એકાંત Tanveer Gohil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

શ્રેણી
શેયર કરો

એકાંત

"એકાંત "
........... એકાંતના ભીંજવી શક્યું,
લાગણીઓનો સતત શોર હતો........
એકાંત શબ્દ સાંભળતા ઘણું બધું મનમાં આવે એકાંત એટલે???
એતો બધા જાણે પણ એકાંત એ ખરેખર કેવો અનુભવ છે એ વિશે ચર્ચા કરીશુ. મારાં અને તમારા ઘણા વિચારો મળતા આવશે અને કદાચ જે અનુભવ બધાની જિંદગીમાં થયાં જ હોય ક્યારેક ને ક્યારેક તો એટલે ""એકાંત એ જ મારો સાચો સંગાથી ""

બધાના મનમાં એક ખાલી ખૂણો હોય જ છે જે ખૂણે એકાંતમાં બસ કડવી કે મીઠી જીવનની યાદો ઓગળવાનો નાવો મળે છે ક્યારેક આપ સૌ પણ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા હશો એ ક્યારેક બસ એકલા બેસી રહેવાનું ગમે ના કોઈ નો સાથ ના આજુબાજુ કોઈ બસ પોતાની સાથે ચર્ચા કરવાનું મન થાય અને ત્યારે તમે બધાએ નોટિસ કર્યું હશે કે જેટલું એકાંત બોલે છે એટલું કોઈ નહિ બોલતુ હોય..... આ એકાંત જ છે જે આપણને આપણી આત્માને ઓળખવાનો અથવા તો ખુદને મળવાનો મોકો છે.

ઘણીવાર તો જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ ગયા પછી જિંદગીનો ઘણો સમય વ્યર્થ થઈ ગયાનો અહેસાસ થાય છે ત્યારે આપણને એ એકાંત વાલુ લાગવા લાગે છે. એ જ પણ આપણે ખુદને મળતા હોઈએ છીએ અને હું મારા શબ્દોમાં કહું તો એકાંત જ છે જ્યારે આપણે એ વ્યસ્ત જિંદગી માંથી નીકળીને પોતાની જાતને યાદ કરીને ઘણીવાર આંખમાંથી આંસુ નીકળવા માંડતા હોય છે. કોઈ ક્યાં જાણતું હોય છે કે આપણે જિંદગીમાં બધું મેળવીને પોતાની જાતને પોતાના આત્મવિશ્વાસ ને ખોઈ બેઠા છીએ...

ક્યારેક એકલા બેસીને ખુદને એક સવાલ કરો કે મારી ગેરહાજરી પછી કોને ફરક પડશે...????
એટલે જ ફરક પડે એમને ચિંતા કરો,બાકી બીજા બધાને તેમના હાલ પર છોડી દો મજા આવશે જીવવાની.... બસ હસતા રહો એટલે નહીં કે તમારી પાસે હસવાનું કારણ નથી પરંતુ એટલે કે દુનિયાને રત્તી પર પણ ફરક નથી પડતો તમારા આંસુઓથી!.


કોઈના લક્ષમાં જે તમને હારેલું જોવા માંગે છે તમે પોતાનું છોડીને એમનો પક્ષ કેવી રીતે લઈ શકો ???..... કોઈના કંઈ કહેવાથી... તમને હેરાન કરવાથી કોઈ તમને છોડીને ચાલી જાય, કોઈ તમારી પર આંગળી ઉઠાવે, અને તમે મરવાનું વિચારી પણ કેવી રીતે શકો???
શું એટલી સસ્તી છે તમારી જિંદગી? નહીં ને..!!! તો કેમ એવું ઇચ્છો છો કે કોઈ તમારી કદર કરે, તમે પોતે જ પોતાની કદર કરો અને જુઓ સામેવાળા કેટલું મંથન કરવા લાગશે તમારા વિશે.

તમને લાગતું હશે આ બધી મોટી મોટી વાતો છે,..
દોસ્ત એવું નથી આ બધું નમકીન છે બસ તમે વિચારો તો ને, તમે તો પોતે જ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બનીને બેઠા છો........ દુનિયાભરની સકારાત્મક વાતો તમને બસ મોટી મોટી લાગતી હશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે દિવસે તમે સકારાત્મક વાતોને ગંભીરતાથી લેવાની શરૂ કરશો જેટલું લોકોની વાતોને ગંભીરતાથી લો છો, એ દિવસે તમે પોતાની અંદર પણ બદલાવ અનુભવ કરી શકશો..... અને સમજાશે કે અહીંયા પોતાની કિંમત પોતે સમજો બીજા કેમ નથી સમજતા એ વિચારીને પોતાની માનસિક શાંતિ ને જોખમમાં ના નાખશો.
માટે એકલા છો, તો તમે કમજોર નથી ક્યારે ઘણા લોકો સાથે હશે પણ સાથ નહીં આપે ત્યારે એવી પરિસ્થિતિમાં પોતાની જાતને ડિપ્રેશનમાં લઈ જવાની કોઈ જરૂર નથી, કેમકે જેમ આસોપાલવ ની ઊંચાઈ જોઈને તુલસીનો છોડ આપઘાત નથી કરતો, એમ હાથીનું બળ જોઈને ખિસકોલીને પણ ડિપ્રેશન નથી આવતું. કારણકે કે પ્રકૃતિએ સર્જેલા દરેક સજીવની એક અનન્ય અને અજોડ વિશેષતા હોય છે. માટે વિચારો કે તમને ભગવાને પણ મનુષ્ય અવતાર આપ્યો છે, એનો પણ કંઈક ઉદ્દેશ્ય હશે દરેક અસ્તિત્વના ઉદ્દેશ્ય અલગ અલગ હોય છે અને ધારો કે કોઈ ઉદ્દેશ્ય ન પણ હોય તો પણ આ બ્રહ્માંડ માટે આપણે એટલા જ સ્પેશિયલ છીએ કે જેટલા રહેલા તારા ...
માટે જ.......
'હાર થવી એ જિંદગીનો ભાગ છે
હાર માની લેવી આપણી ચોઇસ છે'

સો એન્જોય એવરી સેકન્ડ ઓફ લાઈફ.....