સ...એંડ ટેક કેર...હવે મારે જવું જોઈએ... એમ પણ હવે અહિયાં મારૂ શું કામ...?” એટલું બોલીને એલિના એનો સમાન ઊપાડીને ચાલવા લાગી..

“પણ એલિના હવે તું ક્યાં જઈશ...” મે એને રોકતા પૂછ્યું...

“દુનિયા બહુ મોટી છે ડોક્ટર સાહેબ... જઈશ ક્યાક બીજા શિવ ની શોધ માં...” એટલું બોલી ને એ ત્યાથી જતી રહી...

એલિના માટે મને મનોમન દુખ થી રહ્યું હતું... મે કદાચ એની સાથે ખરાબ કર્યું હોય... પણ હું બીજું કરી પણ શું શકત...

સોરી એલિના...હું મનોમન બોલ્યો...

....

“નો નીડ તો સોરી શિવ...ઇનફેક્ટ થેન્ક યૂ...આજે તારા કારણે જ મને એલિના મળી છે..હું તો ઘણા વારસો થી એને પ્રેમ કરતો હતો... પણ ક્યારેય બોલવાની હિમ્મત ના ચાલી...  અરે આપની પેહલી ગોવા ની ટ્રીપ પણ મે એટલેજ ગોઠવી હતી કે હું એને પ્રપોસ કરી શકું... પરંતુ મને ત્યારે જ ખબર પડી કે એ મને નહીં તને ચાહે છે... અને મારા માટે આપડી દોસ્તી વધારે અગત્ય ની હતી... શું ફેર પડે છે એ મારી ના થાય તો...પરંતુ હું મારા પ્રેમ સામે આપણી દોસ્તી ને થોડી હારવા દઉં... પરંતુ આજે તારા કારણે જ એ મને મળી છે દોસ્ત... ચીર્સ... આપણી દોસ્તી ના નામે.... ” મેઘ બોલ્યો...

આજે એલિના મેઘ ની વાઇફ છે... અને કાવ્યા મારી... અમે ચારેય સાથે ગોવા આવ્યા છીએ... કાવ્યા ને હજુ મારા પાસ્ટ વીસે કાઇજ ખબર નથી...

અરે અમારા માટે કઈ લાવશો... કે ત્યાજ પાર્ટી પૂરી કરશો... એલિના એ દૂર ટેબલ પર બેઠા બેઠા બૂમ મારી...

...

અમે ડિનર પૂરું કર્યું.. અને બિલ પેય કરીને ઊભા થઈ ને બહાર જવા રવાના થયા... પાછળ થી એક અવાજ આવ્યો...

“Excuse me...” પાછળ થી કોઈ છોકરી નો મને જાણીતો અવાજ લાગ્યો...

પાછળ વળી ને મે જોયું...

“અરે તું અહિયાં...” મારા મોઢા માંથી અચાનક અવાજ નીકળી ગયો...

“ડૉ.શિવ શર્મા...હાઇ નાઇસ ટુ સી યૂ આફ્ટર લોંગ ટાઈમ...હા આ રેસ્ટોરેંટ મારી છે... તને મળી ને બહુ આનંદ થયો... ફૂડ કેવું લાગ્યું?... એની વે... હજુ કેટલા દિવસ ગોવા માં છે?... મને ચોક્કસ થી કોલ કર જે...જૂની યાદો તાજી કરીશું...” એક નાખરાળી સ્માઇલ અને એનું વિઝિટિંગ કાર્ડ મને હાથ માં આપતા એ બોલી...

“See you soon...”એટલું બોલી ને એ ત્યાથી જતી રહી...

મારૂ મોઢું ખુલ્લુ રહી ગયું હતું... હું જાણે થીજી ગયો હતો...

જટ દઈને મારા હાથ માથી એ કાર્ડ કાવ્યા એ પડાવી લીધું અને નામ વાંચવા લાગી... અને પછી એક ગુસ્સા ભરી નજરે મને પૂછ્યું...

“કોણ છે આ સિલ્કી...”

 

સંપૂર્ણ...