ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્કની ચાહ, ગુનાની રાહ - 1

ઈશ્કની ચાહ, ગુનાની રાહ

"હા... એ અમરને હું ચાહું છું! એની માટે મેં શું શું નથી કર્યું! ઈન ફેકટ, એની માટે જ તો હું જીવું જ છું! અને જો એ મારો નહીં તો કોઈનો નહિ! કોઈનો પણ નહિ!" માધવી બોલતી હતી. એ એક ચેર સાથે બંધાયેલી હતી.

"અરે, પણ અમર મને લવ કરે છે! એ તને નથી ચાહતો!" સપના બોલતી હતી.

"તને કેવી રીતે યકીન અપાવવું." એને ઉમેર્યું.

"અંફોર્ચ્યુનેટલી, એ તને લવ કરે છે! પણ મને ખબર છે એ મને પણ લવ કરે છે! અને એના પ્યારને હું બહાર લાવીને જ રહીશ! એ મને તારા કરતાં પણ વધારે પ્યાર કઈ છે!" માધવી બોલી.

"અરે એ તો તને બેસ્ટ ફ્રેન્ડ માને છે! બેસ્ટી!" માધવી રીતસર ચિલ્લાઇ.

"અરે હું અમરને તારી પહેલે થી ઓળખું છું! એ મને જ લવ કરતો હતો પણ તુયે એણે કહ્યુંને કે હું નરેશને ચાહું છું એટલે જ એણે મને કઈ ના કહ્યું!" માધવી બોલતી હતી.

🔵🔵🔵🔵🔵

"અરે, નરેશ, સપના નો કોઈ પત્તો નથી! મને તો બહુ જ ડર લાગે છે! પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી!" અમર રીતસર રડતો જ હતો!

"તું ચિંતા ના કર, ચાલ સાથે શોધીએ એ મળી જ જશે!" નરેશે આશ્વાસન આપ્યું.

"હોપ સો!" અમર બોલ્યો.

🔵🔵🔵🔵🔵

"સાંભળ્યું છે કે તમારા મેરેજ થશે! પણ તું જ નહિ રહું તો!" માધવી ગાંડા ની જેમ હસી.

"શેમ ઓન યુ, માધવી! અમરને ખબર પડશે તો એ તારી સાથે બધા જ રિશ્તા તોડી દેશે!" સપના બોલી.

🔵🔵🔵🔵🔵

"યાર, અહી તો કોઈને કઈ ખબર નથી! એ બાજુ કોઈ સમાચાર?!" અમારે કૉલ કરીને કહ્યું.

"નો યાર, અંફોરચ્યુનેટલી અહી પણ કોઈને કંઈ ખબર નથી!" નરેશે એક ઊંડો નિશ્વાસ નાખતા કહ્યું.

"જો યાર, મને સપુ ના મળી ને તો આઇલ ડાય!" અમારે રડતા રડતા કહ્યું.

"અરે, તું હિંમત ના હાર! મળી જશે!" નરેશે કહ્યું.

"અરે એક તો આ મધુ નો કોલ લાગતો નથી! એ ક્યાં છે, બાય ધ વે?!" અમરે ચિડાઈ જતા કહ્યું.

"ફ્રેન્ડના મેરેજ માં એમ કહેતી હતી, મને તો!" નરેશે કહ્યું.

🔵🔵🔵🔵🔵

"અરે, અમર પ્લીઝ મને બચાવી લે આ તારી જ બેસ્ટીથી!!!" સપના બોલી.

"હા... પણ અમરને તો કઈ ખબર જ નહિ પડે!" માધવી બોલી.

🔵🔵🔵🔵🔵

"જો... સપનાએ ભૂલ થી પણ તારી આંખો માં આંસુ લાવ્યાં છે ને તો, ..." એક વાર માધવીએ અમરને કહેલું. અમરને એક ઝાટકા સાથે આ વાત યાદ આવી ગઈ.

"અરે માધવી પણ તો ગાયબ જ છે ને!" અમર ને એક ખ્યાલ આવ્યો.

"અરે નરેશ, તું સપના ના ઘરે જા અને હું માધવી નાં ઘરે જઇશ, ઓકે!" અમારે પ્લાન બદલી લીધો.

"ઓકે!" નરેશે વધારે પૂછવાનું યોગ્ય ના સમજ્યું.

વધુ આવતા અંકે..
____________________
એપિસોડ 2માં જોશો: "માય ડીઅર, મધુ! ક્યાં છું, તું?! પ્લીઝ પાછી આવી જા! હું તારો અમર તારો વેટ કરું છું! જો તું પણ મને લવ કરતી જ હોય તો આજે સાંજે ગાર્ડનમાં આવી જજે! આઈ મીસ યુ, બાબા!" એક વીડિયો માં અમર બહુ જ પ્યારથી મધુને જ્યાં પણ હોય એની પાસે આવી જવા માટે બોલાવી રહ્યો હતો! હા, આ વીડિયો કેટલાક સમય થી સોશીયલ મીડીયા પર અપલોડ કરવામાં આવ્યો હતો! હેલ્પ કરવા માટે જ ટીવી માં પણ આજે બતાવવામાં આવ્યો.

ટીવીમાં એક જ સાથે સપનાં અને માધવી જોઈ રહ્યા હતા!

"જોયું, અમર મને લવ કરે છે!" માધવી ગાંડા ની જેમ સપનાંને ચીડવવા લાગી.

સપનાએ જવાબ માં બસ એના ગાલને અનેક આંસુ ની ધારથી ભીંજવી દીધા!

"અમર, યુ લાયર!" એ માંડ બોલી શકી.