આકાશનાં લગ્નની વિધિઓ પ્રારંભ થઇ ચુકી હતી. અવનીને બાજુમાં આવીને આકાશ તરફ જોતાં અવનીની લાલ આંખો ફરીથી ચમકવા લાગી. આકાશ અવનીને આમ જોતાં ફરીથી ચિંતામાં પડી જાઇ છે. લગ્નની વિધિઓ પરંપરા અનુસાર કરવામાં આવે છે. પંડિતજી વિધિ અનુસાર મુહૂર્તમાં બધી વિધિઓ પુરી કરે છે.હવેલીમાથી વ્હીલચેર પર અંદરથી અધિરાજને બેસાડીને નર્સ બહાર લઈ આવે છે. સુધા અધિરાજના હાથને આકાશનાં માથે મુકીને આશીર્વાદ અપાવે છે.
આકાશ અધિરાજની હાલત જોઈને ભાવુક બની જાઈ છે. અધિરાજ બોલવાનો પ્રયત્ન કરે છે. છતાં બોલી નથી શકાતું. આકાશને જોતાં આંખોમાંથી લાગણીની સરવાણી વહેવા લાગે છે.
મંડપ મુહર્તની વિધિ પુર્ણ કરવામાં આવે છે. બધાં મિત્રો બપોરનું ભોજન આરોગી રહ્યાં છે. અવની જમવાના ટેબલ પર બેઠી હતી. પરંતુ મન ત્યાં નહોતું એની આંખો આકાશને આમતેમ શોધતી હતી. જમવાની ઈચ્છા નહોતી પરંતુ તબિયત બહું સારી ન હોવાથી બધાને હેરાન ન કરવાં માટે બધાની સાથે થોડું જમી લીધું.
લગભગ સાંજના પાંચ વાગ્યા આવ્યાં હતાં. હવે આકાશને પીઠી ચોળવાનુ મુહર્ત હતું. આકાશ અંદર તૈયાર થઈ રહ્યો હતો. આકાશને અરીસામાંથી બાજુનાં રૂમ તરફ જતી અવની દેખાણી. આકાશ દરવાજે આવીને અવનીનો હાથ ખેંચીને રૂમની અંદર લાવ્યો. દરરોજ આવતાં સપનાં અને ભટકતી આત્મા એક તરફ પોતાનાં લગ્ન બીજી તરફ અધિરાજ કાકાની તબિયત ખરાબ. ત્રીજી
બંધ દરવાજે ઉભેલી અવનીની ગરદન પર જોરથી પંજા વડે હચમચાવીને પુછ્યું , " કોણ છે તું ? તારો ઈરાદો શું છે ? શું કામ વારંવાર મારાં લગ્નમાં વિધ્ન ઉભાં કરવાં આવી છે. શું કામ મારી અવનીના શરીરમાં પ્રવેશ કર્યો ? ". આકાશ એકીસાથે હાથવડે ગરદન પર બળપૂર્વક ભાર આપતાં પુછ્યું.
અવની પોતાનાં બન્ને હાથ વડે આકાશનો ગરદન પર રહેલો હાથ છોડાવ વલખાં મારવાં લાગી. અવનીનો ગોરો ચહેરો લાલ થવા લાગ્યો. અંતે આકાશએ પોતાનો હાથ હટાવી લીધો. અવની ઉધરસ ખાવા લાગી અને ઝડપથી શ્ર્વાસ લેવાં માંડી. " આકાશ હું તારી અવની છું. હાથ ન હટાવ્યો હોત તો હમણાં મારાં રામ રમી જાત ". અવની પોતાની ગરદનને અરિસામાં જોતાં બોલી." હું શું કરૂં ? એક તરફ લગ્ન એક તરફ હજારો કામનું ટેન્શન એક તરફ બોસ ઓફીસથી ફોન કરીને જલ્દી હાજર થવાનું દબાણ કરે છે ". આકાશ અવનીને ફરિયાદ કરતાં બોલ્યો.
" તું જે શોધી રહ્યો હતો એ હું નથી. હું જે છું એ તું નહીં શોધી શકી ". આટલું કહેતાં અવની દરવાજો ખોલીને બહાર નીકળી જાઈ છે.
આકાશ તૈયાર થઈને રૂમમાંથી બહાર નીકળ્યો. આછાં પીળા રંગનો કુર્તો અને ધોતી પહેરી તૈયાર થઈને બહાર આવ્યો. આકાશને બાજોટ પર બેસાડી પીઠી ચોળવામાં આવી. આકાશનાં બધાં મિત્રો વારાફરતી લગાવવા આવ્યાં. બધાં મિત્રોએ મળીને અંતે આકાશની આંખો સિવાય આખા ચહેરો પીળો રંગી નાંખ્યો હતો. અવની આકાશને પીઠી લગાવવા જતાં આકાશની આંખોમાં જોતાં પોતાની આંખોમાં આવતાં લાગણીનાં આંસુ રોકીને જલ્દીથી ઉભી થઇ જાય છે.
લગ્નની વિધિ કરાવનારા પંડિતજી આવી પહોંચ્યા. તેમણે ગામનાં પાદરથી કુવાનું પાણી લાવવાં માટે કહ્યું. ગામમાં કોઇનાં લગ્ન હોય ત્યારે મંડપ મુહર્તની વિધિ અને પીઠી લગાવ્યાં બાદ સ્નાન માટે ગામનાં કુવાનું પાણી વરરાજાની સિંચી આવે અને સ્નાન કરાવવામાં આવે છે. આકાશનાં પપ્પા ન હોવાથી એની વિધવા મમ્મીનાં સ્થાને માં સમાન કાકી સુધા પાણી લાવવાં માટે તૈયાર થાઈ છે.
કુવા કાંઠે પહોંચતા સુધા ત્રાંબાનો કળશ દોરડાં વડે બાંધીને કુવામાંથી પાણી બહાર કાઢવા માટે ધકેલ્યો. અવની અને ચાંદની, દિવ્યા કાંઠે ઉભી હતી. પાણીમાં પડેલાં કળશમાં બુડબુડ અવાજ આવ્યો અને સુધા પોતાનાં બન્ને હાથ વડે દોરડાને ખેંચવા લાગી. જેવો કળશ બહાર ખેંચીને કુવા કાંઠે મુકતાં સુધાના મોઢામાંથી ચીસ નીકળી જાઈ છે. બાજુમાં ઉભેલી અવની ચાંદની અને દિવ્યા ડરી જાઈ છે.
બધાં કળશ તરફ જોતાં કળશમાંનુ પાણી લાલ રંગનું હતું. " હે ભગવાન આટલું મોટું અપશુકન ". સુધા રડમસ અવાજે બોલવાં લાગી. દિવ્યાની નજર કુવામાં પડતાં એનાં મોઢામાંથી ચીસ નીકળી જાઈ છે. બધાં એક્સાથે કુવામાં જોતાં બધાનાં પગ નીચેથી જમીન સરકી જાઈ છે. કુવામાં કોઈની લાશ ઉંધી વળીને મરેલી હાલતમાં તરતી હતી. કુવાનું આખું પાણી લાલ રંગનું થઇ ગયું હતું.
આજુબાજુના રહેતાં બધાં તેજપુર ગામનાં લોકો અવાજ સંભળીને એકત્ર થઇ ગયા. બધાં એકબીજાને પુછવા લાગ્યા કોણ હશે !અંદર કોણ હશે ?
કુવામાં કોની લાશ હશે ? આકાશનાં લગ્ન કેવી રીતે થશે ? જોઈએ આગળનાં ભાગમાં.
ક્રમશ....