સૌથી મોટો ભક્ત કોણ? - 1 Dave Yogita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌથી મોટો ભક્ત કોણ? - 1

Good morning મિત્રો! આવી ગઈ છું પાછી એક નવી આધ્યાત્મિક વાર્તા લઈ.વાંચીને તમારો પ્રતિભાવ જરૂર આપજો🙏🙏🙏.
એક છોકરી હતી જેને નાની હતી ત્યારથી ધર્મ,ભગવાન અને શાસ્ત્રો પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતી વ્યક્તિ.એ છોકરીના બા-દાદાને ભગવાન પ્રત્યેની એની શ્રદ્ધાનો શ્રેય જાય છે. જે વાર્તા લખવા જઈ રહી છું એ આ છોકરી અને એની દાદીમાં સાથે જોડે જોડાયેલી છે.

એ છોકરીના દાદી એટલે એના બહેનપણી કહી શકાય. જેની સાથે બધી વાત કરી શકાય.છોકરી ઘણી નાની હતી અને દાદી સાથે દેવ - દર્શન કરવા જતી રહેતી.એક વાર દાદી સાથે દર્શન કરવા જઈ રહી હતી.અમે ચાલતા ચાલતા જતા હતા.ત્યાં એટલામાં જ એક સાધુઓની ટોળી હતી કોઈ એક ધર્મની એ ટોળી હતી.એ લોકો ત્યાંથી નીકળી ગયા.પછી છોકરીથી બા(દાદીમાં) ને પૂછાઈ ગયું. એમ જ બાળક બુદ્ધિથી પુછી લીધું બા(દાદી) આ લોકો કોણ છે?એના દાદીએ જવાબ આપ્યો કે આ લોકો સાધુઓ છે જે આખો દિવસ ભગવાનનું સ્મરણ કરે જે ધર્મના હોય એનો પ્રચાર કરે.બાળક હોય તો મનમાં પ્રશ્નો પણ અઢળક થવાના જ છે.
એ નાની છોકરીએ બાની સાડીનો છેડો ખેંચ્યો.બા એ કીધું શાંતી રાખ કેટલા પ્રશ્નો હોય છે તારા.પણ તોય તેનાથી તો રહેવાણુ નહિ બા આ છેલ્લો પ્રશ્ન બસ.હા બોલ.બા મારે જાણવું છે કે જો ભક્તિ કરવી હોય તો સાધુ જ બનવું પડે.તો જ આપણે ભગવાનના સૌથી મોટા ભક્ત કહેવાય.આ ભગવાનના સૌથી મોટા ભક્ત કોણ છે? બા(દાદી) એકદમ હસવા લાગ્યા.હદ છે છોકરી આવડા દિમાગમાં આટલા પ્રશ્ન તને આવે છે કેવીરીતે?.બા(દાદી) એ એ છોકરીને ઊંચકી લીધી અને કહ્યું ચલ એક વાર્તા સંભળાવું જેમાં તારા બધા પ્રશ્નોના જવાબ છે. વાર્તાનું નામ છે.




સૌથી મોટો ભક્ત કોણ?


એક વાર નારદમુનિ ભ્રમણ કરતા હતા.ભ્રમણ કરતા કરતા કૈલાસ પર્વત પહોંચ્યા.ત્યાં સાક્ષાત દેવાધિદેવ મહાદેવ અને પાર્વતીજી બિરાજમાન હતા.બન્ને પોતાની વાતોમાં ખોવાયેલા હતા.ત્યાંજ નારાયણ નારાયણ નાદ સંભળાયો.શિવજી સમજી ગયા કે આ નારદ નો જ અવાજ છે.આ નારદ દરેક વખતે આપણા દેવોમાં કંઇક ને કંઇક ઝગડા કરાવતો હોય છે.આ વખતે એને ચકરાવે ચડાવો છે બોલો દેવી તમે મારો સાથ આપશો. નારદજી ને ચકરાવે ચડવા પાર્વતીજી પણ શિવજીના સાથે તૈયાર થયા.ત્યાં જ નારદમુની આવી પહોંચ્યા નારાયણ નારાયણ.શું વાત છે આ આજે તો કૈલાસ પર તમે પધાર્યા છે નારદમુની?મહાદેવ એ નારદમુની ને પૂછ્યું?
મહાદેવ હું તો નારાયણ નું નામ લેતો લેતો ભ્રમણ કરતો જ રહેતો હોવ છું. અને આજ તમારા દર્શન કરવાનું મન થયું એટલે હું તમારા અને માતાના દર્શન માટે આવ્યો છો.

શિવજી એ કહ્યું તમને ખબર નથી લાગતી.સાથે માતા પણ બોલ્યાં મને લાગે છે નારાયણ નારદમુનીને જ ભૂલી ગયા લાગે છે.

નારદ મુનિ બોલ્યાં:- શું વાત છે ભગવાન મારા નારાયણ મને ક્યારેય ન ભૂલે હું જ એનો સૌથી મોટો ભક્ત છે.તમે અને માતા મારી મજાક કરો છો?

ના ના. અમે નારાયણના પરમભક્ત ની મજાક ના કરી શકીએ.આજે નારાયણ પાતાળ લોકમાં એક મોટી સ્પર્ધા ગોઠવવાના છે.અમને પણ આમંત્રણ આવ્યું છે તમને આમંત્રણ દેવાનું ભુલાઈ ગયું લાગે છે.

મનમાં ને મનમાં નારદમુની વિચારવા લાગ્યા એવું હોય ના શકે.નારાયણ ક્યારેય મને ભૂલે નહિ.મહાદેવ અને માતા મારી સાથે મજાક કરતા હશે. નારદમુની મહાદેવ અને પાર્વતીજીને પ્રણામ કરી ત્યાંથી નીકળી જાય છે.

આગળ:
જોઈએ કાલ કે કોઈ સ્પર્ધા ખરેખર ભગવાન વિષણુએ રાખી છે.કે મહાદેવ અને માતા ખરેખર નારદમુનીની મજાક કરતા હતા.આગળ જોવાનું રહ્યું કે નારદમુની સાથે મજાક હતી કે કોઈ પરિક્ષા?
યોગી