શ્રાપિત - 29 bina joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાપિત - 29













આકાશ અવનીની પાછળ ચાલવા લાગ્યો. અવની ચાલતાં ચાલતાં તેજપુર ગામમાં વચ્ચે આવેલો કુવા પાસે જઈને ઉભી. અવનીને કુવા પાસે ઉભી જતાં ગભરાયેલી હાલતમાં આકાશ પાછળ ઉભો હતો. અવની કુવાનાં કાંઠે પોતાનાં બન્ને હાથ રાખ્યા અને પોતાનું ડોકું નીચે કરીને કુવામાં જોવાં લાગી. અવની પોતાનાં હાથમાં રહેલી ઢીંગલીને બન્ને હાથ કુવામાં આગળ કરીને કુવામાં ફેંકી દીધી. થોડીવાર કુવા પાસે ઉભીને જોવાં લાગી. કુવા પાસે ઉભેલી અવની અચાનક ફરી. અવની અચાનક પાછળ ફરતાં પાછળ ઉભેલો આકાશ ગભરાઈ ગયો.

અવનીનો ગુસ્સાવાળો ચહેરો અને લાલ આંખો સાથે આકાશ તરફ આગળ વધી રહી હતી. છમ...છમ...છમ...અવનીના આગળ વધવાની સાથે પગમાંથી આવતો ઝાંઝરનો અવાજ આગળ વધતો હતો. અવનીને આમ ગુસ્સેથી આગળ વધતાં જોઈ આકાશને પરસેવો વળવા લાગ્યો. આકાશને આગળ શું કરવું એ ખબર નથી પડતી. અવનીના પગલાં આગળ આગળ વધી રહ્યા હતાં. તેમ તેમ આકાશ પોતાનાં પગ પાછળ કરી રહ્યો હતો.

ગભરાયેલા આકાશનાં ધબકારા વધવા લાગ્યાં હતાં. અઅઅ.....વની. અવની... આકાશથી માંડ એટલું બોલાયું. અવની આકાશ તરફ જોતાં ગુસ્સેથી બોલી " કોણ અવની..." ? હું કોઇ અવની નથી. અવનીના ભયંકર અવાજથી વાત સાંભળીને આકાશ ડરી જાઇ છે. આકાશ ધીમે-ધીમે પાછળ હટવા લાગ્યો. અવની આકાશની નજીક પહોંચી આવી હતી. અવની આકાશ તરફ ગુસ્સેથી જોતાં નજીક આવી અને પોતાનાં હાથ વડે આકાશની ગરદન પર જોરથી પોતાનાં પંજા વડે હુમલો કર્યો. આકાશ જમીન પર નીચે પડી ગયો.

" અવની...અવની... તું આ શું કરે છે ? હું આકાશ...તારો આકાશ છું" .આકાશ માંડ એટલું બોલી શક્યો. અવની આકાશ તરફ નીચું વળીને પાસે આવતાં એક સેકન્ડ માટે આકાશનાં ધબકારા થંભી ગયા. આકાશનાં ચહેરાની બાજુમાં નજીક આવેલો ચહેરો અવનીનો નહીં પરંતુ કોઈ અન્ય સ્ત્રીનો હતો. અડધો સળગી ગયેલો ચહેરો આકાશને દેખાણો. આકાશની આંખોમાં એ જ ભયાનક ચહેરાની છાપ તરી આવતી હતી.

આકાશ માંડ માંડ હિમ્મત કરીને પોતાના ધુળવાળા હાથ ખંખેરીને ઉભો થયો. આકાશ ઉભો થઇને પાછળ ફરીને દોડવા લાગે છે. જેવો આકાશ ઝડપભેર દોડીને આગળ વધ્યો ત્યાં અવની આકાશના ચહેરા સામે તરત એક સેકન્ડમાં આવી પહોંચી. અવનીને અચાનક સામે આવી જતાં આકાશ ખુબ ગભરાઈ જાય છે. અવની આકાશની સામે આવતાં અવનીનું ડરામણું સ્વરૂપ ધારણ કરીને ઉભી હતી. દાઝી ગયેલો ચહેરો અને લાલ રંગની આંખો આગળ હાથ કરતા અડધો સળગી ગયેલો હાથ સીધો આકાશની ગરદન પર ફરીથી આવતાં આકાશના ગળામાં પહેરેલો રૂદ્રાક્ષ માંથી એક અદ્ભુત ચમકતો પ્રકાશ નીકળતાં અવનીનો હાથ દુર ફેંકાઈ ગયો.


અવની ફરીથી આકાશ પાસે આવીને પોતાનાં બન્ને હાથ આગળ ગરદન તરફ આગળ વધતાં આકાશ પોતાનાં ગળામાં પહેરેલો રૂદ્રાક્ષ પોતાનાં હાથ વડે બહાર કાઢ્યો. રૂદ્રાક્ષ માંથી અલૌકિક તેજ બહાર નીકળતાં અવની દુર જમીન પર નીચે પડી જાઇ છે. આકાશ મનોમન વિચારવા લાગ્યો. દોડીને અવનીની પાસે આવીને જોતાં અવની જમીન પર નીચે બેભાન હાલતમાં પડી હતી. આકાશ અવનીને જગાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ અવની ભાનમાં આવતી હતી.

આકાશ આમતેમ જોવાં લાગ્યું. પરંતુ આસપાસ કોઈ મદદ કરે તેવું દેખાણું નહીં. ગામમાં રહેતાં બધાં લોકો આઠ વાગ્યે સુઈ જતાં હતાં. કોઈ પણ પોતાનાં ઘરનો દરવાજો ખોલતુ નહીં. આકાશની નજર કુવા પાસે પડતાં કુવા કાંઠે પડેલાં પાણીનાં માટલામાંથી પાણી લઈને અવનીના ચહેરા પર છાંટ્યું. થોડીવાર રહીને અવની ધીમે-ધીમે ભાનમાં આવી. અવનીને ભાનમાં આવતાં જોઈ આકાશના તડપતા હ્દયમા ઠંડક પ્રસરી ગઇ.

અવની પોતાની આંખો ખોલતાં આકાશએ પોતાનું માથું એનાં ખોળામાં રાખેલું હતું. " આકાશ હમણાં અહીંયા શું થયું ? મેં તારી ઉપર કોઈ હુમલો તો નથી કર્યો ને ! તને નુકશાન તો નથી પહોંચાડ્યું ને્. મારૂં શરીર મારા કબજામાં નહોતું એવું લાગ્યું. મારા મન અને શરીર પર કોઈ બીજાના કબજામાં હોય એવું લાગતું હતું ". અવની એક શ્ર્વાસે ભાનમાં આવતાં બોલી. આકાશ અવનીના ‌ચહેરાને એકીટશે નીકળી રહ્યો હતો. અવની ચાલ તું ઘરે જઈને આરામ કરી લેજે તારી તબિયત સારી થ ઇ જાઇ પછી આપણે વાત કરીશું. આકાશ પ્રેમથી અવનીના માથાં પર હાથ પંપાળતા બોલ્યો.

અવની અને આકાશ ઉભાં થઇને ઘર તરફ આગળ વધવા લાગ્યાં. અવની ચાલતાં રસ્તે આકાશ તરફ જોઈ રહી હતી. આકાશ અવનીના મનની મુંઝવણ અનુભવી શક્તો હતો. આકાશના ગળામાં પહેરેલો રૂદ્રાક્ષ પોતાનાં હાથ વડે આંખે અડાણી હર...હર... મહાદેવ બોલીને આગળ રસ્તામાં ચાલવા લાગ્યાં. લગભગ સવારનાં ચાર વાગવા જેવો સમય થવા આવ્યો હતો. અવની અને આકાશ હવેલી પહોંચવા આવ્યાં હતાં. તેજપુર મહાદેવનાં મંદિરે શંખનાદ જોરથી સંભયાળો. શંખનાદની ધુન અવનીના કાનમાં પડતાં અવનીના માથામાં અચાનક જોરથી દર્દ થવા લાગ્યું. અવની પોતાનાં બન્ને હાથ વડે માથાને જકડવા લાગી. દર્દના કારણે અવનીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.


ક્રમશ...